________________
રેગે ઉત્પન્ન થયાં. તે મહા વેદનાના દુઃખથી મરણ પામીને બેતેર વરસનું આયુષ્ય ભોગવી પહેલી નરકમાં જશે. ઉપરનું કથન સાંભળી શ્રી ગૌતમે તેને પશ્ચાતભવ જાણવા ઈચ્છા બતાવી. પ્રભુએ ઉત્તર આપે. ઉંબરદત્ત પહેલી નરકમાંથી નીકળી અનંત સંસાર ભટકશે અને કર્મક્ષય થતાં મેક્ષગતિને પામશે. (દુઃખવિપાક)
૪૬ ઋષભદત્ત બ્રાહ્મણ
મગધ દેશના બ્રાહ્મણકુંડ નામક ગ્રામમાં ઋષભદેવ નામક બ્રાહ્મણ હતા. તેને દેવાનંદ નામે સ્ત્રી હતી. તેની કુક્ષિમાં ભગવાન મહાવીર દેવ ઉત્પન્ન થયા. હરિણમેષિ દેવે વર્તમાન ચોવિસીના અંતિમ તીર્થકરને ભિક્ષુક કુળમાં ઉત્પન્ન થયેલા જાણી, પ્રભુના ગર્ભનું સાહરણ કર્યું. ૮૨ દિવસ સુધી દેવાનંદાના ગર્ભસ્થાનમાં રહેલા મહાવીરના જીવને તે દેવે ક્ષત્રિયકુંડ નગરના સિદ્ધાર્થ રાજાની ત્રિશલા રાણીની કુક્ષિમાં મૂક્યો, અને ત્રિશલાના ગર્ભને દેવાનંદાની કુક્ષિમાં મૂક્યા. આ સાહરણમાં પૂર્વ ઋણાનુબંધને પણ યોગ હતો એમ ગ્રંથકારે ઉદાહરણ સહિત વર્ણવેલું છે.
કેટલાક વર્ષો પછી ભગવાન મહાવીરે જ્યારે દીક્ષા લીધી, અને તેઓ દેશના દેતા થકા ગ્રામનુગ્રામ વિહરતા હતા, તે સમયે ઋષભદેવ અને દેવાનંદા ભગવાનના દર્શને ગયા. ત્યાં મહાવીરને દેખી દેવાનંદાનાં ગાત્રો પુત્રપ્રેમથી વિકસિત થઈ આવ્યાં. આ વખતે પ્રભુએ જ્ઞાનબળે પિતાના તેઓની સાથેના માતાપિતા તરીકેના પૂર્વ સંબંધનું વર્ણન કર્યું. આ સાંભળી બનેને અત્યંત આનન્દ થયો. પ્રભુને ઉપદેશ સાંભળી ઋષભદેવે દેવાનંદાની સાથે દીક્ષા ગ્રહણ કરી અને કૈવલ્યજ્ઞાન પામી તે મેક્ષમાં ગયા. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com