________________
૪૪
જલદર, ભગંદર, આદિ ઘણા રાગેા હતા. હાથપગ સુજેલાં, આંગળીયા સડેલી, નાક કાનમાંથી નીકળતી રસી, મ્હોઢાં પર ગુમડાં, તેમાંથી નીકળતું લેાહી, ઉલ્ટીમાંથી નિકળતું લેાહી, અણુઅણુતી માંખીયા, ફાટેલાં કપડાં, ખાવા માટે ફુટેલું હીબરૂં, પાણી માટે પુટેલા ધડેા હાથમાં રાખી ધરધર ભટકતા આવે! એક ભિખારી શ્રી ગૌતમે જોવાથી કર્માંની વિચિત્રતા ' પર વિચાર કરતા, તેઓ પ્રભુ મહાવીર પાસે પહોંચ્યા અને તેની હકીકત પૂછી. પ્રભુએ તેના પૂર્વ પરિચય આપતાં કહ્યું:—
વિજયપુર નામનું નગર હતું. કનકરથ નામે રાજા હતા. ત્યાં ધન્વંતરી નામના વૈદ્ય હતા. તે વૈશ્વિકકળામાં પ્રવીણ હતા અને આખા ગામની દવા કરતા હતા. દરદીઓમાંના કોઈ ને તે મચ્છીનું માંસ ખાવાનું કહેતા, કાઇને કાચબાનું માંસ ખાવાનું કહેતા, કોઇને અકરીનું, કાઇને રાઝનું, કાઇને મૃગનું, કાઇને ગાયનું તા કાઇને કબુતરનું. એમ જુદા જુદા પ્રાણીઓનું માંસ ખાવાનું સૂચવતા અને તે પોતે પણ મચ્છીનું માંસ રાજ ખાતા હતા. વળી દારૂ પણ પીતે હતા. આવી રીતે માંસ દારૂમાં ચકચૂર બની ખીજાને માંસ ખાવાના ઉપદેશ આપી મહા પાપકમ સેવી ૩૨૦૦ વર્ષ જીવીને તે મરણ પામ્યા અને છઠ્ઠી નરકે ગયા.
ત્યાંથી નીકળીને તે ધન્વંતરી, સાગરદત્ત શાહુકારને ત્યાં ગંગદત્તા સ્ત્રીની કુક્ષિમાં આવ્યા. ગર્ભમાં ગંગદત્તાને યક્ષની પુજા કરી દારૂ માંસ ખાવાના દોહદ થયા. સાગરદત્ત તે દોહદ પુરા કરાવ્યા. યક્ષના પ્રભાવે પુત્ર મળ્યા એમ માની તેનું નામ ઉંબરદત્ત રાખ્યું. આલ્યાવસ્થા વીતાવી ઉબરદત્ત યુવાન થયા. તેના માતાપીતા મરણુ પામ્યા. રાજાએ તેના ઘરમાંથી ઉંબરદત્તને હાંકી કાઢ્યો અને ઉંબરદત્તને થાડા વખત બાદ પાપકર્મના ઉદયથી ઉપર પ્રમાણે મહાન
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com