________________
૫
છે કે તરત જ અધિષ્ઠાયક દેવના પ્રભાવે યક્ષ તેના શરીરમાંથી નીકળી પલાયન થઈ ગયા. લગભગ છ મહિનાના ભૂખ્યા તરસ્યા અર્જુન દીન બની, મૂર્છા ખાઇ જમીન પર ઢળી પડયા. સુદર્શને આશ્ચ પામી પ્રભુને આભાર માન્યા. તેણે અર્જુનમાળીને ખાધ આપ્યા અને ભ॰ મહાવીર પાસે લઈ ગયા. ભગવાનના ધૌપદેશથી વૈરાગ્ય પામી અર્જુનમાળીએ દીક્ષા લીધી અને જાવજીવ પર્યંત છટ્ટ છઠ્ઠના તપ કરવાના નિયમ કર્યાં. પારણાને દિવસે શહેરમાં ગૌચરી અર્થે નીકળતા હજાર લેાકેા તેના પર પત્થરને વર્ષાદ વરસાવી, સંતાપ આપતા. તે સઘળું ઉત્કૃષ્ટ પરિણામે અર્જુન મુનિ સહન કરતા અને આત્માના સ્વરુપને વિચારતા, આ પ્રમાણે સમભાવે પરિષદ્ધ સહન કરતા અને ત્યાગની સર્વોત્કૃષ્ટ ધારાએ પ્રવેશતાં એજ ભવમાં અર્જુનમાળીને કૈવલ્યજ્ઞાન થયું અને તે કર્મને ક્ષય કરી મેક્ષ પામ્યા.
૩૧ અષાડાભૂતિ
"
અષાડાભૂતિ નામના એક મહાસમર્થ આચાર્ય હતા. તેમને શિષ્યના સારા પરિવાર હતા. એક શિષ્યના અંતઃકાળ વખતે તે આચાર્યે તેને કહ્યું કે તું અહિંથી કાળ કરીને જો દેવ થાય, તે। મને આવીને કહી જજે. શિષ્યે કાળ કર્યાં અને તે દેવલાકમાં ગયા. પણ ત્યાંની સુખ સમૃદ્ધિમાં લીન થવાથી તે ગુરૂ પાસે આવ્યા નહિ. આથી આચાર્યને જૈનમાની સત્યતા વિષે સશય થયા. સ્વર્ગ, નરક કે મેક્ષ જેવું કાંઇ છેજ નહિ, અને જે હાય તા મૃત્યુ પામેલા મારા શિષ્ય મારા પ્રેમને વશ થઈ અહિયા કેમ ન આવે ?' માટે આ જૈન માગ છેડી દેવા અને ઘેર જઇ સ્ત્રી સુખ ભાગવવું એજ ઇષ્ટ છે. આવા વિચાર કરી અષાડાભૂતિ ઘર તરફ જવા નીકળ્યા. આ વાત પેલા દેવ થયેલા શિષ્યે અવધિજ્ઞાનથી જાણી, એટલે ગુરુને સ્થિર કરવા તે મૃત્યુલોકમાં આવ્યા અને રસ્તે જતા આચાર્ય સન્મુખ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com