________________
તે વખતે અર્જુન માળી યક્ષની પૂજામાં લીન હતો, બીજી તરફ તેની
સ્ત્રી બધુમતી બગીચામાં ફૂલે વીણતી હતી, તેના પર આ છએ મિત્રની દૃષ્ટિ પડતાં તેમને દુબુદ્ધિ થઈ, છએ જણાએ સંકેત કરી અર્જુનમાળીને બાંગે, અને પછી બંધુમતી પર બળાત્કાર કર્યો. આ દશ્ય જોઈ અર્જુનમાળી ક્રોધાયમાન થયા અને યક્ષને ઉપાલંભ આપતે કહેવા લાગ્યો કે હે દેવ, હું તારી રે જ સેવા પુજા કરું છું, છતાં મારી જ હાજરીમાં, મારા સામે મારો આ દુષ્ટ મિત્રો, મારી સ્ત્રીની આબરુ પર હાથ મૂકે છે, એ તું કેમ જોઈ શકે છે? મને સહાય કર. અર્જુનના આ ઉપાલંભથી યક્ષે અર્જુનના શરીરમાં પ્રવેશ કર્યો, તેના બંધન તૂટી ગયા. હાથમાં હજાર મણ વજનનું મુહગળ રહી ગયું છે એવા યક્ષમય અને ત્યાંથી દોડી જઈને, તેના છ મિત્રો અને બધુમતી સ્ત્રીને નાશ કર્યો. અર્જુનનો ક્રોધ મહાતું ન હતું. સાત જણને મારી નાખ્યા પછી તે શહેર તરફ ધ, અને જેટલા જેટલા માણસે તેને રસ્તામાં મળ્યા, તે બધાને તેણે જીવ લીધે. શહેરમાં હાહાકાર થયો. રાજાને ખબર પડી એટલે તરત જ નગરીના દરવાજા બંધ કરાવી દીધા. અર્જુનમાળી શહેર બહાર કીલ્લાની ઓથે એથે ચારે તરફ ઘુમતે હતા, અને નજરે ચડતાં માણસને સંહાર કરતો હતો. (આમ પાંચ માસ અને ૧૩ દિવસ સુધી અજુનમાળી ફર્યો અને ૧૧૪૧ માણસોનો તેણે નાશ કર્યો. કોઈ માણસ શહેર બહાર નીકળવાની હિંમત કરતું નહિ, એવામાં ભગવાન મહાવીર ઉદ્યાનમાં પધાર્યાના સમાચાર શહેરમાં પ્રસર્યા. તે વખતે સુદર્શન નામને ભગવાનને એક પરમ ભક્ત શ્રાવક હતું, તે આ સમાચારથી બેસી રહી શકે નહિ. તેણે રાજાને વિનતિ કરી, અને અતિ આગ્રહે તે રજા લઈ શહેર બહાર નીકળે, તેવામાં તેણે સામેથી વિકરાળ સ્વરૂપે આવતા અર્જુનમાળીને જે. મરણાંત ઉપસર્ગ જાણ, સુદર્શને ત્યાં સાગારી સંચાર કર્યો અને કાર્યોત્સર્ગ ધ્યાને ઉભો. અર્જુન માળી તેના પર ધસી આવ્યો, અને મુદગળ ઉપાડી જ્યાં તેને મારવા જાય Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratvww.umaragyanbhandar.com