________________
૨૮
આજ્ઞા માગી; પણ પિતાએ જવાની રજા ન આપી, એટલું જ નહિ પણ તે છાનામાને જતો ન રહે તે માટે ૫૦૦ રક્ષકે મૂક્યા. પરંતુ નિશ્ચયબળવાળે આદ્રકુમાર બધાને ભૂલથાપ આપી, આર્યભૂમિમાં આવ્યો અને સ્વહસ્તે દીક્ષા લઈ મુનિ થયું. તે વખતે દેએ આકાશવાણીથી કહ્યું કે હે આદ્ર! “તું દીક્ષા ન લે, હજુ તારે ભોગાવલી કર્મ બાકી છે.' પણ આકુમારે તે માન્યું નહિ અને દીક્ષિત થયો. કેટલાંક વર્ષો સંયમકાળમાં ગાળ્યા પછી, એક પ્રસંગે તે વસંતપુર નગરના ઉદ્યાનમાં આવ્યા અને કાઉસ્સગ ધ્યાને ઉભા રહ્યા. તેવામાં તે શહેરની કેટલીક શ્રીમંત બાળાઓ ઉદ્યાનમાં દેવાલયના દર્શને આવી. તેમાં શ્રીમતી નામની એક અવિવાહિતા કન્યા હતી, તે ધ્યાનસ્થ મુનિને દેખી માહિત થઈ. નવયૌવનાઓ વરવરની રમત રમતાં શ્રીમતીએ આ મુનિને પગ પકડી
આ મારા વર છે” એવી મીઠી મશ્કરી કરી. આમુનિ પિતાને ઉપસર્ગ આવશે, એમ ધારી ત્યાંથી વિહાર કરી ગયા. પરંતુ શ્રીમતીની મશ્કરી સાચી હતી. આદ્રકુમાર મુનિ સાથે પરણવાનો તેને દઢ મનભાવ હતે.
શ્રીમતીએ વરની પસંદગીની વાત પોતાના પિતાને કહી. પિતાએ બીજે લગ્ન કરવા તેણીને સમજાવ્યું પણ તે એકની બે ન થઈ. શ્રીમતીએ દાનશાળા માંડી અને સર્વ યાચકને સ્વહસ્તે દાન આપવા લાગી.
આમ બાર વર્ષ પસાર થયા. પછી દિશા ભૂલવાથી કે સંયોગવશાત્ આમુનિ પુનઃ વસંતપુરમાં આવ્યા અને શ્રીમતીએ માંડેલી દાનશાળામાં ભિક્ષાર્થે ગયા. શ્રીમતીએ મુનિને ઓળખ્યા-પકડ્યા અને પિતાને પત્ની તરીકે સ્વીકારવા આગ્રહ કર્યો, વળી જે મુનિ તેને સ્વીકાર ન કરે, તે પિતે આત્મહત્યા કરશે એવી બીક બતાવી. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com