________________
સ્યાવાદ - અનેકાંતવાદ'
. ૧૫
છે, તે પ્રત્યક્ષથી જોઈ શકાય છે. વળી એક સ્થાયી દ્રવ્યસ્વરૂપ ગોરસમાં દૂધપર્યાયનો વિનાશ અને દહીં પર્યાયની ઉત્પત્તિ થતી દેખાય છે. તેથી ગોરસમાં દ્રવ્ય-પર્યાયાત્મકતા પ્રત્યક્ષથી અનુભવાય છે, તે જ રીતે સર્વ વસ્તુઓની દ્રવ્યપર્યાયાત્મકતા પણ પ્રત્યક્ષથી અનુભવાય જ છે. | સર્વ દર્શનકારો પોતાને ઈષ્ટ સાધ્યની સિદ્ધિ માટે પ્રયોજિત કરતા હેતુઓ પણ વસ્તુની અનેકાંતાત્મકતા માન્યા વિના સત્ય બની શકતા જ નથી. વસ્તુ (પદાર્થ) ની અનંતધર્માત્મકતા :
સ્યાદ્વાદ પ્રત્યેક પદાર્થને અનંતધર્માત્મક માને છે. અર્થાત્ ભિન્નભિન્ન અપેક્ષાએ એક જ પદાર્થમાં અનંતધર્મનો સ્વીકાર સ્યાદ્વાદ સિદ્ધાંત કરે છે. પદર્શન સમુચ્યય નામના ગ્રંથમાં વસ્તુની અનંતધર્માત્મકતાને સુવર્ણના ઘટના દૃષ્ટાંતથી સુંદર રીતે સમજાવી છે. અનેક અપેક્ષાએ વસ્તુના સ્વ-પર પર્યાયોનું વિભાગીકરણ કરીને જે રીતે વસ્તુની, અનંતધર્માત્મકતા સમજાવી છે, તે હવે જોઈશું.
વિવક્ષિત એક ઘટ સ્વદ્રવ્ય, સ્વક્ષેત્ર, સ્વકાલ અને સ્વભાવથી વિદ્યમાન છે અને પરદ્રવ્ય, પરક્ષેત્ર, પરકાલ અને પરભાવથી અવિદ્યમાન છે.(11)
(પ્રત્યેક દ્રવ્યોને પોતાની અપેક્ષાએ “સ્વ” કહેવાય છે અને પોતાને છોડીને અન્ય દ્રવ્યની અપેક્ષાએ “પર” કહેવાય છે. જેમ કે, માટીનો બનેલો ઘટ, માટીની અપેક્ષાએ “સ્વદ્રવ્ય છે અને માટીને છોડીને) સુવર્ણાદિ દ્રવ્યો
11. विवक्षितो हि घट: स्वद्रव्यक्षेत्रकालभावै विद्यते, परद्रव्यक्षेत्रकालभावैश्च न विद्यते। (षड्. समु. बृहद्वति-श्लो. ५५-टीका) सदेव सर्वं को नेच्छेत् स्वरूपादिचतुष्टयात्। असदेव विपर्यासात् ન વૈવ વ્યવતિષ્ઠા (બાતમી. પો.-૨૫)