________________
૧૪
જેનદર્શનના મહત્ત્વના સિદ્ધાંતો
તે મનુષ્યને પોતાના પિતાની અપેક્ષાએ પુત્ર અને પોતાના પુત્રની અપેક્ષાએ પિતા માનવામાં આવે તો કોઈ વિરોધ આવતો નથી.
આજ રીતે અનેકાંતમાં પણ વસ્તુ (પદાર્થ) દ્રવ્યની દૃષ્ટિથી એક છે અને પર્યાયની દૃષ્ટિથી અનેક છે. એમ ભિન્ન-ભિન્ન અપેક્ષાથી વસ્તુમાં અનેક ધર્મોનો સ્વીકાર કરવામાં વિરોધ આવતો નથી.
તદુપરાંત, સુખ, દુઃખ, મનુષ્યત્વ, દેવત્વ આદિ (આત્માના) પર્યાયો પણ આત્મામાં નિત્યાનિત્ય સ્વરૂપ અનેકાંત વિના સંગત થતા નથી. એટલે કે, આત્માને જો કથંચિત્ નિત્યાનિત્યાત્મક = પરિણામી નિત્ય માનવામાં ન આવે તો તેમાં સુખ, દુઃખ, મનુષ્યત્વ, દેવત્વ આદિ પર્યાયો થઈ શકશે નહીં. કારણ કે, આત્માને સર્વથા નિત્ય માનવામાં આવે તો તે હંમેશાં સ્થાયી રહેશે અને સર્વથા અનિત્ય માનવામાં આવશે તો અત્યંત પરિવર્તિત બની જવાથી આત્માની સત્તા જ નહીં રહી શકે. પર્યાય તો દ્રવ્યને સ્થિર રાખીને જ થયા કરતા હોય છે.
જેમ સ્થિર સર્પદ્રવ્યમાં પરસ્પર વિરૂદ્ધ “ફણા ચઢાવ્યાની અવસ્થા” અને “ફણા ચઢાવ્યા વિનાની અવસ્થા હોય છે, છતાં પણ એક અન્વયી દ્રવ્યની અપેક્ષાથી એમાં વિરોધ નથી. અર્થાત્ અવસ્થાભેદ હોવા છતાં પણ સર્પ દ્રવ્યદૃષ્ટિથી એક જ રહે છે અને તેથી તેમાં અવસ્થાભેદ સ્વીકાર કરવામાં વિરોધ નથી.
તે જ પ્રમાણે જેમ આંગળીમાં સરળતાનો નાશ અને વક્રતાની ઉત્પત્તિ અથવા એક સ્થાયી ગોરસમાં દૂધપર્યાયનો નાશ અને ઉત્તરમાં દહીં પર્યાયની ઉત્પત્તિ થતી પ્રત્યક્ષથી દેખાય છે. તે જ રીતે સર્વે વસ્તુઓની દ્રવ્યપર્યાયાત્મકતા પણ પ્રત્યક્ષથી દેખાય જ છે.
કહેવાનો આશય એ છે કે, જેમ સ્થિર રહેલી એક અંગુલીમાં સરળતા અને વક્રતા પર્યાયની ઉત્પત્તિ જોવા મળે છે. તેથી આંગળી દ્રવ્યપર્યાયાત્મક