________________
ભાગ ૧ –ઉપોદઘાત
[ ૧૯ હાથથી પુરાણું રીત પ્રમાણે બનાવવામાં આવે છે. ખાસ કરીને વેપારીઓના હિસાબકામ માટે સંખ્યાબંધ ચોપડા એમાંથી તૈયાર થાય છે. આ સિવાય કોઈ એનો ઉપયોગ નથી. - ' અમદાવાદ પાસે હવે તો બારેજડીમાં કાગળની મિલ થઈ છે અને ત્યાં સારા પ્રમાણમાં છાપવાને કાગળ તેમજ પૂઠાં વગેરે તૈયાર થાય છે.
- સાબુ વધુ પ્રમાણમાં પ્રાંતીજમાં તયાર થાય છે, તે કપડાં ધોવાના કામમાં આવે છે. હમણાં અમદાવાદમાં, વેરાવળમાં, પોરબંદરમાં પણ તૈયાર થાય છે. અમદાવાદમાં મુસલમાનોનાં કારખાનાંમાં વધુ પ્રમાણમાં રંગીન દીવાસળી તૈયાર થાય છે, જે તહેવારમાં વપરાય છે. કેટલીક મુદતથી સામાન્ય દીવાસળી પણ બનવા માંડી છે. ખાસ કરીને એ પંજાબમાં વેચાય છે. ખંભાતમાં બે મુસલમાનેનાં બે કારખાનાં છે, જે સુંદર રીતે ચાલે છે. અકીક વિશે મેં ઉપર વિગતવાર લખ્યું છે. વેરાવળમાં સુંદર તાળાં બને છે. સુરતમાં જરી રેશમ અને કિનખાબ સારાં તૈયાર થાય છે અને એ બહાર જાય છે. હાથીના દાંતનું કામ પણ ત્યાં સુંદર થાય છે. કચ્છનું સોનારૂપાનું કોતરકામ પ્રખ્યાત છે.
મીણથી જે ભિન્ન ભિન્ન પ્રકારનાં કાપડ છાપવામાં આવે છે તે ર દૂરના મુલકમાં જાય છે. પોરબંદર અને ઓખામાં સિમેન્ટ બનાવવાનાં કારખાનાં છે. ઈડરમાં લાકડા ઉપરનું રંગીન કામ સુંદર થાય છે.
વેપાર-ગુજરાતમાં નીચેની વસ્તુઓની આયાત નિત્ય થાય છે
આયાત –નું, ચાંદી, વિલાયતી કાપડ, લખંડ અને લેખંડને સામાન, ખાંડ, દવા, કાચો સામાન, મશીન, રમકડાં, રંગ, લાકડાં, ધાતુ, અનાજની કેટલીક જાત, નાળિયેર, ઘાસતેલ, કોલસા, કાગળ, ઘડિયાળ, મોટર અને સાઈક્લ.
નિકાસ–અનાજ, તેલીબિયાં, રૂ, સૂતર, કાપડ, તમાકુ, માખણ, ચામડી અને મસાલા.