________________
૧૮]
ગુજરાતનો ઈતિહાસ રાતમાં છાપવાનાં કારખાનાં અને દળવાની ઘંટીઓ પણ પુષ્કળ છે.
' પાલણપુરમાં કેવડા અને ચંપાનાં અત્તર અને તેલ ઉત્તમ પ્રકારનાં થાય છે તે ઉત્તર હિંદુસ્તાનમાં પુષ્કળ જાય છે. ત્યાં કેવડાનું મોટું જંગલ છે તેમાં સાપ પણ વીટાયેલા જોવામાં આવે છે. વળી લૂંગી, રૂમાલ, સુસી ધારીવાળાં કપડા), દેહર (એક પ્રકારનું કાપડ), સુલેમાની ચાદર, ખાદી અને શેતરંજી સુંદર તૈયાર થાય છે અને અરબસ્તાનમાં વેચાય છે. છરી, ભાલા, ખંજર, તલવાર, ચામડાની ચીજો, બનાતની જીન સારાં તૈયાર થાય છે. પાટણમાં માટીનાં વાસણે સારાં થાય છે અને રેશમી રંગીન ચિત્રકામવાળાં કીમતી કપડાં ત્યાં બને છે, જે પટોળાં કહેવાય છે. ઈ. સ. ૧૯૩૨માં મેં મારી નજરે કારખાનામાં બધું કામ જોયું. હું અતિ હેરતમંદ થયો. ખરેખર કામને ખૂબસૂરત નમૂને છે. કપડાંની બંને બાજુએ એક સરખી ભાત જેનારને આશ્ચર્યચકિત કરે છે. દિલગીરીની વાત છે કે યુરેપનાં કારખાનાંઓ આપણી આ અજબ કળાને દબાવી દીધી છે.
કાપડ –અમદાવાદમાં કાપડ પુષ્કળ તૈયાર થાય છે. ફક્ત કાપડની ૮૦ થી વધારે મિલ ચાલે છે. એ જાણે કે હિંદુસ્તાનનું માંચેસ્ટર છે. હરેક જાતનું કાપડ અહીં થાય છે. કેટલીક મિલોમાં સૂતર તેમજ કાપડ બંને તૈયાર થાય છે. અને કેટલીકમાં સૂતર ઈગ્લાંડથી મંગાવી માત્ર કાપડ તૈયાર કરવામાં આવે છે. પરંતુ દિલગીરીની વાત એ છે કે બ્રિટિશ સરકારે અત્યાર સુધી ૮૦ નંબરથી વધારેનું સૂતર તૈયાર કરવા દીધું નહોતું. આ ઉપરાંત વીરમગામ, નડિયાદ, વડેદરા, ભરૂચ, પેટલાદ, ભાવનગર, વેરાવળ વગેરે શહેરોમાં પણ કાપડની મિલે છે. તમામ ગુજરાતમાં કુલ ૧૧૫ થી વધુ મિલ છે.
કાગળ સાધારણ રીતે કાગળ યુરોપથી આવે છે. અથવા મુંબઈ કલકત્તા વગેરે ઇલાકામાં હિંદુસ્તાનમાં આવેલાં ત્યાંનાં કારખાનામાં બને છે. આ કારણથી કાગદી કંઈ ઉત્પન્ન કરી શકતા નથી. ફક્ત એક જાતને જોડે સફેદ કે બદામી કાગળ ખાસ ' અમદાવાદમાં