________________
૧૬]
ગુજરાતનો ઈતિહાસ છે, કારણ કે સરોવરને લઈને હરણ વગેરે ઘણુંખરાં જાનવરો ત્યાં રહે છે. વાંદરાં અમદાવાદમાં સાબરમતીને કિનારે સંખ્યાબંધ જોવામાં આવે છે. મહાજન તરફથી એમને ચણ ખાવાના મળે છે. એ ખેડૂતને બહુ જ સતાવે છે. કચ્છ અને સૌરાષ્ટ્રના ઘડા વખણાય છે. મારે ખ્યાલ છે કે ઈરાક અને ઉમાનના વતનીઓ અસલ લાંબો સમય પર્યત અરબી ઘડી અહીં લાવી વેચતા હતા અને આ એ ઘોડાઓની ઓલાદ છે. અહીંના બંને જાતના બળદો સુંદર હોય છે. મોટા કદવાળા બળદનાં શરીર તથા શિંગડાં ખૂબસૂરત હોય છે. અને નીચી કદના બળદ પણ નાના, મજબૂત અને સોહામણા હોય છે. એ નાના રબર ટાયરના એક્કાઓ જોડેલા ઠીક દેખાય છે. એને ઘોડા સાથે હરીફાઈમાં દેડાવવાની તાલીમ આપવામાં આવે છે. પહેલાં અમદાવાદમાં રાતના ૧૨ વાગ્યા બાદ દેડાવવાની હરીફાઈઓ પણ થતી. | ગુજરાતના ખનીજે –સોનું, અકીક, આરસપહાણ, લોઢું, સીસું, મેંગેનીઝ, અબરખ, સુરેખાર, મીઠું અને સંગ પઠાણ છે. સોનું ભાવનગરના પહાડોમાંથી અસલના જમાનાથી નીકળતું આવ્યું છે, પરંતુ આજકાલ એ બંધ છે. અબરખ પંચમહાલ, સાબરકાંઠા અને રેવાકાંઠા એજન્સીમાંથી નીકળે છે. અકીક સુરત જિલ્લામાં નીકળે છે, પરંતુ ખંભાતમાં એને સાફ કરવામાં આવે છે. હિંદુ અને મુસલમાન કારીગરો ઉત્તમ પ્રકારની ચીજો એમાંથી બનાવે છે. દાખલા તરીકે કફ અને કોટનાં બટન, વીંટી, એરિગ, ગળાને હાર, ચપ્પને હાથ, ઘડિયાળની ચેઈન, સલીબ (કોસ આકારની), હિલાલ (અર્ધચંદ્રના આકારના) વગેરે. આ વસ્તુઓ કાન્સ, અમેરિકા, મિસર વગેરે જગ્યાએ પુષ્કળ જાય છે. હિંદુસ્તાનમાં પારસી અને વોરા એની બહુ જ કદર કરે છે. સુરોખાર રાધનપુરમાંથી નીકળે છે. સમુદ્ર નજીક હોવાના સબબથી મીઠું પુષ્કળ પકવી શકાય છે. આ
૧. દબા-ખુલાસ-તુત તવારીખ