________________
ભાગ ૧ લે-ઉપઘાત
[ ૧૭ પાક બરબાદ કરવા બ્રિટિશ સરકારે એક અલગ ખાતું પણ કાઢયું હતું તેથી સૌથી વધારે નુકસાન ખંભાતના નવાબને થયેલું. ત્યાં તમામ ગુજરાત ખાઈ શકે એટલું મીઠું પકવી શકાય, પરંતુ બ્રિટિશ સરકારે બંદર ખાલી કે મીઠું તૈયાર કરી આમદાનીને વધારે કરવા દીધો નહિ. કેટલીક વખત સ્ટેટના સત્તાવાળાઓએ એ બાબતમાં પત્રવ્યવહાર કર્યો હતો, પરંતુ એનું કંઈ પરિણામ આવ્યું નહતું, કારણ કે સરકાર પિોતે જ એને વેપાર કરતી હતી. તેથી પિતાને સખત ખોટ આવવાને ભય હતો. સરકારને આ વેપારથી વાર્ષિક છ કરોડ રૂપિયા મળતા હતા.
લેટું ઘોઘામાંથી નીકળે છે અને એ પહેલાં કપડવંજમાંથી કાઢવામાં આવતું હતું, પરંતુ હાલમાં એ બંધ છે. આજકાલ હાલોલમાંથી મેંગેનીઝ કાઢવામાં આવે છે.
સંગ પઠાણ એક જાતને ચૂનો છે, જે ઈડરના પહાડમાંથી નીકળે છે. એને પોલિસ કરી એ સાફ અને ચમકદાર બનાવવામાં આવે છે કે આબેહૂબ આમના જેવો જ દેખાય છે. દિલ્હીના લાલ કિલ્લાના બાંધકામમાં શાહજહાં બાદશાહે એનું પ્લાસ્ટર કરાવ્યું હતું. તાજમહાલના અંદરના ભાગમાં પણ એનું પોલિશ છે. જોકે એમાં પિતાની સુરત જોઈ શકે છે. ઈ. સ. ૧૯૦૭માં પહેલી વખત હું જ્યારે આગ્રા ગયા હતા ત્યારે મેં નજરે જોયું હતું. હવે લોકોએ એને હાથ લગાડી લગાડીને મેલું કરી દીધું છે. એ છતાં પણ એમાં પડછાયો હજુ પણ નજરે પડે છે. ઘણે ભાગે એને વપરાશ બંધ થયો છે, કારણ કે સિમેન્ટ હરેક જાતના ચૂનાના વેપારને પાયમાલ કર્યો છે.
મેતી કચ્છના અખાત અને જામનગરમાંથી નીકળે છે.
ગુજરાતને હુન્નર-ઉદ્યોગ:-કાપડ, કાગળ, સાબુ, લોખંડની પેટી, અકીકની ભિન્ન ભિન્ન પ્રકારની ચીજો, તાળાં, દીવાસળી, જરી અને રેશમનાં કપડાં વગેરેનું કામ અહીં સારું થાય છે. ભરૂચમાં દેરીની ચાદરે સારી બને છે અને ત્યાં કાચનાં કારખાનાં છે. ગુજ