________________
૨૦
યુરેપનાં સ્મરણે
સ્ટીમરમાંથી ઉતર્યા પછી પાસપોર્ટ અને સામાન બતાવ પડે છે તેમાં જરા પણ ગભરાવાનું કારણ નથી. યુરોપમાં ૨૬ જગ્યાએ સરહદે આવે છે પણ ચેડા સામાનવાળાને કઈ જગ્યાએ અડચણું પડતી નથી. પાસપોર્ટ બહુ સંભાળીને રાખો. તેના વગર મુસાફરી કરવાનું બની શકે તેમ નથી. કદિ ગુમ થઈ જાય તે દરેક જગ્યાપર બ્રટિશ કેન્સલ હોય છે તેને મળી પાસપોર્ટને નંબર આપવો. તે તાર કરી (તમારે ખરચે) જવાબ મુંબઈથી મંગાવી ડુપ્લીકેટ પાસપોર્ટ આપશે. આમાં બે ત્રણ દિવસની નકામી ઢીલ અને પૈસાને ખર્ચ થશે. બેદરકાર માણસ મુસાફરીને યોગ્ય ન ગણાય તે પણ ધ્યાનમાં રાખવું. હર.
મુસાફરીની ટુર મસક અને અમેરિકન એકસ કરી આપે છે. તમારે જ્યાં જ્યાં જવું હોય ત્યાંનું લીસ્ટ આપે, દિવસે કેટલાં કરવાં છે તે કહે, એટલે તે તમને ખર્ચને અંદાજ આપે. પછી કઈ તારિખે કેટલે વાગે ક્યાંથી બેસવું અને ક્યાં જવું, કઈ હોટેલમાં ઉતરવું વિગેરે સર્વની વિગતવાર ડાયરી અને ટીકીટ આપશે. તમારે કેઇ હેટેલમાં કાંઈ આપવું પડે જ નહિ. બધી સગવડ થઈ રહે. માત્ર નાની બક્ષીસ કે મજુરી આપવી પડે. આખી મુસાફરીની ટીકીટે પણ કુકવાળા આપે છે. તમારે કઈ સ્ટેશને ટીકીટ ખરીદવા પણ જવું પડતું નથી. ભાષાના અજ્ઞાનને કારણે અને હેટેલ ઉન્હાળામાં બધે ભરચક રહે છે તેથી અગવડ ઘણું થાય છે તે દૂર કરવા, આવી ટુર કરવી વધારે સારી છે. તેમાં નીચેની સંભાળ રાખવી.
ટુર બે ત્રણ માસની એક સાથે ન લેવી. અરધી અથવા એક તૃતીયાંશ પ્રથમ લેવી અને આગળ એટા શહેરમાં પૂરી કરવી. ત્યાં સુધીને કાર્યક્રમ ફળ્યો હોય તે આગળ વધારવી. ખાસ કારણ વગર આપેલા ટાઈમમાં જરા પણ ફેરફાર કરવા નહિ કરો પડે તે તારી
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com