________________
એકવીસમું]
અધ્યયન ૪: સમ્યકત્વ
છતાં આ જીવ તે ધારી શકતું નથી. આત્મામાં રહેલું શુદ્ધ સ્વરૂપ જેવા આત્મા માગે છતાં ન જ દેખી શકે તેનું કારણ શું? તે કહે છે કે આ આત્મા ઉપર લેપ લાગેલો હોય તે તીર્થકર મહારાજ કહે તે પણ આત્માને શુદ્ધ સ્વરૂપ ન જોઈ શકીએ. હવે જોવાય કયારે ? લેપ કે પડ ખસે ત્યારે. આસ્સામાં તાકાત એવી છે કે પર્વત, ગામને પણ ઝડપી લે, પણુ લુગડું ખસેડ્વાની તાકાત તેની નથી. હવે જે આ આત્મા નિર્મળ હોય તે પણ તેને લાગેલ મેલ કાદવ તેને મુશ્કેલ પડે છે. એટલે આત્મા તાકાત ધરાવે છે છતાં તે પટને ખસેડી શકતો નથી. આ લેવું લેવુ નું અનાદિ કાળનું દરદ
હવે પટનું ખસવું તેનું નામ જ સમ્યક્ત્વ. તેના ત્રણ ભેદ કાલે જણાવ્યા છે. પથમિક, ક્ષાયિક અને ક્ષાપથમિક. હવે ઊલટીના દરવાળાને પ્રથમ લટી બંધ કરવાની ક્યા આપવી પડે. જઠરા નરમ થયેલી હોય તો તેને દીપ્ત કરવા દવા પીવી પડે. તેમ આ આત્માને અનાદિ કાળથી ઊલટીનું દરદ છે. આથી તેને ત્યાગ ચડે જ નથી. ઊલટીના દરદવાળાને એલચીને દાણું ન ટકે. તેમ “લેવું, લેવું” એ જ સિદ્ધાંત જેને અદિને હોય તેને છોડું' એ શબ્દ કયાંથી સાંભળે છે ? અને તે રુચે પણ કેમ ? ધનમાલ, કુટુંબ આદિ છૂટે તે ન ગમે. તેથી અનાદિથી ત્યાગ શબ્દની ઊલટી આ જીવને રહેલી છે. ઊલટીને દરવાળાને કઠે વાયુથી ભરાય તેમ અહીં લાવ અને લેઉના વાયુથી ભરાયેલે આ જીવ છે. કીડી પણ દાણું લાવીને દરમાં ભેગા કરે પણ તે ખાવાની કયા જન્મમાં ? કહે કે ખાય કે ન ખાય પણ “લાવ, લેઉં' વિચાર અનાદિને રહેલો જ છે. ત્યાગ તે અંશમાત્ર પણ જીવને રચતું નથી. કહે કે અનાદિ કોળથી “લાવ, લેઉંના વાયુથી કઠી ભરાયેલે છે તેને ત્યાગને શબ્દ ક્યાંથી રુચે.?