________________
એકવીસમું] અધ્યયન જ સામ્યત્ર ૫ આવેલી છે છતાં તેઓ સબૂરી રાખે છે, કારણ કે ત્રણ ભવ રાખીને બાકીને સંસાર કાપે તે જ તે તીર્થકર નામકર્મ નિકાચિત કરે. વધારે સંસારવાળો નિકાચિત ન જ કરે. જ્યારથી નિકાચિત કરે
ત્યારથી ભવ ગણાય. પછી દેવ કે નરકને, એક આંતરાને ભવ અને પછી તીર્થકરને ભવ–આમ ત્રણ ભવની ગણતરી છે. હવે ત્રણ ભવથી વધારે સંસાર કાપે છે તેને ત્રણ ભવનો સંસાર કાપતાં વાર ન લાગે, છતાં અહીં તીર્થંકર નામકર્મ માટે ત્રણ ભવે જોઈએ તેથી ત્રણ ભવથી બાકીને અધિક સંસાર કા.
- ત્રણ ભવ પછી મહેનતનું ફળ મક્ષ - હવે આચાર્યાદિ ચારે સ્થાનેમાં તે ભવમાં જ મહેનતનું ફળ મળે પણ અરિહંત-પદ માટે તે તે ભવની મહેનત ફળે નહિ. ત્રીજા ભવથી મહેનત શરૂ થાય તે જ તીર્થંકરપણું મળે. આવી રીતે જગતના ઉદ્ધાર માટે અનેક ભૌથી મહેનત કરી, વળી જેણે સિદ્ધિને રોકી છે એમ કહીએ તો ચાલે. કારણ? ત્રણ ભવ રાખ્યા છે. તેથી,
આગળપાછળ જોતાં શીખ : : - હવે તે તીર્થકર જગતને તારવા માટે કયે રસ્તે બતાવે તે કહે છે કે-મહાનુભાવ! આગળપાછળ જોતાં શીખે. હું ઉદ્ધારને માટે જે કોઈ વાક્ય કહું તે આ એક જ. કયું ? તે કહે છે કે આગળપાછળ જોતાં શીખે. કેની આગળ.? તે કહે છે કે શરીરની નકે પણ તમારા આ મનુષ્ય-ભવની આગળપાછળ જુઓ, તે જ તમે સન્માર્ગે આવી શકશે. જે તમે ભવની આગળપાછળ જેનારા નહિ બને તો તમને સન્માગ મળ મુશ્કેલ છે. હવે જ્યારે તમે જોનારા બનશે ત્યારે ખ્યાલ આવશે કે હું ચારમાંથી આવ્યો છું અને સાકરમાં હજુ ધૂમવાને છું. આ સંસારચકને ખ્યાલ ત્યારે જ આવે છે. જ્યારે નજર ભત્રની આગળપાછળ નાખે.