________________
એકવીસમું ] અધ્યયન ૪: સમ્યક્ત્વ પંચ પરમેષ્ઠીમાં અરિહંત-પદની ઘણી મોંધી કિંમત
હવે પંચપરમેષ્ઠીમાં અરિહંત–પદની કિંમત ઘણી જ મેંવી છે અને તેથી તે એક ભવમાં ન જ મળે પણું ઓછામાં ઓછા ત્રણ ભવ તે જોઈએ. હવે જેઓ તે તીર્થંકર નામકર્મ બાંધે તેઓ સિદ્ધિને સરાડે લાવે. એટલે વીસસ્થાનક તપ આરાધીને જેઓ તીર્થંકર નામકર્મ બાંધે તે સિદ્ધિને સરાડે લાવે જે. એટલે સંસાર માત્ર જે અનંતે રખડવાને છે તે સર્વને લુચ્છેદષ્કરી માત્ર ત્રણ ભવને સંસાર બાકી રાખે, ત્યારે જ તીર્થંકર નામકર્મ બાંધી શકે. ' ત્રાણું ભવથી વધારે સંસાર હોય તે તે કર્મ બંધાય જ નહિ. વળી સિદ્ધિને સરડે લાવે એટલે ત્રીજે ભવે તારે મને મળવું પડશે. એ નક્કી કર્યા પછી જ તીર્થંકર નામકર્મને નિકાચિત કરે. આ વાત નથી કર્યા પછી તીર્થકર નામકર્મને નિકાચિત કરનારને ત્રણ ભવ હોય તેથી આગળનો સંસાર ન જ હેય. એવી રીતે જે ભવમાં તીર્થકરપણું તેને બીજે ભવ ન હોય, પણ મોક્ષ જ હેય.. | તીર્થકર નામકર્મ અંગે વધુ સ્પષ્ટીકરણ :
આ વાત ક્યારે નક્કી માનવા લાગ્યા ? સિદ્ધિને પ્રથમ સરાડે– ઓસીકે લાવ્યા માટે જ માનીએ છીએ, હવે સિદ્ધિને સરાડે મૂકે ત્યારે જ તીર્થંકર નામકર્મને નિકાચિત કરે. આટલા માટે શાસ્ત્રકારોએ તીર્થકર નામકર્મ માટે ત્રણ ભવોથી આગળનો સર્વે સંસાર કાપી નાખીને નિકાચિત કરે એમ કહ્યું. હવે આવી તાકાત ત્રીજા ભવમાં હતી. એટલે સંસારને સુચ્છેદ અને સિદ્ધિને સરાડે મૂકી તે પછી મોક્ષ જ લઈ લેવો હતો ને ? વાત ખરી. મોક્ષ મેળવવામાં વાંધો નહોતો પણ જે તીર્થકરને જીવ હોય તે ચાહે તેટલો ભૂખ્યો હોય છતાં બીજાને જમાડ્યા સિવાય પિતે જમે નહિ. ધર્મની પરિણતિવાળે તે ચાહે તેટલા ઉપવાસ હોય તો પણ અતિથિસંવિભાગને સ્પર્યા વિના પારણું ન જ કરે. તેમ અહીં તીર્થકરના