________________
શ્રીઆચારાંગસૂત્ર
[ વ્યાખ્યાન
કડિ અને ઉઘારિ વ્યાપાર શાસ્ત્રકાર મહારાજા શ્રીમાન શીલાંકાચાર્યજી મહારાજ આચારાંગસૂત્રના ચેથા અધ્યયનની ટીકા કરતાં થકા આગળ જણાવી ગયા કે ભગવાન જિનેશ્વર મહારાજ જગતના ઉદ્ધારને માટે ભવોભવથી તૈયાર થયેલા હોય છે. આગળ આપણે સામાન્ય કહી ગયા છીએ કે–એક ભવની મહેનતે સિદ્ધપણું, આચાર્યપણું, ઉપાધ્યાયાદિપણું મળે પણ જિનેશ્વરપણું એક ભવની મહેનતથી ન જ મળે. આ ભવમાં જે મહેનત કરે છે તેથી સિદ્ધાદિ ચારે પદો મળે એટલે એક ભવની મહેનતનાં તે ફળો છે, પણ જે અરિહંત-પદ તે તે એક ભવની મહેનતથી ન જ મળે. તીર્થંકરપણું એ એવી વસ્તુ છે કે મહેનત બીજે ત્યારે ફળ પણ બીજે. એટલે એક ભવની મહેનતથી ફળ તે બીજા જ ભવમાં મળે. અહીં સિદ્ધાદિ માટે ફળ બીજા ભવમાં નથી પણ મહેનતની સાથે ફળ પણ તે જ ભવમાં છે. માત્ર આહંતપણા માટે આમ જ એટલે ઉપર કહ્યું તે મુજબ છે. હવે સિદ્ધાદિપણું માટે તે રોકડિયે વ્યવહાર છે. કારણ તે જ ભવમાં ફળ મળે, અને આરહેતપણું માટે તે ઉધારિયો વ્યાપાર ગણાય, કારણ કે ફળ તે બીજા ભવમાં છે. - કાછિગ્યા અને ઝવેરીના વ્યાપાર વચ્ચે ફરક
હવે આખા બજારમાં વ્યાપાર ઉધારિયો ચાલે. નાણાવટીને ધંધ-વ્યાપાર હંમેશાં ઉધારિયે જ ચાલે. રોકડિયા વ્યાપારની કિંમત ઓછી છે. તે તે કાઠ્યિા લોકોનું કામ. હવે જેને અંગે મહેનત વધારે તેને અંગે મુદત પણ વધારે. હવે કાછિયાની દુકાને શાક લેવા જાઓ તે બે મિનિટમાં સેદો પતે પણ ઝવેરી કે ચેકસીની દુકાને જાઓ તે વસ્તુ માટે બએ કલાક ટાઈમ કાઢે. કેમ ? તે કહે કે વસ્તુની કિમતના પ્રમાણમાં તેની પાછળ ટાઈમને ભોગ વધુ આપ પડે છે.