Book Title: Suyagadanga Sutrana Sathware Part 1 Agam Jano
Author(s): Kirtiyashsuri
Publisher: Sanmarg Prakashan
Catalog link: https://jainqq.org/explore/004864/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ 09 els RB33933 SIENI fusteit NEENIT 320000000000000OOOOOOO58999009090909. SONDA S2000 6 IDRIE IDHI ICISICRIG TENTIA 208OCX9900 ITU ANTIKSTE પ્રવથવકાશ S_Ududuculas y all larel udzieleiel-028 HSLZLX Jain Education nternational Page #2 -------------------------------------------------------------------------- ________________ એક 3 - CIDRI IDIFICISICRIE પ્રવચનકાર વર્ધમાનતપોનિધિ પૂજ્યપાદ આચાર્યદેવ શ્રીમદ્ વિજય ગુણયશસૂરીશ્વરજી મહારાજના શિષ્યરત્ન પ્રવચનપ્રભાવક પૂજ્યપાદ આચાર્યદેવ શ્રીમદ્ વિજય કીર્તિયશસૂરીશ્વરજી મહારાજ પ્રકાશક &ભાઈ પ્રદાન જૈન આરાધના ભવન, પાછીયાની પોળ, રીલીફ રોડ, અમદાવાદ-૩૮૦ ૦૦૧ ફોન : ૨૫૩૫ ૨૦૭૨ ફેક્સ : ૨૫૩૯ ૨૭૮૯ E-mail : sanmargp@icenet.net By HU, Jain Eduaction Infect Page #3 -------------------------------------------------------------------------- ________________ सगांग घना सचरे-1 યાત્રા ! ISBN - 81 - 87163 -68-2 પ્રથમ આવૃત્તિ : વિ. સં. ૨૦૭૨ + નકલ : ૩૦૦0 : રૂ. ૭૦-૦૦ મૂલ્ય વિમોચન દિવસ : સં. ૨૦૭૨, કારતક વદ-૭ બુધવાર, તા.૨૩-૧૧-૨૦૦૫ વિમોચન સ્થળ : ‘દીક્ષાયુગ પ્રવર્તન મંડપ', ગુજરાત કોલેજ કોર્ટ ગ્રાઉન્ડ, એલીસબ્રીજ, અમદાવાદ-૬. પ્રકાશક સંપર્કસ્થાન – પ્રાપ્તિસ્થાન - સન્માર્ગ પ્રકાશન જૈન આરાધના ભવન, પાછીયાની પોળ, રીલીફ રોડ, અમદાવાદ-૩૮૦ ૦૦૧ ફોન : ૨૫૩૫ ૨૦૭૨ ફેક્સ : ૨૫૩૯ ૨૭૮૯ { { } | E-mail : sanmargp@icenet.net www.jainelibrary. Page #4 -------------------------------------------------------------------------- ________________ dain Educa Internaonal શ્રી સિદ્ધગિરિરાજ અને રાજરાજેશ્વર શ્રી આદિનાથ પ્રભુ |||||UST DIN Page #5 -------------------------------------------------------------------------- ________________ જૈન શાસન શિરતાજ તપાગચ્છાધિરાજ પૂજ્યપાદ આચાર્યદેવ શ્રીમદ્ વિજય રામચંદ્રસૂરીશ્વરજી મહારાજાyog Jain Education On Page #6 -------------------------------------------------------------------------- ________________ વર્ધમાન તપોનિધિ નિઃસ્પૃહમૂર્તિ પૂજ્યપાદ આચાર્યદેવ શ્રીમદ્ વિજય ગુણયશસૂરીશ્વરજી મહારાજ Jain Education Indone Page #7 -------------------------------------------------------------------------- ________________ માર્કાનુગામી પ્રતિભાના સ્વામી, પ્રવચનપ્રભાવ પૂજ્યપાદ આચાર્યદેવ શ્રીમદ્ વિજય વિચારીજી મહારાજ Jain Education na ideala Foivate e Peso ar be om v wwwale Page #8 -------------------------------------------------------------------------- ________________ બંધનમુક્તિનો સંદેશ સિદ્ધાચલ તીર્થાધિરાજની શીતલ છાયા, શ્રી રામચંદ્રસૂરિરાજ સમુદાયની વર્ધિષ્ણુ નિશ્રા, ૧૪-૧૪ સૂરિવરો, શતાધિક સાધુ, ૪૫૦ જેટલા સાધ્વીજી અને ૩૫૦૦ આરાધકોનું ઐતિહાસિક ચાતુર્માસ, વર્તમાનકાળના મૂર્ધન્ય પ્રવચનકાર, બુલંદ અવાજના સ્વામી, અખૂટ ઉક્તિઓ અને અકાટચ યુક્તિઓથી સભર આગમ આધારિત પ્રવચનધારા, ૨ોજ સવારે ૧૦ના ટકોરે થતો ‘બુજ્જિજ્ઞ’ - બોધ પામો નો આપ્તનાદ, આત્માને જગાડી બંધનને જાણી તોડવાનો હિતોપદેશ. સૈકાઓ પહેલા દેવાધિદેવ શ્રી મહાવીર પ્રભુ અને શ્રી સુધર્માસ્વામીજી વચ્ચે તેમજ શ્રી સુધર્માસ્વામીજીઅને શ્રી જંબુસ્વામીજી વચ્ચે થયેલ સંવાદ... સૂરિવરોની પરંપરાએ અમ સુધી પહોંચ્યો... અમે ય એ સંવાદના એક પાત્ર બન્યા. આ યોગ્યતાની ખીલવટ વધતી વધતી અમને ય પ્રભુવીરમય બનાવે, બંધન-મુક્તિના માર્ગે ! એ જ એક અભિલાષાથી આનું પ્રકાશન કરવામાં અલ્પ નિમિત્તભૂત બન્યા છીએ. પરમોપકારી વર્ધમાનતપોનિધિ પૂ. આ. શ્રી. વિજય ગુણયશસૂરીશ્વરજી મહારાજ તથા પ્રવચનપ્રભાવક પૂ. આ. શ્રી. વિજય કીર્તિયશસૂરીશ્વરજી મહારાજનો ઉપકાર ઝીલીને રાજનગર-અમદાવાદ નિવાસી સ્વ. શ્રી શનાભાઈ ચંદુલાલ દલાલ – સ્વ. સવિતાબેન શનાલાલ દલાલ સ્વ. શ્રી રસિકલાલ શનાભાઈ દલાલ – સ્વ. શ્રી ભરતભાઈ શનાલાલ દલાલ શનાભાઈના સુપુત્રી સ્વ. ભારતીબેન સર્વ સ્વજનોના આત્મશ્રેયાર્થે તેમજ પરિવારના તપસ્વીઓના તપ-અનુમોદનાર્થે અ. સૌ. રશ્મીબેન નિતીશભાઈ દલાલે સ્વ. પ્રેમચંદભાઈ માણેકલાલ ૧૦૪૧ સળંગ આયંબિલ કરી સ્મૃતિમંદિર પ્રતિષ્ઠા મહોત્સવને બૅરીસ્ટરના આત્મશ્રેયાર્થે શ્રીમતી તારાબેન પ્રેમચંદભાઈ, અર્પણ કરેલ. વર્ધમાનત૫-૬૫ ઓળી હસમુખભાઈ-ચંદ્રકાન્તભાઈ-મયૂરભાઈ શ્રીમતી મીનાબેન ભરતભાઈ દલાલ શ્રીમતી પ્રજ્ઞાબેન રસિકલાલ દલાલની વિવિધ આરાધનાઓ નિતીશ શનાલાલ દલાલ નિરવ-અ.સૌ. હીના, સુજલ-અ.સૌ. જેસલ, વૈશલ, વર્ષિલ, સીમરન, આશ્મન 3 5 Page #9 -------------------------------------------------------------------------- ________________ પ્રકાશકીય વ્યાખ્યાનવાચસ્પતિ, મહારાષ્ટ્રાદિ દેશોદ્ધારક, જૈનશાસન શિરતાજ, તપાગચ્છાધિરાજ, પૂજ્યપાદ આચાર્યદેવ શ્રીમદ્ વિજય રામચંદ્રસૂરીશ્વરજી મહારાજાના શિષ્યરત્ન વર્ધમાનતપોનિધિ પરમનિઃસ્પૃહમૂર્તિ પૂજ્યપાદ આચાર્યદેવ શ્રીમદ્ વિજય ગુણયશસૂરીશ્વરજી મહારાજાના પરમવિનય અધ્યાત્મ-ધ્યાનયોગગ્રંથ નિષ્ણાત, જ્યોતિષશિલ્પવિશારદ, પ્રવચનપ્રભાવક પૂજ્ય આચાર્યદેવ શ્રીમદ્ વિજય કીર્તિયશસૂરીશ્વરજી મહારાજે વિ.સં. ૨૦૫૩ થી ૨૦૫૭ સુધીના પાંચ વર્ષોમાં ચાતુર્માસિક તેમજ શેષકાલીન રોજીંદા વ્યાખ્યાનોમાં પ્રભુ શ્રીમહાવીરદેવે અર્થથી પ્રરૂપેલ અને શ્રી સુધર્માસ્વામીજી મહારાજાએ સૂત્રથી ગ્રંથિત કરેલ શ્રી આચારાંગજી સૂત્રનું ખૂબ જ રસાળ, વૈરાગ્યવર્ધક શૈલીમાં વાચન ક્યું હતું. મુંબઈમાં શ્રી આચારાંગજી સૂત્રનાં પ્રથમ શ્રુતસ્કંધનાં વ્યાખ્યાનો પૂર્ણ થયાં. એ જ વેળાએ જિજ્ઞાસુ શ્રોતાવર્ગે બીજું આગમ અંગસૂત્ર સૂયગડાંગજી વાંચવા અંગે વિનંતીઓ કરેલ. તપાગચ્છાધિરાજશ્રીજીના પટ્ટાલંકાર, પ્રશાંતમૂર્તિ, જ્યોતિષમાર્તણ્ડ, સુવિશાળ ગચ્છાધિરાજ પૂજ્યપાદ આચાર્યદેવ શ્રીમદ્ વિજય મહોદયસૂરીશ્વરજી મહારાજાની અંતિમ ઈચ્છા-પાલીતાણા ખાતે ચાતુર્માસ નિશ્રા આપવાની હતી. તે, તેઓશ્રીમ સમાધિપૂર્વક ચૈત્ર વદ-રના કાળધર્મ થવાથી પૂર્ણ થઈ ન હતી. તેને સામુદાયિક રૂપે પરિપૂર્ણ કરવાની શુભ ભાવનાથી વિ. સં. ર૦૫૮માં પાલીતાણા, સાચોરી ભવન ધર્મશાળામાં જૈનશાસન શિરતાજ તપાગચ્છાધિરાજ પૂજ્યપાદ આચાર્યદેવ શ્રીમદ્ વિજય રામચંદ્રસૂરીશ્વરજી મહારાજાના સામ્રાજ્યવર્તી - પૂ. આ. શ્રી વિજય રવિપ્રભસૂરીશ્વરજી મહારાજ પૂ. આ. શ્રી વિજય લલિતશેખરસૂરીશ્વરજી મહારાજ પૂ. આ. શ્રી વિજય રાજશેખરસૂરીશ્વરજી મહારાજ પૂ. આ. શ્રી વિજય વીરશેખરસૂરીશ્વરજી મહારાજ પૂ. આ. શ્રી વિજય જયકુંજરસૂરીશ્વરજી મહારાજ Page #10 -------------------------------------------------------------------------- ________________ પ્રકાશકીય પૂ. આ. શ્રી વિજય પૂર્ણચન્દ્રસૂરીશ્વરજી મહારાજ પૂ. આ. શ્રી વિજય મહાબલસૂરીશ્વરજી મહારાજ પૂ. આ. શ્રી વિજય પુણ્યપાલસૂરીશ્વરજી મહારાજ પૂ. આ. શ્રી વિજય મુક્તિપ્રભસૂરીશ્વરજી મહારાજ પૂ. આ. શ્રી વિજય હેમભૂષણસૂરીશ્વરજી મહારાજ પૂ. આ. શ્રી વિજય અજિતસેનસૂરીશ્વરજી મહારાજ પૂ. આ. શ્રી વિજય ગુણયશસૂરીશ્વરજી મહારાજ પૂ. આ. શ્રી વિજય કીર્તિયશસૂરીશ્વરજી મહારાજ પૂ. આ. શ્રી વિજય શ્રેયાંસપ્રભસૂરીશ્વરજી મહારાજ આદિ ૧૪-૧૪ સૂરિભગવંતો, શતાધિક સાધુ અને ૪૫૦ થી વધુ સાધ્વીજી ભગવંતોએ રામસેણપૂના નિવાસી ધર્મીબેન વીરચંદ ઠુકમાજી પરિવાર તથા મોકલસર નિવાસી સમરથમલ જીવાજી વિનાયકીયા પરિવાર આયોજિત ભવ્ય ચાતુર્માસ પ્રસંગે શુનિશ્રા આપી હતી. તેઓશ્રીની નિશ્રા-ઉર્પાતિ તેમજ ત્રણ-ચાર હજાર જેટલા દૈનિક શ્રોતાવર્ગની સમક્ષ એ વિનંતીને સાકાર કરવારૂપ શ્રી સૂયગડાંગજી પરનાં વેધક પ્રવચનો શરૂ થતાં મયૂરો મેધ ગાજતાં નાચી ઉઠે તેમ ભવ્ય જીવો નાચી ઉઠ્યા હતા. સમ્યગ્દર્શનની શુદ્ધિ માટેનો શ્રી સૂયગડાંગ સૂત્ર અપૂર્વ ગ્રંથરાજ છે. તો એ સૂત્ર પર વ્યાખ્યાનો ફરમાવતા વ્યાખ્યાતા પણ વર્તમાન સમયના પ્રવર પ્રાવનિક તેમજ પ્રવચનોપરાંત અન્ય વિવિધ શાખાવિષયક પ્રગલ્ભ જ્ઞાનદાનથી શ્રીસંઘમાં અત્યંત આદરણીય વ્યક્તિત્વ ધરાવે છે. શાશ્વત તીર્થોધરાજની છાયા ને ભર્વાનસ્તારક ચાતુર્માસિક માહોલ વગેરે ભાવવર્ધક આલંબનો મળવાથી આ મહાન આગમના ભાવો અપૂર્વ ખૂલ્યા હતા, સુવાસી ગુલાબની જેમ ખીલ્યા હતા. જેની સુવાસથી હજારો ભવ્યાત્માઓએ બંધનને જાણી એ બંધનને તોડી આત્માના શુદ્ધ સ્વરૂપને પ્રગટાવવાનો પુરુષાર્થ પ્રારંભ્યો હતો. સન્માર્ગના હજારો વાચકો તેમજ ત્યાંના શ્રોતાઓ તરફથી વારંવારની માંગ આવતી હતી કે – ‘આ પ્રવચનોને સન્માર્ગનાં પૃષ્ઠો પર સમાવવામાં આવે.' આગ્રહ એટલો બધો થતો હતો કે - ‘પૂરાં પ્રવચનો ન જ છાપી શકો તોય સારગ્રાહી અવતરણ તો જરૂર આપો. અમારાં જુગજૂનાં અંધારાં આ પ્રવચનોથી ઓગળે છે. અમે કાંઈક પ્રકાશ પામીએ છીએ. તે પ્રકાશ કિરણ લૂંટાઈ ન જાય માટે અમને પ્રવચન-સાહિત્યનું 5 Page #11 -------------------------------------------------------------------------- ________________ આલંબન આપો !” એમ વારંવાર અમારી પર અનુરોધો આવવાથી જિજ્ઞાસુ વર્ગના સંતોષ માટે... સન્માની ચાલુ કોલમોને ગૌણ કરીને ય પાલીતાણાના વ્યાખ્યાનોનો આંશિક રસાસ્વાદ કરાવવાનો શુભ નિર્ણય લેવાયો હતો. આશા જ નહિ, વિશ્વાસ હતો કે સુજ્ઞો તેને વધાવશે અને બન્યું પણ એવું જ. ત્યારબાદ થોડો સમય એનું પ્રકાશન અટક્યું. ફરી આગ્રહી વિનંતિઓનો મારો થતાં એનાં અવતરણો પૂરેપૂરાં આપવાની શરૂઆત કરાઈ. એ પ્રવચનો ખૂબ જ લોકપ્રિય બન્યાં. અંકમાં છપાયેલાં પ્રવચનો પુસ્તકાકારે થાય તો ધણો લાભ થાય. એમ વિચારી એનું પુનઃ સંપાદન, અવલોકન, પરિમાર્જન, શુદ્ધિ-વૃદ્ધિકરણ તેમજ જેટલાં પ્રવચનો તૈયાર કરી શકાય ન હતાં, તેમનું પણ સંપાદનાદિ કરીને અત્રે તેને પુસ્તકાકાર આપવામાં આવ્યો છે. પાલીતાણામાં પહેલા શ્રુતસ્કંધના પહેલા સમય અધ્યયન ઉપર જ પ્રવચનો થયાં હતાં. એ પૈકીનાં કુલ ૩૩ પ્રવચનો આ પ્રથમ ત્રણ પુસ્તકોના સેટ રૂપે છપાયાં છે. પ્રથમ ભાગમાં ૧૩ પ્રવચનો, બીજા ભાગમાં ૧૪ થી ર૩ એમ ૧૦ પ્રવચનો અને ત્રીજા ભાગમાં ર૪ થી ૩૩ એમ ૧૦ પ્રવચનો છપાયાં છે. પાલીતાણા પછી વિ. સં. ર૦૧૯માં અમદાવાદ-પાલડી-ભગવાનનગરના ટેકરે શ્રી વિશ્વનંદિકર જૈન સંઘના આંગણે આ જ આગમ ગ્રંથ પર પ્રવચનો થયાં, જેમાં પહેલું અધ્યયન વંચાયું. ત્યારબાદ વિ. સં. ર૦૬માં સુરત-અઠવાલાઈન્સ ખાતેના ચાતુર્માસમાં બીજું-વૈતાલીક અધ્યયન વંચાયું; અને વિ. સં. ૨૦૬૧માં અમદાવાદપાલડી-વસંતકુંજ ખાતે ત્રીજા-ઉપસર્ગ પરિજ્ઞા અધ્યયન પર માર્મિક પ્રવચનો થયાં હતાં. તે પ્રવચનો હવે પછી તૈયાર કરી પ્રકાશિત કરવા ભાવના રાખીએ છીએ. પરમાત્મા શ્રી મહાવીરદેવે પટ્ટશિષ્ય ગણધર શ્રી સુધર્માસ્વામીજીને સોપેલો, શ્રી સુધર્માસ્વામીજીએ શ્રી જંબૂસ્વામીજીને સમર્પોલો અને ત્યારપછીના પટ્ટધરોની પરંપરાએ જૈનશાસન શિરતાજ તપાગચ્છાધિરાજ પૂજ્યપાદ આચાર્યદેવ શ્રીમદ્ વિજય રામચંદ્રસૂરીશ્વરજી મહારાજા સુધી આવી પહોંચેલો આ શ્રુતવારસો તેઓશ્રીજીના આજીવન અંતેવાસી વર્ધમાનતપોનિધિ પૂજ્યપાદ આચાર્યદેવ શ્રીમદ્ વિજય ગુણયશસૂરીશ્વરજી મહારાજાના ચરણોની સેવા કરતાં કરતાં આત્મસાત્ કરનાર પ્રવચનપ્રભાવક પૂજ્યપાદ આચાર્યદેવ શ્રીમદ્ વિજય કીર્તિયશસૂરીશ્વરજી મહારાજના માધ્યમથી આપણા સુધી આવી પહોંચ્યો છે. આપણા કર્ણપટલ સુધી આવેલ આ શ્રુતવહેણને હૃદયકમળમાં સ્થાપિત કરી આત્મમહેલમાં પ્રતિષ્ઠિત કરીએ એ જ શુભકામના. - જન્માર્ણ પ્રાશન For Private Personal Use Only Page #12 -------------------------------------------------------------------------- ________________ પ્રભુવીરનો વારસોઃ આપણા સુધી આવી પહોંચ્યો ! પરમાત્મા શ્રી મહાવીરદેવે ફરમાવેલ ત્રિપદીને ઝીલી અગ્યારે ગણધર ભગવંતોએ ચૌદ પૂર્વપૂર્વક દ્વાદશાંગીની રચના કરી. પંચમ ગણધર શ્રી સુધર્માસ્વામીજીમહારાજાએ રચેલી દ્વાદશાંગીનું વહેણ આગળ વધ્યું. એમાંનું જ બીજું અંગઆગમ છે : “શ્રી સૂયગડાંગ સુd'; એનું સંસ્કૃત નામ છે : “શ્રી સૂત્રકૃતાંગ સૂત્ર....” શ્રી આચારાંગજી નામના પ્રથમ અંગ આગમમાં શ્રમણ ભગવંતોના મોક્ષસાધક ભવ્ય-દિવ્ય આચારનું વર્ણન કર્યા બાદ બીજા શ્રી સૂયગડાંગ સૂત્રમાં મુખ્યત્વે દર્શનવાદની ચર્ચા-વિચારણા કરાઈ છે. આત્મા કર્મનાં બંધનોથી કેમ બંધાય છે ? તેની કારણ-મીમાંસામાં અહીં બધા જ મિથ્યાદર્શનોની માન્યતાઓ રજુ કરીને, એમાં રહેલા મિથ્યા-અંશનું બરાબર પરિમાર્જન કરવામાં આવ્યું છે. મિથ્યામતોની મિથ્યા-માન્યતાને આધીન બનેલું જગત પ્રથમ તો મિથ્યાત્વનું બંધન ઉભું કરે છે. એથી પ્રેરાઈ પરિગ્રહ, હિંસા અને મમત્વનાં બંધનો ઉભાં કરે છે અને એ બધાં જ બંધનોથી કર્મનું બંધન ઉભું થાય છે. આત્મા પાપકર્મથી બંધાઈ એના ફળ-વિપાકો ભોગવવા દુર્ગતિના દારુણ ચકરાવે ચડી જાય છે. દુર્ગતિના ચકરાવે ચડેલો જીવ દુઃખ અને દુઃખની પરંપરાનો ભોગ બને છે. એ દુઃખી જીવોની કરુણાથી પ્રેરાઈ પ્રભુએ સુખનો માર્ગ બતાવ્યો. સમ્યગ્દર્શન એ સુખનો પ્રારંભ છે. સર્વવિરતિ એ સુખનો ઈહલૌકિક પારલૌકિક આસ્વાદ છે અને મોક્ષ-શિવગતિ એ સુખનું શાશ્વત ધામ છે. જૈન દર્શન જીવને સમ્યગ્દર્શન, સર્વવિરતિના માધ્યમે શાશ્વત સુખરૂપ સ્વ-ઘર સુધી પહોંચાડી આપે છે. એનો જ બોધ-માર્ગ શ્રી સૂયગડાંગ સૂત્ર સાધકને સમર્પે છે. આ સૂયગડાંગ સૂત્રમાં બે શ્રુતસ્કંધ છે. શ્રુતસ્કંધ એટલે મોટા વિભાગો. જેમ કોઈ વૃક્ષના મોટા બે થડ હોય તેમ આ આગમ ગ્રંથના બે વિભાગો શ્રુતસ્કંધ રૂપે ઓળખાય છે. Page #13 -------------------------------------------------------------------------- ________________ પહેલા શ્રુતસ્કંધનું નામ “ગાથા થોડશ' છે. પહેલા શ્રુતસ્કંધમાં ૧૬ અધ્યયનો છે. અધ્યયન એટલે જ અધ્યાય. મુખ્ય મુખ્ય વિષય-વિભાગ જ્યાં જુદા પડતા હોય તેને અધ્યાય કે અધ્યયન રૂપે ઓળખવામાં આવે છે. એ સોળ અધ્યયનોનાં નામો આ મુજબ છેઃ ૧ – સમય ૭ – કુશીલ પરિભાષા ૧૩ – યથાતથ્ય ૨ – વૈતાલિક ૮ - વીર્ય ૧૪ – ગ્રંથ ૩ - ઉપસર્ગ–પરિજ્ઞા ૯ - ધર્મ ૧૫ – આદાનીય ૪ – સ્ત્રી-પરિજ્ઞા ૧૦ - સમાધિ ૧૬ – ગાથા ૫ - નરક-વિભક્તિ ૧૧ - માર્ગ ૬ - વીરસ્તુતિ ૧૨ - સમવસરણ આ સોળ અધ્યયનોમાં ઉદ્દેશાઓ (પેટા વિભાગો) નીચે મુજબ છે. અધ્યયન ઉદ્દેશા અધ્યયન ઉદ્દેશા અધ્યયન ઉદ્દેશા ૧૩ ૨ ૩ ૪ ૧ ૧૪ ૪ ૯ ૧ ૧૫ ૨ ૧૦ ૧ ૧૬ ૫ ૨ ૧૧ ૧ - કુલ-૧૬ કુલ-૨૬ એટલે પહેલા શ્રુતસ્કંધમાં કુલ અધ્યયનો-૧૬ અને કુલ ઉદ્દેશાઓ-૨૬ છે. બીજો શ્રુતસ્કંધ “મહાઅધ્યયન' નામે પ્રસિદ્ધ છે. એમાં અધ્યયનો-૭ છે અને પ્રત્યેક અધ્યયન સ્વયં ઉદ્દેશારૂપ છે. એટલે ઉદ્દેશા પણ ૭ જ છે. એટલે શ્રી સૂયગડાંગ સૂત્રના બંને શ્રુતસ્કંધોના મળી ૨૩ અધ્યયનો અને ૩૩ ઉદ્દેશાઓ છે. બીજા શ્રુતસ્કંધોના અધ્યયનોનાં નામો આ મુજબ છે : ૧- પુંડરીક ૪ – પ્રત્યાખ્યાન ક્રિયા ૭ – નાલંદીય ૨ – ક્રિયાસ્થાન ૫ – આચારક્રુત ૩- આહારપરિજ્ઞા ક – આર્કિકીયા Page #14 -------------------------------------------------------------------------- ________________ પ્રભુવીરનો વારસો ઃ આપણા સુધી આવી પહોંચ્યો ! આ સૂયગડાંગ સૂત્ર મૂળ અને પંચાંગીના પઠન-પાઠન માટે કેવળ યોગવાહી, ગુરુઆજ્ઞા પ્રાપ્ત સાધુ ભગવંતો જ અધિકારી છે. ચતુર્વિધ શ્રીસંઘ ગીતાર્થ, બહુશ્રુત, સંવિગ્ન, ભવભીરુ ગુરુના શ્રીમુખે એના સૂત્ર-અર્થ-તદુભયનું વ્યાખ્યાન સાંભળવાનો અધિકારી છે. જૈનશાસનના ચાર અનુયોગો પૈકી આ અંગમાં મુખ્યત્વે દ્રવ્યાનુયોગનો અધિકાર છે. આમાં ૩૬૩ પાખંડીઓના મિથ્યા-સંકલ્પનોનું યુક્તિયુક્ત ખંડન અને સર્વાંગસુંદર, સર્વનય સમન્વયાત્મક, અનેકાંતમય, જૈનદર્શનનું અકાટ્ય મંડન કરવામાં આવ્યું છે. આ મહાન આગમ ગ્રંથ સમ્યગ્દર્શનની વિશુદ્ધિને કરનાર હોઈ પ્રત્યેક ભવ્યાત્માએ સુયોગ્ય સદ્ગુરુ ભગવંત પાસે આનું વિધિવત્ શ્રવણ કરવું જોઈએ. શ્રી સૂયગડાંગ સૂત્રની વિવિધ પ્રકારે ભક્તિ કરવાથી પણ સમ્યગ્દર્શનની શુદ્ધિ થાય છે. સ્વર્ણની શાહીથી ઉત્તમ તાડપત્ર, કાગળ ઉપર આ આગમ લખાવવું, એની દ્રવ્ય-ભાવ અર્ચા કરવી, સૂત્ર-અર્થ વ્યાખ્યાનકાર મહર્ષિનું સુગંધી દ્રવ્યો વગેરેથી પૂજન કરી જ્ઞાનના આચારોનું પાલન, બુદ્ધિના આઠ ગુણોનું ધારણ આદિપૂર્વક આ ગ્રંથનું શ્રવણ કરવાથી મિથ્યાત્વનાં પડલો દૂર થાય છે, સમ્યગ્દર્શન પ્રગટ થાય છે અને પ્રાપ્ત સમ્યગ્દર્શન વિશુદ્ધ થાય છે. મહાતીર્થના સાનિધ્યમાં, વડીલોની નિશ્રામાં, સકલસંઘની સમુપસ્થિતિમાં આ પ્રવચનો કરતી વખતે મેં અનેરી સંવેદનાઓ અનુભવી છે. પ્રભુવીરની વાણી અનેકવાર હૃદયને, જીવનને અને આત્માને સ્પર્શી છે. મેં મુખ્યપણે મારા આત્માને આગમના ઉદાત્ત ભાવોથી ભાવિત અને સંસ્કૃત કરવા માટે જ આ પ્રવચનો કર્યાં છે; સાથોસાથ શ્રવણ કરનાર આત્માઓના એકાંતે કલ્યાણની જકામના સેવી છે. નિરૂપણ કરતાં ગ્રંથનો ભાવ જળવાય એની શક્ય કાળજી પણ રાખી છે. છતાં ક્યાંક ચૂક્યો હોઉં તો બહુશ્રુતો મને જણાવે તો પુનરાવલોકનમાં ઉપયોગી બની શકશે. અહીં રજુ થતાં પ્રવચનોનાં વાચન-મનનાદિ દ્વારા સૌ કોઈ અનાદિકાળથી મોહનિદ્રામાં સૂતેલા આત્માને જગાડી, આત્માને ભવ-દુઃખ બંધનમાં બાંધતા કર્મનાં બંધનો, પરિગ્રહ, હિંસા, મમતા અને મિથ્યાત્વનાં બંધનોને જાણી, એને તોડવાનો ભવ્ય પુરુષાર્થ કરી શાશ્વત સુખમય મોક્ષને પામે એ જ શુભાભિલાષા. લિ. આચાર્ય વિજય કીર્તિયશસૂરિ 9 Page #15 -------------------------------------------------------------------------- ________________ સૂયગડાંગ સૂના સથવારે : ભાગ-૧ આગમ જાણો ! અલ્પાક્ષરી પરિચય શ્રી આચારાંગ-સૂત્ર આગમ આત્મસિદ્ધિનું શાસ્ત્ર છે. એમાં મુખ્યત્વે આત્માને ઓળખવાનો અને પામવાનો માર્ગ બતાવ્યો છે. વધુમાં શ્રમણોના ઉત્તમ આચારોરૂપ રત્નત્રયી એમાં બતાવેલ છે; જ્યારે સૂયગડાંગ સૂત્રમાં આત્માને બાંધનાર અને ભવ-સંસારમાં રઝળાવનાર બંધનની વાત કરવામાં આવી છે. બંધનના કારણરૂપ પરિગ્રહાદિક અને મિથ્યાત્વ-મિથ્યામતોની ય વાત કરવામાં આવી છે. આ પ્રવચનો સૂયગડાંગ સૂત્ર આગમના પહેલા શ્રુતસ્કંધ-ગાથા ષોડશના પહેલા સમય અધ્યયનના પહેલા ઉદ્દેશાની પ્રારંભિક ગાથાઓના આધારે થયાં છે. ત્રણ ભાગ પૈકી પહેલા ભાગમાં કુલ-૧૩ પ્રવચનો આપેલ છે. એમાં આગમ પંચાંગીની અનિવાર્યતા બતાવી સમ્મગ્વિવેકની મહત્તા સમજાવી છે. આગળ વધી પરમ-આપ્ત પરમાત્મા શ્રી મહાવીરદેવનું જીવન વર્ણવી નિર્યુક્તિ, સૂણી તેમજ ટીકાના મંગલાચરણ પર વિવરણ કરેલ છે. ચોથા પ્રવચનમાં અધ્યયન માટે જરૂરી આઠ બાબતો બતાવી એ પૈકીની એક બાબત-કાળ’ સમજાવતાં અનેક શાસ્ત્રસંદર્ભોપૂર્વક આરાધનામાં તિથિવી અનિવાર્યતા ખૂબ જ વિસ્તૃત રીતે સમજાવેલ છે. પ્રવચન-૬-૭-૮માં નિર્યુક્તિ અને ભાષ્યની ગાથાના આધારે આગમ અધ્યયન માટે જરૂરી ૧૫ ગુણોનું સવિસ્તૃત વર્ણન કરાયું છે. નવમા પ્રવચનમાં ટીકાકાર મહર્ષિના મંગલાચરણને વિશદ રીતે સ્પષ્ટ કરી દશમા પ્રવચનમાં બે પ્રકારના આપ્ત-પુરુષોનું વર્ણન કરાયું છે. છેલ્લાં ત્રણેક પ્રવચનો, શ્રી સૂયગડાંગ સૂત્રના બંને શ્રુતસ્કંધોના તેવીસે અધ્યયનોમાં વણિત વિષય પર પ્રકાશ પાથરે છે. પહેલા ભાગમાં પહેલા અધ્યયનના પહેલા ઉદ્દેશાની પહેલી ગાથા પર પ્રવચનો થયાં છે. આમ પ્રથમ ભાગમાં મુખ્યત્વે ‘આગમનો બાહ્યાભ્યતર પરિચય પ્રસ્તુત કરાયેલ હોઈ આનું નામ : આગમ જાણો !એમ રખાયું છે. 10 Page #16 -------------------------------------------------------------------------- ________________ મુંબઈ મુંબઈ આઘાટ થંભ સન્માર્ગ પ્રકાશનના શુભકાર્યમાં આત્મીયભાવે અત્યંત મહત્ત્વનો ફાળો આપી આધારસ્થંભ બનનારા પુણ્યવાનોની શુભ નામાવલિ ૧. ભોરોલતીર્થ નિવાસી મહેતા શાંતિલાલ હરીલાલ મુંબઈ ૨. હસમુખલાલ ચુનિલાલ મોદી ૩. રમીલાબેન મહેન્દ્રભાઈ ચીમનલાલ શાહ મુંબઈ ૪. માણેકલાલ મોહોલાલ ઝવેરી મુંબઈ ૫. ભોરોલતીર્થ નિવાસી સંઘવી સ્વરૂપચંદ મગનલાલ હ. વાડીલાલ સુરત ૩. ભોરોલતીર્થ નિવાસી વોહરા જેવતલાલ સ્વરૂપચંદ અમદાવાદ ૭. શાહ પ્રેમચંદ ઈશ્વરલાલ મુંબઈ ૮. શ્રીમતી કંચનબેન સારાભાઈ શાહહ.વિરેન્દ્રભાઈ (સાઈન્ટીફીક લેબ) અમદાવાદ ૯. ઝવેરી કુમારપાળ બાલુભાઈ મુંબઈ ૧૦. શાહ જોઈતાલાલ ટોકરદાસ હ. શાહ દિનેશભાઈ જે. મુંબઈ ૧૧. શાહ છબીલદાસ સાકળચંદ પરિવાર ૧૨. શાહ ભાઈલાલ વર્ધીલાલ (રાધનપુર) હ. શાહ રાજુભાઈ બી. નવસારી ૧૩. ભોરોલતીર્થ નિવાસી સંઘવી મણીબહેન મનજીભાઈ હ. ચંપકભાઈ સુરત ૧૪. શાહ દલપતભાઈ કકલભાઈ (પીલુચાવાળા) સુરત ૧૫. સંઘવી શાંતિલાલ વાડીલાલ સુરત ૧૭. શાહ બાબુલાલ મંગળજી પરિવાર ઉબરી ૧૭. શ્રીમતી કંચનબેન કાંતિલાલ મણીલાલ ઝવેરી પાટણ હસ્તગિરિ પ્રતિષ્ઠા સ્મૃતિ નિમિત્તે ૧૮. પાલનપુર નિવાસી શાહ શશીકાંત પૂનમચંદ મુંબઈ ૧૯. શાહ ચમનલાલ ચુનીલાલ ધાનેરાવાળા ૨૦. શાહ મંગળદાસ માનચંદ લિંબોદ્રાવાળા મુંબઈ ૨૧. ઝવેરી જીતુભાઈ ઝવેરચંદ મુંબઈ ૨૨. શાહ લાલચંદ છગનલાલ પરિવાર પિંડવાડાવાળા મુંબઈ ૨૩. ધાનેરા નિવાસી શાહ ચંદનબેન કનૈયાલાલ હ. નરેશભાઈ નવસારી ૨૪. સુશીલાબેન પ્રતાપભાઈ દલાલ પાટણ ૨૫. સાલેચ્છા ઉકચંદજી જુગરાજજી અમદાવાદ ૨૭. શાહ જયંતિલાલ આત્મારામ અમદાવાદ ૨૭. શ્રીમતી પ્રવિણાબેન ચંપકલાલ ગાંધી મુંબઈ ૨૮. શ્રીમતી સવિતાબેન મફતલાલ વારીયા હ. કીર્તિભાઈ મફતલાલ વારીયા ૨૯. છોટાલાલ નાથાલાલ શાહ મુંબઈ ૩૦. સીતાદેવી પોદાર મુંબઈ મુંબઈ મુંબઈ 11 Page #17 -------------------------------------------------------------------------- ________________ મુંબઈ મુંબઈ મુંબઈ સહયોગી સન્માર્ગ પ્રકાશનના શુભ કાર્યને પોતાનું માની આગવો ફાળો આપી સહયોગી બનનારા પુણ્યાત્માઓની શુભ નામાવલિ ૧. હેમચંદભાઈ મોતીચંદભાઈ ઝવેરી ૨. અમુલખભાઈ પૂનમચંદભાઈ મહેતા હ. કુમારભાઈ આર. શાહ સુરત ૩. રમણિકભાઈ રેવચંદભાઈ શાહ ધાનેરાવાળા હ. અરવિંદભાઈ આર. શાહ સુરત ૪. સંઘવી સોહનરાજજી રૂપાજી મુંબઈ ૫. શ્રીમતી નિર્મળાબેન હિંમતલાલ દોશી હ.શ્રી ભરતભાઈ હિંમતલાલ દોશી મુંબઈ ૭. શ્રી કેશવલાલ દલપતલાલ ઝવેરી શ્રી સુંદરલાલ દલપતભાઈ ઝવેરી મુંબઈ ૭. શ્રી મણીલાલ નહાલચંદ શાહ હ. રતિલાલ મણીલાલ શાહ ૮. સ્વ. શાહ મૂળચંદ ધર્માજી તથા ભાંડોતરા તેમના ધર્મપત્ની પારૂલબહેન મૂળચંદજી પરિવાર ૯. સ્વ. ભીખમચંદજી સાકળચંદજી શાહ રતનચંદ ફુલચંદ ૧૦. શાહ પારૂબહેન મયાચંદ વરઘાજી જેસાવાડા ૧૧. શાહ મણીલાલ હરગોવનદાસ નેસડાવાળા હ. પ્રવિણભાઈ સુરત ૧૨. શ્રીમતી જયાબહેન પાનાચંદ ઝવેરી હ. પાનાચંદ નાનુભાઈ ઝવેરી મુંબઈ ૧૩. શ્રી દીપચંદ લલ્લુભાઈ તાસવાળા સુરત ૧૪. શાહ બાબુલાલ નાગરદાસ પટોસણ (ઉ.ગુ.)વાળા ૧૫. શાહ અમીચંદ ખીમચંદ પરિવાર હ. યોગેશભાઈ તથા નિકુંજભાઈ ૧૯. શાહ માણેકલાલ નાનચંદ મુંબઈ ૧૭. શાહ મયાચંદ મુલકચંદ પરિવાર ૧૮. શાહ બબાભાઈ ડાહ્યાલાલ રોકાણી (જૂના ડીસાવાળા) મુંબઈ ૧૯. શ્રી ચુનીલાલ માણેકલાલ દડીયા મુંબઈ ૨૦. વીરચંદ પુનમચંદજી દલાજી (બાપલાવાળા) મુંબઈ હ. તુલસીબેન, કસુંબીબેન, સમુબેન ૨૧. અ.સૌ. પુષ્પાબેન મફતલાલ દલીચંદજી શાહ આલવાડા ૨૨. મેઘજી સાંગણ ચરલા હ. માલશી - ખેતશી મેઘજી ચરલા આઘોઈ-કચ્છ ૨૩. સ્વ. રસીકલાલ ચિમનલાલ ઝવેરી હ: અભયભાઈ મુંબઈ ૨૪. શાહ મફતલાલ જેશીંગભાઈ હ. ભરતભાઈ નવસારી ૨૫. વીણાબેન ધીરજલાલ કપાસી મુંબઈ ૨૭. શ્રીમતી આશાબેન કિરીટભાઈ શાહ મુંબઈ ૨૭. વોહરા રામચંદ હકમચંદ પાલડી-અમદાવાદ ૨૮. કલાબેન કાંતિલાલ પનાજી જેતાવાડા-મુંબઈ 12 મુંબઈ મુંબઈ મુંબઈ Page #18 -------------------------------------------------------------------------- ________________ અનુ/ ક/મ / gિ / કા રાજા ૧. શ્રી સૂયગડાંગજી સૂત્ર - એક પરિચય ૨. સૂયગડાંગ સૂત્રનો ઉદ્દભવઃ પ્રભુશ્રી મહાવીરદેવનું જીવન ૩. આચારાંગ “આત્મસિદ્ધિનો મહાગ્રંથ છે ૪. આગમના અધ્યયન માટે લાયક કોણ ? ૫, આરાધનામાં તિથિનું મહત્ત્વ ૯. વ્યવહારમાં ધન-સંપત્તિ જરૂરી, ધર્મમાં ગુણસંપત્તિ જરૂરી ૭. ગુણસંપત્તિ વિના આગમનો ભાવ હાથ નહીં લાગે ૮. અયોગ્યતાને ખંખેર્યા વિના યોગ્યતા ન પ્રગટે ૯. પૂર્વાચાર્યોના પંથે ચાલવું એ તેઓની શ્રેષ્ઠ ભક્તિ છે : ૧૦. આપ્ત કહે તે પ્રમાણ ! તો આખ કોણ? २०७ ૧૧. સૂયગડાંગ પહેલા શ્રુતસ્કંધના ૧ થી ૯ અધ્યયનોનું અવલોકન ૨ ૧૨. પહેલા શ્રુતસ્કંધના ૭ થી ૧૭ અધ્યયનોનો પરિચય ૨૩૯ : ૧૩. બીજો “મહાઅધ્યયન' શ્રુતસ્કંધનો મિતાક્ષરી પરિચય ૨૫૫ ૧૨૭ ૧૪૭ ૧૭૫ 13 Page #19 -------------------------------------------------------------------------- ________________ Page #20 -------------------------------------------------------------------------- ________________ ૧ - શ્રી ભૂથગsiણજી કૂત્ર -એક પટિયથા - વિ. સં. ૨૦૫૮, અષાઢ વદ-૨, શુક્રવાર, તા. ૨૯-૭-૦૨, સાચોરી ભવન, પાલીતાણા • દ્વાદશાંગીનું મૂળ ત્રિપદી • આચારાંગમાં ચરણકરણ તો સૂયગડાંગમાં દ્રવ્યાનુયોગની પ્રધાનતાઃ • કેવળ મૂળ માને એ રહસ્ય ન પામે ? • આજે ય સત્ય મળે છે તેનું કારણ ? કર્મચ્છેદ માટે વિવેક જરૂરી, વિવેક માટે આપ્ત ઉપદેશ જરૂરી : • આગમ-અધ્યયન માટે જરૂરી બાબતો: - આવો શિષ્ય “વિનીત' કહેવાય? • “ગુણસંપદા” - મોટી મૂડી છે : વિષયઃ આગમ પંચાંગીની મહત્તા. પરમાત્માશ્રી મહાવીરદેવે ફરમાવેલી ત્રિપદીના આધારે અંતર્મુહર્ત માત્રમાં જ દરેકગણધર ભગવંતોએ ચૌદ પૂર્વ સહિત જે બાર અંગોની રચના કરી, એમાંનું બીજું આગમ છે : શ્રી સૂયગડાંગ સૂત્ર! શ્રી આચારાંગજી સૂત્રના નામે પહેલા આગમમાં મુખ્યત્વે જીવસ્વરૂપ અને સાધુના આચાર વર્ણવ્યા છે તો આમાં બંધનોનું સ્વરૂપ અને જૈન-જૈનેતર દર્શનોનું સ્વરૂપ વર્ણવી જૈન દર્શનનાં સત્ય સિદ્ધાંતોનું મંડન અને જૈનેતર દર્શનોના અસત્ય સિદ્ધાંતોનું ખંડન કરાયું છે. આ પરિચયમાં પૂ. પ્રવચનકારશ્રીજીએ આગમ પંચાંગીની અનિવાર્યતા જણાવી નિયુક્તિકાર આદિમહર્ષિઓએ કરેલ મંગલાચરણની અવતરણિકા કરેલ છે. આગળ વધી સમ્યમ્ વિવેકની મહત્તા સમજાવી આ આગમના અધ્યયન માટેના ગુણોનો નામોલ્લેખ કરેલ છે. પ્રવચનનું પ્રતિબિંબ * સર્વ કર્મનો ઉચ્છેદ સમ્યષ્યિવેક વિના થતો નથી અને સમ્યવુિવેકની પ્રાપ્તિ આપ્તના ઉપદેશ વિના થતી નથી. * આખ તે જ કહેવાય છે કે, જેના સર્વ દોષોનો સર્વથા ક્ષય થયો હોય. Page #21 -------------------------------------------------------------------------- ________________ પ્રવચન-સ્રોત ‘વ્રુત્ત્વિજ્ઞ તિટ્ટિકા, વંથળ નિાળિયા किमाह बंधणं वीरो, किं वा जाणं तिउट्टइ । । १ । । ' ‘શ્રી સુધર્માસ્વામી : બોધ પામ ! બંધનને ચારે બાજુથી જાણ ! બંધનને તોડી નાંખ ! શ્રી જંબૂસ્વામી : પ્રભુ વીરે કોને બંધન કહ્યું છે, શું જાણીને એને તોડી શકાય છે ?' 'तित्थयरे य जिणवरे सुत्तकरे गणहरे य णमिऊणं । સૂચળકસ માવો ‘નિવ્રુત્તિ’ વિત્તસ્મામિ ।।' ‘જિનેશ્વર, તીર્થંકરો અને સૂત્રને કરનારા ગણધરોને નમસ્કાર કરીને ભગવાન એવા સૂયગડાંગની નિર્યુક્તિનું હું કીર્તન કરીશ.' 'स्वपरसमयार्थसूचक-मनन्तगमपर्यायार्थगुणकलितम् । સૂત્રકૃતમŞ મતુરું, ‘વિવૃોમિ' નિનાત્રમસ્કૃત્ય ।' ‘સ્વ-પર દર્શનોની વાતોને સૂચવતાર, અનંત ગમ, પર્યાય અને અર્થથી શોભતા, એવા સૂત્રકૃતાંગની હું જિનેશ્વરોને નમસ્કાર કરીને વૃત્તિ કરું છું.’ 'व्याख्यातमङ्गमिह यद्यपि सूरिमुख्यै भक्तया तथापि विवरीतुमहं यतिष्ये । किं पक्षिराजगामित्यवगम्य सम्यक्, तेनैव वाञ्छति पथा शलभो न गन्तुम् ? ।।' *જો કે આ શાસનમાં આ સૂત્રકૃતાંગની સૂરિપ્રમુખો વડે વ્યાખ્યા કરાઈ છે, તો પણ હું ભક્તિથી તેનું વિવેચન કરવા માટે પ્રયત્ન કરીશ. ગરુડ જે રસ્તે ગયો હોય તેને સમ્યક્ પ્રકારે જાણીને તે જ માર્ગે જવા માટે શું પતંગિયું ઈચ્છતું નથી ?' Page #22 -------------------------------------------------------------------------- ________________ ૧ઃ શ્રી સૂયગsiણજી મૂત્ર -એક પરિચય દ્વાદશાંગીનું મૂળ : ત્રિપદી : અનંત ઉપકારી ચરમતીર્થપતિ શ્રમણ ભગવાન શ્રી મહાવીર પરમાત્માના પાવન મુખેથી ઉપઈ વા, વિગઈ વા, ધુવેઈ વા, એ ત્રિપદીરૂપ બીજમંત્રોનું શ્રવણ કરીને બીજબુદ્ધિના સ્વામી એવા અગ્યાર ગણધર ભગવંતોએ એક જ અંતર્મુહૂર્તમાં ૧૪ પૂર્વસહિત સમગ્ર દ્વાદશાંગીની રચના કરી અને પ્રભુએ તેને કેવલ્ય દૃષ્ટિથી પ્રમાણી. તે પૈકીની પંચમગણધર શ્રી સુધર્માસ્વામીજીની દ્વાદશાંગી પૈકીનાં અગ્યાર અંગ આજે ઉપલબ્ધ છે અને દૃષ્ટિવાદ નામના બારમા અંગનો વિચ્છેદ થયો છે. આ અગ્યાર અંગ પૈકી શ્રી આચારાંગજી એ પ્રથમ અંગ-આગમ છે, તો શ્રી સૂયગડાંગજી એ બીજું અંગ-આગમ છે. આચારાંગમાં ચરણકરણ તો સૂયગડાંગમાં દ્રવ્યાનુયોગની પ્રધાનતા : આચારાંગજીમાં શ્રમણજીવનના આચારોને મુખ્યતયા વર્ણવવામાં આવ્યા છે, તો શ્રી સૂયગડાંગજીમાં મુખ્યતયા સ્વ-પર દર્શનનું વર્ણન કરવામાં આવ્યું છે. ચરણકરણાનુયોગ, દ્રવ્યાનુયોગ, ગણિતાનુયોગ અને ધર્મકથાનુયોગ – આ ચાર અનુયોગ પૈકી શ્રી આચારાંગજીમાં મુખ્યત્વે ચરણકરણાનુયોગનું નિરૂપણ કરાયું છે અને શ્રી સૂયગડાંગજીમાં પ્રમુખતાએ દ્રવ્યાનુયોગનું વર્ણન કરવામાં આવ્યું છે. જે મિથ્યાત્વ-સંમોહ-અજ્ઞાનને દૂર કરી સમ્યગ્દર્શન-સમ્યજ્ઞાનનું પ્રાગટ્ય કરી સમ્યચ્ચારિત્રની ભૂમિકાનું સુંદર સર્જન કરે છે. આ સૂયગડાંગજી સૂત્રના ગંભીર અર્થોનું પ્રકાશન કરવા માટે ચૌદ ચૌદપૂર્વને ધરનારા યુગપ્રધાન પૂ. આચાર્ય ભગવંતશ્રી ભદ્રબાહુસ્વામીજી મહારાજે નિયુક્તિ ગ્રંથની રચના કરી છે. Page #23 -------------------------------------------------------------------------- ________________ - ૧ - આગમ જાણો ! – જ્યારે પૂ. આચાર્યશ્રી શીલાંકસૂરિજી મહારાજે મૂળસૂત્ર અને નિયુક્તિ બન્નયના અર્થોને વિસ્તારથી સમજાવવા માટે સંસ્કૃત ટીકાની રચના કરી છે અને એ પૂર્વે એ મૂળસૂત્ર અને નિયુક્તિ બન્નેયના અર્થોને સમજાવવા માટે પૂર્વના સ્થવિર ભગવંતે સંસ્કૃત-પ્રાકૃત મિશ્રભાષામાં ચૂર્ણિ ગ્રંથની રચના કરી છે. જેના અધ્યયનથી શ્રી સૂયગડાંગજી સૂત્રના ઊંડા મર્મને પામી શકાય છે. કેવળ મૂળ માને એ રહસ્ય ન પામે ? “સુરે, સમજે, સથે, નિત્તિ, સંg' ‘સૂત્રસહિત, અર્થસહિત, ગ્રંથસહિત, નિર્યુક્તિસહિત, સંગ્રહણિ સહિત'.... - એમ “આવશ્યકસૂત્ર' આગમમાં જણાવ્યું છે. આગમ ભણવા જોઈએ. તો જ એનો સાચો પરમાર્થ હાથમાં આવે. અંગ વગેરે આગમગ્રંથોનાં મૂળસૂત્રોને સમજવા માટે તેના ઉપર ભાષ્ય, નિર્યુક્તિ, ચૂર્ણિ અને ટીકા ગ્રંથોની પૂર્વના વિવિધ મહાપુરુષોએ રચના કરીને આપણા સૌના ઉપર અનહદ ઉપકાર કર્યો છે. મૂળસૂત્ર સાથે ભાષ્ય વગેરે ચારને જોડતાં એને આગમ પંચાંગી કહેવાય છે. આ આગમ પંચાંગી ન હોત તો માત્ર મૂળના સહારે તારક પરમાત્માની વાણીના મર્મને પામવા માટે આપણે ક્યારેય સભાગી બની શક્યા ન હોત. આમ છતાં મોહાંધકારમાં ડૂબેલા એવા પણ મતો છે કે, જે આગમ પંચાંગીને ન માનતાં માત્ર મૂળને જ માને છે. તેમના હાથમાં આગમનાં રહસ્ય ક્યારેય આવ્યાં નથી અને આવવાનાં નથી. એવું એમને પણ ઊંડે ઊંડે લાગવા માંડ્યું છે. એટલે આગમનાં મૂળસૂત્રોનો અર્થ કરવા માટે એમણે પણ નિર્યુક્તિ, ભાષ્ય, ચૂર્ણિ, ટીકાનો સહારો લેવાનો ચાલુ કર્યો છે. આમ છતાં અપ્રમાણિકતા એટલી છે કે, એ પછી પણ એ ભાષ્ય વગેરેને પ્રમાણભૂત માનતા નથી. જેને લઈને તેઓ આગમના આરાધક બની શકતા નથી. નિર્યુક્તિકારશ્રી પૂ. આ. શ્રી ભદ્રબાહુસ્વામીજી મહારાજે નિર્યુક્તિની પહેલી ગાથામાં “જિનોમાં શ્રેષ્ઠ એવા તીર્થકર ભગવંતને અને સૂત્રકાર અગ્યારે ગણધર ભગવંતોને નમસ્કાર કરીને ભગવાન સૂત્રકૃતાંગની હું નિર્યુક્તિ બનાવીશ,” એમ કહીને મંગળ કર્યું અને નિર્યુક્તિ બનાવવાની પ્રતિજ્ઞા કરી. આ ગાથામાં Page #24 -------------------------------------------------------------------------- ________________ ૧ : શ્રી સૂયગડાંગજી સૂત્ર - એક પરિચય ‘ભગવાન સૂત્રકૃતાંગ’ એમ કહીને ‘સૂત્રકૃતાંગ' શબ્દની આગળ ‘ભગવાન’ શબ્દ મૂકીને સૂત્રકૃતાંગ પ્રત્યેનો અત્યંત બહુમાનભાવ, આદરભાવ વ્યક્ત કર્યો છે. ૫ - 1 - જ્યારે ચૂર્ણિકા૨ મહર્ષિએ નમસ્કાર મહામંત્રનાં નમો અરિહંતાણં વગેરે પહેલાં પાંચ પદોનો ઉલ્લેખ કરીને પંચપરમેષ્ઠિને નમસ્કાર કરવા દ્વારા મંગલાચ૨ણ કર્યું છે અને ટીકાકાર પૂ. આ. શ્રી શીલાંકસૂરિજી મહારાજે પણ ટીકાના પ્રારંભમાં શ્રી જિન ભગવંતોને નમસ્કાર કરીને શ્રી સૂત્રકૃતાંગની વ્યાખ્યા કરવાનું પ્રણિધાન કર્યું છે. આ પ્રણિધાન કરતાં તેઓશ્રીએ સૂત્રકૃતાંગનો પરિચય આપતાં જણાવ્યું છે કે, સ્વ અને પરદર્શનોના સ્વરૂપને બતાવનાર અનંત એવા એકસરખા (ગમો) પાઠો, શબ્દપર્યાયો અને અર્થના ગુણોથી શોભતું હોવાથી જેનો કોઈ જોટો ન મળે તેવું હોવાથી આ સૂત્રકૃતાંગ અતુલ છે. 5 આજે ય સત્ય મળે છે તેનું કારણ : આ વ્યાખ્યામાં અનેક પૂર્વાચાર્યોએ પણ આ મહાન આગમ ઉપર વૃત્તિઓની રચના કરી છે, એવો નિર્દેશ કરીને તેમણે પોતાની લઘુતા દર્શાવવા પૂર્વક તે પૂર્વપુરુષોનું અનુસરણ કરવાનો અને પોતાના કરતાં અલ્પ બોધવાળા સાધકોને ઉપકારક થવાનો ભાવ વ્યક્ત કર્યો છે. જૈનશાસનની આ એક સૌથી મહત્ત્વપૂર્ણ વિશેષતા છે. અહીં પોતાનું કશું જ કહેવાનું હોતું નથી. પરંતુ સર્વજ્ઞ વીતરાગ પરમાત્માએ કૈવલ્યદૃષ્ટિથી જોઈ જાણી પ્રરૂપેલા ભાવોને પૂર્વાચાર્યોની પ્રામાણિક પરંપરા દ્વારા જાણીને તેને તે જ સ્વરૂપે પ્રકાશવાનું હોય છે. આ વિશેષતાનું યથાસ્થિત પાલન થતું આવતું હોઈ જ આપણને પરમાત્માના પ્રરૂપેલા સત્યો આજે ય નિભૅળપણે પ્રાપ્ત થાય છે. કર્મચ્છેદ માટે વિવેક જરૂરી, વિવેક માટે આપ્ત ઉપદેશ જરૂરી : પ્રારંભમાં જ અનાદિ સંસારમાં રઝળતા જીવે દુર્લભ એવા માનવ જીવનને પામીને ઉત્તમ આર્યકુલોત્પત્તિ, સર્વેન્દ્રિય સંપન્નતાપૂર્વક શ્રી જૈનદર્શનને પામ્યા પછી સર્વ કર્મોના ઉચ્છેદ માટે પ્રયત્ન કરવાનો ઉપદેશ આપ્યો છે. સર્વ કર્મનો ઉચ્છેદ સભ્યગ્નિવેક વિના થતો નથી અને સભ્યગ્વિવેકની પ્રાપ્તિ આપ્તના ઉપદેશ વિના થતી નથી. આપ્ત તે જ કહેવાય છે કે, જેના સર્વ દોષોનો સર્વથા ક્ષય થયો Page #25 -------------------------------------------------------------------------- ________________ 3 હોય. શાસ્ત્રોમાં લખ્યું છે ૧ આગમ જાણો ! – 'रागाद् द्वेषात् तथा मोहाद् भवेद् वितथवादिता । तदभावे कथं नामा-र्हतां वितथवादिता ।। १ ।। ' *૧ - રાગથી, ૨ દ્વેષથી અને ૩ મોહ (અજ્ઞાનથી) અસત્યભાષણ થાય છે, અરિહંતોમાં આ ત્રણેયનો અભાવ હોવાથી અસત્યભાષણ ક્યાંથી સંભવે ?' - આવા આપ્ત માત્ર અરિહંત જ હોય છે. આથી તેમણે કહેલ આગમને જાણવાનો અને તે મુજબ જીવવાનો જ પુરુષાર્થ કરવો જોઈએ. આ આગમ દ્વાદશાંગીરૂપ છે. જેને સાધિક નવ પૂર્વધર, યુગપ્રધાન પૂજ્યપાદ આચાર્યશ્રી આર્યરક્ષિતસૂરિજી મહારાજે વર્તમાનના અલ્પબોધવાળા જીવોના ઉપકાર માટે ચરણકરણાનુયોગ, દ્રવ્યાનુયોગ, ગણિતાનુયોગ અને ધર્મકથાનુપયોગ એમ ચાર વિભાગમાં વહેંચી આપ્યો છે. શ્રી આચારાંગજીએ ચરણકરણાનુયોગને દર્શાવતું અંગ છે. જેની વ્યાખ્યા કરીને હવે ‘શ્રી સૂયગડાંગજી સૂત્ર જે દ્રવ્યાનુયોગને દર્શાવતું અંગ છે, તેની હું વ્યાખ્યા કરું છું,’ એમ કહીને તેઓશ્રીએ ‘શ્રીમદ્ આચારાંગજી ઉપરની વ્યાખ્યા આ પૂર્વે રચી છે,' તેવો નિર્દેશ આપ્યો છે અને તે આજે શ્રીસંઘના સદ્ભાગ્યે ઉપલબ્ધ પણ છે અને શ્રીસંઘ એના સહારે શ્રી આચારાંગજી સૂત્રના મર્મને પામવા સદ્ભાગી બન્યો છે. આગમ-અધ્યયન માટે જરૂરી બાબતો : આ અંગઆગમના અધ્યયનને માટે આઠ બાબતો જોવી આવશ્યક છે. ‘શ્રી વિશેષાવશ્યક ભાષ્ય' નામના મહાગ્રંથમાં ‘શ્રી આવશ્યક નિર્યુક્તિ'માંથી ગાથા ટાંકી ચૂર્ણિકારશ્રીએ આ વાત જણાવી છે. ત્યાં જણાવ્યું છે કે - ‘આહોયળા રૂ વિળયે, શ્વેત્ત’-વિસામિાદે ય જાણે ય । રિવસ્ત્ર-મુળસંપયા” વિથ, અમિવવારે ય અક્રમમ્ IIરૂરૂદ્દ।।' 6 ‘આલોચના-૧, વિનય-૨, ક્ષેત્ર-૩, દિશા-૪, કાલ-૫, નક્ષત્ર-૬, ગુણસંપદા-૭, અભિવ્યવહાર (ગુરુ-શિષ્યનો પરસ્પર વ્યવહાર)-૮' Page #26 -------------------------------------------------------------------------- ________________ ( ૭ – ૧ : શ્રી સૂયગડાંગજી સૂત્ર - એક પરિચય - 1 - 7 એટલે જેણે આલોચના દ્વારા પાપોની શુદ્ધિ કરી હોય-૧, ગુર્નાદિકનો સમ્યક વિનય કર્યો હોય-૨, ક્ષેત્રની શુદ્ધિ પ્રાપ્ત કરી હોય-૩, દિશાની શુદ્ધિ પ્રાપ્ત કરી હોય-૪, કાળની શુદ્ધિ પ્રાપ્ત કરી હોય-૫, (અધ્યયનનો પ્રારંભ કરતાં) નક્ષત્રની શુદ્ધિ પ્રાપ્ત કરી હોય-૬, ગુણસંપદાથી યોગ્યતા કેળવી લીધી હોય-૭ અને અધ્યયન કાળે ગુરુ-શિષ્ય પરસ્પર કરવાના વ્યવહારોમાં નિપુણતા કેળવી લીધી હોય : તે આત્મા આગમ અધ્યયન માટે યોગ્ય ગણાય છે. આવો શિષ્ય “વિનીત' કહેવાય ? આ આઠ બાબતો પૈકી બીજા ક્રમાંકરૂપે વિનય'ના અનુસંધાનમાં સાત પેટા મુદ્દા આપી વિનીત કોણ બની શકે એ સમજાવ્યું છે. એમાં ગુરુ પ્રત્યે રાગવાળો હોય-૧, ગુરુ પ્રત્યે ભક્તિભાવવાળો હોય-૨, ગુરુને ક્યારે પણ મૂકનારો ન હોય-૩, ગુરુને અનુસરનારો હોય-૪, ગુરુનો કહેલો મર્મ સમજનારો હોય-પ, ઉદ્યમશીલ હોય-૬ અને ક્યારેય ન કંટાળે તેવો હોય-૭ : તે શિષ્ય વિનીત કહેવાય છે તેમ જણાવ્યું છે. ગુણસંપદા' – મોટી મૂડી છે : એ જ રીતે સાતમી “ગુણસંપદા બાબતની રજુઆત કરતાં જે પંદર ગુણો બતાવ્યા છે, તે કેળવવાથી અધ્યયન માટેની યોગ્યતાની એક મહત્ત્વની બાબત પૂર્ણ થાય છે. એ પંદર મુદ્દામાં ૧-પ્રિયધર્મીપણું,ર-દઢધર્મીપણું, ૩-સંવિગ્નપણું, ૪-પાપભીરુપણું, પ-અજડતા,ક-ક્ષમાશીલતા, ૭-ઈન્દ્રિયદમનતા, ૮-ગુપ્તિની સાધના, ૯-વ્રતોની સ્થિરતા, ૧૦-જિતેન્દ્રિયતા, ૧૧-સરળતા, ૧૨-અશઠતા, ૧૩-તુલા સમાન સમતા, ૧૪-સમિતિની સાધના અને ૧૫-સાધુ સંગતિમાં નિરતતા વગેરે ગુણોનું વિશદ વર્ણન કર્યું છે. આ અંગ આગમના અધ્યયનનો આરંભ કરાય ત્યારે શુભ શકુનો, શુભ શબ્દો વગેરેનું શ્રવણ થાય તો તે લાભદાયી નીવડે, એમ પણ જણાવ્યું છે. આ પછી ચૂર્ણિકાર મહર્ષિએ તથા ટીકાકારશ્રીએ નિયુક્તિ ગ્રંથના આધારે શ્રીમદ્ સૂયગડાંગજી સૂત્રનો પરિચય આપ્યો છે. તેમ તેના ભાગો, વિભાગો અને પેટાવિભાગો - તેની સંખ્યા, તેનાં નામો અને તેમાં નિર્દેશાયેલ વિષયનું પણ ધ્યાન આપ્યું છે. જે હવે જોઈશું. Page #27 -------------------------------------------------------------------------- ________________ જિનવાણી સ્તવના (રાગ : સુણ ચંદાજી. સીમંધર.) હે શ્રુતગંગા ! મહેર કરી તુજ વહેણમાં સ્નાન કરવા દે. હે જગમાતા ! તારી મહેરથી આ જગ જન સુખમાં રાજે. જિનવર મુખ ગંગોત્રી ન્યારી, તેહથી નિઃસૃત થઈ તું પ્યારી, શમ-સંવેગાદિક ગુણ ક્યારી. હે. ૧ થયા તટરક્ષક ગણધરો તારા, નયનિક્ષેપા ભંગો સારા, સૂરિરાજ કરે છે વિસ્તારા. હે. ૨ ભવોભવનાં પાપો તું ધોતી, ભવિજનને પુણ્યસલિલ દેતી, ડૂબકી દે, તે તો લહે મોતી. છે. ૩ સૂરિરામચંદ્ર જાણી તુજને, જિનવાણીરૂપે પીરસી જનને, સુણી અટક્યા ભવમાં ભમતાં અમે. હે. ૪ તુજ યશોગાન ધરવા કાને, આવ્યા ગુણ-કીર્તિ ગુરુ કને, દેજો દેવિ ! શિવ-રત્ન મને. હે. ૫ Page #28 -------------------------------------------------------------------------- ________________ ૨ - સ્મૂથગડાંગ સૂત્રનો ઉદ્ભવઃ - પ્રભુશ્રીમહાવીદેવનુંજીવન = • તીર્થંકર નામકર્મની નિકાચના ક્યારે ? ♦ જિજ્ઞાસામાંથી તત્ત્વજ્ઞાનની પ્રાપ્તિ : ♦ તીર્થંકરો પણ માતા-પિતાનું અહિત થાય તેવી ♦ ભવ્યાત્માઓના હિતની ક્ષણ : પ્રવૃત્તિ ન જ કરે : પ્રભુશ્રી વીરની સંયમ સાધના : ♦ નાથ કોઈને નમતા હોય તે ક્ષણ : • મિથ્યાત્વનો કારમો નાચ : • વિ. સં. ૨૦૫૮, અષાઢ વદ-૩, શનિવાર, તા. ૨૭-૭-૦૨, સાચોરી ભવન, પાલીતાણા શાસનસ્થાપના • જૈનશાસનના ચાર અનુયોગો : સૂયગડાંગમાં દ્રવ્યાનુયોગ ઃ → પંચાંગીનો અપલાપ મૂળનો અપલાપ છે ઃ વિષય : પ્રભુશ્રી મહાવીરદેવની સાધનાનું અમૃત : સૂયગડાંગ. પરમાત્માશ્રી મહાવીરદેવે નયસારના ભવમાં પ્રાપ્ત કરેલ સમ્યગ્દર્શનથી આરંભી, નંદન રાજર્ષિના ભવમાં કરેલ વિશિષ્ટ તપ-સંયમ સાધના, અલૌકિક કરુણા અને તીર્થંકર નામકર્મ નિબંધન-નિકાચનની રસાળ રજુઆત કરી પ્રભુના અંતિમ ભવનો ઘટનાક્રમ ખૂબ જ ભાવનાવાહી શબ્દોમાં વર્ણવી પ્રવચનકારશ્રી આપણને તીર્થસ્થાપનાની ક્ષણ સુધી લઈ આવે છે. શ્રી ગૌતમસ્વામીજી-શ્રી સુધર્માસ્વામીજી મહારાજા આદિના વરદ હસ્તે રચાયેલ આચારાંગમાં ચરણકરણાનુયોગની મુખ્યતા છે તો આ બીજા અંગમાં દ્રવ્યાનુયોગની મુખ્યતા રાખવામાં આવી છે. માત્ર મૂળીયાં ચાખનારને રસ ન મળે તેમ માત્ર મૂળસૂત્રને જ માનનારને અર્થ-૨સ ન મળે, આ વાત સુંદર રીતે પ્રવચનાંતે સમજાવી છે. પ્રવચનનું પ્રતિબિંબ * ૫રમાત્માનો અતિશય જો ન ભળે તો કરોડ દેવતાઓ ભેગા થઈને પણ પરમાત્માના એક અંગુષ્ઠનું રૂપ ન કરી શકે. * અભિમાન એ છૂપો દુશ્મન છે. 2 * વિશ્વ સતત ઉત્પત્તિશીલ છે. વિનાશશીલ છે, તેમ ધ્રુવ પણ છે. દ્રવ્યની અપેક્ષાએ વિશ્વ અને વિશ્વવર્તી તમામ પદાર્થો ધ્રુવ છે અને પર્યાયની અપેક્ષાએ વિશ્વ અને વિશ્વના તમામ પદાર્થો ઉત્પન્ન થવાના અને નાશ પામવાના સ્વભાવવાળા છે. Page #29 -------------------------------------------------------------------------- ________________ પ્રવચન-સ્ત્રોત 'बुझिज तिउट्टीजा, बंधणं परिजाणिया। किमाह बंधणं वीरो, किं वा जाणं तिउट्टइ ।।१।।' “શ્રી સુધર્માસ્વામી ઃ બોધ પામ ! બંધનને ચારે બાજુથી જાણ ! બંધનને તોડી નાંખ! શ્રી જંબુસ્વામી પ્રભુ વીરે કોને બંધન કર્યું છે, શું જાણીને એને તોડી શકાય છે ?' Page #30 -------------------------------------------------------------------------- ________________ ૨ : સૂથગડાંગ સૂત્રનો ઉદ્ભવ : પ્રભુશ્રી મહાવીદેવનું જીવન તીર્થંકર નામકર્મની નિકાચના ક્યારે ? અનંત ઉપકારી, ચરમતીર્થપતિ, શ્રમણ ભગવાન શ્રીમહાવીર પરમાત્મા કે જેમને નયસારના ભવમાં નિર્મળ સમ્યગ્દર્શનની પ્રાપ્તિ થઈ. તે સમ્યગ્દર્શનની પ્રાપ્તિથી જે સાધનાનો પ્રારંભ થયો તે પછીના સાધનાકાળમાં પ્રભુના આત્માને અનેક આરોહ અને અવરોહનો સામનો કરવાનો થયો. છેલ્લેથી ત્રીજા નંદનરાજર્ષિના ભવમાં પરમાત્માનું પચ્ચીસ લાખ વર્ષનું આયુષ્ય હતું. તેમાં છેલ્લે એક લાખ વર્ષમાં સંયમની સાધના કરી. તે એક લાખ વર્ષના સંયમપર્યાયમાં ૧૧,૮૦,૬૪૫ (અગ્યાર લાખ એંસી હજાર છસો ને પિસ્તાળીસ) માસક્ષમણનો ઘોર તપ કર્યો. આ ઘોર તપ દરમ્યાન વીશે વીશ સ્થાનકોની ઉત્તમકક્ષાની આરાધના કરી. આરાધના જેમ જેમ વધતી ગઈ તેમ તેમ મૂળમાં પડેલી પરાર્થકરણની ભાવના વધુ ને વધુ ઘેરી બનતી ગઈ. સમ્યગ્દર્શનના સહારે તેનાં એક-એક લક્ષણો વિશેષ રીતે પ્રગટ થતાં ગયાં. આસ્તિક્ય એટલું જીવંત બન્યું કે, જેના સહારે જગતમાં રહેલા એક-એક જીવોના જીવત્ત્વનું સંવેદન થવા લાગ્યું. અનુકંપા એવી ઘેરી બની કે, એક-એક જીવોનાં દુઃખ જોઈ એમનું હૈયું અનુકંપાના ભાવોથી ભરાઈ ગયું અને એમને થયું કે મા૨ામાં જો એવી તાકાત આવે તો જીવમાત્રને દરેક પ્રકારનાં દુઃખથી સર્વથા મુક્ત કરું, સમ્યગ્દર્શનથી પવિત્ર એવા જ્ઞાનના સહારે જાણ્યું કે, જગતના જીવોનો સંસારનો રસ નિચોવાઈ જાય અને હૈયામાં શાસનનો રસ ભરાઈ જાય તો જરૂ૨ એ જીવો સદા માટે દુ:ખમુક્ત બની શાશ્વતકાલીન સુખને પામી શકે. મારામાં જો એવી શક્તિ પેદા થાય તો જગતના સર્વ જીવોને હું અનાદિકાલીન Page #31 -------------------------------------------------------------------------- ________________ ૧ આગમ જાણો ! દુઃખથી મુક્ત કરી, શાશ્વત સુખના ભોક્તા બનાવું. ‘સવિ જીવ કરું શાસનરસી’ ની આ ભાવના જ્યારે પરાકાષ્ઠાએ પહોંચી, ત્યારે પ્રભુ વીરે તીર્થંકર નામકર્મની નિકાચના કરી. ૧૨ તે પછીના જીવનકાળમાં ઉજ્જ્વળ સમ્યગ્દર્શન, ઘોરતપ, પરાકાષ્ઠાની પરોપકારિતા, અતિ ઉલ્લસિત થયેલી કરુણા, નિર્મળ-જ્ઞાન અને પવિત્ર ચારિત્રથી વધુ ને વધુ સમભાવને પુષ્ટ કર્યો. ત્યાંથી સમાધિ મૃત્યુ પામી, દશમા પ્રાણત નામના દેવલોકમાં ગયા. 12 દેવલોકના એ ભવમાં પ્રભુનું સમ્યગ્દર્શન વધુ ને વધુ નિર્મળ થતું ગયું હતું. યોગની છઠ્ઠી દૃષ્ટિનો ઉઘાડ થયો હતો. જેને કારણે ભોગને રોગની દૃષ્ટિએ પ્રભુ જોતા હતા અને અનુભવતા હતા. દૈવી ભોગોની વચ્ચે પ્રભુની વિરક્તિ ઉત્તરોત્તર બળવત્તર બનતી જતી હતી. જેમ જેમ રાગનાં પ્રબળ નિમિત્તો મળતાં તેમ તેમ પ્રભુની વિરક્તિ વધુ ને વધુ પ્રબળ બનતી ગઈ. સામાન્ય રીતે માનવીને મળતાં માનવીય ભોગનાં સુખો, સત્તાનાં સુખો કે આભિમાનિક સુખોને અતિક્રમી જાય એવાં અગણિત સુખો ત્યાં તેમને મળ્યાં હતાં. તેવાં પરાકાષ્ઠાનાં ભોગ-સુખો હોવા છતાં એ તારકનો આત્મા ત્યાં લેપાયો નહિ. આત્માની વિશુદ્ધિ-વિરક્તિ-ત્યાગ ભાવના સુદૃઢ બનતી ગઈ. એ જીવન પણ પૂરું થયું. ત્યાંથી ચ્યવીને પરમાત્મા દેવાનંદા બ્રાહ્મણીની કુક્ષીમાં અવતર્યા. પૂર્વે જે નીચકર્મ ભોગવવાનું બાકી રહી ગયું હતું, તેને પરિણામે ૮૨ અહોરાત્રી ત્યાં રહ્યા. જ્યારે તે કર્મ પૂરુ થયું, ત્યારે દેવેન્દ્રનો ઉપયોગ ગયો. હરિêગમૈષીને આદેશ કર્યો, ગર્ભનું પરાવર્તન કર્યું અને પરમાત્મા ત્રિશલામાતાની કુક્ષીમાં પધાર્યા. માતાને ચૌદ મંગળકારી મહાસ્વપ્નો આવ્યાં અને એક શુભ પળે આ અવનિતલને પ્રભુએ પાવન કર્યું. નંદનઋષિના ભવમાં જે વિશિષ્ટ મતિજ્ઞાન હતું, જે વિશિષ્ટ શ્રુતજ્ઞાન હતું અને દેવનાં ભવમાં જે નિર્મળ અવધિજ્ઞાન હતું, તે બધી મૂડી લઈને પરમાત્મા અવતર્યા હતા. પ્રભુનો જન્મ થતાં જ ચૌદ રાજલોકમાં અજવાળાં પથરાયાં, નરકનારકીઓએ પણ ક્ષણ માટે શાતા અનુભવી. દૈવી જગતનાં અચળ એવાં પણ સિંહાસનો ચલાયમાન થયાં. પ્રભુનો જન્મ થયો, એમ જાણીને દિકુમારિકાઓ દોડી આવી. પ્રભુ અને પ્રભુની માતાની સ્તુતિ કરીને એમણે સુતિકા કર્મ કર્યું. Page #32 -------------------------------------------------------------------------- ________________ ૧૩ – ૨ સૂયગડાંગ સૂત્રનો ઉદ્ભવ : પ્રભુશ્રી મહાવીરદેવનું જીવન - 2 – 13 ઈન્દ્રોએ મેરુમહોત્સવ કર્યો. પરમાત્મા બાળપણમાં જ ત્રણ જ્ઞાનથી સંયુક્ત હતા. પ્રભુનું મતિજ્ઞાન પણ નિર્મળ હતું. શ્રુતજ્ઞાન પણ નિર્મળ હતું અને અવધિજ્ઞાન પણ નિર્મળ હતું. તીર્થકરો પણ માતા-પિતાનું અહિત થાય તેવી પ્રવૃત્તિ ન જ કરે : પરમાત્માની બાલ્યાવસ્થા વિશિષ્ટ વિનયપૂર્વક પસાર થઈ. યુવાવસ્થા પણ પરમ વિવેક અને ઔચિત્યાચારના પાલનપૂર્વક પસાર થઈ. સંસારમાં રહેવા છતાં પ્રભુ ક્યાંય લેપાયા નહિ. માતા-પિતાના અવસાન પછી, સંસાર ત્યાગ કર્યો. ગર્ભકાળથી જ પ્રભુ પરમ વિરક્તિને વરેલા હતા. આમ છતાં પ્રભુ જ્યારે ગર્ભમાં હતા ત્યારે માતાને વેદના ન થાય તે માટે પોતાનાં અંગોપાંગનું હલનચલન બંધ કર્યું. તેથી ગર્ભના અશુભની શંકા થતાં માતા શોકમાં ડૂબી ગયાં. ચારે બાજુ શોકનું વાતાવરણ સર્જાયું. અવધિજ્ઞાનથી પરમાત્માએ જાણ્યું, જાણીને વિચાર્યું કે હજુ તો મારો જન્મ થયો નથી, માતા-પિતાએ મારું મોટું પણ જોયું નથી. છતાં જો એમને મારા ઉપર આટલો બધો રાગ છે તો જ્યારે મારો જન્મ થશે અને એ બધાં મારું મોઢું જોશે. તેમની વચ્ચે હું રહીશ અને જીવીશ ત્યારે એમનો મોહ કેટલો બધો વધી જશે. આ પરિસ્થિતિમાં જો હું એમને છોડીને દીક્ષા લઈશ તો તેમનું શું થશે ? એ જાણવા પ્રભુએ અવધિજ્ઞાનનો ઉપયોગ મૂક્યો. એ જ્ઞાન દ્વારા પ્રભુએ તેમના રાગની તીવ્રતા જોઈ અને એ પણ જોયું કે, જો હું તેમનાં જીવતાં સંસાર ત્યાગ કરીશ તો અત્યંત રાગ દશાને કારણે ચોક્કસ તેનું મૃત્યુ થશે. કારણ કે, પ્રભુનાં માતા-પિતાનું આયુષ્યકર્મ સોપક્રમ હતું. જે પુત્ર વિયોગનો આંચકો લાગતાં જ તૂટી જાય તેવું હતું. આ નિમિત્ત પામીને પ્રભુએ બે વસ્તુનું નિરીક્ષણ કર્યું. એક પોતાની વૈરાગ્યધારાની તીવ્રતા સામે પોતાના ચારિત્રમોહનીય કર્મની પ્રબળતાનિર્બળતાનું અને બીજું પોતાના ચારિત્ર જીવનના સ્વીકાર સાથે માતા-પિતાના આયુષ્ય કર્મની પ્રબળતા-નિર્બળતાનું. પ્રભુએ બહુ સ્પષ્ટ રીતે એ જાણ્યું કે મારી વૈરાગ્યધારાની તીવ્રતા સામે મારું ચારિત્રમોહનીય જરાય ટકી શકે તેમ નથી અને મારી દીક્ષા સમયે થનાર વિયોગના આઘાત સામે માતા-પિતાનું આયુષ્ય પણ જરાય ટકી શકે તેમ નથી. કારણ કે પ્રભુનું ચારિત્રમોહનીય અનિકાચિત હતું અને માતા-પિતાનું આયુષ્ય સોપક્રમ હતું. આ સંયોગોમાં વિરાગધારા Page #33 -------------------------------------------------------------------------- ________________ આગમ જાણો ! આગળ વધે તો માતા-પિતાની હાજરીમાં જ ચારિત્રમોહનીય અવશ્ય તૂટે અને ચારિત્રમોહનીય તૂટે તો પ્રભુની દીક્ષા અવશ્ય થાય. આ રીતે જો માતા-પિતાના જીવનકાળમાં જ પ્રભુની દીક્ષા થાય તો તેના આઘાતમાં માતા-પિતાના સોપક્રમ આયુષ્યની દોરી તૂટે અને માતા-પિતાનું મૃત્યુ પણ નિશ્ચિતપણે થાય. આ અનિષ્ટને અટકાવવાનો એક જ ઉપાય હતો કે પ્રભુ પોતે પોતાની વૈરાગ્યધારાને અટકાવે અને એને અટકાવવાનો એક જ ઉપાય હતો કે માતા-પિતાનાં જીવતાં દીક્ષા નહિ લઉં, એવો અભિગ્રહ કરવો. પરમ વિવેકને વરેલા પરમ ઔચિત્યના નિધાન એવા પ્રભુએ વિચાર્યું કે મા૨ા નિમિત્તે, માતા-પિતાનું આ રીતે અહિત થાય તે તીર્થંકર તરીકે મારા માટે જરાય ઉચિત નથી, એમ જાણીને પ્રભુએ ગર્ભકાળમાં જ અભિગ્રહ કર્યો કે, માતા-પિતા જીવતાં હશે ત્યાં સુધી દીક્ષા નહિ લઉં. ૧૪ ૧ - આ દાખલો આગળ કરી કેટલાકો કહેતા હોય છે કે, માતા-પિતાનાં જીવતાં એમને રડતાં મૂકીને દીક્ષા લેવાય નહિ. મરુદેવા માતાને રડતાં મૂકીને પરમાત્મા ઋષભદેવે અને શિવાદેવી માતાને રડતાં મૂકી - રાજુલને રડતી મૂકીને નેમિકુમારે દીક્ષા લીધી જ હતી. તેનાં દૃષ્ટાંત સુપ્રસિદ્ધ હોવા છતાં મોટે ભાગે જાણી-જોઈ ભૂલી જવાય છે. 14 સંસાર પ્રત્યેની વિરક્તિ પરમતારકના રોમેરોમમાં પરિણામ પામેલી હતી. સંસાર માંડવો ન હતો, પણ માતા-પિતાનો લગ્ન માટે ખૂબ આગ્રહ જોયો, ત્યારે ફરી જ્ઞાનનો ઉપયોગ મૂક્યો, જોયું કે કર્મ એમને એમ ખપે તેમ નથી. પરમાત્મા મૌન રહ્યા. મૌનને સંમતિ માનીને માતા-પિતાએ લગ્ન કરાવ્યાં. માતા-પિતા પ્રભુની અઠ્યાવીશ વર્ષની ઉંમર સુધી જીવ્યાં. માતા-પિતા દિવંગત બન્યા પછી સર્વવિરતિ લેવા માટે ભાઈ નંદિવર્ધન પાસે અનુમતિ લેવા ગયા. શ્રી આચારાંગ સૂત્રમાં શાસ્ત્રકાર ભગવંતોએ કહ્યું છે કે, અગર ત્યારે પરમાત્માએ દીક્ષા લીધી હોત, તો નંદિવર્ધન જેવા કેઈ પાગલ બની જાત. તેથી પરમાત્માએ તેમના જ મોઢે બોલાવ્યું કે, ‘બોલો કેટલો વખત !' ‘બે વર્ષ !’ ‘તેમાં પણ હું સાધુની જેમ રહીશ. સ્નાનાદિ નહિ કરું. અન્ય કોઈ પ્રવૃત્તિમાં ભાગ નહિ લઉં અને ધ્યાનમાં રહીશ, પ્રતિજ્ઞાથી રહીશ.' નંદિવર્ધને વિચાર્યું તે રીતે પણ બંધુ ૨હેતા હોય તો રાખવા છે. પરમાત્મા બે વર્ષ ગૃહવાસમાં વધારે રહ્યા અને તેમાંથી જ્યારે એક વર્ષ બાકી રહ્યું, ત્યારે નવલોકાંતિક દેવો આવ્યા અને ‘મુન્દ્રાદિ મયવં Page #34 -------------------------------------------------------------------------- ________________ ૧૫ – ૨: સૂયગડાંગ સૂત્રનો ઉદ્ભવ : પ્રભુશ્રી મહાવીરદેવનું જીવન - 2 – 15 શેરાના ' - એમ કહીને ધર્મતીર્થ પ્રવર્તાવવાની વિનંતી કરી. એ વિનંતિનો સ્વીકાર કરીને પ્રભુએ એક વર્ષ સુધી વર્ષીદાન આપીને સંસાર ત્યાગ કર્યો. જે સમયે પરમાત્મા સંસારનો ત્યાગ કરવા સંચરી રહ્યા હતા, તે પ્રસંગનું ચૌદ પૂર્વધર મહર્ષિ, શ્રીભદ્રબાહુસ્વામીજી મહારાજાએ કલ્પસૂત્રમાં જે અદ્ભુત વર્ણન કર્યું છે, તે ભાષાને, તે શબ્દોને સમજવાની, સંવેદવાની ક્ષમતા હોય, તો અનુપમ આનંદ થાય છે. તો એ દશ્યને અહીં બેઠાં બેઠાં જોવાની ક્ષમતા આપણામાં હોય તો લાગે કે તે દશ્ય કેવું હશે ! પ્રભુ નગરની બહારનાં ઉદ્યાનમાં પધાર્યા - અલંકારાદિનો ત્યાગ કર્યો - પંચમુષ્ટિ લોચ કર્યો. તીર્થને નમસ્કાર કરીને “કરેમિ સામાઈયની પ્રતિજ્ઞા પરમાત્માએ કરી. ઈન્દ્ર પરમાત્માના ખભા ઉપર દેવદૂષ્ય મૂક્યું. તે જ વખતે પરમાત્માને ચોથું મન:પર્યવજ્ઞાન ઉત્પન્ન થયું. પરમાત્મા અણગાર બન્યા. પરમાત્મા નિઃસંગ બન્યા. સીધા સાતમે ગુણસ્થાનકે ગયા અને તે પછી છઠ્ઠા અને સાતમા ગુણસ્થાનકની રમણતા શરૂ થઈ ગઈ. પ્રભુ શ્રીવીરની સંયમ સાધના : પરમાત્માનો જે ૧૨ વર્ષ ને ૧૫ દિવસનો સાધનાકાળ બતાવ્યો છે, તે પણ વિશિષ્ટ છે. પરમાત્માએ અનેક ઉપસર્ગોને સહન કર્યા છે. બાવીશ પરીષહોને ઉભા કરી કરીને વેક્યા છે. ઘોર તપ કર્યો છે. સાડી બાર વર્ષના સાધનાકાળમાં માત્ર ૩૪૯ પારણાં કર્યાં છે. તે પણ ઠામચોવિહારાં. જ્યાં ગયા ત્યાં જે દ્રવ્ય મળ્યું, તેનાથી પારણાં કર્યા છે. એ તપમાં એકવાર છ મહિનાના ઉપવાસ, બીજીવાર પાંચ મહિનાને ૨૫ દિવસના સળંગ ઉપવાસ, પાંચ મહિનાનાં ઉપવાસ, ૪-૩-૨-૧ મહિનાના ઉપવાસ, અઠ્ઠમ-છઠ્ઠ, બે દિવસનાં, ચાર દિવસના, છ દિવસના ચોવિહારા ઉપવાસ કર્યા છે. આખા સાધનાકાળમાં એક પણ દિવસ આડા પડ્યા નથી, પ્રભુએ નિદ્રા લીધી નથી. સમગ્ર ૧૨ વર્ષ અને ૧૫ દિવસ લાંબા સાધનાકાળમાં પરમાત્માને જે ઝોકાં આવ્યાં, તેનો સરવાળો કરો તો તે પણ માત્ર ૪૮ મિનિટ જેટલો જ થાય. પ્રભુ ક્યારેય પલાંઠી વાળીને બેઠા નથી, નિરંતર ઘોર સાધના કરી છે, ધ્યાનમાં લીન રહ્યા છે. એક ક્ષણ પણ દેહભાવનો અનુભવ કર્યો નથી. નિરંતર દેહાતીત અવસ્થા અનુભવી છે. Page #35 -------------------------------------------------------------------------- ________________ ૧૬ . ૧ – આગમ જાણો ! 16 એમાં જ્યારે ગ્રીષ્મઋતુ શરૂ થઈ ત્યારે વૈશાખ માસના શુક્લ પક્ષની નોમે પ્રભુ ઋજુવાલુકા નદીને કિનારે પધાર્યા. ત્યાં શ્યામાક નામના ગૃહસ્થના ક્ષેત્રમાં સાલ નામના વૃક્ષ નીચે પરમાત્મા ગોદોહિકા આસને ધ્યાનસ્થ થયા, સૂર્ય સામે દૃષ્ટિ કરી આતાપના લઈ રહ્યા છે. પ્રભુને ચોવિહાર છઠ્ઠનું પચ્ચકખાણ હતું. નોમનો દિવસ પૂર્ણ થયો, દસમ ચાલુ થઈ. પહેલો પ્રહર વીત્યો, બીજો પ્રહર વીત્યો, ત્રીજો પ્રહર પૂર્ણ થઈને ચોથો પ્રહર શરૂ થવા આવ્યો, ત્યારે પરમાત્માએ ધર્મધ્યાનમાંથી શુક્લધ્યાનમાં પ્રવેશ કર્યો. તેના પહેલા બે પાયા ઉપર આરૂઢ થયા. ક્ષેપક શ્રેણીમાં આરૂઢ થયા. મોહનો ક્ષય કરીને પરમાત્મા વીતરાગ બન્યા અને બાકીનાં ત્રણ ઘાતકર્મોનો ક્ષય કરીને પરમાત્મા સર્વજ્ઞ બન્યા. સર્વદર્શી બન્યા. પરમાત્મા ઉભા થયા. દેવો અને દેવેન્દ્રો પરમાત્માની સેવા માટે દોડી આવ્યા. જ્યાં પગ માંડ્યો, ત્યાં પગ જમીન ઉપર ન પડ્યો પણ સુવર્ણનાં કમળો ઉપર પડ્યો. દેવોએ સુવર્ણનાં નવ-નવ કમળોની રચના કરી. તે નવ-નવ કમળો માખણ કરતાં પણ કોમળ હતાં, અત્યંત સુંવાળાં હતાં. પરમાત્માએ કમળો ઉપર પગ મૂકવાનો ન હતો. જ્યાં એ પગ મૂકતા, ત્યાં કમળો ગોઠવાઈ જતાં હતાં. જ્યાં પરમાત્મા આગળ વધ્યા ત્યાં બે બાજુ ચામરો વીંઝાવા લાગ્યા, પક્ષીઓ પ્રદક્ષિણા આપવા લાગ્યાં, વૃક્ષો નમવા લાગ્યાં, કાંટા પણ ઊંધા થવા લાગ્યા. વાયુ મંદ-મંદ વાવા લાગ્યો, ઉપર ત્રણ છત્ર ચાલવા લાગ્યાં, આગળ ઈન્દ્ર ધ્વજ ચાલવા લાગ્યો. જે વૃક્ષ નીચે કેવળજ્ઞાન પ્રાપ્ત થયું, તે વૃક્ષ ઊંચકાયું અને તે પરમાત્માની ઉપર ચાલવા લાગ્યું. આકાશમાં દુંદુભિનાદ થવા લાગ્યો. પ્રભુ ચૌદ રાજલોકની ટોચ કક્ષાની ભૌતિક સમૃદ્ધિના સ્વામી બન્યા. કરોડો દેવો તેમની સેવામાં હાજર થયા. ત્રણ ગઢનું નિર્માણ થયું. લગભગ સાડી તેર (૧૩) કિલોમિટરના ઘેરાવાવાળો પહેલો ગઢ બન્યો. તે પણ નક્કર ચાંદીનો, તેની અંદર બીજો સુવર્ણનો, તેની અંદર સુવર્ણનો રત્ન મઢેલો. પહેલામાં પાર્કિંગ વ્યવસ્થા, બીજામાં પશુ-પક્ષીઓને બેસવાની વ્યવસ્થા અને ત્રીજામાં બારે પર્ષદાની વ્યવસ્થા. દરેક ગઢમાં, ચારે દિશામાં દ્વાર-તોરણવાવડીઓની રચના. “સમવસરણ પ્રકરણ'નો અભ્યાસ કરો તો ત્રણ લોકના નાથનું, ધર્મતીર્થના ચક્રવર્તીનું સામ્રાજ્ય કેવું હતું ? તેનો કાંઈક ખ્યાલ આવે ! Page #36 -------------------------------------------------------------------------- ________________ ૧૭ ૨ : સૂયગડાંગ સૂત્રનો ઉદ્ભવ : પ્રભુશ્રી મહાવીરદેવનું જીવન – 2 નાથ કોઈને નમતા હોય તે ક્ષણ : પૂર્વ દિશાના દ્વારેથી ૫૨માત્મા સમવસરણના પહેલા પગથિયે પગ મૂકે છે. ત્યાંથી અશોકવૃક્ષ લગભગ અડધે સાડી છ કિલોમિટર દૂર સેન્ટરમાં ગોઠવાયેલું હતું. જે ભગવાનની કાયા કરતાં બાર ગણું ઊંચુ હતું. આખા સમવસ૨ણમાં જાનુ પ્રમાણ પંચવર્ણના પુષ્પોની વૃષ્ટિ થયેલ છે. ચારે દિશામાં ચાર સિંહાસનો ગોઠવાયેલાં છે. નીચે પાદપીઠ ગોઠવાયેલી છે. પરમાત્મા અશોકવૃક્ષની ચારેય બાજુ પ્રદક્ષિણા આપે છે. ત્રણ લોકના સ્વામી કે, જેને જગતના તમામ જીવો નમસ્કાર કરે, તે આ ધર્મતીર્થને નમસ્કાર કરી રહ્યા છે. જગતના નાથને બધા નમે તે જોવાનું સૌભાગ્ય તો આપણને પણ સાંપડ્યું છે. પણ જગતના નાથ કોઈને નમતા હોય તે ક્ષણ, તે ઘડી, તે પળ, જેને જોવા મળે તેનું સૌભાગ્ય કેટલું મહાન હશે ! તે જોનાર પણ ધન્ય બની ગયા. ‘કોટી દેવ મિલકે કર ન સકે, એક અંગૂઠ રૂપ પ્રતિછંદા; ઐસો અદ્ભુત રૂપ તિહારો, બરસત માનું અમૃતકો બુંદા.’ - પરમાત્મા પૂર્વ દિશાના સિંહાસને બિરાજમાન થયા. પરમાત્માની કાયા જેવાં જ ત્રણ પ્રતિબિંબોનું દેવોએ નિર્માણ કરી બીજા ત્રણ સિંહાસન ઉપર સ્થાપિત કર્યાં. કલ્પના પણ ન આવે કે, આમાં સાચું રૂપ કયું હશે ! દરેકને એમ જ લાગે કે, પરમાત્મા અમારી સામે જ છે. પરમાત્માનો અતિશય જો ન ભળે તો કરોડ દેવતાઓ ભેગા થઈને પણ પરમાત્માના એક અંગુષ્ઠનું રૂપ ન કરી શકે. કહ્યું પણ છે ને કે - 17 ચારે દિશામાં પરમાત્માની પાછળ ભામંડળ ઉપ૨ ત્રણ-ત્રણ છત્ર છે. આકાશમાં ધર્મચક્ર ઘૂમી રહ્યું છે. ચારે બાજુ દુંદુભિનો નાદ ગાજી રહ્યો છે. તે કહી રહ્યું છે કે, 'भो भोः प्रमादमवधूय भजध्वमेनमागत्य निर्वृतिपुरीं प्रति सार्थवाहम् । एतन्निवेदयति देव ! जगत्रयाय मन्ये नदन्नभिनभः सुरदुन्दुभिस्ते ।। ' ‘હે ભવ્ય જીવો ! પ્રમાદનો ત્યાગ કરો ! મોક્ષમાર્ગનાં સાર્થવાહ આવ્યા છે, તેનું શરણું સ્વીકારો !' આ નાદ સાંભળી ચારે બાજુનાં ગામોનાં ગામો, નગરોનાં નગરો, શહેરોનાં Page #37 -------------------------------------------------------------------------- ________________ ૧૮ - ૧ - આગમ જાણો ! – 18 શહેરોનું માનવ મહેરામણ ઉમટી રહ્યું છે. માલકૌંસ રાગમાં પરમાત્માની દેશના શરૂ થઈ, તેમાં મધુર સ્વર પૂરવા દેવોએ દિવ્યધ્વનિ શરૂ કર્યો. પરમાત્માએ જ્ઞાનથી જોયું કે, શાસન સ્થાપના કરવા યોગ્ય આત્માઓ આ પર્ષદામાં નથી. માટે માત્ર કલ્પ પૂરતી દેશના આપીને તે દેશના પૂર્ણ કરી. પરમાત્મા ત્યાંથી આગળ વધી અપાપા નગરીનાં ઉદ્યાનમાં પધાર્યા. ત્યાં પણ નવા સમવસરણની રચના થઈ ગઈ હતી. પરમાત્મા જ્યાં જ્યાં જાય ત્યાં સમગ્ર વિશ્વનું સામ્રાજ્ય તેમની સેવામાં ખડું થઈ જતું હતું. પરમાત્મા જ્યાં વિચરે ત્યાં રોગ-શોક, અતિવૃષ્ટિ-અનાવૃષ્ટિ, દુષ્કાળ, મારી-મરકી જોવા મળે નહિ. ચારે બાજુ યોગનો જ વૈભવ જોવા મળે. સમગ્ર સૃષ્ટિ પોતાની તમામ શક્તિ વાપરી પરમાત્માની સેવામાં સમુત્સુક થઈ જતી. સમગ્ર આકાશ દેવ-દેવેન્દ્રોથી ભરાઈ ગયું. તે સમયે અપાપા નગરીના મહાસેન વનમાં નવી જ ઘટના આકાર લઈ રહી હતી. મિથ્યાત્વનો કારમો નાચ: તે વખતના આર્યાવર્તનાં દિગ્ગજ કોટિનાં અગ્યાર બ્રાહ્મણો યજ્ઞ-યાગને ધર્મ માનતા હતા, તેઓ ચૌદ વિદ્યાના પારગામી હતા. વેદ-વેદાંતો તેમને નામની જેમ કંઠસ્થ હતાં. અધ્યયન કરવા-કરાવવાની, વાદ કરવાની, એમની ક્ષમતા અપૂર્વ અને અદ્વિતીય હતી. કોઈ ૫૦૦-૫૦૦ના કોઈ ૩૦૦-૩૦૦ના, કોઈ ૩૫૦-૩૫૦ શિષ્યોના ગુરુ હતા. જ્યાં જ્યાં જતા ત્યાં ત્યાં વાદીઓને જીતતા. બધા વાદીઓ તેમનાથી ભાગતા, ગભરાતા અને શરણાગતિ સ્વીકારતા. એકબે વિદ્વાનોને બોલાવવા એ પણ જ્યાં અઘરું, ત્યાં અગ્યાર-અગ્યાર મહાવિદ્વાનોને બોલાવીને સોમિલ બ્રાહ્મણે મહાયજ્ઞનો આરંભ કર્યો હતો. તે બધા પોતાને સર્વજ્ઞ માનતા હતા. તે પોતાને મહાજ્ઞાની માની શકે તેવું નક્કર જ્ઞાન તેમની પાસે હતું. છતાં એ સર્વજ્ઞ ન હતા. પોતાને સર્વજ્ઞ માનતા હતા તે તેમનું મિથ્યાત્વ હતું. છતાં એવું એ ગાઢ તો ન જ હતું કે, નિમિત્ત મળે છતાં ન જ તૂટે. સ્વયં સર્વજ્ઞ ન હોવા છતાં સર્વજ્ઞપણાનું અભિમાન એવું હતું કે, પોતાનો સંશય શિષ્ય કે સહવર્તી વિદ્વાન ન જાણી જાય તેની તેઓ કાળજી રાખતા હતા. એ કાળમાં યજ્ઞનો ખૂબ મહિમા મનાતો. દુ:ખનાશ અને સુખપ્રાપ્તિ માટે એ Page #38 -------------------------------------------------------------------------- ________________ ૨ : સૂયગડાંગ સૂત્રનો ઉદ્ભવ : પ્રભુશ્રી મહાવીરદેવનું જીવન – 2 જમાનામાં યજ્ઞો કરાતા. તેથી જ્યારે આ યજ્ઞ આરંભાયો, ત્યારે ચારે બાજુથી માનવ મહેરામણ ઉભરાયું હતું. યજ્ઞ પ્રારંભાયો. યજ્ઞવિધિ શરૂ થઈ. આહુતિઓ અપાતી ગઈ. ધૂમ્રસેરો નીકળતી ગઈ. આખું આકાશ ભરાતું ગયું. અગ્યાર બ્રાહ્મણો અને તેમનો ૪૪૦૦નો પરિવાર એકસાથે આહુતિ આપતો હતો. સૌના મુખમાંથી એક સાથે એક લયમાં નીકળતા સ્વાહાના ધ્વનિથી દિગંત સુધીનું આખું જ વાતાવરણ ગૂંજી ઉઠ્યું હતું. વાતાવરણમાં દિવ્યતા અનુભવાતી હતી. કારણ કે, એકાએક આકાશમાંથી દેવતાઓનો સમૂહ ઊતરી રહ્યો હતો. અગ્યારેય વિદ્વાન બ્રાહ્મણોને થયું કે યજ્ઞો તો ઘણા કર્યા, જોયા. પરંતુ આવો વિધિવાળો યજ્ઞ તો આજે જ થયો કે જે દેવોને પણ ખેંચી લાવ્યો. ૧૯ -- અગ્યારે અગ્યાર બ્રાહ્મણ વિદ્વાનો એકબીજાની સામે જોઈ રહ્યા, અને સભાને ઉદ્દેશીને કહેવા લાગ્યા કે ‘જુઓ, યજ્ઞનો પ્રભાવ ! સાક્ષાત્ દેવો યજ્ઞની આહિત લેવા દોડીને આવી રહ્યા છે.' હજી તે ખુશાલી મનાવે, તેની આપ-લે કરે, તે પહેલાં જ દેવોને યજ્ઞની આહુતિ લેવાને બદલે યજ્ઞ મંડપ છોડીને આગળ જતાં જોયા. બધાનાં મોં વીલખાં પડ્યાં. ત્યાં તો સમાચાર મળ્યા કે, નગરની બહાર કોઈ સર્વજ્ઞ આવ્યા છે, જેઓની સેવા કરવા દેવો ત્યાં જઈ રહ્યા છે. 19 સર્વજ્ઞ શબ્દ સાંભળતાં જ ઈન્દ્રભૂતિને આઘાત લાગ્યો ! અમારા જેવા સર્વજ્ઞને છોડીને આ દેવો ત્યાં કેમ જાય છે ! દેવો વિબુધવર કહેવાય છે અને આ યજ્ઞમંડપમાં અપાતી આહુતિઓને છોડીને ત્યાં કેમ જાય છે ? ઈન્દ્રભૂતિ બહાર આવ્યા. લોકોને પૂછ્યું - ‘ક્યાં જઈ આવ્યા ?' લોકોએ જ્યારે જવાબ આપ્યો કે ‘સર્વજ્ઞની પાસે !' ત્યારે ઈન્દ્રભૂતિએ મશ્કરીમાં પૂછ્યું, ‘કેવો છે તે સર્વજ્ઞ ?' લોકોએ તેમના ઉપહાસની પરવા કર્યા વિના જ જે જોઈને આવ્યા હતા, તેની અભિવ્યક્તિ કરતાં કહ્યું કે ‘ગણિત પરાર્ધથી પણ ઉપર હોય, મોઢામાં હજાર જીભ હોય, તો પણ તેમના ગુણ ન ગાઈ શકાય એવા એ સર્વજ્ઞ છે’ - એમ સૌ પોતપોતાની રીતે સર્વજ્ઞ પ્રભુ વીરના ગુણ ગાઈ રહ્યા છે ! અભિમાન એ છૂપો દુશ્મન છે. એને વશ પડેલા ઈન્દ્રભૂતિથી હવે રહેવાતું નથી. એમ થયું છે કે, હમણાં જાઉં અને આ કહેવાતા સર્વજ્ઞને પરાભવ પમાડીને મારી સર્વજ્ઞ તરીકેની પ્રસ્થાપના કરું. જ્યારે તેમણે જવાની તૈયારી કરી ત્યારે તેમના નાના ભાઈ અગ્નિભૂતિએ Page #39 -------------------------------------------------------------------------- ________________ ૨૦ આગમ જાણો ! કહ્યું કે, ‘મોટા ભાઈ ! રહેવા દો ! આપને જવાની જરૂ૨ નથી, હું જાઉં છું અને તેને પરાભવ પમાડીને આવું છું ! તણખલું તોડવા શું ઐરાવણ હાથીએ જવાનું હોય ?,’ ત્યારે ઈન્દ્રભૂતિએ કહ્યું કે, ‘ભાઈ, તારે પણ જવાની જરૂ૨ નથી. તેને જીતવા માટે તો મારો નાનો એક શિષ્ય પણ પર્યાપ્ત છે. આ તો સર્વજ્ઞ સાંભળ્યો, એટલે મારાથી રહેવાતું નથી ! ૧ - માર્ગમાં કેટકેટલી કલ્પનાઓ કરી, પણ જ્યારે નજીક ગયા ત્યારે તેમનું અભિમાન ઓગળવા લાગ્યું, અહંકારના મિનારા તૂટવા લાગ્યા. એમને થયું કે, જીંદગીમાં ક્યાંય આવું સમવસરણ જોયું નથી. 20 સમવસરણ જોયું ને આભા જ બની ગયા. પૂર્વ દિશાના દ્વારે પહોંચ્યા અને જ્યાં પહેલું પગથીયું ચઢ્યા, ત્યાં પરમાત્માનાં દર્શન થયાં. લાગ્યું કે, આ કોઈ સામાન્ય માનવી નથી. કોઈ ઈશ્વરી તત્ત્વ છે. શું આ બ્રહ્મા હોઈ શકે ! બ્રહ્મા તો ઘરડા છે, આ તો યુવાન છે ! તો શું આ વિષ્ણુ હોઈ શકે ! ના, એ તો કાળા છે ને આ સુવર્ણવર્ણના છે ! તો શું આ મહેશ હોઈ શકે ? ના, તે પણ નથી. એ તો ભભૂતિવાળા છે. આ તો કાંતિવાળા છે ! તો શું મેરુ હોઈ શકે ? ના, એ તો કઠોર છે. આ તો માખણથી પણ કોમળ લાગે છે ! તેમણે પોતાના બધા જ ઈષ્ટદેવને યાદ કર્યા. પણ બધામાં કોઈકને કોઈક દૂષણ તો હતું જ. આ તો સંપૂર્ણ દૂષણ વગરના હતા. ભલે તે અન્યદર્શની હતા, તેમણે જૈનદર્શનનું અધ્યયન પણ કરેલું, જૈન દર્શનમાં જાણ્યું હતું કે, ૨૩ તીર્થંકર થઈ ગયા છે અને હવે ૨૪મા તીર્થંકર વર્ધમાન મહાવીર થવાના છે ! આ એ જ હશે ? એવો એમને સંદેહ થયો. તમે જીંદગી જૈન તરીકેની વીતાવી, પણ જૈન દર્શનનું અધ્યયન કર્યું છે ? જ્યારે એમને એ વાતનો ખ્યાલ હતો. તેથી એમને પશ્ચાત્તાપ થાય છે. ‘જો આ એ જ સર્વજ્ઞ હશે, તો આમને કઈ રીતે જીતવા ? મેં મૂર્ખાઈ કરી ! મેં કદાચ આ એકને ન જીત્યો હોત તો મારા યશમાં શું ખામી રહી જાત ?' પછી પોતાના ઈષ્ટદેવ શિવને ઉદ્દેશીને કહે છે. ‘હે પ્રભુ ! મારું રક્ષણ કરજો !' Page #40 -------------------------------------------------------------------------- ________________ ૨૧ – ૨ સૂયગડાંગ સૂત્રનો ઉદભવ પ્રભુશ્રી મહાવીરદેવનું જીવન -2 – 21. પાણીમાં ડૂબતો માણસ જેમ એકવાર ઉપર આવે તેમ પાછું અંદરથી અભિમાન ઉછળ્યું અને વિચાર આવ્યો કે, “જો આને જીતી લઉં, તો આખા વિશ્વમાં મને સર્વજ્ઞની ખ્યાતિ મળી જાય ! ભગવાન પાસે પહોંચવા માટે લગભગ કોઈ કિલોમિટરનું અંતર કાપવાનું હતું. આટલું અંતર કાપતાં ઘણા ઘણા વિચારોના વમળો ચાલી રહ્યાં હતાં. પણ જ્યારે તેઓ ભગવાનની નજીક પહોંચ્યા, ત્યારે ભગવાનના પાવન મુખમાંથી નિઃસરેલો મધુર ધ્વનિ તેમના કાને પડ્યો ! જાણે કાનમાં ઘી સીંચાતું હોય, અમૃત ને મધ સિંચાતું હોય, તેવો અનુભવ થયો. પરમાત્માએ કહ્યું કે, 'हे गौतमगोत्रीय इन्द्रभूते ! सुखेन आगतवानोऽसि ?' ગૌતમ ગોત્રવાળા હે ઈન્દ્રભૂતિ તું સુખેથી આવ્યો?” જ્યાં પોતાનું નામ સાંભળ્યું તો થયું કે, ઓ હો ! આ મારું નામ પણ જાણે છે ? પાછું થયું, મને તો કોણ ન જાણે ? વિશ્વપ્રસિદ્ધ એવા મને તો બધા જ જાણે. પણ જો આ મારો સંશય જાણે અને કહે તો આને સાચો સર્વજ્ઞ માનું ! આ વિચાર મનમાં ઉદ્ભવ્યો, એટલે તરત જ પ્રભુએ તેમનો સંશય કહ્યો ને તેનું સમાધાન પણ કર્યું. પ્રભુ જ ખરેખર સર્વજ્ઞ છે, હું નથી !” એવો એકરાર થઈ ગયો. જેવું અભિમાન હતું, તેનાથી વધારે સરળતા ને વિનયગુણ હતો. તરત જ પરમાત્માના ચરણે જાતનું સમર્પણ કર્યું ને પરમાત્માનું શિષ્યત્વ સ્વીકારી લીધું. તેમ ઈન્દ્રભૂતિજીએ શિષ્યત્વ સ્વીકાર્યું એટલે તેમની સાથેના ૫૦૦ શિષ્યોએ પણ પરમાત્માનું શિષ્યત્વ સ્વીકાર્યું. જે સમયે એકસાથે ૫૦૦ વ્યક્તિઓ દિક્ષાનો સ્વીકાર કરીને પ્રભુને સમર્પિત થયા હશે, તે સમયનું વાતાવરણ કેવું હશે ? અગ્નિભૂતિને જ્યારે એવા સમાચાર મળ્યા કે મારા મોટા ભાઈ એ કહેવાતા સર્વજ્ઞના શિષ્ય બની ગયા, ત્યારે એમને થયું કે, મારા મોટા ભાઈ હારે તે બને જ નહિ ! સૂર્ય પશ્ચિમમાં ઉગે પણ મોટા ભાઈ ક્યારે ય હારે નહિ ! પરંતુ અનેકના મુખેથી આ વાત સાંભળીને એમને ખાત્રી થઈ ત્યારે એમણે વિચાર્યું કે હમણાં જ જાઉં અને એ કહેવાતા સર્વજ્ઞ સાથે વાદ કરીને ભાઈને છોડાવી લાવું. Page #41 -------------------------------------------------------------------------- ________________ ૧ - આગમ જાણો ! – 22 રસ્તામાં દરેકને પૂછતા ગયા કે, “શું આ સત્ય છે કે ઈન્દ્રભૂતિજી એ કહેવાતા સર્વજ્ઞના શિષ્ય બન્યા છે ? અને બધાનો એક જ જવાબ મળે છે કે, હા, ઈન્દ્રભૂતિએ ભગવાન મહાવીરનું શિષ્યત્વ સ્વીકાર્યું છે !” ત્યારે એમને થયું કે, આ મહાધૂતારો લાગે છે. તે પણ સમવસરણમાં ગયા, એમનો પણ સંશય છેદાયો અને એમણે પણ પોતાના ૫૦૦ શિષ્યો સાથે પરમાત્માનું શિષ્યત્વ સ્વીકાર્યું ! આ સાંભળીને વાયુભૂતિ વગેરે બાકીના નવેય બ્રાહ્મણ વિદ્વાનોને થયું કે, વડીલ બંનેય બ્રાહ્મણવરોએ જેમનું શિષ્યત્વ સ્વીકાર્યું, તે ખરેખર સર્વજ્ઞ હશે જ. અમે પણ તેમની પાસે જઈ તેમનું શરણ સ્વીકારી અમારી શંકાઓનું સમાધાન મેળવીએ અને તેમનું શિષ્યત્વ સ્વીકારી અમારું આત્મકલ્યાણ સાધીએ. આમ વિચારી તે દરેક પોતપોતાના પરિવાર સાથે દીક્ષિત થયા. આ રીતે અગ્યારેય બ્રાહ્મણ શ્રેષ્ઠોએ પોતપોતાના શિષ્ય પરિવાર સાથે પ્રભુનું શિષ્યત્વ સ્વીકાર્યું. તમે વિચારો કે જ્યારે આ રીતે અગ્યાર બ્રાહ્મણ શ્રેષ્ઠો તેમના ૪૪00 શિષ્યો સાથે દીક્ષિત બન્યા હશે, ત્યારે સમવસરણનું વાતાવરણ કેવું અલૌકિક બન્યું હશે ? પરમતારક પરમાત્માની શરણાગતિનો સ્વીકાર કરતાં જ સૌનું જીવન ધન્ય બની ગયું. પ્રભુનું શિષ્યત્વ મળતાં જ તે સૌનો વિનય ગુણ પરાકાષ્ઠાએ પહોંચ્યો અને વિનયગુણ પરાકાષ્ઠાએ પહોંચતાં જ તે અગ્યારેય બ્રાહ્મણ શ્રેષ્ઠોનો જિજ્ઞાસાભાવ પણ પરાકાષ્ઠાએ પહોંચ્યો. જિજ્ઞાસામાંથી તત્ત્વજ્ઞાનની પ્રાપ્તિ : અગ્યારેય દીક્ષિત બ્રાહ્મણ શિષ્યોએ પ્રભુને જિજ્ઞાસાભાવે પૃચ્છા કરી, “મર્વ તિરં !” ભગવન્! તત્ત્વ શું છે ? ભગવાને જવાબમાં કહ્યું, ‘પવા !' બીજમંત્ર મળ્યો. બીજબુદ્ધિના સ્વામી એવા તેમણે એ ‘૩૫ત્રે વા' બીજમંત્રના આધારે સમગ્ર વિશ્વની વ્યવસ્થા જાણી લીધી. અપૂર્વ આનંદ થયો. અનુપમ તત્ત્વની પ્રાપ્તિ થઈ, છતાં એમાં કાંઈક અપૂર્ણતા લાગી. બધું ઉત્પન્ન થયા જ કરે તો વિશ્વ વ્યવસ્થા કેમ ટકે? તેથી પાછો પ્રશ્ન કર્યો ! “યવં વિં તi ?” ભગવાને કહ્યું, “વિનામે વા !' Page #42 -------------------------------------------------------------------------- ________________ ૨૩ – ૨ સૂયગડાંગ સૂત્રનો ઉદ્દભવ: પ્રભુશ્રી મહાવીરદેવનું જીવન -2 – 23 કલ્પના બહારનું સમાધાન થયું. બધું ઉત્પન્ન થાય છે અને નાશ પામે છે. બેલન્સ ટકી ગયું. છતાં હજી અપૂર્ણતા લાગી. ભગવંતને ફરી પણ પ્રશ્ન પૂછ્યો ! ‘પર્વ તિરં ?' પરમાત્માએ જવાબ આપ્યો, ‘ઘૂવે વા’ આ ઉત્તર મળતાંની સાથે સર્વાશ પ્રકાશ લાધ્યો. વિશ્વનું સંપૂર્ણ જ્ઞાન થયું. વિશ્વ સતત ઉત્પત્તિશીલ છે. વિનાશશીલ છે, તેમ ધ્રુવ પણ છે. દ્રવ્યની અપેક્ષાએ વિશ્વ અને વિશ્વવર્તી તમામ પદાર્થો ધ્રુવ છે અને પર્યાયની અપેક્ષાએ વિશ્વ અને વિશ્વના તમામ પદાર્થો ઉત્પન્ન થવાના અને નાશ પામવાના સ્વભાવવાળા છે. આ હતો ત્રિપદીરૂપ બીજમંત્ર. જેના આધારે મહાન એવા જૈનશાસનની સ્થાપના થવાની હતી. ભવ્યાત્માઓના હિતની ક્ષણઃ શાસનસ્થાપના : ત્રિપદીરૂપ બીજમંત્ર પામીને માત્ર એક જ અંતર્મુહૂર્તમાં એ અગ્યાર બ્રાહ્મણ શ્રેષ્ઠોએ સર્વાગ સંપૂર્ણ દ્વાદશાંગીની રચના કરી. જેમાં ચૌદ પૂર્વનો પણ સમાવેશ થતો હતો. આ અંતર્મુહૂર્તમાં, ૨૧,૦૦૦ વર્ષ સુધી જન્મનારા ભવ્યાત્માઓના હિતનું નિર્માણ થયું. આપણા બધાના હિતનું સર્જન થયું. વિશ્વકલ્યાણકર દ્વાદશાંગીને પ્રમાણિત કરવા જ્યારે પ્રભુ સિંહાસન ઉપરથી ઉભા થયા ત્યારે, વાતાવરણ દિવ્ય હતું. પ્રભુની સેવામાં સમગ્ર દેવસૃષ્ટિ અવતરી ચૂકી હતી, દૈવી સંગીતના સૂર ચારેય બાજુ રેલાઈ રહ્યા હતા. તો બીજી બાજુ અધ્યાત્મનો ઉજાસ સમગ્ર જીવસૃષ્ટિમાં સંજીવનીનો સંચાર કરી રહ્યો હતો. ચારે બાજુ આનંદ નિરવધિ બન્યો હતો. એ એવી અપૂર્વ, અલૌકિક ક્ષણ હતી કે, જેમાં ધર્મશાસનની સ્થાપના થવાની હતી. જેના દ્વારા ૨૧,૦૦૦ વર્ષમાં જન્મનારા ભવ્યાત્માઓનું હિત સધાવાનું હતું. પ્રભુને સિંહાસન ઉપરથી ઉભા થતા જોઈને ઈન્દ્ર પ્રભુની નિકટ આવ્યા. તેમના હાથમાં સુગંધી ચૂર્ણનો વજમયે થાળ હતો. ઈન્દ્ર પોતાનો એક હાથ ઊંચો કરીને સૌને શાંત રહેવા ઈશારો કર્યો. ઈન્દ્રનો ઈશારો થતાં જ ૧૩ કિ.મી.ના એ સમવસરણમાં સંપૂર્ણ શાંતિ છવાઈ ગઈ. આજુબાજુમાં રહેલા સૌ કોઈને અરસ-પરસના શ્વાસોચ્છવાસ પણ સંભળાય તેવી અદ્ભુત શાંતિ હતી. ત્રણ લોકના નાથ, અનંતજ્ઞાનના સાક્ષાત્ પૂંજ એવા પરમાત્માની સન્મુખ અગીયારે ય શિષ્યો નતમસ્તકે ઉભા રહ્યા. વજના થાળમાંથી પરમાત્માએ સુગંધી વાસચૂર્ણ મુઠ્ઠીમાં લીધું. અગ્યારે ગણધરોના મસ્તકે દ્રવ્ય-ગુણપર્યાયની અપેક્ષાએ Page #43 -------------------------------------------------------------------------- ________________ ૨૪ 24 - ૧ - આગમ જાણો ! તીર્થની આજ્ઞા આપવા સ્વરૂપ વાસક્ષેપ કર્યો. પાંચમા ગણધર સુધર્માસ્વામીજીને સમગ્ર શ્રમણપ્રધાન ચતુર્વિધ શ્રીસંઘના યોગ-ક્ષેમનો અધિકાર આપ્યો. વૈશાખ સુદ અગ્યારસનો આ દિવસ હતો. તેમાં જે બાર અંગની રચના થઈ, તેમાંનું પહેલું અંગ શ્રીમદ્ “આચારાંગ' સૂત્ર હતું અને બીજું અંગ શ્રીમદ્ સૂયગડાંગ' સૂત્ર હતું. જેનો આપણે આજથી પ્રારંભ કરવાનો છે. આચારાંગ સૂત્રના બે શ્રુતસ્કંધ છે. તેમાં પહેલા શ્રુતસ્કંધમાં ૯ અધ્યયનો છે. તેમાં પહેલા અધ્યયનના પહેલા ઉદ્દેશાના પહેલા સૂત્રમાં પ્રભુએ કેવી માર્મિક વાત કરી છે – “મેસિ નો સUT ભવ' જગતના મોટા ભાગના જીવોને ખ્યાલ જ નથી કે, હું કોણ છું ! ક્યાંથી આવ્યો છું? ક્યાં જવાનો છું ?' આ આચારાંગ સૂત્રમાં જીવાદિનું સ્વરૂપ, જીવના ભેદ-પ્રભેદ અને સ્વરૂપપ્રાપ્તિનો સાધનામાર્ગ બતાવેલ છે. જેનશાસનના ચાર અનુયોગો સૂયગડાંગમાં દ્રવ્યાનુયોગ : જૈનશાસનમાં ચાર અનુયોગ છે. ચરણ-કરણાનુયોગ-૧, દ્રવ્યાનુયોગ-૨, ગણિતાનુયોગ-૩ અને ધર્મકથાનુયોગ-૪. શ્રીમદ્ આચારાંગસૂત્ર એ ચરણકરણાનુયોગનું અંગ છે. તો શ્રી સૂયગડાંગસૂત્ર એ દ્રવ્યાનુયોગનું અંગ છે. વીર: પ્રથનો ઘર્મ ' આચાર પ્રથમ એટલે શ્રેષ્ઠ ધર્મ છે.' તેથી આચારાંગસૂત્રમાં મુખ્યત્વે આચારમાર્ગનું વર્ણન કર્યું છે. આમ છતાં તે આચારધર્મનું પાલન કરવાનું મન દરેકને થતું નથી. આ મન તો તેને થાય કે જેને જીવાદિ પદ્રવ્યોનો બોધ અને શ્રદ્ધા થાય. માટે જ દ્રવ્યાનુયોગ જાણવો જરૂરી છે. તે માટે જ બીજા અંગ તરીકે શ્રીમત્ સૂયગડાંગ સૂત્રની રચના કરી છે. આ મહાન અંગને સૂત્રથી ગણધર ભગવંતોએ અને અર્થથી પરમાત્માએ બતાવેલો છે. આપણને અત્યારે જે દ્વાદશાંગી પ્રાપ્ત થઈ છે, તે પાંચમા ગણધર Page #44 -------------------------------------------------------------------------- ________________ ૨૫ – ૨ સૂયગડાંગ સૂત્રનો ઉદ્ભવ: પ્રભુશ્રી મહાવીરદેવનું જીવન - 2 – 25 શ્રી સુધર્માસ્વામીજીની શબ્દ રચના સ્વરૂપે પ્રાપ્ત થઈ છે. સૂયગડાંગ અંગ એ દ્રવ્યાનુયોગને બતાવનારું સૂત્ર છે. આ સૂયગડાંગમાં બે શ્રુતસ્કંધ છે. તેમાં અનેક અધ્યયનો છે. એક-એક અધ્યયનમાં અનેક ઉદ્દેશા છે. કોઈપણ મોટો ગ્રંથ હોય, તેને જેમ પૂર્વાર્ધ અને ઉત્તરાર્ધ હોય છે, પ્રથમ ખંડ અને દ્વિતીય ખંડ હોય છે, તેમ અહીં શ્રુતસ્કંધ નામે મુખ્ય વિભાગો છે. ગ્રંથમાં જેમ પ્રકરણો હોય છે, તેમ અહીં અધ્યયનો છે. ગ્રંથમાં જેમ પેટાપ્રકરણો હોય તેમ અહીં ઉદ્દેશાઓ છે. પંચાંગીનો અપલોપ મૂળનો અપલાપ છે : આ આગમોમાં ગંભીર અર્થ ભરેલો છે. મૂળ આગમના એ મહાન અર્થને પામવા ભાષ્ય, નિર્યુક્તિ, ચૂર્ણિ અને ટીકાનો સહારો લેવો અનિવાર્ય બને છે. આ ચાર સાથેના મૂળને પંચાંગી કહેવાય છે. જો પંચાંગી આગમ ન હોય તો મૂળ આગમનો વાસ્તવિક અર્થ કોઈ રીતે પામી શકાય નહીં. મૂળ જેમ જરૂરી છે, તેમ ભાષ્ય-નિર્યુક્તિ ચૂર્ણિ ને ટીકા પણ જરૂરી છે. આપણે પંચાંગીના આરાધક છીએ. પંચાંગીનો અપલાપ કરવો એટલે જેન ધર્મનો અપલાપ છે અને એ મૂળનો પણ અપલાપ છે. કોઈપણ બાબતની ચર્ચા થાય ત્યારે આ વાત મૂળમાં ક્યાં છે ? એમ બોલવું તે પંચાંગીનો અપલાપ છે. તારક તીર્થકર ભગવંતે કહેલા અર્થનો અપલાપ છે. મૂળ સૂત્રનો અપલાપ કરવો તે ગણધર ભગવંતોની આશાતના છે અને ભાષ્ય, નિર્યુક્તિ, ચૂર્ણિ, ટીકારૂપ અર્થનો અપલાપ કરવો એ તીર્થંકર ભગવંતોની આશાતના છે. જેને તીર્થકર ભગવંતો પ્રત્યે આદર હોય તેણે ક્યારેય એકલા મૂળ આગમોનો આગ્રહ ન રાખવો જોઈએ. પરમતારક ગુરુદેવે શ્રીમદ્ આચારાંગ સૂત્રનાં વ્યાખ્યાનોમાં આ મુદ્દો સમજાવતાં સરસ વાત કરી હતી. કોઈ માણસને કેરીનો રસ ખાવો હોય તો કહે મૂળમાં ક્યાં છે ? મૂળમાંથી કાઢી બતાવો ! મૂળમાંથી તો મોટે ભાગે કડવો રસ જ મળે. મીઠો મધુરો પોષક રસ ક્યારે મળે ? મૂળ વાવો, તે વધે, ડાળાં-પાંખડાં થાય ને મહોરો લાગે, પછી કેરી આવે એ પણ પહેલાં કાચી, પછી પાકી થાય, પાકે પછી જ મીઠો મધુરો, પોષક રસ મળે. તેમ મૂળ સૂત્રમાંથી ભાષ્ય, નિર્યુક્તિ, ચૂર્ણિ અને ટીકા સુધી પહોંચીએ ત્યારે જ એનો સાચો અને પૂરો અર્થ જાણવા-માણવા મળે. Page #45 -------------------------------------------------------------------------- ________________ મહાવીર તુજ શાસન કાજે (રાગ : હે મેરે વતન કે લોગોં) મહાવીર પ્રભુ ! અમારા, શાસનના મૂલ આધારા, વંદન કરીએ પ્યારા, ભરી હૈયે ભાવ અપારા. આ જગનાં દુઃખો હરવાં, જીવનને સુખથી ભરવા, તીર્થંકર નામ નિકાશ્યું, ગુણ પ્રગટાવ્યા તેં ગરવા, તારી કરુણાની સરિતા, ખળખળ વહી જ્ઞાનની ગીતા. વં. ૧ તારી પાટે જે આવ્યા, સુધર્મ-જંબૂ ગણરાયા, હરિ-હેમ-હીર સૂરિરાયા, શ્રી યશોવિજય ઉવજ્ઝાયા, આ વહેણને વહેતું રાખ્યું, નિર્ભેળ અમે સહુ ચાખ્યું. વં. ૨ આ વહેણ જો નિર્મળ રહેશે, શાસન જયવંતુ થાશે, આ વહેણમાં ભેળ જો ભળશે, આલંબન ડૂબી જશે, કર કરુણા તું પ્રભુ આજે, શાસન જગતમાં ગાજે. વં. ૩ સન્માર્ગના સંરક્ષક જે, શ્રી રામચંદ્રસૂરિ મોટા, જેણે એક જ નાદ ગજવ્યો, વિષય-કષાય છે ખોટા, સુખ ભૂંડું કહીને ત્યાગ્યું, દુ:ખ રુડું કહી અપનાવ્યું. વં. ૪ પાલીતાણા શુભ નગરી, આ દેવલોકશી છાજે, નિશ્રામાં ચૌદ સૂરિજી, સુરગંગા સમી બિરાજે, ચાલો સહુ સ્નાન કરીએ, મન કેરો મેલ હરીએ. વં. પ સહુ જીવના મંગળ કાજે, સૂયગડાંગ સુણાવો આજે, શાસનદેવો સહુ આવી, શ્રુત જય કરો એક અવાજે, બંધનમાલા હરો કાળી, ગુણ-કીર્તિ દો નિરાળી. વં. ઙ Page #46 -------------------------------------------------------------------------- ________________ ૩ - આવાટાંગ આત્મસિદ્ધિનો મહાગ્રંથ છે ! 3 | - વિ. સં. ૨૦૫૮, અષાઢ વદ-૪, રવિવાર, તા. ૨૮-૭-૦૨, સાચોરી ભવન, પાલીતાણા • આચારાંગ અને સૂયગડાંગનો સંબંધ : - સૂયગડાંગની રચના શા માટે ? વિષયઃ આત્માની વિવિધતા શાથી? શ્રી સૂયગડાંગ સૂત્ર આગમનું વર્ણન કરતાં પહેલાં એનો પ્રથમ આગમ સૂત્ર શ્રી આચારાંગજી સાથેનો સંબંધ બતાવવો જરૂરી થઈ જાય છે. આ નાનકડા પ્રવચનમાં ખૂબ જ ટુંકાણમાં છતાંય સ્પષ્ટ શબ્દોમાં પ્રવચનકારશ્રીજીએ આ સંબંધ બતાવી આપ્યો છે. એમણે અહીં જણાવ્યું છે કે શ્રી આચારાંગજીમાં આત્માની સિદ્ધિ એટલે આત્મચેતવ્યનો ધબકાર સિદ્ધ કરી આપ્યો છે તો સૂયગડાંગજી સૂત્રમાં આત્મામાં દેખાતી વિવિધતા કયા કારણે છે? - તેનું મૂળ શોધી બતાવ્યું છે. એ મૂળ છે જીવોનાં પોતપોતાનાં વિધવિધ કર્યો. કર્મરૂપી બંધનને ઓળખીને તોડવા માટે જ શ્રી સૂયગડાંગજી સૂત્રની સંરચના થઈ છે. પ્રવચનનું પ્રતિબિંબ * જૈનાગમોમાં પરસ્પરના સંબંધ વગરનું કશું જ હોતું નથી. જે પણ કહેવાયું છે કે કહેવાય છે, તે બધું જ કોઈને કોઈ અપેક્ષાએ એક-બીજા સાથે સંબંધિત હોય છે. * જો આત્માને કર્મનાં બંધન વળગ્યાં ન હોત તો વિષમતાઓ ન હોત. Page #47 -------------------------------------------------------------------------- ________________ પ્રવચન–સ્રોત ‘યુન્તિ તિવ્રુટ્ટિકા, બંધળું પરિનાળિયા વિમા, બંધળ વીરો, જિ વા નાળ સિદ્ધૃક્ !' ‘શ્રી સુધર્માસ્વામી : બોધ પામ ! બંધનને ચારે બાજુથી જાણ ! બંધનને તોડી નાંખ ! શ્રી જંબૂસ્વામી : પ્રભુ વીરે કોને બંધન કહ્યું છે, શું જાણીને એને તોડી શકાય છે ?' Page #48 -------------------------------------------------------------------------- ________________ ૩: આચારાંગ આત્મક્ષિદ્ધિ નો મહાગ્રંથ છે અનંત ઉપકારી ચરમતીર્થપતિ શ્રમણ ભગવાન શ્રી મહાવીર પરમાત્માના શાસનના પરમાર્થને પામેલા પંચમ ગણધર શ્રી સુધર્માસ્વામીજી મહારાજાએ સર્વ પ્રથમ શ્રી આચારાંગસૂત્રની રચના કરી, બીજા નંબરે સૂયગડાંગ નામનાં મહાન આગમ ગ્રંથની રચના કરી છે. આ બન્નેયનો એક-બીજા સાથે સંબંધ શું એની પણ આજે આપણે વિચારણા કરવી છે. જૈનશાસનની અને જૈનશાસનને વરેલા મહાન જૈનાચાર્યોની એ વિશિષ્ટ પ્રણાલિકા છે કે તેઓ કોઈપણ એક અંગનો તેના પછીના અંગ સાથે, કોઈપણ એક શ્રુતસ્કંધનો તેના પછીના શ્રુતસ્કંધ સાથે, કોઈપણ એક અધ્યયનનો, તેના પછીના અધ્યયન સાથે, કોઈપણ એક ઉદ્દેશાનો, તેના પછીના ઉદ્દેશા સાથે અને કોઈપણ એક સૂત્રનો તેના પછીના સૂત્ર સાથે સંબંધ શું છે ? તેની સ્પષ્ટતા નિર્યુક્તિ, ભાષ્ય, ચૂર્ણિ કે ટીકા વગેરે વ્યાખ્યા ગ્રંથોમાં કરતા હોય છે. જેનાગોમાં પરસ્પરના સંબંધ વગરનું કશું જ હોતું નથી. જે પણ કહેવાયું છે કે કહેવાય છે કે જે પણ કહેવાશે, તે બધું જ કોઈને કોઈ અપેક્ષાએ એકબીજા સાથે સંબંધિત હોય છે. આ સંબંધને વ્યાખ્યામાં સરસ રીતે રજૂ કરવામાં આવે છે. મનમાં આવે ને રજૂ કરાય તેવું અહીં હોતું નથી. જેમ એક-એક શ્રુતસ્કંધો, એક-એક અધ્યયનો, એક-એક ઉદ્દેશાઓ અને એક એક આલાવાઓ-સૂત્રોના ચોક્કસ સંબંધ હોય છે; તેમ શ્રીમદ્ આચારાંગ સૂત્ર અને શ્રીમતું સૂયગડાંગ સૂત્રની વચ્ચે પણ ચોક્કસ સંબંધ છે. શ્રી આચારાંગસૂત્રમાં સૌથી પહેલાં જીવતત્ત્વની-આત્મતત્ત્વની સિદ્ધિ કરી છે. તે માટે અનેક તર્કો આપ્યા છે. ત્યારબાદ તે જીવત્વ ક્યાં ક્યાં ધબકે છે ? Page #49 -------------------------------------------------------------------------- ________________ ૩૦ - ૧ – આગમ જાણો ! - 30 પૃથ્વીમાં, પાણીમાં, અગ્નિમાં-વાયુમાં, વનસ્પતિમાં. ત્યારબાદ ત્રસકાય તરીકે બેઈન્દ્રિયમાં, ઈન્દ્રિયમાં, ચઉરિન્દ્રિયમાં અને પંચેન્દ્રિયમાં. એ પંચેન્દ્રિયમાં પણ દેવમાં, નારકમાં, તિર્યંચમાં અને મનુષ્યમાં. આ છએ જીવનિકાયમાં જીવત્વ કેવું ધબકતું છે, તેની કેવી ચેતના છે, તેની કેવી સંવેદનાઓ છે, તે વાત સુંદર રીતે ત્યાં બતાવી છે અને તે આત્મતત્ત્વને પ્રગટ કરવા કેવા આચારો પાળવા કેવી સાધના કરી તે શ્રી આચારાંગસૂત્રમાં બતાવ્યું છે. છએ જીવનિકાયના જીવો આત્મારૂપે સરખા હોવા છતાં તેમાં વૈવિધ્ય શા માટે ? કોઈને એક ઈન્દ્રિય મળી, કોઈને બે ઈન્દ્રિય મળી, કોઈને ત્રણ ઈન્દ્રિય મળી, કોઈને ચાર ઈન્દ્રિય મળી અને કોઈને પાંચ ઈન્દ્રિય મળી, પંચેન્દ્રિયમાં પણ કોઈ દેવ - કોઈ મનુષ્ય - કોઈ નારક અને કોઈ તિર્યંચ એમ બધા જુદા જુદા એવું કેમ ? અહીં જેટલા માણસો છે, તેમાં પણ બધાના ચહેરા જુદા-જુદા, કોઈનો ચહેરો એકસરખો જોવા ન મળે, તેમાં ય દરેકની આંખ પણ એકસરખી જોવા ન મળે. નાક પણ એકસરખું જોવા ન મળે. અરે ! હાથ પણ સરખા જોવા ન મળે. બધું જુદું-જુદું. આ વૈવિધ્યનું કારણ શું? દરેકનો સ્વભાવ, તાસીર, ઉછેર આદિમાં પણ ફેરફાર કેમ ? તેનું કારણ શું ? એનો જવાબ શ્રી સૂયગડાંગસૂત્રમાં આપવામાં આવ્યો છે. જો આત્માને કર્મનાં બંધન વળગ્યાં ન હોત તો આ બધી વિષમતાઓ ન હોત. આ કર્મનાં બંધનો, એ કર્મબંધનનાં કારણો અને એને પ્રોત્સાહન આપનારા મિથ્યામતો-મિથ્યદર્શનોની વાતો કરીને તેનાથી બચવાના માર્ગો આ આગમોમાં વર્ણવ્યા છે. કર્મનાં બંધનો આપણને અનાદિકાળથી વળગેલાં છે. તેનાથી જ બધા આત્માઓ એકરૂપ હોવા છતાં વૈવિધ્યતા પામ્યા છે. તે વૈવિધ્યતા કઈ રીતે દૂર કરવી, સહજ એકરૂપતા કેમ પામવી, તે કર્મોને કેવી રીતે ઓળખવાં, કેવી રીતે તોડવાં. તે કર્મરૂપ બંધનને લગતી બધી વાતો સમજાવવા શ્રી સૂયગડાંગસૂત્રની રચના કરી છે. તેમાં બતાવેલા પદાર્થોને વિગતવાર જોવાના છે. આ મહાન આગમ ગ્રંથના પ્રકાશે આપણે ક્રમશઃ એ બધી વાતો જોઈશું, વિચારશું અને આત્મવિકાસની દિશામાં આગળ વધશું. (આજે વાચનનો ત્રીજો સળંગ દિવસ હોઈ, રવિવારીય અન્ય વિષયક પ્રવચન હોવા છતાં મંગળરૂપે આટલું પ્રવચન કરાયું હતું.) Page #50 -------------------------------------------------------------------------- ________________ ૪ – આગમના અધ્યયન માટે લાયક કોણ? 4 - વિ. સં. ૨૦૫૮, અષાઢ વદ-૫, સોમવાર, તા. ૨૯-૭-૦૨, સાચોરી ભવન, પાલીતાણા - - વસ્તુનો મર્મ સમજવો હોય તો આગમ પંચાંગી • તીર્થંકરો અને ગણધરોનો મહાન ઉપકાર : અનિવાર્ય છે : - અધ્યયનની લાયકાતના આઠ મુદ્દા - જેનું જીવન મંગળરૂપ તે જગત માટે મંગળરૂપઃ, બહેનો ધારે તો ઉત્કૃષ્ટ ગુરુભક્તિ કરી શકે ? • જેટલી લાયકાત, તેટલો વિકાસ વિષય: અધ્યયનની યોગ્યતાની આઠ બાબતો. મૂળ સૂત્રમાં તો માત્ર વસ્તુનું સૂચન જ હોય છે. એનો વિસ્તારાર્થ અને રહસ્યાર્થ તો નિયુક્તિ, ચૂણિ, ભાષ્ય અને ટીકાનું ગુરુગમથી અધ્યયન કરીએ તો જપમાય. અહીં નિર્યુક્તિ આદિમાં કઈ કઈ શૈલીથી મૂળ સૂત્રના રહસ્યાર્થો ખોલવામાં આવે છે, તેની ચાવી બતાવવામાં આવી છે. ત્યારબાદ એ દરેક અંગોના મંગલાચરણોનું સ્વરૂપ, ઉદ્દેશ અને તેની શબ્દ સંરચના સમજાવી સૂત્રાર્થનું અધ્યયન કરવા માટે જરૂરી આઠ બાબતોને વિસ્તૃત રીતે સમજાવવામાં આવી છે. એમાં આલોચના અંગે સુંદર સ્પષ્ટતા કરી છે તો વળી ગુરુભક્તિને દર્શાવતો જગદ્ગુરુશ્રી હીરસૂરીશ્વરજી મહારાજાના વખતે બનેલો એક પ્રસંગ ભાવાત્મક રીતે વર્ણવ્યો છે. અંતે સાધના માટે દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવની અનિવાર્યતા કઈ રીતે છે? તે જણાવી પ્રવચન પૂર્ણ કર્યું છે. પ્રવચનનું પ્રતિબિંબ * મંગળ તો જ થાય જેણે પોતાનું જીવન મંગળરૂપ કર્યું હોય. * ભગવાન પોતે તો ભગવાન છે જ. ભગવાન સંબંધિ વસ્તુઓ પણ અપેક્ષાએ ભગવાન બને છે. * જે પાપ જે ભાવે - જે સ્વરૂપે - જે માત્રાએ થયું હોય, તેનો તે રીતે ગુરુ પાસે જઈ એકરાર કરવો જોઈએ. * શિષ્ય ગુરુને અનુસરે એમાં શિષ્યનું કલ્યાણ છે અને ગુરુએ જો શિષ્યને અનુસરવું પડે તો એમાં બેયનું અકલ્યાણ છે. Page #51 -------------------------------------------------------------------------- ________________ પ્રવચન-સ્ત્રોત 'बुझिज तिउट्टिजा, बंधणं परिजाणिया। किमाह बंधणं वीरो, किं वा जाणं तिउट्टइ ।।१।।' શ્રી સુધર્માસ્વામી : બોધ પામ ! બંધનને ચારે બાજુથી જાણ ! બંધનને તોડી નાંખ! શ્રી જંબુસ્વામી : પ્રભુ વીરે કોને બંધન કર્યું છે, શું જાણીને એને તોડી શકાય છે ?' 'तित्थयरे य जिणवरे सुत्तकरे गणहरे य णमिऊणं । सूयगडस्स भगवओ 'णिज्जुत्ति' कित्तइस्सामि ।।' જિનેશ્વર, તીર્થકરો અને સૂત્રને કરનારા ગણધરોને નમસ્કાર કરીને ભગવાન એવા સૂયગડાંગતી નિયુક્તિનું હું કીર્તન કરીશ.' Page #52 -------------------------------------------------------------------------- ________________ ૪ઃ આગમના અધ્યયન માટે લાયક કોણ? અનંત ઉપકારી, ચરમતીર્થપતિ, શ્રમણ ભગવાન શ્રી મહાવીર પરમાત્માના શાસનના પરમાર્થને પામેલા પંચમ ગણધરશ્રી સુધર્માસ્વામીજી મહારાજાએ પરમતારક પરમાત્માના પાવન મુખેથી ત્રિપદીને પ્રાપ્ત કરીને બાકીના દશ ગણધર ભગવંતોની જેમ દ્વાદશાંગીની રચના કરી છે. તે પૈકીનું બીજું અંગ આગમ; જેને સૂત્રકૃતાંગ સૂત્ર તરીકે ઓળખવામાં આવે છે, તેનાં વાસ્તવિક રહસ્યોને સમજવા-પામવા અને તે રહસ્યોને પામીને જીવનમાં આરાધવા માટે ચૌદ પૂર્વને ધરનારા પૂ. આ. ભ. શ્રી ભદ્રબાહુસ્વામીજી મહારાજે નિર્યુક્તિ ગ્રંથની રચના કરી છે. તે જ રીતે પૂર્વાચાર્યોએ એના પર જેમ ચૂર્ણિ ગ્રંથની રચના કરી છે, તેમ ભાષ્ય ને ટીકા પણ રચેલ છે. શ્રુતકેવલી શ્રી સુધર્માસ્વામીજી મહારાજાએ રચેલું આગમ: તેને આપણે મૂળ તરીકે ઓળખીએ છીએ. તેના ઉપર ભાષ્ય-નિર્યુક્તિ-ચૂર્ણિ ને ટીકા એ મળીને ચાર અંગો બનેલા છે અને તે બધા મળીને આગમ-પંચાંગી બને છે, એ વાત આપણે જોઈ ગયા. વસ્તુનો મર્મ સમજવો હોય તો આગમ પંચાંગી અનિવાર્ય છે : નિર્યુક્તિ'માં મૂળ આગમના એક એક શબ્દની ઊંડામાં ઊંડી પદચ્છેદ વ્યાખ્યા બતાવેલી હોય છે. આપણે ખાલી “સૂત્રકૃતાંગ” એમ બોલીએ એટલે એમાં આવતા “સૂત્ર” શબ્દની કેટકેટલી વ્યાખ્યા થઈ શકે ? “કૃત” શબ્દની કેટકેટલી વ્યાખ્યા થઈ શકે ? અને “અંગ” શબ્દની કેટકેટલી વ્યાખ્યા થઈ શકે ? એ બતાવી તે આગમમાં આવેલા તમામ શબ્દોની વ્યાખ્યા એ નિયુક્તિ ગ્રંથમાં કરવામાં આવતી હોય છે. તેનાં મહત્ત્વનાં સ્થાનો ખોલવા પૂર્વાચાર્યો દ્વારા ભાષ્ય ગ્રંથો રચાય છે. આ ભાષ્ય અને નિર્યુક્તિ, બંને ગાથા સ્વરૂપે હોય છે. Page #53 -------------------------------------------------------------------------- ________________ ૧ આગમ જાણો ! તેનાં ઉપર ચૂર્ણિ હોય છે. તે ચૂર્ણિ ‘મૂળ-નિર્યુક્તિ અને ભાષ્ય' તે ત્રણે ઉપ૨ હોઈ શકે છે. ‘ચૂર્ણિ’નો મતલબ સૂત્રના અર્થને ચૂર્ણ જેવું છૂટું - પાવડર જેવું બનાવી આપે. ગાથામાં જે ગોળીરૂપે હોય, જે ગળે ન ઉતરે, તેને પાવડર બનાવે. જેથી તરત ગળે ઉતરી જાય. તે ચૂર્ણિ - સંસ્કૃત-પ્રાકૃત મિશ્રભાષામાં હોય છે. ન તેને સંસ્કૃત કહી શકો કે ન તેને પ્રાકૃત કહી શકો. મિશ્રભાષા હોય છે. ૩૪ તેને વિગતવાર સમજાવવા સંસ્કૃતમાં વિસ્તૃત વિવેચન હોય, તેને ‘ટીકા’ કહેવાય છે. આ પાંચે અંગને પંચાંગી કહેવાય છે. આ પાંચે અંગને આંખ સામે રાખીને તત્ત્વ કે પદાર્થને સમજવા પ્રયત્ન કરીએ ત્યારે જ એ કથનનો વાસ્તવિક મર્મ આપણે પામી શકીએ છીએ. 34 જેનું જીવન મંગળરૂપ તે જગત માટે મંગળરૂપ : એ નિર્યુક્તિની રચના કરતાં શ્રી ભદ્રબાહુસ્વામીજી મહારાજાએ તેમાં મંગળાચરણ કર્યું છે. મંગળાચરણમાં જે પોતાનાં ઈષ્ટદેવ હોય, આરાધ્ય દેવ હોય તેમને નમસ્કાર કરવામાં આવે છે તેમજ - વંદન-ધ્યાન -પ્રણિધાન, કે શરણ સ્વીકરવામાં આવે છે. તે નમસ્કારાદિ મંગળને કરનારાં છે. મંગળની એ તાકાત છે કે, કોઈપણ વિઘ્ન આવતું હોય તો તે તેનો નાશ કરે છે. મને-તમને-આપણને ખબર હોવી જોઈએ કે, આપણે જન્મ-જન્માંતરનાં અનેક કર્મો લઈને આવીએ છીએ. તેને તોડવા તમે-અમે જે સાધના કરીએ તે પછી જ્ઞાનની આરાધના હોય, દર્શનની આરાધના હોય, ચારિત્રની આરાધના હોય, કે તપની સાધના હોય; તેમાં અવરોધ ઉભો થઈ શકે છે. મોટા ભાગનાં સાધકો સાપાયયોગી હોય છે. બે પ્રકારના યોગીઓ હોય છે. એક સાપાયયોગી અને એક નિરપાયયોગી. યોગી એટલે મોક્ષમાર્ગરૂપ યોગની આરાધના કરનારા. સાધના શરૂ કર્યા પછી જેને નાનાં-મોટાં અનેક અપાયઇંવિઘ્નો આવે, તેનાથી સાધનામાં ચડાવ-ઉતાર આવે તેને સાપાયયોગી કહેવાય છે અને જેણે સાધના ચાલુ કરી ને સીધે-સીધી પાર ઉતરે, એક પણ વિઘ્ન ન આવે, તેને નિરપાયયોગી કહેવાય છે. જગતનાં મોટા ભાગનાં જીવો સાપાયયોગી હોય છે. બહુ થોડા જીવો નિ૨પાયયોગી હોય છે. Page #54 -------------------------------------------------------------------------- ________________ ૩પ – ૪ આગમના અધ્યયન માટે લાયક કોણ?-4 - 35 ગ્રંથની રચના કરવી, અધ્યયન કરવું, તેને જીવનમાં જાણવું તે પણ એક પ્રકારની સાધના છે. તે સાધના કરતાં વિઘ્ન ન આવે એ માટે, કદાચ વિઘ્ન આવી જ જાય તો તે વિઘ્નનાં નિવારણ માટે, સાધનાને અખંડ રાખવા માટે, મુક્તિ મેળવવા માટે શિષ્ટ-પુરુષો મંગળ કરતા હોય છે. તે શિષ્ટ-પુરુષોની પરંપરાને અનુસરી મંગળ કરવું અનિવાર્ય છે. મંગળ તો જ થાય જેણે પોતાનું જીવન મંગળરૂપ કર્યું હોય. જેનામાં જગતનું મંગળ કરવાની તાકાત હોય, તેની પૂજા, તેની વંદના, તેની સ્તવના, તેનું ધ્યાન, તેનું પ્રણિધાન કરાય તો મંગળ થાય. મંગળની તાકાત એવી છે કે, વિપ્ન ન આવવા દે અને આવી જાય તો વિદ્ધને દૂર કરી સાધકને આગળ લઈ જાય. મંગળ તાકાતવાળું જોઈએ. તેને તાકાતવાળું બનાવવા બે વાત જોઈએ. ૧મંગળભૂત વસ્તુ પોતે મંગળરૂપ હોવી જોઈએ અને ર-મંગળ કરનારનું હૈયું પવિત્ર-ભાવનાવાળું - શુદ્ધ ભાવોવાળું હોવું જોઈએ. શ્રી ભદ્રબાહુસ્વામીજી મહારાજા, ચૌદ પૂર્વને ધરનારા, છટ્ઠ-સાતમે ગુણસ્થાનકે રમણ કરનારા, નિયમા સમકિતી અને સર્વાફરસન્નિપાતી હતા. એ છદ્મસ્થ હોવા છતાં કેવળજ્ઞાની ભગવંત જેવી પ્રરૂપણા કરે તેવી જ પ્રરૂપણા શ્રુતજ્ઞાનના બળે કરી શકનારા હતા. દુનિયાની કોઈ પણ વિદ્યાશાખા, મંત્રશાખા એમનાથી અજાણ ન હતી અને આવા માતૃકાસિદ્ધ મહાત્મા જ્યારે મંગળ કરતા હોય તો તે મંગળ કેવું હોય ? તેનામાં તાકાત કેવી હોય ? એનાં કારણે તો આ ગ્રંથ પરિપૂર્ણ થયો અને આજે આપણા સુધી પહોંચ્યો છે. તીર્થકરો અને ગણધરોનો મહાન ઉપકારઃ એ મંગળ કરતાં તેઓશ્રીમદ્ કહી રહ્યા છે કે, “સુત્તરે મદરે ક ામિન ' સૂત્રકૃતાંગનો અર્થ કહેનારા જિતને હું વંદન-નમસ્કાર કરીને.” જિન તો ઘણાંને કહેવાય છે. અવધિજ્ઞાની-મન:પર્યવજ્ઞાની-ચૌદપૂર્વી, સામાન્ય કેવળી તે પણ અપેક્ષાએ જિન જ છે. પણ અહીં વિશેષ પ્રકારે તીર્થંકર જિનને વંદન કરું છું, એમ કહે છે. કારણ કે દ્વાદશાંગીનું મૂળ એ છે. શ્રી આચારાંગ, સૂયગડાંગ, ઠાણાંગ, સમવાયાંગ, ભગવતી, જ્ઞાતાધર્મકથા, Page #55 -------------------------------------------------------------------------- ________________ આગમ જાણો ! ઉપાસક દશાંગ, અંતગડદશાંગ, અનુત્તરોવવાઈ દશાંગ, વિપાકસૂત્ર, પ્રશ્નવ્યાકરણ અને દૃષ્ટિવાદ આ અંગ આગમો ક્યાંથી આવ્યા ? પરમાત્મા પાસેથી જ. પરંતુ તેની સૂત્રરૂપે રચના જો કોઈએ કરી હોય તો તે શ્રી ગણધર ભગવંતોએ. એટલે બીજા નંબરે ‘સૂત્રને કરનારા ગણધર ભગવંતોને નમસ્કાર કરીને' એમ કહે છે. ૩૭ ૧ - લૌકિક આ વાત છે. તમે સાંભળી હશે. આમાં કાંઈ તથ્ય નથી, પણ લોકોત્તર વાતને સમજાવવા જરૂરી છે. લોકમાં કહેવાય છે કે, ગંગા નદી એ સ્વર્ગની ગંગા છે. તે સ્વર્ગમાં જ વહેતી હતી. તેનો પ્રવાહ એટલો બધો હતો કે, તેનું ધરતી પર અવતરણ કરવું કઈ રીતે ? તેના વેગને ધરવાની કોઈની તાકાત ન હતી, તે માટે શંકરે જટામાં ધારણ કરી, પછી સહજતાથી ધરતી ઉપર વહેતી મૂકી. આ લૌકિક વાત છે. તેમાં સત્યનો અંશ નથી, છતાં મારે જે સત્ય સમજાવવું છે, તે માટે ઉપયોગી રૂપક છે, એટલે આ વાત રજૂ કરી છે. પરમાત્માના શ્રુતવા૨સારૂપ ગંગાને જી૨વવાની બીજા કોઈની તાકાત ન હતી. તે ગણધર ભગવંતોએ પોતાની મેધા ને પ્રજ્ઞા રૂપી જટામાં ઝીલીને, સૂત્રરૂપે સરળ કરીને વહેતી કરી અને એને તે પછી આપણા પૂર્વાચાર્યોએ આપણા સુધી પહોંચતી કરી. 36 તમે પક્ષીનું જીવન જોયું નથી ! એને સ્તનપાન કરવાનું હોતું નથી, દૂધ પીવડાવવું શક્ય નથી. પક્ષીમા બાળકનું ઘડતર કેવી રીતે કરે ? પક્ષીની મા દાણો ચણી આવે, પોતાની ચાંચ દ્વારા પોચો, પેસ્ટ જેવો બનાવી, લીક્વીડ ફોર્મમાં કરી બચ્ચાના પહોળા થયેલા મોંમાં મૂકે. તેવી જ રીતે આપણા પૂર્વાચાર્ય ભગવંતો તેમજ, પરમતારક ગુરુદેવે જૈનશાસનના આગમ તત્ત્વોને પોતાની મેધારૂપી ચાંચ વડે સરળ બનાવીને, અઘરામાં અઘરા તત્ત્વોને સરળ બનાવી પીરસ્યાં છે. એ એમનો ઉપકાર છે. શ્રી જિનેશ્વર એવા તીર્થંકરોને તેમજ સૂત્રને કરના૨ા ગણધરોને નમસ્કાર કરીને ભગવાન સૂત્રકૃતાંગની નિયુક્તિ કહીશ, તેમ નિર્યુક્તિકારશ્રીજી કહે છે. વાક્ય પ્રયોગ તો જુઓ ! બહુમાનનો ભાવ કેવો છે ? 'सूयगडस्स भगवओ णिज्जुतिं कित्तइस्सामि ।' ‘ભગવાન એવા સૂત્રકૃતાંગની નિર્યુક્તિનું હું કીર્તન કરીશ.' એમ કહે છે. Page #56 -------------------------------------------------------------------------- ________________ ૪ : આગમના અધ્યયન માટે લાયક કોણ ? – 4 ભગવાનના આગમો માટે પણ ભગવાન વિશેષણ ! દેવવંદન-પ્રતિક્રમણમાં પુખ્ખરવરદીવà૦ સૂત્ર બોલ્યા બાદ શ્રુતજ્ઞાનની આરાધના માટે કાયોત્સર્ગ કરાય છે. ત્યારે પણ ‘સુયસ્સ ભગવઓ’ બોલાય છે ને ? શ્રુતજ્ઞાનને પણ ભગવાન તરીકે સંબોધેલ છે. તેમ અહીં સૂયગડાંગ સૂત્રને માટે પણ ‘ભગવાન’ વિશેષણ વાપરેલ છે. ૩૭ - ભગવાન પોતે તો ભગવાન છે જ. ભગવાન સંબંધિ વસ્તુઓ પણ અપેક્ષાએ ભગવાન બને છે. GAR પૂર્વેના શ્રાવકો આગમોનું શ્રવણ કરીને આવતા ને પછી બોલતા, ‘અમે શ્રી ભગવતીજી સાંભળ્યું, શ્રી ઠાણાંગજી સાંભળ્યું.’ એમ સૂત્રની પૂર્વે ‘શ્રી’ અને પાછળ ‘જી' લગાડીને ભક્તિભાવ, આદર સૂચવાતો હતો. અધ્યયનની લાયકાતના આઠ મુદ્દા : આ સૂત્રકૃતાંગને વાંચવાના, ભણવાના અધિકારી કોણ ? તેને સાંભળવાના અધિકારી કોણ ? એનો ખ્યાલ આપું તો સમજણ કેળવવાનું મન થાય. માત્ર એમને એમ વાંચી-સાંભળી જવાથી કામ ન સરે. માત્ર સંભળાવવાનું હોય અને સાંભળી જવાનું હોય તો આશાતનાના ભાગી બનીએ. એ લાયકાતના આઠ મુદ્દા છે, આની વાચના કઈ રીતે થાય તે જણાવતાં ચૂર્ણિકાર મહર્ષિ ‘વિશેષાવશ્યક ભાષ્ય'ની ગાથા ટાંકીને જણાવે છે કે - ‘આોથળા રૂ વિળયે । એત્ત-વિસામિાદે ય જાહે હૈં । रक्ख गुणसंपया विय, 'अभिववहारे य अट्टमए || ३ || ' ‘આલોચના-૧, વિનય-૨, ક્ષેત્ર-૩, દિશા-૪, કાળ-૫, નક્ષત્ર-૬, ગુણસંપત્તિ-૭ અને આઠમો અભિવ્યવહાર.' 37 - આ રીતે વિશેષાવશ્યક ભાષ્યમાં આવશ્યક નિર્યુક્તિની ગાથા ટાંકીને જણાવ્યું છે કે જેણે - - વિ.આ.મા.. ૨૨૧૬ 1 ૧- આલોચના લીધેલ હોય, ૨ - જે વિનીત હોય, ૩ - જ્યાં તે માટેનું ક્ષેત્ર અનુકૂળ હોય, ૪ દિશા અનુકૂળ હોય, ૫ - જ્યારે તે માટેનો કાળ અનુકૂળ નક્ષત્ર અનુકૂળ હોય, ૭ - તે વ્યક્તિમાં ગુણસંપદા હોય, ૮ અને હોય, - Page #57 -------------------------------------------------------------------------- ________________ - ૧ - આગમ જાણો ! – 38 તે માટેનો અભિવ્યવહાર - શબ્દ વગેરે શુકન-સંકેત વગેરે આ આઠ વસ્તુઓ જો બરાબર હોય તો જ આ સૂત્ર પરિણામ પામે. એમને એમ વાંચી જવાથી કાંઈ ન વળે. વાંચેલું કે સાંભળેલું જો આત્મામાં પરિણામ ન પામે તો એનો કોઈ મતલબ નથી. પરમતારક ગુરુદેવ ૧૯૮૫૮માં (ઈ. સ. ૧૯૨૯૩૦)માં મુંબઈ પધાર્યા ત્યારે આચારાંગ સૂત્રના છઠ્ઠા ધૂતાધ્યયનનું વાંચન શરૂ કર્યું. મંગલાચરણનો શ્લોક લઈને કેટલાક દિવસો સુધી વ્યાખ્યાન કર્યા. ત્યારબાદ અવસર પામીને સભાને કહ્યું, જ્યાં સુધી ભવનિર્વેદ ન આવે ત્યાં સુધી તમારામાં આગમ શ્રવણની ભૂમિકા નહીં પ્રગટે ત્યાં સુધી તમને આચારાંગ સ્પર્શે નહિ, ગમે નહિ, પરિણામ પામે નહિ માટે મારે તમને પહેલા ભવનિર્વેદ કરાવવો છે. એમ કહીને આખા જયવીયરાય (પ્રાર્થના) સૂત્ર ઉપર ૧૮-૨૦ જેટલાં પ્રવચનો કરી ભૂમિકા તૈયાર કર્યા પછી જ આચારાંગ સૂત્રના મહત્તમ પદાર્થોને પીરસવાનું કામ કર્યું હતું. ૧ - નાસ્ત્રોય : આલોચનાઃ જેણે આ સૂત્ર સાંભળવું હોય, સાંભળીને આત્માનું ઉત્થાન કરવું હોય, તેણે પહેલાં પોતાની જાતને આલોચના દ્વારા વિશુદ્ધ બનાવવી જોઈએ. આલોચના દ્વારા જેણે આત્માનું શુદ્ધિકરણ નથી કર્યું, તો પરિણામ શું આવે ! જમવા માટે વાનગી સારી, પણ થાળી એંઠવાડવાળી હોય તો, પીરસો પણ કઈ રીતે અને સામેવાળો ખાય પણ કઈ રીતે ! ચારે બાજુ એંઠવાડ પડ્યો હોય તો બેસનારને બેસવું પણ ન ફાવે, ખાવું પણ ન ફાવે. એ જ રીતે આજ સુધી કરેલાં પાપોનો અંતઃકરણથી પશ્ચાત્તાપ કરી, ગુરુ પાસે એકરાર કરી ગુરુ દ્વારા અપાયેલ પ્રાયશ્ચિત્ત દ્વારા જેણે પોતાના આત્માની વિશુદ્ધિ ન કરી હોય તેને આ આગમો પરિણામ ન પામે. ગુરુ પાસે પાપોનો એકરાર કરી, તેમના દ્વારા અપાતા દંડને જીવનમાં પરિપૂર્ણ કરવો તેને આલોચના (પ્રાયશ્ચિત્ત) કહેવાય. માટે જ “વિશેષાવશ્યક ભાષ્યની વૃત્તિમાં કહ્યું કે - 'इहाभिमुख्येन गुरोरात्मदोषप्रकाशनमालोचना ।।३३९६ ।।' પ્રસ્તુત વિષયમાં ગુરુની સન્મુખ પોતાના દોષોનું પ્રકાશન કરવું તે આલોચના છે.' Page #58 -------------------------------------------------------------------------- ________________ ૪ : આગમના અધ્યયન માટે લાયક કોણ ? - 4 આ માટે ‘ગુરુતત્ત્વ વિનિશ્ચય'માં સ્પષ્ટ લખ્યું છે કે, જેનું ચિત્ત સંતપ્ત હોય, જે આત્મા મલિનભાવોથી મલિન હોય, તેને ગમે તેટલી વાતો સંભળાવવામાં આવે તો પણ તે એંઠવાડમાં પડેલા અમૃત ભોજનની જેમ પરિણામ નથી પામતી, જ્યારે આલોચના દ્વારા ભાવોની વિશુદ્ધિ થાય ત્યારે તાત્ત્વિક વાતો તાત્ત્વિક રીતે પરિણામ પામે છે, માટે ગુરુ સાક્ષીએ આલોચના કરવી જોઈએ. આપણે ત્યાં ક્રિયાની વિધિ પણ એવી જ ગોઠવી છે, બહાર જઈને આવ્યા એટલે ઈરિયાવહિ કરવી જ જોઈએ. ગમનાગમન દરમ્યાન થયેલ પાપનાં શુદ્ધિકરણ માટે જો ઈરિયાવહિ ફરજિયાત હોય તો બાકીના પાપોનું શુદ્ધિકરણ કરવા માટે આલોચના કરવી કેમ જરૂરી ન હોય ? શુદ્ધિ થયાં વિના આત્મામાં પાપો રહી ગયાં હોય તો શું આત્મવિકાસ થાય ? ૩૯ www - માટે આજ સુધીમાં થયેલ પાપોનું જેમણે પણ ગુરુ સાક્ષીએ શુદ્ધિકરણ ન કર્યું હોય, તેવા પુણ્યાત્માઓએ હૃદયથી નિખાલસ બની, સમર્પિત બની, ગુરુ સાક્ષીએ જીવનના પ્રત્યેક પાપોની આલોચના કરી લેવી જોઈએ. આલોચના કરવામાં પ્રમાદ ન ક૨વો જોઈએ. આલોચના કરવાનો ભાવ હોય, એ માટેનો પ્રયત્ન પણ આરંભ્યો હોય અને આલોચના લે એ પહેલાં જ આયુષ્ય પૂરું થવાથી જીવ મરી જાય તો પણ તે આરાધક જ થાય છે, એમ ‘સંબોધ પ્રકરણ’ ગ્રંથમાં જણાવ્યું છે. ત્યાં લખ્યું છે કે 39 'आलोयणापरिणओ, सम्मं संपठिओ गुरुसगासे । जइ अंतरा वि कालं, करिज्ज आराहगो तहवि ।। ' ‘આલોચના લેવાના ભાવવાળો ગુરુ પાસે જવા માટે સારી રીતે આગળ વધી ગયો હોય, એ જો વચ્ચે જ કાળ કરી જાય તો પણ આરાધક બને છે.’ આજે ઘણીવાર આલોચના કેવી કરાય છે ? ‘પાંચ કીડી મરી ગઈ, દશવાર આમતેમ બની ગયું,' તેમ કરો તે સાચી આલોચના નથી. પણ જે પાપ જે ભાવે - જે સ્વરૂપે – જે માત્રાએ થયું હોય, તેનો તે રીતે ગુરુ પાસે જઈ એકરાર કરવો જોઈએ – અમાયાવી બનીને બધું જ કહેવું જોઈએ, જેવા હોય તેવા ખુલ્લા થઈ, નિર્મળભાવે, બાળકની જેમ, બધું જ બન્યા મુજબ કહેવું જોઈએ. Page #59 -------------------------------------------------------------------------- ________________ ૪૦ - ૧ - આગમ જાણો ! – એ જ “સંબોધ પ્રકરણમાં પૂ. આ. શ્રી હરિભદ્રસૂરીશ્વરજી મહારાજાએ ખૂબ જ સુંદર શબ્દોમાં આ વાત રજુ કરી છે. 'जह बालो जपंतो, कजमकजं च उजुयं भणइ । તં તદ શાસ્ત્રો, માથામણમુળ જ !' જેમ બાળક બોલતાં બોલતાં કાર્ય-અનાર્ય બધું જ સરળતાથી કહે છે તેમ આલોચના કરનારે માયા અને માનનો ત્યાગ કરીને જેવું બન્યું હોય તેવું ગુરુ આગળ પ્રકાશવું જોઈએ.' પછી ગુરુભગવંત જે રીતે પ્રાયશ્ચિત્ત આપે તેને તે જ સ્વરૂપે કરવું જોઈએ. જો આમ થાય તો જ પાપની શુદ્ધિ થાય. ગુરુભગવંત ૨૦૦ બિયાસણી કરવાનું કહે અને તમે વિચારો કે રપ-ઉપવાસ કરીને વાળી દઉં, તો ગુરુભગવંતની રજા વિના તેમ કરવું ઉચિત નથી. કારણ કે, તમે ૨૦૦ દિવસ માટે બંધાયેલા રહો. તે માટે જો ગુરુ ભગવંતે ૨૦૦ બિયાસણાં આપ્યાં હોય અને તમે ઉપવાસ કરીને ૨૫ દિવસ પછી છૂટી જાઓ. બાકીના ૧૭૫ દિવસ છૂટા રહી, રાત્રિભોજન કરો. હોટલોમાં ખાવા-પીવાનું થાય, તે બધી કુટેવો છૂટે. આ ગણિત ગણીને બિયાસણાં આપેલ હોય અને તમે બારોબાર છૂટી જાવ તે ન ચાલે. સભા : આલોચના બોલીને લેવી કે લખીને આપે તો ચાલે ? પહેલા નંબરે ગુરુ પાસે બોલીને જ આલોચના કરવાની છે, તે શક્ય ન બને તો જ લખી આપી આલોચના લેવાની છે. બોલીને આલોચના લેવાય તો આપણા ભાવને ગુરુ વધુ સારી રીતે પારખી શકે. લાગે કે ક્યાંકમાયા છે, તો એને કઢાવી શકે, ને સાચી આલોચના આપી શકે. વીતરાગના શાસનના આવા ગુરુ એ સગી મા જેવા છે, એમના ભાવોમાં કોઈ ફરક નહિ પડે. પહેલાં અને પછી. તમારાં એ પાપો એ બીજા કોઈને તો નહીં કહે, એ પોતાને પણ નહીં કહે. જૈનશાસનની આ ઉત્તમ મર્યાદા છે. - મારે વિશુદ્ધ થવું છે. કલ્યાણ કરવું છે, મારે મારા આત્માનું ઉત્થાન કરવું છે અને એ માટે મારે ભગવાન સૂત્રકૃતાંગને સાંભળવું છે અને એ પણ વિધિ મુજબ જ સાંભળવું છે, એવો તમારો ભાવ જોઈએ. Page #60 -------------------------------------------------------------------------- ________________ ૪૧ ――― ૪ : આગમના અધ્યયન માટે લાયક કોણ ? – 4 સભા : પાપો ભગવાનને કહી દઈએ તો ન ચાલે ? ના, એ ન ચાલે એ સૌથી છેલ્લો માર્ગ છે. જ્યારે એ પૂર્વેના ગીતાર્થ સદ્ગુરુની પ્રાપ્તિ વગેરે કોઈ સંયોગ ન હોય ત્યારે છેલ્લા વિકલ્પની એ વાત છે. શાસ્ત્રોમાં સ્પષ્ટ અક્ષરોમાં ‘યમાવે તનમાવે તેના અભાવમાં, એમ લખેલ છે. એટલે પૂર્વ પૂર્વમાં બતાવેલા આચાર્યાદિ ગીતાર્થો ન મળે ત્યારે જ પછી પછીના વિકલ્પો અપનાવવાના હોય છે. આવા છેલ્લા વિકલ્પને તમે પહેલા જ વિકલ્પ તરીકે અપનાવવા માંગો એમાં તો તમારા માન-કષાયનું પોષણ છે, એનાથી આત્મા શુદ્ધ ન થાય. 41 ‘જે વિધિપૂર્વક આલોચના કરે છે તે નિઃશલ્ય થાય છે. આવા શુદ્ધ આત્માના રાગ-દ્વેષ અનુબંધ વિનાના અને નિરવઘ બને છે. એને શુભકાર્યોથી તુષ્ટિ થાય છે, એના પુણ્યની પુષ્ટિ થાય છે અને એના પાપની સંશુદ્ધિ થાય છે.' એમ સૂરિપુરંદરશ્રીજી ભારપૂર્વક જણાવે છે. આ રીતે આલોચના પછી બીજા નંબરમાં વિનય આવે છે. ૨ - વિનીત : બીજા નંબરે કહ્યું કે આગમ શાસ્ત્રનું અધ્યયન કરનાર વિનીત જોઈએ. જે વિનયવાળો હોય તેને વિનીત કહેવાય. આલોચના લઈને શુદ્ધ થયેલો સાધક પણ જો વિનીત હોય તો જ તેને આગમ શાસ્ત્રનું અધ્યયન કરાવી શકાય. જો તે અવિનીત હોય તો તેને આગમ શાસ્ત્રોનું અધ્યયન ન કરાવી શકાય. આ વાતને સ્પષ્ટ કરતાં ‘શ્રી વિશેષાવશ્યક ભાષ્ય'ની ગાથા ટાંકતાં ચૂર્ણિકા૨ મહર્ષિ જણાવે છે કે - 'आलोयण सुद्धस्स वि, देज्ज विणीयस्स णा विणीयस्स । ण हि दिज्जति आभरणं, पलियत्तियकण्णहत्थस्स ।। ३४०१ ।।' ‘આલોચના કરીને શુદ્ધ થયેલ પણ વિનીત હોય તો જ તેને (આગમનું) અધ્યયન કરાવવું, અવિનીતને નહિ. જેના હાથ અને કાન કપાઈ ગયા હોય તેને (પહેરવા માટે) આભરણ-અલંકાર અપાતા નથી.' આલોચના કરીને શુદ્ધ થયા પછી પણ વિનીત બનવું બહુ જ જરૂરી છે, જે પોતાના માન-કષાયને જીતે તે જ વિનીત બની શકે છે. બાર પ્રકારના તપમાં Page #61 -------------------------------------------------------------------------- ________________ ૪૨ ૧ – આગમ જાણો ! 42, પણ પ્રાયશ્ચિત્ત નામના તપ પછી વિનય નામનો તપ બતાવ્યો છે. વિનય સર્વ ગુણોનું મૂળ છે અને જૈનશાસનનો સાર છે. વિનય બાહ્ય અને અંતરંગ વ્યવહારરૂપ છે. બાહ્ય વ્યવહારમાં ગુરુ ભગવંત પધારે ત્યારે ઉભા થવું, સામે જવું, આસન આપવું વગેરે કરવાનું હોય છે અને અંતરંગ વ્યવહારમાં ગુરુ ભગવંત પ્રત્યે બહુમાનભાવ ધરવાનો હોય છે. આ રીતે માન-કષાયને મારીને અંતરંગ અને બાહ્ય વ્યવહારરૂપ વિનયને જે આત્મસાત્ કરી શકે તે જ આગમ શાસ્ત્રોના શ્રવણ માટે અધિકારી બને છે. વિનયવાન બન્યા વિના જે કોઈ આગમ શાસ્ત્રોનું શ્રવણ કરે છે, તેને આગમો ક્યારેય સાચા અર્થમાં સમજાતા નથી. એના આત્મામાં એ આગમોનો યથાર્થ બોધ ક્યારેય પરિણામ પામતો નથી. માટે જ વિશેષ રીતે વિનય ગુણનું સ્વરૂપ સમજાવી, તેના દ્વારા જ ઈચ્છિત અર્થની પ્રાપ્તિ થાય છે. એ સમજાવવા ચૂર્ણિકાર મહર્ષિએ ફરી પણ વિશેષાવશ્યક ભાષ્યની ગાથા ટાંકતાં લખ્યું કે - ''अणुरत्तो भत्तिगओ अमुयी, अणुअत्तओ "विसेसण्णू । 'उजुत्त- अपरितंतो, इच्छित्तमत्थं लभति साधु ।।३४०२।।' અનુરક્ત-૧, ભક્તિવાત-૨, અમુવી-૩, અનુવર્તક-૪, વિશેષજ્ઞ-૫, ઉક્ત-૬, અપરિતાપી-૭ - આ સાત ગુણોવાળો સાધુ-સાધક ઈચ્છિત અર્થને પામે છે.' જેનામાં તાત્વિક કોટિનો વિનય આવે એનામાં અનુરક્ત વગેરે સાત ગુણો જોવા મળે છે. આ સાત ગુણવાળો સાધક તાત્વિક રીતે વિનય ગુણની આરાધના દ્વારા વિનીત બનીને આગમ શાસ્ત્રના અધ્યયનનો સાચો અધિકારી બને છે. હવે આપણે અનુરક્ત વગેરે સાતેય ગુણોને સમજી લઈએ. ૨-૧ - મજુરોઃ અનુરક્ત : ગુરુ પ્રત્યે અંતરંગ રાગ જોઈએ. વારંવાર મનમાં ગુરુનું સ્મરણ થવું જોઈએ. કોઈપણ કામ કરતાં ગુરુભગવંત યાદ આવવા જોઈએ. વાતે વાતે ગુરુ પાસે જવાનું મન થવું જોઈએ. ગુરુને જોતાં જ આંખોને અપાર સુખની અનુભૂતિ થવી જોઈએ. ગુરુને જોતાં જ હૃદય ભાવવિભોર બનવું જોઈએ. જેના હૃદયમાં ગુરુ માટે આવા ભાવો પેદા થાય તે ગુરુ પ્રત્યે “અનુરક્ત' કહેવાય છે. ગુરુ પ્રત્યે જ્યારે હૃદયમાં અપાર પ્રતિભાવ પેદા થાય ત્યારે જ આવું Page #62 -------------------------------------------------------------------------- ________________ ૪૩ – ૪: આગમના અધ્યયન માટે લાયક કોણ?-4 - 43 બની શકે છે. આગમ શાસ્ત્રોનું શ્રવણ કરનારના હૃદયમાં ગુરુ પ્રત્યે આવો અનુરક્તિનો ભાવ હોવો જોઈએ. જો આવો ભાવ હોય તો જ તેમની પાસે કરેલ આગમ અધ્યયન પરિણત થઈને આત્મોત્થાનનું નિમિત્ત બને છે. આ અનુરક્તિ એ મોહની પેદાશ નહિ પણ દર્શનમોહનીય કર્મના ક્ષયોપશમની પેદાશ હોવી જોઈએ. સાધકે પોતાની ચિત્તવૃત્તિને પૂરી સાવધાનીથી તપાસવી જોઈએ કે પોતાના હૃદયમાં ગુરુ પ્રત્યે ઉછળતો સ્નેહભાવ છે કે નહિ અને જો છે તો તેમાં ક્યાંય મોહની વિકૃતિ તો નથી ને ! કોઈ ભૌતિક સ્વાર્થની સિદ્ધિ માટેનો કે તેવી સિદ્ધિમાંથી પ્રગટેલો સ્નેહભાવ તો નથી ને ! આ સ્નેહભાવ કેવળ આત્મહિતની કામનામાંથી જ પેદા થયેલો હોવો જોઈએ. એમાં ગુરુ પાસેથી જ્ઞાનાદિ ગુણોની પ્રાપ્તિની ઝંખના કે ગુરુ પાસેથી પ્રાપ્ત થયેલ જ્ઞાનાદિ ગુણોને કારણે પ્રગટેલો કૃતજ્ઞભાવ જ કારણ હોવા જોઈએ. ગુરુ પ્રત્યે ઉછળતા સ્નેહરૂપ અનુરક્તિ હોવી જ જોઈએ. આમ છતાં તે મોહના ઘરની નહિ પણ વિવેકના ઘરની, ઉદયભાવના ઘરની નહિ, પણ ક્ષયોપશમભાવના ઘરની, દુન્યવી સ્વાર્થમાંથી પ્રગટેલ નહિ પણ વિશુદ્ધ અધ્યાત્મભાવમાંથી પ્રગટેલ સ્નેહભાવ રૂપ અનુરક્તિ હોવી જોઈએ. ૨-૨ - બત્તિનો ઃ ભક્તિવાન ઃ શ્રુતપાસકના જીવનમાં વિનય ગુણને અભિવ્યક્ત કરતો “અનુરક્તિ' ગુણ જેમ હોવો જોઈએ, તેમ “ભક્તિભાવ' પણ હોવો જોઈએ. “અનુરક્તિ' એ પ્રીતિની પેદાશ છે, તો ભક્તિભાવ એ ભક્તિની પેદાશ છે. અનુરક્તિમાં સાહચર્ય ભાવની મુખ્યતા હોય છે. જ્યારે ભક્તિમાં બહુમાનભાવ, અહોભાવ, આદરભાવની મુખ્યતા હોય છે. તોપાસકના જીવનમાં અનુરક્તિની જેમ જ “ભક્તિભાવ” પણ હોવો જ જોઈએ. જો સાચો વિનયભાવ પ્રગટ્યો હોય તો તેના જીવન વ્યવહારમાં આવો ભક્તિભાવ અવશ્ય દેખાય છે. ગુરુ પ્રત્યે એકસરખો ભક્તિભાવ, બહુમાન ભાવ, સદ્ભાવ જોઈએ, ગુરુને જોયા ને થાય કે, “ગુરુદેવ પધાર્યા આવો પણ ભાવ જોઈએ. ગુરુ પ્રત્યે ભક્તિનો ભાવ જોઈએ. એમના માટે “આમ કરું ને તેમ કરું' તેમ થવું જોઈએ. Page #63 -------------------------------------------------------------------------- ________________ ૧ આગમ જાણો ! બહેનો ધારે તો ઉત્કૃષ્ટ ગુરુભક્તિ કરી શકે : સભા : આ બહેનો પૂછે કે, અમે ગુરુભક્તિ કઈ રીતે કરી શકીએ ? તમે વંદન, પૂજન, વધાવવાની કે ગઢુલી કરવાની વિધિથી, નિર્દોષ આહાર-પાણી, વસ્ત્ર, પાત્ર, ઔષધ, વસતિ આપી ભક્તિ કરી શકો. તમારા પુત્રો, ઘરના પુરુષો, પતિને યોગ્ય ભક્તિમાં જોડીને પણ ભક્તિ કરી શકો. ‘યોગશાસ્ત્ર’માં કલિકાલસર્વજ્ઞ પ્રભુ જણાવે છે કે - ૪૪ ‘સર્વસ્વસ્થાપિ વાનમ્ ।' અને ‘સાધુધર્મોદ્યતત્ત્વ સ્વપુત્ર-પુત્ર્યાવેરપિ સમર્પમ્ ।' ‘બધી જ સંપત્તિનું દાન કરવું' તેમજ સાધુધર્મ લેવા પ્રયત્નશીલ એવા પોતાના પુત્ર-પુત્રી વગેરેનું પણ સમર્પણ કરવું.' એ ગુરુની ભક્તિનો પ્રકાર છે. જગદ્ગુરુ આચાર્યશ્રી હીરસૂરીશ્વરજી મ. સા. એ છેલ્લી બિમારી વખતે પોતે આહાર-પાણીનો ત્યાગ કરેલો. ત્યારે ગુરુદેવ આહાર-પાણી-ઔષધ ન લે તો નગરની શ્રાવિકાઓએ પોતાનાં નાનાં બાળકોને અમે સ્તનપાન નહીં કરાવીએ, તેવો નિર્ણય કરેલો. ઉપાશ્રયમાં શિષ્ય પરિવારનો એકાએક સ્વાધ્યાયનો ઘોષ બંધ થઈ જતાં જગદ્ગુરુએ શિષ્યોને પૂછ્યું કે, ‘સ્વાધ્યાય બંધ કેમ થયો !' શિષ્યોએ જવાબ આપ્યો : ‘સાહેબજી ! અસજ્ઝાય છે, તેથી સ્વાધ્યાય બંધ છે.' 44 ગુરુદેવે પૂછ્યું : ‘અસજ્ઝાય કેમ ?’ શિષ્યો : ‘બાળકો રડે છે, માટે.' ગુરુદેવ : ‘બાળકો કેમ ૨ડે છે ?’ શિષ્યો : ‘માતાઓ સ્તનપાન કરાવતી નથી, માટે.' ગુરુદેવ : ‘માતાઓ સ્તનપાન કેમ કરાવતી નથી ?’ શિષ્યો : ‘તેમના ગુરુદેવ આહાર-પાણી-ઔષધ લેતા નથી માટે.’ આવા પ્રકારે ભક્તોની ભક્તિ જાણી ત્યારે એ બાળકોને આહારનો અંતરાય ન થાય એ માટે કરુણાવંત જગદ્ગુરુશ્રીએ આહાર-પાણી-ઔષધ લીધાં. Page #64 -------------------------------------------------------------------------- ________________ ૪ : આગમના અધ્યયન માટે લાયક કોણ ? - 4 ત્યારબાદ જ એ શ્રાવિકા બહેનોએ પોતાના બાળકોને સ્તનપાન કરાવ્યું. આ આપણા શાસનનો ઈતિહાસ બોલે છે. આનું નામ સાચી ગુરુભક્તિ. ૪૫ - પૂ. આ. શ્રી દેવચંદ્રસૂરીશ્વરજી મહારાજા બારમા સૈકામાં થયેલા એક સમર્થ મહાપુરુષ હતા. પૂર્ણતલ્લ નામના સુવિહિત ગચ્છના તેઓ અધિપતિ હતા. એઓશ્રીએ મૂળ શુદ્ધિપ્રકરણની ટીકા અને શાંતિનાથ ચરિત્ર વગેરે અનેક મહાન ગ્રંથો બનાવ્યા છે; તેઓશ્રી શાસનરાગી મહાપ્રભાવક હતા. છતાં તત્કાલીન શાસનના શત્રુઓથી શાસનને થતા ઉપદ્રવોથી તેઓ વ્યથિત હતા, તે પરમાત્માને પ્રાર્થના કરતા કે, ‘પ્રભુ ! તારા શાસનમાં અમે તો પથ્થર પાક્યા, કોઈ પ્રભાવક પાકે તો શાસન હેમખેમ રહે.’ 45 એ આરઝુ-પ્રાર્થનામાંથી કલિકાલસર્વજ્ઞ પૂજ્ય આચાર્યશ્રી હેમચંદ્રસૂરિજી મહારાજા પાક્યા. ધંધુકા આવ્યા ને પાહિણીના બાળકને જોયું, લક્ષણો જોયાં ને નક્કી કર્યું કે, જૈનશાસનને જેવું રત્ન જોઈએ છે, તેવું આ બાળક છે. પાહિણી દેવીને રમતા બાળકને બતાવી કહ્યું કે, ‘આ બાળક શાસનને સોંપી દે.' પાહિણી દેવીનો પતિ મિથ્યાધર્મી હતો. તે પોતે એમ કહી શકત કે, ‘એના પિતાને પૂછવું પડશે. પાછો મિથ્યાધર્મી છે. નકામો ઉપદ્રવ કરશે.' પરંતુ પાહિણી દેવીએ એવું કશું જ ન કહ્યું. પૂજ્ય આચાર્યશ્રી દેવચંદ્રસૂરીશ્વરજી મહારાજે પાહિણી દેવીને કહ્યું, ‘બાળકને આપો,' તો તેણીએ સોંપી દીધો ને કહ્યું કે, ‘બાળક્નો પિતા મિથ્યાધર્મી છે, અહીં બાળકનું સંરક્ષણ નહીં થાય. જેથી આપ એવા સ્થાને ચાલ્યા જાઓ કે, જ્યાં એનું સંરક્ષણ થઈ શકે !’ આ બહેનોએ પ્રશ્ન પૂછાવ્યો કે અમો ગુરુની કેવી ભક્તિ કરી શકીએ. તેના જવાબમાં આ કહી રહ્યો છું. એક એક સંતાનને શાસન માટે દીવો બને તેમ કેળવવું, ઘડવું અને એનું બરાબર ઘડતર થઈ જાય એટલે ગુરુને સમર્પિત કરવું. બાળકને રોજ કહેવું કે - ‘તારે ગુરુ પાસે જવાનું છે.’ હૈયામાં સારા મનોરથ જોઈએ, ભાવના જોઈએ, તો બધું જ શક્ય છે. દરેકે પોતપોતાની મર્યાદા મુજબ ભક્તિ ક૨વાની છે. પાણી ગમે ત્યાંથી રસ્તો કાઢે, તેમ હૈયામાં ભક્તિભાવ હોય તો ભક્તિના પ્રકારો મળી રહેશે. Page #65 -------------------------------------------------------------------------- ________________ - ૧ - આગમ જાણો ! - પુરુષો મુખ્યત્વે સાધુ ભગવંતોની અને બહેનો મુખ્યત્વે સાધ્વીજી ભગવંતોની ભક્તિ કરે, પરિસ્થિતિ વિશેષમાં શાસ્ત્રીય મર્યાદાનુસાર બન્ને ય બન્નેયની ભક્તિ કરી શકે. ભક્તિના અનેક પ્રકાર છે, તે જાણીને સૌએ પોતપોતાની મર્યાદાનુસાર ભક્તિ કરવી જોઈએ. એ પછી ત્રીજો ગુણ “અમુવી’ આવે છે. ૨-૩ – અમુવી : અમોચક : ગુરુને, ગુરુના કાર્યને નહિ છોડનાર. ‘અમુયી' પદની વ્યાખ્યા કરતાં જણાવ્યું કે “મુ ત્તિ મો:' નહિ છોડવાવાળો. એકવાર ગુરુના શરણનો કે ગુરુના કાર્યનો સ્વીકાર કર્યા પછી ગમે તેવી વિષમ પરિસ્થિતિ આવે તો પણ ગુરુનો કે ગુરુના કાર્યનો ત્યાગ કરવાનો વિચાર પણ ન આવે એવી ચિત્તવૃત્તિ જેની હોય તેને “અમુયી” ગુણવાળો કહેવાય. જીવનમાં એવી પણ પળ આવે કે ગુરુ કોપાયમાન થાય, કડક અનુશાસન કરે, આગળ વધીને ગુરુ, શિષ્યને કે ભક્તને તરછોડી પણ દે, છતાં તે ગુરુને મનથી પણ ન છોડે, પણ અંતઃકરણપૂર્વક સમર્પિત થઈને જીવે. સ્તવનમાં પણ કહ્યું છે ને કે – “કબજે આવ્યા તે નહીં છોડું” અને “હું તો કેડ ન છોડું તારી રે.' તેમ અનંતકાળથી સંસારમાં રઝળપટ્ટી કરતાં કરતાં માંડ માંડ સદ્ગુરુનો ભેટો થયો છે. હવે તો બરાબર ગુરુને પકડીને ભવસાગર તરી જવો છે. વાનરનું બચ્યું જેમ વાનરીને વળગીને રહે તો સુખ પામે છે, તેમ ગુરુને વળગીને રહેનારો શિષ્ય પણ આગમના ભાવ પામે છે. એ જ રીતે ગુરુએ કોઈ કાર્યભાર, જવાબદારી સોંપી હોય કે પોતે સ્વીકારી હોય, તે પછી પોતાની ગમે તેવી પરિસ્થિતિ સર્જાય તે છતાં જે તે કાર્યને ન છોડે પણ જે રીતે પૂર્ણ કરવાનું હોય તે રીતે પૂર્ણ કરીને જ રહે તેને પણ અમુકી” કહેવાય. ગુરુએ જે આરાધનાસાધના કરવાની કહી હોય તેને ગમે તેવી વિષમ સ્થિતિમાં પણ પાર પાડે પણ અધૂરી ન મૂકે તેને “અમુકી' કહેવાય. આ ગુણ પણ તમારે સૌએ કેળવવાનો છે. સભાઃ એક આગમનું અધ્યયન કરવા માટે આટલી બધી લાયકાત કેળવવી પડે ? આગમ એ કાચો પારો છે. ગમે તેવી વ્યક્તિ એ પચાવી ન શકે. એ માટે ઘણી ઘણી લાયકાત કેળવવી પડે. અહીં બતાવી ગયો તેટલી જ નહિ, આ સિવાય પણ બીજી ઘણી બધી લાયકાત કેળવવાની છે. માટે જ હવે ચોથા ગુણની વાત Page #66 -------------------------------------------------------------------------- ________________ ૪૭ – ૪: આગમના અધ્યયન માટે લાયક કોણ? -4 – 47 કરવી છે. એ છે “અનુવર્તકપણું.” ૨-૪ – અજુગત્તઃ અનુવર્તક : ગુરુને અનુસરનાર. શિષ્યના હૃદયમાં એક જ ભાવ હોવો જોઈએ કે મારા માટે મારા ગુરુ શું ઈચ્છે છે ? ગુરુ જે ઈચ્છે તેમજ કરવાનો શિષ્યનો ભાવ હોવો જોઈએ. શિષ્ય ગુરુની ઈચ્છા મુજબ ચાલે એમાં જ એનું કલ્યાણ છે. શિષ્ય એવો વિનીત હોય કે એ નિરંતર ગુરુની ઈચ્છાને જાણવાનો અને તેને અનુસરવાનો પ્રયત્ન કરે. શિષ્યનું એવું વર્તન ક્યારેય પણ ન હોવું જોઈએ કે ગુરુએ એની ઈચ્છાનો વિચાર પણ કરવો પડે કે ગુરુએ એને અનુસરવું પડે. શિષ્ય ગુરુને અનુસરે એમાં શિષ્યનું કલ્યાણ છે અને ગુરુએ જો શિષ્યને અનુસરવું પડે તો એમાં બેયનું અકલ્યાણ છે. હવે તમે મને કહો કે ગુરુ તમને અનુસરે, તે તમને ગમે કે તમે ગુરુને અનુસરો તે તમને ગમે ? શિષ્યોને ગુરુએ અનુસરવું પડે તો સમજવું કે શિષ્યો માટે એ કલંક છે. ગુરુ ઝંખે તેમ જીવવું તે શિષ્ય માટે કલ્યાણકર છે. ઉત્તરાધ્યયન સૂત્રમાં વિનીત શિષ્યનું સ્વરૂપ દર્શાવતાં કહ્યું કે “પિયા /રિસંપન્ને” સાચો શિષ્ય હોય તે ગુરુનો આકાર, હાવભાવ જોઈને, ગુરુ શું ઈચ્છે તે જાણી તેમને ઇષ્ટ હોય તે જ પ્રવૃત્તિ કરે. હવે તમારે શું કરવું ? તે તમારે નક્કી કરવાનું છે. ૨-૫ - વિરેસાઃ વિશેષજ્ઞ વિશેષતાનો નિર્ણય કરી શકે તે વિશેષજ્ઞ. બે સારી કે ખરાબ વસ્તુમાંથી વધુ સારું કે ખરાબ શું ? એ સમજવાની શક્તિ વિશેષજ્ઞમાં હોય છે. એકસરખી દેખાતી બે વસ્તુમાં પહેલી નજરે ન દેખાતી વિશેષતાને જાણવાની, શોધવાની, નિશ્ચિત કરવાની તાકાત વિશેષજ્ઞમાં હોય છે. એથી તે તત્ત્વના વિષયમાં, ગુરુની ઈચ્છા, આજ્ઞાના તાત્પર્યને સમજવામાં ભૂલ કરતો નથી. આથી ગુરુએ કહેલા કે શાસ્ત્રમાં કહેવાયેલાં એક એક વચનના ઊંડા પરમાર્થને સહેલાઈથી સમજી જાય છે. જેથી તે માત્ર શબ્દગ્રાહી ન બનતા મર્મગ્રાહી બનીને ગુરુવચનની, શાસ્ત્રવચનની આરાધના તાત્ત્વિક રીતે કરી શકે છે. આ વાત હું તમને ક્ષીરકદંબક પાઠકના વચનથી સમજાવું. ક્ષીરકદંબક નામના એક પાઠક ઘરની અગાસીમાં પોતાના ત્રણ વિદ્યાર્થી સાથે સૂતા હતા. Page #67 -------------------------------------------------------------------------- ________________ ૪૮ - ૧ – આગમ જાણો ! 48 આકાશમાર્ગે બે ચારણ મુનિ જતા હતા, તે બોલ્યા કે “આ પાઠકના બે શિષ્યો નરકે જવાના છે અને એક સ્વર્ગે જવાનો છે.” પાઠકને આ સાંભળી આઘાત લાગ્યો અને એમને થયું કે શું મારા શિષ્યો નરકે જવાના? કયા બે શિષ્યો નરકે જવાના તે જાણવા તેમણે ત્રણેને લોટના કુકડા બનાવી આપ્યા, અંદર લાખનો રસ ભર્યો અને ગળે દોરો બાંધીને કહ્યું કે “આ કૂકડાઓ મંત્રશક્તિથી મૂછિત થયેલા છે. તમારે કોઈ ન જુએ તેવી જગ્યાએ જઈને એને મારવાના છે.” બે જણા ગામ બહાર ગયા અને જોયું કે આજુબાજુમાં કોઈ જોતું નથી, એટલે એ એને મારીને આવી ગયા. લોટના બનાવેલ કુકડામાં લાખનો રસ ભરેલો હતો. તે રસથી તેમનાં કપડાં વગેરે લાલ થયાં. બન્ને શિષ્યો કપડાં અને હાથપગ ધોઈને શુદ્ધ થયા અને ગુરુને આવીને કહ્યું કે “અમે આપની આજ્ઞા પાળી આવ્યા છીએ !” પોતાનો પુત્ર : પર્વત અને રાજપુત્ર : વસુ. બન્ને નરકગામી નક્કી થયા. ત્રીજા નારદપુત્રે કૂકડો પાછો લાવી પાઠકને આપ્યો - પાઠક તેના કર્તવ્યથી ખુશ થયા. છતાં જાણવા પૂછ્યું કે, “પાછો કેમ લાવ્યો ?” તેણે કહ્યું કે, “આપના કહેવાનો અર્થ હું એવો સમજ્યો કે, કોઈ ન જુએ તેવી જગ્યાએ મારવો એટલે એને ક્યાંય ન મારવો.” ગુરુએ પૂછ્યું કે, “એવો અર્થ તું શી રીતે સમજ્યો ?” તો એનો ખુલાસો કરતાં એણે કહ્યું કે, કુકડાને લઈને નીકળ્યો ત્યારે ચારે બાજુ લોકો જોતા હતા. ગામ બહાર ગોવાળીયાઓ જોતા હતા. ગાયનાં ધણ અને પક્ષીઓ જોતા હતા. ગુફામાં ગયો તો, મારી પોતાની આંખો જોતી હતી. પછી આંખો બંધ કરી તો ઉપર રહેલા સિદ્ધો જોતા હતા. છતાં તે નથી તેમ માની વિચાર્યું તો, મારો પોતાનો આત્મા જોતો હતો, તેથી નિર્ધાર્યું કે, દુનિયામાં કોઈ એવી જગ્યા જ નથી કે જ્યાં કોઈ ન જોતું હોય. તેથી કોઈ ન જોતું હોય ત્યાં આને મારવો એનો અર્થ હું એવો સમજ્યો કે આને ક્યાંય ન મારવો, એટલે એને માર્યા વિના જ હું પાછો લાવ્યો છું.” આને કહેવાય વિશેષજ્ઞ ! આવા વિશેષજ્ઞ આપણે બનવાનું છે. તમારે પાપ કરવું જ છે, તો કોઈ ન જુએ ત્યાં કરવું.” એમ જો તમને કોઈ કહે તો એનો સાચો મર્મ તમે સમજી શકો ! માટે વિશેષજ્ઞતા જોઈએ. નહીં તો આ સૂત્રકૃતાંગ સૂત્રના શબ્દોને પકડી તરવાના બદલે ડૂબવાનું કામ થાય. Page #68 -------------------------------------------------------------------------- ________________ ૪૯ -- ૪ આગમના અધ્યયન માટે લાયક કોણ?-4 – 49. ૨-૬ - શુaઃ ઉઘુક્તઃ ઉદ્યમશીલ જોઈએ. ગુરુએ જે વાત કરી, તેને તરત અમલમાં લાવનાર જોઈએ, તેમાં આળસ કે પ્રમાદનો અનુભવ ન થવો જોઈએ. જ્ઞાનનું ફળ વિરતિ છે. હેય-ઉપાદેય જાણ્યા પછી તેનો ત્યાગ અને ઉપાદેયનો સ્વીકાર કરવાનો છે. આ કાર્ય જે ઉદ્યમશીલ હોય તે જ કરી શકે છે. પ્રમાદી-અનુદ્યમી તે કરી શકતો નથી, પરિણામે આગમ અધ્યયન-અધ્યાપન કરવા-કરાવવાનો પરિશ્રમ સાર્થક થતો નથી. માટે ઉદ્યમશીલ હોવું તે ગુણ અત્યંત અનિવાર્ય છે. એવું બની શકે કે જે કામનો ઉદ્યમ કરે તેમાં સફળતા ન પણ મળે. કેમકે સફળતા મળવી ન મળવી એ પુણ્યાધીન વસ્તુ છે. છતાં ઉદ્યમશીલ આત્માને તો ચોક્કસ લાભ થાય છે. કેમ કે એણે તો આજ્ઞા મુજબ પુરુષાર્થ કર્યો છે. એ પછી સાતમો ગુણ છે, અપરિતપ્ત. ૨-૭ – પરિવંતો ? અપરિતપ્ત ઃ ક્યારેય નહિ થાકનાર. ગુરુની સેવા, ગુરુની આજ્ઞાનું પાલન, આરાધના-સાધનાની જે પણ પ્રવૃત્તિ કરવાની હોય તેમાં જરા પણ થાક ન અનુભવાય. નાની-મોટી તમામ પ્રવૃત્તિ પૂરા ઉત્સાહ સાથે જેમ શરૂ કરે તેમ તેવા જ ઉત્સાહ સાથે એને પાર પાડે. એને અધવચ્ચે કંટાળી, થાકીને મૂકી ન દે તેવો જેનો સ્વભાવ હોય તેને “અપરિતપ્ત' કહેવાય. માટે જ કહ્યું કે – “પરિવંતો - વનિર્વિઘા રૂતિ ' ન થાકે તેવો. જેટલી લાયકાત, તેટલો વિકાસ : આ અંગે જગમશહુર ચિત્રકારનો દાખલો ગુરુદેવ આપતા. એક જગમશહુર ચિત્રકાર હતો, તેને પોતાના પુત્રને પણ જગમશહુર બનાવવો હતો. પુત્ર નાનો હતો તે વખતથી જ કેળવણી આપવા માટે તેને ચિત્ર બનાવવાનું કહ્યું. તે જે ચિત્ર બનાવતો, તેમાં તેની ચાર ભૂલો બતાવી તે સુધારવાનું કહેતો. તે ચાર ભૂલો સુધારી લાવે એટલે બીજા દિવસે બીજી ચાર ભૂલો બતાવતો. આ રીતનો ક્રમ છ મહિના ચાલ્યો. કx૩૦=૧૮૦ દિવસ, દરરોજની ચાર ભૂલો બતાવી. ૧૮૦ દિવસ x ૪ ભૂલો = ૭૨૦ ભૂલો બતાવી તે તેણે સુધારી. ત્યારબાદ રોજના ક્રમ મુજબ ચિત્ર બનાવ્યું. પણ હવે એ થાક્યો હતો, કંટાળ્યો હતો, તેથી તેણે પોતે જ નિર્ણય કરી લીધો કે આજનું ચિત્ર . Page #69 -------------------------------------------------------------------------- ________________ o 50 ૧ – આગમ જાણો ! - છે. બાપાને ભૂલ કાઢવાની ટેવ પડી લાગે છે. આજે જો ભૂલ કાઢશે તો ચિત્ર ફેંકીને ચાલ્યો જઈશ. અત્યાર સુધીમાં તેની ચાલ વિનીત હતી, આજની ચાલ બદલાઈ. ચહેરો, આંખ, હાવભાવ પણ બદલાયા. પિતા જાણી ગયા. એમણે માપ કાઢી લીધું અને બોલ્યા કે, “તેં ગજબનું ચિત્ર બનાવ્યું છે.” પણ મનમાં હતાશા હતી કે, હવે આને હું વિશ્વશ્રેષ્ઠ નહિ બનાવી શકું. જીવની જેટલી લાયકાત હોય તેટલો જ તેને આગળ વધારી શકાય. પણ ભૂલનો ખ્યાલ તો આપવો જ હતો તેથી કહ્યું, “બેટા !તારું સૌથી પહેલા દિવસનું ચિત્ર લઈ આવ. તેમાં કેટલી ભૂલ છે તે બોલ.' દીકરાએ ચિત્ર લાવી તેમાં ૭૨૦ ભૂલો ગણાવી. “તો મેં પહેલા દિવસે કેટલી કાઢી હતી ? ચાર.” “આમ કેમ ! પહેલા દિવસે બધી ભૂલ કાઢી હોત તો તું બેસી જ જાત. તારાથી આગળ ન વધી શકાત. તને આગળ વધારવા માટે મેં ઓછી ભૂલ કાઢી. હવે તેને થયું કે આમાં તો એક ભૂલ નથી તેથી મેં બતાવી નથી.” “તો શું આમાં પણ ભૂલો છે ?” “હા.” કેટલી ?” “૧૪૪૦’ બતાવો ના, હવે નહીં, જેટલું શીખ્યો છે, તે પણ તારા માટે પૂરતું છે. મારો મનોરથ જુદો હતો. પણ બધાના મનોરથ ફળતા નથી. હવે તારામાં જે ભાવના પ્રગટી છે, તે હવે તારો આગળ વિકાસ નહિ થવા દે.” માટે આ શાસ્ત્રમાં કહ્યું છે કે, અધ્યયન કરનાર અપરિતપ્ત જોઈએ. એટલે થાકી જાય તેવો ન જોઈએ. તેવો પુણ્યાત્મા ગ્રંથારંભમાં મંગળ કરી શકે, એનું મંગળ આખા ગ્રંથને નિર્વિન બનાવે. આ રીતે બીજા નંબરે “વિનીત' બનવા માટે જરૂરી અનુરક્ત-૧, ભક્તિવાન-૨, અમુચી-૩, અનુવર્તક-૪, વિશેષજ્ઞ-૫, ઉદ્યક્ત-અને Page #70 -------------------------------------------------------------------------- ________________ ૫૧ – ૪: આગમના અધ્યયન માટે લાયક કોણ? - 4 અપરિતાપી-૭, એમ કુલ સાત ગુણો જોઈએ. આ સાત ગુણ દ્વારા જે વિનીત બને તે વ્યક્તિ આ મહાન ગ્રંથરત્નનું અધ્યયન કરવા માટે લાયક બની શકે, આ એક એક ગુણને યાદ કરી એને આત્મસાત્ કરવાનો પ્રયત્ન કરવાનો છે. હવે આલોચ૧, વિનીત-ર એવા બે ગુણોની વિચારણા કર્યા પછી, ત્રીજા મુદ્દામાં ક્ષેત્રની વિચારણા કરવાની છે. - ૩ - રર : ક્ષેત્ર : કયા ક્ષેત્રમાં અધ્યયન-અધ્યાપન કરવું અને ન કરવું ? તે વાત જણાવતાં કહે છે કે જ્યાં સરોવરનો કાંઠો હોય, આમ્રવૃક્ષો હોય, પવિત્ર વૃક્ષો હોય, દેવોનો વાસ હોય તેવા સ્થાનમાં અને સિદ્ધક્ષેત્રમાં વાંચવું, કે કલ્યાણક ભૂમિમાં અધ્યયન-અધ્યાપન કરવું-કરાવવું. પરંતુ ભાંગેલા મકાન, સ્મશાન, બળેલું-દાઝેલું મકાન, ખંડેર, જોતાં જ ગમે નહીં તેવાં મકાન, જ્યાં ખારોપાટ હોય, જ્યાં બળેલા અંગારા પડ્યા હોય, જ્યાં અશુચિ પડી હોય તેવા સ્થાનમાં ન કરવું. આ આલોચના વગેરે આઠ વસ્તુ જે બતાવી રહ્યા છે, તે વાંચવાવાળા ને સાંભળવાવાળા બન્ને માટે છે. એટલે અધ્યેતા-અધ્યાપક, વક્તા અને શ્રોતા બંનેએ આ બાબતો સાચવવાની છે. ચૂર્ણિકાર ભગવંતે આ વસ્તુને રજૂ કરતાં કહ્યું છે કે આગમનું આ અધ્યયનાદિ કરતી વખતે એ પણ ધ્યાનમાં રાખવું જરૂરી છે કે, જ્યાં અધ્યયનાદિ કરવાનું હોય ત્યાં આજુબાજુમાં જો ડાંગર, ઘઉં, જવ વગેરે ધાન્ય પડેલું હોય તો ત્યાં કરી શકાય, પરંતુ જો ત્યાં તલ, ચણા વગેરે પડ્યા હોય તો ત્યાં અધ્યયન-અધ્યાપન ન કરી શકાય. એ માટે લખ્યું કે - તી સાત્રિ-વિધિ-શોધુમ-નવવિધા-સમીવે, ण तु तिल-चणगादिसमीवे ।' આ પછી ક્ષેત્રની વાત સ્પષ્ટ કરતાં જણાવ્યું કે, ક્ષેત્ર પ્રશસ્ત અને અપ્રશસ્ત એમ બે પ્રકારનું છે. શેરડીનું વન-૧, ડાંગરનું વન-૨, પદ્મસરોવર-૩, ખીલેલાં ફુલોવાળો વનખંડ-૪, ગંભીર અને અવાજ કરતા દક્ષિણાવર્ત પાણીવાળું સરોવર-૫, જિનેશ્વર પરમાત્માનું દેરાસર-૬; આ છ સ્થળો પ્રશસ્ત ક્ષેત્ર છે. Page #71 -------------------------------------------------------------------------- ________________ ૫૨ - ૧ - આગમ જાણો ! 52 આવાં સ્થળોમાં આ આગમ સૂત્રોનું અધ્યયનાદિ કરી શકાય. પણ ભાંગેલું, બળેલું સ્થળ, સ્મશાન, શૂન્ય મકાન, જોતાં જ મનને ન ગમે તેવું મકાન, ક્ષારવાળી જમીન, અંગારાવાળી જમીન, જ્યાં કચરો ઠલવાતો હોય, જ્યાં અપવિત્ર વસ્તુઓ પડી રહેતી હોય કે નખાતી હોય વગેરે ક્ષેત્રો અપ્રશસ્ત ક્ષેત્રો છે. તેમાં આ આગમોનું અધ્યયનાદિ ન કરી શકાય. માટે જ લખ્યું કે - . ફૂવને સાવિ, પવન સુમિ વાવંદે ! गंभीर-साणुणाए, पदाहिणजले जिणघरे वा ।।३४०४।। दिज ण उ भग्ग-झामित-सुसाण-ऽमणुण्णगेहेसु । छारंगार-कयारा-ऽमेज्झादिदव्वदुद्वेसु ।।३४०५।।'- विशेषावश्यक भाष्य। આ બધા ઉપરથી મહાપુરુષોએ સાધકની જ્ઞાનસાધના માટે પણ કેટલી બધી ચિંતા-કાળજી કરી છે. એ વાત આપણા ધ્યાનમાં આવવી જોઈએ અને તે જ રીતે સમ્યજ્ઞાનની સાધના માટે કેટ-કેટલું ધ્યાન રાખવાનું છે, તેનો પણ ખ્યાલ આવવો જોઈએ. આરાધના કરવી છે તો તે ગમે ત્યાં કરી શકાય, આપણો સારો ભાવ હોય તો બીજું બધું વિચારવાની જરૂર નથી, એવી બધી જે વાતો ચાલે છે તે કેટલી ખોટી છે, તે પણ તમારા ધ્યાનમાં આવવું જોઈએ અને સમ્યજ્ઞાનની સાધના માટે આ તમામ બાબતોને પૂરી કાળજીથી ધ્યાનમાં લેવી જ જોઈએ, એ વાત આ બધું સાંભળી તમને સ્પષ્ટ થવી જોઈએ. અધ્યયન માટે જેમ ક્ષેત્ર કયું પ્રશસ્ત અને અપ્રશસ્ત એનું ધ્યાન રાખવાનું છે, તેમ દિશાની બાબતમાં પણ ધ્યાન રાખવાનું છે. માટે તે વાત જણાવવા ચોથા નંબરે દિશાની વાત કરી છે. આ ગુણોમાં તરતમતા હોય તો આ ગ્રંથની વસ્તુઓ કહેવા – રજૂ કરવામાં પણ તરતમતા રાખવી પડે. ૪ - દિમિયાદે દિશા : કઈ દિશા સન્મુખ રહીને અધ્યયનાદિ કરવું ન કરવું તે. આગમનું અધ્યયન, સ્વાધ્યાય માટે ક્ષેત્રની જેમ દિશાનું પણ ધ્યાન રાખવાનું છે. જ્યારે પણ આગમનું અધ્યયન, સ્વાધ્યાય કરવાનો હોય ત્યારે પૂર્વદિશા, ઉત્તરદિશા, કે જે દિશામાં તીર્થકર ભગવંત વગેરે હોય તે દિશા અને જે દિશામાં Page #72 -------------------------------------------------------------------------- ________________ ૫૩ – ૪ આગમના અધ્યયન માટે લાયક કોણ? -4 - 53 જિનેશ્વર ભગવંતનું દેરાસર હોય તે દિશા પ્રશસ્ત છે. આ દિશા સન્મુખ રહીને આગમ અધ્યયનાદિ કરવાનું છે. આ વાત વાચનાચાર્યની અપેક્ષાએ છે. એટલે જ્યારે વાચના લેવા-આપવાની હોય ત્યારે વાચના આપનાર આ દિશા સન્મુખ રહીને વાચા આપવાની છે, વાચના લેનારે તો વાચના આપનારની સન્મુખ રહી વાચના લેવાની છે. તે જ રીતે જ્યારે સ્વાધ્યાય માંડલીમાં કરવાનો હોય ત્યારે સ્વાધ્યાય કરનારમાં જે મુખ્ય હોય તેમણે આ દર્શાવેલ દિશા સન્મુખ રહીને સ્વાધ્યાય કરવાનો છે, અન્ય સૌએ પોતપોતાનો જે રીતે ક્રમ આવતો હોય તેમ મંડલકારે બેસી સ્વાધ્યાય કરવાનો છે. દિશાનો આ વિષય દર્શાવતાં ચૂર્ણિકાર મહર્ષિએ લખ્યું છે કે – 'पुव्वाभिमुहो उत्तरमुहो व दिज्जाहवा पडिच्छेज्जा । जाए जिणादओ वा दिसाइ जिणचेइयाई वा ।।३४०६।।'- विशे० भाष्य । ‘પૂર્વાભિમુખ અથવા ઉત્તરાભિમુખ થઈને વાચના આપવી અથવા ગ્રહણ કરવી. જે દિશામાં જિનેશ્વર વગેરે હોય અથવા જિનમંદિર વગેરે હોય.' આ રીતે ક્ષેત્ર અને દિશાની વાત કર્યા પછી હવે પાંચમા નંબરે કાળની વાત કરે છે. ૫ - વેસ્ટઃ કાળ : દિવસનો ને રાતનો પહેલો અને છેલ્લો, એટલે કે દિવસનો પહેલો અને છેલ્લો પ્રહર તેમજ રાત્રિનો ય પહેલો અને છેલ્લો પ્રહર. એમ દિવસના બે અને રાત્રિના બે, કુલ ચાર પ્રહરમાં જ આ ગ્રંથને કંઠસ્થ કરી શકાય. લેવા ને ગોખવા માટે – બન્ને માટેનો આ નિયમ છે. સૂત્રને માટે આ વાત છે. આ અંગે ચૂર્ણિકાર મહર્ષિએ જણાવ્યું છે કે – 'काले त्ति-इमं अंगं कालेण पढिजति, राति-दिणाणं पढम-चरिमासु पोरिसीसु ।' 'કાળની અપેક્ષાએ આ અંગે રાત-દિવસની પહેલી-છેલ્લી પોરિસીઓમાં કાળના સહારે ભણી શકાય છે.” Page #73 -------------------------------------------------------------------------- ________________ 54 - ૧ - આગમ જાણો ! – કાળના સહારે એટલે કાલગ્રહણ આદિ યોગમાં બતાવેલ વિધિપૂર્વક. એટલે શુદ્ધ કાલ પ્રવર્તતો હોય ત્યારે જ અધ્યયનાદિ કરવું. સાધના માટે દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, અને ભાવનું કેટલું મહત્ત્વ છે. તે “આ વર્ણન ઉપરથી સમજાવું જોઈએ. માત્ર ભાવની વાતને આગળ કરીને દ્રવ્ય-ક્ષેત્ર-કાળની વાતને ગૌણ કરવાનું છે એની ઉપેક્ષા કરવાનું જેઓ કહે છે તે કેટલું ખોટું કરી રહ્યા છે, તે પણ આના ઉપરથી સમજાવું જોઈએ. દિવસ-રાત્રિનો કાળ જેમ આપણે ત્યાં બતાવ્યો છે, તેમ તિથિનો ને નક્ષત્રનો વિભાગ પણ કાળમાં બતાવવામાં આવ્યો છે. જ્ઞાનમાં સહાયક બને તેવાં નક્ષત્રોમાં ભણવાથી કેવા કેવા લાભ થાય છે. તેમ ખરાબ નક્ષત્રમાં ભણવાથી કેવાં કેવાં નુકસાન થાય છે, તે પણ મહાપુરુષોએ બતાવેલ છે. નિર્યુક્તિ, ભાષ્ય, ચૂર્ણિ, ટીકા, વાંચીએ તો ખ્યાલ આવે કે મહાપુરુષોએ હિતકર વાતો કહેવામાં કાંઈ બાકી રાખ્યું નથી. એમનો ઉપકાર કેટલો અવર્ણનીય છે તે આથી સમજાય છે. આપણા સર્વસ્વની ન્યોચ્છાવરી કરી દઈએ તો ય એનો પાર પામી ન શકાય એટલો તેઓશ્રીનો મહાન ઉપકાર છે. આના જ અનુસંધાનમાં નક્ષત્ર, ગુણસંપદા આદિ બાબતો અંગે ગ્રંથકાર પરમર્ષિ હજુ આગળ શું ફરમાવે છે તે આપણે અવસરે જોઈશું. Page #74 -------------------------------------------------------------------------- ________________ ૫ - આકાધનામાંતિથિનું મહત્ત્વ - વિ.સં. ૨૦૫૮, અષાઢ વદ-૬, મંગળવાર, તા. ૩૦-૭-૦૨. સાચોરી ભવન, પાલીતાણા • અધ્યયન પૂર્વેની કાળજી : • નક્ષત્રોની અધ્યયન પર અસર : • ધર્મારાધના માટે દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવની શુદ્ધિ અનિવાર્ય : • તિથિ પણ કાળનો એક ભાગ છે : • રોજીંદા વ્યવહારમાં તિથિની આવશ્યકતા : • સૂર્યોદયકાલીન તિથિ પ્રમાણ : • દધિક તિથિ ન કરીએ તો ચાર મોટા દોષ લાગે? મનનો ઉછાળો ભાવ નથી, જિનાજ્ઞાનુસારી પરિણામ જ ભાવ છે : • વૃદ્ધિ અને ક્ષયમાં અપવાદ નિયમ : - તિથિની ક્ષય-વૃદ્ધિ એટલે શું?: • અમારો કરેલો અર્થ સાચો છે કે ખોટો છે તે જાણવાની માપપટ્ટી: • પર્વતિથિની ક્ષય-વૃદ્ધિના પ્રમાણો : • કઈ પરંપરા પ્રમાણ અને આદરવા લાયક ? મોટી તિથિની જેમ મોટા મહિના : • દિવસ એક, આરાધના બે હોઈ શકે ? • તો આ બધી ભાંજગડ ભગવાને જ કરી એમ માનવું પડે : • સમતાથી સત્ય પ્રરૂપે તેને ક્યારેય પાપ ન લાગે : • તિથિઃ સામાચારી કે સિદ્ધાંત ? બધી સામાચારી પરિવર્તનશીલ ન હોય ? • શ્રી કાલિકસૂરિજીનો ફેરફાર શાસ્ત્રીય હતો, મરજી મુજબનો નહિં. • સામાચારી પણ શાસ્ત્રથી બંધાયેલી છે: . સંઘની શાંતિ માટે શું કરાય? વિષય : તિથિઃ પ્રશ્ન અને ઉત્તર. આગમના અધ્યયન માટે આલોચના, વિનીત વગેરે આઠ બાબતોની જરૂરિયાત ઉપર ભાર અપાયેલ છે, એમાં કાળની શુદ્ધિ પણ અનિવાર્ય બતાવેલ છે.તિથિનિર્ણય કરવો એ કાળની શુદ્ધિ સાધવા માટે એક જરૂરી અંગ છે. આ પ્રવચનમાં કઈ તિથિમાં આગમ અધ્યયન કરવું - ન કરવું એ વાતના અનુસંધાનમાં તિથિ એટલે શું? ઔદયિક તિથિ વ્યવસ્થા, તિથિનો ક્ષય અને અને તિથિની વૃદ્ધિ વખતે શું કરવું, વગેરે બાબતોનું શાસ્ત્રાધારે વિશદ બયાન આપવામાં આવ્યું છે. શ્રીસંઘના અલ્પપુણ્યોદયે વર્તમાનમાં વિવાદનો વિષય બનેલા તિથિ-પ્રશ્નનો શાસ્ત્રાધારે સર્વસંમત ઉકેલ કઈ રીતે લાવી શકાય ? તિથિપ્રશ્નમાં સિદ્ધાંત અને સામાચારી કયાં કયાં ? કેટલા અંશે ? વગેરે અનેક બાબતો પર અહીં ખૂબ જ ઉક્તિ અને યુક્તિસંગત રજુઆત કરવામાં આવી છે. Page #75 -------------------------------------------------------------------------- ________________ પ્રવચન-સ્ત્રોત 'बुज्झिज तिउट्टिजा, बंधणं परिजाणिया। किमाह बंधणं वीरो, किं वा जाणं तिउट्टइ ।।' “શ્રી સમસ્વામી ઃ બોધ પામ ! બંધનને ચારે બાજુથી જાણ ! બંધનને તોડી નાંખ! શ્રી જંબૂસ્વામી પ્રભુ વીરે કોને બંધન કર્યું છે, શું જાણીને એને તોડી શકાય છે?' 'तित्थयरे य जिणवरे सुत्तकरे गणहरे य णमिऊणं । सूयगडस्स भगवओ 'णिज्जुत्तिं' कित्तइस्सामि ।।१।।' "જિનેશ્વર, તીર્થકરો અને સૂત્રને કરનારા ગણધરોને નમસ્કાર કરીને ભગવાન એવા સૂયગડાંગની નિર્યુક્તિ હું કીર્તન કરીશ.' Page #76 -------------------------------------------------------------------------- ________________ પઃ આટાઘનામાં તિથિનું મહત્વ અનંત ઉપકારી, ચરમતીર્થપતિ, શ્રમણ ભગવાન શ્રી મહાવીર પરમાત્માના શાસનના પરમાર્થને પામેલા પંચમ ગણધર ભગવંતશ્રી સુધર્માસ્વામીજી મહારાજા દ્વાદશાંગી પૈકીના બીજા અંગ આગમ સૂયગડાંગ સૂત્રના માધ્યમથી પરમતારક પરમાત્મા શ્રીમહાવીરદેવે સ્વસમય અને પરસમયનો જે ભેદ બતાવ્યો છે, પરસમય ત્યજીને સ્વસમયમાં સ્થિર થવાનો માર્ગ બતાવ્યો છે, તેનું અદ્ભુત રીતે વર્ણન કરી રહ્યા છે. આ મહાન આગમનાં રહસ્યો સમજાવવા માટે તેના ઉપર ચૌદ પૂર્વધર શ્રીભદ્રબાહુસ્વામીજીએ “નિર્યુક્તિની રચના કરી છે તો અન્ય પૂર્વાચાર્ય મહર્ષિએ “ચૂર્ણિ'ની રચના કરી છે અને એ જ રીતે એના ઉપર પૂજ્ય આચાર્યશ્રી શીલાંકસૂરિજી મહારાજે “ટીકા પણ રચી છે. આ મહાન ગ્રંથનું જેણે અધ્યયનાદિ કરવું હોય તેણે કેવી લાયકાત કેળવવી જોઈએ તેનું ચૂર્ણિકાર મહર્ષિએ સુંદર માર્ગદર્શન આપ્યું છે. અધ્યયન પૂર્વેની કાળજી : આ મહાન આગમ અને આગમના પદાર્થો જેણે પીરસવાના છે અને જેણે ઝીલવાના છે, તે બંનેએ કેવી કાળજી લેવી જોઈએ તેની વાત કરતાં પહેલે નંબરે આલોચનાની વાત કરી છે. આગમની વાંચના જેણે લેવી છે અને જેણે આપવી છે તે બંનેએ જીવનમાં થયેલા પાપોની, દોષોની આલોચના કરીને શુદ્ધિ કરવી જોઈએ. બીજા નંબરે જેણે શ્રવણ કરવું છે તે સ્વયં વિનીત હોવો જોઈએ. તેમ જણાવ્યું છે, જે વાત આપણે કરી ગયા છીએ. એ જ રીતે ત્રીજા નંબરે આ Page #77 -------------------------------------------------------------------------- ________________ પ૮ ૧ - આગમ જાણો ! આગમની વાંચના જ્યાં કરવી છે, તે ક્ષેત્ર કેવું શુભ હોવું જોઈએ ? પ્રશસ્ત હોવું જોઈએ ? - તે જણાવ્યું છે. કારણ કે શુભક્ષેત્રના શુભ પરમાણુઓ અને મનોભાવને પ્રસન્નતાની દિશામાં લઈ જતું અનુકૂળ વાતાવરણ મળ્યા કરે અને એવા શુભ પરમાણુઓ અને વાતાવરણના કારણે આગમવચન સીધું પ્રશસ્ત રીતે પરિણામ પામે. તે પછી ચોથા નંબરે દિશાની વિચારણા કરી ગયા અને પાંચમા નંબરે કાળ કેવો હોવો જોઈએ તેની વાત કરી. શ્રી સૂયગડાંગ સૂત્રનું અધ્યયનાદિ ક્યા કાળમાં કરવું ? આ અંગે ચૂર્ણિકાર મહર્ષિએ જણાવ્યું છે કે – 'कालेत्ति इमं अंगं कालेण पढिजति, राति-दिणाणं पढम-चरिमासु पोरिसीसु ।' કાળની અપેક્ષાએ આ અંગ રાત-દિવસની પહેલી-છેલ્લી પોરિસીઓમાં કાળના સહારે ભણી શકાય છે.” દિવસના પહેલા, છેલ્લા પ્રહરમાં અને રાત્રિના પહેલા, છેલ્લા પ્રહરમાં જ આ આગમનું અધ્યયન કરવું જોઈએ. એમ આપણે ગઈ કાલના વ્યાખ્યાનમાં જોયું હતું. સભા: આ પ્રહર એટલે શું? દિવસ જેટલા કલાકનો હોય તેના સરખા ચાર ભાગ કરતાં જે ચાર ભાગ થાય, તે દરેકને પ્રહર કહેવાય છે. તે જ રીતે રાત્રિમાં પણ સમજવું. દિવસ મોટો હોય ત્યારે દિવસના પ્રહરો મોટા હોય અને રાત્રિ મોટી હોય ત્યારે રાત્રિના પ્રહરો મોટા હોય. સરેરાશ ૨૪ કલાકના દિવસ-રાતમાં કુલ૧૨ કલાક શ્રી સૂયગડાંગ સૂત્રનું અધ્યયન વગેરે થઈ શકે. પ્રહર જેમ કાળનો એક વિભાગ છે, તેમ તિથિ પણ કાળનો જ એક વિભાગ હોઈ કઈ તિથિઓમાં શ્રી સૂયગડાંગ સૂત્રના અધ્યયનનો ઉદ્દેશો - આરંભ કરવો અને કઈ તિથિએ ન કરવો ? તે જણાવતાં કહ્યું કે, સુદ કે વદ પક્ષની ચોથ, છઠ્ઠ, આઠમ, નોમ, બારસ, ચૌદસ, તેમજ પૂનમ અને અમાવસ્યાની તિથિએ આ આગમ વાચનાનો પ્રારંભ ન કરવો – એમ જણાવીને કઈ તિથિમાં પ્રારંભ થઈ શકે, તે જણાવતાં કહ્યું કે એકમ, બીજ, ત્રીજ, પાંચમ, સાતમ, દશમ, Page #78 -------------------------------------------------------------------------- ________________ ૫૯ ૫ઃ આરાધનામાં તિથિનું મહત્ત્વ - 5 અગિયારસ કે તેરસે શ્રી સૂયગડાંગ સૂત્ર વગેરે આગમની વાચનાનો પ્રારંભ કરી શકાય. આ માટે “નિર્યુક્તિ' ગ્રંથમાં “વિશેષાવશ્યક ભાષ્યની ગાથા ટાંકીને કહ્યું છે 'चाउद्दसिं पण्णरसिं वजेजा, अट्ठमिं च नवमिं च । छट्टि चउत्थिं बारसिं च, सेसासु देजाहि ।।३४०७।।' ચૌદશ અને પૂર્ણિમા-અમાવાસ્યા, આઠમ અને તોમ, છ, ચોથ અને બારસને છોડીને બાકીની તિથિઓમાં વાચના આપવી.' નક્ષત્રોની અધ્યયન પર અસર : તે જ રીતે જ્યારે આગમ વાચનાનો પ્રારંભ કરવાનો હોય ત્યારે કયા નક્ષત્રમાં કરવો ને કયા નક્ષત્રમાં પ્રારંભ ન કરવો ! તે પણ જણાવ્યું છે. તે જણાવતાં પણ ચૂર્ણિકાર ભગવંતે “વિશેષાવશ્યક ભાષ્ય'ની ગાથા ટાંકતા લખ્યું છે કે – ‘‘ મિસર-મદ્દા, પુણે, તિ િર “પૂળા મૂલ્સે સી . 'हत्थो चित्ता य तहा, दस विद्धिकराइं नाणस्स ।।३४७८।। 'संझागयं 'रविगयं विड्डेरं सग्गहं "विलंबं वा । 'राहुहयं गहभिण्णं च, वजए सत्त नक्खत्ते ।।३४०९॥' - विशे० भाष्य “મૃગશીર્ષ-૧, આદ્ર-૨, પુષ્ય-૩, પૂર્વાફાલ્યુવી-૪, પૂર્વાષાઢા-પ, પૂર્વાભાદ્રપદ-૬, મૂળ-૭, આશ્લેષા-૮, હસ્ત-૯, ચિત્રા-૧૦ : આ દશ નક્ષત્રો જ્ઞાનની વૃદ્ધિ કરનારા હોવાથી આ નક્ષત્રમાં આગમ અધ્યયનનો પ્રારંભ કરવો અને સંધ્યાગત-૧, રવિગત-૨, વિફેર-૩, સગ્રહ-૪, વિલંબી-પ. રાહુeત-૬ અને ગ્રહભિન્ન-૭: આ સાત નક્ષત્રમાં આગમ અધ્યયનનો પ્રારંભ ન કરવો.” સભા: સંધ્યાગત વગેરે નક્ષત્રોમાં આગમ અધ્યયનનો પ્રારંભ ન કરવાનું કારણ શું, એનાથી કોઈ નુકસાન થાય ? સારું કામ તો ક્યારે પણ કરી શકાય ને ? Page #79 -------------------------------------------------------------------------- ________________ ૧ - આગ 60. - ના, એવું નથી. સારા કામના પ્રારંભ માટે જેમ ક્ષેત્ર સારું જોઈએ, તેમ કાળ પણ સારો જ જોઈએ. કાળમાં જે રીતે પ્રહરની વિચારણા કરવાની છે, તિથિની વિચારણા કરવાની છે, તે જ રીતે નક્ષત્રની પણ વિચારણા કરવાની છે. કારણ કે નક્ષત્ર પણ કાળનો જ એક પ્રકાર છે, તેનો પણ સારી કે ખરાબ પ્રભાવ કાર્ય ઉપર પડે જ છે. માટે જ મૃગશીર્ષ વગેરે દશ નક્ષત્રો જ્ઞાનની વૃદ્ધિ કરનારા હોઈ તેમાં પ્રારંભ કરવાનું કહ્યું અને સંધ્યાગત વગેરે સાત નક્ષત્રો અહિત કરનાર હોઈ તેમાં વિદ્યાભ્યાસ કરવાનો નિષેધ કર્યો. આ વાતની સ્પષ્ટતા કરતાં ચૂર્ણિકાર મહર્ષિએ જણાવ્યું છે કે – 'संझागयंमि कलहो होति, कुभत्तं विलंबि नक्खत्ते । विड्डेरे परविजओ, आइञ्चगते अणिव्वाणी ।।१।। जं सग्गहंसि कीरइ, नक्खत्ते तत्थ दुग्गहो होइ । राहुहयंमि य मरणं, गहभिण्णे लोहिउग्गालो ।।२।। આ આગમનું અધ્યયન કે ઉદ્દેશ વગેરે – સંધ્યાગત’ નક્ષત્રમાં કરવાથી કલહ-કજીયો થાય છે. “વિલંબી' નક્ષત્રમાં કરવાથી ખરાબ ભોજન કરવાનો વારો આવે છે. “વિડેર' નક્ષત્રમાં કરવાથી સામાનો વિજય થાય છે. ‘રવિગત' નક્ષત્રમાં કરવાથી કાર્યની પૂર્ણાહુતિ થતી નથી. સગ્રહ' નક્ષત્રમાં કરવાથી દુર્રહ - ખરાબ રીતે પકડાવાનું કે પદાર્થની ખોટી પક્કડ થાય છે. ‘રાહુહેત' - રાહુથી હણાયેલ નક્ષત્રમાં કરવાથી મૃત્યુ થાય છે અને “ગ્રહભિન્ન' નક્ષત્રમાં કરવાથી લોહીની ઉલટી થાય છે. આગમનાં અધ્યયન-અધ્યાપનનો પ્રારંભ કરનારને કે આગમનો ઉદ્દેશો વગેરે કરનાર, કરાવનારને કોઈપણ પ્રકારે નુકસાન ન થાય કે તેમનું અહિત ન થાય તે માટે આ બધી જાણકારી આપીને શ્રુતના ઉપાસકો ઉપર મહાપુરુષોએ કેટલો મોટો ઉપકાર કર્યો છે, તે આના ઉપરથી પણ સમજી શકાય તેવું છે. Page #80 -------------------------------------------------------------------------- ________________ ૯૧ - ૫ ઃ આરાધનામાં તિથિનું મહત્ત્વ - 5 61 સભા: સાહેબજી ! આપે આ ‘સંધ્યાગત' વગેરે નક્ષત્રોમાં અધ્યયનાદિ કરવાથી કેવાં કેવાં નુકસાન થાય તે જણાવ્યું. પણ કયા નક્ષત્રોને સંધ્યાગત વગેરે તરીકે ઓળખવાં ? એ જણાવ્યું નહિ. આ માટે તમારે વિશેષ અભ્યાસ કરવો પડશે. આમ છતાં ટુંકાણમાં કહું તો, જે નક્ષત્રમાં સૂર્ય હોય તે નક્ષત્રથી ચૌદમું કે પંદરમું જે નક્ષત્ર હોય તેને “સંધ્યાગત' નક્ષત્ર કહેવાય છે. જે નક્ષત્રમાં સૂર્ય રહેલો હોય તે નક્ષત્રને રવિગત' નક્ષત્ર કહેવાય છે. પૂર્વદિશાનાં નક્ષત્રો હોય ત્યારે પૂર્વદિશામાં જવું જોઈએ. જો અન્ય દિશાથી જવાય તો “વિડેર' કહેવાય છે. જે નક્ષત્ર ક્રૂર ગ્રહોની સાથે હોય તે “સગ્રહ' નક્ષત્ર કહેવાય છે. જે નક્ષત્રને સૂર્ય ભોગવીને છોડી દીધું હોય તે વિલંબી નક્ષત્ર કહેવાય છે, જે નક્ષત્રમાં રાહુનું ગ્રહણ થયું હોય તે નક્ષત્ર “રાહુહત' કહેવાય છે અને જે નક્ષત્ર ગ્રહથી ભેદાયેલું હોય તેને “ગ્રહભિન્ન' નક્ષત્ર કહેવાય છે. આટલું સમજીને યાદ રાખશો તો પણ તમારું કામ થઈ જશે. ધર્મારાધના માટે દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવની શુદ્ધિ અનિવાર્ય : શાસ્ત્રકાર ભગવંતોએ દરેક પ્રકારની ધર્મ-આરાધના માટે દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવ આદિની શુદ્ધિ જોવા ઉપર ખૂબ ભાર આપેલો છે. ધર્મ-આરાધનાનો ઉદ્દેશ જીવને અનંત દુઃખથી છોડાવી અનંત સુખમય મોક્ષની પ્રાપ્તિ કરાવવી એ છે. મોક્ષની પ્રાપ્તિ માટે જીવે પૂર્વે બાંધેલાં કર્મોનો ક્ષય કરવાનો હોય છે. જ્યાં સંપૂર્ણ કર્મનો ક્ષય શક્ય કે સંભવિત ન હોય ત્યાં તેનો આંશિક ક્ષય અને આંશિક ઉપશમન કરવાનું હોય છે. એ સિવાય મુક્તિમાર્ગમાં પુણ્યાનુબંધી પુણ્યનો ઉદય પણ સહાયક બનતો હોય છે. આ કર્મોનો ક્ષય અને ઉદય વગેરે દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવાદિની શુદ્ધિ પર આધાર રાખે છે. એટલે કે દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવાદિની શુદ્ધિ હોય તો કર્મનો ક્ષય પણ સધાય કે પુણ્યાનુબંધી પુણ્યનો ઉદય પણ પ્રાપ્ત થાય. એ જ રીતે દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવાદિની અશુદ્ધિ હોય તો કર્મનો ક્ષય ન થાય, પરંતુ નવો બંધ કે ઉદય થાય એમ પણ બને. માટે જ દીક્ષા ક્યારે અને ક્યાં અપાય - ન અપાય ? – એની વિચારણામાં સૂરિપુરંદર પૂ. આ. શ્રી હરિભદ્રસૂરીશ્વરજી મહારાજે ક્ષેત્રાદિની શુદ્ધિ જોવાની ભલામણ કરતાં “પંચવસ્તકમાં જણાવ્યું છે કે – Page #81 -------------------------------------------------------------------------- ________________ કુર - - - - -- ૧ - આગમ જાણો ! – 62 'एसा जिणाणमाणा, खित्ताइआ य कम्मणो हुँति । उदयाइकारणं जं, तम्हा एएसु जइअव्वं ।।११४।।' “દીક્ષા આપવા માટે ક્ષેત્રાદિની શુદ્ધિ જોવી એ જિનોની આજ્ઞા છે, કારણ કે ક્ષેત્રાદિની શુદ્ધિ કર્મના ઉદય વગેરેમાં કારણરૂપ છે. માટે ક્ષેત્રાદિની શુદ્ધિમાં પ્રયત્ન કરવો જોઈએ. આ જ વાતને તેઓશ્રીમદે પૂર્વમહર્ષિની ગાથા ટાંકવા દ્વારા વધુ સમર્થિત કરી છે. તેમાં જણાવ્યું છે કે – 'उदय-क्खय-क्खओवसमो-वसमा जं च कम्मुणो भणिया । दव्वं खित्तं कालं भवं च भावं च संपप्प ।।१।।' 'કર્મના જે ઉદય, ક્ષય, ક્ષયોપશમ, ઉપશમ કહેલા છે, તે દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવ (જન્મ) અને ભાવને આશ્રીતે થાય છે.' આટલી વિચારણાથી હવે એ સમજાઈ જવું જરૂરી છે કે દરેક પ્રકારની ધર્મઆરાધના અન્ય શુભ કાર્યો કરતાં પહેલાં દ્રવ્યની શુદ્ધિ જેમ જોવાની હોય છે, તેમ ક્ષેત્રની શુદ્ધિ પણ જોવાની હોય છે. ક્ષેત્રની શુદ્ધિ જેમ જોવાની હોય છે, તેમ કાળની શુદ્ધિ પણ જોવાની હોય છે. કાળની શુદ્ધિ જેમ જોવાની હોય છે, તેમ ભાવની શુદ્ધિ પણ જોવાની હોય છે. જીવદ્રવ્ય ભવી છે કે અભવી, ભારે કર્મ કે લઘુકર્મી વગેરે જોવું એ દ્રવ્યની શુદ્ધિમાં આવે. એમાં ભવી, લઘુકર્મી જીવ શુદ્ધ દ્રવ્ય ગણાય. જ્યારે અભવી, ભારેકર્મી જીવ અશુદ્ધ દ્રવ્ય ગણાય. શુદ્ધનો સ્વીકાર કરાય અને અશુદ્ધનો ત્યાગ કરાય. એ જ રીતે ક્ષેત્રમાં છે. અશુચિ વગેરે લક્ષણોવાળાં અપ્રશસ્ત ક્ષેત્રમાં વાચનશ્રવણાદિ ધર્મ-આરાધના ન કરાય. પરંતુ શુચિ, ઈક્ષુવન, જિનાયતન, જળસ્થાન વગેરેથી મનોહર સ્થાનમાં કરાય. એ થઈ ક્ષેત્રની શુદ્ધિ. એ જ રીતે કાળમાં પણ - વિહિત, તિથિ, વાર, નક્ષત્રાદિમાં જ વિહિત અનુષ્ઠાન કરાય, પરંતુ અવિહિત તિથિ, વાર, નક્ષત્રાદિમાં ન કરાય. એ જ રીતે અર્થીપણું, જિજ્ઞાસુતા, વિનયશીલતા, વિધિપાલન વગેરે લક્ષણોથી જેનામાં Page #82 -------------------------------------------------------------------------- ________________ હ૩ – ૫ આરાધનામાં તિથિનું મહત્વ - 5 - 63 પ્રશસ્ત-શુભભાવ જણાય તેને જ આરાધનાનું પ્રદાન કરી શકાય, પરંતુ અનર્થી, અવિનીત, કુતૂહલવૃત્તિ પોષનાર આદિને ન આપી શકાય. આ દરેક બાબતોની ઝીણવટભરી વિચારણા આપણા મહાપુરુષોએ અનેક શાસ્ત્રમાં સવિસ્તર કરેલી છે. કારણ કે તેના અનુસરણમાં જ સાધકનું કલ્યાણ છે. તેની ઉપેક્ષા, અનાદર કરવાથી સાધકને ઘણું મોટું નુકસાન થાય છે. અનાદિકાળથી ભવભ્રમણ કરતાં કરતાં કોઈક કર્મલઘુતાથી આપણને આર્યદેશાદિ સામગ્રી મળી છે, એમાં ય વિશિષ્ટ પુણ્યના ઉદયના કારણે દેવગુરુ-ધર્મનો યોગ અને ધર્મ-આરાધનાની મહાન તક મળી છે. તેને આપણે વ્યર્થ ન ગૂમાવવી હોય તો જ્ઞાની ભગવંતોએ એ માટે જણાવેલાં દરેક વિધિ-નિષેધોનું આપણે અણિશુદ્ધપણે પાલન કરવું જ જોઈએ. તિથિ પણ કાળનો એક ભાગ છે : દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવની જે આપણે વાત કરી તેમાં નક્ષત્ર, વાર આદિ જેમ કાળનો ભાગ ગણાય છે, તેમ તિથિ પણ કાળનો જ ભાગ ગણાય છે. માટે જ કઈ તિથિઓમાં આગમાદિ શાસ્ત્રોની વાચના વગેરેનો પ્રારંભ, દીક્ષા પ્રદાન વગેરે કરવું અને કઈ તિથિઓમાં ન કરવો, એની વિધિ-મર્યાદા બાંધી આપી છે; અને એ માટે પણ અનેક ગ્રંથોમાં સવિસ્તર જણાવ્યું છે. એટલું જ નહિ પરંતુ સ્પેશ્યલ તિથિ માટે જ ઘણા ગ્રંથો રોક્યા છે. સભા: બીજી બધી વાત તો બરાબર પણ કાળની બાબતમાં જે આપે તિથિની વાત કરી, એમાં તો ઘણા બધા મતભેદ છે તો તે માટે અમારે શું કરવું ? પંચાંગના આધારે નક્કી કરવું કે “આજે કઈ તિથિ છે ?” જો ચોથ, છઠ્ઠ, આઠમ, નોમ, બારસ, ચૌદશ, પૂનમ કે અમાસ હોય તો તે દિવસે આગમના અધ્યયનનો પ્રારંભ ન કરવો અને તે સિવાયની પ્રશસ્ત તિથિઓમાં પ્રારંભ કરવો. સભા: એ તો બરાબર પણ પંચાંગ કયું જોવું ?કોઈક પંચાંગમાં અમુક વારે અમુક તિથિ હોય અને અમુક પંચાંગમાં તે જ વારે બીજી તિથિ બતાવી હોય તો અમારે શું કરવું ? એ માટે ગમે તે પંચાંગો ન જોતાં સંઘમાન્ય એવા “જન્મભૂમિ પંચાંગ”ના પોતાના મૂળ કોઠામાં જે તિથિઓ બતાવી હોય તે જોઈને તેના આધારે નક્કી કરવું. સભા: પણ એમાં તો આઠમ, અગીયારસ, ચૌદશ વગેરે મોટી તિથિઓનો ક્ષય પણ Page #83 -------------------------------------------------------------------------- ________________ ૬૪ ૧ આગમ જાણો ! બતાવ્યો હોય છે અને એની વૃદ્ધિ પણ બતાવી હોય છે, તો એ માટે અમારે શું કરવું ? એ માટે ‘શ્રી શ્રાદ્ધવિધિ’ નામના ગ્રંથમાં બતાવેલ - ‘ક્ષયે પૂર્વા તિથિઃ વાર્યા, વૃદ્ધો વાર્યા તથોત્તરઃ ।' સૂત્રના આધારે નક્કી કરવું. સભા : પણ પર્વતિથિની ક્ષયવૃદ્ધિ થાય જ શી રીતે ? પર્વતિથિની ક્ષય-વૃદ્ધિ ન જ થાય એવું તમે શાના આધારે કહો છો? શું એ તમારા અને મારા હાથમાં છે કે આકાશમાં થતા સૂર્ય-ચંદ્રના ભ્રમણના આધારે થાય છે ? સભા : આ વિગતને જરા મૂળમાંથી વિગતવાર સમજાવો તો સારું, પણ આપને લાગે છે કે આ તિથિ જેવો અઘરો વિષય અમે સમજી શકીશું ? 64 તિથિનો વિષય તમે માનો છો એવો જરાય અઘરો નથી. થોડું ધ્યાન આપો તો બહુ જ સહેલાઈથી સમજાય એવો આ વિષય છે. સભા : આ મુદ્દે પંચાંગ શું કહે છે અને એ માટે તપાગચ્છને માન્ય એવાં ધર્મશાસ્ત્રો શું કહે છે ? - એ ઉપર થોડું લક્ષ્ય અપાય તો એક અને એક બેની જેમ બરાબર સમજાઈ જાય તેવું છે. છતાં તમને એમ લાગતું હોય કે ‘ના, અમને નહિ સમજાય,’ તો આપણા ચાલુ વિષયમાં આગળ વધું. આ વિષય સહેલો છે કે અથરો, એની અમને જરાય ખબર નથી. આ તો અમે સાંભળ્યું છે કે આ વિષય બહુ જ અઘરો છે, એટલે એમ થયું કે સમજાશે કે નહિ ? જો ન સમજાય એવું હોય તો આપનો સમય શું કામ બગાડવો ? જો આપને લાગતું હોય કે આ વિષય અમને સમજાય તેવો છે તો આપ આજે ચોક્કસ સમજાવો. અમારે સમજવું જ છે. જે વસ્તુની આમે ય તમારા જીવનમાં રોજ રોજ જરૂર છે, તે સમજાવવામાં જે સમય જાય તે કામનો જ છે. એમાં સમય નકામો જાય છે, એવું વિચારવું એ પણ ખોટું છે. આ માટે થોડું પંચાંગ જોતાં આવડતું હોય અને માત્ર બે ગાથાઓ ‘શ્રાદ્ધવિધિ’ની બરાબર મોંઢે થઈ જાય અને એનો અર્થ બરાબર સમજાઈ જાય તો બિલકુલ સહેલું છે. સભા આપે કહ્યું કે તિથિના વિષયની અમારા જીવનમાં રોજેરોજ જરૂર છે. એ કઈ રીતે ?આજનો અમારો મોટા ભાગનો વ્યવહાર તો તારીખ ઉપર જ ચાલે છે. Page #84 -------------------------------------------------------------------------- ________________ ૫ : આરાધનામાં તિથિનું મહત્ત્વ – 5 એ તો તમારો દુન્યવી વ્યવહાર; જ્યારે હું તો ધર્મવ્યવહારની વાત કરું છું અને ખરેખર તો દુન્યવી વ્યવહાર પણ તિથિના આધારે જ ચાલવો જોઈએ. પણ તમે બધાએ અનાર્યો સાથે રહીને અને અનાર્ય શિક્ષણ લઈને આર્ય છતાં અનાર્ય જેવા બનેલા લોકો સાથે વ્યવહાર ચાલુ કર્યો, એટલે તમારો વ્યવહાર તારીખના આધારે ચાલવા લાગ્યો. બાકી તો આ બધો જ વ્યવહાર તિથિ મુજબ જ ચાલવો જોઈએ. ઉપ ― રોજીંદા વ્યવહારમાં તિથિની આવશ્યકતા : સભા: અમારા રોજીંદા ધર્મવ્યવહારમાં તિથિ કઈ રીતે ઉપયોગી ગણાય ? શ્રાવકના જીવનમાં સદાય જ્ઞાન, દર્શન, ચારિત્રની આરાધનાઓ કરવાની હોય, એ માટે એને જ્ઞાન, દર્શન, ચારિત્રની તિથિઓ નક્કી કરવી પડે. શ્રાવકને ખબર હોય છે કે મોટે ભાગે આયુષ્યનો બંધ પર્વતિથિના દિવસે જ પડે છે. માટે એને ૨, ૫, ૮, ૧૧, ૧૪ તિથિ ક્યારે છે, એ જાણવું અને એ દિવસે દુર્ગતિનું આયુષ્ય ન બંધાય, પણ સદ્ગતિનું જ આયુષ્ય બંધાય. તે માટે તે જે નાના-મોટા તપ, ત્યાગ, વ્રત, જપ વગેરે ક૨વાનાં હોય. આ માટે પણ આજે કઈ તિથિ છે, તે તેણે જાણવું પડે છે. માટે જ ‘શ્રાદ્ધવિધિ’કારે આગમની સાક્ષી આપીને આ વાત જણાવતા કહ્યું છે કે – 'xxपर्वतिथिपालनं च महाफलं शुभायुर्बन्ध - हेतुत्वादिना । ‘ભવવું ! વીવપમુદ્દાસુ પંચતુ તિીતુ [વિદ્દિગં] यदागमः धम्माट्ठाणं किं फलं होइ ?' 'गोयमा ! बहुफलं होइ, जम्हा एआसु तिहीसु पाएणं जीवो परभवाउं समणिज्जइ, तम्हा तवोविहाणाइधम्माणुट्ठाणं कायव्वं । जम्हा सुहाउअं समणिज्जइत्ति ।' ‘પર્વતિથિઓનું પાલન મહાફ્ળને આપનારું છે. કારણ કે એથી શુભ આયુષ્યનો બંધ થવો વગેરે લાભ થાય છે.' આગમમાં પણ કહ્યું છે કે (શ્રી ગૌતમસ્વામીજીએ પ્રભુને પૂછ્યું) 65 - Page #85 -------------------------------------------------------------------------- ________________ ૬૯ - ૧ - આગમ જાણો ! - 66 “ભગવાન ! બીજ વગેરે પાંચે તિથિમાં કરેલા ધર્માનુષ્ઠાનનું શું ફળ થાય ?' (પ્રભુએ તેમને જવાબ આપ્યો) હે ગૌતમ ! ઘણું ફળ થાય છે, કારણ આ તિથિઓમાં જીવ પ્રાયઃ કરીને પરભવનું આયુષ્ય ઉપાર્જ છે. તેથી (એમાં) તપોવિધાન વગેરે ધર્માનુષ્ઠાન કરવાં જોઈએ કે જેથી શુભાયુનો બંધ થાય.' પૂનમ, અમાસ પક્ષ-સંધિની અને માસ-સંધિની તિથિઓ છે, તેમ જ ત્રણ ચોમાસી પણ પૂનમે આવે છે. માટે પણ પૂનમ ક્યારે છે, તે પણ જાણવું જરૂરી છે. શ્રાવકો પરમતારક તીર્થકર ભગવંતોના પરમ ઉપાસક હોય છે. તેથી તે પરમતારક પ્રભુનાં પાંચેય કલ્યાણકોની કે પોતાના ઉપર જે પ્રભુનો વિશેષ ઉપકાર હોય, પોતે જે પ્રભુની રોજ પૂજા કરતો હોય કે જે ગામ વગેરેમાં રહેતો હોય તે ગામના મંદિરના જે મૂળનાયક હોય કે કલ્યાણક તપ કરતો હોય તો તે સર્વ તીર્થકરોનાં કલ્યાણકોની તિથિનું જ્ઞાન પણ એને માટે જરૂરી બને છે. આ માટે પણ એને તિથિની જાણકારી મેળવવી જરૂરી હોય છે. આ સિવાય પણ નાનાં-મોટાં અનેક નિમિત્તોને પામીને તેણે નાની-મોટી જે પણ આરાધના કરવાની હોય તેના માટે અને વર્ષભરની ત્રણસોને સાહિઠ તિથિઓ પૈકી દરેકે દરેક તિથિની રોજરોજની જાણકારી મેળવવી જરૂર હોય છે. માટે જ સમગ્ર તપાગચ્છને માન્ય એવા અને આજથી આશરે ૭૦૦ વર્ષ પૂર્વે રચાયેલા “શ્રી શ્રાદ્ધવિધિ” નામના ગ્રંથરત્નમાં જણાવ્યું છે કે સવારે શ્રાવક વિચારે કે – અદ્ય વા તિથિઃ ? %િ ન્યાતિમ્ ?' આજે કઈ તિથિ છે ? આજે કલ્યાણક વગેરે શું છે ?' સૂર્યોદયકાલીન તિથિ પ્રમાણ: આ વિચાર્યા પછી એનું સમાધાન કઈ રીતે મેળવવું ? એ જણાવતાં શ્રી શ્રાદ્ધવિધિ ગ્રંથમાં જ કહ્યું છે કે, “સૂર્યોદય સમયે જે તિથિ હોય તેને પ્રમાણભૂત Page #86 -------------------------------------------------------------------------- ________________ ૫ : આરાધનામાં તિથિનું મહત્ત્વ – 5 માનવી અને તેના આધારે પોતાનાં વ્રત-પચ્ચક્ખાણ વગેરે કરવાં અને સાંજનાં પ્રતિક્રમણ વગેરે પણ તેના જ આધારે કરવાં. આ વાતના અનુસંધાનમાં તેઓશ્રીએ એક પૂર્વ મહર્ષિની ગાથાને સાક્ષી તરીકે ટાંકતાં લખ્યું કે - ૬૭ 'उदयंमि जा तिही सा पमाण-मियरीए कीरमाणीए । આળામંા-નવસ્થા-મિચ્છત્ત-વિષાદળ પાવે ।।’ ‘સૂર્યોદય સમયે જે તિથિ હોય તેને પ્રમાણભૂત માનવી (આરાધના માટે તેને માન્ય કરવી) (સૂર્યોદય સમયે જે તિથિ હોય તેને પ્રમાણભૂત ન માનતાં) અન્ય તિથિને પ્રમાણભૂત માનવામાં આવે તો આજ્ઞાભંગ, અનવસ્થા-અવ્યવસ્થા, મિથ્યાત્વ અને વિરાધના પામે.' સભા : સાહેબજી, જરા સ્પષ્ટ રીતે સમજાવો તો સારું. આ ગાથા શ્રાદ્ધવિધિ બની તે પૂર્વેના પ્રમાણભૂત ગ્રંથની ગાથા છે. માટે શ્રાદ્ધવિધિકાર મહર્ષિએ તેને સાક્ષી તરીકે ટાંકી છે. એમાં ઔદિયક તિથિની જ આરાધના કરવી, - એમ કહ્યું છે. ઉદયમાં ન હોય તેવી અૌદયિક તિથિને પ્રમાણ માનીને તેના આધારે આરાધના કરવાની ના પાડી છે. 67 ઔદયિક તિથિ ન કરીએ તો ચાર મોટા દોષ લાગે : સૂર્યોદય સમયે જે તિથિ ચાલતી હોય તેને ઔદયિક તિથિ કહેવાય છે અને સૂર્યોદય સમયે જે તિથિ ચાલતી ન હોય તેને અનૌદયિક તિથિ કહેવાય છે. આવી ઔદયિક તિથિની આરાધના ન કરતાં જે અનૌયિક તિથિની આરાધના કરે છે, તેને ચાર દોષ લાગે છે. તેમાં સૌથી પહેલો દોષ ‘આજ્ઞાભંગ' નામનો છે. જ્ઞાની ભગવંતોની એવી આજ્ઞા છે કે ઔદયિક તિથિની જ આરાધના કરવી, અનૌદયિક તિથિની નહિ. આમ છતાં ‘ઔદિયિક તિથિ આરાધવાની' જ્ઞાનીની તે આજ્ઞા ન માનવાના કારણે અનૌદયિક તિથિની આરાધના કરનારને જ્ઞાનીઓની આજ્ઞાભંગનો દોષ લાગે છે. બીજા નંબરનો દોષ ‘અણવત્થા’ નામનો છે. જે દિવસે જે ઔદયિક તિથિ Page #87 -------------------------------------------------------------------------- ________________ - ૧ - આગમ જાણો ! હોય તેની આરાધના ન કરતાં ગમે તે અનોદયિક તિથિની આરાધના કરવાથી જ્ઞાનીઓએ નિશ્ચિત કરી આપેલ વ્યવસ્થા તોડવાનું અને અનવસ્થા-અવ્યવસ્થા કરવાનું પાપ લાગે છે. ત્રીજા નંબરનો “મિથ્યાત્વ' નામનો દોષ છે. જે જેવું હોય તેવું માનવું તે સમ્યકત્વ છે અને હોય તેવું ન માનવું અને ન હોય તેવું માનવું તે મિથ્યાત્વ છે. જે દિવસે જે ઔદયિક તિથિ હોય તેને ન માનવી અને અનૌદયિક તિથિ કે જે નથી, છતાં તેને માનવી તે મિથ્યાત્વ છે. આથી અનોદયિક તિથિ માનવાથી અને એ માનીને એ મુજબ કરવાથી મિથ્યાત્વ નામનો દોષ લાગે છે અને - ચોથો ‘વિરાધના નામનો દોષ છે. જે દિવસે જે ઔદયિક તિથિ હોય તેની આરાધના કરવાની છે, આમ છતાં તે દિવસે તે ઔદયિક તિથિના બદલે અનોદયિક તિથિ માનવાથી ઔદયિક તિથિની આરાધનાના બદલે વિરાધના કરવાનું થાય છે. સાથે અનીદયિક તિથિની આરાધના કરવાથી ઔદયિક તિથિની વિરાધનાનો અને એ દ્વારા જિનશાસનની વિરાધનાનો દોષ લાગે છે. આ ચાર દોષોને “બહુ મોટા દોષો તરીકે આગમગ્રંથોમાં વર્ણવેલા છે. માટે જેણે પણ આજ્ઞાભંગ, અનવસ્થા, મિથ્યાત્વ અને વિરાધનાના દોષથી બચવું હોય તેમણે ઔદયિક તિથિને જ પ્રમાણ માનીને તેની આરાધના કરવી જોઈએ. ભૂલે ચૂકે પણ ઔદયિક તિથિને અપ્રમાણ માનીને ઉદયમાં ન હોય તેવી અનૌદયિક તિથિને માનવાની કે તે મુજબ આરાધના કરવાની ભૂલ ન કરવી જોઈએ. જે દિવસે જે ઔદયિક તિથિ હોય તેને ઉડાડીને ઉદયમાં ન હોય તેવી અનૌદયિક તિથિની કાલ્પનિક સ્થાપના કરીને તેવી અનૌદયિક તિથિની આરાધના કરવાથી આત્માને કોઈ જ લાભ મળતો નથી. ઉપરથી આજ્ઞાભંગ, અનવસ્થા, મિથ્યાત્વ અને વિરાધનાના દોષની જ પ્રાપ્તિ થાય છે. મનનો ઉછાળો ભાવ નથી, જિનાજ્ઞાનુસારી પરિણામ જ ભાવ છે ? જૈનશાસનમાં ભાવનું જ મહત્ત્વ છે, એમ કહીને જેઓ તિથિ વગેરેના આ સિદ્ધાંતને તોડવાની પ્રવૃત્તિ કરે છે, તેમને એ ખ્યાલ હોવો જરૂરી છે કે જૈનશાસનમાં ભાવનું જરૂર મહત્ત્વ છે. પણ ભાવ કોને કહેવાય ? તે સમજવું જરૂરી છે. Page #88 -------------------------------------------------------------------------- ________________ ૬૯ – ૫ આરાધનામાં તિથિનું મહત્ત્વ - 5 – 69. મનની લાગણી કે અંતરનો ઉછાળો એ જ માત્ર ભાવ નથી, એ તો એક પ્રકારની મનની અવસ્થા વિશેષ છે. ઉલ્લાસ અને ધર્મ સહાયક ભાવમાં ફરક છે. જેનશાસનમાં જે ભાવને મહત્ત્વ અપાયું છે તે જિનાજ્ઞાનુસારી પરિણામરૂપ ભાવને મહત્ત્વ અપાયું છે. જે પરિણામ જિનાજ્ઞાનુસારી ન હોય તેમાં ગમે તેટલો ઉલ્લાસ, ઉમળકો હોય તેની કોઈ જ કિંમત નથી. જિનાજ્ઞાનુસારી પરિણામ એ ભાવ છે. એમાં જેટલો ઉલ્લાસ-ઉમળકો ભળે એટલો લાભ છે. જ્યારે જિનાજ્ઞાથી વિપરીત પરિણામ એ સમુચિત ભાવ નહિ, પણ વિપરીતભાવ છે. એમાં જેટલો ઉલ્લાસ-ઉમળકો ભળે એટલું નુકસાન છે, આત્માનું અહિત છે. એટલે ઈચ્છા, ઉલ્લાસ, ઉમળકા રૂપ ભાવને આગળ કરીને, જિનાજ્ઞાનુસારી પરિણામ રૂપ ભાવનો અનાદર-ઉપેક્ષા કરવી તે સ્વ-પરનું કારમું અહિત કરનાર બને છે. ગમે ત્યારે, ગમે તે રીતે મારે આરાધના કરવી છે, મને આરાધના કરવાનો ઉલ્લાસ થયો છે તો મારે બીજો કોઈ વિચાર કરવો નથી. જ્યારે જે રીતે જે આરાધના થઈ શકે તે કરી લેવી છે.' - આવો ભાવ એ આજ્ઞાનુસારી પરિણામ નથી, આવા ભાવને આગળ કરીને ધર્મક્રિયાઓ કરવાથી જૈનશાસનને માન્ય એવા ભાવધર્મની આરાધના થઈ શકતી નથી. જૈનશાસનને માન્ય એવી આરાધના કરવી હોય તો જિનેશ્વર પરમાત્માએ બતાવેલ, ધર્મશાસ્ત્રોમાં વર્ણવેલ, દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવની તમામ મર્યાદાઓને લક્ષ્યમાં રાખીને એનું પૂરેપૂરું પાલન કરવું જરૂરી છે. ભાવના નામે જિનાજ્ઞાનો અનાદર કરનાર વિપરીત ભાવનું પોષણ કરી જિનાજ્ઞાની વિરાધનાના ભાગી બને છે. ધર્મશાસ્ત્રોમાં ભારપૂર્વક કહ્યું છે કે પોતાની મતિકલ્પનાથી કરાતી સઘળીય ધર્મકરણી એ જિનાજ્ઞાથી રહિત હોવાથી સંસારરૂપ ફળને જ આપે છે. તીર્થકરને અનુલક્ષીને પણ એ કરાતી દેખાતી હોય તો પણ તાત્વિક રીતે તે ક્રિયાઓ તીર્થકર સાથે સંબંધ ધરાવતી નથી.” આવું ન બને માટે જિનાજ્ઞાનુસાર દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવના સ્વરૂપને તાત્ત્વિક રીતે સમજી તેની યથોચિત આરાધના કરવી જોઈએ. માટે જ કાળના પણ પ્રશસ્ત-અપ્રશસ્ત વિભાગો સમજી અપ્રશસ્તકાળ છોડી Page #89 -------------------------------------------------------------------------- ________________ ૭૦ ૧ - આગમ જાણો ! 70 પ્રશસ્ત કાળમાં જ આરાધના કરવી જોઈએ. એ માટે કાળના એક અંગભૂત તિથિને અનુરારીને જે જે આરાધના કરવાની છે, તેમાં ઔદયિક તિથિની જ આરાધના કરવી જોઈએ અને અનૌદયિક તિથિને છોડવી જોઈએ. આ રીતે ઔદયિક તિથિનો આદર કરવાથી જિનાજ્ઞાનો આદર થાય છે અને એ દ્વારા ઈચ્છિત સિદ્ધિ થાય છે તથા આજ્ઞાભંગ, અનવસ્થા, મિથ્યાત્વ અને વિરાધના જેવા મહાદોષોથી પોતાની જાતને બચાવી શકાય છે. વૃદ્ધિ અને ક્ષયમાં અપવાદ નિયમ : સભા: “ઔદયિક તિથિની જ આરાધના કરવી અને અનોદયિક તિથિની આરાધના કેમ ન કરવી” એ તો સમજાણું પણ હવે નવો પ્રશ્ન એ થાય છે કે, “જે તિથિ બે દિવસ સુધી સૂર્યના ઉદય સમયે હોય, તો શું બે દિવસ તે તિથિની આરાધના કરવી અને જે તિથિ એક પણ દિવસના સૂર્યોદય સમયે ન હોય તેની આરાધના ન જ કરવી ? આવી સ્થિતિમાં શું કરવું જોઈએ ? પહેલાં એક મુદ્દો સમજી લો કે જે તિથિ બે દિવસના સૂર્યોદય સમયે હોય તેવી તિથિને “વૃદ્ધિતિથિ' કહેવાય છે અને જે તિથિ એક પણ દિવસના સૂર્યોદય સમયે ન હોય તેવી તિથિને “ક્ષયતિથિ' કહેવાય છે. વૃદ્ધિતિથિની આરાધના બે દિવસ કરવાની હોય છે, - એવું પણ નથી અને ક્ષયતિથિની આરાધના ક્યારેય પણ કરવાની નથી હોતી - એવું નથી. વૃદ્ધિતિથિની આરાધના બે દિવસમાં નહિ પણ એક જ દિવસ કરવાની હોય છે અને તે, તે બે દિવસ પૈકીના બીજા એટલે છેલ્લા દિવસે કરવાની હોય છે અને ક્ષયતિથિની આરાધના નથી કરવાની એવું નથી, પણ તે તિથિ જે દિવસે હોય તે દિવસે કરવાની છે. સભા તો એમ કરવાથી ઔદયિક તિથિની આરાધના કરવાની અને અનૌદયિક તિથિની આરાધના નહિ કરવાની, એવી આજ્ઞાનો ભંગ નહિ થાય ? કારણ કે જે તિથિ બે દિવસના સૂર્યોદય સમયે હોય તે બે દિવસમાંથી પહેલા દિવસે ઔદયિક તિથિ હોવા છતાં તેની આરાધના ન કરીએ તો ઔદયિક તિથિની આરાધના ન કરવાનું પાપ લાગે કે નહીં અને જે તિથિ સૂર્યોદય સમયે હોય જ નહિ, તેવી અનોદયિક તિથિની આગળના દિવસે આરાધના કરીએ તો તે દિવસે ઔદયિક તિથિની આરાધના ઉપરાંત અનદયિક તિથિની આરાધના કરવાથી અનોદયિક તિથિની આરાધના કરવાનો દોષ લાગે કે નહિ ? Page #90 -------------------------------------------------------------------------- ________________ પઃ આરાધનામાં તિથિનું મહત્ત્વ - 5 - 71 મને લાગે છે કે આ વિષય તમને સારી રીતે સમજાવા લાગ્યો છે. માટે જ તમારા મનમાંથી આવો પ્રશ્ન ઉક્યો છે. હવે એનો વિગતવાર જવાબ આપું છું. જેને તમે પણ બરાબર ધ્યાન દઈને શાંતિથી સાંભળવાનો, સમજવાનો પ્રયત્ન કરશો તો તમને જરૂર સમજાઈ જશે. હમણાં આપણે જે ‘યંમ ના તિદી' વાળી ગાથાનો અર્થ કરીને વાત કરી, તે “સામાન્ય નિયમ છે. જેને શાસ્ત્રની પરિભાષામાં “ઓત્સર્ગિક નિયમ' કહેવાય છે. આ નિયમ જે જે તિથિઓ સૂર્યોદય સમયે હોય અને જે તિથિ એક જ દિવસના સૂર્યોદયને સ્પર્શતી હોય તેના માટેનો છે. જે તિથિઓ બે દિવસના સૂર્યોદયને સ્પર્શતી હોય કે જે તિથિ એકપણ દિવસના સૂર્યોદયને ન સ્પર્શતી હોય તેના માટે આ નિયમ નથી. જે તિથિ બે દિવસના સૂર્યોદયને સ્પર્શતી હોય તેવી “વૃદ્ધિતિથિ માટેનો અને જે તિથિ એક પણ દિવસના સૂર્યોદયને ન સ્પર્શતી હોય તેવી “ક્ષયતિથિ” માટેનો નિયમ સામાન્ય તિથિના નિયમ કરતાં જુદો છે. જેને “અપવાદિક નિયમ” કહેવાય છે અને તે સામાન્ય રીતે એક દિવસના સૂર્યોદયને સ્પર્શનારી તિથિઓ કરતાં જુદી પડતી વૃદ્ધિતિથિઓ અને ક્ષયતિથિઓ માટેનો નિયમ છે. આ નિયમને રજૂ કરતાં શ્રાદ્ધવિધિકારે પૂર્વધર મહર્ષિ શ્રી ઉમાસ્વાતિજી મહારાજના પ્રઘોષ રૂપ શ્લોકને ટાંક્યો છે. તે શ્લોકમાં કહ્યું છે કે – “ક્ષો પૂર્વ તિદિઃ , વૃદ્ધો તથોત્તર ' જે તિથિનો ક્ષય હોય તેની આરાધના પૂર્વના દિવસે કરવી અને જે તિથિની વૃદ્ધિ હોય તેની આરાધના બીજા દિવસે કરવી.' એવો આ શ્લોકનો અર્થ છે.' સભા : આમ કરવાનું કારણ શું? તિથિની “ક્ષય-વૃદ્ધિ' એટલે ? જે તિથિ એકપણ દિવસના સૂર્યોદયને સ્પર્શેલીન હોય તેને ક્ષયતિથિ કહેવાય છે. આવી ક્ષયતિથિ ભલે સૂર્યોદય સમયે ન હોય, પરંતુ તે સર્વથા નથી હોતી તેવું તો નથી જ. માટે જ “પ્રવચન પરીક્ષા' નામના ગ્રંથમાં લખ્યું છે કે – Page #91 -------------------------------------------------------------------------- ________________ ૭૨ 12 -- ૧ - આગમ જાણો! ર દિ દીનવં નામ તિથેશ: I' તિથિ ક્ષય એટલે તિથિનો નાશ એમ નથી જ.' માટે તે જ્યારે એટલે કે જે દિવસે વિદ્યમાન હોય, ચાલુ હોય તે દિવસે તેને લગતી આરાધના કરવી જોઈએ. જ્યારે એટલે જે દિવસે તે ન જ હોય તે દિવસે તેને લગતી આરાધના કરવાનો કોઈ અર્થ રહેતો નથી. જેમ જે તિથિ સૂર્યોદય સમયે હોય તેની આરાધના તે દિવસે કરવી જોઈએ, તેમ જે તિથિ સૂર્યોદય સમયે ન હોય તે તિથિ જે દિવસે હોય તે દિવસે જ તેની આરાધના કરવી જોઈએ. * માટે જ “તત્ત્વતરંગિણી' નામના ગ્રંથમાં સ્પષ્ટ શબ્દોમાં લખ્યું છે કે - ‘xxયં સુર્યોદયવાણ સમારે ય તિથિઃ a gવ સૂર્યોદયસ્તરાત્તિ મામ્ xx' જે સૂર્યોદયને પામીને જે તિથિ સમાપ્ત થાય છે તે જ સૂર્યોદય તે તિથિ માટે પ્રમાણ કહેવાય છે.' સૂર્યોદય સમયે જે તિથિ વિદ્યમાન ન હોય, તેવી ક્ષયતિથિ પોતાની આગળની ઔદયિક તિથિના દિવસે જ ભોગવાતી હોવાથી તેની હાજરીમાં જ તેની આરાધના કરવી જોઈએ. સભા: સાહેબજી ! દાખલો આપીને સમજાવો તો જરા સહેલું પડે. જેમ કે સોમવારે સૂર્યોદય સમયે સાતમ તિથિ છે અને મંગળવારે સૂર્યોદય સમયે નોમ તિથિ છે. આઠમ તિથિ સોમવાર કે મંગળવારમાંથી એક પણ વારના સૂર્યોદય સમયે નથી. એટલે સોમવારે ઔદયિક સાતમ છે. મંગળવારે ઔદયિક નોમ છે અને સોમવારે ઔદયિક સાતમ પૂરી થયા પછી ઉદય વગરની આઠમ શરૂ થાય છે અને તે મંગળવારની ઔદયિક નોમ પહેલાં પૂરી થાય છે. આથી સોમવારે ઔદયિક સાતમની આરાધના પણ કરવાની અને અનીદયિક છતાં વિદ્યમાન એવી આઠમની પણ આરાધના કરવાની. એટલે જે જે તિથિનો ક્ષય હોય તે તે તિથિની આરાધના તેના આગળના વારે રહેલ ઔદયિક તિથિની સાથે કરવાની છે. આ રીતે ક્ષયતિથિની વાત કર્યા પછી હવે આપણે વૃદ્ધિતિથિની વાત કરીએ. Page #92 -------------------------------------------------------------------------- ________________ ૭૩ પઃ આરાધનામાં તિથિનું મહત્ત્વ - 5 જે તિથિ બે દિવસના સૂર્યોદયને સ્પર્શે તે વૃદ્ધિતિથિની આરાધના બે પૈકી બીજા દિવસે કરવાની છે. કારણ કે, વૃદ્ધિ પામેલ તિથિ બીજા દિવસે પૂર્ણ બને છે. માટે જ કહ્યું કે - “વૃદ્ધ વાર્તા તથોત્તર ' "તિથિ વધે ત્યારે તે વધેલી તિથિની આરાધના ઉત્તર એટલે કે બે પૈકી બીજા દિવસે કરવી.' જેમ કે વૃદ્ધિ પામેલી આઠમ સોમવાર અને મંગળવાર એમ બન્નેય દિવસના સૂર્યોદયને સ્પર્શતી હોય તો તેની આરાધના મંગળવારે કરવી. કારણ કે, સોમવારે તે આખો દિવસ હોવા છતાં પૂરી થતી નથી. જ્યારે મંગળવારે તે પૂરી થાય છે. સભાઃ આ ‘ક્ષ પૂo અને “ 37RT૦'નો આ જ અર્થ થાય છે કે બીજો કોઈ અર્થ થઈ શકે ખરો ? ક્ષો પૂર્વાદ અને વૃદ્ધ સત્તર નો આ જ અર્થ થાય છે, આ સિવાય બીજો કોઈ અર્થ થઈ શકે નહિ. એનો મારી મચડીને કોઈ બીજો અર્થ કરવા ઈચ્છીએ તો પણ તે અર્થ થઈ શકે તેમ નથી અને ખોટો અર્થ કરવા જઈએ તો અન્ય શાસ્ત્રોનો એ અર્થને સાથ મળતો નથી, પણ અન્ય શાસ્ત્રો એ ખોટા અર્થનો વિરોધ કરે છે. સભા આ શ્લોકનો આપ જે અર્થ કરો છો તે જ અર્થ થાય અને બીજો અર્થ ન જ થાય એવો આપની પાસે કોઈ આધાર ખરો ? અમારો કરેલો અર્થ સાચો છે કે ખોટો છે તે જાણવાની માપપટ્ટી : હા જરૂર, એક “તત્ત્વતરંગિણિ' નામનો ગ્રંથ છે. જેની રચના આજથી લગભગ ૪૫૦ વર્ષ પૂર્વે થયેલી છે. ગ્રંથકર્તા પૂ. ઉપાધ્યાય શ્રી ધર્મસાગરજી મહારાજ છે. જેઓ તપાગચ્છાધિપતિ પૂ.આ. શ્રી વિજય દાનસૂરીશ્વરજી મહારાજાના શિષ્ય અને જગદ્ગુરુ પૂ. આ. શ્રી હીરવિજયસૂરીશ્વરજી મહારાજાના આજ્ઞાવર્તી હતા. તેમના આ ગ્રંથને સૌ કોઈ પ્રમાણભૂત માને છે. તેમાં દર્યામિ, પૂ અને વૃદ્ધી કરી. આ ત્રણેય સૂત્રોનું અર્થઘટન એક જ સૂત્ર દ્વારા કરી આપ્યું છે. ત્યાં લખ્યું છે કે – Page #93 -------------------------------------------------------------------------- ________________ ૭૪ –– ૧ – આગમ જાણો ! - 74 *xx નં ના નંમિ દુ વિવસે સમપ સા મiતિ પાછા ' ‘(કારણ કે) જે તિથિ જે દિવસે સમાપ્ત થાય છે તે તિથિ તે જ દિવસે (કરવી-આરાધવી) પ્રમાણ ગણાય છે.' આ શ્લોકાર્ધની ટીકામાં સંસ્કૃત ભાષામાં આ જ વાત વધુ સ્પષ્ટ કરતાં તેઓશ્રીજી લખે છે કે – 'xxया तिथिर्यस्मिन् आदित्यादिवार-लक्षणदिवसे समाप्यते સવ દિવસોવારઋક્ષ પ્રમાણમિતિ તથāન સ્વીકાર્યો xx' જે તિથિ રવિવાર વગેરે જે વારે સમાપ્ત થાય છે તે જ દિવસ એટલે કે વાર તે તિથિરૂપે સ્વીકારવો.' એનું તાત્પર્ય એ થયું કે સમાપ્ત તિથિની આરાધના કરવી. જે દિવસે જે તિથિ સમાપ્ત થતી હોય તેની આરાધના કરવી. સભા: બરાબર સમજાયું નહિ, આપ જરા સ્પષ્ટ કરીને સમજાવો ! એ જ સમજાવી રહ્યો છું. ક્ષય કે વૃદ્ધિ વગરની જે સામાન્ય તિથિઓ હોય છે તેને શાસ્ત્રકારો ઔદયિક તિથિ તરીકે ઓળખાવે છે. તે તમામે તમામ તિથિઓ જે વારે સૂર્યોદયને સ્પર્શે તે જ વારે પૂરી થાય છે. એટલે કે સોમવારના સૂર્યોદયને સ્પર્શેલી તિથિ સોમવારે જ સમાપ્ત થાય છે. તેથી તે તિથિની આરાધના સોમવારે જ કરવાની. હવે ક્ષયતિથિની એટલે કે એકપણ સૂર્યોદયને નહિ સ્પર્શનારી તિથિની વાત કરીએ તો “યે પૂર્વ તિથિઃ વાર્યાઃ ' સૂત્રનું અર્થઘટન પણ આ “સમાપ્તતિથિ આરાધ્યા” સૂત્રમાં કેવી રીતે સમાય છે તે જુઓ. જેમ કે સોમવારે સૂર્યોદય સમયે સાતમ તિથિ છે અને તે તિથિ સોમવારના એક કલાક પછી પૂરી થાય તો તે દિવસે સમાપ્ત થતી ઔદયિક એવી સાતમની આરાધના તો કરવાની જ છે. પણ વધુમાં એક પણ સૂર્યોદયને નહિ સ્પર્શતી એવી આઠમ પણ સોમવારના સૂર્યોદય પછી એક કલાક બાદ શરૂ થઈને મંગળવારના સૂર્યોદયની એક કલાક પહેલાં પૂરી થાય છે. તેથી સોમવારે સાતમ પણ સમાપ્ત થઈ અને આઠમ પણ સમાપ્ત થઈ માટે સોમવારે સાતમની આરાધના પણ કરવાની અને આઠમની આરાધના પણ કરવાની, એ જ રીતે વૃદ્ધિતિથિમાં બે આઠમ હોય ત્યારે સોમવારે Page #94 -------------------------------------------------------------------------- ________________ ૭૫ – ૫ ઃ આરાધનામાં તિથિનું મહત્ત્વ - 5 – 75 પણ આઠમ હોય અને મંગળવારે પણ આઠમ હોય. આ સ્થિતિમાં સોમવારે આઠમ સમાપ્ત થતી નથી. તેથી સોમવારે આઠમની આરાધના નહિ કરવાની અને મંગળવારે આઠમ સમાપ્ત થતી હોવાથી મંગળવારે જ આઠમની આરાધના કરવાની. આ જોતાં “વૃદ્ધો છે તથોત્તર ” સુત્રનો જે અર્થ કર્યો કે જે તિથિની વૃદ્ધિ હોય તેની આરાધના બીજા દિવસે કરવી તે અર્થ આ “સમાપ્ત તિથિના સૂત્રથી સાચો પુરવાર થાય છે, જે તમે પણ સમજી શકશો. વધુમાં એક “આચારદિનકર નામનો ગ્રંથ છે. જે અન્ય ગચ્છ (રૂદ્રપલ્લી) ના આચાર્યનો બનાવેલો હોવા છતાં તપાગચ્છના આચાર્યોએ એની ઠેર ઠેર સાક્ષી આપેલી છે, એટલું જ નહિ આજના મોટા ભાગના યોગ, તપ, અનુષ્ઠાનો, ક્રિયાવિધિ વગેરેનાં મૂળ એમાંથી મળી આવે છે. તે ગ્રંથનો પણ એક શ્લો-૧ - ઉદયતિથિ, ૨ – ક્ષયતિથિ અને ૩ – વૃદ્ધિતિથિ : આ ત્રણેય પ્રસંગોમાં કયા દિવસે આરાધના કરવી એ બાબતને સ્પષ્ટ કરે છે, ત્યાં લખ્યું છે કે – તિથિને તપસ શ્રેષ્ટા, સૂર્યતા તિથિઃ | तिथिपाते च पूर्वस्मिन्नह्नि वृद्धौ परत्र च ।।' ‘તિથિ નિમિત્તક તપમાં સૂર્યોદય સમયે જે તિથિ હોય તે જ શ્રેષ્ઠ છે. તિથિનો પાત થાય - ક્ષય થાય ત્યારે પૂર્વના દિવસમાં અને વૃદ્ધિ થાય ત્યારે પછીના દિવસમાં તપ-આરાધના કરવી.' આવા આંખે ઉડીને વળગે તેવા દીવા જેવા સ્પષ્ટ આધારો હોય પછી વિચારવાનું શું રહે છે ? પર્વતિથિની-ક્ષયવૃદ્ધિનાં પ્રમાણો : સભાઃ સાહેબ, હજુ એ વાત અમને સમજાતી નથી કે પર્વતિથિની ક્ષય-વૃદ્ધિ થાય જ શી રીતે ? અવકાશી ગ્રહો એ મારી કે તમારી આજ્ઞા મુજબ ચાલતા નથી. તિથિમાં જે કોઈ ક્ષયવૃદ્ધિ વગેરે આવે છે, તે અવકાશી ગ્રહોની ગતિના કારણે આવે છે. એ કોઈ મારી કે તમારી કલ્પનાના આધારે ચાલતા નથી. તેમાં જે બને તે સ્વીકારવાનું છે. Page #95 -------------------------------------------------------------------------- ________________ આગમ જાણો ! સભા : શું આપણા શાસ્ત્રોમાં પર્વતિથિની પણ ક્ષયવૃદ્ધિ આવે એવું બતાવ્યું છે ? હા ! આપણાં એક નહિ પણ અનેક શાસ્ત્રોમાં પર્વ અને અપર્વ સર્વ તિથિઓની ક્ષયવૃદ્ધિનાં અનેક વિધાનો છે અને જે આજે પણ તમે વાંચીને જાણી શકો છો ? 56 ૧ - પરમપવિત્ર એવા કલ્પસૂત્રની ઘણીખરી ટીકાઓમાં ‘બે ચૌદશ આવે ત્યારે પહેલી ચૌદશને પ્રમાણ ન ગણતાં બીજી ચૌદશને પ્રમાણ ગણીએ છીએ,’ એવા સ્પષ્ટ ઉલ્લેખો છે. એ જ રીતે જૈનાગમોમાં પાંચ વર્ષના યુગમાં અલગ અલગ માસની અલગ અલગ તિથિઓ થઈને પર્વ-અપર્વ એવી વદ એકમથી લઈ અમાસ સુધીની અને સુદ એકમથી લઈ પૂનમ સુધીની ત્રીશે ત્રીશ તિથિઓનો ચોક્કસ ક્રમથી ક્ષય આવે એવા પણ સ્પષ્ટ ઉલ્લેખો છે. એની સામે કહું તો પર્વતિથિની ક્ષયવૃદ્ધિ થઈ જ ન શકે - એવો કોઈ ઉલ્લેખ કોઈપણ શાસ્ત્રોમાં આવતો નથી. આગળ વધીને હીરપ્રશ્નોત્તર, સેનપ્રશ્નોત્તર વગેરે ગ્રંથોમાં ચોક્કસ એવી પર્વતિથિઓની ક્ષયવૃદ્ધિ આવે ત્યારે તેને લગતી આરાધના ક્યારે અને કેવી રીતે કરવી, એવા પ્રશ્નોના વિગતવાર ઉત્તરો અપાયા છે. તેમાં પણ ‘પર્વતિથિની ક્ષયવૃદ્ધિ આવે જ નહિ,' એવો કોઈ ઉત્તર અપાયો નથી, પણ તે ‘પર્વતિથિની ક્ષયવૃદ્ધિના પ્રસંગે ક્યારે અને કેવી રીતે આરાધના કરવી ?’ એવા ઉત્તરો અપાયા છે. 76 સભા : આ બધું બહાર મૂકાય તો ઘણો લાભ થાય. આ બધું અનેકવાર પ્રકાશિત થઈ ચૂક્યું છે. માત્ર તમારે એને વાંચવાની અને સમજવાની જરૂર છે. સભા: પર્વતિથિની ક્ષયવૃદ્ધિ આવે એ તો માની લઈએ પણ તે વખતે પર્વતિથિની ક્ષયવૃદ્ધિના બદલે અપર્વતિથિની ક્ષયવૃદ્ધિ કરીએ તો ચાલે કે નહિ. જો આકાશમાં વર્તતા ગ્રહોને ફેરવવાની અને તમારી મરજી મુજબ ગોઠવવાની તમારામાં તાકાત હોય તો તમે તેમ પણ કરી શકો. બાકી આકાશમાં વર્તતા ગ્રહચાર મુજબ જે તિથિની ક્ષયવૃદ્ધિ હોય તેના બદલે કાગળમાં તમે અન્ય તિથિની ક્ષયવૃદ્ધિ લખો કે બોલો એ તો મૃષાલેખન થયું. શાસ્ત્રીય વિષયોમાં મૃષાલેખન કે મૃષાભાષણ કરવું એ ઉત્સૂત્ર કહેવાય છે, ન હોય તેવું લખાય કે બોલાય શી રીતે ? અને જે હોય તેના બદલે બીજું જ લખવું કે બોલવું તે યથાર્થવાદી એવા Page #96 -------------------------------------------------------------------------- ________________ ૭૭ – ૫: આરાધનામાં તિથિનું મહત્ત્વ - 5 તીર્થકરોના અનુયાયી માટે શોભાસ્પદ પણ શી રીતે ગણાય? રવિવારે તમારે ઓફિસ ખુલ્લી રાખવી હોય તો તે તમારા હાથની વાત છે, પણ રવિવારે ઓફિસ ખુલ્લી રાખવા રવિવારને સોમવાર કહો તો તેને કોણ સ્વીકારે ? એ જ રીતે સોમવારે તમારે ઓફિસ બંધ રાખવી હોય તો કોઈ ના નથી પાડતું, પણ સોમવારને તમે રવિવાર કહો તો તમારા માટે કોઈ કેવો અભિપ્રાય બાંધે ? – તે તમે જ વિચારો ! જે દિવસે જે તિથિ હોય તેને ન માનવી, ન બોલવી અને જે દિવસે જે તિથિ ન હોય તેને માનવી, બોલવી તે સત્યનો અપલાપ અને અસત્યનો ઉચ્ચાર છે, જે જૈનશાસનમાં ક્યારેય ન નભી શકે. તે જ રીતે જે તિથિની ક્ષયવૃદ્ધિ હોય તે તિથિની ક્ષયવૃદ્ધિ ન માનવી, ન લખવી, ન પ્રરૂપવી અને જે તિથિની ક્ષયવૃદ્ધિ ન હોય તે તિથિની વૃદ્ધિ માનવી, લખવી, પ્રરૂપવી તે પણ સત્યનો અપલોપ અને અસત્યનો ઉચ્ચાર છે. આવું કરવું તે જૈનશાસનનો અપરાધ છે. યથાર્થવાદી સસૂત્રભાષીને માટે આમ કરવું એ તે જરાય ઉચિત નથી. આમ કરવું એ એક આત્મઘાતક પગલું છે. કઈ પરંપરા પ્રમાણ અને આદરવા લાયક ? સભા: સાહેબ, ફરી એક પ્રશ્ન પૂછી લઉં ? જૈનશાસનમાં પરંપરાને કોઈ મહત્ત્વ ખરું કે નહિ ? જૈનશાસનમાં જીતવ્યવહાર રૂપ પરંપરાનું ઘણું જ મહત્ત્વ છે, પણ જે પરંપરા જીતવ્યવહાર રૂપ ન હોય તેની જૈનશાસનમાં ફુટી કોડીની કિંમત નથી. સભાઃ પર્વતિથિની ક્ષય-વૃદ્ધિ બાબતમાં તે પર્વતિથિની ક્ષયવૃદ્ધિ ન કરતાં અપવતિથિની ક્ષયવૃદ્ધિ કરવી એવી કોઈ પરંપરાનું અસ્તિત્વ હતું કે- એવું કાંઈ ખરું ? શાસ્ત્રકાર ભગવંતોએ જેને જીતવ્યવહાર કહ્યો છે, એવી એક પણ પરંપરા પર્વતિથિની ક્ષય-વૃદ્ધિની બાબતમાં નથી. “પર્વતિથિની ક્ષયવૃદ્ધિ ન જ કરાય અને જ્યારે જ્યારે પંચાંગમાં પર્વતિથિની ક્ષયવૃદ્ધિ આવે ત્યારે ત્યારે અપર્વતિથિની ક્ષયવૃદ્ધિ કરવી' - એવી કોઈ જીતવ્યવહાર રૂપ પરંપરા જૈન સંઘમાં ક્યાંય નથી. સભા : જી વ્યવહાર રૂપ પરંપરા કોને કહેવાય ? Page #97 -------------------------------------------------------------------------- ________________ 18 - ૧ - આગમ જાણો ! જીતવ્યવહાર રૂપ પરંપરા કોને કહેવાય? અને જે પરંપરા જીતવ્યવહાર રૂપ ન હોય તે કેવી કહેવાય ? કઈ પરંપરાને અનુસરવું અને કઈ પરંપરાને ન અનુસરવું, આ મુદ્દે પૂ. મહામહોપાધ્યાયશ્રી યશોવિજયજી મહારાજે યોગવિંશિકા વૃત્તિમાં બહુ જ સ્પષ્ટ શબ્દોમાં સવિસ્તર માર્ગદર્શન આપ્યું છે. આ સિવાય પણ શ્રી સ્થાનાંગ સૂત્ર, શ્રી ભગવતી સૂત્ર, શ્રી વ્યવહાર સૂત્ર, શ્રી જીતકલ્પભાષ્ય, શ્રી બૃહત્કલ્પભાષ્ય, શ્રી વ્યવહારભાષ્ય, શ્રી ધર્મરત્નપ્રકરણ, શ્રી ગુરુતત્ત્વ વિનિશ્ચય વગેરે અનેક ગ્રંથોમાં આ વિષયની સ્પષ્ટતા કરવામાં આવી છે, ટુંકમાં જીત-વ્યવહાર એટલે – ૧ - જે વ્યવહાર બહુશ્રુત મહાપુરુષોએ અનેક વાર આચર્યો હોય, ૨ - જે વ્યવહારને બહુશ્રુત મહાપુરુષોએ નિષેધ્યો ન હોય, ૩ - જે વ્યવહાર પુષ્ટ (પ્રબળ) કારણે જ કરાયેલો હોય, ૪ - જે વ્યવહાર અસાવદ્ય (પાપરહિત) હોય, ૫ - જે વ્યવહારને તત્કાલીન બહુશ્રુત મહાપુરુષોએ બહુમાન આપ્યું હોય, ૬ - જે વ્યવહાર શ્રતવાક્યોથી અબાધિત (શાસ્ત્ર-અવિરોધી) હોય, ૭ - જે વ્યવહાર પરંપરાએ વિશુદ્ધ હોય તે વ્યવહારને શાસ્ત્રકારો જીતવ્યવહારરૂપે ઓળખાવે છે. આનાથી વિરુદ્ધ જતો વ્યવહાર કે પરંપરા એ જીતવ્યવહાર નથી, પરંતુ શાસ્ત્રકારોએ એને અંધ-પરંપરા તરીકે ઓળખાવેલ છે. એટલે પર્વતિથિની ક્ષયવૃદ્ધિ આવે ત્યારે પર્વતિથિની ક્ષયવૃદ્ધિ ન કરતાં અપર્વતિથિની ક્ષયવૃદ્ધિ કરવી, એવી કોઈપણ જીતવ્યવહાર રૂપ પરંપરા જેનશાસનમાં કે જેન સંઘમાં ક્યાંય નથી. મોટી તિથિની જેમ મોટા મહિના: સભા પણ સાહેબ, બે આઠમ, બે ચૌદશ બોલવી અને એ આઠમ-ચૌદશના દિવસે ખાવું-પીવું, તપ ન કરવો વગેરે કેટલું વ્યાજબી કહેવાય ? એક વાત તમે બરાબર સમજો કે જેમ બે આઠમ, ચૌદશ આવે તેમ બે ચૈત્ર, બે આસો કે બે ભાદરવા આવે કે નહિ ? આરાધનાની દૃષ્ટિએ જેમ તિથિઓમાં ૨, ૫, ૮, ૧૧, ૧૪, ૧૫, ૦)) મોટી તિથિઓ છે, તેમ આરાધનાની દૃષ્ટિએ મહિનામાં કોઈ મહિના મોટા ખરા કે નહિ? ચૈત્ર-આસોમાં શાશ્વતી ઓળી આવે Page #98 -------------------------------------------------------------------------- ________________ ૫ઃ આરાધનામાં તિથિનું મહત્ત્વ - 5 1 – 79 છે તો ભાદરવા મહિનામાં શ્રી પર્યુષણા મહાપર્વ આવે છે ? આ દૃષ્ટિએ ચૈત્ર, આસો અને ભાદરવો આ મહિનાઓ મોટા ખરા કે નહિ? આરાધનાની દૃષ્ટિએ મોટા ગણાતા આ મહિનાઓ પણ જ્યારે બે આવે ત્યારે બે ચૈત્રના બદલે બે ફાગણ કે બે ભાદરવાના બદલે બે શ્રાવણ કોઈ કરતું નથી અને પૂનમ, અમાસની ક્ષયવૃદ્ધિએ કેટલાક વર્ગ જેમ તેરસની વૃદ્ધિ કરે છે, તેમ બે આસોની વૃદ્ધિ આવે ત્યારે બે શ્રાવણની વૃદ્ધિ પણ કોઈ કરતું જ નથી. પરંતુ તે જ મહિનાઓની વૃદ્ધિને માન્ય રાખીને પહેલા મહિનામાં તે મહિના નિમિત્તે કરવાની વિશેષ આરાધના ન કરતાં, બીજા મહિનામાં જ તે વિશેષ આરાધના કરે છે. બે ચૈત્ર કેબે આસો આવે ત્યારે ઓળીની આરાધના પહેલા ચૈત્ર કે પહેલા આસોમાં ન કરતાં બીજા ચૈત્રમાં અને બીજા આસોમાં જ કરે છે અને બે ભાદરવા આવે ત્યારે પહેલા ભાદરવામાં પર્યુષણ ન કરતાં બીજા ભાદરવામાં પર્યુષણ કરે છે અને પહેલા ચૈત્રમાં, ભાદરવામાં કે આસોમાં તે નિમિત્તે કરવાની કોઈપણ વિશેષ આરાધના કરતા નથી. છતાં આમાં કોઈને કાંઈ અજુગતું કે ખોટું નથી લાગતું તો પર્વતિથિમાં શા માટે એવું લાગે છે કે બે આઠમ, બે ચૌદશ આવે ત્યારે પહેલી આઠમ, ચૌદશને આઠમ, ચૌદશ બોલવા છતાં આપણે કાંઈ ન કરીએ તો કેવું લાગે ? જો કોઈપણ પ્રકારની ખોટી પક્કડ નહિ હોય તો આ વાત બરાબર સમજાશે ! ફરી તમને ટુંકમાં સમજાવી દઉં. જે સમયે સૂર્યોદય હોય તે સમયે જે તિથિ સૂર્યોદયને સ્પર્શે તે દિવસે તે તિથિ છે એમ માનવું. સૂર્યોદય સમયે જે તિથિ ભોગવટામાં હોય તેને ઉદયતિથિ કહેવાય. જે તિથિ એકપણ સૂર્યોદયને ન સ્પર્શે તેને ક્ષય તિથિ કહેવાય. તેનો નાશ હોતો નથી. તે તિથિ વિદ્યમાન છે. પણ ટુંકી-નાની હોવાથી સૂર્યોદયને અડતી નથી માટે ક્ષય કહેવાય છે. તેની આરાધના આગલે દિવસે થાય. એટલે આગળની તિથિમાં થાય. જે તિથિ લાંબી-મોટી હોવાથી બે સૂર્યોદયને સ્પર્શતી હોય તેને વૃદ્ધિતિથિ કહેવાય. બે સૂર્યોદયને અડે એટલે બે શુભ દિવસ નથી હોતા, પણ બીજે દિવસે શુભ કાર્ય (તિથિનું કાર્યો કરાય છે. આ આખી વાતને સમજવા માટે મિ0 અને ક્ષ પૂર્વાએવી જે બે ગાથા છે, તેનો અર્થ આપણે વિચારી ગયા છીએ. તેમાં આપણે એ પણ જોયું કે - Page #99 -------------------------------------------------------------------------- ________________ ૮૦ ૧ – આગમ જાણો ! – – 80 સૂર્યોદય સમયે જે તિથિ ન હોય તેને માનો અને એ ન હોય તેવી તિથિને માનીને જે આરાધના કરો અને કરાવો; તેમાં જે ચાર દોષો લાગે છે, તેનું વર્ણન શ્રાદ્ધવિધિ'ની આ ગાળામાં કર્યું છે. તેમાં પહેલે નંબરે આજ્ઞાભંગ, બીજા નંબરે અનવસ્થા, ત્રીજા નંબરે મિથ્યાત્વ અને ચોથા નંબરે વિરાધના. આ ચાર દોષ લાગે. આ ચારેય દોષો તમને બરાબર યાદ રહેવા જોઈએ. સૂર્યોદય સમયે જે તિથિ હોય તે જ તિથિ માનવી, આરાધવી જોઈએ, આ મૂળ નિયમ છે, જેને સર્ગિક નિયમ કહેવાય છે. પણ ક્ષય-વૃદ્ધિ હોય ત્યારે ઉદય ન મળે કે બે દિવસ ઉદય મળે તો શું કરવું ? તે માટે ઉમાસ્વાતિજી મહારાજાનો પ્રઘોષ છે. પૂર્વ તિથિઃ ” જે કોઈ પણ તિથિ સૂર્યોદયને અડેલી ન હોય તેને ક્ષયતિથિ કહેવાય અને તેની આરાધના પૂર્વતિથિમાં કરવી. પૂર્વતિથિ એટલે પહેલી - આગળની તિથિ. વૃદ્ધો વે તથોત્તર ' જે તિથિ બે સૂર્યોદયને સ્પર્શે તેને વૃદ્ધિ તિથિ કહેવાય. પુસ્તકોમાં પૂર્વાર્ધ ને ઉત્તરાર્ધ આવે છે ને ! પૂર્વ એટલે પહેલું ને ઉત્તર એટલે બીજું - પછીનું. તેમ તિથિમાં પણ ઉત્તર એટલે બીજી – તિથિમાં વૃદ્ધિ હોય ત્યારે તે તિથિનું કાર્ય બીજી તિથિમાં કરવું. વૃદ્ધિ પામેલ તિથિ જે બે દિવસોમાં રહેલી હોય છે, તેમાં પહેલા દિવસે ૨૪ કલાક જેટલી હોય ને બીજા દિવસે કલાક જ હોય તો પણ બીજી કેમ લેવાની ? એ પણ તમને સમજાવી ગયો છું. વસ્તુ પૂર્ણ થાય ત્યારે જ કાર્ય માટે ઉપયોગી બને. દહેરાસર આખું બની ગયું, પણ જ્યાં સુધી ઉપર કળશ કે ધજા ચઢે નહિ ત્યાં સુધી અધૂરું જ કહેવાય. ત્રણ મહિના પહેલાં ભગવાન અંદર આવી ગયા હોય તો પણ અધૂરું જ કહેવાય. એટલે અંત સધાય પછી જ તે પૂર્ણ કહેવાય. તપ વગેરે સાધના માટે, પરલોકનું આયુષ્ય સારું બંધાય તે માટે તિથિ જોવી જરૂરી છે. આ તિથિમાં કેટલીક જ્ઞાનની આરાધનાની તિથિઓ છે. કેટલીક દર્શનની આરાધનાની તિથિઓ છે અને કેટલીક ચારિત્રની આરાધનાની તિથિઓ છે. સભા મોલમાં જવા માટે શું કોઈ તિથિ બાધક છે ? Page #100 -------------------------------------------------------------------------- ________________ ૮૧ – ૫ આરાધનામાં તિથિનું મહત્ત્વ - 5 – 81 મોક્ષમાં જવા માટે કોઈ તિથિ બાધક નથી, પણ તિથિની શ્રદ્ધાનો અભાવ ચોક્કસ બાધક છે. આ તિથિઓની આરાધના તે જે દિવસે સૂર્યોદય સમયે હોય તે દિવસે કરવાની છે. દિવસ એક આરાધના બે હોઈ શકે ? એક દિવસમાં બે તિથિ આવે તો બે તિથિની આરાધના એક જ દિવસે આવે તેમ બને. આજે સાતમ હોય ને આઠમનો ક્ષય આવે તો ૭-૮ ભેગાં કહેવાય. સાતમની આરાધના અને આઠમની આરાધના, બંનેની આરાધના સાતમના દિવસે કરવાની. આઠમનું પચ્ચકખાણ સવારે કરો અને તે જ દિવસે (સાતમનાં) કોઈક ભગવાનનું કલ્યાણક હોય તો તે નિમિત્તની પૂજા બપોરે ભણાવો એવું પણ બને ને ! જે દિવસે સવારે કારતક સુદ ચૌદશ ઔદયિક હોય અને કારતક સુદ પૂનમનો ક્ષય હોય તો કારતક સુદ-પૂનમની યાત્રા સવારે થાય અને સાંજે ચોમાસી પ્રતિક્રમણ થાય. પહેલાં પૂનમનું કાર્ય કરવાનું અને પછી ચૌદશનું કાર્ય કરવાનું. પૂનમનાં બે કાર્ય હોય, એક સવારનું અને એક સાંજનું. સવારનું કાર્ય સવારે જ કરવાનું ને સાંજનું કાર્ય સાંજે કરવાનું. એમ ચૌદશનાં પણ બે કાર્ય હોય તો સવારનું કાર્ય સવારે કરવાનું અને સાંજનું કાર્ય સાંજે કરવાનું. કારણ કે, સવાર કે સાંજ બે વાર આવે એમ ન બને. સભા: કારતક સુદ પૂનમની ક્ષય-વૃદ્ધિ આવે ત્યારે તેની આરાધના કેવી રીતે કરવી જોઈએ ? કારતક સુદ પૂનમનો ક્ષય આવે ત્યારે ૧૪.૧૫ એમ બોલાય કે લખાય. તે દિવસે સવારે કાર્તિકી પૂર્ણિમાની યાત્રા, બપોરે દેવવંદન અને સાંજે ચોમાસી પ્રતિક્રમણ. બીજે દિવસે ચોમાસાનું પરિવર્તન. કારણ કે, ચોમાસાનું પરિવર્તન પૂનમે કરવાનું છે એવું નથી, પણ ચોમાસી પ્રતિક્રમણ જે દિવસે કરીએ તેની પછીના દિવસે તે કરવાનું છે. બે પૂનમ આવે ત્યારે પ્રથમ પૂનમે ચાતુર્માસિક પરિવર્તન અને બીજી પૂનમે કાર્તિક પૂનમની યાત્રા કે તે નિમિત્તે પટ જુહારવાની ક્રિયા કરવાની. કારણ કે, પટ જુહારવાની ક્રિયા કે કારતકી પૂનમની યાત્રા પૂનમે કરવાની હોય માટે Page #101 -------------------------------------------------------------------------- ________________ ૧ – આગમ જાણો ! 82 વૃદ્ધો ૩૦' ના નિયમ મુજબ બીજી પૂનમે કરવાની અને ચોમાસુ-પરિવર્તન ચોમાસી પ્રતિક્રમણના બીજા દિવસે કરવાનું હોઈ પહેલી પૂનમે કરવાનું છે. સભા: આ બધું કયા પંચાંગને આધારે કરવાનું ? આપણા પૂરા તપાગચ્છ જૈન સંઘે જે જન્મભૂમિ પંચાંગ સ્વીકાર્યું છે, તેને આધારે આ બધી આરાધના કરવાની છે. સભા: તો બીજા ઘણા લોકો આવું કેમ નથી કરતા ? એ હું કેવી રીતે કહી શકું? એ તો તમારે જેઓ આ મુજબ ન કરતા હોય તેમને જ પૂછવું જોઈએ અને એ જ એનો જવાબ આપે તે વ્યાજબી કહેવાય. હું તો તમને ધર્મશાસ્ત્રો શું કહે છે? અને અમે જે કાંઈ કરીએ છીએ તે કયા, કયા શાસ્ત્રના અને શાસ્ત્રવચનના આધારે કરીએ છીએ ? એ સમજાવી શકું તેમજ જેણે શાસ્ત્રની આજ્ઞા મુજબ આરાધના કરવી હોય તેણે શું કરવું તે હું સમજાવી શકું. પણ “ફલાણા શું કરે છે, શા માટે કરે છે ?' - એ તો તમે એમને જ પૂછો ! તો આ બધી ભાંજગડ ભગવાને જ કરી એમ માનવું પડે ? સભાઃ અમે તો એટલું સમજીએ કે રાગ-દ્વેષ ઓછા કરવા તે જ આરાધના છે, આ બધી ભાંજગડ કરવાનો કોઈ મતલબ નથી. જો તમે એમ માનો તો હમણાં જ આપણે સૂયગડાંગ સૂત્રની ચૂર્ણિમાં જોઈ ગયા કે જે વિનીત હોય તે જ આગમ સાંભળવા અધિકારી છે. હવે કોઈ ઉભો થઈને કહે કે “આ ભાંજગડ શા માટે કરી ? કોઈને વિનીત કહ્યો ને કોઈને અવિનીત, ફલાણાને ભણાવવાનું ને ફલાણાને નહિ ભણાવવાનું. આમાં તો રાગ-દ્વેષ વધે. સમાનતામાં માનનારા, એકતામાં માનનારા, આપણે આ યોગ્ય અને આ અયોગ્ય એવું શા માટે કરવાનું? બધાને સંભળાવવાનું. ગોળ તો જે ખાય તે બધાને ગળ્યો જ લાગે. એ ન્યાયે બધાને આપવાનું.” – આવું કહે તો શાસ્ત્રમાં લખેલી આ બધી મર્યાદાઓને પાળવી કે બાજુમાં મૂકવી તે તમે નક્કી કરો! કોઈને પણ રાગ-દ્વેષ થાય તેવું કાંઈ પણ ન જ કરવું એવું જો નક્કી કરાય તો તેમના મતે તો સૌથી મોટી ભૂલ શ્રી આદિનાથ ભગવાને જ કરી, એમ કહેવાનો વારો આવે. કેમ કે, તેમણે જૈનશાસનની સ્થાપના કરી. તે પછી જ તેમાંથી ૩૬૩ પાખંડીઓ પાક્યા. જો શ્રી આદિનાથ ભગવાને ધર્મશાસનની Page #102 -------------------------------------------------------------------------- ________________ ૮૩ – ૫ આરાધનામાં તિથિનું મહત્વ - 5 – 83 સ્થાપના જ ન કરી હોત તો ૩૬૩ પાખંડીઓ પાકત જ નહિ. સૂર્ય ઉગે છે તો પણ ઘણી ભાંજગડ થાય છે. તો સૂર્ય ઉગવું કે ન ઉગવું ? આ બધી રજુઆતમાં કોઈને હૈયામાં સંક્લેશ-અભાવ-અરુચિ ઉપજાવે તેવું ન હોવું જોઈએ. ઉપદેશકના હૈયામાં કોઈના પણ પ્રત્યે રાગ-દ્વેષ ન જોઈએ પણ કહેવાનું તો પરમાત્માનું કહેલું જ. તેનું પરિણામ સારું જ આવે. કેટલાંય આત્માઓ સત્ય પામીને આરાધે છે. બાકી સંખ્યા જોવા બેસીએ તો ભગવાનના કાળમાં પણ ભગવાનના કેટલા હતા ? અને બીજાના કેટલા હતા ? કોઈ કાળે બધા બદલાઈ જાય એમ ન બને. જે લોકોમાં સત્યનું અર્થીપણું હોય, જે સત્યના શોધક હોય, સત્યના ગ્રાહક હોય, સત્ય જ જેને પામવું હોય, આરાધવું હોય, તેના માટે આ બધી વાતો છે. સમતાથી સત્ય પ્રરૂપે તેને ક્યારેય પાપ ન લાગે : સભા: તમે જે બોલો તેનાથી કોઈને દ્વેષ થાય તો તેનું પાપ તમને લાગે કે નહિ ? એનો ઉત્તર હું “હા” અને “ના” એમ બે રીતે આપીશ. જો હું કષાયની પરિણતિથી બોલું, અવિવેકપૂર્વક બોલું, અસૌજન્યથી બોલું, સ્વાર્થવૃત્તિથી બોલું કે જિનાજ્ઞાન-શાસ્ત્રવચનને બાજુમાં મૂકીને બોલું તો મને પાપ લાગવાનું. કદાચ હું દેખીતો કષાય ન કરું પણ અજ્ઞાનતાથી ધર્મશાસ્ત્રોથી વિપરીત બોલું તો મને જરૂર પાપ લાગવાનું, પણ વિવેકપૂર્વક બોલું, સૌજન્યપૂર્ણ બોલું, શાંતિથી બોલું, નિઃસ્વાર્થભાવે બોલું, ભગવાનની આજ્ઞા પ્રમાણે બોલું, તેમ છતાં કોઈને પોતાની ખોટી વાતો ઉઘાડી પડવાના કારણે દ્વેષ થાય તો તેનું પાપ મને જરાય ન લાગે. પૂર્વધર મહર્ષિ પૂ. વાચકવરશ્રી ઉમાસ્વાતિજી મહારાજાએ તત્ત્વાર્થ સૂત્રની આદ્યકારિકાના ૨૯મા શ્લોકમાં આ વાત જણાવી છે. 'न भवति धर्मः श्रोतुः, सर्वस्यैकान्ततो हितश्रवणात् । ब्रुवतोऽनुग्रहबुद्ध्या, वक्तुस्त्वेकान्ततो भवति ।।२९।।' ‘હિતકર વચનના શ્રવણથી સાંભળનાર બધાને ધર્મલાભ થાય જ એવો એકાંત નિયમ નથી, પરંતુ અનુગ્રહબુદ્ધિથી હિતકારી બોલનારને તો એકાંતે ધર્મલાભ થાય જ છે.' Page #103 -------------------------------------------------------------------------- ________________ ૮૪ ૧ - આગમ જાણો ! 84 પરમાત્માની પ્રતિમા તો બોલતી નથી ને ? છતાં તારક એવી તે પ્રતિમાનાં દર્શનથી પણ કેટલાક રોષે ભરાય છે, તેમાં શું પ્રતિમાનો વાંક છે ? સ્તવનમાં પણ કહ્યું છે ને – સજ્જન નયન સુધારસ અંજન, દુર્જન રવિ ભરણી’ સજ્જનોની આંખ માટે અમૃતનું અંજન તો દુર્જનો માટે ભરણી નક્ષત્રના ભયાનક સૂર્ય સમાન.” એટલે એક વાત સમજી લો કે જૈનશાસનના કોઈ પણ ધર્મોપદેશક કોઈપણ જાતના દુન્યવી સ્વાર્થને રાખ્યા વગર નિઃસ્વાર્થભાવે નિષ્કપાયભાવે, એટલે કે રાગ-દ્વેષની પરિણતિને અધીન થયા વગર પ્રભુની આજ્ઞા મુજબ વિવેકપૂર્ણ વાણીથી શાસ્ત્રીય સત્યોનું નિરૂપણ કરે અને અસત્યોનું ખંડન કરે ત્યારે તેનાથી જો કોઈને રાગ-દ્વેષ થાય તો તેની જવાબદારી ધર્મોપદેશકની રહેતી નથી અને તે ધર્મોપદેશકને એ નિમિત્તે કોઈ પણ જાતનો પાપબંધ થતો નથી. ઉપરથી માર્ગની યથાર્થ પ્રરૂપણા કરવાને કારણે અપાર લાભ થાય છે. આમ છતાં આ રીતે રાગ-દ્વેષ થવાનો હાઉ ઉભો કરીને જેઓ શાસ્ત્રીય વાતોને રજુ થતી અટકાવવાનો પ્રયત્ન કરે છે તેમને અને જેમને સત્ય સમજવાની ભાવના થઈ હોય તેમની તે ભાવનાને રાગ-દ્વેષના નામે જે તોડી પાડે છે તેમને માર્ગ અવરોધનું પાપ જરૂર લાગે છે. જે કોઈ સત્યના અર્થી હોય તે દરેકે શાસ્ત્રીય સત્યોને સમજવાનો યથાશક્તિ નિરંતર પ્રયત્ન કરવો જ જોઈએ અને સમર્થ ઉપદેશકોએ એમને સમજાવવાનો પ્રયત્ન પણ કરવો જોઈએ. વિવેકપૂર્વક આ પ્રવૃત્તિ કરતાં કોઈને રાગ-દ્વેષ થાય તો તેનું પાપ સત્યના અર્થીઓને કે પ્રરૂપકોને ક્યારેય લાગતું નથી. મારી વાત પણ શાસ્ત્રાધારે સત્ય લાગે તો જ સ્વીકારવાની. જો હું એમ કહું કે “અહીં જે કહેવામાં આવે તે સાંભળી લેવાનું, કશું જ પૂછવાનું નહિ. મારા ઉપર શ્રદ્ધા રાખવાની, બાબા-વાક્ય પ્રમાણે કરીને હું કહું તે માની લેવાનું,” - આવું કહીને હું જે કહું તે માની જ લેવાનો આગ્રહ રાખું કે લાદવાનો પ્રયત્ન કરું તો મારી વાત પણ નહિ સાંભળવાની.” Page #104 -------------------------------------------------------------------------- ________________ 85 ૮૫ – ૫ઃ આરાધનામાં તિથિનું મહત્વ - 5 – તિથિ : સામાચારી કે સિદ્ધાંત? સભાઃ સાહેબ ! એક વાત પૂછું, તિથિ સામાચારી કે સિદ્ધાંત ? આ પ્રશ્નનો જવાબ આપતાં પહેલાં પ્રશ્ન કરનાર પુણ્યાત્માને મારે પૂછવું છે કે, “સિદ્ધાંત કોને કહેવાય ? અને સામાચારી કોને કહેવાય ?' - એ તમે જાણો છો ? જો એ તમે ન જાણતા હો તો તિથિ સિદ્ધાંત છે કે સામાચારી ? એ જાણીને તમારા હાથમાં શું આવવાનું ? આ માટે સૌ પહેલાં તો “સિદ્ધાંત કોને કહેવાય ? અને સામાચારી કોને કહેવાય ?' - એ જાણવું જોઈએ અને તે પછી ‘તિથિદિનનો નિર્ણય અને તિથિદિનની આરાધના એ સિદ્ધાંત છે કે સામાચારી ?' - એમ પૂછવું જોઈએ. એ પછી ‘તિથિ એ સિદ્ધાંત છે કે સામાચારી છે ?' - એ બરાબર સમજાશે. અત્યારે તો આ પ્રશ્ન કરનાર પુણ્યાત્મા સિદ્ધાંત કે સામાચારી, બેમાંથી એકની પણ વ્યાખ્યા જાણતા નથી. બરાબર છે ને ? સભાઃ હા જી. છતાં તમે ગોળો ગબડાવ્યો છે તો હવે સમજી લો કે, “તિથિ સામાચારી છે' એવું માનનાર-મનાવનારના મનમાં એવું બેઠું છે કે સામાચારીમાં જ્યારે જે ફેરફાર કરવા હોય તે મરજી મુજબ કરી શકાય, પણ હકીકતમાં એવું નથી. એક વાત બરાબર ધ્યાનમાં રાખવા જેવી છે કે સિદ્ધાંત અપરિવર્તનશીલ છે; જ્યારે સામાચારી પરિવર્તનશીલ છે. આમ છતાં મહત્ત્વની વાત એ છે કે પરિવર્તનશીલ એવી સામાચારીમાં જ્યારે અને જે પણ પરિવર્તન કરવાનું છે તે સિદ્ધાંતની મર્યાદામાં રહીને અને શાસ્ત્રીય મર્યાદાઓને લક્ષ્યમાં રાખીને જ કરવાનું છે, પરંતુ સિદ્ધાંતની મર્યાદાનો ત્યાગ કરીને કે શાસ્ત્રીય વચનોને ઉપેક્ષા કરીને નહિ જ. સામાચારી ક્યારેય પણ સિદ્ધાંત વિરુદ્ધ કે શાસ્ત્રવચનનો અપલાપ કરનારી ન હોવી જોઈએ. “વા તિથિઃ ?' એમ તિથિનો નિર્ણય કરવો તે સૈદ્ધાંતિક નિર્ણય છે. ક્યારે કઈ તિથિ વિદ્યમાન છે, તે તિથિનું સ્વરૂપ તે સિદ્ધાંત છે અને તિથિનું જ્ઞાન અને નિર્ણય તે સિદ્ધાંતનું જ્ઞાન અને સિદ્ધાંતનો નિર્ણય છે. દ્રવ્યનું સ્વરૂપ, ક્ષેત્રનું સ્વરૂપ, કાળનું સ્વરૂપ અને ભાવનું સ્વરૂપ તે સિદ્ધાંત છે. આ દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવના સ્વરૂપનું જ્ઞાન તે સિદ્ધાંતનું જ્ઞાન છે અને એ દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવનો નિર્ણય કરવો તે સિદ્ધાંતનો નિર્ણય છે. Page #105 -------------------------------------------------------------------------- ________________ ૧ આગમ જાણો ! દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવના સ્વરૂપને ક્યારેય સામાચારી ન કહેવાય, એના જ્ઞાનને સામાચારીનું જ્ઞાન ન કહેવાય અને એના નિર્ણયને સામાચારીનો નિર્ણય ન કહેવાય. એટલે સ્પષ્ટ સમજો કે તિથિ એ કાળનો એક વિભાગ હોઈ, કાળ જેમ સિદ્ધાંત છે તેમ તિથિ પણ સિદ્ધાંત જ છે, તે સામાચારી નથી, પરંતુ તે તિથિએ જે આરાધના-તપ-જપ અનુષ્ઠાન કરવાનું છે તે સામાચારી છે. બધી સામાચારી પરિવર્તનશીલ ન હોય : ૮૬ આ બધી સામાચા૨ી પરિવર્તનશીલ જ હોય, એવો પણ નિયમ નથી. કેટલીક સામાચારી પરિવર્તનશીલ હોય છે, તો કેટલીક સામાચારી અપરિવર્તનશીલ હોય છે. જેમ કે જિનકલ્પ અને સ્થવિકલ્પ એ સામાચારીઓ છે. આમ છતાં આજના કાળમાં સ્થવિરકલ્પને બદલીને જિનકલ્પ ચાલુ ન જ કરી શકાય. 86 એ જ રીતે તે તે તિથિએ કરવાની આરાધના રૂપ સામાચારીમાં પણ એવા પરિવર્તન-અપરિવર્તનના ભેદ પડતા હોય છે. તે તે તિથિમાં પણ જે આરાધના કરવાની છે તેમાંની કેટલીક આરાધના પરિવર્તનશીલ છે અને કેટલીક અપરિવર્તનશીલ છે. જેમ કે પ્રતિક્રમણ એ પણ સામાચારીરૂપ આરાધના છે અને ઉપવાસ, છઠ્ઠ -અઠ્ઠમ કરવો, પૌષધ કરવો તે પણ આરાધના છે. તેમાંથી તે તે નિમિત્તે કરાતો પૌષધ કે ઉપવાસ આગળ-પાછળ કરી શકાય પણ દેવવંદન કે પ્રતિક્રમણ આગળ પાછળ ન કરાય ! તે દિવસે જે કરવાના હોય તે દિવસે જ કરાય. સંસારી કોઈ પણ કારણ આવી ગયું. તે દિવસે ઉપવાસ કરી શકાય તેમ ન હોય તો આગળ-પાછળ કરી શકાય. જ્યારે પ્રતિક્રમણમાં ‘ઈચ્છકારી ભગવન્ પસાય કરી પક્ષી તપ પ્રસાદ કરશોજી' બોલો; ત્યારે ગુરુ કહે કે ‘એક ઉપવાસ - બે આયંબિલ' વગેરે બોલે તેમાં તમે શું બોલો છો ? ‘પઈક્રિઓ’ કે ‘તહત્તિ' બોલો છો ને ? કારણ કે તે તપ તે દિવસે કે તેની પહેલાં થઈ ગયો હોય તો ‘પઈઓિ' બોલવાનું આવ્યું ? એટલે આગળ થઈ શકે ? અને ન થયો હોય તો ‘તત્તિ’ બોલવાનું. એટલે પાછળ કરવાનો આવ્યો ? જ્યારે પ્રતિક્રમણમાં કોઈ ફેરફાર નહિં તે તો પક્ષીના દિવસે જ કરવું પડે. આ વાત હું મારા ઘરની કહેતો નથી. ‘પ્રવચન સારોદ્ધાર’ આદિ ગ્રંથોમાં કહેલી આ વાત છે. જુઓ – Page #106 -------------------------------------------------------------------------- ________________ ૮૭ ૫ ઃ આરાધનામાં તિથિનું મહત્ત્વ – 5 ' ' xxभविष्यति पर्युषणादिपर्व तत्र चाष्टमादि तपोऽवश्यं समाराधनीयं तत्र पर्युषणादौ न तपः अष्टमाद्यं भवेत् कर्तुं मे मम xx इति चिन्तयित्वा पूर्वमेव पर्युषणादिपर्वणोऽर्वागेव यत्क्रियते तदनागतं तप इति xx अतीतं पुनरिदं xxx करोति यदूर्ध्वं पर्युषणादिपर्वणि निवृत्तेऽपीत्यर्थः । । १९० ।। ' ‘xxઆવનાર પર્યુષણા વગેરે પર્વમાં અઠ્ઠમ વગેરે તપ અવશ્ય કરવાનો હોય છે. એ પર્યુષણ વગેરેમાં અટ્ટમ વગેરે મારાથી થઈ શકશે નહિં - એમ વિચારી પર્યુષણા વગેરે પર્વથી પૂર્વે જ જે કરી લેવાય છે તે ‘અનાગત' તપ કહેવાય અને જે તપ પર્યુષણા પર્વ વગેરે પર્વ પતી ગયા બાદ પણ કરાય છે તેને ‘અતીત' તપ કહેવાય.' આ થયો પરિવર્તનશીલ સામાચારીનો એક દાખલો. એ જ રીતે અપરિવર્તનશીલ સામાચારીના પણ દાખલાઓ શાસ્ત્રમાં મળે છે. નવપૂર્વધર યુગપ્રધાન આગમવ્યવહારી પૂ. આ. શ્રી કાલિકસૂરીશ્વરજી મહારાજે સંવત્સરીની આરાધના ભા. સુ. ૫માંથી ભા. સુ. ૪માં નિયત કરી. ત્યારથી હવે તે સંવત્સરી ભા. સુ. ૪ના જ ક૨વાની ૨હે છે. એ પરિવર્તન થવાથી ત્રણ ચોમાસી પણ પૂનમમાંથી ચૌદસના દિવસે નિયત કરાઈ. પરંતુ દર ચૌદસે જે પકૂખી કરાતી હતી તેમાં કોઈ જ ફેરફાર ન કરાયો. કેમકે એ અપરિવર્તનશીલ સામાચારી હતી. માટે જ ‘કલ્પસૂત્રની અનેક ટીકાઓ'માં આ વાત કરાઈ છે. ‘કલ્પકિરણાવલી’માં લખ્યું છે કે --- ‘પાક્ષિપ્રતિમાં, તા ચતુર્વવાં નિવૃતમ્ ।’ ‘પક્ષી પ્રતિક્રમણ ચૌદસના દિવસે નિયત છે.’ 87 ‘કલ્પદીપિકા’માં લખ્યું છે કે – 'पाक्षिककृत्यं पाक्षिकप्रतिक्रमणं तच चतुर्दश्यां नियतम् ।' ‘પાક્ષિક કૃત્ય એટલે પક્ષી પ્રતિક્રમણ ચૌદશના દિવસે નિયત છે.’ આ જ ભાવના શબ્દો બીજી અનેક ટીકાઓ તેમજ અન્ય ગ્રંથોમાં પણ છે. Page #107 -------------------------------------------------------------------------- ________________ ૮૮ 88 ૧ - આગમ જાણો ! – એટલે સામાચારીમાં પણ કેટલીક આરાધના પરિવર્તનશીલ છે અને કેટલીક આરાધના અપરિવર્તનશીલ છે. જ્યારે સિદ્ધાંત અપરિવર્તનશીલ છે. એમાં પરિવર્તન ન ચાલે. માટે હવે તમને બરાબર સમજાયું હશે કે તિથિદિન તે સિદ્ધાંત છે અને તિથિદિનની આરાધના એ સામાચારી છે. સભા : જો તિથિદિનમાં ફેરફાર ન કરી શકાય તો પૂજ્ય કાલિસૂરિજી મહારાજે ભાદરવા સુદ-પાંચમની ચોથ કરીને તિથિ ફેરફાર કેમ કર્યો ? મને આનંદ છે કે તમે પ્રશ્ન કરો છો ! તમને જાણવાની જિજ્ઞાસા છે, પણ સાચુ લાગ્યા બાદ તમે તેને વળગી રહેશો ? જો નવપૂર્વધર, યુગપ્રધાન, આગમવ્યવહારી પૂ. આ. શ્રી કાલિકસૂરિજી મહારાજે પાંચમની ચોથ કરી હોત તો આજે સંવત્સરી કાયમની પાંચમની જ હોત. તેમણે પાંચમને પાંચમ જ રાખીને ચોથને ચોથ જ રાખી છે. “તિથિને તેમની તેમ જ રાખી છે, પણ “સંવત્સરી” જે પાંચમની હતી તેને ચોથમાં લઈ ગયા. તિથિનો ફેરફાર કર્યો નથી, પણ સંવત્સરી પર્વનો ફેરફાર કર્યો છે. તિથિનો ફેરફાર કર્યો ત્યારે કહેવાય કે “જો ચોથને પાંચમ કરી ચોથે સંવત્સરી કરી હોત તો, પરંતુ તેઓશ્રીએ ચોથને પાંચમ કહી પણ નથી કે માની પણ નથી, ચોથને ચોથ અને પાંચમને પાંચમ જ માની છે અને કહી છે પણ સંવત્સરીની આરાધના જે પાંચમે થતી હતી, તેને ચોથમાં લઈ ગયા. ' તિથિનું પરિવર્તન કરવું - એ સૈદ્ધાંતિક પરિવર્તન હતું, તેમ કરવું તે મૃષાવાદ હતો અને અધિકાર બહારની પ્રવૃત્તિ હતી. જ્યારે સંવત્સરી પરિવર્તન એ સામાચારીનું પરિવર્તન હતું અને તેને શાસ્ત્રીય મર્યાદામાં રહીને કરવું તે તેમના અધિકારમાં હતું. માટે જ તેમણે કર્યું છે. આજે કયો વાર?મંગળવાર. એના બદલે સોમવારકે બુધવાર કહીએ તો ચાલે? અત્યારે કેટલા વાગ્યા ? ૧૦. તેને બદલે ૯ કે ૧૧ કહો તો ચાલે ? અત્યારે કઈ ઋતુ? ચોમાસું. વરસાદ નથી તો પણ ચોમાસું જ કહેવું પડે ? જેમ વર્ષ-ઋતુ-પક્ષ-વાર જે હોય તે જ બોલાય-મનાય તેમ તિથિ પણ જે હોય તે જ બોલાય-મનાય ? એમાં ગોટાળો ન વળાય. Page #108 -------------------------------------------------------------------------- ________________ ૮૯ – ૫ આરાધનામાં તિથિનું મહત્ત્વ - 5 – 89 શ્રી કાલિકસૂરિજીનો ફેરફાર શાસ્ત્રીય હતો, મરજી મુજબનો નહિ? પૂજ્યપાદ આચાર્યદેવશ્રી કાલિકસૂરિજી મહારાજ યુગપ્રધાન, નવપૂર્વધર, આગમ વ્યવહારી, મહર્ષિ હતા, પરમ ગીતાર્થ હતા. આજે કેટલાક કહે છે, ગીતાર્થોને ફેરફાર કરવાનો અધિકાર છે. અરે, ગીતાર્થ તો જવા દો પણ યુગપ્રધાનને પણ પોતાની મરજી મુજબ ફેરફાર કરવાનો અધિકાર નથી અને એવો અધિકાર એ ઈચ્છતા પણ નથી. આ તો જેને કોઈ અધિકાર નથી એ પોતાનો અધિકાર હોવાનો દાવો કરીને મરજી મુજબ ફેરફારો કરવા ઈચ્છે છે એની જ આ બધી તકલીફ છે. પૂજ્ય આચાર્ય શ્રી કાલિકસૂરિજી મહારાજે જે સંવત્સરી મહાપર્વનું પાંચમમાંથી બદલી ચોથમાં પ્રવર્તન કર્યું તે શાસ્ત્ર વચન પ્રમાણે કર્યું છે. દીપોત્સવકલ્પ'માં પૂ. આ. શ્રી હેમચંદ્રસૂરીશ્વરજી મહારાજાએ પ્રભુશ્રી મહાવીરે પોતાના શાસનનું ભાવિ વર્ણવતાં જે વચનો ઉચ્ચાર્યા હતા તેનો સંગ્રહ કરતાં જણાવ્યું છે કે -- 'त्रिनवत्यधिकैर्वर्ष-शतैर्नवमितैस्तथा । आचार्याः कालिकाह्वाना, भविष्यन्तीन्द्रवन्दिताः ।।१०३।। ते च पर्युषणापर्व, चतुर्थ्यां पञ्चमीदिनात् । कारणादानयिष्यन्ति, सर्वाचार्यानुमाननात् ।।१०४।।' મારા નિર્વાણના ૯૯૩ વર્ષ બાદ ઈન્દ્રથી વંદાયેલા કાલિક નામના આચાર્ય થશે અને તેઓ કારણથી સર્વ આચાર્યોના અનુમાન (સ્વીકાર)પૂર્વક પર્યુષણા પર્વ (સંવત્સરી)ને પાંચમમાંથી ચોથમાં લાવશે.” રાજાની માંગણી પાંચમના બદલે છઠ્ઠના દિવસે સંવત્સરી કરવાની હતી. આચાર્ય ભગવંતે તે મુજબ કર્યું હોત તો બીજા વર્ષથી સંવત્સરી પાંચમની જ રહેતા. આમ છતાં તેમણે સંવત્સરી પર્વને છઠ્ઠના દિવસે ન કરતાં ચોથમાં કર્યું. આમ કરવાના કારણે સંવત્સરી પર્વ કાયમ માટે પાંચમના બદલે ચોથમાં આવ્યું. ત્રણ ચોમાસીની આરાધના પૂનમના બદલે ચૌદશમાં આવી. એને કારણે ત્રણ પખી પ્રતિક્રમણ ચોમાસી પ્રતિક્રમણમાં સમાયાં. આમ છતાં તેમણે ચોથને પાંચમ માનીને આગલા દિવસે પણ સંવત્સરી ન કરી. કારણ કે તેમ કરવામાં Page #109 -------------------------------------------------------------------------- ________________ 90 ૯૦. ૧ – આગમ જાણો ! ઉસૂત્ર થતું હતું અને પાંચમની સંવત્સરી છઢમાં પણ ન કરી, કારણ કે તેમ કરવાથી શાસ્ત્રવચનનો વિરોધ આવતો હતો. શાસ્ત્રવચનનો વિરોધ આવે એવું યુગપ્રધાન પણ ન કરે. સભા: કયા શાસ્ત્રવચનનો વિરોધ આવતો હતો ? 'अंतरा वि य से कप्पड़, नो से कप्पइ तं रयणिं उवाइणावित्तए ।' '(પાંચમ) પહેલાં ય તે કરવી કલ્પ પણ તે રાત્રિને (પાંચમની રાત્રિ) ઓળંગવી કહ્યું નહિ.' આ વચનને લક્ષ્યમાં રાખીને એમણે રાજાની માંગણી છઠ્ઠની સંવત્સરી કરવાની હતી અને તેમ કરવામાં પછીનાં વર્ષોમાં પાંચમની સંવત્સરી કાયમ રહેતી હોવા છતાં તેમણે છટ્ટે સંવત્સરી ન કરતાં ચોથે કરી. આના ઉપરથી તમને સમજાવું જોઈએ કે જો આવા સમર્થ પૂર્વધર યુગપ્રધાન આચાર્ય પણ સામાચારીના પરિવર્તનમાં શાસ્ત્રમર્યાદાને, શાસ્ત્રવચનને જાળવતા હોય તો આજે અમારે શું કરવું જોઈએ ? આના ઉપરથી તમારે આ બધી વાતો ધ્યાનમાં લેવાની છે કે કાલિકસૂરિ મહારાજે પહેલાં જ વર્ષે પાંચમની ચોથ ને બદલે છઠ્ઠ કરી હોત તો બીજા વર્ષથી પાંચમ એમની એમ રહી જાત ને ? પણ ન કરી. કારણ કે, શાસ્ત્રવચન હતું કે એક દિવસ પહેલાં કરી શકાય પણ પાછળ ન કરી શકાય. એ શાસ્ત્રવચન જાળવવા પાંચમની સંવત્સરી ચોથે કરી અને જો તિથિમાં જ ફેરફાર કરવો હોત તો ૪/પ ભેગા પણ કરી શકત ને ? તેમાં બન્નેનું જળવાઈ જાત. રાજાનું ને જૈનોનું. છતાં તેમ પણ ન કર્યું. કેમકે મૃષાવાદનો ભય હતો. પૂ. આ. શ્રી કાલિકસૂરિ જેવા સમર્થ પૂર્વધર યુગપ્રધાન આચાર્યશ્રીએ તિથિમાં ફેરફાર ન કર્યો અને આજે ગીતાર્થતાને આગળ કરીને પણ તિથિના મન ફાવે તે રીતે ફેરફારો કરવાની વાત ચાલે છે, તે કેટલું બધું ખોટું છે. અસત્યને સત્ય તરીકે ઉપસાવવું અને સત્યને અસત્ય તરીકે પ્રચારવું એ નાનો-સૂનો દોષ નથી. તિથિમાં ફેરફાર કરવાનો તેને જ અધિકાર છે કે જે ગ્રહમંડળમાં ફેરફાર કરી શકે. પાંચમમાંથી છઠ્ઠમાં ન જવાય. એક દિવસ પણ મોડું પ્રતિક્રમણ કરાય નહિ. વહેલા અવાય પણ મોડા ન કરાય ! Page #110 -------------------------------------------------------------------------- ________________ ૯૧ G ૫ : આરાધનામાં તિથિનું મહત્ત્વ - 5 સભા : શું નુકસાન થાય ? મિથ્યાત્વ લાગે. wdicom સભા : એક રાજાના કહેવાથી કર્યું ? આમ કહેવું કે માનવું એ યુગપ્રધાન એવા એ મહાપુરુષની મોટી આશાતના છે. તેમણે જે પણ કર્યું તે જૈનશાસનને બહુ મોટા નુકસાનોથી બચાવવા અને બહુ મોટા લાભને જોઈ કર્યું હતું. ભલે આજે એ તમને ન પણ સમજાય. અને તેમણે જે પણ કર્યું તે શાસ્ત્રીય મર્યાદામાં રહીને જ કર્યું છે, મર્યાદા બહાર જઈને નહિ. 91 જ્યારે સંવત્સરી પ્રતિક્રમણ પાંચમનું હતું, ત્યારે ચૌદશે પખ્ખી પ્રતિક્રમણ અને પૂનમે ચોમાસી પ્રતિક્રમણ થતું હતું. અત્યારે ચોમાસીમાં પખ્ખી સમાઈ ગઈ છે. આ પૂનમની યાત્રાનો મહિમા ક્યારથી છે ? લાંબા કાળથી. ત્યારે પૂનમની યાત્રા સવારે થતી. બપોરે, દેવવંદન થતાં અને સાંજે ચોમાસી પ્રતિક્રમણ થતું. સભા : એટલે ત્યારે સિદ્ધગિરિની યાત્રા ચોમાસામાં થતી હતી - એવું આપ કહો છો ? હા, તમને આના ઉપરથી આ ખ્યાલ આવી ગયો તે સારું થયું. ચોમાસામાં સિદ્ધગિરિજીની યાત્રા ત્યારે પણ થતી હતી અને આજે પણ થાય છે. કોઈ પણ શાસ્ત્રમાં એવો એક પણ ઉલ્લેખ નથી કે ચોમાસામાં સિદ્ધગિરિની યાત્રા ન થાય. સભા : એવું સાંભળ્યું છે કે એક એક પગથિયે એક એક છટ્ઠનું પ્રાયશ્ચિત્ત આવે ? આવી વાત એક પણ પ્રાયશ્ચિત્ત ગ્રંથમાં નથી. આ વાત ઉપજાવી કાઢેલી છે, એમ કહ્યા વિના ચાલે તેવું નથી. સામાચારી પણ શાસ્ત્રથી બંધાયેલી છે : ફરી મૂળ વાત ઉપર આવો કે તિથિ એ કાળનું અંગ છે. આથી તિથિદિનનું સ્વરૂપ એ સિદ્ધાંત છે, સામાચારી નથી. તિથિદિનનો નિર્ણય એ સિદ્ધાંતનો નિર્ણય છે, એ સામાચારીનો નિર્ણય નથી અને તિથિદિન નિમિત્તે કરાતી આરાધના સામાચારી છે. આ સામાચારી પણ શાસ્ત્રમર્યાદાથી બંધાયેલી છે, શાસ્ત્રમર્યાદાથી નિરપેક્ષ નથી. માટે તિથિદિન નિમિત્તે કરાતી આરાધનારૂપ સામાચારીનું કોઈ પણ પ્રકારનું પરિવર્તન શાસ્ત્ર સાપેક્ષ રહીને જ કરાય, Page #111 -------------------------------------------------------------------------- ________________ ૯૨ - ૧ - આગમ જાણો ! - 92 શાસ્ત્રનિરપેક્ષ બનીને ન જ કરાય અને તિથિદિનના સ્વરૂપમાં કે તેના નિર્ણયમાં કોઈપણ પ્રકારનું પરિવર્તન ન કરાય. એ પરિવર્તન કરવાનો ગમે તેવા એક કે અનેક ગીતાર્થને કોઈ જ અધિકાર નથી. આમ છતાં તિથિનું પરિવર્તન કરવું તે સિદ્ધાંતનો ભંગ છે. તેથી મૃષાવાદરૂપ છે અને શાસ્ત્રવિરુદ્ધ છે. આજે તમે મને બહુ ફેરવ્યો અને ઘણો સમય લીધો, આમ છતાં તમારી જિજ્ઞાસા જોઈ વિસ્તારથી બધી વાતો સમજાવી છે. હવે તમે એમાં વધારે ઊંડો ઉતરી શાસ્ત્રીય સત્યોને બરાબર સમજી તેમાં સુનિચ્ચળ બનો તો જ તમે તમારું કલ્યાણ કરી શકશો. દરેક વસ્તુમાં દ્રવ્ય, ક્ષેત્ર, ભાવની જેમ કાળનો પ્રભાવ માનવો જ પડશે. મોટા ભાગને સાચી સમજણનો અભાવ છે અને કેટલાકને જાણવા છતાં કરીએ છીએ એમાં બદલવું નથી' એવી એમની માનસિકતા છે. તેના કારણે જ સત્યનો સ્વીકાર થતો નથી. સંઘની શાંતિ માટે શું કરાય? સભા: સાહેબજી, આ બધું જ બરાબર પણ સકળ શ્રીસંઘમાં શાંતિ પ્રવર્તે, સુખાકારી પ્રવર્તે તે માટે કાંઈક ફેરફાર કરવો પડે તો કરાય કે નહિ ? સકળ સંઘને સુખાકારી ક્યારે થાય ? ભગવાનની આજ્ઞા મુજબ થાય તો કે મરજી મુજબ થાય તો ? ધર્મ આજ્ઞામાં છે. પ્રાણ થમો'- સૂત્ર તો તમે સાંભળ્યું છે ને ? એ જ રીતે જે સંઘની સુખાકારીની તમે વાત કરો છો તો સંઘ કોને કહેવાય? એ પણ સમજવું તો પડશે ને ? એ માટે કહ્યું કે “માનુત્તો સંધો !' આજ્ઞાથી યુક્ત હોય તે સંઘ. તો સંઘની સુખાકારી માટે આપણે સૌએ આજ્ઞા સાપેક્ષ બનવું જ પડશે ને ? સભા સાહેબ, છેલ્લો પ્રશ્ન કરી લઉં ? પંચાંગ કોને કહેવાય ? તિથિ-નક્ષત્ર-કરણ-યોગ અને વાર. આ પાંચ અંગ જેમાં આવે તેને પંચાંગ કહેવાય. કોઈ પણ શુભ કાર્યમાં કાળબળ જોવું જોઈએ, એમ આગમ કહે છે. વાર તો તમે સમજો જ છો. નક્ષત્ર-કરણ અને યોગ જ્યોતિષી જે કહે તે તમે માની લો છો. જે ગડબડ થાય છે તે તિથિમાં જ થાય છે. તમારી તપ આદિ આરાધના કરવા માટે. કલ્યાણકોનો નિર્ણય કરવા માટે અને પચ્ચખ્ખાણાદિ કરવા માટે તિથિનું જ્ઞાન જરૂરી છે. એટલું સમજાવવા પૂરતો જ આ મુદ્દો હતો. Page #112 -------------------------------------------------------------------------- ________________ Sio ૬ - વ્યવહાણમાં ઘન-સંપત્તિ જરૂછી, ઘર્મમાં ગુણસંપત્તિ જરૂરી. - વિ. સં. ૨૦૫૮, અષાઢ વદ-૭, બુધવાર, તા. ૩૧-૭-૦૨, સાચોરી ભવન, પાલીતાણા • અધિકારીને જ આગમ સ્પર્શે : • સમતાનું સુખ તો સાધુપણામાં જ: • અધ્યાત્મ જગતની મૂડી છે - ગુણસંપદા: • ધર્મરાગ અને બનાવટી ધર્મરાગનો તફાવત જાણો : • આગમમાં વિસંવાદ નથી, છતાં કેમ દેખાય છે. પ્રભુવીરે ધર્મલાભ કહેવડાવ્યો તે સુલસા કેવી ? છે ? કોને દેખાય છે ? • સમાધિને સમજી લો ! સમાધને સાધી લો! • અયોગ્યને જ્ઞાન ન અપાય, આપે તો.? • પ્રાણ જાય પણ નિયમ ન જાય : • ધર્મ શું? અધર્મ શું? ધર્મીને શું ગમે? - પ્રતિકૂળ ઉપસર્ગોમાં ટકવું અઘરું, તો અનુકૂળ શું ન ગમે ? ઉપસર્ગોમાં ટકવું અતિ-અઘરું ઃ • જેને જે ગમે તેને તેમાં મજા આવે : વિષય: અધ્યયન માટેનો અત્યંત મહત્વનો પાયો. લૌકિક કે લોકોત્તર દરેક કાર્ય માટે યોગ્યતા અનિવાર્ય માનેલી છે. અહીં આગમ શ્રવણનો અધિકાર હોઈ આગમ શ્રવણ માટે કયા શ્રોતા યોગ્ય છે અને કયા શ્રોતા અયોગ્ય છે, એ વાત જણાવવા માટે સૂયગડાંગ સૂત્રના ચૂર્ણિકાર મહર્ષિએ “વિશેષાવશ્યક ભાષ્ય' નામના આગમ ગ્રંથમાંથી બે ગાથા ટાંકી છે. એમાં યોગ્ય માટેના પંદર ગુણો બતાવવામાં આવ્યા છે. અયોગ્યને જ્ઞાન આપવાથી સ્વ-પરનો નાશ પણ થઈ શકે છે. પૂર્વાચાર્યોએ જ્ઞાનનો નાશ થવા દીધો પણ અયોગ્યને જ્ઞાન-દાન કરવાની પ્રવૃત્તિ આદરી નથી. આ ગુણવર્ણન ત્રણેક વ્યાખ્યાન સુધી વિસ્તાર પામેલું છે. એમાં આ વ્યાખ્યાનમાં ૧ - પ્રિયધર્મ, ૨ - ઢધર્મ, ૩ - સંવિગ્ન, ૪ -પાપભીરુ : આ ચાર ગુણોનું વર્ણન કરાયું છે. આગમશ્રવણની યોગ્યતા કેળવવા માટે આ વર્ણન મૃતોપાસકને જરૂર ઉપકારક બની રહેશે. પ્રવચનાનું પ્રતિબિંબ * સાધના જીવનમાં તો પુણ્યોદય કરતાં પણ વિશેષ મહત્ત્વ ગુણસંપત્તિનું છે. * અપાત્ર, કુપાત્રને જ્ઞાન આપવાથી તો જ્ઞાનનો દુરુપયોગ થાય. કોક વાર એથી એનો પોતાનો ય નાશ થઈ જાય તો વળી કોક વાર જ્ઞાનદાતા ગુરુનો પણ નાશ થાય એવું બની શકે છે. * જ્ઞાન સ્વભાવ છે તો અજ્ઞાન વિભાવ છે. દર્શન-શ્રદ્ધા સ્વભાવ છે તો અદર્શન અશ્રદ્ધા વિભાવ છે. ચારિત્ર સ્વભાવ છે તો અચારિત્ર વિભાવ છે. Page #113 -------------------------------------------------------------------------- ________________ પ્રવચન-સ્ત્રોત 'बुझिज तिउट्टिजा, बंधणं परिजाणिया। किमाह बंधणं वीरो, किं वा जाणं तिउट्टइ ।।१।।' “શ્રી સુધર્માસ્વામી : બોધ પામ ! બંધનને ચારે બાજુથી જાણ ! બંધનને તોડી નાંખ ! શ્રી જંબુસ્વામી : પ્રભુ વીરે કોને બંધન કર્યું છે, શું જાણીને એને તોડી શકાય છે ?” "पियधम्मो 'दढधम्मो संविग्गो, કડવામી “સ [‘થો] . खंतो "दंतो "गुत्तो 'थिरव्वय, નિરિકો "ફૂ ારૂ૪૨૦ १२असढो "तुलासमाणो, १४समिओ तह "साहूसंगइरओ य । गुणसंपओववीओ, जुग्गो सेसो अजुग्गो य ।।३४११।।' પ્રિયધર્મી-૧, દઢઘર્મી-૨, સંવિજ્ઞ-૩, પાપભીરુ-૪, અશઠ-૫ (નમ્ર-૫ ) ક્ષમાવાત-૬, ઈન્દ્રિયોનું દમન કરનાર-૭, ગતિમાન-૮, સ્થિર વ્રતવાળો-૯, જિતેન્દ્રિય૧૦, સરળ-૧૧, અશઠ-૧૨ તુલા સમાન-૧૩, સમિતિવાળો-૧૪ સાધુ સંગતિમાં રક્ત-૧૫ - આ ગુણસંપત્તિવાળો આત્મા આગમશાસ્ત્રોના અધ્યયન માટે યોગ્ય છે, બાકીના અયોગ્ય છે.' Page #114 -------------------------------------------------------------------------- ________________ ૬ : વ્યવહારમાં ધન-સંપત્તિ જરૂરી, ઘર્મમાં ગુણસંપત્તિ જરૂરી અનંત ઉપકારી, ચરમતીર્થપતિ, શ્રમણ ભગવાન શ્રીમહાવીર પરમાત્માના શાસનના ૫૨માર્થને પામેલા પંચમ ગણધર ભગવંત શ્રીસુધર્માસ્વામીજી મહારાજાએ પ્રત્યેક સાધકે જાગૃત બનીને પોતાને વળગેલાં બંધનને કઈ રીતે જાણવા અને જણાયેલા એ બંધનોને કઈ રીતે તોડવાં તે માટે તા૨ક તીર્થંકર પરમાત્માએ બતાવેલા માર્ગને બીજા અંગ આગમ શ્રી સૂયગડાંગજી સૂત્રના માધ્યમથી ૨જુ કર્યો છે. આ મહાન અંગ આગમ ઉપર ભદ્રબાહુસ્વામીજી મહારાજાએ નિર્યુક્તિ ગ્રંથની રચના કરી છે. તે જ રીતે પૂર્વ મહર્ષિએ સંસ્કૃત-પ્રાકૃત મિશ્ર ભાષામાં ચૂર્ણિ નામના ગ્રંથની રચના કરી છે, તો પૂજ્ય આચાર્યશ્રી શીલાંકસૂરીશ્વરજી મહારાજાએ સંસ્કૃત ભાષામાં વિસ્તૃત ટીકાની રચના પણ કરી છે. આ દરેક ગ્રંથના માધ્યમથી જે સ્વરૂપે આત્માને ઓળખવો જરૂરી છે તે સ્વરૂપે આત્માને ઓળખાવવા માટે જે સ્વરૂપે આત્મજાગૃતિ કેળવવી છે, તે સ્વરૂપે આત્મજાગૃતિ કેળવવા, જે સ્વરૂપે સંવેગ પામવો જરૂરી છે તે રીતે સંવેગ પામવા, જે સ્વરૂપે બંધન ઓળખવું જરૂરી છે તે સ્વરૂપે તેને ઓળખવા અને જે સ્વરૂપે બંધનને ઓળખીને તેને તોડવાના માર્ગો જાણવા જરૂરી છે તે સ્વરૂપે તે માર્ગોને જણાવવાનો આ મહાપુરુષોએ સબળ અને સઘન પુરુષાર્થ કર્યો છે. અનાદિકાળથી મારો-તમારો આત્મા બંધનથી બંધાયેલો છે. તે બંધન ઓળખાય નહિં, ખટકે નહિં, ત્યાં સુધી તોડવાનો પરિણામ પેદા થતો નથી, જ્યાં સુધી તોડવાનો પરિણામ પેદા થાય નહિ, ત્યાં સુધી તેને તોડવાનો પુરુષાર્થ થતો નથી અને જ્યાં સુધી એ બંધનને તોડવાના પુરુષાર્થનો પ્રારંભ ન થાય, ત્યાં Page #115 -------------------------------------------------------------------------- ________________ ૯૬ ૧ – આગમ જાણો ! સુધી બંધનો તૂટતાં નથી. જ્યાં સુધી એ બંધનો તૂટે નહિ, ત્યાં સુધી સહજ સ્વરૂપની પ્રાપ્તિ થતી નથી અને જ્યાં સુધી સહજ સ્વરૂપની પ્રાપ્તિ ન થાય, ત્યાં સુધી આપણે દુ:ખમુક્ત અને સંપૂર્ણ સુખના સ્વામી ક્યારે ય બની શકતા નથી. આવી અદ્ભુત આત્મસાધનાની વાતો, અધ્યાત્મની ઉપાસનાની વાતો જેમાં કરવામાં આવી છે, તે મહાન આગમનું અધ્યયન કરવા માટે પણ ચોક્કસ લાયકાત જોઈએ, વિશેષ પ્રકારની આંતરિક ભૂમિકા જોઈએ. તે માટે ચોક્કસ પ્રકારનાં અનુકૂળ એવા દ્રવ્ય-ક્ષેત્ર-કાળ અને ભાવ જોઈએ. આથી જ આ મહાન આગમનું અધ્યયન કરાવતાં પહેલાં આઠ બાબતની વિચારણા કરવાનું કહ્યું છે. તેમાંથી આપણે છ બાબતો ગઈકાલે જોઈ ગયા. પહેલા નંબરે શ્રોતા આલોચના કરીને વિશુદ્ધ બનેલો જોઈએ; બીજા નંબરે તે વિનીત જોઈએ. વિનીત શ્રોતા” તે કહેવાય કે જેમાં નીચેની સાત યોગ્યતા હોય. ગુરુ પ્રત્યે અનુરાગી જોઈએ-૧, ગુરુ પ્રત્યે ભક્તિવાળો જોઈએ-૨, ગુરુનો ક્યારેય ત્યાગ ન કરે તેવો જોઈએ-૩, ગુરુને અનુસરનારો જોઈએ-૪, વિશેષજ્ઞ જોઈએ-૫, ઉદ્યમશીલ જોઈએ-૬ અને ક્યારેય ન કંટાળે તેવો જોઈએ-૭ - આ સાત ગુણો જેનામાં હોય તે વિનીત કહેવાય. તે પછી ત્રીજા નંબરે વાચના માટે ક્ષેત્ર અનુકૂળ જોઈએ. ચોથા નંબરે દિશા અનુકૂળ જોઈએ. એટલે પૂર્વ, ઉત્તર વગેરે અનુકૂળ દિશા હોવી જોઈએ. પાંચમા નંબરે કાળ અનુકૂળ જોઈએ. તેમાં સ્વાધ્યાય માટે રાત્રિ-દિવસનો પહેલો અને છેલ્લો પ્રહર જોઈએ અને તેના પ્રારંભ માટે તિથિઓમાં ૪, ૭, ૮, ૯, ૧૪, ૧૫, ૦)) સિવાયની તિથિઓ જોઈએ. Page #116 -------------------------------------------------------------------------- ________________ ૯૭ – ૬ વ્યવહારમાં ધન-સંપત્તિ જરૂરી, ધર્મમાં ગુણસંપત્તિ જરૂરી - 67 97 છઠ્ઠા નંબરે નક્ષત્રો અનુકૂળ જોઈએ. ઉગ્ર નક્ષત્રો ન લેવાય, જ્ઞાન માટે વિહિત કરેલાં નક્ષત્રો જ લેવાય. આ બધી બાબતોના વિધિ-નિષેધોને યથાર્થરૂપે જાળવીને સૂત્ર શ્રવણ કરવાનું છે. એટલે જે જે વિધિરૂપ બતાવ્યું હોય તેનું પાલન કરવાનું છે અને જેનો જેનો નિષેધ કર્યો હોય તેનો ત્યાગ કરવાનો છે. સાતમા નંબરે ગુણસંપત્તિ હોવી જોઈએ. આઠમા નંબરે ગુરુશિષ્ય વચ્ચેનો અભિવ્યવહાર જળવાવો જોઈએ. આટલી વાતો આપણે ગઈકાલે વિચારી ગયા છીએ. એમાં નક્ષત્ર અને કાળનો મુદ્દો આપણે વિસ્તારથી કાલે વિચાર્યો છે, હવે આજે આપણે ગુણસંપત્તિ નામના સાતમા મુદ્દાની વિગતવાર વિચારણા કરવાની છે. જેના જીવનમાં પ્રિયધર્મતા વગેરે પંદર ગુણો હોય તે ગુણસંપત્તિવાન કહેવાય અને એ જ વ્યક્તિ આ આગમ-અધ્યયન માટે મુખ્યત્વે અધિકારી કહેવાય. અધિકારીને જ આગમ સ્પર્શેઃ આ સૂત્રનું અધ્યયન કરવા માટે પણ કેવા કેવા ગુણ હોય તો તે અધિકારી બની શકે ? તે વાત એટલા માટે જણાવી છે કે, જે અધિકારી બનીને અધ્યયન કરીએ તો જ આ આગમમાં કહેલી વાતો આત્માને સ્પર્શી શકે અને આગમની આ બધી વાતો આત્માને સ્પર્શે તો જ સાધનાનો જન્મ થાય અને આ રીતે પણ જો સાધનાનો જન્મ થાય તો જ તેના દ્વારા આપણે બંધનથી મુક્ત બનીને આત્માની પૂર્ણતાને પામી શકીએ. અધ્યાત્મ જગતની મૂડી છે - ગુણસંપદા: જે મહાન અંગ આગમમાં આવી મહાન આત્મસાધનાની વાતો જણાવી હોય, આત્માને અનાદિકાળથી વળગેલાં બંધનોને ઓળખવાની હિતકર વાતો જણાવી હોય અને તે બંધનોને તોડીને આત્માના સહજ સ્વરૂપને પ્રગટ કરવાની આત્મલાભદાયી વાતો જણાવી હોય તેનું અધ્યયન કરવા માટે અધિકારીપણું કેળવવું જરૂરી છે. યોગશતકમાં હરિભદ્રસૂરિ મહારાજા જણાવે છે કે – Page #117 -------------------------------------------------------------------------- ________________ ૧ આગમ જાણો ! 'अहिगारिणो उवाएण होइ सिद्धी समत्थवत्युंमि ।' ‘અધિકારી વ્યક્તિને ઉપાય દ્વારા સર્વ કાર્યમાં સિદ્ધિ મળે છે.' કોઈપણ સાધના-અનુષ્ઠાન-પ્રવૃત્તિ અધિકારી કરે તો જ તેને તેના ફળની પ્રાપ્તિ થાય છે. વ્યવહારમાં પણ જો અધિકારી હોવું જરૂરી મનાય છે, તો યોગમાં-સાધના માર્ગમાં અધિકારીપણું અત્યંત આવશ્યક છે. ૯૮ બે ત્રણ દિવસથી આપણે વિચારી રહ્યા છીએ કે જેણે જીવનમાં પ્રાયશ્ચિત્ત દ્વારા શુદ્ધિ કરી હોય, જે વિનીત બન્યો છે, તેણે ગુણસંપદાપૂર્વક આગમાદિ ધર્મશાસ્ત્રોનું અધ્યયન કરવું જોઈએ. 98 વ્યવહારમાં પણ કાર્ય સફળતા માટે માણસ સંપત્તિવાળો હોવો અનિવાર્ય છે. આ વ્યવહારિક વાત છે, તાત્ત્વિક વાત નથી. વ્યવહારમાં મોટે ભાગે એવું અનુભવાય છે કે, જે સંપત્તિવાળો હોય તે ક્યાંય પણ પાછો પડતો નથી. પૈસાનાં જોરે એ પોતાનાં દરેક કાર્યો પાર પાડી શકતો હોય છે. આમ છતાં એમાં એકાંત નથી. એમાં પુણ્યોદય-પાપોદયના કારણે ફેરફાર પણ જોવા મળે છે. જ્યારે પુણ્યોદય નબળો પડ્યો હોય અને પાપોદય પ્રબળ બન્યો હોય ત્યારે પૈસાવાળો પાછો પડે અને પુણ્યોદયવાળો પૈસા વગરનો પણ સફળ થાય એવું બને. પણ સાધના જીવનમાં તો ગુણસંપત્તિના આધારે જ સફળતા-નિષ્ફળતા મળે છે. અધ્યાત્મ-સાધના જીવન એમાં અપવાદ નથી. સાધના જીવનમાં તો પુણ્યોદય કરતાં પણ વિશેષ મહત્ત્વ ગુણસંપત્તિનું છે. એના આધારે જ આત્મવિકાસ સધાય છે અને એના વિના આત્મવિનાશ પણ સર્જાય છે. એટલે એક વાત બરાબર ધ્યાનમાં રાખો કે ગુણસંપત્તિ વિના માણસ સાધનામાં સફળ ન બને. શ્રી સૂયગડાંગનું અધ્યયન કરવું તે પણ સાધના છે. શ્રુત-સાધના અને ચારિત્ર-સાધના એવા સાધનાના બે પ્રકાર છે. તેમાંથી શ્રી સૂયગડાંગ સૂત્રનું અધ્યયન કરવું તે શ્રુત-સાધના છે અને તેને જીવનમાં જીવવું તે ચારિત્ર-સાધના છે. એ જ રીતે બાર પ્રકારના તપોમાં સ્વાધ્યાય નામનો દશમો તપ છે. આ સ્વાધ્યાયરૂપ અત્યંતર તપસાધના માટે વિશેષ પ્રકારે ગુણસંપત્તિ હોવી જરૂરી છે. Page #118 -------------------------------------------------------------------------- ________________ www ૬ : વ્યવહારમાં ધન-સંપત્તિ જરૂરી, ધર્મમાં ગુણસંપત્તિ જરૂરી – 6' સભા આજે તો આ બધા ગ્રંથોની નકલો બજારમાં જોઈએ તેટલી મળે છે. એ લાવીને જે કોઈ વાંચે છે, ભણે છે, શું તેમણે આ બધી ગુણસંપત્તિ પ્રાપ્ત કરી હશે ? એની તો આ બધી રામાયણ છે. પાત્રતા વિનાના, ગુણહીન, શ્રદ્ધાહીન લોકો પાત્રતા કેળવ્યા વિના બજારમાંથી કે જ્ઞાનભંડારોમાંથી ગ્રંથોને મેળવીને પોતાની જાતે વાંચે છે, તેમને આ આગમો પરિણામ તો પામતા જ નથી, પણ એના વાસ્તવિક અર્થો પણ સમજાતા નથી અને અનેક ખોટી ભ્રમણાઓમાં તેઓ અટવાય છે. ૯૯ સભા : પરિણામ પામતા નથી અને વાસ્તવિક અર્થો સમજાતા નથી, એમાં ફેર શું ? જાણેલા પ્રત્યે સાચી શ્રદ્ધા પ્રગટે અને યથાશક્ય રીતે જીવનમાં તે જીવાય તેને પરિણામ પામ્યા કહેવાય અને જે ગ્રંથ વાંચે તેના જે શબ્દો, વાક્યો, સંદર્ભો હોય તેનો જેવો હોય તેવો અર્થ સમજાય તો સાચા અર્થ સમજાયા એમ કહેવાય. 99 ગ્રંથોનો સાચો અર્થ સમજવા માટે જ્ઞાનાવરણીય કર્મનો ક્ષયોપશમ જોઈએ. એની સાચી શ્રદ્ધા પેદા થવા માટે દર્શનમોહનીય કર્મનો ક્ષયોપશમ જોઈએ અને એનું યથાશક્ય સાચું આચરણ કરવા માટે ચારિત્રમોહનીય કર્મનો ક્ષયોપશમ જોઈએ. આવા ક્ષયોપશમ વિનાના જીવોને ન તો સાચું સમજાય કે ન તેમને સાચી શ્રદ્ધા પ્રગટે અને સાચી શ્રદ્ધા પ્રગટ્યા વિના એ વાત એમના આચારમાં આવે એ શક્ય જ નથી. આગમમાં વિસંવાદ નથી, છતાં કેમ દેખાય છે ? કોને દેખાય છે ? : સાચું ન સમજાવાના કારણે એને આગમમાં પગલે પગલે વિસંગતિ દેખાય અને વિસંગતિ દેખાવાના કારણે એને આગમો પ્રત્યે અશ્રદ્ધા થાય અને અશ્રદ્ધા થયા પછી એ અનેકની આગમ પ્રત્યેની શ્રદ્ધા અને ભક્તિ તોડવાનું કારમું પાપ કરે. પછી એની આચરણામાં આગમનો માર્ગ આવે જ ક્યાંથી ? સભા : આગમમાં વિસંવાદ હોય ખરો ? અને ન હોય તો વાંચનારને એમાં વિસંવાદ શી રીતે દેખાય ? આગમમાં વિસંવાદ ક્યારેય હતો નહિ અને હશે પણ નહિ. પણ પાત્રતા વિનાના, ગુણસંપત્તિ વિનાના જીવોની દૃષ્ટિમાં જ વિસંવાદ હોય છે. તેથી તે જે કાંઈ વાંચે તેમાં તેને વિસંવાદ દેખાય છે, તે દોષ આગમોનો નથી, પણ એની દૃષ્ટિનો છે. એની અપાત્રતાનું એ પરિણામ છે. Page #119 -------------------------------------------------------------------------- ________________ ૧ આગમ જાણો ! આગમો તો પાત્રતા કેળવીને ગુરુનિશ્રાએ જ સાંભળવાનાં-ભણવાનાં છે. એ વિના જે ભણે તેને સર્વત્ર વિસંવાદનાં જ દર્શન થવાનાં અને એ દ્વારા એનો વિનિપાત જ સર્જાવાનો. ૧૦૦ 100 સભા : વિસંવાદ એટલે શું ? પરસ્પર વિરોધ, અસત્ય, ત્રુટી, ખામી, અપૂર્ણતા તે વિસંવાદ. આંખે નંબર આવ્યા હોય તેને આકાશમાં એક ચંદ્ર હોવા છતાં કોઈને બે, ત્રણ, આઠ દેખાય તેમ બને. પણ તે જેવું જુવે છે તેવું તો છે નહીં. આમ છતાં એને જે દેખાય છે તે એની પોતાની દૃષ્ટિની વિકૃતિ છે, તેના કા૨ણે જ. તેમ જેને જ્ઞાનાવરણીય કર્મનો, દર્શનમોહનીય કર્મનો ક્ષયોપશમ નથી થયો તેને સુસંવાદી એવા ય આગમોમાં પદે પદે વિસંગતિ જ દેખાવાની એ ચોક્કસ વાત છે. સભા : જેનો ક્ષયોપશમ સારો હોય તે તો જાતે ભણી શકે ને ? પહેલાં એ સમજો કે ક્ષયોપશમ સારો કોને કહેવાય ? જે ક્ષયોપશમ માર્ગસ્થ હોય તેને સારો કહેવાય. જે ક્ષયોપશમ તીવ્ર હોવા છતાં માર્ગસ્થ ન હોય તેને સારો ન કહેવાય. શાસ્ત્રીય શૈલીમાં કહું તો દર્શનમોહનીય કર્મના ક્ષયોપશમથી સંવલિત એવા જ્ઞાનાવરણીય કર્મના ક્ષયોપશમને સારો કહેવાય. પણ દર્શનમોહનીય કર્મના ક્ષયોપશમ વિનાના જ્ઞાનાવરણીય કર્મના ક્ષયોપશમને ક્યારેય સારો ન કહેવાય. અયોગ્યને જ્ઞાન ન અપાય, આપે તો... : જેનો આ રીતે સારો ક્ષયોપશમ હોય તેને ક્યારેય ગુરુગમ વિના જાતે ભણવાની ઈચ્છા જ ન થાય. કારણ કે આગમાદિનું જ્ઞાન ગુરુની ઉપાસના પૂર્વક જ મેળવવાનું છે. ઉપાસનાનો અર્થ જ એવો છે કે ‘પ’ એટલે ગુરુની સમીપે અને ‘આપના’ એટલે બેસીને મેળવાય-પ્રાપ્ત કરાય તે ઉપાસના. એ જ રીતે ઉપદેશનો અર્થ પણ એવો જ છે કે ગુરુની પાસેથી જે જણાય, મેળવાય તે ‘ઉપદેશ.' કોઈ પણ સાચા દૃષ્ટિકોણથી વિચારશો તો તમને સમજાશે કે આગમ શાસ્ત્રોનું શ્રવણ-અધ્યયન જાતે નથી કરવાનું, ગુરુની આજ્ઞાપૂર્વક, ગુરુની નિશ્રામાં જ કરવાનું છે. જેઓ આ માર્ગ મર્યાદા ભૂલ્યા છે, તેમણે તો દાટ વાળ્યો છે. Page #120 -------------------------------------------------------------------------- ________________ ૧૦૧ - ૬ : વ્યવહારમાં ધન-સંપત્તિ જરૂરી, ધર્મમાં ગુણસંપત્તિ જરૂરી – 6 ગુરુ પણ ગમે તેને ન ભણાવી શકે, ગુરુએ પણ તે માટે અર્થીની પાત્રતા જોવી જોઈએ. જે પાત્ર હોય તેને જ ભણાવાય, સંભળાવાય. જેનામાં પાત્રતા ન હોય તેનામાં પાત્રતા પ્રગટાવવાની મહેનત કરાય, તે પછી જો તેનામાં પાત્રતા પ્રગટે તો ભણાવાય, સંભળાવાય, તે પછી પણ જો તેનામાં પાત્રતા ન પ્રગટે તો એની ઉપેક્ષા કરાય. અપાત્ર, કુપાત્રને જ્ઞાન આપવાથી તો જ્ઞાનનો દુરુપયોગ થાય. કોક વાર એથી એનો પોતાનો ય નાશ થઈ જાય તો વળી કોક વાર જ્ઞાનદાતા ગુરુનો પણ નાશ થાય એવું બની શકે છે. કહ્યું પણ છે કે ‘મૂરખને જ્ઞાન કદી ન થાય, દેતાં પોતાનું પણ જાય... મૂરખને જ્ઞાન કદી ન થાય.’ 101 ભણવાની પાત્રતા-અપાત્રતા અલગ છે, સાંભળવા માટેની પાત્રતાઅપાત્રતા અલગ છે. આ સૂયગડાંગ વગેરે આગમોને ભણવાની યોગ્યતા વર્તમાનકાળની અપેક્ષાએ સ્ત્રીઓમાં, સાધ્વીઓમાં જાતિગત રીતે નથી હોતી. છતાં સાંભળવાની પાત્રતા તેમનામાં જરૂર પ્રગટી શકે છે અને જેટલી પ્રગટે તેટલું તેમને સંભળાવાય. જ્યારે પુરુષો જ્યાં સુધી ગૃહસ્થ રહે ત્યાં સુધી તેમનામાં આચારાંગાદિ આગમો ભણવાની પાત્રતા નથી હોતી, પણ જો તેઓ સાંભળવા જેટલી પાત્રતા કેળવે તો તેમની પાત્રતા મુજબ તેમને જરૂ૨ સંભળાવાય અને સંસાર ત્યાગ કરીને દીક્ષા લે તો તે પછી પર્યાય વગેરે ક્રમે યોગોહનાદિ કરી તેમનામાં જેટલી પાત્રતા પ્રગટે તેટલાં આગમો તે જરૂ૨ ભણી શકે અને એ જ તેમની યોગ્યતા મુજબ ગુરુ જરૂ૨ ભણાવે. યોગ્યને ગુરુ શક્તિ-સંયોગ છતાં ન ભણાવે તો ગુરુ દોષપાત્ર ઠરે. જેમ અયોગ્યને ગુરુ ભણાવે તો દોષપાત્ર ઠરે, તેમ યોગ્યને ગુરુ ન ભણાવે તો પણ દોષપાત્ર ઠરે. જેમ ગૃહસ્થોને કે સાધ્વીજીઓને મોટા ભાગના આગમ ગ્રંથો ભણવાનો અધિકાર નથી, તેમ ભણાવવાનો અધિકાર પણ નથી. આમ છતાં જે ગૃહસ્થો એ આગમાદિ સ્વયં ભણવાનો કે ભણાવવાનું કાર્ય કરે છે તે તેમની અનધિકાર ચેષ્ટા છે. આ રીતે અનધિકાર પ્રવૃત્તિ કરીને તેઓ ભારે કર્મોનો બંધ કરે છે અને Page #121 -------------------------------------------------------------------------- ________________ ૧૦૨ ૧ - આગમ જાણો ! – 102 એમની પાસે જે ભણે છે કે એ ભણનાર-ભણાવનારને જો પ્રોત્સાહન આપે છે, તે પણ જિનાજ્ઞાની વિરાધના કરવા દ્વારા ભારે કર્મનો બંધ કરે છે. માટે આવી અનધિકાર પ્રવૃત્તિઓથી સદા માટે દૂર રહેવું જોઈએ અને ઉચિત અધિકાર મેળવવા યોગ્યતાનુસાર ગુણસંપત્તિને પામવાનો પ્રયત્ન કરવો જોઈએ. આગમશાસ્ત્રોનું શ્રવણ માત્ર જાણકારી મેળવવા, વિદ્વાન બનવા કે રજુઆતની આવડત કેળવવા કરવાનું નથી અને આગમના અધ્યયન પછી માત્ર આટલી જ ક્ષમતા પેદા થાય તો તે આગમ શાસ્ત્રનું ફળ પણ નથી. ફળ તો એ છે કે જે બોધને નિર્મળ બનાવે, શ્રદ્ધાને નિર્મળ બનાવે, આત્મસ્વરૂપની પિછાણ કરાવે, આત્માની સંવેદના પ્રગટાવે અને આત્માનો સહજ સ્વભાવ પ્રગટ કરવાનો પુરુષાર્થ પ્રગટાવે. આ બધું ત્યારે જ બની શકે કે જ્યારે ચોક્કસ પ્રકારની ગુણસંપત્તિને પ્રાપ્ત કરી હોય ! તે ગુણસંપત્તિ પ્રાપ્ત કરવા માટે પહેલે નંબરે પ્રિયધર્મ' બનવાનું છે. ૧ - પિથો - પ્રિયધર્મો : ધર્મ જેને પ્રિય હોય તે પ્રિયધર્મ કહેવાય. પ્રિયધર્મીને પ્રિયધર્મ રૂપે પણ ઓળખાવી શકાય. જેને ધર્મ ગમે તેને અધર્મ ક્યારેય ન ગમે. જેને અધર્મ ગમે તેને ધર્મ ગમે છે એવું ક્યારેય ન મનાય. કારણ કે ધર્મ અને અધર્મ બન્ને ય એકબીજાથી વિપરીત છે. હવે થોડા ઊંડા ઉતરીને વિચારીએ તો જેને ધર્મ ગમે છે, તેણે પણ એ વિચારવું જોઈએ કે ધર્મ શા માટે ગમે છે? જેને ધર્મ દુન્યવી સ્વાર્થ માટે ગમતો હોય તે પ્રિયધર્મ ન કહેવાય. કારણ કે એને ધર્મ ઉપર પ્રેમ નથી પણ પોતાના સ્વાર્થ ઉપર પ્રેમ છે અને એ સ્વાર્થને સાધવા માટે તે ધર્મનો એક સાધન તરીકે ઉપયોગ કરે છે. એ ધર્મ કરે તો પણ એનો ઝોક ધર્મ પ્રત્યે ન રહેતાં ધર્મથી મળતા દુન્યવી પદાર્થો પ્રત્યે જ રહેતો હોય છે. એટલે જ એના મનમાં ધર્મ કરતાંય દુન્યવી પદાર્થોની જ કિંમત અંકાયેલી હોય છે. તેથી એને દુન્યવી સુખના સાધન તરીકે જ ધર્મ ગમે છે. એમ સહેજે સમજી શકાય છે. એ રીતે ધર્મ ગમે તો એની કિંમત નથી. ધર્મ, ધર્મ તરીકે ગમે તો જ પ્રિયધર્મ' કહેવાય. જેને ધર્મ ગમે તેને અધર્મ ક્યારેય પણ ન ગમે. Page #122 -------------------------------------------------------------------------- ________________ ૧૦૩ – ૬ વ્યવહારમાં ધન-સંપત્તિ જરૂરી, ધર્મમાં ગુણસંપત્તિ જરૂરી – 6 – 103 ધર્મ શું ? અધર્મ શું ? ધર્મીને શું ગમે ? શું ન ગમે ? : હવે ધર્મ શું છે ? ધર્મ કોને કહેવાય તે પણ સમજવું જરૂરી છે. આત્માનો સ્વભાવ તે ધર્મ, સ્વભાવમાં રહેવું તે ધર્મ. માત્ર ક્રિયાત્મક ધર્મની વાત હું નથી કરતો. જ્ઞાન-દર્શન-ચારિત્રરૂપ ધર્મની વાત કરું છું. આ જ્ઞાન-દર્શન-ચારિત્રરૂપ આત્માનો સ્વભાવ એ જ ખરેખરો ધર્મ છે. જેને આ સ્વભાવરૂપ ધર્મ ગમે તેને વિભાવરૂપ અધર્મ ન જ ગમે. જ્ઞાન સ્વભાવ છે તો અજ્ઞાન વિભાવ છે. દર્શન-શ્રદ્ધા સ્વભાવ છે તો અદર્શન–અશ્રદ્ધા વિભાવ છે. ચારિત્ર સ્વભાવ છે તો અચારિત્ર વિભાવ છે. એટલે જેને સ્વભાવરૂપ જ્ઞાન ગમે તેને વિભાવરૂપ અજ્ઞાન ન ગમે અને વિપરીત જ્ઞાન પણ ન ગમે. જેને સમ્યજ્ઞાન ગમે એને અજ્ઞાન ન ગમે. પ્રમાણ મીમાંસા' નામના ગ્રંથમાં પૂ. આ. શ્રી હેમચંદ્રસૂરીશ્વરજી મહારાજાએ અજ્ઞાનના ત્રણ પ્રકાર બતાવેલા છે, સંશય, અનધ્યવસાય અને વિપર્યય. સંશય એટલે શંકાવાળી અવસ્થા, અનધ્યવસાય એટલે વસ્તુના બોધજાણકારી વિનાની અવસ્થા અને વિપર્યય એટલે વિપરીત જ્ઞાન વિપરીત જ્ઞાનવાળી અવસ્થા. બીજી રીતે કહું તો – અનિશ્ચિત જ્ઞાન તે સંશય, વસ્તુના નિશ્ચિત અને વિશિષ્ટ સ્વરૂપની જાણકારીનો અભાવ તે અનધ્યવસાય અને જે વસ્તુ જેવી છે, તેવી ન જાણવી અગર જે વસ્તુ જેવી નથી તેવી તેને જાણવી તે વિપર્યય. જેને સ્વભાવરૂપ જ્ઞાન ગમે તેને આ ત્રણમાંથી એક પણ અવસ્થારૂપ અધર્મ ન ગમે, એ જ રીતે દર્શન માટે પણ સમજવાનું છે. જેને સમ્યગ્દર્શન - સાચું દર્શન ગમે તેને મિથ્યાદર્શન, ખોટું દર્શન ન ગમે. જેને સમ્યકુશ્રદ્ધા ગમે તેને અશ્રદ્ધા કે મિથ્યાશ્રદ્ધા ન ગમે. એ જ રીતે જેને સમ્મચારિત્ર ગમે તેને મિથ્યાચારિત્ર, કુચારિત્ર કે અચારિત્ર ક્યારેય ન ગમે. જેને સમ્યગ્બોધ, સમ્યશ્રદ્ધા અને સમ્યક્યારિત્ર રૂપ સ્વભાવદશા ગમે, તેને મિથ્થાબોધ, વિપરીત શ્રદ્ધા કે મિથ્યાચારિત્રરૂપ વિભાવદશા ન ગમે. જ્યારે સમ્યગ્બોધ, સમ્યશ્રદ્ધા, સમ્યક્યારિત્ર રૂપ સ્વભાવદશા ગમે ત્યારે ધર્મ ગમ્યો કહેવાય. સમ્યજ્ઞાન, દર્શન અને ચારિત્ર - આ ત્રણ આત્માનો સ્વભાવ છે, આત્માનો Page #123 -------------------------------------------------------------------------- ________________ ૧૦૪ ૧ આગમ જાણો ! - ધર્મ છે. તે જેને ગમે તેને જ ધર્મના આચાર ગમે. જેને ધર્મના આચાર ગમે તેને જ જ્ઞાનાચાર, દર્શનાચાર, ચારિત્રાચાર, તપાચાર અને વીર્યાચારરૂપ પાંચ આચાર ગમે. જેને જ્ઞાનાચાર આદિ આ પાંચ આચાર ગમે તે કેટલું કરી શકે કે ન કરી શકે એ બીજી વાત પણ એને ગમે તો એ જ. જેમ સંસારી રૂપિયો કમાઈ શકે, ન કમાઈ શકે એ બીજી વાત પણ એને ગમે તો રૂપિયો જ. જેને ધર્મ ગમે તેને ધંધો ન ગમે. એ બજા૨માં ગયો હોય કે ઘરમાં બેઠો હોય, સંસારનો વ્યવહા૨ ક૨તો હોય કે સ્વજનોની વચ્ચે બેઠો હોય પણ એનું મન તો ધર્મમાં જ હોય. 104 એટલા જ માટે શાસ્ત્રકાર શિરોમણિ આચાર્યશ્રી હરિભદ્રસૂરીશ્વરજી મહારાજે ‘યોગબિંદુ'માં લખ્યું કે - 'भिन्नग्रन्थेस्तु यत्प्रायो मोक्षे चित्तं भवे तनुः ।' ‘જેણે રાગ-દ્વેષની ગ્રંથી ભેદી હોય તેનું તન ભલે સંસારમાં હોય પણ એનું મન તો મોટે ભાગે મોક્ષમાં જ હોય.' મિથ્યાત્વના કાળમાં રહેનારી રાગ-દ્વેષની તીવ્ર ગ્રંથીને ભેદીને જેણે સમ્યગ્દર્શન પ્રાપ્ત કર્યું છે તે શરીરથી ભલે સંસારની ગમે તે પ્રવૃત્તિ કરતો દેખાય, પરંતુ ત્યારે પણ એનું મન તો મોક્ષમાં જ હોય. તે રીતે જેને ધર્મ પ્રિય હોય તે કોઈપણ પ્રવૃત્તિ કરતો દેખાય ત્યારે પણ તેનો માનસિક લગાવ, માનસિક ઢાળ ધર્મની દિશામાં જ હોય. જેને પોતાના સ્વભાવ સ્વરૂપ ધર્મ બહુ ગમે તેને સ્વભાવરૂપ ધર્મની વાતો સાંભળવી બહુ ગમે, સ્વભાવરૂપ ધર્મને પ્રગટ કરવાનો પુરુષાર્થ કરવો બહુ ગમે. સ્વભાવરૂપ ધર્મમાં રમણતા કરવી બહુ ગમે. તેને સર્વજ્ઞ, વીતરાગ પરમાત્મા સ્વરૂપ દેવ પણ એટલે જ ગમે કે તેમણે પોતાના સ્વરૂપને, સ્વભાવરૂપ ધર્મને પ્રગટ કર્યો છે, અને પોતાના સ્વરૂપને, સ્વભાવરૂપ ધર્મને પ્રગટ કરવાનો માર્ગ બતાવ્યો છે. ગુરુ પણ એટલે જ ગમે કે તેઓ સ્વરૂપને, સ્વભાવરૂપ ધર્મને પ્રગટ કરવાની સાધના કરે છે અને સાધકને એમાં સહાય કરે છે તેમજ ક્રિયાત્મક, આચારરૂપ ધર્મ પણ એટલે જ ગમે કે આત્મસ્વરૂપને, સ્વભાવરૂપ ધર્મને પ્રગટ કરવાનું સાધન છે. Page #124 -------------------------------------------------------------------------- ________________ ૧૦૫ – ૯ વ્યવહારમાં ધન-સંપત્તિ જરૂરી, ધર્મમાં ગુણસંપત્તિ જરૂરી - 6 - 105 જે પ્રિયધર્મી હોય તેને પૈસો, પરિવાર, પત્ની, સ્વજનો, સંસારની પ્રવૃત્તિ, પહેરવું, ઓઢવું, દર-દાગીના, બંગલા, બગીચા આ બધું ન ગમે. માત્ર ધર્મ જ ગમે. બાળકને ગમે તેટલી સારી જગ્યાએ લઈ જાવ તોપણ કહે કે મારે ઘરે જવું છે, મને ઘર જ ગમે છે, ઘર સિવાય કાંઈ નથી ગમતું, ક્યાંય નથી ફાવતું. એમ અહીં પણ પ્રિયધર્મની એ જ દશા હોય. તેને ધર્મ જ ગમે. ખાવા બેસે ત્યારે એમ થાય કે ક્યારે ધર્મ કરું, જગતની કોઈપણ માહિતી મેળવતો હોય ત્યારે એમ થાય કે ક્યારે આત્માની માહિતી મેળવું. રૂપિયાની થપ્પી ગણતો હોય ત્યારે પણ એને એમ થાય કે નવકારવાળી ક્યારે ગણું, એને આખો દિવસ આ જ રટણ થતું હોય. આત્માનો ધર્મ જેનાથી પ્રગટ થાય તે બધી સાધના કરવી એને ગમે. કર્મયોગે એ પ્રવૃત્તિ કાંઈપણ કરતો હોય પણ એનો ઢાળ તો ધર્મની દિશામાં જ હોય. જે પ્રિયધર્મી હોય તેને આત્મધર્મને પ્રગટ કરનારી, રત્નત્રયી સ્વરૂપ ધર્મને પોષનારી નાની-મોટી તમામ ધર્મક્રિયા બહુ ગમે. પછી તે સ્વાધ્યાય હોય કે જાપ હોય, દર્શન-પૂજા હોય કે પ્રતિક્રમણ-પૌષધ હોય, વ્રત-જપ હોય કે દાન-શીલતપ હોય, દૈનિક આચારો હોય કે પર્વનાં કર્તવ્યો હોય, દેવ-ગુરુની-ભક્તિના વ્યવહારો હોય કે સંઘભક્તિનાં અનુષ્ઠાનો હોય. શ્રાવક જીવનની આરાધના હોય કે સાધુ જીવનની આરાધના હોય, આ બધું એને બહુ જ ગમે. આ બધું ભલે એ ન પણ કરી શકે, પણ વારંવાર કરવાનું એને મન થાય. આ બધું એ એકના બદલે અનેક વાર કરે તો પણ એને સંતોષ ન થાય, ફરી ફરી, વારંવાર કરવાનું એને મન થાય. જ્યાં સુધી આ બધું કરવાનું ન મળે ત્યાં સુધી ચેન ન પડે અને અનેકવાર કરવા છતાં અસંતોષ રહે અને ફરી ફરી વધુને વધુ કરવાનું મન થાય, એને પ્રિયધર્મી કહેવાય. આ અને આવા મહાન આગમ સાંભળવા માટે આવા પ્રિયધર્મી બનવું પડે. જેને જે ગમે તેને તેમાં મજા આવે : સભાઃ ધર્મક્રિયાઓ તો કષ્ટપ્રદ હોય છે; છતાં એ કેમ ગમે ? જે પરિણામલક્ષી હોય તેને ધર્મક્રિયા કષ્ટપ્રદ હોવા છતાં બહુ ગમે. જેમ તમે કોઈને પૂછો કે મુસાફરી કરવી ગમે છે? તો કહેશે કે, ના, નથી ગમતી. ગુલામી ગમે છે ? ના, નથી ગમતી. અપમાન ગમે છે ? ના, નથી ગમતું. કોઈની પલસી Page #125 -------------------------------------------------------------------------- ________________ 106 ૧૦૬ ૧ - આગમ જાણો ! - કરવી ગમે છે? ના, નથી ગમતી. કોઈને માખણ ચોપડવું ગમે છે? ના, નથી ગમતું. તો પછી તું આ બધું કેમ કરે છે ? તો એ કહેશે કે મને રૂપિયો બહુ ગમે છે અને તે આ બધું કરું તો જ મળે છે. માટે આ બધું કરું છું. મને ગમતો રૂપિયો જેનાથી મળે તે બધું જ મને ગમે. એના માટે શિયાળાની મધરાતે પણ ફરે, ઉનાળાની ભર બપોરે પણ ફરે, ચોમાસાની મૂસળધાર ઝડીઓમાં પણ દોડે. કોઈ મણ-મણની સંભળાવે તોપણ હસતો રહે અને સામેવાળો કહે કે “કેમ ખોટું લાગ્યું?' તો કહે કે “તમે કહો એમાં વળી ખોટું લાગતું હશે ?' ધનના પ્રેમી લોકો ધન માટે જે જે કરે છે, તેમાં કાંઈ મજા આવે એવું નથી. છતાં એમાં એમને મજા એટલે આવે છે કે એનાથી ધાર્યું ધન મળે છે. જો એનાથી રૂપિયા ન મળતા હોય તો એમાં શું મજા આવે ? હીરાવાળા, કપડાંવાળા, લોખંડવાળા, કે કરિયાણાવાળાને પૂછો કે તમને એમાં શું મજા આવે છે ? હીરાવાળાની વાત કરું તો રોજેરોજ એના એ જ કાંકરા ગણવાના, એ જ કાંકરા વીણવાના, ડોળા ફાડી ફાડીને જોવાના. એનાં પડીકાં ખોલવાનાંવાળવાના ને સાંકેતિક ભાષામાં આંકડા માંડવાના. કપડાંવાળાને એના એ જ તાકા ખોલવાના ને પાછા વાળવાના - અનાજવાળાને ય કેટલાં લફરાં? લોખંડમાં મજા શું આવે? કોલસાવાળાને તો કોલસાની વચ્ચે રહીને કાળા જ થવાનું. રસોઈયાની હાલત જુવો તો, ઉનાળામાં સગડીની બાજુમાં શેકાવાનું, એમાં મજા શું આવે ? આમ છતાં પૈસો મળે છે, એટલે એ બધામાં એમને મજા આવે છે. જેને લાભ દેખાય તેમાં તેને રસ પડે અને જેને જેમાં રસ પડે તેને તેમાં આનંદ આવે. દેવ રોય ,મવેત્તરી સુન્દરમ્' ‘જેને જે ગમે તેને માટે તે વસ્તુ સારી બની જાય છે.' આ ન્યાય સર્વત્ર લાગુ પડે છે. પરંતુ આ બધો આનંદ આવે છે તે મોહનીયકર્મના ઉદયનું પરિણામ છે. ત્યાં લક્ષ્ય પૈસાનું છે. જ્યારે અહીં લક્ષ્ય ધર્મનું જોઈએ. એકવાર પણ ધર્મનું લક્ષ્ય બંધાઈ જાય પછી જ્ઞાન-દર્શન Page #126 -------------------------------------------------------------------------- ________________ ૧૦૭ – ૯ વ્યવહારમાં ધન-સંપત્તિ જરૂરી, ધર્મમાં ગુણસંપત્તિ જરૂરી - 6- 107 ચારિત્રરૂપ ધર્મને પ્રગટ કરનારી ક્રિયા એટલી બધી ગમે કે તે સિવાય બીજું કાંઈ ગમે જ નહિ. સમતાનું સુખ તો સાધુપણામાં જ સભા ત્યાં ફળ દેખાય છે, અહીં ફળ દેખાતું નથી. મહાત્માઓ ખુલ્લા પગે ચાલે છે, વાળ ખેંચીને કાઢે છે, તમારી પાસે જેટલાં સુખનાં સાધનો છે, તેમાંનું એક સાધન એની પાસે નથી. દુઃખથી બચવાનું કે દુન્યવી સુખને ભોગવવાનું એક પણ સાધન એમની પાસે નથી. પેટમાં નાંખવા જ્યારે ખોરાક જોઈએ કે અંગ ઢાંકવા જ્યારે વસ્ત્ર જોઈએ, ત્યારે પણ એમને ગૃહસ્થના ઘરે જવું પડે, એ આપે તો પણ એને તેઓ ધર્મલાભ આપે અને ના આપે તો પણ એને તેઓ ધર્મલાભ આપે. આમ છતાં એમને જ્યારે પણ જુઓ ત્યારે એ પ્રસન્ન જ હોય. ગમે તેવા બાહ્ય કષ્ટોમાં પણ જ્યારે પૂછીએ “સ્વામિ ! શાતા છે જી ?” ત્યારે એમનો એક જ જવાબ હોય છે કે – દેવ-ગુરુ પસાય !” કારણ એ સતત સ્વભાવરૂપ ધર્મમાં રહેવાનો પુરુષાર્થ કરતા હોય છે. સમતાભાવમાં ઝીલતા હોય છે. આ બધું સાધુપણાનું ફળ શું પ્રત્યક્ષ નથી ? સમતાનું સુખ જેવું સાધુપણામાં અનુભવાય છે તેવું બીજા કશામાં અનુભવાતું નથી. સ્વાધીનતાનું સુખ જેવું સાધુપણામાં છે તેવું સંસારમાં ક્યાંય નથી. નિબંધ, બંધનરહિત અવસ્થા જેવી સાધુપણામાં છે તેવી સંસારમાં ક્યાંય નથી. કોઈપણ સામગ્રીના સાથ વિના જે પરમ શાંતિ અને તૃપ્તિ સાધુપણામાં અનુભવાય છે, તે સંસારમાં ક્યારેય શક્ય નથી. માટે તો ચક્રવર્તીઓ, રાજવીઓ અને ધન્નાજી, શાલિભદ્રજી જેવા ગર્ભશ્રીમંતો પણ એ સંસારનો ત્યાગ કરીને સાધુ જીવનની પરમ મસ્તી માણી શક્યા. આ બધું જ વિચારે અને સાધુપણાના પ્રત્યક્ષ સુખનો અનુભવ થાય, તો ધર્મસાધનાની મસ્તીનો ખ્યાલ આવે. ધર્મરાગ અને બનાવટી ધર્મરાગનો તફાવત જાણો : સભાઃ અભવી, દીક્ષા વગેરે લે. નવપૂર્વ સુધીનો અભ્યાસ કરે, તો તેનામાં ધર્મ પ્રત્યેનો પ્રેમ છે તેમ કહેવાય કે નહિ. ના, ન કહેવાય. અભવી જીવો, અચરમાવર્તકાળમાં રહેલા દુર્ભવી જીવો, Page #127 -------------------------------------------------------------------------- ________________ ૧૦૮ - - – ૧ – આગમ જાણો ! - 108 ચરમાવર્તકાળમાં આવ્યા પછી પણ અપુનબંધક અવસ્થાને ન પામ્યા હોય તેવા ભારેકર્મી ભવી જીવો અને સમ્યગ્દર્શનાદિની વિરાધના કરીને દુર્લભબોધિ બનેલા ભવી જીવોને ધર્મ પ્રત્યે કે ધર્મક્રિયાઓ પ્રત્યે ક્યારેય પણ પ્રેમ-પ્રીતિ હોતી જ નથી. આવા જીવો ધર્મક્રિયાઓ કરે તે ધર્મ કે ધર્મક્રિયા પ્રત્યેના પ્રેમથી નહિ પણ સંસારિક સુખ સામગ્રી પ્રત્યેના પ્રેમથી. એ સામગ્રીને પામવાના સાધન તરીકે જ ધર્માનુષ્ઠાનોનો ઉપયોગ કરે અને ધાર્યું કામ પાર પડતાં તે એ ધર્મનુષ્ઠાનોને છોડી પણ દે. ધર્મક્રિયા કરતી વખતે પણ એની પ્રીતિ ધર્મક્રિયા અને ધર્મ પ્રત્યે ન હોય પણ સંસાર અને સંસારની સામગ્રી પ્રત્યે જ હોય અને જ્યારે “આ ક્રિયાથી જ મને અમુક દુન્યવી સુખ મળશે, એ વિના નહિ જ મળે એવી શ્રદ્ધાથી પણ એને એ ક્રિયાઓ જ્યારે ગમે ત્યારે પણ એને ધર્મક્રિયા તરીકે ધર્મક્રિયા પ્રત્યે રાગ નથી થતો પણ દુન્યવી સુખના એક સાધનરૂપે જ એ ધર્મક્રિયા પ્રત્યે રાગ થાય છે. એવો રાગ ધરનારને પ્રિયધર્મી તરીકે માન્યા નથી. આવો ધર્મ કે ધર્મક્રિયા પ્રત્યેનો રાગ એ દેખાવનો છે, બનાવટી છે. વસ્તુતઃ તો એ સંસારરાગ જ છે. આવો રાગ ધરાવતા જીવો ભવાભિનંદી જ હોય છે. જે પ્રિયધર્મી હોય તેનું અનુષ્ઠાન તો તદ્ધતુ કે અમૃત જ હોય. આ બન્નેય અનુષ્ઠાનોમાં આત્મધર્મ-આત્મસ્વભાવરૂપ ધર્મ અને આત્મ સ્વભાવને પ્રગટ કરતા અનુષ્ઠાન રૂપ ધર્મ પ્રત્યે અપાર રાગ હોય છે અને સંસાર કે સંસાર સુખના સાધન તરીકે ધર્માનુષ્ઠાન પ્રત્યે રાગ નથી હોતો. જ્યારે અભવી, દુર્ભવી, ભારેકર્મી ભવી કે દુર્લભબોધિ જીવ જ્યારે પણ ધર્માનુષ્ઠાન કરે ત્યારે તેનું તે ધર્માનુષ્ઠાન, વિષાનુષ્ઠાન, ગરાનુષ્ઠાન કે અનનુષ્ઠાનરૂપ જ બને છે. કારણ કે એને ધર્માનુષ્ઠાન ઉપર રાગ નથી હોતો અને જ્યારે પણ ધર્માનુષ્ઠાન પ્રત્યે રાગ થાય છે, ત્યારે પણ આ લોકનાં કે પરલોકનાં દુન્યવી સુખોનાં સાધન તરીકે જ ધર્માનુષ્ઠાન પ્રત્યે રાગ હોય છે. આવો રાગ ધર્મપ્રેમ ન કહેવાય. આથી આવો રાગ ધરનારને પ્રિયધર્મી ન કહેવાય. આટલી સ્પષ્ટતા પછી હવે તમને ખ્યાલ આવ્યો હશે કે અભવી. દુર્ભવી વગેરે પ્રિયધર્મી ન હોય, પણ અપુનબંધક, સમ્યગ્દષ્ટિ વગેરે જ પ્રિયધર્મી Page #128 -------------------------------------------------------------------------- ________________ ૧૦૯ – વ્યવહારમાં ધન-સંપત્તિ જરૂરી, ઘર્મમાં ગુણસંપત્તિ જરૂરી – 6 – 109 હોય અને એ પછી એ જેમ જેમ ઉપરના ગુણઠાણે જાય, તેમ તેમ તેનો ધર્મપ્રેમ વધતો જાય. આ બધી ચર્ચા કરીને ધર્મ કેટલો મહાન છે, શ્રેષ્ઠ છે, આવશ્યક છે, ઉપકારક છે, અનિવાર્ય છે, પરમસુખનું ધામ છે એની સમજ મેળવવી છે. જેથી ધર્મ પ્રત્યે પ્રીતિ પેદા થાય અને એ દ્વારા આગમશ્રવણ માટેની યોગ્યતા પ્રગટે. આ વાતો બધી તમને હતાશ કરવા માટે કે ડીપ્રેશનમાં નાંખવા માટે નથી. તમારામાં કાંઈ નથી તેવી લઘુતા પણ તમારામાં ઉભી કરવી નથી, પણ તમને ખ્યાલ આવે કે આગમ શ્રવણ માટે કેવા કેવા ગુણો જોઈએ તો તમે તે ગુણો પામવાનું પ્રણિધાન કરી શકો. જે સૂત્રકૃતાંગ સૂત્રનું આપણે અધ્યયન કરવું છે, તેને ભગવાને અર્થથી ભાખ્યું, ગણધર ભગવંતોએ સૂત્રથી ગૂંથ્ય અને મહાપુરુષોએ તેના ઉપર ભાષ્યનિર્યુક્તિ-પૂર્ણિ ને ટીકા વગેરે કરી. જેના સહારે અનેક ભવ્યાત્મા મિથ્યાત્વથી છૂટીને નિર્મળ સમ્યગ્દર્શનને પામ્યા, અવિરતિથી છૂટીને વિરતિધર્મના આરાધક બન્યા, પ્રમાદભાવથી મુક્ત થઈને અપ્રમત્ત દશાને વર્યા, રાગ-દ્વેષનો સર્વથા ક્ષય કરીને વિતરાગ બન્યા અને અંતે સર્વ કર્મનો ક્ષય કરીને મુક્ત બન્યા. તેવું મહાન આગમ આપણને સાંભળવા મળ્યું, તે મહાન આગમનું પ્રથમ મંગલ સૂત્ર આપણને સાંભળવા મળ્યું છે, તેને આપણે વિધિવત્ સાંભળવું છે અને એ અધ્યયનોને અભ્યસ્ત કરી આપણા આત્મામાં પરિણમાવવું છે અને માટે જ આ બધા ગુણો આપણે કેળવવાના છે. - જ્યારે વસ્તુનું મૂલ્ય સમજાય ત્યારે વસ્તુ આપનારની શરતોને વસ્તુ લેનાર માન્ય રાખતો હોય છે, એ માટે જેટલી જેટલી શરતો ફોર્મમાં લખીને આપી હોય તે બધી જ તે પૂરી કરતો હોય છે. એ પૂરી કર્યા વિના વસ્તુ મળતી નથી અને વસ્તુનો સાચો અર્થ એ શરતોની ઉપેક્ષા પણ કરતો નથી. એ જ રીતે જો ધર્મ પ્રત્યે પ્રેમ પેદા થાય તો મૃતધર્મ અને ચારિત્ર ધર્મની સાધના માટે જે જે જરૂરી ગુણોની પોતાના જીવનમાં ખામી હોય તે તે ગુણોને મેળવવાનું મન થાય અને તે માટે પ્રયત્નશીલ પણ બનાય. જો હૈયામાં સાચો ધર્મપ્રેમ પ્રગટે તો તે ધર્મપ્રેમના કારણે નબળો હોય તે સબળો બનવાનો પ્રયત્ન કરે. તે પોતાના જીવનની ખામીઓને ખૂબીઓમાં પલટાવવાની Page #129 -------------------------------------------------------------------------- ________________ ૧ આગમ જાણો ! મહેનત કરે. એ રોવા ન બેસે કે હતાશા પેદા થાય એવી નબળી વાતો પણ ન કરે, તે તો સાધના જીવનને જીવવાનો ઉત્સાહ વધે તેવી હકારાત્મક વાતો કરીને સાધના માટે સજ્જ બને. કેવળ નકારાત્મક વાતો જ નથી કરવી. હવે તો સાધનાનો ઉત્સાહ વધે તેવી હકારાત્મક વાતો પણ આપણે કરવી છે. ૧૧૦ એક વાત ધ્યાનમાં રાખો કે જીવનમાં ખૂટતી કડીઓને પૂરી કરીને દૃઢ મનોબળ દ્વારા શ્રુતસાધનાનો મંગળ પુરુષાર્થ કરવો છે. તે માટે પ્રણિધાન કરીએ, એ માટે ચિત્તને એવું કેળવીએ કે બસ, ધર્મ જ ગમે,બીજું કોઈ વસ્તુ ન ગમે કેબીજી કોઈ ક્રિયા ન ગમે. ધર્મનાં સાધનો ગમે, ધર્મ કરનારા ગમે, અધર્મ ન ગમે, અધર્મનાં સાધનો ન ગમે અને એ જ રીતે અધર્મ કરનારા ન ગમે. આવી પરિસ્થિતિનું નિર્માણ થાય તો જ પહેલો ‘પ્રિયધર્મી' નામનો ગુણ આપણામાં આવે. 110 ૨ - ૨૪થો - દઢધર્મી : હવે બીજો ગુણ : ‘દૃઢધર્મી' છે. જે ધર્મમાં દૃઢ રહે, સ્થિર રહે, તેને દૃઢધર્મી કહેવાય. જેનામાં પહેલો પ્રિયધર્મી ગુણ આવે તેનામાં જ બીજો દૃઢધર્મી ગુણ આવે. જે પહેલે પગથિયે ચડે તે જ બીજે પગથિયે ચડી શકે. જે દૃઢધર્મી હોય, ધર્મમાં સ્થિર હોય, તેને કોઈ હલાવી ન શકે. તેનો બોધ કોઈ બુઝવી ન શકે. તેની શ્રદ્ધાને કોઈ ડગાવી ન શકે. તેને ચારિત્રમાંથી કોઈ ખસેડી ન શકે અને તપમાંથી એને કોઈ પાડી ન શકે. પરીક્ષા દઢધર્મીની જ થાય : આગમ શાસ્ત્રોમાં તંગીયા નગરીના શ્રાવકોનું વર્ણન આવે છે. બંદા૦ મહીયટ્ટા૦ વગેરે લાંબો આલાવો (પાઠ) લખ્યા બાદ તેમાં છેલ્લે જણાવ્યું છે કે - 'देवेहिं पि अचालणिज्जा' ‘દેવોથી પણ ન ડગાવી શકાય તેવા' દેવતાઓની પણ તાકાત નહોતી કે તેઓ તુંગીયા નગરીના શ્રાવકોને ભગવાન મહાવીરે બતાવેલ મોક્ષમાર્ગમાંથી ચલાયમાન કરી શકે. તત્ત્વજ્ઞાન મેળવવા દ્વારા આત્માને કેળવીને તત્ત્વશ્રદ્ધામાં તેઓ કેવા દૃઢ બન્યા હશે, ત્યારે આગમમાં આવો પાઠ લખાયો ! Page #130 -------------------------------------------------------------------------- ________________ ૧૧૧ - ૬ વ્યવહારમાં ધન-સંપત્તિ જરૂરી, ધર્મમાં ગુણસંપત્તિ જરૂરી - 6 – 111 મગધ દેશ, શ્રેણિક મહારાજા કે જે આવતી ચોવીશીના પહેલા તીર્થંકર થવાના છે, તેઓ અવિરતિધર હોવા છતાં તેમનું સમ્યગ્દર્શન એવું તો દઢ હતું કે, ઈન્દ્રને પોતાની ઈન્દ્રસભામાં કહેવું પડ્યું કે, “મહારાજ શ્રેણિક ભલે અવિરતિધર રહ્યા, પણ એમનું સમ્યક્ત એવું તો દઢ છે કે એમને જિનમતની શ્રદ્ધાથી કોઈ દેવ પણ ચલાયમાન કરી શકે તેમ નથી. લાખ વસ્તુ બતાવો પણ ધર્મ પ્રત્યેની શ્રદ્ધાથી એમને કોઈ ચલાયમાન નહિ કરી શકે. ઈન્દ્રની આ વાત સાંભળીને દેવોએ તેમની અત્યંત કપરી, ભલભલો શ્રદ્ધાળુ ડગી જાય તેવી પરીક્ષા કરી. આમ છતાં તેઓ ડગ્યા તો નહિ, પણ એ પ્રસંગે તેમની જે નિર્મળ અને નિ ૧ શ્રદ્ધા જોવા મળી. તેથી પરીક્ષા કરવા આવેલા દેવો પણ નમી ગયા. એ પ્રસંગે વીતરાગ માટે, વીતરાગના માર્ગ માટે એમના મનમાં એક પણ નબળો વિચાર ન થયો. વીતરાગના માર્ગે આવી ગયેલી વ્યક્તિ નબળી કે ખરાબ હોઈ શકે પણ વીતરાગનો માર્ગ કે સાધનામાં ખરાબી ન હોઈ શકે. દોષ વ્યક્તિમાં હોઈ શકે, પણ માર્ગમાં ક્યાંય દોષ સંભવી ન શકે. માર્ગે ચાલનારો લપસી જાય, પડી જાય તે બને પણ માર્ગ તો આ જ સાચો. આવી અવિહડ શ્રદ્ધા તેમની હતી. દેવોએ નમીને કહ્યું કે, “રાજનું ! ઈન્દ્ર ઈસભામાં આપને જેવા વર્ણવ્યા તેના કરતાં પણ આપ સવાયા નીકળ્યા.' પ્રભુવીરે ધર્મલાભ કહેવડાવ્યો તે સુલસા કેવી? : અંબડ પરિવ્રાજકનું નામ તમે સાંભળ્યું હશે !: મિથ્યામતને માનનાર, બહુ વિદ્વાન અને ૭૦૦ શિષ્યોના એ ગુરુ હતા. તેઓનું અદ્ભુત ભાગ્ય, પરમ ભાગ્ય કે તેઓને ત્રણ જગતના તારક જગદીશ્વર પરમારક પરમાત્મા મળ્યા. પ્રભુએ તેઓને મિથ્યામતથી ઉગાર્યા. સમ્યગ્દર્શનની ભેટ ધરી ને તે કૃતકૃત્ય કર્યા. સર્વવિરતિ સુધી પહોંચવાની તેઓની તાકાત નહોતી. તેથી તેઓએ દેશવિરતિ ધર્મનો સ્વીકાર કર્યો. પ્રભુવીર પાસેથી છૂટા પડતાં તેઓએ પ્રભુવીરને કહ્યું કે, “ભગવંત ! અહીંથી હું રાજગૃહી જાઉં છું - મારા યોગ્ય કોઈ કાર્યસેવા ? અંબડ પરિવ્રાજકને પ્રાપ્ત થયેલું મહામૂલ્યવાન સમ્યગ્દર્શન-નિર્મળ બને, સુસ્થિર બને માટે પરમતારક પરમાત્મા જગદીશ્વરે નાગ-સારથીની ધર્મપત્ની સુલસા શ્રાવિકાને ધર્મલાભ જણાવવા કહ્યું. Page #131 -------------------------------------------------------------------------- ________________ આગમ જાણો ! અંબડ પરિવ્રાજકે મસ્તક નમાવ્યું, અંજલિ જોડીને તાત્તિ કહ્યું અને ત્યાં જઈને સુલસા શ્રાવિકાને ધર્મલાભ જણાવવાના છે તે વાતનો સ્વીકાર કર્યો. ૧૧૨ ૧ - તેઓ તાજું જ સમ્યગ્દર્શન પામ્યા હતા. તેથી વિચાર્યું કે પ્રભુવીરે આટલી મોટી રાજગૃહીમાં બીજા કોઈને નહિ ને સુલસા શ્રાવિકાને ધર્મલાભ કેમ કહેવડાવ્યા ? શ્રેણિક, અભય, શાલિભદ્ર જેવા અનેક મહાશ્રાવકો ત્યાં હતા છતાં ભગવાને સુલસાને જ યાદ કેમ કરી ? શંકા નથી, પણ જિજ્ઞાસા થઈ કે તેનામાં એવી તે શું વિશેષતા છે કે ૫રમાત્માએ એને ધર્મલાભ કહેવરાવ્યા. મારે એ વિશેષતા જાણવી છે. સુલસાની શ્રદ્ધા - સમ્યગ્દર્શન - તેની સ્થિરતા-દઢતા તપાસવા માટે આખું આયોજન વિચાર્યું અને અમલમાં પણ મૂક્યું. તેઓને ઈન્દ્રજાળ કરતાં પણ આવડતી હતી. તેથી તે શક્તિનો ઉપયોગ કરવાનું નક્કી કર્યું અને રાજગૃહી નગરીનાં પૂર્વ દ્વારનાં ઉદ્યાનમાં બ્રહ્માનો અવતાર ધારણ કરી નગરની બહાર સ્થિરતા કરી. ચારે બાજુ દિવ્ય વાતાવરણનું સર્જન કર્યું. નગરનાં લોકો પ્રસન્ન થયાં અને વિચાર્યું કે, આપણો પ્રબળ પુણ્યોદય જાગ્યો છે કે સાક્ષાત્ બ્રહ્માજી પધાર્યા છે. ચાલો ! બ્રહ્માજીનાં દર્શન કરીએ અને જીવતરને ધન્ય કરીએ. આખી રાજગૃહી હિલોળે ચડી. જે કોઈ દર્શન કરવા આવે છે તે વિચારે છે કે અમારો જન્મારો લેખે લાગ્યો. કેટલા ભવનાં પુણ્ય ઉદયમાં આવ્યાં કે બ્રહ્માજી અમારી નગરીમાં પધાર્યા. જે મળે તે એકબીજાને કહે છે કે તમે દર્શન કર્યાં ? ન કર્યાં હોય તો જલ્દી જાઓ ! જો જો ક્યાંય મોડું ન થાય. નહિ તો બ્રહ્માજી ચાલ્યા જશે તો તેમનાં દર્શન કર્યા વિના તમારો જન્મારો અલેખે જશે. 112 આ સાંભળીને બાકીનાં દોડે છે - બધાં ઉમટ્યાં છે - સુલસા શ્રાવિકાને પણ કહેનારાં ઘણાં મળ્યાં. ઘણાંએ તેને આવવા માટે ઘણું ઘણું કહ્યું, પણ સુલસા શ્રાવિકાને જરા પણ કુતૂહલ ન થયું. કારણ કે, સુલસા શ્રાવિકા દઢધર્મી હતી. બ્રહ્મા કેવા છે, એ જોવા-જાણવાનું કુતૂહલ પણ તેને ન થયું. આજે તો કેટલાક લોકો પૂછે છે કે ફરવા જઈએ તો ઈતર લોકોનાં ધર્મસ્થાનો જોવા જવાય કે નહિ ? અમુક મંદિર કે મસ્જિદ જોવામાં શું વાંધો ? જીવ્યા કરતાં જોયું ભલું. ત્યાંના આચારો જોઈશું, સ્થાપત્ય જોઈશું. આપણી ટુંકી દૃષ્ટિ કેવી ? આવી સંકુચિતતા કેમ ? આવું પૂછનારા, કહેનારા ઘણા મળ્યા છે. જ્યારે સુલસાને જોવાનો વિચાર પણ ન આવ્યો. Page #132 -------------------------------------------------------------------------- ________________ ૧૧૩ ૬ : વ્યવહારમાં ધન-સંપત્તિ જરૂરી, ધર્મમાં ગુણસંપત્ત જરૂરી – 6 ~~ 113 બીજો દિવસ ઉગ્યો. દક્ષિણ દિશાના દ્વારે સાક્ષાત્ વિષ્ણુ અવતર્યા. રાજગૃહી હિલોળે ચડી, ગઈ કાલે બ્રહ્માજી પધાર્યા, આજે વિષ્ણુ પધાર્યા, નગરીનાં ભાગ્ય ઉઘડી ગયાં એમ બધાને લાગ્યું. બધાં ઉમટ્યાં, ગઈ કાલે બાકી રહેલા પણ આજે દોડ્યાં. સગા-વહાલા-આડોશી-પાડોશી બધાંએ સુલસા શ્રાવિકાને કહ્યું કે ‘સુલસા આજે તો ચાલ ! કાલે તો તું રહી ગઈ, તારા ભાગ્યે આજે ફરી અવસર આવ્યો છે. આજે જો નહિ આવે તો ફરી આ અવસર તને ક્યારેય નહિ મળે.' પણ સુલસા શ્રાવિકા ન ગઈ તે ન જ ગઈ. આને શું જિદ્દી કહેવાય કે ન કહેવાય ? જવામાં શું જાય ? ક્યાં પગે લાગવું છે ? નજર તો નાંખીએ ! ક્યાં એને માનવા છે ? આવું કહેનારા, વિચારનારા ઘણા છે. જેમ કોઈ કહે કે ‘દારૂના પીઠે જવામાં વાંધો શું ? નહિં સૂંઘીએ !' પછી ‘સૂંઘવામાં વાંધો શું, ચાખવો થોડો છે ?’ પછી ‘ચાખવામાં વાંધો શું ? પીવો થોડો છે ?,' પછી ‘થોડો પીવામાં વાંધો શું ? ચઢવાનો થોડો છે ?,' પછી ચઢી જશે. ક્યાંથી ક્યાં જવાશે, તેની ખબર પણ નહિ પડે ! એવી જ દશા આ વિષયમાં પણ છે. પણ આજે આ બધું સમજનારા કેટલા ? સુલસા શ્રાવિકા સમ્યક્ત્વના વિષયમાં દૃઢધર્મી હતી. તેથી તે ન ગઈ તે ન જ ગઈ. ત્રીજા દિવસે પશ્ચિમ દિશાના દ્વારમાં મહેશ્વર અવતર્યા. હવે તો રાજગૃહી નગર એકદમ હિલોળે ચડ્યું, સુલસા શ્રાવિકા ઉપર સૌએ સખત દબાણ કરતાં કહ્યું કે બ્રહ્મા, વિષ્ણુનાં દર્શન તો ચૂકી, આજે તારા ભાગ્ય માન કે સાક્ષાત્ મહેશ્વર પધાર્યા છે. ત્રણ અવતારોમાં આ છેલ્લા અવતારી પુરુષ પધાર્યા છે. આજે ચૂકી ગઈ તો હવે તું સાવ રહી જઈશ. તારે હાથ ન જોડવા હોય તો ન જોડીશ, પણ એકવાર આવ તો ખરી', પણ તોય સુલસા શ્રાવિકા ન ગઈ તે ન જ ગઈ. ચોથા દિવસે એણે નગરના ઉત્તર દિશાના ચોથા દ્વાર ઉ૫૨ સાક્ષાત્ સમવસરણ અને ૨૫મા તીર્થંકર અવતાર્યા. લોકોએ કહ્યું કે ‘સુલસા ! હવે તો તારા ભાગ્યે તારા જ ભગવાન આવ્યા. હવે તો આવીશ ને ?’ ત્યારે સુલસા શ્રાવિકાએ કહ્યું કે ‘અમારે ત્યાં ક્યારેય ૨૫મા તીર્થંકર ન હોય.’ ‘અરે અમે જોઈને આવ્યા, શું ત્રણ ગઢ છે ! આઠ મહાપ્રાતિહાર્ય, ૧૨ પર્ષદા છે !’ એમ એક એક વસ્તુનું આંખે જોયું વર્ણન કર્યું અને કહ્યું કે ‘શું અમે અમારી સગી આંખે Page #133 -------------------------------------------------------------------------- ________________ ૧ આગમ જાણો ! જોયું તે ખોટું ? હવે તો તારે આવવું જ જોઈએ. આજે તો લગભગ આવવામાં કોઈ જ બાકી નથી રહ્યું. ચાલ, જલ્દી કર ! જો આ તક ગઈ તો હવે તારા જીવનમાં આવી કોઈ તક ક્યારેય નહીં આવે.’ એના જવાબમાં સુલસાએ કહ્યું કે, ‘તીર્થંકર ૨૪ જ હોય, ૨૫મા તીર્થંકર હોય જ નહિ.’ આ રીતે સુલસા ન ગઈ તે ન જ ગઈ. અંબડ પરિવ્રાજકને થયું, ખરેખર આ દૃઢધર્મી છે. સભા : સાહેબ ! આ બધું અંબડ પરિવ્રાજકે કેવી રીતે કર્યું ? ૧૧૪ દુનિયામાં ન હોય તેવું ઈન્દ્રજાળથી શક્ય બને છે. હોય કાંઈ નહિ પણ દેખાય એવું કે જાણે બધું જ હાજરાહજુર છે. આ એક કારીગરી છે. આજે જેમ જાદુગરો કલાબાજી કરી સ્ટેજ ઉપર જહાજ, ટ્રેઈન કે પ્લેન લાવી ગાયબ કરી બતાવે છે, તે જેમ એક પ્રકારની કળા છે, તેમ ઈન્દ્રજાળ પણ એક પ્રકારની કળા જ છે, એમાં કોઈ તત્ત્વ નથી, 114 કલ્પના કરો કે પાલીતાણામાં આવું દૃશ્ય સર્જાય તો આ સભાની હાલત શું થાય ? સભા : પરીક્ષા લો ! પરીક્ષા કોની લેવાય ? ભણે તેની. અત્યારે કોઈ દેખાતું નથી. વગર ભણે પરીક્ષા શું લે ! બહાર ખાલી ઢોલ વાગે ને નજર એ તરફ જતી હોય તો પરીક્ષા શું લેવાની ? સભા : તાજમહાલ જોવા જવાય કે નહિ ? થોડું છોડી વધુ મેળવવા જવું હોય તો જવાય કે નહિ ? એટલે કે હેરાસર છોડવું એ થોડું છોડવું ને મસ્જિદમાં જવું એટલે ઘણું મેળવવું એમ ! આટલું વિગતવાર સાંભળ્યા પછી પણ હજુ આવા પ્રશ્નો ઉઠતા હોય તો હવે તમારી પ્રજ્ઞાશીલતા માટે પ્રશ્ન ઉઠે છે. સભા : ૨૧૧ ઉપવાસ કોઈએ કર્યા હોય તેની અનુમોદના કરાય કે નહિં ? એના પારણાં કે બહુમાનમાં જવાય કે નહિ ? અનુમોદના કોની કરવાની ? જે જિનાજ્ઞાને અનુસરતું હોય તેની. જિનવચનની ઉપેક્ષા જો કોઈ કરે તો તેની અનુમોદના ન હોય. તેમ જિનાજ્ઞાથી વિપરીત અનુષ્ઠાન થતું હોય ત્યાં જૈનથી જવાય જ કેમ ? આપણે ત્યાં છ મહિનાથી વધુ ઉપવાસનો સ્પષ્ટપણે નિષેધ મળે છે. તેથી એથી વધુ ગમે તેટલા Page #134 -------------------------------------------------------------------------- ________________ ૧૧૫ - ૬ વ્યવહારમાં ધન-સંપત્તિ જરૂરી, ધર્મમાં ગુણસંપત્તિ જરૂરી - 6 - 115 ઉપવાસ કોઈ કરે તો પણ તેમાં જિનાજ્ઞા ન હોઈ જિનાજ્ઞાને માનતી કોઈ પણ વ્યક્તિથી ત્યાં ન જ જઈ શકાય કે તેને અનુમોદન આપી ન શકાય. સભા સાહેબજી ! ક્યાંક એવું વાંચ્યું-સાંભળ્યું છે કે “અંબડ પરિવ્રાજકને સમકિતનો આફરો ચડ્યો હતો, તે ઉતારવા ભગવાન મહાવીરે સુલસા શ્રાવિકાને ધર્મલાભ કહેવરાવવાનો ત્રાગડો રચ્યો હતો? તો આ બરાબર છે ? સમક્તિ એક એવો ગુણ છે કે એનો આફરો ક્યારેય ચડી શકે નહિ. જ્ઞાનનો, ક્રિયાઓનો, અનુષ્ઠાનોનો, તપનો કોઈને આફરો ચડે એમ બની શકે, પણ સમકિત તો આત્માનો નિર્મળ ગુણ છે. તે કોઈ કર્મની પ્રકૃતિ નથી. તે ઉપશમ, ક્ષયોપશમ કે ક્ષાયિક ભાવે જ હોય, તેથી તેનો આફરો ચડવાનો પ્રશ્ન જ નથી ઉઠતો. તેથી એવું જો કોઈએ લખ્યું કે કહ્યું હોય તો તે જરાય બરાબર નથી અને ભગવાન ત્રાગડો રચે, આવું વિચારવું એ પણ પાપ છે, તો બોલાય કે લખાય શી રીતે ? સાચો સાધક કે સાધુ પણ જો ત્રાગડો ન રચે તો સર્વજ્ઞ વીતરાગ પરમાત્મા ત્રાગડો રચે; એ કલ્પના પણ કેટલી બેહૂદી છે. “ત્રાગડો' શબ્દ જ એટલો વિચિત્ર છે કે જેનો ધર્મી જગત સાથે ક્યાંય મેળ જ ન બેસે તો પરમાત્મા સાથે એનો મેળ શી રીતે બેસે ? જેણે પણ આવું લખ્યું કે કહ્યું હોય તે વીતરાગ પરમાત્માના સ્વરૂપથી કે જૈનશાસનની શૈલીથી જરાય મેળ બેસે તેવું નથી. આ બધી વાત તમને જે મેં કરી તે સમ્યગ્દર્શનની સ્થિરતાના અનુસંધાનમાં - કરી. સામાયિકનો નિયમ રોજનો હોય, આમ છતાં કોઈ દિવસ રહી ગયું તો વિચારે કે કાલે બે કરી લઈશ તો તેને દૃઢધર્મી ન કહેવાય. જે નિયમ જે રીતે લીધો હોય તે રીતે જ પાળવો જોઈએ. સમાધિને સમજી લો! સમાધિને સાધી લો ! : સભા: સમાધિ રહેવી જોઈએ ને ? તમે સમાધિ કોને માનો છો. જો સમાધિની ચિંતા હોય તો તે માટેનો જ માર્ગ સામાયિક છે અને એ જીવનભરનું જીવવા સર્વવિરતિરૂપ ચારિત્ર છે. છ જીવનિકાયની સમાધિ માટે જો વિચારતા હો તો ભગવાનની આજ્ઞા મુજબ ચારિત્રનું પાલન કરો તે સમાધિ પામવાનો રાજમાર્ગ છે. બાકી તાત્કાલિક દેખાતી દ્રવ્યસમાધિ અને ભાવસમાધિમાં ઘણો ફરક છે. Page #135 -------------------------------------------------------------------------- ________________ ૧૧૭ ૧ - આગમ જાણો ! સભા : દ્રવ્યસમાધિની ચિંતા કરવાની કે નહિ ? દ્રવ્યસમાધિ બે પ્રકારની હોય છે : પ્રધાન દ્રવ્યસમાધિ અને અપ્રધાન દ્રવ્યસમાધિ. જે દ્રવ્યસમાધિ ભાવસમાધિમાં સહાયક બને, નિમિત્ત બને તે પ્રધાન દ્રવ્યસમાધિ અને જે દ્રવ્યસમાધિ ભાવસમાધિમાં સહાયક ન બને કે ભાવસમાધિમાં બાધક બને તે અપ્રધાન દ્રવ્યસમાધિ. 116 ભાવસમાધિમાં સહાયક બને તેવી પ્રધાન દ્રવ્યસમાધિની જરૂર ચિંતા કરવાની પણ ભાવસમાધિમાં સહાયક ન બને તેવી કે ભાવસમાધિમાં બાધક બને તેવી દ્રવ્યસમાધિની ક્યારેય ચિંતા નહીં કરવાની. કારણ કે એવી દ્રવ્યસમાધિ એ અપ્રધાન કોટિની દ્રવ્યસમાધિ છે અને અપ્રધાન દ્રવ્યસમાધિ તો અસમાધિની પરંપરાનું સર્જન કરતી હોય છે. તત્કાળ દેખાતી સમાધિની પાછળ જો ભવિષ્યની ચિરકાળની અસમાધિ થવાની હોય તો તે દેખીતી સમાધિ એ ખરેખર તો સમાધિ જ નથી. ચિરકાળની અસમાધિ આપે એવું કાંઈપણ કરવાનું ભગવાને કશું કહ્યું જ નથી. જો તમારે તમારું સાચી રીતે આત્મકલ્યાણ કરવું હોય તો આ બધા વિકલ્પો કર્યા વિના તમે તમારા ધર્મમાં, નિયમોમાં સ્થિર થાવ, દઢ થાવ, ક્યાંય ઢીલા ન પડો ! ચઉવિહારનો (રાત્રિભોજન-પાનનો ત્યાગ) તમે નિયમ લીધો હોય અને ઘરવાળાં કહે કે ‘તમારા માટે સાંજે પાંચ વાગે ચૂલે કોણ ચડે ?’ તો ગુસ્સો ન કરશો. કોઈપણ જાતનો કજિયો ન કરશો, ત્યારે પણ વિચારશો કે મારા માટે કોઈને કષ્ટ ન પડવું જોઈએ, માટે હું ખાખરો ને ગોળ ખાઈ ચલાવી લઈશ. પણ નિયમમાં બાંધછોડ નહિ કરું. આવું કરવામાં ખુમારી જતી નથી. આવા સમયે ફ્લેશ કરવો કે નિયમ પડતો મૂકવો, બેમાંથી એકપણ યોગ્ય નથી. આમ કરવું તે ખુમારી નથી, ખુવારી છે. તમારી સાધના બીજા માટે ઉપદ્રવરૂપ ન બનવી જોઈએ. જાત ઉપર નિર્ભર જોઈએ. બીજા આપણને ન કરી આપે તો પણ જવાબદારી કોઈના ઉપર લાદવાની નથી. જે નિયમ - પ્રતિજ્ઞા સ્વીકારી છે, તેમાં ગમે તે સ્થિતિમાં લેશ ખસવું નથી. જે તપ-ત્યાગ અને ૧ થી ૧૨ વ્રતો સ્વીકાર્યા હોય, જેની પ્રતિજ્ઞા કરી હોય, તેમાં ગમે તે સ્થિતિ થાય તો પણ જરા પણ વિચલિત થવું નથી. Page #136 -------------------------------------------------------------------------- ________________ ૧૧૭ – ૯ વ્યવહારમાં ધન-સંપત્તિ જરૂરી. ધર્મમાં ગુણસંપત્તિ જરૂરી - – 117 પ્રાણ જાય પણ નિયમ ન જાય ? ભરૂચના એક શ્રાવકની આ વાત છે. વર્ષો પૂર્વેની આ ઘટના છે. મહારાષ્ટ્રના કોઈક રાજવીએ ભરૂચ ઉપર હુમલો કરીને ભરૂચને લૂંટ્યું. અપાર ધન-સંપત્તિ લૂંટવા સાથે અનેક માનવીઓને પણ તેઓ પકડી ગયા. એ જમાનામાં ગુલામ પ્રથા હતી. આ રીતે પકડાયેલા માનવીઓને ગુલામ તરીકે વેચવામાં આવતા અને એને ખરીદનારા લોકો એ ગુલામના પશુ કરતાં પણ બદતર હાલ કરતા. ભરૂચનો એક શ્રાવક પણ આ માનવીઓની સાથે પકડાયો હતો, એને પણ નગરના ચોકમાં ઉભો કરીને વેચવામાં આવ્યો. મરાઠી રાજાના રસોઈયાએ જ એને ગુલામ તરીકે ખરીદ્યો. પાપનો ઉદય સમજીને આવેલી પરિસ્થિતિનો એણે સ્વીકાર કર્યો. આમ છતાં પોતાના સમ્યગ્દર્શનને અને સ્વીકારેલા વ્રતોને એ બરાબર પાળતો હતો. પહેલા અણુવ્રતમાં “નિરપરાધી ત્રસજીવને મારવાની બુદ્ધિએ નહિ મારું” – એવી એને પ્રતિજ્ઞા હતી. એક દિવસ એવો આવ્યો કે એનો આ નિયમ કસોટીએ ચડ્યો. એ રાજા માંસાહારી હતો. અવારનવાર પશુ-પક્ષીનાં માંસની વાનગીઓ ખાતો. એનો રસોઈઓ એની ઈચ્છા મુજબ વાનગીઓ બનાવી આપતો. એકવાર રાજાના રસોઈયાએ રાજાની રસોઈ માટે પાંજરામાં પૂરેલ પક્ષીને મારીને લાવવાનો હુકમ કર્યો. આ હુકમનું તેણે પાલન ન કર્યું. જ્યારે તેને કડક થઈને હુકમ પાલન કરવા કહ્યું, ત્યારે પણ તેણે સવિનય “ના” પાડતાં કહ્યું કે, નિરપરાધી જીવને ક્યારેય પણ નહિ મારવાની – મારી પ્રતિજ્ઞા છે. માટે હું આ પાપ કોઈપણ સંયોગમાં નહિ જ કરી શકું.” રસોઈયાએ કહ્યું કે “અત્યારે તું મારો ગુલામ છે અને હું કહું તે કરવા તું બંધાયેલો છે.” એણે કહ્યું કે, “તમે જે કહેશો તે બધું જ કરીશ. પણ મારો આ નિયમ તો હું કોઈ સંયોગમાં નહિ જ તોડું.” રસોઈયાએ આક્રોશપૂર્વક કહ્યું કે, “ગુલામને વળી નિયમ કેવા ? એણે તો Page #137 -------------------------------------------------------------------------- ________________ ૧ આગમ જાણો ! માલિકની જ્યારે જે આજ્ઞા થાય તે જ પાળવાની હોય.’ શ્રાવકે કહ્યું કે, ‘ગુલામ બન્યા પૂર્વે મેં આ નિયમ લીધો છે અને મારો આ નિયમ જીવનપર્યંતનો છે. એટલે એમાં કોઈ જ ફેરફાર નહિ થાય.' આ સાંભળી રસોઈયો ઉકળ્યો અને હાથમાં જે ગરમાગ૨મ તાવિતો હતો તે લઈને એને ટીપવા માંડ્યો. ૧૧૮ ગુલામો સાથે કરાતા પશુઓ કરતાં પણ વધુ ખરાબ વ્યવહારોના એક ભાગરૂપે બેરહમ મારને કારણે એ શ્રાવકના મોઢામાંથી ચીસો નીકળવા લાગી, પણ એ ચીસો સાંભળી પેલા રસોઈઆને એની જરા સરખીય દયા ન આવી. રોજ રોજ જીવતે જીવતા જીવોને મા૨વાના કારણે એના હૈયામાંથી કરુણાની સરિતા સૂકાઈ ગઈ હતી. સાવ નિષ્ઠુર, નિર્દય એનું હૃદય બની ગયું હતું. 118 ન શ્રાવકે પોતાને છોડી દેવા ખૂબ જ આજીજી કરી, પણ રસોઈયાએ એક જ વાત પકડી રાખી કે ‘તું મારો હુકમ માનવા તૈયાર ન હોય તો હું તને કોઈ રીતે નહિ છોડું' અને ફરી મારવાનું શરૂ કર્યું અને શ્રાવકના મોઢામાંથી ચિત્કારો નીકળવા લાગ્યા તો પણ પોતાની જાતને બચાવવા જીવહિંસા કરવાનો એને વિચાર પણ ન આવ્યો. એટલામાં ત્યાં રાજવી આવ્યો. એણે આ દૃશ્ય જોઈને રસોઈયાને પૂછ્યું કે, ‘આજે તું આને આટલો બધો કેમ મારે છે. આ ગુલામ આમ તો બધી રીતે સીધો અને કહ્યાગરો છે.' રસોઈયાએ કહ્યું કે, ‘આજે એણે મારો આદેશ માનવાની ના પાડી છે અને પછી પ્રતિજ્ઞાની વાતો કરે છે. ગુલામને વળી પ્રતિજ્ઞા કેવી ?' રાજાએ શ્રાવકને પૂછ્યું, તો શ્રાવકે જે હતું તે બધું કહ્યું. રાજાએ કહ્યું કે, ‘હવે તું ગુલામ છે. તું જે કાંઈ કરે તેમાં જે પુણ્ય-પાપ થાય તે તારા માલિકને લાગે, તને નહિ.’ શ્રાવકે કહ્યું, ‘અત્યારે મને જે માર મરાય છે, તે મને જ વાગે છે, મારા માલિકને નહિ . તેમ જો હું પ્રતિજ્ઞા ભંગ કરું, તો એનું પાપ મને જ લાગે. મારાથી આ નહિ બને. આપ મને આમાંથી બચાવો.’ રાજાને વિચાર આવ્યો કે, આટલો બધો માર ખાય છે. છતાં એને પ્રતિજ્ઞા તોડવાનું મન થતું નથી ? તો જોઉં કે એ કેટલો દૃઢ રહી શકે છે. Page #138 -------------------------------------------------------------------------- ________________ ૧૧૯ – ૬ વ્યવહારમાં ધન-સંપત્તિ જરૂરી, ધર્મમાં ગુણસંપત્તિ જરૂરી - 6 – 119 રાજાએ આંખ લાલ કરીને કહ્યું કે, “જો સાંભળ, તું ગુલામ છે. તારી કોઈ સ્વતંત્રતા નથી. તારા પોતાના વિચારોને કોઈ સ્થાન નથી. તારા માલિકની આજ્ઞા મુજબ પક્ષીને મારવું જ પડશે અને જો તું એ માટે તૈયાર ન હોય તો હવે તને હાથીપગે કરવામાં આવશે.” એ જમાનાના રાજવીઓ પોતાની આજ્ઞા ન માનનારને હાથીના પગ નીચે કચડી નાંખવાની આજ્ઞા કરતા. એને માટે “હાથીપગે કરવો' એવો શબ્દ વપરાતો. આ સાંભળી શ્રાવક થરથરી ગયો. તે રાજાને પગે પડીને જીવિતદાન આપવા વિનવવા લાગ્યો. પણ એને એ જીવને મારવાનો વિચાર સુદ્ધાં ન આવ્યો. રાજાએ સ્પષ્ટ શબ્દોમાં સંભળાવી દીધું કે, “જો તારે તારો નિયમ પાળવો હોય તો મરવા તૈયાર રહેવું પડશે અને જીવવું હોય તો માલિકની આજ્ઞા માનવી પડશે.' આ સ્થિતિમાં ય નિયમ ભંગ કરવાની તેની તૈયારી ન હતી. નિયમને જાળવવા તે મોતને ભેટવા તૈયાર થયો. નગરના એક મેદાનમાં એને ઉભો કરવામાં આવ્યો. ચારેય તરફ નગરજનો ગોઠવાઈ ગયા. રાજાનો આદેશ થતાં કેળવાયેલા હાથીને મેદાનમાં લાવવામાં આવ્યો. હાથીને જોતાં જ જીવતું જાગતું મોત આવી રહ્યું હોય તેવો તેને અનુભવ થયો. આમ છતાં નિયમ ભંગ માટેનો વિકલ્પ પણ એના મનમાં ન ઉઠ્યો. સૌના જીવ અદ્ધર હતા. સીધો સાદો માણસ આજે હાથીપગે થવાનો હતો. અપરાધ એનો એટલો જ હતો કે એના માલિકની પક્ષીવધની આજ્ઞા એણે માની ન હતી. હાથી બરાબર શ્રાવકની નજીક આવી ગયો. રાજાએ છેલ્લો ચાન્સ આપતો હોય તેમ પૂછયું : “મને તારા જેવા સારા માણસ ઉપર દયા આવે છે. હજુ પણ તને જીવતો છોડી મૂકવા હું તૈયાર છું, જો તું એકવાર તારા માલિકની આજ્ઞા માનવા તૈયાર હોય તો.” Page #139 -------------------------------------------------------------------------- ________________ ૧૨૦ - ૧ - આગમ જાણો ! – 120 શ્રાવકે બે હાથ જોડ્યા. મસ્તક નમાવી તેણે પોતાના ચહેરા ઉપરની દૃઢતા દ્વારા જ નકારમાં જવાબ આપ્યો. રાજાએ મહાવતને આદેશ કર્યો અને હાથીએ પોતાની સૂંઢ એની ચારેય બાજુ વીંટી દીધી. તે વિચારે તે પહેલાં તેને ઊંચો કર્યો. શ્રાવકે જોયું કે હવે મૃત્યુને ઝાઝું છેટું નથી. તેણે નમસ્કાર મહામંત્રનું સ્મરણ કર્યું, મનોમન ચાર શરણનો સ્વીકાર, દુષ્કૃતગર્તા અને સુકૃત અનુમોદના કરી, હૈયાથી રસોઈયા અને રાજા સાથે પણ ક્ષમાપના કરી અને મૃત્યુને ભેટવાની પૂરી તૈયારી કરી લીધી. હાથીએ બે પગ પહોળા કર્યા અને શ્રાવકને બે પગ વચ્ચે અંદર-બહાર કરવા લાગ્યો. છેવટે એને ઊંચો કરીને જમીન ઉપર મૂક્યો અને એના ઉપર પોતાનો પગ ગોઠવ્યો. હાથી પૂરો કેળવાયેલો હતો, હજુ એણે પગનું જરાય વજન એના ઉપર આપ્યું ન હતું. સૌના શ્વાસ અદ્ધર હતા. એક એક ક્ષણ. બહુ જ ધીમે ધીમે પસાર થઈ રહી હતી. ચારેય તરફ નરી સ્તબ્ધતા હતી. હવે માત્ર રાજાના છેલ્લા આદેશની રાહ જોવાતી હતી. મૃત્યુને દ્વારે પહોંચેલો એ શ્રાવક પ્રતિજ્ઞા પાલનના ભાવોમાં સુદઢ હતો. અરિહંતાદિના શરણે જીવન સમર્પિત કરીને તે નિર્ભય બન્યો હતો. અંતિમ પળોની સમાધિને સાધી લેવા એ નમસ્કાર મહામંત્રના ધ્યાનમાં લીન બન્યો હતો. હવે જીવવાની કે મરવાની એને કોઈ ઈચ્છા ન હતી. જીવનની અંતિમ પળો સુધી વ્રત અખંડ રહ્યું, તેનો તેને પૂરો આત્મસંતોષ હતો. જીવરક્ષા માટે જીવન અર્પણ કરવાનો અને આનંદ હતો. હવે એ જીવન-મૃત્યુના વિચારોથી પણ મુક્ત થઈ ગયો હતો અને પરમપદના ધ્યાનમાં એ લીન બની ગયો હતો. ત્યાં જ અચાનક રાજવીનો અવાજ આવ્યો ! હજુ પણ અવસર છે, છેલ્લો ચાન્સ છે, તારી અને મૃત્યુ વચ્ચે હવે જરાય અંતર રહ્યું નથી. છતાં જો તારે માલિકની આજ્ઞા પાળવાની તૈયારી હોય તો હજુ પણ તું તારા મૃત્યુને હડસેલી શકે છે અને જીવનના ઉજાસને ફરી પણ માણી શકે છે. હજુ કાંઈ બગડી ગયું નથી.' Page #140 -------------------------------------------------------------------------- ________________ ૬ : વ્યવહારમાં ધન-સંપત્તિ જરૂરી, ધર્મમાં ગુણસંપત્તિ જરૂરી – 6 — 121 આમ કહીને રાજવીએ એના પ્રત્યુત્તરને મેળવવા એની સામે જોયું. એના ચહેરા ઉપર નિર્ભયતા હતી, પ્રતિજ્ઞાપાલનની દૃઢતા હતી. એણે ઈશારાથી જ સ્પષ્ટ રીતે આજ્ઞાપાલનનો નિષેધ કરી દીધો. આમ બનતાં જ રાજવીએ સ્પષ્ટ આદેશની ભાષામાં ‘કરી નાખો એને હાથીપગે' કહી દીધું અને મહાવતે હાથીને સંકેત આપ્યો. હાથીએ પણ એ સંકેત ઝીલીને વીજળીનો ઝબકારો થાય એટલી વારમાં જ એને સીધો જ ઉપર ઉઠાવ્યો અને લોકોની આંખો મીંચાઈ ગઈ, નબળા મનના લોકો ધબકારો ચૂકી ગયા અને લોકો કાંઈ વિચારે એ પહેલાં જ હાથીએ એને પોતાના પગ નીચે કચડી નાંખવાના બદલે પોતાના ગંડસ્થળ ઉપર બેસાડી દીધો અને શાંત ભાવે ઉભો રહી ગયો. ૧૨૧ ઘટનાના આ રીતે એકાએક વળાંક આવતાં સૌના મુખમાંથી આનંદની ચીચીયારીઓ સરી પડી. ચારેય બાજુથી ‘અહિંસા પરમો ધર્મ'ની જય બોલાણી. રાજા પોતે દોડી ગયો. રાજાના ઈશારે મહાવતે તેને નીચે ઉતાર્યો. રાજાના ચહેરા ઉપર આનંદ સમાતો ન હતો. તે સીધો જ દઢપ્રતિજ્ઞ એવા એ મહાશ્રાવકને ભેટી પડ્યો. રાજાએ પોતે જ મહાવતને પહેલા જ આ સૂચન આપ્યું હતું. છેલ્લી ક્ષણ સુધીની પરીક્ષા કરીને રાજાને એના સત્ત્વની, જીવદયા પાલનની, પ્રતિજ્ઞાની અને એની દૃઢતાની પરીક્ષા કરવી હતી. એમાં એ પુણ્યાત્મા સાંગોપાંગ પાર ઉતર્યો હતો. રાજાએ તેને ખૂબ જ બિરદાવ્યો. ગુલામીમાંથી મુક્ત કરીને પોતાનો અંગરક્ષક બનાવ્યો. આવા અંગરક્ષકને પામીને રાજા સદાય માટે નિર્ભય બન્યો અને રાજાએ કહ્યું કે જે બીજાને ન મારે તે મને ક્યારેય દગો નહિ દે.' પુણ્યે યારી આપી તો આ પરિણામ આવ્યું. પણ જો આવા અવસરે પુણ્યનો સાથ ન મળે તો વ્રતપાલન માટે મૃત્યુને પણ ભેટવું પડે. આ રીતે જીવનના ભોગે પણ જે ધર્મને, પ્રતિજ્ઞાને જાળવે તે દૃઢધર્મી કહેવાય. આવા દઢધર્મી જો આ આગમનું અધ્યયન કરે તો તેમને કેવો મહાન લાભ થાય ? સ્વીકારેલી પ્રતિજ્ઞાથી ગમે તેવી પરિસ્થિતિમાં ક્યારેય ન ખસવું. પછી તે Page #141 -------------------------------------------------------------------------- ________________ - ૧ - આગમ જાણો ! - | 122 સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્રરૂપ ધર્મમાંથી દેશવિરતિરૂપ તમારો ધર્મ હોય કે સર્વવિરતિરૂપ અમારો ધર્મ હોય. તેના પાલનમાં અંદરના આક્રમણ આવે કે બહારનાં આક્રમણ આવે, અનુકૂળ ઉપસર્ગો આવે કે પ્રતિકૂળ ઉપસર્ગો આવે. એ દરેક સામે ક્યાંય નમતું જોખ્યા વિના દૃઢતાપૂર્વક ટકી રહે તેને દૃઢધર્મી કહેવાય. આવા દઢધર્મ આપણે સૌએ બનવાનું છે. જો એ રીતે દઢધર્મી બનીને આગમશાસ્ત્રોનું અધ્યયન થાય તો આત્માને કેવો મહાન લાભ થાય તે બરાબર વિચારશો. પ્રતિકૂળ ઉપસર્ગોમાં ટકવું અઘરું, તો અનુકૂળ ઉપસર્ગોમાં ટકવું અતિ-અઘરું? આ થઈ પ્રતિકૂળ ઉપસર્ગ વચ્ચે દઢધર્મી બની રહેવાની વાત. હવે અનુકૂળ ઉપસર્ગ વચ્ચે દઢધર્મી બની રહેવાની વાત કરું. પરમતારક પરમશ્રદ્ધેય પરમગુરુદેવ દીક્ષાનો સ્વીકાર કરી, પોતાના વતન ગયા. ત્યારે પૂજ્ય ગુરુદેવોની આજ્ઞાથી ઘર આંગણે ભિક્ષા વહોરવા ગયા તે સમયે બનેલી ઘટના આ સંદર્ભમાં ખાસ સમજવા જેવી છે. તેઓશ્રીએ જન્મતાં જ પિતાને ગુમાવ્યા હતા અને સાત વર્ષની ઉંમરમાં જ પોતાની માતાને ગુમાવ્યા હતા. તે સાતથી સત્તર વર્ષની ઉમર સુધી મા-બાપની ખોટ ન સાલે તે રીતે તેમને પોતાના પિતાનાં પિતાની માતા રતનબાએ સાચવ્યા હતા. આ રતનબાએ પોતાની વૃદ્ધાવસ્થામાં પણ એકલે હાથે તેમનું મા-બાપની જેમ ઘડતર કર્યું. દરેક રીતે વાત્સલ્ય આપ્યું - ગુણોનું સિંચન કર્યું. ક્યારેય માબાપનો અભાવ કે જીવનનો કોઈ ખાલીપો ન અનુભવાય તેની કાળજી રાખી. આ રતનબા આ સમયે આશરે ૮૦-૮૧ની ઉંમરે પહોંચ્યાં હતાં. જીવનનો કાંઠો હવે નજીક દેખાતો હતો. આમ છતાં સાત પેઢીના એકના એક વારસદાર એવા આ ત્રિભુવનને તેમણે દીક્ષા લેવાનો નિયમ અપાવ્યો હતો. એમાં એક વાત એ કહી હતી કે હું જીવું ત્યાં સુધી નહિ.' તેમણે ત્રિભુવનને કહ્યું હતું કે, “તું જ મારી ઘડપણની લાકડી છે, અંધકારનો દીવો છે.” Page #142 -------------------------------------------------------------------------- ________________ ૧૨૩ – ૯ઃ વ્યવહારમાં ધન-સંપત્તિ જરૂરી. ધર્મમાં ગુણસંપત્તિ જરૂરી - 6 - 123 જે ઘરમાં જેમણે પોતાની આંખે દોઢસો માણસનાં રાંધણ રંધાતાં જોયા હોય, એક સાથે તે બધાને જમતા જોયા હોય, તે જ ઘરમાં બે-ચાર વ્યક્તિઓ જ બાકી રહી હતી અને એ સૌનો આધાર બને એવો પોતે એક દીકરો હોય, જેના ખોળામાં ૧૭-૧૭ વર્ષ વીતાવ્યાં હોય, તે માને મૂકીને એ ત્રિભુવને પોતાના ગુરુદેવના માત્ર એક વચન ખાતર આખા સંસારનો ત્યાગ કર્યો હતો અને આ વાત્સલ્યમૂર્તિ માનો ત્યાગ કર્યો હતો. ત્રિભુવનમાંથી રામવિજય બનનાર એ નૂતન મુનિ જ્યારે રતનમાના આંગણે ધર્મલાભ દઈને ઉભા રહ્યા ત્યારે એ રતનમાના હૃદયની સંવેદના અને વેદના તેમના ચહેરા ઉપર અને તેમની ભીની આંખોમાં ઉભરાઈ રહી હતી. જે દીકરાને આજ સુધી રમાડ્યો હતો, ટપાર્યો હતો, હસાવ્યો હતો, તો અવસરે રડાવ્યો પણ હતો, એ જ દીકરાની સામે એ મા, હાથ જોડીને ઉભા હતાં. મોઢામાંથી “મથએણ વંદામિ'ના ઉદ્ગાર એમણે કાઢવા મહેનત કરી હતી. પણ એક વેદનાભર્યા ડુસકામાં એ શબ્દો દબાઈ ગયા હતા. દીકરાની થાળી તો અનેકવાર હેતભર્યા હૈયે પીરસાતી હતી, પણ આજે ભક્તિભર્યા હૈયે એના પાત્રમાં આહાર વહોરાવવાનો હતો. આહાર વહોરાવવાની ક્રિયા પણ એમણે કરી. પરંતુ હવે હૈયું હાથમાં ન રહ્યું. નૂતન મુનિ રામવિજયજીએ એ આહારના પાત્રને ઝોળીમાં મૂકી, ધર્મલાભ દઈ જ્યાં બહાર જવા ડગ માંડ્યું ત્યાં જ એ વૃદ્ધ માતાના પગમાં અચાનક જોર આવ્યું. રામવિજયજી આગળ વધીને મકાનનો ઊંબરો ઓળંગે તે પૂર્વે જ તેઓ આગળ નીકળી ગયાં. બારણાની બરાબર વચ્ચે ઊંબરા ઉપર ઉભા રહીને પોતાના બેય હાથ એમણે બેય બાજુની બારસાખ ઉપર ગોઠવી દીધા અને તેમાં કોઈ બોલે તે પૂર્વે જ તેમની આંખમાંથી આંસુની ધાર વહેવા લાગી અને હોઠ ઉપર વેદનાભર્યા શબ્દો આવીને અટકી ગયા. બાળ સબૂડો જભ્યો ત્યારથી આજની રામવિજય સુધીની ત્રિભુવનની જીવનયાત્રા એમના માનસપટ ઉપર ઝડપથી પસાર થઈ ગઈ અને મોઢામાંથી એકાએક શબ્દો બહાર સરી પડ્યા. બેટા! હું તને હવે નહિ જવા દઉં, તું અહીં જ રહી જા! તું તારી આ વૃદ્ધા Page #143 -------------------------------------------------------------------------- ________________ ૧૨૪ - ૧ - આગમ જાણો ! – 124 મા સામે નજર કર !” આટલું બોલતાં જ એમની આંખોમાંથી અપાર અશ્રુધારા વહેવા લાગી અને હૈયામાંથી ડૂસકા નીકળવા લાગ્યા. તાજા જ દીક્ષિત મુનિરાજ શ્રી રામવિજયજીના માનસપટ ઉપરથી પણ એ જ આખો ભૂતકાળ કમળપત્ર ઉપરથી સરી પડતા જળબિંદુની જેમ એવો અતિ ઝડપથી સરી ગયો છતાં ય એમના માનસપટ ઉપર એની કોઈ ભીનાશ ન ઉદ્ભવી. એ જ સહજ સ્થિરતા, સ્થિતપ્રજ્ઞતા બની રહી. તેમના ચહેરા ઉપર અને આંખોના ઊંડાણમાં, કોઈક અલૌકિક તત્ત્વ સાથેના અનુસંધાનનું તેજ હતું. ચિત્તની પરમ વિરક્તિ, એકત્વ, અન્યત્વ ભાવનાનો વિકાસ, સહજતા, સૌમ્યતા, સ્થિરતા, દૃઢતા, નિર્લેપતા, નિરીહતા, એવા તો અગણિત ભાવો એમના દર્પણ જેવા ચહેરા ઉપર પ્રતિબિંબિત થઈ રહ્યા હતા. રડતાં એવા વૃદ્ધ મા, આ બધું જ જોઈ રહ્યાં હતાં. ગઈ કાલનો એમનો સબૂડો ત્રિભુવન કે જે એમના એક આંસુએ ભિજાઈ જતો, તે આજે આંસુનાં વહેણ વચ્ચે પણ જે રીતે નિર્લેપ ભાવ અનુભવતો હતો, તે જોઈને જ વૃદ્ધ માતામાં મોહ પડળો વિખરાવાં શરૂ થયાં હતાં. અવસર જોઈ મુનિરાજશ્રી રામવિજયજીના મુખમાંથી એટલા જ શબ્દો નીકળ્યા - “મને અહીં રહી જવાનું તમે કહી રહ્યાં છો ?” તે પછી તેમણે કર્મરજને-મોહરને દૂર કરનાર રજોહરણનાં તેમને દર્શન કરાવીને કહ્યું કે, હવે મારાથી આને છોડાય ?” બેટા ! હું ક્યાં એને છોડવાનું કહું છું. તું સાધુપણામાં જ રહે, પણ હું જીવું ત્યાં સુધી તું અહીં મારી આંખ સામે જ રહે.” રનબાનો આ જવાબ સાંભળતાં જ મુનિરાજશ્રી રામવિજયજીને રતનબાનું મોહાવરણ નબળું પડતું જણાયું. એટલે એને પૂરેપૂરું તોડવા તેમણે કહ્યું, “શું સાધુથી આ રીતે લાંબો સમય એક જગ્યાએ રહેવાય ? આ વચન સાંભળતાં જ વિવેક નિધાન રતનબાનું મોહપડળ વિખરાઈ ગયું અને તેઓ બારણામાંથી બાજુમાં હઠી ગયાં અને તેમનાં મુખમાંથી ભક્તિભાવે સહજ શબ્દો સરી પડ્યા. “મFએણ વંદામિ, ફરી લાભ આપવા પધારજો ! અને મુનિરાજ શ્રી ધર્મલાભ આપીને સહજપણે નીકળી ગયા. આજે કેટલીકવાર સાંસારિક મા-બાપ, સ્વજન, પરિવારના મોહને વશ Page #144 -------------------------------------------------------------------------- ________________ ― ૬ : વ્યવહારમાં ધન-સંપત્તિ જરૂરી, ધર્મમાં ગુણસંપત્તિ જરૂરી – 6 ૧૨૫ થઈને, તેમની સમાધિનું ઓઠું આગળ ધરીને કેટલાક સાધુ-સાધ્વીજી ભગવંતો વર્ષો સુધી એક જગ્યાએ રહી જતા હોય છે, તેવા લોકોની વિરાગ વગરની દશા ક્યાં ? અને આ સાક્ષાત્ વિરાગની મૂર્તિ ક્યાં ? એમનું સમ્યગ્દર્શન સુવિશુદ્ધ હતું, મન મેરુની જેમ અડગ હતું, તેથી તેઓશ્રી અગણિત ઝંઝાવાતોની વચ્ચે પણ સ્વયં આરાધના કરી શક્યા અને અનેકોને કરાવી શક્યા. કારણ કે તેઓશ્રી દઢધર્મી હતા. 125 ઝંઝાવાતોમાં - વિરોધીઓની સામે કે વિરોધોની સામે ટકવું સહેલું છે, નઠોર હૈયાવાળાઓને કોઈનાં આંસુની સામે ટકી જવું સહેલું છે, પણ માખણ કરતાં ય કોમળ હૈયાવાળા અત્યંત ઉપકારી, જીવનદાત્રી, સંસ્કારદાત્રી માનાં આંસુ સામે ટકવું તે કેટલું અઘરું છે. આમ છતાં તે તેમનું દૃઢધર્મીપણું હતું. એનું આ પરિણામ હતું. અહીં તો માનું હિત કરવાનું હતું. તેનાં બતાવેલા માર્ગે ચાલવાનું હતું. તેમાં સ્વ-પરનું હિત રહેલું હતું. પણ તે હિત તેઓશ્રી દઢધર્મી રહ્યા માટે જ સાધી શકાયું. પ્રિયધર્મી અને દૃઢધર્મી - આ બંને ગુણો એકસાથે જ જોઈએ. એમાંથી એકે ન હોય તો ન ચાલે. વ્યવહાર સૂત્ર નામના આગમમાં પ્રિયધર્મી અને દઢધર્મીની ચતુર્થંગી (ચાર ભાંગા, પ્રકારો) બતાવવામાં આવી છે. જેમાંથી ત્રીજો ભાંગો એટલે કે આ બંને ગુણ હોય તે જ સ્વીકાર્ય કહેવામાં આવ્યો છે. હવે જે સંવિગ્ન હોય તે જ પ્રિયધર્મી કે દૃઢધર્મી હોઈ શકે છે, માટે ત્રીજા ગુણરૂપે સંવિગ્નનું વર્ણન કરે છે. જે આપણે હવે પછી જોઈશું. Page #145 -------------------------------------------------------------------------- ________________ શ્રી સૂયગડાંગસૂત્રની સજ્જાયા (રાગ : કપૂર હોવે અતિ ઉજળો રે.) સૂયગડાંગ હવે સાંભળોજી, બીજું મનને રંગ, શ્રોતાને આવે જે રુચિજી, તેહજ લાગે અંગ, ચતુરનર ! ધારો સમકિત ભાવ, એ છે ભવસાગરમાં નાવ. ચતુર. આ. ૧ સુયખંધ દોય ઈહાં ભલાં જી, અઝયણા તેવીસ, તિસય તિઠિ કુમતિ તણુંજી, મતખંડન સુજગીશ. ચતુર. ૨ કહ્યો દ્રવ્ય અનુયોગમાંજી, એહ પુહૂત અધિકાર, સાધુ ઝવેરીનો ભલોજી, ઝવેરનો વ્યાપાર. ચતુર. ૩ અર્ચક વર્ચકના ઈહાંજી, શ્રોતાના અંતર હોય, ગુરુભક્તા સુખ પામશેજી, અવર ભમે મતિ ખોય. ચતુર. ૪ અંગપૂજા પ્રભાવનાજી, પુસ્તક લેખન દાન, ગુરુ ઉપકાર સંભારવોજી, આદર ભક્તિ નિદાન. ચતુર. ૫ વક્તા એવો કોઈ નહિજી, જિમ ભાંખે તુમ ધર્મ, વાચક જસ કહે હર્ષશુંજી, ઈમ તે વિનયનો મર્મ. ચતુર. ૬ Page #146 -------------------------------------------------------------------------- ________________ ૭ – ગુણસંપત્તિવિના આગમનો ભાવ | | 7 | હાથ નહીં લાગે - વિ. સં. ૨૦૫૮. અષાઢ વદ-૮, ગુરુવાર, તા. ૧-૮-૦૨, સાચોરી ભવન, પાલીતાણા • સવેગીઓમાં શિરોમણિ - પુણિયો શ્રાવક: • એક અગત્યની સ્પષ્ટતા : • નિશ્ચય અને વ્યવહાર શું? •... ત્યાં ક્યાં ગયું હતું તમારું માન? • સામાયિકના બદલે રાજ્ય અને રાજ્યના • ઈન્દ્રિયોના આવેગોને જીતવા માટે બદલે સામાયિકઃ તમે શું ઈચ્છો ? બે પ્રકારનો તપ છે : • દષ્ટિ ફરી જાય ત્યારે : સુબાહુકુમાર : વિષયઃ પરમાર્થ મેળવવો જરૂરી. ગત પ્રવચનમાં આગમ શ્રવણની યોગ્યતા અંગેના પંદર ગુણો પૈકીના પહેલા ચાર ગુણોનું સમય મર્યાદામાં સારું એવું વર્ણન કર્યા બાદ આ પ્રવચનમાં પાંચમો-“અજડ” ગુણ છઠ્ઠોક્ષમાશીલ' ગુણ, સાતમો-દમનશીલ' ગુણ અને આઠમોગુપ્તિસાધક ગુણનું સુંદર વિવેચન કરાયું છે. વ્યવહારમાં જેમ ધન-સંપત્તિ જરૂરી મનાય છે, તેમ આધ્યાત્મિક જીવનમાં ગુણરૂપ સંપત્તિથી સમૃદ્ધ થવું અનિવાર્ય મનાયું છે. આ ગુણો જેના જીવનમાં આવે તેને ગીતાર્થ ગુરુભગવંતે ફરમાવેલો આગમનો અર્થ-પરમાર્થ હાથ લાગે. આગમનો અર્થ-પરમાર્થ હાથવગો થવાથી જીવ અપૂર્વ સંવેગ-નિર્વેદાદિ ભાવને પામી ઝટ આત્મકલ્યાણની દિશામાં આગળ વધી જાય છે. એ બધી વાતો અહીં સરસ રીતે સમજાવી છે. પ્રવચનનું પ્રતિબિંબ જેને મોક્ષનો તીવ્ર અભિલાષ હોય તેને સંસાર ફાવે નહિ, સંસાર ગમે નહિં. * નિશ્ચયને પમાડે તે વ્યવહાર. ધર્મને, ધર્મની મર્યાદાને, ધર્મશાસ્ત્રોની આજ્ઞાને એકબાજુમાં મૂકીને એકબીજાને જાળવવા તે વ્યવહાર નથી. * જેને સંસારનાં લાલ-પીળાંનાં કાળાં પરિણામ દેખાય તે જ મુક્તિની વાસ્તવિક આરાધના-ઉપાસના કરી શકે. * જેટલો સાપનો ડર હોય તેના કરતાં વધારેડરજો પાપનો હોય તો ધર્મ કરી શકાય. * કષાયો મનને સંક્ષુબ્ધ કર્યા વગર રહે નહિ. પાણી નિર્મળ ને શાંત હોય તો ચહેરો જેવો હોય તેવો દેખાય. પણ તેમાં કચરો પડ્યો હોય, પાણી હાલતું હોય કે ઉકળતું હોય તો ચહેરો ન દેખાય. તેમ ચિત્તવૃત્તિ શાંત હોય તો જ તેમાં શ્રુતનું, આત્માદિ તત્ત્વોનું યથાર્થ પ્રતિબિંબ ઝીલાય. Page #147 -------------------------------------------------------------------------- ________________ પ્રવચન-સ્ત્રોત 'बुज्झिज्ज तिउट्टिज्जा, बंधणं परिजाणिया। किमाह बंधणं वीरो, किं वा जाणं तिउट्टइ ।।१।।' શ્રી સુધર્માસ્વામી : બોધ પામ ! બંધનને ચારે બાજુથી જાણ ! બંધનને તોડી નાંખ ! શ્રી જંબૂસ્વામી : પ્રભુ વીરે કોને બંધન કહ્યું છે, શું જાણીને એને તોડી શકાય છે ?” 'पियधम्मो दढधम्मो संविग्गो કડવ7મીઃ “ગઢ [‘ગથી ય खंतो "दंतो 'गुत्तो 'थिरव्वय "जिइंदिओ "उजू ।।३४१०।। १२असढो तुलासमाणो १४समिओ तह "साहूसंगइरओ य । गुणसंपओववीओ, નુ સેસો મનુજે ય રૂ૪૨ા' "પ્રિયધર્મી-૧, દઢધર્મી-૨, સંવિજ્ઞ-૩, પાપભીરુ-૪, અશઠ-૫ (નમ્ર-પ ?) ક્ષમાવાન-૬, ઈન્દ્રિયોનું દમન કરનાર-૭, ગતિમાન-૮, સ્થિર વ્રતવાળો-૯, જિતેન્દ્રિય-૧૦, સરળ-૧૧, અશઠ-૧૨ તુલા સમાન ૧૩, સમિતિવાળો-૧૪ સાધુ સંગતિમાં રક્ત-૧૫ - આ ગુણસંપત્તિવાળો આત્મા આગમશાસ્ત્રોના અધ્યયન માટે યોગ્ય છે, બાકીના અયોગ્ય છે.' Page #148 -------------------------------------------------------------------------- ________________ ૭: ગુણસંપત્તિવિના આગમનો ભાવ હાથનહીં લાગે અનંત ઉપકારી, ચરમતીર્થપતિ, શ્રમણ ભગવાન શ્રી મહાવીર પરમાત્માના શાસનના પરમાર્થને પામેલા પંચમ ગણધર ભગવંતશ્રી સુધર્માસ્વામીજી મહારાજા કે જેમણે પરમતારક પરમાત્માના શ્રીમુખે ત્રિપદી પામીને શેષ દશ ગણધર ભગવંતોની જેમ જે દ્વાદશાંગીની રચના કરી હતી, તે દ્વાદશાંગીને પરમાત્મા શ્રી મહાવીરદેવે પોતાની પાવન દૃષ્ટિથી પૂત કરી હતી. તેમાંના શ્રીસૂયગડાંગજી નામના બીજા અંગ આગમમાં પરમતારક પરમાત્માના ઉપદેશના અર્થને અનુસરીને સુધર્માસ્વામીજીએ જણાવ્યું કે “બંધનને જાણો અને બંધનને તોડો !' આ બંધન શું ? તેનું સ્વરૂપ શું ? તેને તોડવાની પ્રક્રિયા શું ? અને તે તોડવાથી શું લાભ થાય ? વગેરે બાબતો આ સમગ્ર આગમમાં વિસ્તાર અને ઊંડાણપૂર્વક સમજાવવામાં આવી છે. ૩ - સંવિઓ - સંવિજ્ઞ: ત્રીજા નંબરે : સંવિજ્ઞ : મોક્ષના તીવ્ર અભિલાષને સંવેગ કહેવાય છે. આવો સંવેગ જેનામાં હોય તેને સંવિજ્ઞ કહેવાય છે. જેને વ્યવહારભાષામાં “સંવેગી' પણ કહેવામાં આવે છે. જેને મોક્ષનો તીવ્ર અભિલાષ હોય તેને સંસાર ફાવે નહિ, સંસાર ગમે નહિ. એટલે એના હૈયામાં એક જ ભાવના હોય કે મારે - કામથી વહેલામાં વહેલી તકે છૂટવું છે. ભોગથી વહેલામાં વહેલી તકે છૂટવું છે. પૈસાથી વહેલામાં વહેલી તકે છૂટવું છે. Page #149 -------------------------------------------------------------------------- ________________ ૧૩૦ • ૧ – આગમ જાણો ! – 130 પરિવારથી વહેલામાં વહેલી તકે છૂટવું છે. સંસારને સમ્યક્ રીતે જેણે જાણી લીધો છે, તેને સંસાર ન ગમે. આત્માને સમ્યગૂ રીતે જેણે જાણી લીધો છે તેને અનાત્મદશા ક્યારેય ન ગમે. આધ્યાત્મિક દશા જેણે જાણી છે તેને સંસાર ક્યારેય ન ગમે. એને તો આત્મસ્વરૂપ પ્રગટાવવાની તીવ્ર ઝંખના હોય અને એ માટે જે પણ આરાધના-સાધના કરવાની હોય તેમાં તેનો તીવ્ર વેગ-સંવેગ હોય. સંવેગની વ્યાખ્યા રજૂ કરતાં પૂજ્યપાદ ઉપાધ્યાયજી મહારાજે કહ્યું છે કે – સુર-નર-સુખ જે દુઃખ કરી લેખવે, વિંછે શિવસુખ એક.' દેવોનાં અને મનુષ્યોનાં સુખોને જે દુઃખરૂપે માને અને સંસારનાં દેવ કે મનુષ્યનાં કોઈપણ સુખને ન ઈચ્છતાં જે એકમાત્ર મોક્ષના સુખને જ ઈચ્છ-વાંછે તેને સંવિજ્ઞ કહેવાય. આવો સંવિજ્ઞ હૈયાની તીવ્રતાપૂર્વક મોક્ષને ઈચ્છતો-વાંછતો હોય છે. જેના હૈયે આવો સંવેગભાવ પ્રગટ થયો હોય, તેની આંખ સામે દેવી સુખનાં ઢગલા કરો કે મનુષ્ય સુખનાં ઢગલા કરો તે બધું જ એને દુઃખરૂપ લાગે. કોઈ એને રાજવીપણું આપે કે કોઈ એને ચક્રવર્તીપણું આપે, પણ એ બધું જ એને દુઃખરૂપ લાગે. એવી એની આંતરિક ભૂમિકા હોય. આજે આપણી દશા કઈ ? એક નાનકડું સુકૃત કરીએ તો પુણ્ય વેચવા બેસી જઈએ. સંવેગીઓમાં શિરોમણિ – પુણિયો શ્રાવક : પુણિયો શ્રાવક આવો જ સંવેગભાવ ધરતો હતો. તેથી જ મગધના માલિક રાજા શ્રેણિકે એને સામાયિકના બદલામાં આખું મગધનું રાજ આપવાની ઓફર કરી તો પણ એણે એનો ઈન્કાર કરી દીધો. પુણિયા શ્રાવકની ઝુંપડીએ મગધનો માલિક જ્યારે સામે ચાલીને મળવા આવ્યો ત્યારે એ સામાયિકમાં લીન બની પોતાની આત્મસાધના કરી રહ્યો હતો. પુણિયા શ્રાવકનું ઘર નાનું હતું. એને કોઈ અલગ-અલગ કમરા ન હતા કે ઘરમાં કોઈ આવે ને ન દેખાય એવું બને. રહેવું, રસોઈ કરવી, ખાવું કે સૂવું, કોઈને મળવા બેસવું કે સામાયિક કરવું – આ બધા માટે એની પાસે એક જ જગ્યા હતી. આ ઝુંપડા જેવા ઘરમાં જ્યારે એ સામાયિકધર્મની આરાધના કરી રહ્યો હતો ત્યારે Page #150 -------------------------------------------------------------------------- ________________ ૧૩૧ ૭ : ગુણસંપત્તિ વિના આગમનો ભાવ હાથ નહીં લાગે – 7 એને મળવા મગધનો માલિક આવ્યો હતો. આમ છતાં પુણિયા શ્રાવકે મહારાજ શ્રેણિક સાથે કોઈ જ વ્યવહાર નહોતો કર્યો. કારણ કે એ સામાયિકમાં હતો. તેને આંગણે મગધનો માલિક આવ્યો હોય અને તે પોતાની આંખ ઊંચી ન કરે, ઉભો પણ ન થાય કે કોઈપણ જાતનો ઈશારો પણ ન કરે, તે એનું સામાયિક કેવું હશે ? સામાયિકમાં એની લીનતા અને સ્થિરતા કેવી હશે ? સભા : ઔચિત્ય ન જાળવે ? આરાધનાની ઉપેક્ષા કરવી, આજ્ઞા ઉપર પગ મૂકવો, લીધેલી સામાયિકની પ્રતિજ્ઞા તોડવી કે પ્રતિજ્ઞાની મર્યાદા બહારની પ્રવૃત્તિ કરવી તે ઔચિત્ય છે ? આવા સમયે પણ પુણિયો શ્રાવક પોતાના શુભ ધ્યાનમાં, શુભભાવમાં લીન રહ્યો. મનથી પણ જરાય વિચલિત ન થયો તે જ એનું ઔચિત્ય હતું, જેને એણે જાળવ્યું છે. નિશ્ચય અને વ્યવહાર શું ? : સભા : વ્યવહાર તો કરવો પડે ને ? Max.com 131 વ્યવહાર કોને કહેવાય ? નિશ્ચયને પમાડે તે વ્યવહાર. ધર્મને, ધર્મની મર્યાદાને, ધર્મશાસ્ત્રોની આજ્ઞાને એકબાજુમાં મૂકીને એકબીજાને જાળવવા તે વ્યવહાર નથી. સભા: અમે તો એટલું સમજીએ કે સંસારમાં કરવો પડે તે વ્યવહાર અને ધર્મમાં કરવો પડે તે નિશ્ચય. ઘર, પેઢીમાં કરવો પડે તે વ્યવહાર અને દેરાસરઉપાશ્રયમાં કરવો પડે તે નિશ્ચય. તમારી આ સમજ તમારા ઘરની છે, જૈનશાસનની નહિ. જૈનશાસનમાં તો જૈનશાસનની માન્યતા કામ લાગે, તમારી નહિ. તમારી માન્યતા મુજબ જો ધર્મશાસનને ચલાવાય કે ધર્માત્માઓને દોરવાય તો આ ધર્મ એક દિવસ ન ટકે. તમારી આ બધી ખોટી સમજોને વહેલી તકે વોસિરાવીને જૈનશાસને આપેલી સમજોનો જો તમે સ્વીકાર કરશો તો જ તમારું કલ્યાણ થશે. હવે ક્યારેય તમારી આવી ખોટી સમજોને અહીં જાહેર કરવાની કે કોઈના ઉપર લાદવાની ભૂલ ન કરશો. આજે તો ઘણા લોકો એવી મૂર્ખતાભરી વાતો કરે છે કે ભગવાને નિશ્ચય અને વ્યવહાર બે ધર્મ બતાવ્યા છે. જેને જે માફક આવે તે કરે. દીકરા-દીકરીને Page #151 -------------------------------------------------------------------------- ________________ ૧૩૨ 132 – ૧ – આગમ જાણો ! - પરણાવવા તે વ્યવહાર અને દીક્ષા આપવી તે નિશ્ચય. બેય ધર્મો છે. કોઈ પણ કરીએ. આપણે તો કલ્યાણ નક્કી છે. આવા અજ્ઞાનીઓ, હઠાગ્રહીઓ અને મોહાધીનોનું કલ્યાણ કોઈ શી રીતે કરે ? હવે આવા બધાની વાત તમે અહીં નહિ કરતા. હવે આપણે પુણિયા શ્રાવકની વાત કહીએ. સામે મગધનો માલિક આવીને બેઠો હોવા છતાં પુણિયાના મનમાં કોઈ વિકલ્પ ન ઉઠ્યો. એનું મન જરા પણ ચલ-વિચલ ન થયું. એણે મહારાજ શ્રેણિકનો સત્કાર તો ન કર્યો, પણ “થોડી જ વાર છે કે આટલી વારમાં મારું સામાયિક પૂરું થશે' - એવું પણ ન કહ્યું. એ માટે એણે મહારાજ શ્રેણિક સામે કોઈ ઈશારો પણ ન કર્યો. એટલું જ નહિ પણ એના મનમાં કોઈ રઘવાટ પણ ન થયો. સામે રાજા શ્રેણિક હોવા છતાં એ પોતાના સામાયિકના ભાવોમાં જ લીન રહ્યો. જ્યાં સુધી સામાયિકનો સમય પૂર્ણ ન થયો ત્યાં સુધી એના ભાવોમાં ક્યાંય ચલ-વિચલતા ન આવી. આ એનું દઢધર્મીપણું હતું. આ પછી સમય થતાં જ્યારે એણે સામાયિક પાર્યું, ત્યાર પછી જ એણે રાજા શ્રેણિક સાથે વાતચીત કરી અને એક પ્રજાજન તરીકે રાજા સાથે જે વ્યવહાર કરવો જરૂરી હતો તે તેણે બરાબર કર્યો. સામાયિકના બદલે રાજ્ય : અને રાજ્યના બદલે સામાયિક : તમે શું ઈચ્છો ? સામાયિકમાં હતા ત્યારનું ઔચિત્ય જુદું હતું અને હવેનું ઔચિત્ય જુદું છે. હવે તે સેવકજન છે, પોતાની જાતને પ્રજાજન તરીકે ઓળખે છે, એટલે એણે પૂછ્યું કે, “મહારાજ ! ધનભાગ્ય સેવકનું કે આંગણે આજે આપે પાવન કર્યું. આ સેવક આપની શું સેવા કરી શકે ?' જવાબમાં મહારાજ શ્રેણિકે કહ્યું કે, “હું આજે તમારી પાસે સ્વામી-સેવકના નાતે નથી આવ્યો, પરંતુ તમારી પાસેથી સામાયિક ખરીદવા આવ્યો છું. તમારા એક સામાયિકનાં બદલામાં માંગો તો મગધનું અડધું રાજ્ય આપું. પુણિયાએ ધીરતા ને ગંભીરતાથી સાંભળ્યું. દરેક વખતે ઉતાવળથી જવાબ આપવાનો હોતો નથી. રાજા શ્રેણિકની વાત સાંભળીને પુણિયાના ચહેરા ઉપર આછું હાસ્ય આવ્યું. મગધનાં માલિકને Page #152 -------------------------------------------------------------------------- ________________ ૧૩૩ – ૭ ગુણસંપત્તિ વિના આગમનો ભાવ હાથ નહીં લાગે -7 – 133 લાગ્યું, આને એમ લાગે છે કે સામાયિક આખું લેવું છે અને તેના બદલામાં રાજ્ય અડધું જ આપવું છે ? એટલે મગધનાં માલિકે કહ્યું, “અડધા રાજની વાત બરાબર ન લાગતી હોય તો આખું રાજ્ય આપું.” પુણિયા શ્રાવકને થયું કે હવે બોલવું પડશે. બોલ્યા વગર નહિ સમજાય.' એક કલ્પના કરો ! કોઈ તમને કહે કે, “ચૂંટણી આવે છે. તમે મને તમારું એક સામાયિક આપો અને હું તમને એક ટિકિટ આપું, તો તમે શું કરો ? અહીં રાજા શ્રેણિક પુણિયાને એક સામાયિકના બદલામાં મગધનું આખું રાજ્ય આપે એ કોઈ નાની-સૂની વાત ન હતી. જે રાજ્યમાં ધન્ના અને શાલિભદ્ર જેવા વસતા હોય, જે બેમાંથી એક પાસે ચિંતામણિ રત્ન હતું, તો બીજાને ત્યાં રોજની દેવતાઈ નવાણું પેટીઓ ઉતરતી હતી. જે નગરીમાં ૯૯ કરોડ નગદ સોનૈયાના માલિક ઋષભદત્ત શ્રેષ્ઠી વસતા હોય, જે નગરીમાં ૫૦૦-૫૦૦ પત્નીનો માલિક સુબાહુકુમાર વસતો હોય, તે નગરીની સમૃદ્ધિનો વિચાર કરો ! આવી તો કેટલીએ નગરીઓ મગધમાં હતી. તે કાળનું એક અતિ સમૃદ્ધ અને ટોચની સત્તાવાળું એ રાજ્ય હતું. તે મગધનું પૂરેપૂરું સામ્રાજ્ય માત્ર એક સામાયિકના બદલામાં મળતું હતું. છતાં ય પુણિયા શ્રાવકે પૂરા વિનય-વિવેકપૂર્વક, સ્પષ્ટ રીતે ના પાડતાં કહ્યું કે, “મહારાજ ! એ શક્ય નથી કે મગધના સામ્રાજ્યના બદલામાં હું મારા સામાયિકને વેચી શકું.” મહારાજ શ્રેણિકે જ્યારે જિજ્ઞાસાભાવે પૂછ્યું કે, “તમને વાંધો શું છે ?' ત્યારે તેમણે કહ્યું કે, “મહારાજ!‘રાન્ચે નરાન્તમ્, સામાજિંતુ મોક્ષત્તિમ્' રાજ્યનું ફળ નરક છે. જ્યારે સામાયિકનું ફળ તો મોક્ષ છે. હું મોક્ષ આપનાર સામાયિકના બદલામાં નરક આપનાર રાજ્યની ખરીદી શી રીતે કરું ?' આના ઉપરથી પુણિયા શ્રાવકનો વિવેક અને સંવેગ કેવો તીવ્ર હશે ? તેનો ખ્યાલ આવે છે. હું પહેલાં ટાંકી ગયો તે – “સુરનર સુખ જે દુખ કરી લેખ; વંછે શિવસુખ એક.” - આ પંક્તિ પુણિયા શ્રાવકના જીવનમાં કેવી ધબકતી દેખાય છે ? જો પુણિયો શ્રાવક સંવિજ્ઞભાવને ધરતો ન હોત તો આ અવસરે તે હલી ગયો હોત. એના બદલે એને એ માટેનો કોઈ વિચાર પણ નથી આવ્યો. Page #153 -------------------------------------------------------------------------- ________________ આગમ જાણો ! મહારાજ શ્રેણિકે જેવી વાત રજૂ કરી તેવો જ ત્વરિત તેણે નકારાત્મક ઉત્તર આપી દીધો. એ જ બતાવે છે કે, સંસાર અને મોક્ષનું સ્વરૂપનું જ્ઞાન, સંસાર અને મોક્ષનાં સાધનોનો બોધ એનો બહુ સ્પષ્ટ હતો. એમાં એને કાંઈ વિચારવું પડે તેવું પણ ન હતું. આ સ્થિતિમાં તમે હો તો તમને શું થાય ? એ પણ વિચારજો ! તમને કદાચ મગધનું સામ્રાજ્ય દેખાતું હશે, જ્યારે પુણિયા શ્રાવકને તેનું પરિણામ નરક દેખાતી હતી. આટલો તમારી અને એમની દૃષ્ટિમાં ફરક છે. જ્યારે તમારી દ્રષ્ટિ પણ આવી નિર્મળ બને ત્યારે માનજો કે સંવેગભાવ પ્રગટ્યો અને તમે સંવિજ્ઞ બન્યા. જેનામાં સંવેગ નથી હોતો તે તત્કાળ દેખાતા લાલપીળામાં અંજાઈ જાય છે, પરંતુ જેને સંવેગ પેદા થયો હોય છે તેને લાલપીળાંનાં કાળાં પરિણામ દેખાય છે. જેને સંસારનાં લાલ-પીળાંનાં કાળાં પરિણામ દેખાય તે જ મુક્તિની વાસ્તવિક આરાધના-ઉપાસના કરી શકે. ૧૩૪ ૧ - સભા: સામાયિક કરનારને આટલા રૂપિયા આપવામાં આવશે તેમ કહીને કરાવે તો કરાય ? 134 સામાયિકની આરાધના કરે એ પુણ્યાત્માને સોનેથી મઢી દો એનો વાંધો નથી, પણ લાલચો આપીને રૂપિયા મેળવવા માટે સામાયિક વગેરે કરાવવું તે યોગ્ય નથી. અત્યાર સુધીની આટલી વિચારણા કર્યા પછી હવે આ ખુલાસો કરવાની જરૂ૨ ૨હે છે કે કોઈપણ આરાધક, સાધકની લક્ષ્યશુદ્ધિ ન ડહોળાય તેનું બરાબર ધ્યાન રાખવું જોઈએ ! આપણી મૂળ વાત ‘સંવિગ્ન'ની ચાલે છે, સંવિગ્ન કોને કહેવાય ? જેને સંસારનું એક પણ સુખ ન ગમે. પછી તે ભોગનું, સત્તાનું, સંપત્તિનું, માન કે મોભાનું સુખ હોય, યાવત્ ચક્રવર્તીનું સુખ હોય, દેવલોકના દેવનું સુખ હોય કે ઈન્દ્રનું સુખ હોય, કોઈ પણ સુખ હોય, ત્યાંનાં વાવડી-વિમાન, ઉદ્યાનો-દેવી ને અપ્સરાઓનાં સુખ હોય કે ઈન્દ્ર તરીકેની સત્તા, માન ને મોભાનાં સુખ હોય; તે જેને સુખરૂપ ન લાગે, પરંતુ દુઃખરૂપ જ લાગે, તેને સંવિજ્ઞ કહેવાય અને પછી ‘વંછે શિવસુખ એક’ અહીં ‘ઈચ્છે એવું ન લખ્યું,’ પણ ‘વંછે’ એમ લખ્યું. ઈચ્છા કરતાં વાંછા વધારે તીવ્ર હોય. આને કહેવાય સંવેગ. જેણે સૂયગડાંગ આગમ સૂત્ર સાંભળવું છે, પરિણમાવવું છે તેણે આ ત્રીજો ગુણ કેળવવો જરૂરી છે. Page #154 -------------------------------------------------------------------------- ________________ ૧૩૫ – ૭ઃ ગુણસંપત્તિ વિના આગમનો ભાવ હાથ નહીં લાગે -7 – 135 સંવિગ્નનો અર્થ જેમ મોક્ષની તાલાવેલી, તીવ્ર અભિલાષા થાય છે, તેમ કેટલાક શાસ્ત્રોમાં એનો અર્થ “સંસારથી ત્રાસેલા” અથવા “સંસારનો ભય પામેલા” એવો પણ કરવામાં આવ્યો છે. વ્યવહારસૂત્રમાં સંવિગ્ન બે પ્રકારનાં કહેલા છે. ૧ - દ્રવ્યસંવિગ્ન અને ર - ભાવસંવિગ્ન. દ્રવ્યસંવિગ્નમાં હરણીયાં કે પશુઓ લીધાં છે, જે હંમેશાં ડરતાં કે ત્રાસ પામતાં હોય છે. ભાવસંવિગ્ન તે છે કે જે સંસારથી ડરેલા, ત્રાસેલા હોય. વહેલી સવારે જાગે ત્યારે તેઓ - 'किं मे कडं, किं च ममऽत्थि सेसं, किं सक्कणिज्जं न समायरामि' શું મે કર્યું? શું મારે કરવાનું બાકી છે? અને શું શક્ય એવું પણ હું નથી કરતો ?' - આવી વિચારધારામાં મગ્ન રહે. ત્યારબાદ હવે અવદ્યભીરુ=પાપભીરુ ગુણ કહે છે. કારણ કે પાપનો ડર પેદા ન થાય તેનામાં સંવિપણું સંભવી શકે જ નહીં. ૪ – ઝવમી - પાપભીરુ ? ચોથા નંબરે : અવજ્જભીરુ, એટલે કે પાપભીરુ. આવા આગમના અધ્યયનાદિ માટે પાપભીરુતા ખૂબ આવશ્યક છે. પાપના ડર વિનાનો તો આગમમાં શ્રદ્ધા પણ ન કરે. આગમના પદાર્થોનો પોતાનાં પાપને પોષવા માટે ય ઉપયોગ કરે. દુઃખભીરુ જીવો ધર્મ પામવા અને પાળવા માટે નાલાયક, પાપભીરુ ધર્મ પામવા અને પાળવા માટે લાયક અને સુખભીરુ ધર્મ પામવા અને પાળવા માટે મહાલાયક. જેટલા જીવો દુ:ખભીરુ હોય તે ધર્મ પામવા અને પાળવા માટે લાયક બની શકતા નથી. જો ધર્મ પામવો હોય અને બરાબર પાળવો હોય તો દુઃખ વેઠવાની તૈયારી પહેલી જોઈશે. ધર્મ પામવા અને પાળવા માટે પાપ પ્રત્યે નફરત જોઈએ, પાપનો, પાપપ્રવૃત્તિનો પારાવાર ડર જોઈએ. જેટલો સાપનો ડર હોય તેના કરતાં વધારે ડર જો પાપનો હોય તો ધર્મ કરી શકાય. ઘણાખરામાં આજે આ ડર દેખાતો નથી. સાપ કરડશે તો મરી જવાશે. આ વાત પર શ્રદ્ધા છે અને પાપ કરીએ તો દુર્ગતિમાં જવાશે, દુઃખી થવાશે - આ વાત પર શ્રદ્ધા નથી. તેથી મજેથી પાપ કરાય છે. Page #155 -------------------------------------------------------------------------- ________________ ૧૩૬ ૧ – આગમ જાણો ! 136 જેની મનઃસ્થિતિ એવી હોય કે ગમે તે પરિસ્થિતિ આવે તો પણ મારે વિષયોને આધીન નથી થવું, નિંદા કે ચોરી નથી કરવી. જે પણ પાપસ્થાનકો છે તે મારે નથી સેવવાં. ચાલુ જીવનમાં ગમે તેટલાં કષ્ટ વેઠવાં પડે તો વેઠી લેવાં છે, પણ મારે પાપ તો નથી જ કરવું તે પાપભીરુ-અવદ્યભીરુ કહેવાય. અવદ્ય એટલે જ પાપ. સંસ્કૃત ભાષામાં પાપ માટેનો બીજો શબ્દ “અવદ્ય” છે. એનું પ્રાકૃત રૂપ “અવજ્જ થાય છે. ભીરુ એટલે ડરનારો, એટલે પાપથી જે ડરે તે અવદ્યભીરુ, પાપભીરુ કહેવાય. પાપભીરુને સતત પાપનો ડર હોય, મારાથી ક્યાંય એક પાપ ન થઈ જાય એની એને ચિંતા હોય. તે હિંસા, જુઠ, ચોરી, મૈથુન, પરિગ્રહ, ક્રોધ, માન, માયા, લોભ, રાગ-દ્વેષ, જુગુપ્સા, કલહ, અભ્યાખ્યાન, પૈશુન્ય, રતિ, અરતિ, પર પરિવાદ, માયા-મૃષાવાદ કે મિથ્યાત્વ - આવાં જે જે પાપો છે, તેમાંથી કોઈપણ પાપ મારાથી ન થઈ જાય, એવો જેને ભય હોય, તે પાપભીરું કહેવાય. આવા પાપભીરુંને જ્યારે પાપ કરવાનો અવસર આવે ત્યારે સંસારી જીવ જેટલો સાપથી ડરે તેના કરતાં તે વધારે પાપથી ડરે. પાપ કરતાં પહેલાં હૈયું કંપતું હોય, કરતી વખતે હાથ ને હૈયું, બંને કંપતાં હોય અને કર્યા પછી પાપના પશ્ચાતાપનો પારાવાર ભાર હોય, તે રસપૂર્વક ક્યારેય પાપ ન કરી શકે. કારણ કે એને પાપ, પાપ લાગે છે. એના જીવનમાં પાપપ્રવૃત્તિ ન હોય તેમ ન બને, પણ પાપ પ્રવૃત્તિ તેને ગમે તેમ તો ન જ હોય. એના જીવનમાં જ્યારે જ્યારે મોહનો હુમલો આવે ત્યારે કષાયો એને ખેંચીને જાય. પાપ કરાવનાર કર્મ તેને ઘસડીને લઈ જાય છતાં એ પરિસ્થિતિમાં ય એના રોમેરોમમાં પાપ પ્રત્યે સતત ધૃણા અને તિરસ્કાર જીવંત હોય છે. માટે જ “વંદિત્તા સૂત્રોમાં સમ્યગ્દષ્ટિ માટે કહ્યું, 'सम्मदिट्ठि जीवो, जइ वि हु पावं समायरे किं चि । अप्पोसि होइ बंधो, जेण न निद्धंधसं कुणइ ।।१।।' સમ્યગ્દષ્ટિ જીવ પહેલાં તો પાપ કરે જ નહિ અને જો કદાચ કરવું જ પડે તો તેમાંથી જેટલું ઓછામાં ઓછું થાય તેટલું જ કરે અને તે સ્થિતિમાં તે નિર્બસ પરિણામવાળો ન હોય.' Page #156 -------------------------------------------------------------------------- ________________ ૧૩૭ – ૭ઃ ગુણસંપત્તિ વિના આગમનો ભાવ હાથ નહીં લાગે - 7 – 137 ચાલે, એ તો એમ જ હોય. સંસારમાં બેઠા એટલે આ બધું તો કરવું જ પડે, બહુ ઝીણું ન જોવાય' - એવો કોઈ ભાવ એના હૈયામાં ન હોય. માટે તેને તે નિમિત્તે જે પણ પાપબંધ થાય તે અલ્પ થાય. માટે જ કહ્યું કે – એને અલ્પ કર્મબંધ થાય.' દૃષ્ટિ ફરી જાય ત્યારે સુબાહુકુમાર જેના હૈયામાં પાપનો ભય પેદા થાય એની મનઃસ્થિતિ કેવી હોય, તે સમજવા શાસ્ત્રના પાને નોંધાયેલો સુબાહુકુમારનો પ્રસંગ પણ વિચારવા જેવો છે. ૫૦૦ પત્નીની વચ્ચે જીવનાર મહાભોગી એવા પણ સુબાહુકુમારને જ્યારે વૈરાગ્ય પેદા થયો ત્યારે દીક્ષા માટે મા પાસે અનુમતિ માંગી. ઘણી ચર્ચાના અંતે છેલ્લે જ્યારે માએ કહ્યું કે, “દીકરા ! બીજી બધી વાત તો ઠીક પણ તારા વગર તારી આ ૫૦૦ સ્ત્રીઓનું શું થશે ? તારા સહારે તો એમણે પોતાની આખી જિંદગી વિતાવવાની છે. તું જ ચાલ્યો જાય તો તારા વગર એમનું થશે શું ?' એના જવાબમાં સુબાહકુમારે પોતાની માતાને કહ્યું કે, “મા ! જે ઘરમાં એક નાગણ નીકળી હોય તે ઘરમાં નિરાંતે ઉંઘ આવે ખરી ?' માએ જ્યારે “ના” કહી ત્યારે સુબાહુકુમારે કહ્યું કે, “તો મા ! જે ઘરમાં પ00-100 નાગણો વસતી હોય તે ઘરમાં નિરાંતે કેમ રહેવાય ?' આ દષ્ટિ બદલાઈ. થોડી ક્ષણો પહેલાં પ00નાં સાનિધ્યમાં દેવી સુખો લાગતાં હતાં અને થોડી ક્ષણો પછી દૃષ્ટિ બદલાઈ, સંવેગ પ્રગટ્યો અને પાપનો ડર તીવ્ર બન્યો. એમાંથી આ ઉદ્ગારો નીકળ્યા. સ્ત્રી માટે વપરાયેલા આ શબ્દોમાં સ્ત્રીનો વિરોધ નથી પણ વસ્તુસ્થિતિથી પુરુષ માટે સ્ત્રી રાગરૂપ વિષનું કારણ બને છે માટે આમ કહ્યું છે. એ જ રીતે સ્ત્રી માટે પુરુષ પણ કાળો નાગ છે. જે સ્ત્રીનાં હૃદયમાં આવો વિવેક, વિરાગ અને પાપનો ડર લાગે તેને રાગનું પાત્ર પુરુષ પણ કાળોતરા નાગ જેવો જ લાગે. જેને પાપનું સ્વરૂપ, પાપનાં નિમિત્તા અને પાપનાં પરિણામોનો બરાબર ખ્યાલ આવે તેને સતત પાપનો ડર લાગે, એના મનમાં સતત પાપનો ભય રહે. એક પંડિતજી મળ્યા હતા. પૈસાની વાત આવે. એટલે કહે કે “મહારાજ Page #157 -------------------------------------------------------------------------- ________________ ૧૩૮ - ૧ - આગમ જાણો ! – 138 સાહેબ, આ તો મહાભય છે.” આખી વાતનો સાર એ છે કે જેના હૈયામાં પાપનો, પાપનાં નિમિત્તાનો, પાપની પ્રવૃત્તિનો અને પાપની વૃત્તિનો સતત ભય હોય તે આ સાંભળવા લાયક છે. જેઓને પાપ પાપ નથી લાગતું – જેની નજર સામે પાપનું પરિણામ નથી આવતું, તેનામાં ધર્મ પામવાની કે પાળવાની લાયકાત પ્રગટતી નથી. જેણે આ સૂયગડાંગ સૂત્રના અધ્યયનની સાચી લાયકાત પામવી હોય તેણે પાપનાં સ્વરૂપનું અને તેનાં પરિણામોનું રોજ ચિંતન કરીને હૃદયમાં પાપનો ડર પેદા કરવો જોઈશે, પાપ છોડવું પડશે. મોટે ભાગે જીવો દુઃખથી બચવા અને દુન્યવી સુખને પામવા પાપ કરતા હોય છે. જે પોતાના જીવનમાંથી દુઃખનો ડર અને દુન્યવી સુખની ભૂખ ઉપર વિજય મેળવી શકે છે, તે જ પાપથી બચી શકે છે. જે પાપનાં પરિણામોનો સાચો વિચાર કરી શકે છે તેના હૈયામાં જ પાપનો સાચો ડર પેદા થાય છે. સુખની સામગ્રી મળતી હોય, તેમાં ખેંચાયો કે ગમો થયો તો પાપમાં લઈ જશે. “દશવૈકાલિક' આગમમાં કહ્યું છે – 'जे अ कंते पिए भोए, लद्धे वि पिट्ठी कुबइ ।' કાંત અને પ્રિય ભોગ મળતાં હોય તો પણ પીઠ ફેરવી લેવી.' સભા: ખરેખર પાપભીરુ તો સમ્યગ્દષ્ટિ જ હોય ને ? જે સમ્યગ્દષ્ટિ હોય તે તો પાપભીરુ હોય જ. પરંતુ જે સમ્યગ્દષ્ટિ ન હોય તે પાપભીરુ ન જ હોય તેવું નથી. જે અપુનબંધક બન્યો હોય, આગળ વધીને જે માર્ગાભિમુખ, માર્ગપતિત કે માર્ગાનુસારી બન્યો હોય, આ બધા જ જીવો પાપભીરુ હોય છે. માટે જ અપુનબંધકની ઓળખ આપતાં કહ્યું કે – “પાપ નવિ તીવ્રભાવે કરે' આ ભૂમિકાના જીવો પાપ ન જ કરે, એ શક્ય નથી. પણ એ જ્યારે પણ પાપ કરે ત્યારે રસપૂર્વક, કર્તવ્ય માનીને ક્યારેય ન કરે. કારણ કે તેઓ પાપભીરુ Page #158 -------------------------------------------------------------------------- ________________ ૭ : ગુણસંપત્તિ વિના આગમનો ભાવ હાથ નહીં લાગે – 7 હોય છે. આમ બનવાનું મુખ્ય કારણ તેઓને ભવ પ્રત્યે-સંસાર પ્રત્યે બહુમાનભાવ, આદરભાવ હોતો નથી. ‘યોગશતક’ મહાગ્રંથનું ‘ન નન્નુનન્નદ્ ભવં વોર' આ વચન એની સાખ પૂરે છે. ૧૩૯ આ જ વાતને પૂજ્ય ઉપાધ્યાયજી મહારાજે ‘જેહને નવિ ભવ રાગ રે’ - એમ કહીને ધર્મની પ્રાથમિક ભૂમિકાને સ્પષ્ટ કરી આપી છે. 139 ભવરાગ એટલે અંદરનાં રાગ-દ્વેષ પ્રત્યેનો રાગ, કષાયોનો રાગ, વિષયોનો રાગ, વિષય-કષાયની સામગ્રી ઉપરનો રાગ, સંસારની વૃત્તિ-પ્રવૃત્તિ ઉપરનો રાગ, આ બધો ભવરાગ છે. સભા : સંસારનો રાગ કહ્યો એટલે બધુ આવી ન ગયું ? ૧૦૦માં ૯૯ આવી જાય. પણ બાળકને સમજાવવું હોય તો એક-એક વસ્તુ છુટી પાડી-પાડીને કહેવું પડે. સીધું ૧૦૦ કહી દે તો ન ચાલે. જ્ઞાનીઓ તો આપણી સવાઈ મા છે, નહિ તો માત્ર ‘સંવિજ્ઞ' કહ્યું હોત તો પણ ચાલત. પણ દરેક કક્ષાના સાધકો પોતાની કક્ષાને બરાબર સમજી શકે તે માટે તેઓએ પણ એક-એક વસ્તુ જુદી પાડીને બતાવી છે. ગણધર ભગવંતો તો મૂળ સૂત્રોની જ રચના કરે છે. તે આપણા જેવા અલ્પબોધવાળા જીવો સીધેસીધું સમજી શકતા નથી. માટે પછી પછીના મહાપુરુષોએ એના ઉપર નિર્યુક્તિ, ભાષ્ય, ચૂર્ણિ અને ટીકાઓ બનાવીને પણ પૂર્વાચાર્યોએ સાધક આત્માને બોધ આપ્યો છે. આ રીતે છૂટું કરી કરીને વસ્તુ સમજાવાય છે. તે આપણે સમજી શકીએ તે માટે. ટુંકમાં : દિન-પ્રતિદિન સંસારથી છુટીએ અને મોક્ષની તીવ્ર અભિલાષા પ્રગટે તેનું નામ સંવેગ અને પાપનો જેને ડર હોય તે પાપભીરુ. ભવનો ભય જેને લાગ્યો હોય તે ભવભીરુ કહેવાય. એવો ભવભીરુ એ સુખભીરુ ને પાપભીરુ બંનેમાં આવે. ૫ ગથનો - અસ્તબ્ધ : અકડાયી વગરનો, વિનીત, જે વિનયવાળો હોય. એટલે કે નમ્ર હોય તે જ આગમ-અધ્યયન માટે અધિકારી છે. જેના જીવનમાં માનકષાય હોય તે જ્ઞાનનો કે જ્ઞાનીનો, શ્રુતનો કે શ્રુતદાતાનો વિનય કરી શકતો નથી અને વિનય વિના જ્ઞાનની પ્રાપ્તિ પણ Page #159 -------------------------------------------------------------------------- ________________ ૧૪૦ ૧ – આગમ જાણો ! - 140 થતી નથી અને બાહ્યદૃષ્ટિએ જ્ઞાન પ્રાપ્ત થઈ પણ જાય તો પણ તે પરિણામ પણ પામતું નથી. એટલે કે આત્મવિકાસમાં સહાયક બની શકતું નથી. જે કોઈ સાધક માનકષાય ઉપર વિજય મેળવીને નમ્રતા ગુણને આત્મસાત્ કરે છે, તે જ્ઞાન અને જ્ઞાનીનો, શ્રત અને શ્રુતદાતાનો સમ્યગુ રીતે વિનય કરી શકે છે અને એ વિનય દ્વારા જ એ પોતાના આત્માને શ્રત માટે અધિકારી બનાવે છે. વિનય ગુણ પ્રગટ્યા વિના જ્ઞાનાચારની સમ્યગુ આરાધના થઈ શકતી નથી અને જ્ઞાનાચારની સમ્યમ્ આરાધના કર્યા વિના મોહનીય કર્મના ક્ષયોપશમ સાથેનો જ્ઞાનાવરણીય કર્મનો ક્ષયોપશમ થતો નથી અને આવો ક્ષયોપશમ સાધ્યા વિના જ્ઞાન ક્યારેય સમ્યક પ્રકારે પરિણામ પામતું નથી. આપણે જો આપણે આત્મકલ્યાણ કરવું હોય એ માટે સમ્યક કૃતની, આગમ બોધની પ્રાપ્તિ કરવી હોય તો તે માટે “વિનયગુણ આત્મસાત્ કરવો અત્યંત જરૂરી છે અને “વિનયગુણને આત્મસાત્ કરવા માટે અકડાઈ-અહંકાર દૂર કરવો ખાસ જરૂરી છે. જે કોઈ અહંકાર, અકડાઈ, અભિમાનને દૂર કરીને નમ્ર બને છે, તે જ આગમની વાચના વગેરે માટે અધિકારી બને છે અને એ રીતે અધિકારી બનીને જે આગમનું અધ્યયન વગેરે કરે છે, તેને જ આગમ વચનો પરિણામ પામે છે અને એ દ્વારા એ આત્મકલ્યાણના પંથે આગળ વધી શકે છે. એક અગત્યની સ્પષ્ટતા : અહીં એક વાત સ્પષ્ટ કરી લઉં કે, જે નિર્યુક્તિની ગાથાઓના આધારે બે દિવસથી પ્રવચન કરીએ છીએ તેમાં અને તે ગાથાઓ જે વિશેષાવશ્યક ભાષ્યમાં પણ ૩૪૧૦ અને ૩૪૧૧ના ક્રમે આવે છે, તેમાં આ પાંચમા ગુણ તરીકે અને બારમા ગુણ તરીકે બેય જગ્યાએ “ગઢા” એવો પાઠ છે. બેય જગ્યાએ એક સરખો પાઠ કેવી રીતે હોઈ શકે ? એ અંગે તપાસ કરતાં એ પાઠ જ્યાં જ્યાં મળ્યો ત્યાં દરેક સ્થળે ‘સો એવો જ પાઠ મળ્યો છે અને ટીકામાં પણ ક્યાંય આ અંગે સ્પષ્ટતા મારા જોવામાં આવી નથી. એટલે અહીં પાંચમા ગુણ તરીકે બહુ વિચાર કરતાં ‘થો’ એવો પાઠ હોવાની સંભાવના મને જણાઈ છે. તેથી અહીં અથદ્ધો-વિનીત એવો પાઠ સમજીને આપણે અહીં આ વર્ણન કર્યું છે અને “અસ” ગુણનું વર્ણન ૧૨મા ગુણ તરીકે આગળ કરશું. Page #160 -------------------------------------------------------------------------- ________________ ૧૪૧ - ૭ ગુણસંપત્તિ વિના આગમનો ભાવ હાથ નહીં લાગે - 7 - 141 ભવિષ્યમાં આ અંગે કાંઈપણ વિશેષ સ્પષ્ટતા થશે તો તે મુજબ વિચારશું. આટલી સ્પષ્ટતા કર્યા બાદ હવે આપણે છઠ્ઠો “વંતો' ક્ષમાવાન ગુણની વિચારણા કરવી છે. – વંતો - ક્ષાંત-ક્ષમાવાન : જેણે ક્રોધ, માન, માયા અને લોભ - એમ ચારેય કષાયોને જીત્યા હોય, શાંત કર્યા હોય, શમાવ્યા હોય, તેને “ક્ષાંત” કહેવાય. ક્ષાંતને જ પ્રાકૃત ભાષામાં ખંતો કહેવાય છે. ક્ષાંત, ખંતો એટલે જ ક્ષમાવાનું. ખમી ખાય છે. ક્ષમા રાખે છે. જ્યાં સુધી કષાયોનું તોફાન ચાલુ હોય ત્યાં સુધી મન અશાંત હોય છે. અશાંત મનમાં આગમાદિ શાસ્ત્રોનું પ્રતિબિંબ ઝીલાતું નથી અને એનાથી થવો જોઈતો આત્મલાભ થતો નથી. એટલા જ માટે જેણે પણ આગમ-અધ્યયન કરવું હોય, તેણે પોતાના કષાયોને ઓળખીને કષાયોને જીતવા જરૂરી બને છે. કષાયો મનને સંક્ષુબ્ધ કર્યા વગર રહે નહિ. પાણી નિર્મળ ને શાંત હોય તો ચહેરો જેવો હોય તેવો દેખાય. પણ તેમાં કચરો પડ્યો હોય, પાણી હાલતું હોય કે ઉકળતું હોય તો ચહેરો ન દેખાય. તેમ ચિત્તવૃત્તિ શાંત હોય તો જ તેમાં શ્રુતનું, આત્માદિ તત્ત્વોનું યથાર્થ પ્રતિબિંબ ઝીલાય. કષાયોના કારણે ચિત્તવૃત્તિ જો અશાંત હોય, ડહોળાયેલી કે સંક્ષુબ્ધ હોય તો આત્મદર્શન, તત્ત્વદર્શન ન થાય. આગમનું અધ્યયન પણ તેવા ચિત્તથી ન થાય. જેણે આત્મદર્શન કરવું હોય, આગમનું અધ્યયન કરવું હોય, તેણે ચિત્તને શાંત-નિર્મળ અને અસંક્ષુબ્ધ બનાવવું જોઈએ. કષાયો સત્તામાં ન હોય કે ઉદયમાં જ ન આવે એ બહુ ઉપરની કક્ષાની વાત છે. એ કક્ષામાં પહોંચ્યા પછી શાસ્ત્રશ્રવણ કે અધ્યયન કરવાનું રહેતું જ નથી. આ વાત તો તે કક્ષાની છે કે સત્તામાં રહેલા કષાયો જ્યારે ઉદયમાં આવે ત્યારે પણ તે નિમ્રભાવ રહે, એ પોતાનો પ્રભાવ બતાવી ન શકે અને ચિત્તવૃત્તિને ડહોળી ન શકે કે કલુષિત ન કરી શકે એવી સ્થિતિનું નિર્માણ કરવાનું છે. જે આવી સ્થિતિનું નિર્માણ કરી શકે, તે શાંત કહેવાય અને તે આગમ-અધ્યયનાદિ માટે અધિકારી બની શકે. એટલે આપણી અત્યારે જે વાત છે તે કષાયની અસરથી મુક્ત રહેવાની વાત છે. કષાય ઉદયમાં હોવા છતાં તે પોતાનું કામ ન કરી શકે તેવી સ્થિતિમાં રહેવાનું છે. Page #161 -------------------------------------------------------------------------- ________________ ૧ આગમ જાણો ! કુતરો તમારો હોય તો પણ તે તમારા કાબૂમાં હોવો જોઈએ, પાળેલો હોવો જોઈએ. તમે કહો ‘બેસ !’ તો બેસી જાય અને તમે કહો કે, ‘ઉઠ !' તો ઉઠે એવો જોઈએ. પૂરું નિયંત્રણ. એ સ્થિતિ અહીં કષાયો માટે જોઈએ. ઉદયમાં આવેલા કષાયો ઉ૫૨ પણ એવું નિયંત્રણ જોઈએ કે એનો જ્યારે જે રીતે ઉપયોગ કરવો હોય ત્યારે થઈ શકે. બાકી એ એમને એમ નિષ્ક્રિય-નિષ્પ્રભાવી બનીને રહે. જો એવું ન બને તો આ આગમ પરિણામ નહિં પામે ! મનમાં ક્રોધાદિ કષાયોનો ધમધમાટ ચાલતો હોય તો આ આગમના શબ્દો અસર શું કરે ? ક્રોધવૃત્તિમાનવૃત્તિ-માયાવૃત્તિ-લોભવૃત્તિ અંદર ધમધમાટ કરતી હોય તો આ આગમ અસર શું કરે ? પછી કષાયોનું વ્યાખ્યાન સંભળાય, અમારું ન સંભળાય. ત્યાં ક્યાં ગયું હતું તમારું માન ? ૧૪૨ ... સભા : મોભાનું અભિમાન તો હોવું જોઈએ ને ? જ આ તમારો મોભો ? ઘરમાં-બજારમાં ક્યાંય નથી ને અહીં જ જમાવવો છે ? જ્ઞાની ભગવંતોએ કહ્યું છે • વિંધાણો સૂઈના અગ્રભાગે, માન તિહાં કિહાં રહીઓ ?' એકેન્દ્રિયાદિ અવસ્થામાં તીક્ષ્ણ સોય આદિ શસ્ત્રોથી છેદાયા ભેદાયા ત્યારે માન ક્યાં ગયું હતું ? 142 જેમની પાસે અભિમાન કરવા જેવું ઘણું હતું, તેમણે જરાય અભિમાન ન કર્યું અને જેની પાસે કાંઈ નથી એમને અભિમાન કરવું છે અને પાછું સ્વાભિમાનના નામે એને પંપાળીને એની પૂજા કરવી છે, આવી માનસિકતા ધરાવનાર આત્માઓનું કલ્યાણ શી રીતે થાય ? એ જ રીતે ક્રોધ, લોભ માટે પણ સમજી લેવું. ‘ખંતો' શબ્દથી મુખ્યત્વે ક્રોધ અને ઉપલક્ષણથી બાકીના ત્રણેય કષાયોને જીતવાની વાત કરી. એ વાત કર્યા પછી હવે આપણે ઈન્દ્રિયદમનની વાત કરવી છે. વંતો - દાંત-ઈન્દ્રિયોનું દમન કરનાર : ક્ષાંત પછી સાતમા નંબરમાં દાંત આવે છે. જેણે પોતાની ઈન્દ્રિયોને દમન કરેલી, પોતાના નિયંત્રણમાં રાખેલી હોય. ક્યારેય મર્યાદા બહારનાં વિષયોમાં એની ઈન્દ્રિયો ન જાય. તેવું જ તેનું ઘડતર કર્યું હોય કે જે તેમને સંતપ્ત ન કરે, Page #162 -------------------------------------------------------------------------- ________________ ૭ : ગુણસંપત્તિ વિના આગમનો ભાવ હાથ નહીં લાગે – 7 સાધનામાં અસ્થિર ન કરે. પછી ગમે તેવું સંગીત ચાલતું હોય, તે તેના કાનને ખેંચી ન શકે, ચલાયમાન કરી ન શકે. ગમે તેવું રૂપ કે દશ્ય આવે તોપણ તેની આંખ ત્યાં ન જાય. બાજુમાં જ વાનગીની સુવાસ આવતી હોય તો પણ તે તેના નાકને આકર્ષી ન શકે, ચળાવી ન શકે. સારામાં સારી વાનગી હોય તો પણ તેને હલાવી ન શકે. ગમે તેવા સ્પર્શ પણ તેને છળી ન શકે. ગમે તેવા વિષયોનાં નિમિત્તો મળે તો પણ તેની ઈન્દ્રિયો તે સમયે સંયમિત રહે, કાબૂમાં ૨હે તો જ તે જ્ઞાનની સાથે, આગમ વચનો સાથે જોડાણ કરી શકે. ભગવાનનાં વેણ એમને એમ ચાલ્યા ન જાય તે માટે ગમે તેવું શિલ્પ-સ્થાપત્ય-રૂપવાન વ્યક્તિ કે ગમે તેવી સજાવટ આજુબાજુમાં હોય તો પણ એનું મન તો શ્રુતસાધનામાં જ લીન હોય. જેનું મન અને ઈન્દ્રિયો બીજે ક્યાંય ન જાય તેની જ ઈન્દ્રિયો દાંત છે એમ સમજવું. ૧૪૩ wc - શાસ્ત્રમાં કહ્યું છે - વિગઈ પ્રતિબદ્ધને આગમ ન ભણાવાય. એટલે કે જે હંમેશાં વિગઈઓ આરોગે છે, વિગઈઓમાં જે આસક્ત છે, એવી વ્યક્તિને આગમનું જ્ઞાન ન અપાય. આ સાંભળીને કોઈને થાય કે મારે આગમ મેળવવા છે તો આ વિગઈ છોડી દઉં અને ગુર્વજ્ઞાથી એ વિગઈ છોડી દે, તો તેને જ્ઞાન અપાય. 143 આ સામાન્ય નિયમ છે. એમાં કોઈ સાધક વિશેષ માટે આપવાદિક નિયમ પણ છે. ગીતાર્થ ગુરુને લાગે કે આ સાધક વિશિષ્ટ કોટિની જ્ઞાન પાત્રતા ધરાવે છે અને એને જે રીતે જ્ઞાનારાધના કરાવવી છે, તેમાં એનું શરીરાદિ બંધારણ જોઈ ચોક્કસ સમય માટે ચોક્કસ વિગઈઓ આપવી જરૂરી લાગે, તો તે ગીતાર્થ ગુરુ એને એ મુજબ વિગઈઓ લેવાની રજા પણ આપે. પણ એ રજા આરાધના-સાધનાના ઉદ્દેશથી સંયમ સાધક શરીરને ટકાવવા ખાતર જ લેવાની છે, પરંતુ ઈન્દ્રિયો કે રસનાને પોસવા માટે લેવાની નથી. આ વાત ધ્યાનમાં હોવી જોઈએ. ઈન્દ્રિયોના આવેગોને જીતવા માટે બે પ્રકારનો તપ છે ઃ ઈન્દ્રિયોને નિયંત્રિત રાખવા માટે ઈન્દ્રિયોના આવેગો ન પ્રગટે તેનું ખાસ ધ્યાન રાખવું જરૂરી છે. ઈન્દ્રિયોના આવેગો બે રીતે પ્રગટે છે. માનસિક વિકારોમાંથી અને શારીરિક વિકારોમાંથી. ઈન્દ્રિયોની ભૂખનું તર્પણ કરવામાં જ સુખ છે એવા ભ્રામક સંસ્કારો જ્યાં સુધી મનમાં પડેલા હોય છે ત્યાં સુધી ઈન્દ્રિયોના આવેગો પ્રગટતા રહે છે. Page #163 -------------------------------------------------------------------------- ________________ ૧ આગમ જાણો ! એનાથી બચવા માનસિક સંસ્કારોનું પરિવર્તન કરવું જરૂરી છે. જે તત્ત્વશ્રવણ અને તત્ત્વચિંતન દ્વારા શક્ય બને છે. વધુમાં પ્રાયશ્ચિત્ત, વિનય, વૈયાવચ્ચ, સ્વાધ્યાય, ધ્યાન અને કાયોત્સર્ગરૂપ અત્યંતર તપની સાધના ઉપકારક બની શકે છે. ૧૪૪ જ્યારે શારીરિક વિકારોમાંથી પ્રગટતા ઈન્દ્રિયોના આવેગોને રોકવા, અનશન, ઊણોદરી, વિગઈ ત્યાગ, વૃત્તિસંક્ષેપ, કાયક્લેશ અને સંલીનતા આદિ બાહ્ય તપોનો સહારો લેવો અત્યંત જરૂરી છે. તેના દ્વારા શરીરની વિકૃતિમાંથી જન્મતા ઈન્દ્રિયોના આવેગને અંકુશમાં લઈ શકાય છે. જે કોઈ સાધક આ રીતે બાહ્ય-અત્યંતર તપ દ્વારા ઈન્દ્રિયોના આવેગોને અંકુશમાં રાખી ‘દાંત' બને છે, તે આ મહાન આગમના અધ્યયનાદિ માટે સુયોગ્ય બની શકે છે. ૮ - ગુત્તો - ગુપ્ત-ગુપ્તિમાન : આઠમા નંબરે ગુપ્ત : જેણે પોતાના મન, વચન, કાયાના યોગોને પોતાના નિયંત્રણમાં રાખ્યા હોય તે ગુપ્ત-ગુપ્તિમાન કહેવાય. મનગુપ્તિ, વચનગુપ્તિ અને કાયગુપ્તિ એમ ત્રણ ગુપ્તિનાં નામ તો તમે સાંભળ્યાં જ છે. આ ત્રણેય ગુપ્તિનું વર્ણન ‘યોગશાસ્ત્ર'માં સુંદર શૈલીમાં કરાયું છે. ત્યાં ‘મનોગુપ્તિ’નું વર્ણન કરતાં લખ્યું છે કે 144 - “જ્યારે મન કલ્પનાજાળથી મુક્ત હોય, સમત્વમાં સારી રીતે સ્થિર થયેલ હોય અને આત્મભાવમાં લીન હોય ત્યારે મનની તેવી સ્થિતિને ‘મનોગુપ્તિ' કહેવાય છે.” તે પછી ‘વચનગુપ્તિ’નું વર્ણન કરતાં જણાવ્યું છે કે 'હાથ-પગ કે મુખ વગેરેના ઈશારાઓનો ત્યાગ કરીને જે મૌનનું આલંબન લેવાય તે સ્થિતિને અથવા તો વાણીના સંવરને ‘વચનગુપ્તિ’ કહેવાય છે.’ અને ‘કાયગુપ્તિ’નું સ્વરૂપ વર્ણવતાં કહ્યું કે, ‘કાયોત્સર્ગના પ્રસંગે, કોઈપણ પ્રકારનો ઉપસર્ગ થવા છતાં Page #164 -------------------------------------------------------------------------- ________________ ૧૪૫ – ૭ ગુણસંપત્તિ વિના આગમનો ભાવ હાથ નહીં લાગે -7 – 145 પણ શરીરની સ્થિરતા રાખવી તે “કાયગુપ્તિ કહેવાય છે.” કાયગુપ્તિ' અંગે વિશેષ વાત જણાવતાં એમ પણ કહ્યું કે, “સૂવું, આસન મૂકવું-લેવું, ચાલવું વગેરે ક્રિયાઓમાં કાયાના હલન-ચલનને નિયંત્રિત રાખવું તેને પણ ‘કાયગુપ્તિ' કહેવાય છે.' આ દરેક વાતનો સાર એ થયો કે જેનું મન પણ પોતાના નિયંત્રણમાં હોય, જેનું વચન પણ પોતાના નિયંત્રણમાં હોય અને જેની કાયા પણ પોતાના નિયંત્રણમાં હોય, તે ગુપ્તિમાન કહેવાય. અહીં ધ્યાન એટલું જ રાખવાનું કે પોતાના નિયંત્રણમાં એટલે કે જિનાજ્ઞાને અનુસરીને પોતાના નિયંત્રણમાં હોય તો જ તે તાત્ત્વિક રીતે “ગુપ્તિ' છે. કેમ કે અભવી, દુર્ભવી જેવી કક્ષાના આત્માઓ પૌદ્ગલિક સુખની ઈચ્છાથી ઊંચામાં ઊંચી કોટિનું બાહ્ય ચારિત્ર પાળે છે. આચારની દૃષ્ટિએ નિરતિચાર કક્ષાનું એ ચારિત્ર હોય છે. છતાં એ ચારિત્ર જિનાજ્ઞાને અનુસરતું ન હોવાથી તત્ત્વતઃ ચારિત્ર જ નથી. તેથી એમનું ગુપ્તિ પાલન પણ વાસ્તવિક ગુપ્તિરૂપ નથી જ. જેના મન, વચન, કાયાના યોગ પોતાના નિયંત્રણમાં ન હોય તેને સામાન્ય કક્ષાની શ્રુતસાધના કરવી પણ મુશ્કેલ પડે તો વિશેષ પ્રકારની શ્રુતસાધના તે શી રીતે કરી શકે ? માટે જ કહ્યું કે આ આગમ-અધ્યયન કરવા અધિકારી બનવું હોય તો જીવનને ગુપ્તિવાળું બનાવવું જોઈએ. જે કોઈ પોતાના મન, વચન, કાયાના યોગોને જીતીને ગુપ્તિમાન બને તે આ આગમનું અધ્યયન વગેરે કરવા અધિકારી ગણાય. ગઈકાલના પ્રવચનમાં આપણે પ્રિયધર્મ-૧ અને દઢધર્મી-૨, એમ બે ગુણોની વિચારણા કરી અને આજે આપણે સંવિગ્ન-૩ પાપભીરું-૪, અશઠ-૫, ક્ષાંત-ક્ષમાવાન-૬, દાંત-ઈન્દ્રિયનું દમન કરનાર-૭ અને ગુપ્ત-ગુપ્તિમાન-૮ એમ બીજા છ ગુણોની વિચારણા કરી. કુલ-આઠ ગુણોની વિચારણા કર્યા પછી હવે પંદરમાંથી બાકીના સાત ગુણોની વિચારણા કાલે કરવાની ભાવના છે. આ દરેક ગુણો પ્રત્યે અનુરાગ કેળવીને એ ગુણોને આત્મસાત્ કરવાનો પ્રયત્ન કરશો તો જરૂર આગમ-શ્રવણ માટેની યોગ્યતા પ્રગટશે. Page #165 -------------------------------------------------------------------------- ________________ શ્રી સૂયગડાંગ આગમ બહુમાન ગીત (રાગ : મૈયા.... હો.... ગંગા મૈયા) દિવો... હો... આગમ દીવો. દીવો... હો આગમ દીવો. હડકશ્રી વીરજીએ દીધો આ આગમ દીવો, શ્રી દુપ્પસહસૂરિ સુધી ચિરંજીવો.. હો ચિરંજીવો. આં. પ્રભુ મહાવીરે કેવળ લીધું, ગૌતમ આદિને જ્ઞાન જ દીધું, પાવાપુરી જિહાં, સંઘ સ્થાપ્યો તિહાં, શ્રુત-સરિતા વહેણને વહેતું કર્યું. ૧ બે ઘડીમાં રચે ચૌદ પૂર્વ, દ્વાદશાંગ રચે અપૂર્વ, સવિ ગણધર દેવો, દીએ આગમ દીવો, અજ્ઞાન ભવોનું જે દૂર કરે. ૨ એમાં બીજું છે સૂયગડાંગ, સોહમ જંબૂને કહે એ અંગ, હવે જાગો વત્સ! જાણો બંધન સમસ્ત!તોડી અસ્ત કરી દો ભવ-બંધનનો. ૩ એમાં ભાખ્યો છે દર્શનવાદ, “ધર્મ' નામે અધર્મોના વાદ, એને દૂર કરી, સત્ય દર્શન વરી, ભવસાગર તરી લેજો પલકમાંહી. ૪ બંધન-મુક્તિ અપાવે આ ગ્રંથ, એનો ભાવ સુણાવે નિગ્રંથ, ગુણ-કીર્તિયશ, સૂરિ ચરણવશ, મુનિ રત્નશ સુણે હરખ ધરી. ૫ Page #166 -------------------------------------------------------------------------- ________________ ૮ - અયોગ્યતાને ખંખેર્યા વિના થોથવા ન પ્રગટે, 8 - વિ. સં. ૨૦૫૮, અષાઢ વદ-પ્ર.૯, શુક્રવાર, તા. ૨-૮-૦૨, સાચોરી ભવન, પાલીતાણા • મિથ્યામતોની ચુંગાલથી છોડાવે છે સમકિત : • માત્ર સાંભળ્યું કામનું નહિં, સાંભળેલું હૈયે સ્પર્શે એ જ કામનું • એ જ્ઞાન પણ ભારરૂપ: • બધું કરવા દોડી ન જાવ, થોડું પણ ખંતથી કરો : • પૃચ્છના અને ટહુકાનો ભેદ સમજો ! • કેટલાનાં શરણ ગ્રહ્યાં. ન રહ્યું એક અરિહંતનું : • રાજકુળમાં પાંચ ધાવમાતા: જિનરાજકુળમાં આઠ પ્રવચનમાતા : વિષયઃ ભૂલ સુધારે તે ભગવાન બને. આજ સુધી આપણે મેરુ જેટલા ઓઘા લીધા તો આગમ શ્રવણ-અધ્યયન કેટલીવાર કર્યું હશે ? છતાં કલ્યાણ કેમ ન થયું ? આગમને મેળવવાની યોગ્યતા કેળવ્યા વિના જ એનું અધ્યયનાદિ કર્યું હતું માટે ! હવે એ ભૂલ કરવી નથી. મહામુશ્કેલીથી આગમ-વારસો મળ્યો છે, તેને આરાધી લેવો છે. એ માટે યોગ્ય બનવું છે. અયોગ્યતાને કાયા વિના યોગ્ય બનાતું નથી માટે પહેલાં અયોગ્યતાને ખંખેરીને કાઢવી છે. આ ઉદ્દેશથી કરાતા ગુણવર્ણનમાં અહીં - આ પ્રવચનમાં નવમાથી પંદરમા ગુણોનું વર્ણન કરાયું છે. એ ગુણોનાં નામ છે : ૯ - સ્થિરવ્રત, ૧૦ – જિતેન્દ્રિય, ૧૧ - ઋજુ, ૧૨ - અશઠ, ૧૩ - તુલા સમાન, ૧૪ - સમિત અને ૧૫ - સાધુ સંગતિરત. આ વર્ણન વાચ્યા બાદ એને મેળવવાનો પુરુષાર્થ શરૂ થાય તો આગમ-અધ્યયનની યોગ્યતા પણ ખીલવા લાગે. પ્રવચનનું પ્રતિબિંબ * સમગ્ર સાધનાનો પાયો જો કોઈ હોય તો તે સમ્યકત્વ છે. એ કેવળ સાંભળવાથી કલ્યાણ નથી થતું પણ સાંભળીને, સમજવાથી અને સમજીને જીવનમાં એ ગુણોને કેળવવાથી જ કલ્યાણ થાય છે. * જેનામાં સ્થિરતા નથી તે સાધનામાં આગળ વધી શકતો નથી. ઈન્દ્રિયદમન તત્કાળ પૂરતો લાભ આપી શકે પણ સ્થાયી લાભ પામવા માટે તો ઈન્દ્રિયજય કરવો જરૂરી બને છે. Page #167 -------------------------------------------------------------------------- ________________ પ્રવચન-સ્રોત ‘વ્રુત્ત્વિજ્ઞ તિાિ, સંઘાં રિનાળિયા किमाह बंधणं वीरो, किं वा जाणं तिउट्टइ ।। १ ।। ' ‘શ્રી સુધર્માસ્વામી : બોધ પામ ! બંધનને ચારે બાજુથી જાણ ! બંધનને તોડી નાંખ ! શ્રી જંબૂસ્વામી : પ્રભુ વીરે કોને બંધન કહ્યું છે, શું જાણીને એને તોડી શકાય છે ?' 'पियधम्मो धम्मो संविग्गो જડવનમીત્ત ગલઢો [ અથદ્ધો] ય। 'खतो दंतो 'गुत्तो थिरव्वय जिइंदिओ उज्जू ।। ३४१० ।। १२ असढो "तुलासमाणो જસમિઓ તદ્દ “સાદૂસંાફરો ય । गुणसंपओववीओ, जुग्गो सेसो अजुग्गो य । । ३४११ । । ' ‘પ્રિયધર્મી-૧, દૃઢધર્મી-૨, સંવિજ્ઞ-૩, પાપભીરુ-૪, અશઠ-૫ (નમ્ર-પ ?) ક્ષમાવાન-૬, ઈન્દ્રિયોનું દમન કરનાર-૭, ગુપ્તિમાન-૮, સ્થિર વ્રતવાળો-૯, જિતેન્દ્રિય-૧૦, સરળ-૧૧, અશઠ-૧૨ તુલા સમાન ૧૩, સમિતિવાળો-૧૪ સાધુ સંગતિમાં રક્ત-૧૫ આ ગુણસંપત્તિવાળો આત્મા આગમશાસ્ત્રોના અધ્યયન માટે યોગ્ય છે, બાકીના અયોગ્ય છે.’ - Page #168 -------------------------------------------------------------------------- ________________ ૮: અયોગ્યતાને ખંખેર્યા વિના યોગ્યતા ન પ્રગટે અનંત ઉપકારી, ચરમતીર્થપતિ, શ્રમણ ભગવાન શ્રી મહાવીર પરમાત્માના શાસનના પરમાર્થને પામેલા પંચમ ગણધર ભગવંત શ્રીસુધર્માસ્વામી મહારાજાએ પરમાત્માના પાવન મુખેથી ત્રિપદીનું શ્રવણ કરીને અન્ય દશ ગણધર ભગવંતોની જેમ દ્વાદશાંગીની રચના કરી. જેને પરમાત્મા મહાવીરદેવે પોતાની કેવલ્યદૃષ્ટિથી પ્રમાણિત કરી. જે દ્વાદશાંગી ઉપર પરમાત્માની નિર્મળ બનેલી કેવળજ્ઞાન અને કેવળદર્શનની દૃષ્ટિ પડી છે તે પૈકીના બીજા શ્રીસૂયગડાંગ સૂત્રના ભાવોને સમજાવવા માટે ચતુર્દશ પૂર્વધર શ્રી ભદ્રબાહુસ્વામી મહારાજાએ “નિર્યુક્તિ ગ્રંથની રચના કરી, તો પ્રાચીન મહાપુરુષે “ચૂર્ણિ' ગ્રંથની રચના કરી અને પૂજ્યપાદ આચાર્ય શ્રી શીલાંકસૂરિ મહારાજાએ વૃત્તિની રચના કરી. મિથ્યામતોની ચુંગાલથી છોડાવે છે સમકિત : આ આગમ અતિ મહિમાવંત છે, મિથ્યાત્વનો નાશ કરવા સામર્થ્યશાળી છે. મિથ્યાત્વનાં પડળોને વિખેરવાનું આગવું સ્થાન ધરાવે છે. વિવિધ કુમતોને મૂળમાંથી ઉખેડી નાંખવાનું સામર્થ્ય ધરાવે છે. સમગ્ર સાધનાનો પાયો જો કોઈ હોય તો તે સમ્યકત્વ છે. તે સમ્યક્ત્વ પામવા માટે મિથ્યાત્વનાં મૂળિયાં બાળવાં, ઊખેડવાં, અતિઅનિવાર્ય છે. આ મિથ્યાત્વ મિથ્યામતો ઉપર નભે છે માટે મિથ્યામતનાં એક એક મૂળિયાંને ઓળખી-ઓળખાવીને એની ઝેરી અસરથી જગતના જીવોને અને સાધના જીવનમાં પ્રવેશ કરેલા સાધકોને પણ બચાવવા જરૂરી છે. આ મિથ્યામતોને ઓળખાવીને જગતના જીવોને અને સાધના જીવનમાં પ્રવેશ કરનાર સાધકોને મિથ્યાત્વથી બચાવવાનું, એના મિથ્યાત્વને Page #169 -------------------------------------------------------------------------- ________________ ૧૫૦ આગમ જાણો ! ખતમ કરવાનું કામ ત્રણલોકના નાથે જે કર્યું છે, તેનું બયાન અહિં આપવામાં આવ્યું છે. ૧ 150 અનાદિકાળથી મિથ્યામત અને મિથ્યામતની વાસનાઓ કબજો જમાવીને બેઠી છે. આપણે પણ અત્યાર સુધી જિનરાજનો માર્ગ જોયો, જાણ્યો કે માણ્યો નથી. કારણ કે મિથ્યાત્વના કાતિલ ઝેરનો પ્રભાવ આપણા આત્માના એક એક પ્રદેશ ઉપર ફેલાઈ ગયો છે. આપણા આત્મહિતનો ઘાત સૌથી વધારે જો કોઈએ કર્યો હોય તો તે આ મિથ્યાદર્શનોએ કર્યો છે. તેથી એક એક મિથ્યાદર્શનોને, તે તે મિથ્યાદર્શનના મિથ્યાસિદ્ધાંતો અને મિથ્યાઆચારોને ઓળખીને અને એની ઝેરીલી અસરોને બરાબર પીછાણીને એ મિથ્યામતો, મિથ્યામતોના એ મિથ્યા સિદ્ધાંતો અને મિથ્યાઆચારોથી, મિથ્યાઅસરોથી છૂટવું અનિવાર્ય છે. એ માટે તેની ચુંગાલને ઓળખવી અનિવાર્ય છે. એ મિથ્યાત્વની ચુંગાલને ઓળખી, તેમાંથી બહાર અવાય તો જ સમકિતને, સમ્યગ્દર્શનને સમજવું, ઓળખવું કે આરાધવું શક્ય બને. એ વિના સમકિતને-સમ્યગ્દર્શનને ઓળખવું કે, આરાધવું કે તે માટે ધર્મનગરીમાં પ્રવેશ કરવો એ સામાન્ય માણસનું ગજુ નથી. માત્ર સાંભળ્યું કામનું નહિં, સાંભળેલું હેયે સ્પર્શે એ જ કામનું : ધર્મનગરીમાં પ્રવેશ ક૨વા માટે ચોક્કસ ક્ષમતા જોઈએ - લાયકાત જોઈએ અને એ માટે અદ્ભુત કોટીની ગુણસમૃદ્ધિ જોઈએ. જેનામાં ગુણસમૃદ્ધિ હોય તે જ પ્રવેશ કરી શકે છે. જેની પાસે ગુણસમૃદ્ધિ નથી તે ધર્મનગરીમાં પ્રવેશ કરી શકતો નથી. આ ગુણસમૃદ્ધિ કેવી જોઈએ ? અહિંયા જે લખ્યું છે તે સાંભળતાં દ્વિધા થાય તેવું છે. આ સાંભળીને આ બધુ આપણામાં ક્યારે આવશે ? ક્યારે ધર્મનગરીમાં પહોંચાશે ? એમ વિચાર કરી હતાશ થવાની જરૂર નથી. એની સાથોસાથ, જેમ સાંભળીએ છીએ તેમ સાંભળીશું તોય બધું આવડી જશે, ખબર પડી જશે, એવા ભ્રમમાં રહેવાની જરૂર પણ નથી. અખાભગતે લખ્યું છે કે - ‘સુણી સુણીને ફુટ્યા કાન, તોય ન લાધ્યું બ્રહ્મજ્ઞાન.’ કેવળ સાંભળવાથી કલ્યાણ નથી થતું પણ સાંભળીને, સમજવાથી અને સમજીને જીવનમાં એ ગુણોને કેળવવાથી જ કલ્યાણ થાય છે. આ શ્રી સૂયગડાંગ સૂત્રમાં કહેવાયેલી વિવિધ વાતો સાંભળીને થશે કે રજુઆત સારી છે, તર્કો સુંદર છે, ઉક્તિઓ પણ સારી છે, પણ જો એ તમારા Page #170 -------------------------------------------------------------------------- ________________ ૮ : અયોગ્યતાને ખંખેર્યા વિના યોગ્યતા ન પ્રગટે - 8 હૈયાને, તમારા આત્માને સ્પર્શશે નહિં તો આ બધું ખાલી સાંભળેલું પણ નકામું છે. ૧૫૧ - આ બધું તમે આજે જ સાંભળો છો એવું નથી. આ પૂર્વે પણ અનેકવાર સાંભળ્યું હશે ! માત્ર સાંભળ્યું હશે એમ નહિ પણ એનું અધ્યયન પણ કર્યું હશે ! માત્ર એનું અધ્યયન જ કર્યું હશે એમ નહિ, પણ એનું અધ્યાપન પણ કરાવ્યું હશે ! આગળ વધીને કહું તો આ બધું જે આજે સાંભળો છો તે માત્ર અમારા જેવા કે અમારાથી પણ અધિક એવા આચાર્યો પાસે જ સાંભળ્યું હશે એમ નહિ પણ સાક્ષાત્ તીર્થંકર ભગવંતના પાવન મુખે પણ સાંભળ્યું હશે. છતાં મોહ ન ઓળખાયો, મિથ્યામતો ન ઓળખાયા, મિથ્યામતોના મિથ્યાસિદ્ધાંતો અને મિથ્યાઆચારો ન ઓળખાયા. ‘સુણ્યા હશે, પૂજ્યાં હશે, નિરખ્યાં હશે પ્રભુ કો ક્ષણે, હે જગતબંધુ ચિત્તમાં ધાર્યા, નહિં ભક્તિપણે.' M એમાંથી ઊભું થતું મિથ્યાત્વ ન ઓળખાયું. એનાથી થતું આત્માનું અહિત ન સમજાયું, એનાથી થતો આત્મઘાત કે ભાવપ્રાણોનો વિનાશ ન સમજાયો. કારણ કે જે પણ સાંભળ્યું, ભણ્યું કે ભણાવ્યું તે ગુણસંપત્તિ પામ્યા વિના, એને પામવાનું લક્ષ્ય કેળવ્યા વિના, એને પામવાનો પ્રયત્ન કર્યા વિના, માટે જ આ આગમાદિ સાંભળી ભણી-ભણાવીને જે પરિણામ આવવું જોઈએ, તે ન આવ્યું. તમે પણ ઘણીવાર પ્રભુની સ્તુતિ કરતાં બોલો છો ને કે - ‘હે ભગવંત ! આપ જ્યારે સમવસરણમાં બિરાજીને ધર્મદેશના આપતા હશો, ત્યારે મેં સાક્ષાત્ આપને સાંભળ્યા હશે, પૂજ્યા હશે અને નિરખ્યા પણ હશે, આમ છતાં પ્રભુ મેં આપને નિઃસ્વાર્થભાવે ભક્તિપૂર્વક હૃદયમાં સ્થાપન ન કર્યા.' 151 તેથી જ આપની વાતો મારા મનને, બુદ્ધિને ન સ્પર્શી. બુદ્ધિને ન સ્પર્શી એટલે હૈયાને ન સ્પર્શી. તેથી જ તેના પ્રત્યે રુચિ ન જાગી. મેં એ બધું સાંભળ્યું પણ ન સાંભળ્યું કર્યું. તેથી એનાથી દૂર રહ્યો. પરિણામે મારું ભવભ્રમણ અકબંધ રહ્યું. દુઃખના ભાજનરૂપ સંસારમાં મારાં જન્મ-મરણો ચાલ્યાં જ કર્યાં. Page #171 -------------------------------------------------------------------------- ________________ ૧૫૨ ૧ - આગમ જાણો ! એ જ્ઞાન પણ ભારરૂપ : અચરમાવર્તમાં આપણે દ્વાદશાંગીનો ય અભ્યાસ કર્યો. એકવાર નહિં અનંતીવાર આપણે અગિયાર અંગ ભણ્યા... ત્યારબાદ બારમું દૃષ્ટિવાદ આવે. તેમાં નવ-નવ પૂર્વનું જ્ઞાન મેળવ્યું. આટલું ભણવા છતાં આપણે અજ્ઞાની જ રહ્યા. કોરા ધાક્કોર રહ્યા. ચૌદ પૂર્વધર મહર્ષિએ ખૂબ જ માર્મિક રીતે આપણી પરિસ્થિતિને ઓળખાવવા દૃષ્ટાંત આપ્યું છે. 152 'जहा खरो चंदणभारवाही, भारस्स भागी न हु चंदणस्स । एवं खु नाणी चरणेन हीणो, नाणस्स भागी न हु सुग्गइए ।।' ‘ચંદનના ભારને ઉપાડનારો ગધેડો ચંદનના ભારતો ભાગી બન્યો પણ ચંદનને કે ચંદનથી મળતા સુખને ન પામી શક્યો. કારણ કે તે પામવાની તેનામાં લાયકાત ન હતી. તેમ આત્મપરિણતિરૂપ ચારિત્રને નહિ પામેલો જ્ઞાની પણ કેવળ શાબ્દિક જ્ઞાનનો જ સ્વામી બને છે, પરંતુ તે જ્ઞાનના ફળરૂપ સદ્ગતિનો સ્વામી બની શકતો નથી.' તેમ આપણે ગુણવૈભવ પામીને લાયકાત કેળવ્યા વિના આગમો વાંચીભણીને માત્ર મગજ ઉપર બોજો વધાર્યો, પણ એની આધ્યાત્મિક અસરો, આધ્યાત્મિક લાભો ન પામી શક્યા. આ સમજ્યા પછી હવે જો આપણે ગુણવૈભવ મેળવીને આ સૂયગડાંગ વાંચીએ કે સાંભળીએ તો જ લાભદાયી થાય. હજુ આપણા આત્મા ઉપર મિથ્યાત્વની છાયા ઘેરી છે, તેથી અવગુણ જેવા કઠવા જોઈએ તે કઠતા નથી અને ગુણો જે રીતે ગમવા જોઈએ તે રીતે ગમતા નથી. માટે જ અવગુણોને કાઢવાનો ને ગુણો મેળવવાનો પ્રયત્ન જેવો થવો જોઈએ, તેવો થતો નથી. હવે આપણે અવગુણો-દોષો કાઢીને ગુણો મેળવવાનો પ્રયત્ન કરવાનો છે. આ મહાન આગમનું અધ્યયનાદિ કરવા જે પંદર ગુણોની સંપત્તિ પામવી જરૂરી છે, તે પૈકીના પ્રિયધર્મી-૧, દૃઢધર્મી-૨, સંવિજ્ઞ-૩, પાપભીરુ-૪, અશઠ-૫, ક્ષમાવાન-૬, દાંત, ઈન્દ્રિયોનું દમન કરનાર-૭ અને ગુપ્ત, Page #172 -------------------------------------------------------------------------- ________________ ૮ : અયોગ્યતાને ખંખેર્યા વિના યોગ્યતા ન પ્રગટે – 8 ગુપ્તિમાન-૮ : આ આઠ ગુણોની વિચારણા આ પૂર્વેનાં બે પ્રવચનોમાં આપણે કરી ગયા. આજે હવે નવમા ‘સ્થિરવ્રત’ ગુણથી આગળ વધીને પંદ૨મા-છેલ્લા ‘સાધુ સંગતિરક્ત’ ગુણ સુધીનું વર્ણન કરવું છે. તે હવે શરૂ કરીએ. હવે વાત કરવી છે સ્વૈર્યની. ૧૫૩ ― ૯ - થિરવય - સ્થિરવ્રત : પોતે સ્વીકારેલાં વ્રતો-મહાવ્રતોના પરિણામોમાં-પાલનમાં જે સ્થિર હોય તેને સ્થિરવ્રત કહેવાય છે. વ્રતો-મહાવ્રતો સ્વીકાર્યા પછી ગમે તેવા સંયોગો સર્જાય, તે પ્રતિકૂળ ઉપસર્ગરૂપ હોય કે અનુકૂળ ઉપસર્ગરૂપ હોય, તે દરેક વચ્ચે જે સ્થિરચિત્તે સ્વીકારેલાં વ્રતો-મહાવ્રતોને બરાબર પાળે, એમાં ક્યાંય આઘોપાછો ન થાય, તેને સ્થિરવ્રત કહેવાય છે. જે આવો સ્થિરવ્રતી હોય તે જ આગમાદિ ગ્રંથોના અધ્યયનાદિનો અધિકારી બની શકે છે. વ્રતોની સ્થિરતાનો મુખ્યત્વે આધાર મનોવૃત્તિની દૃઢતા ઉપર રહે છે. જેનું મન સ્થિર હોય છે, અસ્થિર નથી હોતું તે જ વ્રતોમાં સ્થિર રહી શકે છે. 153 મનની અસ્થિરતામાં મોટે ભાગે અનુકૂળતાને મેળવવાની અને પ્રતિકૂળતાથી બચવાની વૃત્તિ કામ કરે છે. જે અનુકૂળતા-પ્રતિકૂળતા પ્રત્યે સમત્ત્વ કેળવી શકે છે, તેને માટે સ્થિરચિત્ત-સ્થિરવ્રત બનવું સહેલું છે. જેના જીવનમાં નાના-મોટા વ્યવહારોમાં-વિચારોમાં સ્થિરતા હોય, તેને પણ વ્રતોમાં સ્થિરતા કેળવવા પ્રયત્ન કરવો પડે છે, તો જેના જીવનમાં સામાન્ય વ્યવહારોમાં,વિચારોમાં પણ સ્થિરતા ન હોય તે વ્રતોમાં સ્થિર શી રીતે બની શકે ? જેનાં જીવનમાં સ્થિરતા ન હોય તે આ પામી ન શકે. સ્વભાવમાં સ્થિરતા જોઈએ. જેનામાં સ્થિરતા નથી તે સાધનામાં આગળ વધી શકતો નથી. આજે જ્ઞાનનો વિચાર કરે, કાલે ક્રિયાનો વિચાર કરે. આજે તપનો વિચાર કરે તો કાલે જાત્રાનો વિચાર કરે. આજે જાત્રાનો વિચાર કરે તો કાલે વૈયાવચ્ચનો વિચાર કરે. આને સ્થિરતા ન કહેવાય. બધું કરવા દોડી ન જાવ, થોડું પણ ખંતથી કરો : જેમ ભૂમિમાંથી પાણી મેળવવા માટે સો-બસ્સો જગ્યાએ દશ, વીશ, દશ, Page #173 -------------------------------------------------------------------------- ________________ ૧ - આગમ જાણો ! જ વીશ ફૂટ ખોદવાથી પાણી ન મળે પણ કોઈ ચોક્કસ એક જ જગ્યાએ સો, બસ્સો ફૂટ ખોદવામાં આવે તો જરૂર પાણી મળે; તેમ સાધના જીવનમાં પણ વારંવાર યોગો બદલવાથી પરિણામ ન આવે, પણ કોઈ એક ગીતાર્થ ગુરુના માર્ગદર્શન મુજબ તેઓશ્રીએ દર્શાવેલ પોતાની ભૂમિકાને અનુરૂપ એવા ચોક્કસ યોગ, યોગોમાં સ્થિરતાપૂર્વક પુરુષાર્થ કરવાથી પરિણામ આવે. ૧૫૪ યાદ કરો, માસતુષ મુનિને કે, જેઓ રોજ સવારથી સાંજ સુધી દરેક પોરિસીમાં એક જ કામ કરતા. ‘મા રુષ અને મા તુષ' ગોખવાનું અને એના અર્થથી આત્માને ભાવિત કરવાનો. રાતનો પહેલો ને છેલ્લો પ્રહર, દિવસનો પહેલો, બીજો પ્રહર અને છેલ્લો પ્રહ૨, આ રીતે રોજના પાંચ-પાંચ પ્રહર એટલે લગભગ ૧૫ કલાક ‘મા રુષ ને મા તુષ’ ગોખતા અને તે પણ એક-બે દિવસ નહિં, ૧૫-૩૦ દિવસ નહિં પણ બાર-બાર વર્ષ સુધી ગોખવાનું. કેવી સ્થિરતા હશે, એમની ? આ સ્થિતિમાં આપણે કેટલા દિવસ ટકી શકીએ ? આવા સમયે તમે ગુરુને શું કહો ? ‘સાહેબ ! આ એકનું એક આમ કેટલા દિવસ ગોખ્યા કરવાનું ?’ આપ પણ જુવો જ છો કે, જરાય ચડતું નથી. બીજું કાંઈક આપો. એકની એક વસ્તુમાં મન ટકવું જોઈએ ને ? આપ મારી પ્રગતિ કરાવો. આમાં તો મારી પ્રગતિ રૂંધાય છે. આપ મને બીજું કાંઈ કરવા દેતા નથી, આમાં કાંઈ મારાથી આગળ વધાતું નથી. હવે તો જીવન રુંધાય છે. બીજું કાંઈક આપો તો સંતોષ થાય; હતાશા ન આવે, કાંઈક વૈવિધ્ય મળે. થોડું ભક્તિનું કામ, થોડું વૈયાવચ્ચનું કામ, થોડીવાર નવકારવાળી, આવું કાંઈક ગોઠવી આપો તો મન સ્થિર રહે.’ મનની આવી પરિસ્થિતિ એ સ્થિરતા નથી. આવી અસ્થિરતાથી કલ્યાણ ન થઈ શકે. સ્થિરતા કેળવવા ગીતાર્થને શરણે જવું પડે. પોતાનો આત્મા એમને સોંપવો પડે. તે કહે કે, ‘આટલા-આટલા યોગો, આ રીતે સાધવાના છે' તો તે શ્રદ્ધાપૂર્વક સ્વીકારવું પડે. જે રીતે કહ્યું હોય તે જ રીતે થવું જોઈએ. ગોખવામાં સ્થિરતા જોઈએ, પૂજામાં સ્થિરતા જોઈએ, દર્શનમાં સ્થિરતા જોઈએ. જ્યારે જે કરવાનું હોય તેમાં પૂરેપૂરી સ્થિરતા જોઈએ. આ તો વ્યાખ્યાનમાં આવ્યા ને સ્નાત્રનું પ્લાનિંગ, સ્નાત્રમાં આવ્યા ને એકાસણાનું પ્લાનિંગ. બીજી જ પ્રવૃત્તિ મનમાં ઘુમ્યા કરે તો લાભ ન થાય. 154 કોઈપણ અનુષ્ઠાન પ્રણિધાન આદિ પાંચ આશયોપૂર્વક કરવાનું છે. તેમાં પ્રણિધાન અને પ્રવૃત્તિની વાત આવે છે. આ પ્રવૃત્તિમાં જે ક્રિયાનો પ્રારંભ કર્યો Page #174 -------------------------------------------------------------------------- ________________ ૧૫૫ – ૮ઃ અયોગ્યતાને ખંખેર્યા વિના યોગ્યતા ન પ્રગટે – 8 – 155 તેનો ઉપયોગ તેમાં જ જોઈએ. પછીની કે પહેલાંની પ્રવૃત્તિમાં પણ નહિ. આજુબાજુ શું બને છે તેમાં પણ નહિ, માત્ર અહીં. આ રીતે થાય તો જ પ્રવૃત્તિ નામનો આશય આવે અને એમાંથી આગળ વધીને સિદ્ધિ થાય. વ્યાખ્યાનમાં કે વાચનામાં બેઠા હો, ત્યારે ધર્મોપદેશક દ્વારા જે પીરસાય તેનું એકાગ્રતાથી શ્રવણ થવું જોઈએ. તળેટી જાવ તો તળેટીની સેવા-યાત્રા પણ એકાગ્રતાથી, પૂજા કરો તો તે વખતે પૂજાના જ વિચાર. “જે વખતે જે કાર્ય ચાલતું હોય તે જલ્દી પતાવો તો બીજો યોગ સધાય.' - તેવો વિચાર પણ ન કરાય. બીજી પ્રવૃત્તિમાં મન રમ્યા કરે તો પહેલી પ્રવૃત્તિ બળી જાય. જે ક્રિયાનો પ્રારંભ કર્યો તેમાં જ ઉપયોગ રહે તો જ “પ્રવૃત્તિ' નામનો આશય સચવાય. આજુબાજુ શું ચાલે છે તેમાં પણ ઉપયોગ નહિ. માત્ર જે કરો છો તેમાં જ ઉપયોગ જોઈએ. હીરાનો વેપારી હિરાનું એસોર્ટિગ કરે, ત્યારે કેટલી એકાગ્રતા ? સંસારનો રસીયો નાટક - સિનેમા કે પિક્ચર જોવે ત્યારે તેમાં કેવી એકાગ્રતા હોય ? રૂપિયાની થપ્પી ગણતા કેવી ઉપયોગશીલતા હોય ? રૂપિયાની મોટી થપ્પી હોય ને તે ગણતા વચમાં કોઈ વિચાર આવે અને ભૂલ થઈ લાગે તો શું કરો ? ફરી ગણો કે નહિ ? એમાં ક્યારેય કંટાળો આવ્યો ? એમાં ક્યારેય મન બીજે ગયું ? અને નવકારવાળી ગણવાનો વારો આવે ત્યારે ? તો એ ગણતાં ગણતાં ઝોકાં આવે અને હાથમાંથી નવકારવાળી પડી પણ જાય, મન બીજે ભમવા પણ જાય. પણ રૂપિયા ગણતાં આવું ક્યારેય ન બને. ત્યાં જેવી સ્થિરતા હોય છે, તેવી સ્થિરતા ધર્મની એક એક પ્રવૃત્તિમાં હોવી જોઈએ, સ્વીકારેલા નિયમો, અભિગ્રહો, વ્રતો અને મહાવ્રતોના અણિશુદ્ધ પાલનની હોવી જોઈએ. પોતે સ્વીકારેલાં વ્રતોમાં સ્થિરતા આવ્યા પછી કોઈપણ યોગ હોય, પછી તે સ્વાધ્યાય હોય કે વ્યાખ્યાન હોય, વાચના હોય કે પૃચ્છના હોય, પરાવર્તનાઅનુપ્રેક્ષા હોય કે અભ્યાસદશાની ધ્યાનની સાધના હોય, એ દરેકમાં અપાર આનંદની અનુભૂતિ થશે અને જેવો આત્મવિકાસ સાધવો હોય તેવો સાધી શકાશે. જીવનમાં સ્વીકારેલ, વ્રતોમાં જો બરાબર સ્થિરતા પ્રગટી જાય તો પછી તે વાચના લેતાં પણ તેના શબ્દોમાં, શબ્દોના અર્થમાં-મર્મમાં, રહસ્યાર્થમાં, તેના ઊંડાણમાં, અંતરંગ ધ્વનિમાં, બધામાં આંતરિક જોડાણ થશે. ઈન્દ્રિય, શરીર, Page #175 -------------------------------------------------------------------------- ________________ ૧૫૬ - ૧ - આગમ જાણો ! - 156 કષાય આદિમાં મન હોય તો આ સ્થિરતા ન આવે, માટે જ ક્ષાંત, દાંત, ગુપ્તા કહ્યા બાદ આ ધૈર્ય ગુણ કહ્યો છે. બીજી રીતે વિચારીએ તો જેનાં વ્રતોમાં સ્થિરતા પ્રગટે તે પોતાના ગુણસ્થાનકમાં બરાબર સ્થિર રહી શકે. તેથી તેનું ચિત્ત પણ બરાબર સ્થિર રહી શકે. આવો સાધક ગુરુના સાંનિધ્યમાં રહી જ્યારે આગમની વાચના સ્વીકારે ત્યારે તે એકચિત્તે આગમના એક એક શબ્દને અને તેના અર્થને આત્મસ્થ કરી શકે અને સાચા અર્થમાં પરિણમાવી શકે. આમ દરેક રીતે વિચારતાં આગમ શ્રવણ માટે આ સ્થિરવ્રત ગુણ અત્યંત આવશ્યક બને છે. અહીં બીજા ગુણમાં “દઢધર્મી' જણાવ્યું અને “સ્થિરવ્રત' જણાવ્યું, એ બેમાં શું ફેર ? એવો પ્રશ્ન થઈ શકે છે. પરંતુ થોડો ઊંડાણથી વિચાર કરીએ તો તેનું સમાધાન મળી રહે તેમ છે. દઢધર્મીની જે વાત કરી તેમાં મુખ્યતા શ્રદ્ધા, સમ્યગ્દર્શનની છે. જ્યારે સ્થિરવ્રતમાં ગ્રહણ કરેલાં વ્રતો, મહાવ્રતોની બાબતમાં દઢતા રાખવાની વાત છે. એટલે આ બે વાતો સરખી દેખાતી હોવા છતાં જુદી જુદી છે, એ સમજાશે. હવે તે પછી દશમાં ગુણ તરીકે જિતેન્દ્રિય ગુણનું વર્ણન કરાયું છે, તે જોઈએ. ૧૦ - નિતિ - જિતેન્દ્રિય : જેણે પોતાની પાંચેય ઈન્દ્રિયોને બરાબર જીતી લીધી હોય તે જિતેન્દ્રિય કહેવાય. આગમ વાચના માટે માત્ર ઈન્દ્રિયદમન પર્યાપ્ત નથી. એ માટે ઈન્દ્રિયજય પણ અતિઆવશ્યક છે. કારણ કે દમન કરેલી ઈન્દ્રિયો ફરી ઉછાળો મારીને સાધકને જ્ઞાનાદિ સાધનાથી ગમે ત્યારે પટકી શકે છે. પણ જો ઈન્દ્રિયોને જીતી લેવાય તો પછી એ ડર રહેતો નથી. ઈન્દ્રિયદમન તત્કાળ પૂરતો લાભ આપી શકે પણ સ્થાયી લાભ પામવા માટે તો ઈન્દ્રિયજય કરવો જરૂરી બને છે. ચોક્કસ પ્રયત્નોથી મર્યાદિત સમય માટે ઈન્દ્રિયોને નિયંત્રણમાં રાખવી, ઈન્દ્રિયોને પોતાના વિષયમાં ન જવા દેવી તે ઈન્દ્રિયદમન છે અને સદા માટે ઈન્દ્રિયોને એવી રીતે મહાત કરવી કે તે ક્યારેય અપ્રશસ્ત વિષયોમાં જાય જ Page #176 -------------------------------------------------------------------------- ________________ ૧૫૭ – ૮ : અયોગ્યતાને ખંખેર્યા વિના યોગ્યતા ન પ્રગટે - 8 - 157 નહિ. આવી પરિસ્થિતિનું નિર્માણ કરવું તે ઈન્દ્રિયજય છે. આવો ઈન્દ્રિયજય જેણે કર્યો હોય તે જિતેન્દ્રિય કહેવાય છે. આગમ વાચના માટે ઈન્દ્રિયદમનથી આગળ વધીને ઈન્દ્રિયજય અતિઆવશ્યક છે. ઈન્દ્રિયદમન દ્વારા પ્રાપ્ત થતું દાંતપણું પ્રાથમિક ભૂમિકા છે. જ્યારે ઈન્દ્રિયના જયથી પ્રાપ્ત થતું જિતેન્દ્રિયપણું ઉપરની ભૂમિકા છે પણ એ હદ સુધી જીતેલી હોવી જોઈએ કે સાધકને લેશ પણ મુશ્કેલી ઉભી ન કરે. ઈન્દ્રિયો જો જીતાયેલી ન હોય તો તે સાધનામાં સંક્ષુબ્ધતા ઉભી કરે છે, માટે ઈન્દ્રિયોને જીતવી અતિઆવશ્યક છે. ઈન્દ્રિયોને જીત્યા પછી સંયમમાં, સ્વાધ્યાય આદિ યોગોમાં સાધકને જે સ્થિરતા પ્રાપ્ત થાય છે, તેના યોગે તે સૂત્રઅર્થની વાચના, પૃચ્છના, પરાવર્તના, અનુપ્રેક્ષા અને ધર્મકથા સમ્યક પ્રકારે સમુચિત રીતે કરી શકે છે. પૃચ્છના અને ટહુકાનો ભેદ સમજો ! જે પણ વાચના લે તેમાં તે સ્થિરતાપૂર્વક - એકાગ્રતાપૂર્વક સમજવાનો પ્રયત્ન કરે. ન સમજાય ત્યાં જરા પણ લઘુતાનો અનુભવ કર્યા વિના વિનમ્ર બનીને વિધિપૂર્વક પૃચ્છા કરે. સભા સાહેબ ! પૃચ્છનાની પણ વિધિ હોય ? હા, પૃચ્છનાની પણ વિધિ છે. જ્યારે પૂછવાનો અવસર આવે ત્યારે વિનયના પરિપાલનપૂર્વક પૂછાય તે જ પૃચ્છના છે. શ્રી ભગવતીજી સૂત્રમાં શ્રી ગૌતમસ્વામીજી મહારાજાનું વર્ણન આવે છે. પચ્ચાસ હજાર કેવળીના ગુરુ એવા તેઓ પોતાના ગુરુદેવ એવા ભગવાનને જ્યારે પણ પૃચ્છના કરતા ત્યારે બે હાથ જોડી, આવર્ત કરી, મસ્તક ઉપર અંજલિ લગાડી, “અંતે, ભગવન્, ભદંત.” આવા સંબોધન કરીને પછી પૂછવાની રજા લઈને પૂછતા. મનમાં આવ્યું અને પૂછી નાંખ્યું – એવું ન હતું. પૂછવાની રીત, શૈલી, પદ્ધતિ પણ અનંત-અનંત કર્મનિર્જરા સાધી આપે તેવી છે. માટે તો એનો નંબર સ્વાધ્યાય નામના અત્યંતર તપમાં કરવામાં આવ્યો છે. કાંક્ષા મોહનીય વગેરે કર્મોની નિર્જરા પૃચ્છનાથી થાય છે અને એથી સમ્યગ્દર્શન નિર્મળ બને છે. જે ઈન્દ્રિયોને જીતે ને અંતર્મુખ થઈને, એકાકાર બનીને ઉપયોગની સ્થિરતાપૂર્વક પૃચ્છા કરે તો લોકોને પણ થાય કે અનુપમ પૃચ્છા કરી. બાકી Page #177 -------------------------------------------------------------------------- ________________ ૧૫૮ - ૧ – આગમ જાણો ! – - 158 ટહુકો કર્યો – મનમાં આવ્યું ને પૂછી લીધું તે પૃચ્છા નથી. ભગવાને અમને તો એમ કહ્યું છે કે – શ્રોતા ભલે ગમે તે રીતે પૂછે, તમે અકળાશો નહિ, તમે તો એને શાંતિથી જવાબ આપજો. અજ્ઞાન છે, અબુધ છે. અજ્ઞાનતાવશ ગમે તેમ અવિનયથી પણ પૂછી બેસે, તો તમે એને ઉતારી નહિ પાડતા. એને એની વાત કે શંકા વ્યવસ્થિત પૂછતાં ન આવડે તો તમે એને ગોઠવી આપજો. એને સમજાવજો કે આમ પૂછાય, આમ ન પૂછાય અને તે પછી તેને સમાધાન મળે તે રીતે ઉત્તર આપજો. આ જ સૂયગડાંગમાં આગળ “ગ્રંથ' નામના અધ્યયનમાં આ વાત આવે છે. મારા પરમતારક ગુરુદેવે આ જ રીતે બધાને સમાવ્યાં છે. પણ એ કહેતાં કે સરોવરનું પાણી પીવાની બધાને છૂટ છે પણ ડહોળવાની કોઈને છૂટ નથી. ખંભાતમાં એકવાર પરમતારક ગુરુદેવ વાચના આપતા હતા. ત્યારે તેને શ્રવણ કરતાં સાધુ-સાધ્વી ગણના હૃદયમાં સંવેગ અને નિર્વેદના ભાવોની છોળો ઉછળતી હતી. એ દરમ્યાન એક મહાત્માએ ચાલુ વિષયને છોડીને, બધાની ભાવધારા તૂટે એ રીતે, આડેધડ પ્રશ્નો પૂછવા માંડ્યા. પૃચ્છાની રીત અને પૃચ્છાનો વિષય બન્નેય પ્રસંગાનુરૂપ ન હતા. જેને લઈને અનેકના હૃદયમાં સંક્ષોભ ઉભો થયો. શ્રોતાગણના સંવેગ-નિર્વેદના ભાવો ડહોળાયા. ત્યારે પરમતારક ગુરુદેવશ્રીએ તેમને રોકીને કહ્યું, “પહેલાં એક દૃષ્ટાંત સાંભળ અને પછી જે પૂછવું હોય તે પૂછજે.” એક ગામની બહાર એક સરોવર હતું. જ્યાં બધાં જ પશુઓ નિર્મળ-શીતળ પાણી પીવા આવતા. હવે એ ગામમાં એક પાડો હતો. તેને એવી કુટેવ કે જ્યારે બધા પશુઓ એ શાંત-નિર્મળ જળ પીવા આવે ત્યારે જ એ અંદર પડતો અને અંદર એવો ઘૂમતો, એવો ઘૂમતો કે સરોવરના તળીએ બેઠેલો બધો કાદવ ઉપર આવતો અને બધું જ જળ ડહોળાઈ જતું. જેથી બિચારાં બધાં પશુઓ થાકીને પાણી પીધા વગર ચાલ્યા જતાં.' આ દૃષ્ટાંત સાંભળીને તે મહાત્મા ઉપર અસર થઈ ને સુધર્યા. વાચના કે વ્યાખ્યાનમાં ન સમજાય કે વિશેષ સમજવા માટે શ્રોતાને પૂછવાનો અવશ્ય અધિકાર છે પણ પૂછવામાં અવિનય ન થાય, અન્ય શ્રોતાને અંતરાય ન થાય, પૂછવાની રીતભાતમાં આછકલાઈ ન વર્તાય કે કુતૂહલ ન Page #178 -------------------------------------------------------------------------- ________________ ૮ : અયોગ્યતાને ખંખેર્યા વિના યોગ્યતા ન પ્રગટે – 8 પોસાય અને શાસ્ત્રવચન કે વ્યાખ્યાન-વાચનાદાતા પ્રત્યેના આદરમાં ન્યૂનતા ન આવે તે જોવું અમારી - તમારી જવાબદારી છે. વિષયની ગંભીરતા - શ્રુત પ્રત્યેનું બહુમાન જળવાય તેમ પૂછવાની છુટ છે. ૧૫૯ જિતેન્દ્રિયની વાત ચાલતી હતી. ઈન્દ્રિયો જીતાય નહિં તો આ શ્રુતને જે રીતે અભ્યસ્ત કરવું છે, તે રીતે થાય નહિ અને જે રીતે એને પરિણમાવવું છે તે તે રીતે તેનું પરિણમન થાય નહિ. ઉપમિતિમાં બાળ, મધ્યમ અને મનિષી - એમ ત્રણ પ્રકારના જીવોની વાત આવે છે. તેમાં બાળ કેવો હતો, તેનું વર્ણન કર્યું છે. જ્યારે ધર્મદેશનામાં ધર્મશ્રવણ કરવા આવ્યો, ત્યારે તેની દૃષ્ટિ ગુરુ સામે ન હતી. તેની દૃષ્ટિ લોલ હતી, એ વખતે પણ તેની દૃષ્ટિ રાજાની રાણી મદનમંજરીના રૂપ ઉપર ફરતી હતી. તે વખતે તેની જે મનઃસ્થિતિ હતી તેનું વર્ણન વાંચો તો થાય કે ઈન્દ્રિયોનાં ગુલામો આવા સ્થાને આવીને પણ હારી જાય છે. જ્યાં આવીને આત્માનું સ્વરૂપ જાણવાનું છે. બંધનોને ઓળખવાનાં છે, જોવાનાં છે, તોડવાનાં છે, તેની પ્રક્રિયાને જાણવાની છે. ત્યાં આવીને પણ જો ઈન્દ્રિયો અને મન જ્યાં ત્યાં ફરતાં હોય તો મળેલો આ યોગ આખો એળે ચાલ્યો જાય. તેવું ન થાય અને આ આગમ પરિણામ પામે એ માટે જીતેન્દ્રિયતા કેળવવી જોઈએ. 159 ૧૧ - ૩૦ૢ - ઋજુ, સરળ : આગમ-અધ્યયન માટે સ૨ળતા ગુણ પણ અતિ આવશ્યક છે. કારણ કે જેણે માયા ઉપર વિજય મેળવ્યો હોય અને જેની ચિત્તપરિણતિ સીધી, સરળ હોય તેને આગમના શબ્દો અને એના ગંભીર અર્થો ગુરુ જે જે રીતે સમજાવે તે તરત જ સારી રીતે સમજાતા જાય છે. એને કોઈ પણ વાતનો ઊંધો અર્થ લેવાનું મન થતું નથી. સીધી, સરળ પ્રવૃત્તિવાળા સાધકને ગુરુ પણ ઓછા શ્રમથી ઘણું સારું સમજાવી શકે છે. શ્રી આચારાંગ સૂત્રના પહેલા શ્રુતસ્કંધના બીજા અધ્યયનમાં - ‘ધર્માવત્તિ ૩૪ આવટ્ટે ।' સૂત્રની વ્યાખ્યા કરતાં પૂ. આ. શ્રી શીલાંકાચાર્યજીએ લખ્યું છે કે - ' Page #179 -------------------------------------------------------------------------- ________________ ૧ આગમ જાણો ! 'ऋजोर्ज्ञान-दर्शन- चारित्राख्यस्य मोक्षमार्गस्यानुष्ठानादकुटिलः यथावस्थित-पदार्थस्वरूपपरिच्छेदाद्वा ऋजुः सर्वोपाधिशुद्धोऽवक्र इति । ' ‘જ્ઞાન, દર્શન, ચારિત્રરૂપ મોક્ષમાર્ગનું અનુષ્ઠાન આચરવાથી સરળ અથવા જે જે પદાર્થો જેવા હોય તેવો જ તેનો બોધ થવાથી જે દરેક રીતે શુદ્ધ હોય તે ઋજુ-સરળ કહેવાય છે.' ૧૬૦ આવો સરળ સાધક ગુરુએ કહેલ દરેક વાતો સીધા અર્થમાં જ લે છે. એથી ગુરુ પણ એને નિશ્ચિંત રીતે જે વાત જે રીતે સમજાવવી હોય તે રીતે સમજાવી શકે છે. જેના સ્વભાવમાં આવી સરળતા હોતી નથી, એવા વક્ર સ્વભાવની વ્યક્તિ આગમ-અધ્યયનાદિ માટે અયોગ્ય હોઈ ગુરુ તેને આગમ જ્ઞાન આપવાનો શ્રમ લેતા નથી અને કદાચ કોઈ ગુરુ તેની વક્રતાને ન જાણવાને કારણે આગમ વાચના આપે તો તે તેને ક્યારેય સારી રીતે પરિણામ પામતી નથી. 160 માટે જ એક સ્થળે, “જો જીવનમાં એક સરળતા હોય તો બીજા ગુણોની શું જરૂર છે ? અને સરળતા ન હોય તો બીજા ગમે તેટલા ગુણ હોય તોય તે શું કામના છે ?” આમ કહીને સરળતાનું કેટલું મહત્ત્વ છે, તે સમજાવ્યું છે. ‘માયા’નો ત્યાગ કરવાનો ઉપદેશ આપતી સજ્ઝાયમાં સાચે જ જણાવ્યું છે કે - ‘મુક્તિપુરી જાવાતણો જી, એ મારગ છે શુદ્ધ... રે પ્રાણી મ કરીશ માયા લગાર. 3 માયાનો ત્યાગ કરવા દ્વારા જે ઋજુતા, સરળતા પ્રાપ્ત કરાય છે, તે મોક્ષે જવાનો શુદ્ધ માર્ગ છે. એટલે એક વાત નિશ્ચિત છે કે નિર્મળબોધ અને નિર્મળ પરિણતિ પામવા માટે સરળતા કેળવવી બહુ જ જરૂરી છે. જે વક્રતાને જીતે છે તે જ સરળતાને સાધી શકે છે. વક્રતાને જીતવા માટે વક્રતાનાં દુષ્પરિણામો અને સરળતાના ઈહલૌકિક, પારલૌકિક અને આધ્યાત્મિક લાભોનો નિરંતર વિચાર કરવો જોઈએ. ૧૧ શરણાગત : દેવ-ગુરુ ને ધર્મનાં શરણે આવેલો હોવો જોઈએ. મતલબ, સંસારથી છુટેલો હોય એને સંસારમાં ક્યાંય શરણનો અનુભવ થતો ન હોય માટે એ દેવ-ગુરુ ને ધર્મનાં શરણે આવેલો હોય. - Page #180 -------------------------------------------------------------------------- ________________ ૮ : અયોગ્યતાને ખંખેર્યા વિના યોગ્યતા ન પ્રગટે - 8 કલિકાલસર્વજ્ઞ પૂ. આ. શ્રી હેમચંદ્રસૂરીશ્વરજી મહારાજા ‘વીતરાગ સ્તોત્ર’નાં સત્તરમા પ્રકાશમાં કહે છે ૧૬૧ com - ww ‘નાથ ! સ્વઘરળો યામિ શરનું સરોજ્જિતઃ’ હું ‘અનાથ છું, નિરાધાર છું, આધાર વિનાનો છું, જ્યાં જાઉં છું ત્યાં પીખાંઈ જાઉં છું, ક્યાંક રાગનો હુમલો, ક્યાંક દ્વેષનો હુમલો, ક્યાંક વિષયનો હુમલો, ક્યાંક કષાયનો હુમલો. તેથી પ્રભુ હું અશરણ છું, મને બચાવો, શરણે આવ્યો છું. છએ દર્શનમાં પડેલાં જીવોને બચાવવાની તાકાત ભગવાન આપના વગર કોઈની નથી. તમે કહેશો તે કરીશ. તમારી આજ્ઞા વગર એક ડગલું પણ નહિં ઉપાડું.' આવું થાય તો સાચું શરણું આવ્યું. 161 ક્યાંક જતા હો ત્યારે જો તમારી પાછળ ૫-૧૫ ગુંડાઓ પડી જાય તો તેનાથી બચવા માટે આના ઘરમાં જાવ-આનાં ઘરમાં જાવ. બધા કહે અહિં નહિં, અહીં નહીં અને તેમાં કોઈક સમર્થ વ્યક્તિ મળી જાય તો શું થાય ? ‘મને બચાવી લો. હું તમારે શરણે છું. તમે કહેશો તે કરીશ, પણ મને બચાવો.' આવું થાય કે નહિં ? જેને રાગ અને રાગનાં નિમિત્તોનો ડર લાગ્યો હોય, દ્વેષ અને દ્વેષનાં નિમિત્તોનો ડર લાગ્યો હોય, કષાય અને કષાયોનાં નિમિત્તોનો ડર લાગ્યો હોય, ટુંકાણમાં પત્ની-પુત્ર-ભોગસત્તા-સંપત્તિ ને પૂરા સંસારનો ડર લાગ્યો હોય, જે પ્રેમથી બોલાવે તેનો પણ ડર લાગ્યો હોય, જે લાગણી ને વાત્સલ્ય આપે તેનો પણ ડર લાગ્યો હોય, જે મા-બાપ હુંફ આપે છે, તેનો પણ ડર લાગ્યો હોય, જે પત્ની પ્રેમ આપે છે તેનો પણ ડર લાગ્યો હોય, જેને ઘડપણની લાકડી માનો છો, તે પુત્ર-પૌત્રાદિનો પણ ડર લાગ્યો હોય, જેને વિસામો માનો છો તે ઘ૨બંગલાનો પણ ડર લાગ્યો હોય, જેનાથી બધું જ મળે છે તે પૈસાનો પણ ડર લાગ્યો હોય, તેને જ પરમાત્માનું સાચું શરણ આવે. કેટલાનાં શરણ ગ્રહ્યાં... ન ગ્રહ્યું એક અરિહંતનું : કોમી રમખાણ ફાટી નીકળ્યું છે. તમે ક્યાંક ગયા ને ફસાઈ ગયા. તમારી ચારે બાજુ અડધો-પોણો કિલોમીટર એવો છે કે જો કોઈ તમને જોઈ જાય તો બાળી નાંખે, કાપી કાઢે કે ખતમ કરી નાંખે. ક્યાંય બચવાની શક્યતા નથી અને એમાં કોક સુજન મળી ગયો. ભલે તે તે જ જાતિનો હોય, પણ તમને લાગ્યું, Page #181 -------------------------------------------------------------------------- ________________ ૧૬૨ ૧ - આગમ જાણો ! – 162 આ બચાવશે. તમે કહો, “ભાઈ, ગમે તેમ કરો પણ મને બચાવો !' ઓલાને દયા આવી ગઈ ને કહે કે “આવી જા. પણ યાદ રાખજે, તને કોઈ જોઈ જશે તો તને પણ મારશે અને મને પણ મારશે અને કહે કે “જો, આ ભોંયરામાં ઉતરી જા અને તે ઘણાં દિવસોનું અવાવરુ હોય, બારી-બારણાં વગરનું હોય, ઘોર અંધારું હોય, ચામાચીડિયા હોય, ભયંકર વાસ મારતી હોય, દિવસમાં એક વાર જ ખાવા મળે તેમ હોય તો પણ ઉતરો ? એ ભોંયરું શરણ લાગે ? જેવું હોય તેવું પણ મને બચાવે છે, એમ લાગે ? જેને ભય લાગે તે શરણ સ્વીકારે, જેને ભય નથી લાગ્યો તે કોઈ શરણ ન સ્વીકારે. શાસ્ત્રોમાં ચાર શરણ બતાવ્યાં છે, પણ તમારે તો કેટલાં શરણો છે. કાયદાનો પ્રોબ્લેમ આવ્યો ? વકીલ શરણં ગચ્છામિ. વાળ વધ્યાં ! હજામં શરણં ગચ્છામિ. કપડાં મેલાં થયાં, તો ધોબી શરણં ગચ્છામિ. માંદા પડ્યાં તો ડૉક્ટરં શરણં ગચ્છામિ. ચોપડાં લખવા છે તો C.A. શરણં ગચ્છામિ. થાક્યાં-પાક્યાં આવ્યા તો પત્ની શરણં ગચ્છામિ. ઘરડાં થયા તો પુત્ર શરણં ગચ્છામિ. બિમાર પડ્યાં તો સ્વજન શરણં ગચ્છામિ. ઘરકામ આવી પડ્યું તો ઘાટી શરણં ગચ્છામિ. આવી કોઈપણ વ્યક્તિ જ્યાં સુધી આધારભૂત લાગશે, શરણભૂત લાગશે ત્યાં સુધી સંસાર નહિ છૂટે. જ્ઞાની ભગવંતોએ તેને બંધન તરીકે ઓળખાવ્યું છે. પૂ. ઉપાધ્યાયજી ભગવંતે “અધ્યાત્મસાર' નામના ગ્રંથમાં ભવસ્વરૂપ અધિકાર બનાવ્યો છે, તેમાં સંસારનાં સ્વરૂપને સમજાવવા ૨૦-૨૦ ઉપમાઓ આપી છે. તેમાંની એક ઉપમા દરમ્યાન કહ્યું છે, મોહે મજબુત ગાળીઓ બનાવ્યો છે અને તે તમારા ગળામાં નાંખ્યો છે. તેનો છેડો મોહનાં હાથમાં છે, એમાં બરાબર માખણ પાએલું છે. ગળામાં પડે તો સુંવાળું લાગે. જેટલું વધારે સુંવાળું લાગે તેટલી ગાંઠ વધારે મજબૂત બંધાય, ને મોત જલ્દી આવે. તમે દોરડું જોયું છે ? દોરડાંને બે વળ હોય. મોહે પણ એવું જ દોરડું બનાવ્યું છે. Page #182 -------------------------------------------------------------------------- ________________ ૧૭૩ ૮ : અયોગ્યતાને ખંખેર્યા વિના યોગ્યતા ન પ્રગટે - 8 મને હત્વા પાશં તનયવનિતાનેયતિ' પુત્ર અને પત્નીનાં સ્નેહમાંથી ગુંથાએલું આ દોરડું છે, તેનો ગાળીયો બનાવીને તમારા ગળામાં નાંખ્યો છે. ઘણાં અહિં તીર્થમાંથી રોજ દીકરાને એકવાર તો ફોન કરે ! ઘણાં રોજ પત્નીને ફોન કરે અને ઘણાં તો સાથે લઈને આવ્યા હશે. એનાં સ્નેહનાં બંધનો મોહ તમારા ગળામાં નાંખે છે ને પછી ખેંચે છે. એટલે તમારી ચેતના રુંધાય છે. મદારીનો વાંદરો જોયો છે ? વાંદરાને ગમે તેટલો છૂટો મૂકે, ગમે તેટલો દોડે-કૂદે-નાચે પણ દોરડું ખેંચે એટલે એને આવવું જ પડે. આ બધી જ વિડંબનાથી છુટવું હોય તો ત્રણ જગતનો નાથ, તેનું શાસન અને તેનો સાધના માર્ગ ! આ સિવાય બંધનથી છોડાવવા માટે જગતમાં કોઈ સમર્થ નથી. જેને બંધનથી ડર લાગે, બંધનનો ભય લાગે તેને જ દેવ, ગુરુ, ધર્મનું શરણ સ્વીકારવાનું મન થાય. આવો ભવથી, સંસારથી ડરીને આવેલો હોય તે જ આગમને શરણે આવે અને તે જ આનું અધ્યયન કરવા માટે લાયક છે. ૧૨ - અસને - અશઠ : W 163 બારમા નંબરે ‘અશઠ’ જોઈએ. શઠ એટલે લૂો, માયાવી, પ્રપંચી, દગાબાજ, કપટી. જે આવો શઠ હોય તેને આ આગમ પરિણામ ન પામે. તેથી આ આગમનું અધ્યયન કરનાર ‘અશઠ' જોઈએ. જે ‘અશઠ' હોય તે હૃદયનો નિખાલસ, સરળ હોય. તેથી તે જો આ આગમનું અધ્યયન કરે તો તે પરિણામ પામે. આજે ઘણા લોકોએ ધર્મસ્થાનોને માયાનાં અડ્ડા બનાવ્યાં છે. સાધર્મિકો સાથે, સાધુ ભગવંતો સાથે, છેક આચાર્ય ભગવંતો સાથે પણ માયા, પ્રપંચ અને કપટથી જ વાત કરે, એ બધાને બોધા માને, એમને રમાડે. ‘આચાર્ય ભગવંતો, સાધુ ભગવંતો કે ધર્મને, શાસનને પામેલા સાધર્મિકો બોધા છે' એવું ક્યારેય નહિ માનવું, એ તમને ઓળખી ગયા હોય છે પણ તમને કહેતા નથી. કારણ કે એ ન કહેવામાં જ ઘણીવાર લાભ હોય છે. બીજાને ઠગનારો પોતાના હિતની ઠગાઈ કરે છે. ખુદ આત્માની ઠગાઈ કરે છે. આવા પરિણામવાળાને ધર્મ પરિણામ પામતો નથી. - જેને પોતાની માયા દેખાય છે, કષાય ઓળખાય છે તેણે ગ્રંથી ઓળખી છે એમ સમજવું. પણ જેને પોતાના જ કષાય ઓળખાતા નથી, તેણે સમજી Page #183 -------------------------------------------------------------------------- ________________ 164 ૧૬૪ ૧ - આગમ જાણો ! લેવાનું કે હજી એને ગ્રંથી ઓળખાઈ નથી. જ્યારે પણ માયા વગેરે કષાયનો પરિણામ જાગે, ત્યારે તે તરત જ ધ્યાનમાં આવે, પણ એને એ તોડી ન શકે તે બીજી વાત પણ એની ઓળખ તો થવી જ જોઈએ. કોઈ કહે, આટલો ગુસ્સો શા માટે ? તો સામે એવી રાડ પાડીને બોલે કે “હું ગુસ્સો કરું છું ?” એ વખતે પણ એને ખ્યાલ જ ન આવે કે “મેં ગુસ્સો કર્યો.” દસ જણને કહે, “ખોટું ક્યાં સુધી ચલાવવાનું, આપણાથી ખોટું સહન થતું નથી. આ તો કહેવું જ જોઈએ, આપણે કોઈની સાડા બારી રાખતા નથી. ચોખ્ખ-ચોખ્ખું કહી દઈએ.” જાણે પોતાના સિવાય બીજા બધા જ ખોટા ને પોતે જ સાચો એમ એ માને. જેને બીજાનાં ક્રોધ-માન-માયા-લોભ-રાગ-દ્વેષ બધું ઓળખાય પણ પોતાનું કશું જ ન દેખાય, ન ઓળખાય એવા જીવો દયાપાત્ર છે, કરુણાપાત્ર છે, અનુકંપાપાત્ર છે. કષાયોને ઓળખવા સહેલા નથી. અબજોનું દાન આપવું સહેલું છે. જીવનભરનું શીલ પાળવું સહેલું છે, માસક્ષમણ-સિદ્ધિતપ ને શ્રેણિતપ વગેરે મોટા-મોટા તપ કરવા સહેલા છે. પણ કષાયોને ઓળખવા અઘરા છે. દાન, શીલ, તપની કરણી તો અભવી, દુર્ભવી ભારેકર્મી વગેરે પણ કરી શકે છે. જ્યારે આ કષાયોને ઓળખવાનું કામ ચરમાવર્તમાં આવેલો લઘુકર્મી ભવી જ કરી શકે. માયા વગરનો એટલે સીધો-સરળ-સીધી લાઈનનો. સીધી લાઈનના વિચાર - સીધી લાઈનની વાણી ને સીધી લાઈનનું વર્તન, ત્રણે જેનાં સીધા હોય તેનું નામ સરળ. આજથી તમે નક્કી કરો કે, હવે સીધા જ ચાલવું છે. ક્યાંય વાંકાચૂંકા ચાલવું નથી. આંખ, હૈયું ને હાથે ત્રણે સીધા ચાલે તે અશઠ છે. માટે જ “ધર્મરત્ન પ્રકરણમાં જણાવ્યું છે કે – “જે અશઠ હોય છે, તે બીજાને ઠગતો નથી, તેથી તે સૌને માટે વિશ્વાસ કરવા યોગ્ય બને છે અને તે પ્રશંસાપાત્ર પણ બને છે. તે જ્યારે પણ ધર્મમાં પ્રવૃત્તિ કરે છે ત્યારે સભાવ-સાચા ભાવપૂર્વક જ ધર્મપ્રવૃત્તિ કરે છે. તે અન્યને રીઝવવા ધર્મ કરતો નથી, પણ પોતાના આત્માને અને પરમાત્માને રીઝવવા જ ધર્મ કરે છે.” આવો સરળ આત્મા જ આગમાદિ શાસ્ત્રોનું અધ્યયન કરવા માટે યોગ્ય છે. આ પૂર્વે અગ્યારમા ગુણરૂપે ઋજુ બતાવ્યો, તેમાં સ્વાભાવિક Page #184 -------------------------------------------------------------------------- ________________ ૧પ – ૮ : અયોગ્યતાને ખંખેર્યા વિના યોગ્યતા ન પ્રગટે – 8 – 165 રીતે જ સરળતા, જન્મજાત સરળતા લેવી. એટલે કે ગુણના સદ્ભાવરૂપ સરળતા સમજવી. જ્યારે અહીં અશઠતામાં લુચ્ચાઈનો ત્યાગ કરવા દ્વારા કેળવેલી સરળતા લેવી. એટલે કે દોષના અભાવરૂપ સરળતા લેવી. એટલે આ બેયમાં કોઈ વિરોધાભાસ જેવું ન રહે. ૧૩ - સુત્રાસમાળો - મધ્યસ્થ : ત્રાજવા જેવો મધ્યસ્થ એટલે કોઈપણ જાતના પક્ષપાત વગરનો. કોઈપણ વ્યક્તિ, વસ્તુ કે વિચારધારા પ્રત્યે જે આગ્રહી ન હોય પણ વસ્તુ સ્વરૂપનો યથાર્થ નિર્ણય થતાં જે સત્ય જણાય તેનો સ્વીકાર અને અસત્ય જણાય તેનો ત્યાગ કરવાની ભાવનાવાળો હોય. જેમ કે સમર્થ શાસ્ત્રકારશિરોમણિ આચાર્ય ભગવંતશ્રી હરિભદ્રસૂરીશ્વરજી મહારાજાએ કહ્યું કે – પક્ષપાતો કે વીરે, ન ફેષ: વપિરિપુ ! યુમિન્વયનં યસ્ય, તસ્ય : પરિપ્રદ: પારા' “મને વીર ઉપર પક્ષપાત નથી અને કપિલ વગેરે ઉપર દ્વેષ નથી, પરંતુ જેનું વચન યુક્તિવાળું જણાય તેનો જ સ્વીકાર કરવો જોઈએ.’ માટે જ મેં કપિલાદિનો ત્યાગ કરીને વીર પ્રભુનો સ્વીકાર કર્યો છે. આવી તુલા સમાન માધ્યસ્થ વૃત્તિ જેની હોય તેને સત્યાસત્ય સમજવામાં ક્યારેય કોઈ વિચારોનું બંધન નડે નહિ અને એ સમુચિત રીતે નિરાગ્રહી બનીને સત્યાસત્યને સમજી શકે અને અસત્યનો ત્યાગ કરીને સત્યનો સ્વીકાર પણ કરી શકે. એટલે જ એવી તુલા સમાન માધ્યસ્થ વૃત્તિવાળો સાધક આગમ વગેરે ગ્રંથનું અધ્યયન કરવા માટે અધિકારી છે. સમતાવાળો, તુલા જેવો, જેને બન્ને પલ્લાં સમાન હોય, અનુકુળતામાં ખેંચાઈ ન જાય અને પ્રતિકૂળતામાં ઉભગી ન જાય. રાગનાં નિમિત્તોમાં રાગી ન થાય અને દ્વેષનાં નિમિત્તોમાં કેષી ન થાય. બધે સમાન પરિણામવાળો રહે તેવો સમન્વનો સાધક તુલા સમાન કહેવાય. આનો બીજો અર્થ છે ન્યાયપ્રિયતા=જેને સ્વજનોનું બંધન ક્યારેય ન્યાય Page #185 -------------------------------------------------------------------------- ________________ ૧૭૭ - ૧ - આગમ જાણો ! - 166 કરવામાં જેને અવરોધરૂપ ન બને છે. જેનામાં સમઇસમાનદૃષ્ટિ નથી, તે આના માટે અધિકારી નથી. સમદષ્ટિવાળો જ શાસ્ત્ર શ્રવણ માટે અધિકારી છે. આજે તો પીરસવા ઉભો થયો હોય તો પણ પુત્ર કે પત્ની કઈ લાઈનમાં છે તે જુવે ! અને તે ત્યાં જ પીરસવા જાય. આખી લાઈનમાં પીરસે તો પણ સ્વજન અને પરજનનો ભેદ કરે. એની શૈલી જ આખી બદલાઈ જાય. મહારાજ સાહેબને વહોરાવા આવે તેમાં પણ ક્યા ઓળખીતા ને કયા વણઓળખ્યા છે તે શોધે ! બંનેને વહોરાવવામાં પણ શૈલી બદલાઈ જાય. જેણે આ આગમ શાસ્ત્રોનું અધ્યયન કરવું હોય, તે દરેક વિષયમાં તુલા સમાન મધ્યસ્થવૃત્તિવાળો હોવો જોઈએ. તેની ચિત્તવૃત્તિ દરેક વિષયમાં સમતોલ જોઈએ. ૧૪ - મિત્રો - સમિત : સમ્યફ પ્રવૃત્તિને સમિતિ કહેવાય છે. રત્નત્રયીની સાધનામાં ઉપકારક બને તેવી જિનાજ્ઞાનુસાર પ્રવૃત્તિને સમ્યફ પ્રવૃત્તિ કહેવાય છે. જેના જીવનમાં આવી સમિતિનું સમ્યક્ પાલન હોય તે જ આગમના અધ્યયન માટે અધિકારી બની શકે. ઈર્યાસમિતિ-૧, ભાષાસમિતિ-૨, એષણાસમિતિ-૩, આદાનભંડમત્તનિખેવણા સમિતિ-૪ અને પારિષ્ઠાપનિકા સમિતિ - એમ કુલ પાંચ સમિતિ છે. - ઈર્યાસમિતિ- જવું, આવવું વગેરે હલન-ચલનની પ્રવૃત્તિ સાથે સંકળાયેલી છે. - ભાષાસમિતિ - બોલવાના વ્યવહાર સાથે સંકળાયેલ છે. - એષણાસમિતિ - આહારાદિ સંયમ સાધન સામગ્રીને મેળવવા માટેના અને તેને મેળવ્યા પછી એનો ઉપયોગ કરવા માટેના વ્યવહાર સાથે સંકળાયેલી છે. - આદાનભંડમત્ત નિફખેવણા સમિતિ - સંયમ સાધનાનાં નાના-મોટા ઉપકરણો લેવા-મૂકવા અંગેના વ્યવહાર સાથે સંકળાયેલી છે. - પારિષ્ઠાપનિકાસમિતિ - શરીરના દરેક પ્રકારના મળોનો ત્યાગ ક્યાં, કઈ રીતે, કેવા સંયોગમાં કરવો - ન કરવો - તે માટેના વ્યવહાર સાથે સંકળાયેલી છે. આ સમિતિઓનું સ્વરૂપ દર્શાવતાં કલિકાલસર્વજ્ઞ આચાર્યશ્રી હેમચંદ્રસૂરીશ્વરજી મહારાજે યોગશાસ્ત્રમાં જણાવ્યું છે કે – “જે માર્ગ ઉપર સૂર્યનાં કિરણો પડ્યાં હોય અને જેના ઉપર લોકોએ Page #186 -------------------------------------------------------------------------- ________________ ૧૭૭ – ૮ : અયોગ્યતાને ખંખેર્યા વિના યોગ્યતા ન પ્રગટે -8 - 167 ગમનાગમન કર્યું હોય તેવા માર્ગ ઉપર જીવરક્ષા માટે જોઈને ચાલવું તે ઈર્યાસમિતિ' છે.” “પાપના ત્યાગપૂર્વક, સર્વજનને હિતકારી થાય તે રીતે અલ્પવચનો બોલવાં તેને “ભાષા સમિતિ' કહેવાય છે. જે શ્રમણોને પ્રિય છે.” ભિક્ષાના બેતાળીસ દોષથી રહિત એવા અન્ન (વગેરે)ને મુનિ જે ગ્રહણ કરે છે તેને “એષણા સમિતિ' કહેવાય છે.” “આસન વગેરે ઉપકરણોને સારી રીતે જોઈને અને પ્રયત્નપૂર્વક એનું પડિલેહણ કરીને લેવા-મૂકવાં તે “આદાન-સમિતિ” (આદાનભંડમત્ત નિક્ષેપણા સમિતિ) કહેવાય છે.” “જીવરહિત પૃથ્વી ઉપર કફ-મૂત્ર-મળ વગેરે ત્યાજ્ય પદાર્થોના કાળજીપૂર્વક ત્યાગ-વિસર્જન કરવાં તેને “ઉત્સર્ગ સમિતિ (પારિષ્ઠાપનિકા સમિતિ) કહેવાય છે.” - આ પાંચેય સમિતિનું જે સમ્ય રીતે પાલન કરે તે સમિતિપાલક કહેવાય અને તે જ આગમ અધ્યયન માટે અધિકારી બની શકે. રાજકુળમાં પાંચ ધાવમાતા : જિનરાજકુળમાં આઠ પ્રવચનમાતા : ભૂતકાળમાં રાજકુળમાં જન્મેલાઓને કે શ્રીમંત કુળનાં નબીરાઓને ઉછેરવા પાંચ ધાવમાતાઓ રહેતી. આ વિતરાગનું શાસન અદકેરું રાજકુટુંબ છે, તેના શરણે આવેલા વિરતિધર સંતાનને ઉછેરવા આઠ-આઠ માતાઓ રાખી છે. જેનું આઠ-આઠ માતાઓ જતન-પાલન, પોષણ કરે તે બાળકનો ઉછેર કેવો થાય? તેનો સંસ્કારવારસો કેવો હોય ? તેનું ઘડતર કેવું હોય? તેનું જીવન કેવું હોય? તેની જીવનશૈલી કેવી હોય ? વિરમગામ પાસેના પાટડી ગામમાં પરમ શ્રદ્ધેય ગુરુદેવ બિમાર પડ્યા ને ગુરુદેવને ઉપમિતિનું શ્રવણ કરાવવાનું થયું. તે વખતે આઠ માતાઓનું વર્ણન સંભળાવ્યું. તે સાંભળતી વખતે ગુરુદેવના ચહેરા ઉપર જે આનંદની ઉર્મિઓ હતી, હૈયામાં જે ભાવો ઉભરાતા હતા અને આંખો દ્વારા જે ભાવો વંચાતા હતા, તે કાંઈક અદ્ભુત હતા. તેમણે કહ્યું કે, “એક-એક સાધુ જો આ આઠ પ્રવચનમાતાનાં શ્લોકો કંઠસ્થ કરે, આત્મસાત્ કરે અને જીવનમાં અપનાવવાનો Page #187 -------------------------------------------------------------------------- ________________ ૧૬૮ - ૧ - આગમ જાણો ! – 168 પ્રયત્ન કરે, તો પછી એનું સાધુપણું નિર્મળ અને સબળ બની જાય.” પછી ચાલે તો લાગે કે જિનરાજકુળનો નબીરો ચાલે છે, બોલે તો લાગે કે જિનરાજકુળનો નબીરો બોલે છે, ભોજન મેળવવા જાય કે ભોજન કરે તો પણ લાગે કે જિનરાજકુળનો નબીરો છે. કોઈ પણ વસ્તુની લે-મૂક કરે કે વસ્તુનો ઉપયોગ કરે તો લાગે કે જિનરાજકુળનો નબીરો છે. શરીરના મળનો ત્યાગ કરે તો પણ લાગે કે જિનરાજકુળનો નબીરો છે. આઠ પ્રવચનમાતાઓમાં પહેલી ને છેલ્લી માને ઘણો સંબંધ છે. છેલ્લી મા એક જ જગ્યાએ શાંતિથી, સ્થિરતાથી બેસવાનું કે ઉભા રહેવાનું શીખવે. જ્યારે ક્યાંય જવાનું થાય ત્યારે છેલ્લી મા એ હવાલો, પહેલી માને સોંપે અને કહે કે તારે ક્યાંય પણ જવું હોય તો પહેલી માને સાથે લઈને જવાનું અને એ કહે તેમ જ કરવાનું. ક્યાંય એકલા તો જવાનું જ નહિ. ક્યાંય પણ જવાનું થાય તો સાધક કહે, મા મારે જવું છે! તો પહેલી મા કહે કે, “બેટા, શા માટે જવું છે ? જ્ઞાન-દર્શન-ચારિત્રની સાધના-આરાધનાઉપાસના માટે જવું છે ? જો એ સિવાય બીજા કોઈ કારણથી આપણાથી ક્યાંય જવાય નહિ. રત્નત્રયીની આરાધના માટે તારે ક્યાંય પણ જવું હોય તો આપણે ખાનદાન કુળના નબીરા છીએ. માટે “વસ ર છે ' દોડતાં-દોડતાં, હસતાં-હસતાં, બોલતાં-બોલતાં કે ડાફોળિયા મારતાં મારતાં જવાય નહિ. એમાં પણ જોવાનું કે જે રસ્તા ઉપર સૂર્યનો તડકો પડ્યો હોય, જે રસ્તા ઉપર લોકોનું ગમનાગમન થયું હોય, એના કારણે જે માર્ગ નિર્જીવ બન્યો હોય તેવા માર્ગ ઉપર all હાથ સુધી જોતાં જોતાં કોઈ જીવ ન મરે તેની કાળજીપૂર્વક ચાલવાનું, છ જવનિકાયના દરેક જીવો તારા જેવા જ છે. એ દરેકને જાળવીને જીવવું - એ તારું કર્તવ્ય છે. તેમાંથી કોઈને દુઃખ ન પહોંચે તે રીતે ચાલજે. આ પહેલી મા એવી છે કે એ મા દીકરાને ક્યાંય એકલો ન મૂકે. એ કહે છે કે, “હું તારી સાથે જ આવીશ.” તું મારી સામે જોઈશ તો કહ્યા કરીશ, પણ તું મારી સામે નહિ જુએ તો કાન મરડીશ નહીં, હાથ પકડીશ નહિ કે તારા ઉપર દબાણ કરીશ નહિ. તારે મારી સામે જોવાનું, તું જ્યાં સુધી મારી સામે જોઈશ ત્યાં સુધી અને મારું કહ્યું માનીશ ત્યાં સુધી કહીશ. આઠમી મા પોતાના સંતાનને ચોવીસ કલાક પોતાના ખોળામાં જ રાખે છે. Page #188 -------------------------------------------------------------------------- ________________ ૧૯૯ – ૮ : અયોગ્યતાને ખંખેર્યા વિના યોગ્યતા ન પ્રગટે - 8 – 169 ઉતરવા જ ન દે અને અમારે ક્યાંય જવું હોય તો ઉંચકીને પહેલી માના ખોળામાં મૂકી દે. તમને આવી મા નહિ મળી હોય. તમને તો એવી મા મળી છે કે કહે કે જા, શેરીમાં રમી આવ. એટલે હું છુટી જાઉં. સભા ભાર ન લાગે છોકરાનો ! જેને ભાર લાગે તે મા નહિ, મા હોય તેને ભાર લાગે નહિ છેલ્લેથી બીજી મા એટલે સાતમી મા શીખવાડે કે, “બેટા ! મૌનમાં જે સુખ છે તે બીજા કશામાં નથી. મૌનમાં જે શક્તિ છે તે બીજા કશામાં નથી.” “એટલે ચોવીસ કલાક મૌન જ રહેવાનું?” “હા, બેટા, બિલકુલ નહિ બોલવાનું.” પણ ભણવું હોય, તત્ત્વચર્ચા કરવી હોય, પૃચ્છા કરવી હોય, જ્ઞાન સાધના કરવી હોય તો બોલવાનું ? જે આત્માના હિતમાં હોય તે બોલવાનું પણ એ બોલતાં પહેલાં બીજી માને પૂછજે કે, તે તને ક્યારે, ક્યાં, કેવું અને કેટલું બોલવું, ન બોલવું તે સમજાવશે અને એ કહે તેમ જ કરજે.” બીજી મા કહે, “બોલવાનો વારો આવે ત્યારે હલકા લોકો બોલે તેવી ભાષા ન બોલાય. ઉત્તમ મુખે મધુરી ભાષા બેટા ! જે બોલે તે મધુર બોલવાનું. પ્રિય બોલવાનું, હિતકર બોલવાનું અને તે પણ સત્ય જ બોલવાનું. જરૂર પડે તો જ બોલવાનું. કોઈનું અહિત થાય કે કોઈને કડવું લાગે તેવું કે અસત્ય નહિ બોલવાનું. પાણી ગાળ્યા વગર પીવે તો શરીરનો રોગ થાય ને વાણી ગળ્યા વગરની વાપરે તો આત્માનો રોગ થાય. પાણી ગળ્યા વગર પીવે તો પોતાને જ નુકસાન થાય અને વાણી ગળ્યા વગર વાપરે તો પોતાને અને સામાને, બન્નેયને નુકસાન થાય.” એ જ રીતે, ખાવાનું, પીવાનું, ઓઢવાનું, રહેવાનું વગેરે કાંઈ પણ જોઈતું હોય ત્યારે ત્રીજી માને પૂછીને તે કહે તેમ તે બધું લાવવાનું, મેળવવાનું. તે માટે ત્રીજી મા કહે કે “દીકરા તું તો જિનરાજકુળનો નબીરો છે, તારાથી જે તે, જ્યાંથી ને ત્યાંથી લાવીને ન ખવાય-પીવાય. તારે જે કાંઈ જોઈએ તે બેતાળીશ દોષથી રહિત લાવવાનું-વાપરવાનું કે એનો ઉપયોગ પાંચ દોષ ટાળીને કરવાનો. પૂર્વજોએ જેમ પોતાના જીવનનો નિર્દોષ રીતે નિર્વાહ કર્યો તેમ તારે પણ નિર્દોષ રીતે જીવવાનું.” Page #189 -------------------------------------------------------------------------- ________________ ૧૭૦ ૧ - આગમ જાણો ! – 170 આગળ વધી કોઈપણ વસ્તુ લેવા-મૂકવાની હોય તો ચોથી મા તરત જ કહે કે, “જિનરાજ કુળના નબીરાથી કોઈ પણ વસ્તુ ગમે તે રીતે લેવા-મૂકાય નહિ. વસ્તુ લેતાં કે મૂકતાં પહેલાં વસ્તુ, હાથ અને મૂકવાની જગ્યા બરાબર જોવાની અને કોઈ જીવને જરા પણ દુઃખ ન પહોંચે તે રીતે પૂંજી-પ્રમાર્જીને હળવાશથી મૂકવાની. સહેજ પણ અવાજ ન આવવો જોઈએ. ધડાધડ ન કરાય, ફેંકાફેંક ન કરાય. નાના-મોટા, હાલતા-ચાલતા જીવો અને પૃથ્વી, પાણી, અગ્નિ, વાયુ, વનસ્પતિ વગેરે જીવો પણ આપણા જેવા જ છે. એમને તારી કોઈ લેવામૂકવાની પ્રવૃત્તિથી દુઃખ ન પહોંચે, તેની કાળજી રાખજે.” રાજકુળના નબીરાઓ જ્યાં - ત્યાં જઈ ન આવે તો જિનરાજકુળના નબીરા જ્યાં-ત્યાં પોતાના શરીરનો મેલ, મળ ન નાંખે. શરીર છે, શરીરના ધર્મો બજાવવા પડે પણ તેના ધર્મો બજાવતાં કોઈ જોઈ ન શકે, કોઈ જીવની હિંસાવિરાધના ન થાય, શાસનનું માલિન્ય ન થાય તે રીતે તું તારા શરીરના મળોનો ત્યાગ કરજે.” તેનું પણ લાંબુ વર્ણન, સંપૂર્ણ જ્ઞાન તે માતા આપે. મનને પ્રસન્ન શી રીતે રાખવું, મનને વિશુદ્ધ કઈ રીતે બનાવવું અને મનને અપ્રશસ્ત વિષયોથી મુક્ત કરીને પ્રશસ્ત વિષયોમાં સ્થિર શી રીતે કરવું ? તે કળા, છઠ્ઠી મા શીખવાડે છે. મનગતિના નામે ઓળખાતી આ મા પોતાના સંતાનને કહે છે કે, “દીકરા ! આપણાથી નબળા વિચારો ન કરાય, આપણાથી ચંચળ મનના ન બનાય. આપણે તો આપણામાં જ ઠરવાનું, આપણામાં જ રહેવાનું, સદાય સ્વસ્થ, પ્રસન્ન અને સ્થિર રહેવાનું છે. આ માના ઈશારે ચાલતો જિનરાજનો પુત્ર સદાય સ્વસ્થ, પ્રસન્ન અને સુસ્થિર મનનો માલિક હોય. આ રીતે આઠ માના ખોળામાં, માર્ગદર્શનમાં ઉછરતો સાધક પ્રવૃત્તિ કરે ત્યારે પાંચ માને ખોળે રહેનારો હોય અને નિવૃત્તિ હોય ત્યારે ત્રણ માને ખોળે રહેનારો હોય. આથી તે સાધક પ્રવચન માતાથી ક્યારેય વિખુટો ન પડે. જે સાધક આ આઠ માથી વિખુટો પડે કે તેનો અનાદર કરે કે તેની ઉપેક્ષા કરે, તે આ આગમ ગ્રંથોનું અધ્યયન કરવા માટે અધિકારી નથી. તીર્થકર ભગવંતોને આ આઠ પ્રવચન માતા પૈકી ચોથી ને પાંચમી માતા એટલે કે “આદાનભંડમત્તનિક્ષેપણા સમિતિ અને પારિષ્ઠાપનિકા સમિતિ નથી હોતી. સમર્થ વ્યક્તિને ઓછી મા જોઈએ. નબળાને વધારે જોઈએ. Page #190 -------------------------------------------------------------------------- ________________ ૧૭૧ ― ૮ : અયોગ્યતાને ખંખેર્યા વિના યોગ્યતા ન પ્રગટે - 8 ન પાંચ સમિતિ અને ત્રણ ગુપ્તિને જૈનશાસનમાં ‘અષ્ટ પ્રવચનમાતા’ તરીકે ઓળખાવવામાં આવી છે. એને માતા તરીકે ઓળખાવવાનું કારણ એ છે કે એ સાધકના ચારિત્ર દેહને જન્મ આપે છે, સાધકના ચારિત્ર દેહનું પરિપાલન કરે છે અને સાધકના ચારિત્ર દેહનું સારી રીતે શુદ્ધિકરણ કરે છે. માતાએ ક૨વાના ત્રણેય કામ આ અષ્ટ પ્રવચનમાતા કરે છે. બાળકને જન્મ આપવો, બાળકનું પાલન-પોષણ કરવું અને બાળકને સાફસૂથરું રાખવું, આ ત્રણ કામ માનાં છે. માટે જ ‘યોગશાસ્ત્ર’માં કહ્યું છે કે - 'एताश्चारित्रगात्रस्य, जननात् परिपालनात् । संशोधनाय साधूनां मातरोऽष्टौ प्रकीर्तिताः । । १ ।। ' ‘ચારિત્ર દેહને જન્મ આપવાના કારણે, એવું પરિપાલન કરવાના કારણે અને સારી રીતે શુદ્ધ કરવાના કારણે આ આઠ સાધુઓની માતા કહેવાય છે.' 171 પહેલાં વર્ણવી ગયા તે ત્રણ ગુપ્તિ અને અત્યારે વર્ણવી તે પાંચ સમિતિ, આ આઠેયનું સમ્યક્ આરાધન કરનાર સાધુ જ આ આગમનું અધ્યયન કરવા અધિકારી બની શકે છે. હવે આપણે છેલ્લા ‘સાધુ સંગતિધર’ ગુણની વિચારણા કરવી છે. ૧૫ - સાધુસંગો - સાધુ સંગતિરત : જેને નિરંતર સાધુનો સંગ ગમે અને જે સતત સાધુના સંગમાં ૨હે તે ‘સાધુસંગતિરત’ કહેવાય. સભા : સાહેબ, સાધુમાં કોણ કોણ આવે ? સામાન્ય રીતે તો વીતરાગ પરમાત્માના શાસનના સર્વવિરતિધર મુનિવરો જ સાધુ ગણાય. બાકી સાધુનો અર્થ ‘સારો’ એવો પણ થાય. એટલે જે સારા હોય તેમનો સંગ જેને ગમે તે સાધુસંગતિધર કહેવાય. આ રીતે વિચારીએ તો વીતરાગના શાસનના સાધુ-સાધ્વી પણ તેમાં આવે અને સાધુથી ભાવિત થયેલા સુજનઇં સાધુ એટલે શ્રાવક અને શ્રાવિકા પણ આવે, સાધક દશા જેનામાં હોય તે સાધુ. Page #191 -------------------------------------------------------------------------- ________________ ૧ – આગમ જાણો ! 172 આવો સાધુનો સંગ જેને ગમે તે સાધુસંગધર કહેવાય. જેને સાધુનો સંગ ઓછો ગમે, તેનાથી દૂર રહેવું ગમે તે આ આગમોનું અધ્યયન, શ્રવણ કરવા માટે યોગ્ય નથી. - સાધુ ભગવંતો અગર તો સજ્જન, સારા પુરુષોના સંગમાં રત રહેવાથી શુભનો ઉપદેશ, ધાર્મિક આત્માઓનાં દર્શન અને ઉત્તમ, વિનય કરવા યોગ્ય સ્થાને વિનય, આવા અનેક લાભો પ્રાપ્ત થાય છે. આત્મવિકાસ માટે આ અતિશય અગત્યની વસ્તુ છે. આંબાના વૃક્ષોની આસપાસના ખેતરમાં વાવેલા અક્ષતમાં ય આંબાની સુગંધ આવે છે. “આંબામહોર ચોખા’ આ રીતે બને છે. એમ સાધુ-સજજનનો સંગ કરવાથી અસજ્જન વ્યક્તિમાં ય સાધુતા પ્રગટે છે. - જે સાધુ ભગવંતો આ પંદર ગુણો ધરનારા હોય તે જ આ સૂયગડાંગ સૂત્ર વગેરે સૂત્રનું અધ્યયન વગેરે કરવા માટે અધિકારી છે. જેનામાં આ બધા ગુણો પૂરેપૂરા ન હોય પણ ઓછા-વધતા હોય, આમ છતાં જેને આ ગુણો ગમતા હોય, તે મેળવવાનું મન હોય અને શક્તિ મુજબ તે ગુણોને પામવાનો પુરુષાર્થ કરતા હોય તેઓ પણ ઓથે-ઓધે અધિકારી છે. આ રીતે આગમ-અધ્યયન માટે જરૂરી પંદર ગુણોવાળી વ્યક્તિ ગુણસંપન્ન કહેવાય. આ રીતે ગુણસંપન્ન હોવું તે આગમ-અધ્યયન માટે જરૂરી આઠ મુદ્દા પૈકી સાતમો મુદ્દો છે. તે પછી આઠમો મુદ્દો અભિવ્યવહાર નામનો છે. ૮ - પ્રિવ્યવહાર : આગમનું અધ્યયન-અધ્યાપન કરવા માટે ગુરુ-શિષ્ય પરસ્પર જે વ્યવહાર કરવાનો છે, જે પણ વિધિનું પાલન કરવાનું છે, તેને અભિવ્યવહાર કહેવાય છે. આગમ ગ્રંથોનું અધ્યયન, અધ્યાપન જ્યારે પણ કરવાનું હોય ત્યારે ગુરુશિષ્ય ચોક્કસ પ્રકારની વિધિ કરવાની છે અને ચોક્કસ પ્રકારનો પરસ્પરનો વ્યવહાર પણ કરવાનો છે. યોગ્યતા વગેરે બધું હોવા છતાં આગમ ગ્રંથોનું અધ્યયન-અધ્યાપન અભિવ્યવહાર કર્યા વિના ક્યારેય ન કરી શકાય. આના ઉપરથી પણ તમને ખ્યાલ આવવો જોઈએ કે જ્યારે જેને મન થાય તે ગ્રંથાલયોમાંથી આગમ ગ્રંથો કાઢીને વાંચવા, ભણવા-ભણાવવા બેસી જાય છે, તેઓ આ મહાન આગમ ગ્રંથોની આરાધના નહિ પણ આશાતના કરે છે. Page #192 -------------------------------------------------------------------------- ________________ ૧૭૩ – ૮ અયોગ્યતાને ખંખેર્યા વિના યોગ્યતા ન પ્રગટે – 8 – 173 આગમોની આરાધના સંસારથી તારનારી છે, તો આગમોની વિરાધના સંસારમાં ડૂબાડનારી છે. પૂ. પં. શ્રી વીરવિજયજી મ. રચેલી ૪૫ આગમની પૂજામાં એક ઢાળ આવે છે – આગમની આશાતના નવિ કરીએ' એમાં આગમની આશાતનાથી કેવાં કેવાં અનર્થો અને દુઃખો જીવને ભોગવવાં પડે છે, તેનું સુંદર વર્ણન છે. અત્યાર સુધીના આટલા વિમર્શ પછી આગમ શ્રવણ માટે જરૂરી આઠેય બાબતોને બરાબર લક્ષ્યમાં લઈ તે પૈકી સાતમા નંબરના મુદ્દામાં જણાવેલી અને આપણે ઠીક ઠીક લંબાણથી વિચારેલી પંદર પ્રકારની ગુણસંપત્તિને પામીને આગમની આરાધના આપણે કરવી જોઈએ. શુભ શકુન થાય તો સમજવાનું કે હિતકર બનશે. પક્ષીઓ શુભ સંકેત કરે તો સમજવાનું લાભ થશે. તમે શ્રવણ કરવાનું ચાલુ કર્યું ને કોઈ બોલે “કામ ફતેહ થવાનું ને તમે સાંભળ્યું, ઓલો ભલે બીજી બાબતમાં બોલતો હોય, તમારા કાને પડ્યું એટલે તમને લાભ થવાનો અને કોઈ અંદર-અંદર બોલે કે ભલીવાર નહિ આવે !” અને કાને પડ્યું તો આ વાતો હિતકર ન બને. એક વાત ફરી સ્પષ્ટ કર્યું કે, આ આગમોનું અધ્યાપન કરાવવાનો અધિકાર એકમાત્ર અનુયોગાચાર્ય (પંન્યાસજી) વગેરે અધિકૃત (યોગોઢાહી-ગુરુઆજ્ઞા પ્રાપ્ત) સાધુઓનો જ છે. અધ્યયનનો અધિકાર પણ અધિકૃત સાધુઓનો જ છે. સાધ્વીજી ભગવંતોને પણ માત્ર આવશ્યક વગેરે ચાર આગમોનું જ અધ્યયન કરવાનો અધિકાર પ્રવર્તે છે. ગૃહસ્થોને તો માત્ર આવશ્યક અને અધિકમાં અધિક શ્રી દશવૈકાલિક સૂત્રનાં ચાર અધ્યયનનાં સૂત્ર અને અર્થથી તેમજ પાંચમા અધ્યયનનું અર્થથી અધ્યયન કરવાનો અધિકાર છે. બાકી આગમ-અધ્યયનઅધ્યાપનનો અધિકાર કોઈને નથી. શાસ્ત્રોમાં સ્પષ્ટપણે જણાવ્યું છે કે – 'जहनेणं अट्ठपवयणमायाओ, उक्कोसेण छज्जीवणिया । छजीवणियं तु पव्वजाए, अभिमुहं वायावेइ ।।' Page #193 -------------------------------------------------------------------------- ________________ ૧૭૪ ૧ આગમ જાણો ! ‘જઘન્યથી આઠ પ્રવચનમાતાઓનું અને ઉત્કૃષ્ટથી દશવૈકાલિક સૂત્રના ચોથા-છજ્જવણિયા અધ્યયનનો જ શ્રાવકને અધિકાર છે અને છજ્જવણિયાનો અધિકાર પણ એ પ્રવ્રજ્યા (દીક્ષા) લેવા તૈયાર થયો હોય ત્યારે જ મળે છે.' અહીં ‘પ્રવચનમાતા’ શબ્દથી સામાયિકાદિ આવશ્યક લેવાનું ‘હિતોપદેશ’ ગ્રંથની ટીકામાં જણાવેલું છે. 174 વિવેકી, સુપાત્ર શ્રાવકોને પિંડેષણાદિ અધ્યયનોના માત્ર અર્થ-શ્રવણનો અધિકાર છે અને તેની યોગ્યતા મુજબ ગીતાર્થ ગુરુ ભગવંતો તેમને સંભળાવી શકે, તે અને તેથી ઉપરના આગમોને સૂત્રથી કે અર્થથી જાતે વાંચવાનો અધિકાર શ્રાવકોને બિલકુલ નથી. ‘તત્ વ્યતિરિક્ત્તસ્ય શેષશ્રુતસ્ય શેષામસ્ય શ્રાદ્ધ્ શ્રમળોપાસ: પતનાય નાધિારી ।' ‘આટલું છોડીને બાકીના બધા આગમોને વાંચવા માટે શ્રાવક અધિકારી નથી' એમ ગ્રંથકારો જણાવે છે. આ રીતે આપણે શરૂ કરેલું આલોચના-૧, વિનીત-૨, ક્ષેત્ર-૩, દિશા-૪, કાળ-૫, નક્ષત્ર-૬, ગુણસંપદા-૭ અને અભિવ્યવહા૨-૮ : આ આઠ બાબતોનું નિરૂપણ આ સાથે પૂરું થયું. આમાંની પહેલી-બીજી બાબતો અને સાતમી બાબત : ગુણસંપદા અંગેના પંદરમુદ્દાઓ તમારી આગળ વિસ્તારથી વર્ણવ્યા. આનો પુરુષાર્થ કોને કરવાનો ? હું માનું છું, તમે કરશો. ઓથે-ઓથે પણ કરશો. એમ માનીને ગ્રંથકાર ૫૨મર્ષિ સૂયગડાંગ સૂત્રમાં આગળ શું ફરમાવે છે, તે અંગે ક્રમશઃ જણાવવા આગળ વધું છું. Page #194 -------------------------------------------------------------------------- ________________ ૯ - પૂર્વાચાર્થોના પંથે ચાલવું, - - એ તેઓની શ્રેષ્ઠભક્તિ છે - વિ. સં. ૨૦૫૮, અષાઢ વદ-દ્ર. ૯, શનિવાર, તા. ૩-૮-૦૨, સાચોરી ભવન, પાલીતાણા આ મંગલ કરે છે મંગલાચરણ : - આર્યપણાની મહત્તા : ૦ ત્રણ પ્રકારના નમસ્કાર : • સારાનું અનુકરણ કરાય, ખરાબનું નહિં : આર્યદેશનું સૌભાગ્ય : સૂયગડાંગ અનુપમ કેમ ? ♦ એ દેવો પણ તમારી ઈર્ષ્યા કરે છે : • જૂના ગ્રંથો વિદ્યમાન છતાં નવા ગ્રંથોની રચના કેમ ? · અઘરી અને સરળ ગ્રંથરચનાનો હેતુ : • મનુષ્યજન્મ દુર્લભ છે, મનુષ્યપણું એથીય વધુ દુર્લભ છે : 9 ♦ સંતોષની મસ્તી પુણિયા શ્રાવક માણતો : – હવે એક જ કાર્ય કરવાનું ઃ કર્મનો ઉચ્છેદ : ♦ સ્વયં આપ્ત અને પરંપરાએ આપ્ત : બન્ને પ્રમાણ ઃ વિષય : શાસ્ત્રરચના શૈલી અને રહસ્ય, શ્રી સૂયગડાંગજી સૂત્રના ટીકાકાર મહર્ષિ પૂ.આ. શ્રી શીલાંકાચાર્યજીએ ગ્રંથનું મંગલાચરણ કરતાં જે ગંભીર વાતો કરી છે, તેનો રહસ્યાર્થ રજુ કરી આ પ્રવચનનો પ્રારંભ થયો છે. અહીં નમસ્કારના પ્રકાર અને તેની શક્તિ વર્ણવાઈ છે. સ્વ-સમય અને પર-સમયની સમજઆપતાં કયા અવસરે આત્મા બળવાન અને કયા અવસરે મોહ બળવાન ? એ વાત પણ અહીં દર્શાવાઈ છે. આટલાં બધાં શાસ્ત્રો હોવા છતાં નવી શાસ્ત્ર રચનાનું પ્રયોજન શું ? એ પ્રશ્નનો પણ પૂ. મહોપાધ્યાયજીમ. નાં આ વચનોના આધારે જવાબ અપાયો છે. અલગ-અલગ ગ્રંથોની અલગઅલગ શૈલી કેમ ? એ પ્રશ્નનો ખુલાસો પણ મજાનો આપ્યો છે. ત્યારબાદ જીવનું અનાદિત્વ, સહઅસ્તિત્વ,બાલ્યાદિ અવસ્થાની પરાધીનતા, મનુષ્યત્વાદિની દુર્લભતાદિનું મહત્ત્વ આદિ બાબતોનું પ્રવાહી વિવેચન કરાયું છે. અંતે જિનેશ્વરનો ઉપકાર શુદ્ધ પ્રરૂપક આચાર્યની તીર્થંકર-સમાનતા અને સાચા-ખોટાનો વિવેક કેમ કરવો ? તે પણ બતાવ્યું છે. પ્રવચનનું પ્રતિબિંબ * જન્માંતરના પુરુષાર્થથી મનુષ્યનું ખોળીયું મળે છે અને આ જન્મના વિવેકપૂર્ણ પુરુષાર્થથી ‘મનુષ્યપણું’ મળે છે. * જે ધર્મમાં સહાય કરે તે ‘ધર્મપત્ની’ અને કર્મમાં સહાય કરે તે ‘કર્મપત્ની.’ Page #195 -------------------------------------------------------------------------- ________________ પ્રવચન-સ્ત્રોત 'बुझिज तिउट्टिजा, बंधणं परिजाणिया । किमाह बंधणं वीरो, किं वा जाणं तिउट्टइ ।।१।।' શ્રી સુધર્માસ્વામી : બોધ પામ ! બંધનને ચારે બાજુથી જાણ ! બંધનને તોડી નાંખ ! શ્રી જંબૂસ્વામી ઃ પ્રભુ વીરે કોને બંધન કર્યું છે, શું જાણીને એને તોડી શકાય છે ? 'स्वपरसमयार्थसूचक-मनन्तगमपर्यायार्थगुणकलितम् । सूत्रकृतमङ्गमतुलं, 'विवृणोमि' जिनानमस्कृत्य ।।' સ્વ-પર દર્શકોની વાતોને સૂચવતાર, અનંત ગમ, પર્યાય અને અર્થથી શોભતા, એવા સૂત્રકૃતાંગની હું જિનેશ્વરોને નમસ્કાર કરીને વૃત્તિ કરું છું.' 'व्याख्यातमङ्गमिह यद्यपि सूरिमुख्यैभक्त्या तथापि विवरीतुमहं यतिष्ये । किं पक्षिराजगामित्यवगम्य सम्यक, तेनैव वाञ्छति पथा शलभो न गन्तुम् ? ।' ‘જો કે આ શાસનમાં આ સૂત્રકૃતાંગની સૂરિપ્રમુખો વડે વ્યાખ્યા કરાઈ છે, તો પણ હું ભક્તિથી તેનું વિવેચન કરવા માટે પ્રયત્ન કરીશ. ગરુડ જે રસ્તે ગયો હોય તેને સમ્યફ પ્રકારે જાણીને તે જ માર્ગે જવા માટે શું પતંગિયું ઈચ્છતું નથી ?” Page #196 -------------------------------------------------------------------------- ________________ ૯ઃ પૂર્વાવાર્થોના પંથે ચાલવું, -એ તેઓની શ્રેષ્ઠ ભક્તિ છે અનંત ઉપકારી, ચરમ તીર્થપતિ શ્રમણ ભગવાન શ્રી મહાવીર પરમાત્માના શાસનના પરમાર્થને પામેલા પંચમ ગણધર ભગવંતશ્રી સુધર્માસ્વામી મહારાજાએ મયવં! જિં તત્ત ? આવા ત્રણ વાર કરેલા પ્રશ્નના ઉત્તરમાં પરમાત્મા પાસેથી ‘૩પન્ને વા', “વિનામે વા' અને પૂવે વા' - આ ત્રિપદી પામીને શેષ દશ ગણધર ભગવંતોની જેમ જ દ્વાદશાંગીની રચના કરી. તે પૈકીનું બીજું અંગ આગમ : સૂયગડાંગ સૂત્ર છે. પરમાત્માના શાસનના ચાર અનુયોગ પૈકીનો બીજો દ્રવ્યાનુયોગ મુખ્યત્વે એમાં વર્ણવવામાં આવ્યો છે. મિથ્યાત્વ વિષનું વમન કરીને આત્માને સમ્યગ્દર્શનમાં સ્થાપન કરવાનો જેનો પ્રભાવ છે, પ્રાપ્ત થયેલા સમ્યગ્દર્શનને સ્થિર કરીને, નિર્મળ કરવાનું જેનામાં સામર્થ્ય છે, તે અંગ આગમ ઉપર ચૌદ પૂર્વધર શ્રી ભદ્રબાહુસ્વામીજી મહારાજે નિયુક્તિ અને અન્ય મહાપુરુષે ચૂર્ણ ગ્રંથ રચ્યો છે. શ્રી સૂયગડાંગજી સૂત્ર ઉપર જેમ નિયુક્તિ અને ચૂર્ણ ગ્રંથ રચાયો છે, તેમ પૂ. આ. શ્રી શીલાંકસૂરિજી મહારાજે વૃત્તિ-ટીકા ગ્રંથ રચ્યો છે. પૂ. આ. શ્રી શીલાંકસૂરિજી મહારાજ શીલાંકાચાર્ય કે, શીલાચાર્યના નામે પણ ઓળખાય છે. તેમણે કેટલાં અંગો ઉપર ટીકા રચી છે, તેનો ચોક્કસ પુરાવો મળતો નથી, પણ અત્યારે તેમની બે આગમો ઉપરની ટીકાઓ તો મળે જ છે. તેમાં પહેલી શ્રી આચારાંગજી સુત્ર ઉપરની ટીકા અને બીજી શ્રી સૂયગડાંગજી સૂત્ર ઉપરની ટીકા. આ ટીકામાં તેમણે નિયુક્તિના એક-એક શ્લોકોને પણ આવરી લીધા છે. ભગવાનશ્રી મહાવીરદેવે કહેલા પદાર્થનું આલંબન લઈને પંચમ ગણધર શ્રી Page #197 -------------------------------------------------------------------------- ________________ ૧૭૮ - ૧ - આગમ જાણો ! --- – 178 સુધર્માસ્વામીજીએ કરેલી મૂળ સૂત્રની રચના અને શ્રી ભદ્રબાહુસ્વામીજીએ કરેલી નિર્યુક્તિની રચના - આ બંનેનો સરળતાથી પદાર્થબોધ થાય તે માટે ટીકા રચીને પૂ. આ. શ્રી શીલાંકસૂરીશ્વરજી મહારાજે અનહદ ઉપકાર કર્યો છે. મંગલ કરે છે મંગલાચરણ : એ ટીકાના પ્રારંભમાં જ તેઓશ્રીજીએ શ્રી જિનેશ્વર ભગવંતના ચરણે નમસ્કાર કર્યો છે. એ દ્વારા તેઓશ્રીએ જિનેશ્વરદેવ પ્રત્યેનો પોતાનો કૃતજ્ઞભાવ, સમર્પણભાવ વ્યક્ત કર્યો છે. જે પરમાત્માના ચરણે જીવન સમર્પણ કર્યું છે, જેના શરણે તેઓશ્રી રહેલા છે, જેનું પોતે શરણું સ્વીકાર્યું છે, તેનું હૃદયમાં કેવું સ્થાન હશે ? તે આ મંગળના શ્લોક દ્વારા જણાય છે. તેઓશ્રી મંગળ કરતાં કહે છે કે, 'स्व-परसमयार्थसूचक-मनन्तगमपर्यायार्थगुणफलितम् । सूत्रकृतमङ्गमतुलं विवृणोमि जिनानमस्कृत्य ।।१।।' “જિતેશ્વર ભગવંતોને નમસ્કાર કરીને સ્વ-પર સિદ્ધાંતોને જણાવતાર, અનંત ગમ, પર્યાય, અર્થ અને ગુણથી વ્યાપ્ત જેવી કોઈ તુલના ન થઈ શકે તેવા સૂત્રકૃત અંગ, સૂયગડાંગ-અંગતું હું વિવરણ કરું છું. આ શ્લોક દ્વારા તેઓશ્રીએ જિનેશ્વર ભગવંતોને નમસ્કાર કરીને મંગલ કર્યું છે. વધુમાં સૂત્રકૃત-અંગની વ્યાખ્યા કરવાની પોતાની પ્રતિજ્ઞાને વ્યક્ત કરી છે અને એની સાથોસાથ સૂત્રકૃત-અંગ કેટલું મહાન છે, તેનો શું વિષય છે, તેનો પરિચય પણ આપ્યો છે. ગ્રંથના પ્રારંભમાં પરમાત્માને નમસ્કાર કરવાથી ગ્રંથ રચનાકાળમાં આવતાં વિઘ્નોનો નાશ થાય છે અને ગ્રંથરચના નિર્વિઘ્ન થવાથી સ્વ-પરનું સાચું કલ્યાણ થાય છે. ત્રણ પ્રકારનો નમસ્કાર : તારક તીર્થકરોને કરેલા નમસ્કારનું સામર્થ્ય આપણી કલ્પના બહારનું છે. આ નમસ્કાર પણ ઈચ્છાયોગનો, શાસ્ત્રયોગનો અને સામર્મયોગનો – એમ ત્રણ પ્રકારનો હોય છે. Page #198 -------------------------------------------------------------------------- ________________ ૧૭૯ ૯ : પૂર્વાચાર્યોના પંથે ચાલવું એ તેઓની શ્રેષ્ઠ ભક્તિ છે - 9 સામર્થ્યયોગના નમસ્કારની તાકાત તો તમારી કલ્પના બહારની છે. તમે ઘણીવાર બોલો છો કે – 'इक्को वि नमुक्कारो, जिणवरवसहस्स वद्धमाणस्स । संसारसागराओ तारेइ नरं व नारिं वा ।।१।।' ‘શ્રી જિનેશ્વરોમાં વૃષભ જેવા વર્ધમાનસ્વામિને કરેલો એક પણ નમસ્કાર પુરુષ કે સ્ત્રીને સંસારસાગરથી પાર ઉતારી દે છે.’ 179 અહીં જે નમસ્કારની વાત કરાઈ છે, તે સામર્થ્ય યોગના નમસ્કારની છે. સામર્થ્યયોગના એક નમસ્કારમાં અનાદિકાળના અનંત કર્મના ભૂક્કા બોલાવવાની તાકાત છે. તે ન આવે ત્યાં સુધી જે શાસ્ત્રયોગનો નમસ્કાર કરવામાં આવે, તેનામાં પણ ઘણાં કર્મોનો ભૂક્કો બોલાવવાની તાકાત છે અને તે ન આવે ત્યાં સુધી ઈચ્છાયોગનો નમસ્કાર કરીને પણ કર્મોનો ઘણો ભૂક્કો બોલાવી શકાય છે. સામાન્ય રીતે વિચારીએ તો છઠ્ઠ ને સાતમે ગુણસ્થાનકે રહેલ નિરતિચાર ચારિત્રીને શાસ્ત્રયોગનો નમસ્કાર આવે. જાડી ભાષામાં નિરતિચાર એટલે જેમાં એક પણ દોષ ન લાગે તેવું અને સાતિચાર એટલે જેમાં દોષ લાગે તેવું. સાતિચારી ચારિત્રીને ઈચ્છાયોગનો નમસ્કાર હોય છે અને ક્ષપકશ્રેણીમાં આરૂઢ થયેલા મહાત્માઓને સામર્થ્યયોગનો નમસ્કાર હોય છે. માત્ર એકવાર કરેલો આ સામર્થ્યયોગનો નમસ્કાર કેવળજ્ઞાનની ભેટ આપ્યા વગર રહેતો નથી. ‘વિ નમુક્કારો' એ ગાથામાં જે વાત છે તે આ સામર્થ્યયોગના નમસ્કારની વાત છે. સામર્થ્યયોગનો આ નમસ્કાર ઘણીવારના શાસ્ત્રયોગના નમસ્કાર પછી પ્રગટતો હોય છે અને તે શાસ્ત્રયોગના નમસ્કારને પામવા માટે અનેકવાર ઈચ્છાયોગનો નમસ્કા૨ ક૨વો જરૂરી બને છે. આ ઈચ્છાયોગનો નમસ્કાર પણ ત્યારે આવે કે જ્યારે શાસ્ત્રનો બોધ હોય; આમ છતાં તે મુજબ વર્તવામાં જે પ્રમાદ નડતો હોય તેની વેદના હોય અને ‘ક્યારે હું શાસ્ત્રમાં બતાવેલી આજ્ઞા મુજબની પ્રવૃત્તિ કરું,’ તેવી અંતરંગ ભાવના હોય ત્યારે ઈચ્છાયોગ આવે. માટે જ ‘યોગદૃષ્ટિ સમુચ્ચય' નામના ગ્રંથમાં પૂજ્ય આચાર્ય ભગવંત શ્રી Page #199 -------------------------------------------------------------------------- ________________ 180 ૧૮૦ ૧ – આગમ જાણો ! હરિભદ્રસૂરીશ્વરજી મહારાજે કહ્યું છે કે, 'कर्तुमिच्छो श्रुतार्थस्य, ज्ञानिनोऽपि प्रमादतः । विकलो धर्मयोगो यः, इच्छायोगः प्रकीर्तितः ।।' ‘શ્રુત-શાસ્ત્રમાં કહ્યા મુજબ કરવાની ઈચ્છાવાળા એવા જ્ઞાનીનો પણ પ્રમાદના કારણે જે અપૂર્ણ ધર્મયોગ હોય તેને ઈચ્છાયોગ કહેવાયો છે.' આ રીતે જિનેશ્વર પરમાત્માને સામર્મયોગનો નમસ્કાર પ્રાપ્ત થાય એવા અંતિમ લક્ષ્યથી, એ માટે શાસ્ત્રયોગનો નમસ્કાર પ્રાપ્ત થાય એવા મધ્યમ લક્ષ્યથી ઈચ્છાયોગનો નમસ્કાર કરીને પૂજ્ય આચાર્ય શ્રી શીલાંકસૂરિજી મહારાજ “જેનો જોટો ન મળે, જેની તુલના ન થઈ શકે તેવા આ સૂત્રકૃતાંગ અંગ-આગમનું હું વિવરણ-વિવેચન-વ્યાખ્યા કરવા ઈચ્છું છું તેવી પ્રતિજ્ઞા રજૂ કરે છે. સૂયગડાંગ સૂત્ર અનુપમ કેમ? શ્રી સૂયગડાંગજી સૂત્ર અતુલ ને અનુપમ શા માટે છે ? તેનો જોટો ન જડે તેવી એનામાં શું વિશેષતા છે ? તે દર્શાવતાં શ્રી શીલાંકસૂરિજી મહારાજ કહે છે કે, “જેમાં સ્વદર્શનનું વર્ણન પણ કરાયું છે અને પરદર્શનનું પણ વર્ણન કરાયું છે. અહીં દર્શન માટે પારિભાષિક “સમય” શબ્દ વાપર્યો છે. સમય” શબ્દના “કાળ”, “દર્શન', “શાસ્ત્ર' “સિદ્ધાંત', આચાર', “આત્મા', “આજ્ઞા', “અવસર', “કાલવિજ્ઞાન”, “આગમ', “રિવાજ', “પદાર્થ' વગેરે વિવિધ અર્થો છે. એમાંથી અહીં “દર્શન' અર્થ લેવાનો છે. દર્શન, ધર્મ, મત, સંપ્રદાય વગેરે શબ્દો અહીં એકર્થિક સમજવા. સ્વ-પર સમયના સ્વરૂપને એટલે કે સ્વદર્શનને-સ્વસિદ્ધાંતને અને પરદર્શનને-પરસિદ્ધાંતને જણાવનારું આ આગમ છે. સ્વસમય સ્વદર્શનઃજૈનદર્શન. પરસમય=પરદર્શન=બીજાનું દર્શનઃજૈન સિવાયનાં દર્શન. તે બંનેયનું એટલે કે સ્વદર્શનનું અને પર દર્શનનું નિરૂપણ કરીને અહીં બંનેની તુલના કરી છે. અજૈન દર્શનો કેવાં અધૂરાં-અપરિપક્વ, ત્રુટક અને Page #200 -------------------------------------------------------------------------- ________________ ૧૮૧ – ૯ઃ પૂર્વાચાર્યોના પંથે ચાલવું એ તેઓની શ્રેષ્ઠ ભક્તિ છે – 9 – 181 અહિતકર છે, તે બતાવીને જૈન દર્શન કઈ રીતે પૂર્ણ-પરિપક્વ અને હિતકર છે તે અહીં બતાવેલ છે. એક સરખા આલાવા અને એક જ સરખા શબ્દોની જેમાં રજૂઆત હોય તેને ગમ' નામની સંજ્ઞા અપાય છે, તેવા અનંત ગમોને બતાવનારું આ આગમ છે. શબ્દો એક સરખા, ગાથા એક સરખી – ખાલી એક પદ બદલાઈ જાય એટલે અર્થ બદલાય તે “ગમ'ની વિશેષતા હોય છે. તેવા અનેક ગામોવાળું આ આગમ છે. એ જ રીતે અહીં જે શબ્દો પ્રયોજાયા છે તેના એકસરખા પર્યાયવાચી શબ્દો આપ્યા છે, જેના આધારે સરળતાથી વસ્તુ સમજી શકાય અને એકબીજા શબ્દો વચ્ચે જે ભેદ-વિશેષતા હોય તે પણ જાણી શકાય એને કહેવાય છે પર્યાય. આવા અનેક પર્યાયોવાળું આ આગમ છે. જેનાં પ્રત્યેક પદો શબ્દશાસ્ત્ર, અલંકારશાસ્ત્ર, છંદશાસ્ત્ર આદિ સાહિત્યની પ્રત્યેક શાખાઓથી સર્વાગ સંપૂર્ણ છે - તેવું આ સૂયગડાંગ સૂત્ર છે. સ્વ-પર સમયનો જુદો પણ અર્થ છે. “સ્વ” એટલે “આત્મા' અને “સમય” એટલે અવસર. આત્માનો પોતાનો અવસર તે સ્વસમય અને “પર” એટલે “કર્મ” અને “સમય” એટલે અવસર. “સમય” એટલે “આત્માનો અવસર' અને પરસમય” એટલે “કર્મનો અવસર.” આ સંદર્ભમાં વિચારીએ તો કયા કાળમાં કોણ બળવાન ? જે સમયમાં આત્મા બળવાન બને તે સ્વસમય કહેવાય અને જે સમયમાં કર્મ-મોહ બળવાન બને તે પરસમય કહેવાય. આમાં એ પણ જાણવા મળશે કે આપણો એટલે કે આત્માનો અને કર્મનો કયો અવસર છે. સામાન્ય રીતે એમ કહી શકાય કે ચરમાવર્તકાળ એ સ્વસમય છે અને અચરમાવર્તકાળ એ પરસમય છે. એટલે કે કર્મનો, મોતનો સમય છે. એમાં પણ અપુનબંધક અવસ્થા પછીનો કાળ એ આત્માનો સ્વસમય છે અને અપુનબંધક અવસ્થા પહેલાંનો કાળ એ આત્માનો પરસમય છે. એટલે કે કર્મનો, મોહનો સમય છે. જ્યાં સુધી જીવ અચરમાવર્તમાં હોય. ચરમાવર્તમાં આવ્યા પછી પણ અપુનબંધક દશા ન પામ્યો હોય ત્યાં સુધી કર્મનું જોર હોય છે. આથી તે પરસમય કહેવાય અને ચરમાવર્તમાં આવ્યા પછી જીવ જ્યારે અપુનબંધક અવસ્થાને પામે ત્યારે આત્મા બળવાન બને છે. માટે તે આત્માનો સ્વસમય Page #201 -------------------------------------------------------------------------- ________________ ૧૮૨ ---- - ૧ - આગ – 182 કહેવાય. સ્વસમયમાં શું કરવું અને પરસમયમાં શું કરવું તે બધું પણ અહીં આપણે વિચારવાનું છે. જૂના ગ્રંથો વિદ્યમાન છતાં નવા ગ્રંથોની રચના કેમ? મોટા-મોટા સૂરિ ભગવંતો થયા. તેમણે શ્રી સૂયગડાંગજી સૂત્ર ઉપર ઘણી સુંદર અને અતિ વિશિષ્ટ કહેવાય તેવી અનેક વ્યાખ્યાઓ બનાવી છે. આમ છતાં પૂ. આચાર્યશ્રી શીલાંકસૂરિજી મહારાજે આ નવી વ્યાખ્યા શા માટે બનાવી? તેનું કારણ જણાવતાં તેઓશ્રીએ કહ્યું કે, વ્યાધ્યાતમિદ પર સૂરિમુષ્યभक्त्या तथापि विवरीतुमहं यतिष्ये । किं पक्षिराजगामीत्यवगम्य सम्यक, तेनैव वाञ्छति पथा शलभो न गन्तुम् ? ॥२॥' ‘જો કે પૂર્વના પ્રમુખ આચાર્યોએ આ અંગની વ્યાખ્યા કરી છે. તે છતાં તેની વ્યાખ્યા કરવા માટે ભક્તિથી હું પ્રયત્ન કરીશ. શું જે માર્ગે પક્ષીરાજ ગરૂડ ગયું છે. તે સારી રીતે જાણીને તે જ માર્ગે જવા માટે પતંગિયું નથી ઈચ્છતું ?' આમ કહીને તેઓશ્રી કહી રહ્યા છે કે શ્રી સૂયગડાંગ સૂત્ર ઉપર પૂર્વના કોઈ આચાર્યોએ વ્યાખ્યા નથી કરી માટે હું કાંઈક નવું કરું છું તેવું નથી. પૂર્વના પ્રમુખ આચાર્ય ભગવંતો આ મહાન અંગઆગમ ઉપર વ્યાખ્યા રચી ગયા છે, આમ છતાં મારા હૃદયમાં રહેલી શ્રુતભક્તિ અને શાંત બેસવા દેતી નથી. તેથી આ નવી ટીકા રચવાના કાર્યમાં હું પ્રવૃત્તિશીલ બન્યો છું. પોતાની લઘુતા બતાવતાં તેઓશ્રી કહે છે કે, પક્ષીરાજ ગરુડ જે માર્ગથી ગયું હોય તે માર્ગેથી શું પતંગિયું ન જઈ શકે ? વનરાજ જે માર્ગેથી ગયો હોય તે માર્ગેથી શું હરણીયું ન જઈ શકે ? પિતા જે માર્ગેથી ચાલ્યા હોય તે માર્ગેથી શું બાળક ન જઈ શકે ? તેમ હું પણ મહાપુરુષો જે માર્ગે ચાલ્યા તે માર્ગે ન ચાલી શકું? ઉપાધ્યાયશ્રી યશોવિજયજી મહારાજે જ્યારે અનેક ગ્રંથો બનાવ્યા ત્યારે Page #202 -------------------------------------------------------------------------- ________________ ૧૮૩ – ૯: પૂર્વાચાર્યોના પંથે ચાલવું એ તેઓની શ્રેષ્ઠ ભક્તિ છે - ૭ - 183 તેમની સામે પણ આવો જ પ્રશ્ન ઉપસ્થિત થયો હતો કે “પૂર્વાચાર્યોએ કઈ ખોટ રાખી છે કે તમે નવા નવા ગ્રંથો રચવા માંડ્યા છે ?' - પૂ. આચાર્યશ્રી હરિભદ્રસૂરીશ્વરજી મહારાજા સામે પણ આવા જ પ્રશ્નો આવ્યા હતા. જેનો જવાબ તેઓશ્રીએ એમના ગ્રંથોમાં બરાબર આપ્યો છે. પૂ. મહોપાધ્યાયજી શ્રી યશોવિજયજી મહારાજે પણ એનો જ અનુવાદ કરવા સ્વરૂપે પ્રસ્તુત પ્રશ્ન અને તેનો ઉત્તર આપતાં ૩૫૦ ગાથાના સ્તવનમાં લખ્યું કે - કોઈ કહે નવિ શી જોડી, શ્રુતમાંહે નહિ કોઈ ખોડી; તે મિથ્યા ઉદ્ધત ભાવા, શ્રુતજલધિ પ્રવેશે નાવા. પૂરવ સૂરિએ કીધી, તેણે જ નવિ કરવી સિદ્ધિ; તો સર્વે કીધો ધર્મ, નવિ કરવો જોયો મર્મ.' “શ્રુતમાં શું ખામી છે કે નવા ગ્રંથો બનાવો છો ? એવું જે કોઈ કહે છે તે ખોટું છે. શ્રુતમાંથી ભાવોને ઉદ્ધરીને બનાવાતા ગ્રંથો તો શ્રુતસાગરમાં પ્રવેશ કરવા માટે નાવડાં જેવા છે.” “આ બધી રચનાઓ અને તત્ત્વની સિદ્ધિ પૂર્વાચાર્યોએ કરી છે. માટે અત્યારે કરવાની કોઈ જરૂર નથી – એવું કહેનાર સમજી લે કે જો એમ જ છે તો પૂર્વાચાર્યોએ ઘણો ધર્મ કર્યો છે. હવે તમારે કરવાની જરૂર નથી.” શાસ્ત્રો તો અતિગહન સમુદ્ર જેવાં છે. જ્યારે હું રમું છું તે ગ્રંથો તો તે શ્રુતસમુદ્ર સુધી પહોંચવા માટે જરૂરી નાવડાં જેવા છે. “શ્રુતજલધિ પ્રવેશે નાવા.” દરિયો તરવા સ્ટીમર જ જોઈએ પણ એ કાંઈ કિનારે ન આવે ત્યાં સુધી પહોંચવા નાવડું જોઈએ જ. તે જ રીતે આગમ ગ્રંથો, મહાપુરુષોનાં ગ્રંથો સુધી પહોંચવા માટે અમારા ગ્રંથો નાવડાં જેવા છે. એવી સુંદર સ્પષ્ટતા તેઓશ્રીએ કરી છે. આ બધા મહાપુરુષોનાં હૃદયમાં પૂર્વના પૂજ્ય પુરુષો અને તેમણે બનાવેલ ગ્રંથો પ્રત્યે કેવો અપૂર્વ આદર-બહુમાનભાવ હશે, જેથી આવા ઉદ્ગારો તેમના અંતઃકરણમાંથી પ્રગટ્યા હશે ! તેઓશ્રીના મનમાં ક્યાંય “અહંભાવને અવકાશ જ નહોતો. અઘરી અને સરળ ગ્રંથરચનાનો હેતુ : આગળ વધીને ટીકાકાર મહર્ષિ પૂ. આ. શ્રી શીલાંકસૂરિજી મહારાજ કહે છે કે, બની શકે વિદ્વાનો મારી સામે તુચ્છકારની નજરેથી પણ જુએ. કારણ કે Page #203 -------------------------------------------------------------------------- ________________ આગમ જાણો ! તેમની સમક્ષ હું બાળક છું. આમ છતાં પણ જે લોકોનો ક્ષયોપશમ મારા કરતાં પણ નબળો છે, તેના માટે પણ આ મારી વૃત્તિ ઉપકારક બને તે માટે મારો પ્રયત્ન છે. જે લોકોની આગમનાં રહસ્યોને ખોલવાની શક્તિ નથી, આગમનાં રહસ્યોને ખોલવા માટે મહાપુરુષોએ બનાવેલાં ગ્રંથો સમજવાની પણ જેમની શક્તિ નથી, તેમના માટે હું આ વૃત્તિ બનાવું છું. સભા : પૂર્વાચાર્યોએ સરળ કેમ ન બનાવી ? ૧૮૪ ૧ - વ્યાખ્યાની રચનાઓ પણ જુદી જુદી કક્ષાના લોકોને આંખ સામે રાખીને કરાતી હોય છે. કેટલાકનો સ્વભાવ જ હોય તે સ૨ળ વસ્તુને નકામી માને અને અઘરી વસ્તુને જ ઉપયોગી માને. એવા લોકોનું હિત કરવું પણ જરૂરી હોય છે. 184 ઘણું ભણીને વિદ્વાન બનીને જે લોકો પ્રજ્ઞાગર્વથી પીડાતા હોય તેનો પ્રજ્ઞાગર્વ ગાળવા અને એમનું હિત કરવા એમનાં દાંત ખાટા થાય એવી અઘરી રચનાઓ પણ કરવી પડે અને આત્મકલ્યાણના અર્થી હોવા છતાં જ્ઞાનાવરણીય કર્મના ઉદયથી જેઓ નબળો ક્ષયોપશમ ધરાવતા હોય તેવા અલ્પ પ્રજ્ઞાવાળા સાધકો સહેલાઈથી પ્રભુના તત્ત્વજ્ઞાનને સમજીને તત્ત્વમાર્ગે ચાલી શકે તે માટે સરળ વ્યાખ્યાગ્રંથો પણ બનાવવા જરૂરી હોય છે. એટલે ઉપકાર કરવાની વૃત્તિવાળા મહાપુરુષો જે જીવને જે રીતે ઉપકાર થાય તેમ હોય તેવો પ્રયત્ન કરતા હોય છે. આ રીતે વ્યાખ્યાકારોના રસ્તા પણ અલગ-અલગ હોય છે. કેટલીક રચના વિદ્વાનોનાં દાંત ખાટા થાય તેવી અઘરી પણ બનાવે. કારણ કે જો તેઓ સરળ લખે તો ‘આમાં કાંઈ જ માલ નથી. સાવ ફાસફૂસીયા જેવી રચના છે.’ એમ કહી આગમનો અનાદર કરે અને અલ્પજ્ઞ જીવો માટે એવી અઘરી પણ ન રચે કે અલ્પજ્ઞ અર્થી તેનાથી વંચિત રહી જાય. પૂ. ઉપાધ્યાયજી મહારાજે એવા પણ ગ્રંથો બનાવ્યા છે કે જેની એક લાઈન વાંચવી હોય તો તે માટેની સજ્જતા કેળવવા બીજા ૧૦૦ ગ્રંથોનો અભ્યાસ કરવો પડે અને એવા પણ ગ્રંથો બનાવ્યા છે કે બોલતા જાવ ને સમજાતું જાય. સ૨ળ શૈલીમાં ગુજરાતી-હિંદી ભાષામાં સજ્ઝાયો-પદ્યો-સ્તવનો બનાવ્યાં છે અને એ જ ગુજરાતી ભાષામાં અઘરામાં અઘરા દાર્શનિક વિવાદો, સૈદ્ધાંતિક ચર્ચાનો સાર જેમાં ગૂંથ્યો છે એવો ‘દ્રવ્ય-ગુણ-પર્યાયનો રાસ' અને નિશ્ચય વ્યવહારનાં સ્તવનો વગેરે પણ બનાવ્યાં છે. Page #204 -------------------------------------------------------------------------- ________________ ૧૮૫ ૯ : પૂર્વાચાર્યોના પંથે ચાલવું એ તેઓની શ્રેષ્ઠ ભક્તિ છે – 9 Addic સંસ્કૃત ગ્રંથો ઉપ૨થી ગુજરાતી ગ્રંથો બન્યા હોય એવાં તો અનેક દૃષ્ટાંતો છે. પણ ગુજરાતી ઉપરથી સંસ્કૃત ગ્રંથ બનવાનું સૌભાગ્ય તો આ પૂજ્ય ઉપાધ્યાયજી ભગવંતની કૃતિ ‘દ્રવ્ય-ગુણપર્યાયના રાસને' જ સાંપડ્યું છે. 185 આ ગ્રંથ એવો મહત્ત્વપૂર્ણ બન્યો છે કે, પછી થયેલા પં. ભોજસાગર નામના વિદ્વાને એનું સંસ્કૃતમાં રૂપાંતર કરીને તેને ‘દ્રવ્યાનુયોગ તર્કણા’ એવું નામ આપ્યું છે. પૂ. ઉપાધ્યાયજી ભગવંતે વિસ્તૃત ગ્રંથો - ૧૫૦૦ ગાથાનાં હોય, તેનો સાર માત્ર ૨૦૦-૩૦૦ ગાથામાં આપી દીધો છે અને માત્ર સાત ગાથાનાં પદાર્થને સેંકડો ગાથાના વિસ્તારવાળા ગ્રંથરૂપે ઢાળ્યો છે. મોટા ગ્રંથોનો સંક્ષેપ કર્યો ને સંક્ષિપ્ત ગ્રંથોને મોટા બનાવ્યા. ગદ્યને પદ્યમાં અને પદ્યને ગદ્યમાં ઢાળવાની આગવી પ્રતિભા તેઓશ્રીમાં હતી. સંસ્કૃત-પ્રાકૃતને ગુજરાતીમાં અને ગુજરાતીને સંસ્કૃત-પ્રાકૃતમાં કેમ જાળવી રાખવું તે આગવી કળાને તેઓશ્રી વરેલા હતા. ઉત્તમ સાધના દ્વારા પ્રાપ્ત બધી જ કળાનો ઉપયોગ કરીને કરેલી મ્રુતભક્તિ દ્વારા તેઓશ્રીએ આપણા સૌ ઉપર અનહદ ઉપકાર કર્યો છે. વાદ જીતવો એ શાસનની સુરક્ષાનું કાર્ય છે; જ્યારે સાધકોને આરાધનાનું આલંબન પૂરું પાડવું એ શાસન-આરાધનાનું કાર્ય છે. બંને રીતે ઉપકાર થાય છે. અઘરા ગ્રંથો ન બનાવે તો વાદ સભામાં વાદ જીતવાની તાકાત ન આવે અને સરળ ગ્રંથ ન બનાવે તો સામાન્ય સાધક સાધના ન કરી શકે. માટે બન્નેય પ્રકારના ગ્રંથો બનાવીને બંનેય પ્રકારના સાધકો ઉપર ઉપકાર કર્યો છે. જેઓને ટૂંકાણમાં સહેલાઈથી બોધ મેળવવો છે, તેમને માટે તેઓશ્રીએ ટૂંકા અને સરળમાં સરળ ગ્રંથો રચ્યા અને જેમને વિસ્તાર અને ઊંડાણથી સમજવું છે, તેને માટે તેવા વિસ્તૃત ગ્રંથો રચ્યા. જેવો સાધક - જેવો આરાધક તેવું તેને આલંબન મળી રહે, તે માટે આ બધા મહાપુરુષોએ વિધવિધ રીતે ગ્રંથો રચી મહાન ઉપકાર કર્યો છે. વાદ જીતવો એ શાસનની સુરક્ષાનું કાર્ય છે જ્યારે સાધકોને આરાધનાનું આલંબન પૂરું પાડવું એ શાસન-આરાધનાનું કાર્ય છે. બંને રીતે ઉપકાર થાય છે. કેટલાક મહાપુરુષોએ એકલપંડે અઘરા ને સહેલાં બંને પ્રકારનાં ગ્રંથો Page #205 -------------------------------------------------------------------------- ________________ ૧ - આગમ જાણો ! બનાવ્યા છે, તો કોઈક મહાપુરુષે માત્ર અઘરા તો કોઈક મહાપુરુષોએ માત્ર સહેલા ગ્રંથો બનાવ્યા છે. ૧૮૬ પૂજ્યપાદ મહોપાધ્યાયશ્રી વિનયવિજયજી મહારાજા ‘કલ્પસૂત્ર સુબોધિકા માં લખે છે - મને વિશ્વાસ છે કે વિદ્વાનો મારા ઉપર હસશે નહિ, કારણ કે - 'यदुपदिशन्ति त एव हि शुभे यथाशक्ति यतनीयम् ।' ‘સમર્થ, ધુરંધર વિદ્વાનોએ જ કહ્યું છે કે, દરેક વ્યક્તિએ પોતાની શક્તિ મુજબ પ્રયત્ન કરવો જોઈએ.' શુભ કાર્યમાં 186 તેથી હું પણ પ્રયત્ન કરું છું એમ તેઓએ લખ્યું છે. પૂ. આચાર્યશ્રી શીલાંકસૂરિજી મહારાજાએ પણ આ ટીકા ગ્રંથ બનાવીને જે ઉપકાર કર્યો છે, તે તો અધિકાર મેળવીને જે એનું ઊંડાણપૂર્વક અધ્યયન કરે તેને ખબર પડે. અગર જો આ વૃત્તિ-નિર્યુક્તિ કે ચૂર્ણિ ન હોત તો આગમની પંક્તિઓમાંથી અર્થ કાઢવાની આપણી તો તાકાત નથી જ. જેઓ ભાષ્ય, નિર્યુક્તિ-ચૂર્ણા કે ટીકાને નથી માનતા તે પણ અંદરખાને આ ભાષ્ય, નિર્યુક્તિ, ચૂર્ણિ અને ટીકા એમ ચારે-ચારને વાંચીને આગમના એક એક શબ્દોના અર્થને બેસાડીને - ખોલીને પછી વિવેચનો લખે છે. મારા પરમતારક પરમશ્રદ્ધેય પરમગુરુદેવશ્રી અનેક વાર કહેતા કે - અગર જો પૂ. આચાર્યશ્રી હરિભદ્રસૂરિજી મહારાજા, પૂ. આચાર્યશ્રી હેમચંદ્રસૂરિજી મહારાજા કે પૂ. ઉપાધ્યાયશ્રી યશોવિજયજી મહારાજા જેવા સમર્થ મહાપુરુષો થયા ન હોત તો આપણે છતે આગમે (દીવે) આંધળાં જેવા હોત. કારણ કે, એમના ગ્રંથોની સહાય વિના આગમોનાં વાસ્તવિક અને ગંભીર અર્થો સુધી આપણે પહોંચી શક્યા ન હોત. એ માટે આ મહાપુરુષોએ અનહદઉપકારકર્યો છે. આપણા શાસનમાં માત્ર શબ્દાર્થ, વાક્યાર્થ કે મહાવાક્યાર્થથી ચાલતું નથી, પણ છેક ઐદંપર્યાર્થ સુધી પહોંચવાનું હોય છે. પૂર્વાચાર્યોએ પંચાંગીના માધ્યમથી આપણને પ્રભુવચનોનો ઐદંપર્યાર્થ-પરમાર્થ આપ્યો છે. આ જ એમનો મહાન ઉપકાર છે. મનુષ્યજન્મ દુર્લભ છે, મનુષ્યપણું એથીય વધુ દુર્લભ છે : શ્રી સૂયગડાંગજી સૂત્રની ટીકાનો પ્રારંભ કરતાં પૂ. આચાર્યશ્રી શીલાંકસૂરિજી Page #206 -------------------------------------------------------------------------- ________________ ૧૮૭ – ૯: પૂર્વાચાર્યોના પંથે ચાલવું એ તેઓની શ્રેષ્ઠ ભક્તિ છે – 9 – 187 મહારાજ ગ્રંથની અવતરણિકા કરતાં શરૂઆતમાં જ જણાવે છે કે, સંસાર અનાદિ કાળનો છે, સંસારનો અંત નથી. અંત વિનાના સંસારમાં અનંત આત્માઓની સાથે આપણે પણ ચોર્યાસી લાખ યોનિઓમાં ભટકી રહ્યા છીએ. જીવ ક્યારથી ? જીવનો સંસાર જ્યારથી ? શેના કારણે ? એ જણાવતાં શ્રી પંચસૂત્રમાં પણ જણાવ્યું છે કે – 'अणाइ जीवे । अणाइ जीवस्स भवे । अणाइ कम्म-संजोगनिवत्तिए ।' જીવ અનાદિનો છે, જીવનો સંસાર અનાદિનો છે અને તે અનાદિ કર્મસંયોગથી સર્જાયો છે.” ચાર ગતિ, ૮૪ લાખ યોનિ અને ૧૪ રાજલોક પ્રમાણ વિશ્વમાં અનાદિકાળથી જીવો જન્મ-મરણ કર્યા જ કરે છે. તમે અને મેં, આપણે બધાએ એવો પણ અનંતકાળ વિતાવ્યો કે જ્યાં વિચારવા માટે મન ન હતું, સાંભળવા માટે કાન ન હતા, જોવા માટે આંખ ન હતી, સુંઘવા માટે નાકન હતું, બોલવા માટે જીભ પણ ન હતી, સ્પર્શ કરવા માટે સ્વતંત્ર ચામડી પણ ન હતી. અનંતાની વચ્ચે એક શરીર અને એક ચામડી હતી. આહાર અને શ્વાસોશ્વાસ બધું જ એકસાથે કરવાનું અને જન્મ-તથા મરણ પણ અનંતાની સાથે જ કરવાનું. કોઈ સ્વતંત્રતા નહિ – કોઈ જુદું વ્યક્તિત્વ નહિ. એવી અવદશામાં અનંતકાળ વિતાવ્યો. માટે લખ્યું કે – 'समकं उच्छसन्ति, समकं निःश्वसन्ति, समकमाहारयन्ति, समकं निर्हारयन्ति । एकस्मिन्नियमाणे सर्वे म्रियन्ते, एकस्मिन्जीवति सर्वेऽपि जीवन्ति ।' એક સાથે શ્વાસ લે, એક સાથે શ્વાસ મૂકે, એક સાથે આહાર કરે, એક સાથે લિહાર કરે, એક કરતાં બધા મરે, એક જીવતાં બધા પણ આવે.' એક આંખના પલકારામાં અઢાર વાર જન્મ અને સત્તર વાર મરણ એમ સાડા સત્તરવાર જન્મ અને મરણ કરવાનાં. આવી રીતે અનંતાની સાથે અનંતકાળ તમે અને મેં, આપણે સૌએ ૧૪ રાજલોકમાં ચારગતિ અને ૮૪ લાખ Page #207 -------------------------------------------------------------------------- ________________ 188 ૧૮૮ ૧ – આગમ જાણો ! યોનિઓમાં પસાર કર્યો છે. આ પરિસ્થિતિમાં મનુષ્યપણુ પામવું કેટલું બધું દુર્લભ છે. એ વિચારજો ! શાસ્ત્રકાર ભગવંતોએ દશ દૃષ્ટાંતે જે દુર્લભ કહ્યો છે તે મનુષ્યભવ કહ્યો છે અને અહીં તો મનુષ્યપણું દુર્લભ કહ્યું છે. ખાલી દેહ મળવો કહ્યું હોત તો ચાલત, પણ અહીં મનુષ્યપણું મળ્યું કે નહિ તે વિચારવું છે. આમ તો મનુષ્યનો દેહ મળવો જ દુર્લભ છે. પણ માણસાઈ-મનુષ્યત્વ-માણસપણું એ તો એનાથી પણ દુર્લભ છે. જે મનુષ્યત્વ માણસને જનાવરથી જુદો પાડે. યોગશાસ્ત્રમાં આંતરશ્લોકોમાં પૂ. આ. શ્રી હેમચંદ્રસૂરીશ્વરજી મહારાજાએ કહ્યું છે કે – પુરીષસૂર પૂર્વ, તો મનમઃ | जराजरद्गवः पश्चात्, कदापि न पुमान् पुमान् ।।५७४।।' બાળપણામાં મૂત્ર અને વિષ્ટામાં આળોટતો રહી ભૂંડ જેવો બન્યો, યૌવનમાં કામચેષ્ટાઓ કરી ગધેડા જેવો બન્યો, ઘડપણમાં શ્વાસ-કાસ વગેરે રોગોથી ઘરડા બળદ જેવો બનેલો માણસ ક્યારેય માણસ તો બન્યો જ નહિ.' ખોળીયું માનવનું ને સ્વભાવ ભૂંડનો. વિષ્ટામાં આંગળી નાંખે ને પછી મોઢામાં નાંખે. આજે કેટલાક અમને કહે છે કે, સુખી ઘરના બાળકોની આ દશા નથી. પણ તમને ખબર નથી, ગરીબો કરતાં પણ ખરાબ દશા શ્રીમંતોનાં સંતાનોની છે. ગરીબનો છોકરો ઝાડો-પેશાબ કરે તો ખબર પડે અને આને તો પ્લાસ્ટીક કપડાંની થેલીમાં (નપી) જ છોકરાંને બાંધી દે. એટલે બગડે તો અંદર અંદર રગદોળાયા કરે. એટલે ગરીબ હોય કે શ્રીમંત, બાલ્યાવસ્થામાં એની હાલત ભંડ જેવી હોય અને એ જ જ્યારે યુવાન થયો એટલે કામના આવેગને આધીન બન્યો. ગધેડાને પણ ભૂલાવી દીધો અને ઘરડો થયો એટલે ગળીયો બળદ જોઈ લો. આગળ ખેદ સાથે કહ્યું કે, મરતાં સુધી માણસ-માણસ ન બન્યો. એટલે માનવનું ખોળીયું જેમ દુર્લભ છે તેમ માનવનું ખોળીયું મળ્યા પછી “માનવપણું' તેનાથી પણ દુર્લભ છે. જન્માંતરના પુરુષાર્થથી મનુષ્યનું ખોળીયું મળે છે અને આ જન્મના વિવેકપૂર્ણ પુરુષાર્થથી “મનુષ્યપણું મળે છે. Page #208 -------------------------------------------------------------------------- ________________ ૧૮૯ – ૯ઃ પૂર્વાચાર્યોના પંથે ચાલવું એ તેઓની શ્રેષ્ઠ ભક્તિ છે – 9 – 189 યોગગ્રંથોમાં માર્ગાનુસારીપણાના પાંત્રીસ ગુણોનું વર્ણન આવે છે, તે કેળવીએ તો આપણે માનવ બની શકીએ. આર્યપણાની મહત્તા : બાહ્યદૃષ્ટિએ આપણને આર્યદેશ-આર્યકુળ-આર્યજાતિ મળી ગયાં, પણ તેનું ગૌરવ કેટલાને છે ? આર્યદેશમાં જન્મેલાને અનાર્ય દેશમાં ક્યારે જવા મળે તેના આજે અભરખા છે. જેને જવા મળ્યું છે, તેને ત્યાં કાયમી ક્યારે રહેવા મળે તેનું મન છે અને કાયમી રહેવા મળી જાય તો “જન્મારો લેખે લાગ્યો', એવું માને છે. આર્યત્વના સંસ્કારને વરેલા અનાર્ય દેશમાં જવા ઈચ્છે ? તેમની સાથે સંબંધ બાંધવા ઈચ્છે ? પોતાના સંતાનોની ઉત્પત્તિ અનાર્ય દેશમાં થાય અને તે અનાર્ય દેશમાં જ પોતાની જિંદગી વિતાવે તેવું ઈચ્છે ? જ્ઞાની ભગવંતોએ ઠેર-ઠેર આર્યદેશની મહત્તા ગાઈ છે, પણ આપણે મન તેની કિંમત કેટલી ? જ્ઞાનીઓએ દીક્ષાર્થીના ૧૬ ગુણો બતાવ્યા, તેમાં પણ કહ્યું ‘માર્યશ-હુ-નતિ-સમુત્પન્નઃ” આર્યદેશ આર્યજાતિ, આર્યકુળમાં ઉત્પન્ન થયેલો હોય. “આચાર્યપદ કોને અપાય ?' તેના ગુણો બતાવતાં ય આ જ કહ્યું છે કે, “જે આર્યદેશ-આર્યજાતિ ને આર્યકુળમાં ઉત્પન્ન થયેલો છે, તેને જ સૂરિપદ અપાય.” સારાનું અનુકરણ કરાય : ખરાબનું નહિ આજે આર્યદેશનું અનુકરણ અનાર્યો કરે છે અને અનાર્ય દેશોનું અનુકરણ કમનસીબે આર્યો કરી રહ્યા છે. અનાર્યો જો શુભભાવથી આર્યનું અનુકરણ કરતા હોય તો તેનાથી તેમનું તો કલ્યાણ થશે, પણ આર્યો અનાર્યોનું જે અનુકરણ કરે છે, તેનાથી આર્યોનું શું થશે ? આના અનુસંધાનમાં તમને અકબર અને બિરબલનો એક પ્રસંગ કહું. એક વાર અકબર અને બિરબલ બન્ને બેઠા હતા. અકબરને બિરબલની મશ્કરી કરવાનું મન થયું. તેથી તેણે બિરબલને કહ્યું કે – “બિરબલ ! આજે મને એક સ્વપ્ન આવ્યું હતું. એમાં આપણે બન્ને ઘોડા ઉપર ફરવા નીકળ્યા અને એક Page #209 -------------------------------------------------------------------------- ________________ ૧૯૦ ૧ - આગમ જાણો ! – 190 સાંકડો રસ્તો આવ્યો. તેની બંને બાજુ મોટા-મોટા કુંડો હતા. એક બાજુ અત્તરના કુંડો હતા અને બીજી બાજુ વિષ્ટાના કુંડો હતા. એમાં અચાનક બન્યું એવું કે, આપણા બંનેના ઘોડા લપસ્યા, હું પડ્યો અત્તરના કુંડમાં ને તું પડ્યો વિષ્ટાના કુંડમાં !” આટલું બોલીને અકબર ખડખડાટ હસવા લાગ્યો. બિરબલે કહ્યું, “જહાઁપનાહ, તમારું સ્વપ્ન આગળ ચાલ્યું ?” અકબરે કહ્યું, “ના.” બિરબલે કહ્યું – “મને પણ આજે આવું જ સ્વપ્ન આવ્યું. પણ તે આટલેથી ન અટક્યું, આગળ વધ્યું.” એટલે અકબરને આશ્ચર્ય થયું અને પૂછયું કે, “આગળ સ્વપ્નમાં તેં શું જોયું ?” બિરબલે કહ્યું, “જહાંપનાહ, આપ મને અભય આપો તો કહું.” અકબરે કહ્યું, “અભય છે. બોલ !” પછી બિરબલે કહ્યું કે, “જહાંપનાહ, કુંડમાં પડ્યા ત્યાં સુધી તો આપણા બંનેની વાત સરખી છે. પછી આપણે બંને કુંડમાંથી બહાર નીકળ્યા. તે પછી હું તમને ચાટવા લાગ્યો અને તમે મને ચાટવા લાગ્યા.' - આ સાંભળી અકબરનું મોટું પડી ગયું. સમજાય છે કાંઈ? અનાર્યોનું અનુકરણ કરશો તો એમાં પાયમાલી તમારી જ થવાની છે. એ લોકોને તમારું સારું અનુકરણ કરવામાં ગુમાવવાનું કશું નથી, ગુમાવવાનું તમારે જ થશે. આર્યદેશનું સૌભાગ્ય : ચારે પ્રકારનો સંઘ અહીં આર્યદેશમાં છે, સાધનાનો માર્ગ અહીં આર્યદેશમાં છે, કર્મનાં બંધન તોડવાની વાતો અહીં છે, પુણ્ય ને પાપની વાતો અહીં છે, સન્માર્ગે ચાલનારા અને ચલાવનારા સદ્ગુરુ ભગવંતો અહીં છે, મોક્ષમાર્ગ બતાવનારા તીર્થંકર પરમાત્માઓનાં જિનબિંબો, જિનમંદિરો, તીર્થો અને મહાતીર્થો અહીં છે, સન્માર્ગને આરાધનારો શ્રાવક ને શ્રાવિકા વર્ગ અહીં છે. પણ તમારામાં પ્રગટેલી ભોગ-વિલાસની આસક્તિ, સહજ રીતે મળેલા અને મળતા આ સાધના માર્ગને, સાધનાનાં સાધનો અને સ્થાનોને છોડીને ત્યાં જવાનું કહે છે. દીકરાને ત્યાં મોકલવાનું કહે છે. દીકરીને ત્યાં વળાવવાનું કહે છે. જ્ઞાની ભગવંતો ભારપૂર્વક કહે છે કે, અનંત પુણ્યરાશિ ભેગી થાય ત્યારે જ આર્યદેશ મળે છે. તેમાં પણ અનંત પુણ્યરાશિ ભેગી થાય ત્યારે જ આર્યજાતિ મળે છે. તેમાં પણ અનંત પુણ્યરાશિ ભેગી થાય ત્યારે જ આર્યકુળ મળે છે. આ બધું ન દેખાયું ને ત્યાંના લાલ-પીળાનો ભપકો દેખાયો અને એમાં તમે અંજાઈ ગયા. તમને એ ખબર હોવી જોઈએ કે એ ભપકો નથી, પરંતુ ભડકો છે જે Page #210 -------------------------------------------------------------------------- ________________ ૧૯૧ — ૯ : પૂર્વાચાર્યોના પંથે ચાલવું એ તેઓની શ્રેષ્ઠ ભક્તિ છે - 9 પતંગિયા જેવા સ્વભાવને ધરતા તમને બાળીને ભસ્મસાત્ કરી નાંખશે. એ તમારા ને તમારા પરિવારના ભાવપ્રાણોને બાળી ભસ્મસાત્ કરી નાંખશે. w જ્ઞાની ભગવંતોએ કહેલી વાતો આત્મિક લક્ષવાળાને, આત્મહિતની ભાવનાવાળા જીવોને જ ગમવાની છે. જેનું પૌદ્ગલિક લક્ષ્ય છે, ભૌતિક લક્ષ્ય છે કે સંસારનું લક્ષ્ય છે, તેને આ વાતો નથી જ ગમવાની. તેને ત્યાંની જ ખાણીપીણી-૨હેણી-કરણી ગમવાની. એ દેવો પણ તમારી ઈર્ષ્યા કરે છે : 191 ધન-ભોગની ભૂખવાળા સંસારરસિક જીવોને આર્યદેશ કરતાં અનાર્યદેશ જ વધારે ગમવાનો. જ્યાં સુધી આંતર્દષ્ટિનો ઉઘાડ નહિ થાય, વિવેક નહિ પ્રગટે ત્યાં સુધી આ બધી વાતો નહિ સમજાય. થોડું પણ સારી રીતે વિચારો તો તમને ખ્યાલ આવશે કે, તમને કેટલું બધું મળી ગયું ? સારામાં સારા કુળમાં તમારી ઉત્પત્તિ થઈ, પાંચે ઈન્દ્રિયો પરિપૂર્ણ મળી, વિચારવા માટેનું મન મળ્યું, દેવાધિદેવ સર્વજ્ઞ વીતરાગ પરમાત્મા મળ્યા, નિગ્રંથ એવા સદ્ગુરુ ભગવંત મળ્યા. પરમાત્માએ બતાવેલો મોક્ષમાર્ગ મળ્યો, એ માર્ગને સમજવાની અને આરાધવાની સામગ્રી મળી. હું તમારાં ખોટાં વખાણ નથી કરતો પણ તમે એવા પુણ્યશાળી-ભાગ્યશાળી છો કે દેવલોકના દેવેન્દ્રોને પણ તમારી ઈર્ષા કરવાનું મન થાય તેવી ભવસાગર તરવા માટેની જરૂરી તમામ ઊંચી સામગ્રી તમને મળી છે. મને ખબર છે કે નંદીશ્વર વગેરે શાશ્વતા તીર્થોની યાત્રા દેવો કરી શકશે. તે તમે આ ભવમાં નથી જ કરી શકવાના, વિહરમાન જિનેશ્વરોની દેશના સાંભળવા દેવો મહાવિદેહમાં જઈ શકશે. જે તમે નથી જ જઈ શકવાના. સાક્ષાત્ વિદ્યમાન ભગવાનનાં કલ્યાણકોની મેરુશિખર આદિ પર ઉજવણી એ કરી શકશે જે તમે નથી જ કરી શકવાના પણ સામાયિકથી લઈને છેક અપ્રમત્તદશાવાળું ચારિત્ર જીવન પામવાનું જે સૌભાગ્ય આપણને મળ્યું છે, તે દેવોને નથી જ મળ્યું. નાની પણ ક્રિયા; એક નવકારશીનું પચ્ચક્ખાણ પણ જે તમે કરી શકશો તે મોટામાં મોટો શક્તિશાળી દેવ પણ નહિ જ કરી શકે. આ બધું જે એને નથી મળ્યું તે તમને જન્મથી જ મળી ગયું છે. આ સામગ્રી આપનાર જૈનશાસન તમને મળ્યું તેની કિંમત સમજાઈ છે ? તેનું તમારે મન ગૌરવ છે ? ‘આપણે બહુ ભાગ્યશાળી છીએ’ - તેમ તમને થાય છે ? Page #211 -------------------------------------------------------------------------- ________________ ૧૯૨ - – ૧ – આગમ જાણો ! 192 કદાચ કોઈ જૈન કોઈ કર્મોદયે ઝૂંપડામાં રહેતો હોય તો પણ તેને ગૌરવ હોય કે “મને જૈનશાસન મળ્યું છે. દિવસમાં એકવાર ખાવા લખું અનાજ મળ્યું હોય તો પણ એને થાય કે - મારા જેવો કોઈ પુણ્યશાળી નથી. કારણ કે, “મને જૈનશાસન મળ્યું છે. તમને છે આ ગૌરવ મહાનુભાવ ? સંતોષની મસ્તી પુણિયા શ્રાવક માણતો : ભગવાન મહાવીરસ્વામીના જીવનકાળમાં થયેલ પુણિયા શ્રાવકનું જીવન તો તમે સાંભળ્યું જ હશે ? એમની આર્થિક સ્થિતિ સાવ જ નબળી હતી. ઘરમાં પતિ-પત્ની બે જ જણ હતાં, છતાં બંનેનાં બે ટંક પેટ ભરી શકે તેવી સ્થિતિ ન હતી. બન્નેય એકાસણું કરીને એકવાર જ ભોજન કરતા અને સંતોષની મસ્તીમાં જીવતાં. ગામના મહાજનને થયું કે, પુણિયો આપણો સાધર્મિક છે. તેની આર્થિક સ્થિતિ સારી નથી. બજારમાં પણ એ મર્યાદિત સમય માટે જ આવે છે, મર્યાદિત વેપાર કરે છે. તેથી વધુ કમાણી થતી નથી. આપણે તેને મદદરૂપ થવું છે, એમ વિચારીને મહાજને નક્કી કર્યું કે, તે પુણી ખરીદવા આવે તો બજાર કરતાં સસ્તા ભાવે તેને પુણી આપવી. એ ચાલુ ભાવે વેચશે એટલે નફો થોડો વધારે થશે અને એનું ગુજરાન સારી રીતે ચાલી શકશે. જ્યારે પુણિયો બજારમાં ખરીદી માટે ગયો અને પુણીના ભાવ રોજ કરતાં ઓછા જાણ્યા ત્યારે તેણે પૂછયું, “આમ કેમ ?” કારણ કે આજની જેમ ત્યારે ભાવોમાં ચડાવ-ઉતાર આવતા ન હતા. જવાબ મળ્યો કે, “મહાજને નક્કી કર્યું છે કે તમને બજારભાવ કરતા સસ્તી પુણી આપવી.' જવાબમાં એણે ના પાડી દીધી. એને હતું કે, “મારે કોઈની દયા ઉપર જીવવું નથી. જેને માથે ત્રણ લોકનો નાથ હોય તે કોઈની દયા ઉપર શું કામ આવે ? એની ખુમારી કેવી હોય? - એનો આ નમૂનો છે. મગધનો માલિક એના આંગણે આવ્યો તો “કાંઈક લાભ લુંટી લઉં' - એમ એને નહોતું થયું. આટલી ઓછી આવકમાં પણ એ શ્રાવકના નિત્ય કર્તવ્યરૂપ રોજ દેવ-ગુરુની ભક્તિ કરે છે, સ્વદ્રવ્યથી પુષ્પ પગર ભરીને પ્રભુની પૂજા કરે છે. પૂજામાં લખ્યું છે કે – જિમ પુણિયો શ્રાવક રે, સંતોષ ભાવ ધરે, નિત્ય જિનવર પૂજે રે, ફલના પગર ભરી.” Page #212 -------------------------------------------------------------------------- ________________ ૧૯૩ – ૯ઃ પૂર્વાચાર્યોના પંથે ચાલવું એ તેઓની શ્રેષ્ઠ ભક્તિ છે – 9 – 193 ગુરુભગવંતની નિર્દોષ દ્રવ્યથી ભક્તિ કરે છે. એકવાર તેણે ધર્મદેશનામાં સાંભળ્યું કે, શ્રાવકે રોજ જેમ દેવ-ગુરુની ભક્તિ કરવી જોઈએ તેમ રોજ સાધર્મિકની ભક્તિ પણ અવશ્ય કરવી જોઈએ. આ સાંભળી એને થયું કે, મારે સાધર્મિક ભક્તિ કરવી કઈ રીતે ? ધંધો વધુ કરવો નથી અને જેટલું મળે છે, તેમાં માંડ પોતાનું પૂરું થતું હોઈ સાધર્મિક ભક્તિ થઈ શકે તેમ નથી. શ્રાવક તરીકે સાધર્મિક ભક્તિનું આવશ્યક કર્તવ્ય ચૂકાય છે. તેની હૈયે વેદના થઈ. એ જ્યારે ઘરે, એકાસણું કરવા બેઠો ત્યારે તેની પત્નીએ તેનો ચહેરો પડેલો જોયો. આને કોળીયો ગળે ઉતરતો નથી. પત્ની એ જુએ છે. ક્યારેય નહિ અને આજે ચહેરો પડેલો કેમ ? ધર્માત્માનાં ઘર કેવો હોય ? તેના ઘરમાં ક્યારે ય કોઈનો ચહેરો પડેલો ન હોય. જ્યારે આજે તમારા ઘરમાં? ક્યારેય કોઈનો ચહેરો પ્રસન્ન ન હોય. એમ કહું તો ખોટો નહીં પડે ને ? વાત નીકળી તો કહી દઉં. ધન્નાજીનું નામ તમે સાંભળ્યું હશે ! પુણ્યના ઉદયથી તેમના ઘરમાં અખૂટ સંપત્તિ હતી. ખુદ મગધના માલિક શ્રેણિકની દીકરી અને ગર્ભશ્રીમંત શાલિભદ્રની બહેન સુભદ્રા પણ તેમની પત્ની હતી. આઠ-આઠ પત્નીઓથી ભર્યું ભર્યું એમનું જીવન હતું. પુણ્યયોગે આઠેય પત્નીઓ વિનીત અને સમર્પિત હતી. તે આઠેય પત્ની ભેગી થઈને રોજ તેમને સ્નાન કરાવતી. એક દિવસ સ્નાનવેળાએ શાલિભદ્રની બહેનની આંખમાંથી નીકળેલાં આંસુ ધન્નાજીના ખભે પડ્યા ને એમની નજર પાછળ ગઈ. ચામડી કેવી સંવેદનશીલ કે પાણી અને આંસુનો ભેદ પણ પારખી શકે ? એમને થયું કે - “મારા ઘરમાં અને આંસુ?” તેમના ઘરમાં આંસુ એ આશ્ચર્ય હતું. આજે તમારા ઘરમાં આંસુ ન હોય તે આશ્ચર્ય છે. આ શા માટે કહું છું? આગમ ગ્રંથના અધ્યયનની લાયકાત આપણે ગુમાવી છે. તેનું આપણને ભાન થાય અને ફરી લાયકાત કેળવાય એ માટે ! ગમે તેનો ગમે તેવો સ્વભાવ હોય. પણ ધર્માત્માના ઘરમાં આવ્યા પછી એનો સ્વભાવ સુધરી જાય. એના સ્વભાવને ઘડતાં આવડવું જોઈએ. ધર્માત્માની આવી છાપ હોય. ધન્નાજીએ પૂછ્યું કે - “કદી નહિ ને આજે આંસુ કેમ ? શું કોઈ રોગ છે?, દુઃખ આવ્યું ? કોઈએ અપમાન કર્યું ?' જવાબમાં શાલિભદ્રજીની બહેને કહ્યું કે, Page #213 -------------------------------------------------------------------------- ________________ ૧૯૪ • - ૧ - આગમ જાણો ! - 194 “સ્વામિનાથ !.” આ શબ્દો મારે બોલવાના છે અને તમારે સાંભળવાના છે. આવાં સંબોધન તમારા ઘરમાં હોય એ સાંભળવાનું તમારું નસીબ નથી. ધન્નાજીની પત્નીએ કહ્યું કે, “સ્વામિનાથ ! આ ઘરમાં આવીને દુઃખ તો મેં ક્યારેય જોયું જ નથી. તમારે ત્યાં કેવો સંવાદ હોય ? હું કહી દઉં ? “આ ઘરમાં આવીને... સુખ તો મેં ક્યારેય જોયું જ નથી.” “શા ભોગ લાગ્યા કે તમારા પનારે પડી.” “પહેલાં ખબર હોત તો તમારું મોટું ય ન જુવત' - આવા આવા તો કેટલાય સંવાદો તમારા ઘરોમાં થતા હોય છે. તે તમારા દારૂણ સંસારનું વરવું વાસ્તવિક ચિત્ર પ્રગટ કરે છે. આ વાતને અહીં જ અટકાવીને હવે આપણે પુણિયા શ્રાવકની વાત કરીએ. પુણિયા શ્રાવકની પત્નીએ પૂછ્યું કે સ્વામિનાથ ! શું સુખાકારી નથી ? કેમ ચહેરા ઉપર વેદના દેખાય છે ?' ત્યારે પુણિયા શ્રાવકે કહ્યું કે – “વેદના બીજી કશી નથી, પણ શ્રાવક જીવનનું એક મહત્ત્વપૂર્ણ કર્તવ્ય આપણાથી ચૂકાય છે, એની વેદના છે.' એમની શક્તિ ન હતી, છતાં કર્તવ્ય ચૂકાય છે તેની વેદના હતી; જ્યારે તમારી શક્તિ પૂરેપૂરી છે છતાં કર્તવ્ય ચૂકાય છે અને તેની તમને કોઈ વેદના પણ નથી. તુલના કરો ! પુણિયા શ્રાવકે પોતાની ધર્મપત્નીને કહ્યું કે “વધારે વેપાર કરવો નથી અને કર્તવ્ય કરવું છે, તે માટે શું કરવું તે વિચારું છું.” પુણિયાના ઘરમાં માત્ર “પત્ની” ન હતી, પણ ધર્મપત્ની હતી. જે ધર્મમાં સહાય કરે તે “ધર્મપત્ની અને કર્મમાં સહાય કરે તે કર્મપત્ની.” તમારે ત્યાં શું છે અને શું નથી, તે તમે જ વિચારજો ! ધર્મપત્ની કે કર્મપત્ની ? પુણિયા શ્રાવકની ધર્મપત્નીએ કહ્યું કે – “સ્વામિનાથ ! એમાં મુંઝાવો છો શું કામ ? આપણે એવું કરીએ કે, એક દિવસ હું ઉપવાસ કરું અને એક દિવસ આપ ઉપવાસ કરો અને તેના બદલામાં રોજ એક સાધર્મિકની ભક્તિ કરીએ તો આપની મુંઝવણનો ઉકેલ આવી જાય.' આ સાંભળતાં જ પુણિયા શ્રાવકનો ઉદાસ ચહેરો પૂર્ણિમાની ચાંદનીની જેમ ઝળકી ઉઠ્યો અને બીજા જ દિવસે વારાફરતી ઉપવાસ અને રોજ એક સાધર્મિકની ભક્તિ શરૂ થઈ ગઈ. મળેલું જૈનશાસન જેને ગમ્યું હોય, ફળ્યું હોય, તેની ભાવના કેવી હોય, તેનું આ જીવંત ઉદાહરણ છે. ગમે તેવી વિપરીત Page #214 -------------------------------------------------------------------------- ________________ ૧૯૫ – ૯ : પૂર્વાચાર્યોના પંથે ચાલવું એ તેઓની શ્રેષ્ઠ ભક્તિ છે – 9 – 195 પરિસ્થિતિમાં પણ તેમણે કેવી રીતે ધર્મસાધના કરી ? તેનો આ આદર્શ નમૂનો છે. પુણિયાનું નામ ભગવાન મહાવીરદેવના શ્રીમુખે એમને એમ નથી ચડ્યું. હવે એક જ કાર્ય કરવાનું કર્મનો ઉચ્છેદ ટીકાકાર મહર્ષિશ્રી શીલાંકાચાર્યજી કહે છે કે, આવા દેવ-ગુરુ-ધર્મ ને સંઘ જેને મળી ગયા છે, તેણે શેનો પ્રયત્ન કરવો જોઈએ ? સૂત્રકૃતાંગ કહે છે કે – ગષછિયે તિતવ્યમ્' “સઘળાંય કર્મોનો નાશ કરવા માટે પ્રયત્નશીલ બનવું જોઈએ.' આ જ વાતને જુદા જુદા શબ્દોમાં જણાવતાં પૂર્વધર મહર્ષિશ્રી ઉમાસ્વાતિજી મહારાજે તત્ત્વાર્થ સૂત્રની રચના કરતાં પહેલાં આદ્યકારિકાના બીજા શ્લોકમાં લખ્યું કે, 'जन्मनि कर्मक्लेशैरनुबद्धेऽस्मिंस्तथा प्रयतितव्यम् । कर्मक्लेशाभावो यथा भवत्येष परमार्थः ।।२।।' ‘કર્મ અને ક્લેશની પરંપરાવાળો આ સંસાર છે. તેમાં આપણને જન્મ મળ્યો છે. તે સંસારમાં હવે એવો જ પ્રયત્ન કરવો જોઈએ કે, જેથી કર્મ-ક્લેશનો અભાવ એટલે નાશ થઈ જાય. આ પરમાર્થ છે.” આ ભવમાં જો કરવા જેવું કાંઈ પણ કામ હોય તો કર્મનાં બંધનો તોડવાં તે જ કામ છે. આખા સૂત્રકૃતાંગનો આ સાર છે : “કર્મનો ઉચ્છેદ કરો !” આપણે કર્મને પંપાળવાનું કામ દરેક ભવમાં કર્યું છે. અનુકૂળતા મળી ત્યારે પણ કર્મને પંપાળ્યાં છે અને પ્રતિકૂળતા મળી ત્યારે પણ કર્મને જ પંપાળ્યા છે. સુખમાં હસીને કર્મ બાંધ્યાં ને દુઃખમાં રડીને કર્મ બાંધ્યાં. હવે આ ભવમાં એક જ સાધના કરવી છે, એક જ પુરુષાર્થ કરવો છે; તે છે : કર્મનો ઉચ્છેદ ! કર્મની ઉચ્છિત્તિ કરવી કહો, નિર્જરા કરવી કહો, બંધન તોડો કહો કે મોક્ષની સાધના કરવી કહો - બધું એક જ છે. આ ભવમાં આ જ સાધના કરવાની છે, બીજી કોઈ નહિ. Page #215 -------------------------------------------------------------------------- ________________ આગમ જાણો ! શિષ્યે પૂછ્યું કે, ‘તમે વાત તો સારી કરી પણ કર્મનો ઉચ્છેદ કરવો કઈ રીતે ?’ ત્યારે તેના જવાબમાં ગુરુ ભગવંતે કહ્યું કે - કર્મનો ઉચ્છેદ ‘વિવેક દ્વારા’ ક૨વાનો ! સમ્યગ્ વિવેક પેદા થાય તો કર્મનો ઉચ્છેદ થઈ શકે. જેના હૃદયમાં વિવેક પેદા ન થાય, તે કર્મનો ઉચ્છેદ ન કરી શકે. ઉપરથી બને કે નવાં કર્મ બાંધે. ૧૯૬ ૧ ‘પ્રશમરતિ’માં વાચક પ્રવરશ્રી ઉમાસ્વાતિજી મહારાજા જણાવે છે કે - 'दुःखद्विट् - सुख लिप्सुमहान्धत्वाददृष्टगुणदोषः । यां यां करोति चेष्टां, तया तया दुःखमादत्ते || ' ‘દુઃખનો દ્વેષી અને સુખનો લાલચુ આત્મા મોહથી અંધ હોવાના કારણે વસ્તુના ગુણ-દોષ જોઈ શકતો નથી, આવો મોહાંધ આત્મા જે જે ચેષ્ટા (ક્રિયા) કરે છે, તે ક્રિયાથી તે દુઃખને પામે છે.' સમ્યજ્ઞાન-દર્શન અને ચારિત્ર જીવનમાં આવે એટલે વિવેક આવે. ખોટાને ખોટા તરીકે અને સાચાને સાચા તરીકે જાણવું તે ‘જ્ઞાન-વિવેક'; ખોટાને ખોટા તરીકે માની છોડવાની અને સાચાને સાચા તરીકે માની, જીવનમાં અપનાવવાની તાલાવેલી તે ‘દર્શન-વિવેક’ અને ખોટાને ખોટા તરીકે માની એનો ત્યાગ કરવો ને સાચાને સાચા તરીકે માની એને જીવનમાં આચરવું તે ‘ચારિત્ર વિવેક’ છે. 196 જાણી, શ્રદ્ધા કેળવી, પુરુષાર્થ કરાય ત્યારે તેને વિવેક પૂર્વકનો પુરુષાર્થ કહેવાય. એને ‘પુરુષાર્થ-વિવેક' પણ કહી શકો. વિવેક પ્રગટે ક્યાંથી ? એ લાવવો ક્યાંથી ? તેના માટે ટીકાકારશ્રીજીએ જ કહ્યું કે - ‘અસૌ (વિવે:) ઞામોપદેશમન્તરેળ ન મતિ ' ‘એ વિવેક આપ્તના ઉપદેશ વિના પ્રાપ્ત થતો નથી.' એટલે આપ્તના ઉપદેશ દ્વારા જ વિવેક મળે છે. આપ્ત કોણ ? Page #216 -------------------------------------------------------------------------- ________________ ૧૯૭ – ૯: પૂર્વાચાર્યોના પંથે ચાલવું એ તેઓની શ્રેષ્ઠ ભક્તિ છે – 9 – 197 સ્વયં આપ્ત અને પરંપરાએ આપ્ત બન્ને પ્રમાણ : આપ્ત એટલે વિશ્વાસ મૂકવા યોગ્ય; નિતાંત યથાર્થવાદી. એ તે જ હોય છે નિતાંત સત્ય કહેનાર હોય, વાસ્તવિક કહેનાર હોય. જેવું હોય તેવું કહેનાર હોય, સ્વાર્થથી વાતમાં કોઈ જાતની ભેળસેળ કરનાર ન હોય. આવું સત્ય, યથાસ્થિત, નિર્ભેળ કોણ કહી શકે? ટીકાકાર કહે છે - 'आप्तश्चात्यन्तिकाद्दोषक्षयात् स चार्हत्रेव ।' ‘દોષોનો આત્યંતિક રીતે એટલે કે સવશે-સર્વથા ક્ષય કરવાથી આપ્તપણું પ્રગટે છે. આવા આપ્ત અરિહંત જ છે.' જેમણે આત્યંતિક રીતે - એટલે કે સવશે સર્વથા દોષોનો ક્ષય કર્યો છે, તે જ આપ્યું છે. આવા આપ્ત અહંત જ છે. “અનુયોગદ્વાર' આગમમાં આતની વ્યાખ્યા જણાવતાં કહ્યું છે કે 'आगमश्चाप्तवचन-माप्तं दोषक्षयाद्विदुः । वीतरागोऽनृतं वाक्यं, न ब्रूयाद्धत्वसम्भवात् ।।' આપ્તનું વચન આગમ કહેવાય છે. આપ્ત દોષનો ક્ષય થવાથી કહેલ છે, અસત્ય બોલવાના કારણોની શક્યતા હોવાથી વીતરાગ અસત્ય વાક્ય બોલતા નથી.' કહેવાનું તાત્પર્ય એ થયું કે જે વીતરાગ સર્વજ્ઞ છે તે જ આપ્ત છે. જેમણે રાગનો ક્ષય કર્યો નથી, જેમણે દ્વેષનો ક્ષય કર્યો નથી અને જેમણે અજ્ઞાનનો ક્ષય કર્યો નથી, તે આપ્ત નથી, પણ જેમણે રાગ-દ્વેષનો ક્ષય કરી વીતરાગતા અને અજ્ઞાનનો ક્ષય કરી સર્વજ્ઞતા પ્રાપ્ત કરી છે તે જ આપ્ત પુરુષ છે. એટલે કે જે સર્વજ્ઞ-વીતરાગ નથી, તે આપ્ત નથી અને જે આપ્ત નથી તેમના ઉપદેશથી સાચો વિવેક ક્યારે ય પ્રગટતો નથી. વિવેક પ્રગટાવવા ઉપદેશ સાંભળવો જરૂરી છે અને તે ઉપદેશ આપ્તનો જ હોવો જરૂરી છે. અસત્ય બોલવાનાં ત્રણ કારણો છે : રાગ, દ્વેષ અને અજ્ઞાન. વ્યક્તિ, વસ્તુ કે પરિસ્થિતિ પ્રત્યે કોઈ પ્રકારનો લગાવ, લાગણી કે રાગ જેને હોય તે તેના માટે ખોટું બોલે તેમ બને. એ જ રીતે વ્યક્તિ, વસ્તુ કે પરિસ્થિતિ પ્રત્યે કોઈ પ્રકારનો અભાવ, દુર્ભાવ, અણગમો, અરુચિ કે દ્વેષ જેને હોય તે તેના માટે પણ Page #217 -------------------------------------------------------------------------- ________________ ૧ - આગમ જાણો ! ખોટું બોલે તેમ બને અને વ્યક્તિ, વસ્તુ કે પરિસ્થિતિની વાસ્તવિક માહિતી જ જેની પાસે ન હોય તે વ્યક્તિ અજ્ઞાનના કારણે પણ ખોટું બોલે તેમ બને. ટૂંકમાં રાગ-દ્વેષ અને અજ્ઞાનને કારણે જ ખોટું બોલાય છે. એ વિના નથી બોલાતું. એટલે જેનામાં રાગ-દ્વેષ અને અજ્ઞાન નથી, તેના મુખમાંથી ખોટું વેણ ક્યારેય નીકળી શકે જ નહિ. આગમોમાં કહ્યું છે - ૧૯૮ 'अणुवकयपराणुग्गहपरायणा जं जिणा जगप्पवरा । जियरागदोसमोहा य नन्नहावाइणो तेणं ।।' *પોતાના ઉપર કોઈએ ઉપકાર કર્યો નથી, છતાં સ્વભાવથી જ જે પરોપકાર કરવામાં તત્પર છે, એવા જગત્પ્રેષ્ઠ જિનેશ્વરો; રાગ-દ્વેષ અને મોહ (અજ્ઞાન) આ ત્રણેને જીતેલા હોવાથી અન્યથાવાદી (જૂઠ બોલનાર) નથી હોતા.' જે સર્વજ્ઞ-વીતરાગ નથી, તે સ્વયં આપ્ત નથી. આપ્ત બે પ્રકારનાં છે. એક સ્વયં આપ્ત અને બીજા આપ્તના વચનને અનુસરનારા આપ્ત. જે સર્વજ્ઞ વીતરાગ છે, તે સ્વયં આપ્ત છે અને બીજા સર્વજ્ઞ વીતરાગને સમર્પિત હોઈ વીતરાગે કહેલું હોય તે જ બોલે માટે તેઓ પણ આપ્ત માટે જ તીર્થંકર ભગવંતોનો મુખ્ય ગુણ ‘યથાર્થવાદિતા’ છે અને આચાર્ય ભગવંતોનો મુખ્ય ગુણ ‘શુદ્ધપ્રરૂપકતા' છે. 198 ભગવાન માટે - ‘ટ્વિઞવત્થવાળ’ – ‘યથાસ્થિત વસ્તુ સ્વરૂપને કહેનારા’ · એમ મુખ્ય વિશેષણ મૂકાય છે. જ્યારે આચાર્ય માટે ‘યુદ્ધપવો' – ‘સર્વજ્ઞના શાસ્ત્ર મુજબ જ શુદ્ધ પ્રરૂપણા કરનારા' - એમ મુખ્ય વિશેષણ મૂકાય છે. તેમાં ભગવાન સ્વયં-આપ્ત અને ભગવાનનાં શાસ્ત્રોને અનુસારે કહેનારા આચાર્યાદિને પરંપરાએ આપ્ત કહી શકાય. ‘દ્વાત્રિંશદ્વાત્રિંશિકા’નામના ગ્રંથરત્નની જિનમહત્ત્વ દ્વાત્રિંશિકામાં ‘આપ્તમીમાંસા’નો એક શ્લોક ટાંકવા દ્વારા પૂ. ઉપાધ્યાયજી મહારાજે એક સુંદર વાત કરી છે. Page #218 -------------------------------------------------------------------------- ________________ ૧૯૯ - ૯: પૂર્વાચાર્યોના પંથે ચાલવું એ તેઓની શ્રેષ્ઠ ભક્તિ છે - 9 – 199 'देवागमनभोयानचामरादिविभूतयः । मायाविष्वपि दृश्यन्ते नातस्त्वमसि नो महान् ।' દેવોનું આગમન, આકાશમાં ગમન અને ચામર વગેરે (અષ્ટ મહાપ્રાતિહાર્યો)ની સમૃદ્ધિના કારણે (હે પ્રભુ !) તમે અમારા માટે મહાન નથી. (કારણ કે) આ બધું તો માયાવીમાં પણ સંભવી શકે છે.' ભગવાનને ઉદ્દેશીને ત્યાં કહ્યું છે કે, “પ્રભો ! તમને સોના-રૂપાના ગઢ છે, અષ્ટમહાપ્રાતિહાર્યો છે. કરોડો દેવતાઓ દોડી-દોડીને તમારી સેવા કરવા આવે છે માટે તમે મહાન છો, એમ હું માનતો નથી. પરંતુ તમે “યથાર્થવાદી” છો, તમારામાં યથાર્થવાદિતા રહેલી છે, માટે તમે મહાન છો. એ જ રીતે આચાર્ય માટે કહ્યું કે, તમે મોટા તપસ્વી છો, જ્ઞાની છો, ત્યાગી છો, બહોળા શિષ્ય પરિવારવાળા છો, વિશાળ ભક્તવર્ગવાળા છો, ચારિત્રી છો માટે મહાન છો, એમ નથી. પરંતુ તમારામાં શુદ્ધ પ્રરૂપકતા છે, માટે તમે મહાન છો ! એક શુદ્ધ પ્રરૂપકતા ગુણના આધારે તો આચાર્યને છેક તીર્થકરની સાથે સરખાવ્યા છે. નવપદજીની પૂજા'માં કહ્યું છે કે - “શુદ્ધ પ્રરૂપકગુણ થકી, જે જિનવર સમ ભાખ્યા રે...” તેમ “સંબોધ પ્રકરણ', ગચ્છાચાર પયગ્રા' વગેરે ગ્રંથોમાં કહ્યું છે કે – 'तित्थयर समो सूरी, सम्मं जो जिणमयं पयासेइ । अणाइ अइक्वंतो, सो कापुरिसो न सप्पुरिसो ।।' ‘જે જિનમતને સારી રીતે પ્રકાશિત કરે છે તે આચાર્ય તીર્થકર તુલ્ય છે અને જે જિનાજ્ઞાનું ઉલ્લંઘન કરે છે, તે પુરુષ નથી પણ કા-પુરુષ, ખરાબ પુરુષ છે.' - આ રીતે આ ગાથામાં તો “જેનામાં શુદ્ધ પ્રરૂપકતા નથી તેના માટે સ્પષ્ટ શબ્દોમાં કહી દીધું કે, તે સત્પરુષ નથી, પરંતુ કાપુરુષઃખલ-દુર્જન પુરુષ છે.” બહુશ્રુતશ્રી ધર્મદાસ ગણિ કે જે ભગવાન મહાવીરના સ્વ-હસ્તદીક્ષિત શિષ્ય હતા તેમણે ઉપદેશમાળામાં કહેલી વાત પૂ. ઉપાધ્યાયજી મહારાજે સાડી ત્રણસો ગાથાના સ્તવન અને શ્રીપાળ રાજાના રાસમાં સામાન્ય શબ્દફેર સાથે કરી છે. Page #219 -------------------------------------------------------------------------- ________________ ૨૦૦ ---- ૧ - આગમ જાણો ! - 200 એમણે કહ્યું કે – જિમ-જિમ બહુશ્રુત-બહુજન સંમત, બહુ શિષ્ય પરિવરીયો, તિમ-તિમ જિનશાસનનો વૈરી, જો નવિ નિશ્ચય દરિયો.' જે આચાર્ય જિનવચનને યથાર્થ જાણે નહિ (અને યથાર્થ પ્રરૂપે નહિ) તે જેમ જેમ દેખીતો વધુ જ્ઞાની બનતો જાય, જેમ જેમ બહુજનને માન્ય બનતો જાય અને જેમ જેમ બહુ શિષ્યોના પરિવારવાળો બનતો જાય તેમ તેમ તેનામાં જૈનશાસનની શત્રુતા વધતી જાય છે. એટલે એ જેનશાસનનો મોટો શત્રુ બનતો જાય ! એ એવું એવું બોલે, એવી એવી પ્રવૃત્તિઓ કરે કે એનાથી જૈનશાસનને પારાવાર નુકસાન થાય. નિશ્ચય દરિયો એટલે જે જૈનશાસનનાં તત્ત્વોને યથાર્થ રીતે જાણતો ના હોય, તેની યથાર્થ સદ્દતણા કરતો ન હોય અને યથાર્થ પ્રરૂપણા કરતો ન હોય. આવ ભાઈ હરખા ને આપણે બે સરખા” – “બધા સારા, બધા સરખા” - સાચા-ખોટાનો, સારા-ખરાબનો કોઈ વિવેક જ નહિ” - આ તેની માન્યતા હોય છે. આવામાં શુદ્ધ પ્રરૂપકતા હોતી નથી. સભાઃ ફ્લેક્ષીબલ (Flexible) કહેવાય ને ? ના, એને ફ્લેક્ષીબલ ન કહેવાય, અડુકીયા-દડુકીયા કહેવાય. આવી વૃત્તિપ્રવૃત્તિવાળાને ક્યારેય આપ્ત ન કહી શકાય. એ તો મીરજાપુરી લોટા જેવા કહેવાય. ગંગા ગયે ગંગાદાસ અને જમના ગયે જમનાદાસ. પોતાની નહિ પણ શાસનની ધરી ઉપર જે ટકી રહે પછી ફ્લેક્ષીબલ (Flexible) થાય તો વાંધો નથી. પણ ધરીને મૂકી દે અને ફ્લેક્ષીબલ બનવા જાય તો તે મીરજાપુરી લોટા જેવા કહેવાય. એવી વૃત્તિ-પ્રવૃત્તિ ધરાવનારાઓ તો સ્વ-પરના હિતના કારમાં ઘાતક બને છે. માટે અહીં કહ્યું કે – પહેલે નંબરે તીર્થંકર પરમાત્મા “સ્વયં આપ્ત' છે અને તેમને માર્ગે ચાલનારા સસૂત્ર દેશના દેનારા, શુદ્ધ પ્રરૂપક આચાર્ય ભગવંતો બીજે નંબરે “પરંપરાએ આપ્યું છે. વિવેક તેમની પાસેથી મળે. લાયબ્રેરીઓ, પુસ્તકો કે બજારમાંથી આ વિવેક ન મળે. સભાઃ બધા જ કહે છે - “અમે સાચા' તો સાચાને ઓળખવા કઈ રીતે ? બજારમાં બધા જ વેપારીઓ કહે કે, “અમે સાચા વેપારી' છતાં તમે શોધીને સાચું-સારું લઈ આવો છો ને ? આ ભેળસેળના જમાનામાં પણ પરીક્ષા કરીને Page #220 -------------------------------------------------------------------------- ________________ ૨૦૧ – ૯ઃ પૂર્વાચાર્યોના પંથે ચાલવું એ તેઓની શ્રેષ્ઠ ભક્તિ છે – 9 – 201 સારું ખરીદીને લાવો છો કે નહિ ? એ કેમ આવડ્યું ? સારાનું અથાણું હતું માટે. એમ અહીં પણ પહેલાં સત્યનું અર્થીપણું જોઈએ. તમે બજારમાં જાવ તો માલ માંગો છો ને ? પહેલાં માલ બતાવો, ક્વોલિટી જોઈશ, પછી ખરીદીશ. એમ બોલો છો ને ? પેલો કહે કે, “મારા ઉપર વિશ્વાસ નથી ? તો શું લઈ લેશો ? સભાઃ ચોખ્ખો માલ ઓળખતાં ન આવડે તો ? ઘરવાળી માટે સોનાના-હીરાના કે મોતીના દાગીના ખરીદવા જાવ છો ને ? સોનું-હીરા કે મોતી ઓળખવાની આવડત ન હોય તો વચ્ચે દલાલને રાખો છો ને ? એની દલાલી ચૂકવો છો ને ? ત્યાં અર્થીપણું છે, માટે બધું જ કરો છો. અહીં અર્થીપણું જ નથી. હજી શોધક વૃત્તિ જ નથી. વગર મહેનતે તમને ઘણું બધું મળી ગયું છે, એટલે તમારે મન આજે તેની ફૂટી કોડીની કિંમત નથી. ખરું બોલો... પાંચ પ્રતિક્રમણ-જીવવિચાર-નવતત્ત્વ અર્થ સાથે આજે કેટલાને આવડે ? ૨૪ તીર્થંકરનાં નામ-લંછન-વર્ણ પણ આજે કેટલાને આવડે ? કે પછી “ક્યાં આ બધી ભાંજગડ કરવી. એમ થાય છે ? જ્યાં સુધી અર્થીપણું નહિ પ્રગટે ત્યાં સુધી પાઠશાળાઓનો પણ સાચો ઉપયોગ થવાનો નથી. પાંચ પ્રતિક્રમણ, જીવવિચાર અને નવતત્ત્વ એ તો જૈનશાસનની એસ. એસ. સી. છે. આટલું ભણ્યા પછી જૈનશાસનની વિવિધ જ્ઞાનશાખાઓ પૈકી કોઈ પણ જ્ઞાનશાખામાં પ્રવેશ કરવો સરળ થઈ પડે અને સંવિગ્ન-ગીતાર્થ પુરુષ જેવા આપ્તપુરુષના પાવન મુખેથી પ્રાપ્ત થતાં પરમઆપ્ત એવા સર્વજ્ઞ-વીતરાગનાં વચનોને સમજવાની ક્ષમતા સાંપડે અને એ વચનો યથાર્થરૂપે સમજાય તો જ આત્મકલ્યાણનો સાચો રાહ આપણને સાંપડે. વિતરાગ-સર્વજ્ઞ એ સ્વયં આપ્તપુરુષ છે અને એ આપ્ત પુરુષના વચનોને જ યથાર્થરૂપે પ્રરૂપતા સંવિગ્ન-ગીતાર્થ ગુરુભગવંતો એ આપ્ત પુરુષના સાચા પ્રતિનિધિ હોઈ તે પણ આપ્ત છે. આવા આપ્ત પુરુષોના વચનનું શરણું લઈને તમારે-અમારે આપણે સૌએ ભવસાગર તરવાનો પ્રયત્ન કરવાનો છે. વિશેષ હવે પછી. Page #221 -------------------------------------------------------------------------- ________________ શુદ્ધ×રૂપક સુગુરુ-માહાત્મ્ય (પૂ. મહો. શ્રી યશોવિજયજી ગણિવ૨) ભાવાચારય જિન સરિખો, બીજા નવિ લેખે પરિખો; પૂછે ગૌતમ કહે વીર, મધ્ય મહાનિશીથ ગંભીર. * જે જ્ઞાન-ક્રિયાનો દરિયો, તે સદ્ગુરુ ગુણ-મણિ ભરિયો; જે શુદ્ધ-પ્રરૂપક નાણી, તે પણ ઉત્તમ-ગુણ ખાણી. * ઉસત્રો પણ રજ ટાળે, જે જિન-મારગ અજુઆલે; ઈમ બોલે ગચ્છાચાર, ગુરુ-જ્ઞાની જગદાધાર. * જ્ઞાની છે કેવલી-કલ્પ, એ કલ્પ ભાષ્યનો જલ્પ; જે શુદ્ધ-કથક ગુણધારી, તે સદ્ગુરુની બલિહારી. * શુદ્ધ પ્રરૂપક સાધુ નમીજે, શરણ તેહનું કીજે રે, તાસ વચન અનુસારે રહી, ચિદાનંદ ફ્ળ લીજે રે. Page #222 -------------------------------------------------------------------------- ________________ ૧૦ આપ્ત કહે તે પ્રમાણ !તો આપ્ત કોણ? 10 - વિ. સં. ૨૦૫૮, અષાઢ વદ-૧૧, સોમવાર, તા. ૫-૮-૦૨, સાચોરી ભવન, પાલીતાણા - • આપ્ત કોણ ? જૈનશાસનની વિરલ વિશેષતા : તીર્થંકરો પણ અન્ય તીર્થંકરોનો હવાલો આપે : • ♦ પરીક્ષા કરીને આપ્તપણું પુરવાર થાય પછી જ સ્વીકાર કરાય ઃ મા’ મળો તો આવી મળજો : ♦ શાસ્ત્રવચનના અનંત અર્થ થાય પણ તે જ ચારિત્રની શ્રદ્ધા પ્રગટે છે આચારાંગથી : અર્થ લેવાય કે જે સંગત હોય : વિષય : જૈનશાસનની અદ્ભુત વ્યવસ્થા. બંધનને તોડવા માટે વિવેક જરૂરી છે. વિવેક આપ્તવચનોથી જ મળે. માટે અહીં ‘આપ્ત’ કોણ હોઈ શકે ? તેની સુંદર સમજ આપ્યા બાદ કયા કયા કારણે વિપરીત (અસત્ય-ઉત્સૂત્ર) પ્રરૂપણા થાય - તેનું પણ નિદર્શન કરાવ્યું છે. તીર્થંકરો સીધે સીધા ‘આપ્ત’ કહેવાય. જ્યારે ગણધરો અને તેમને અનુસરનારા સૂરિ-મુનિવરો સીધેસીધા નહિ, પરંતુ વાયા-વાયા આપ્ત કહેવાય. એ બંનેય પ્રમાણ છે. યથાર્થવાદિતા એ તીર્થંકર ભગવંતોનો મુખ્ય ગુણ છે; માટે તેઓ સીધા આપ્ત છે. જ્યારે સસૂત્ર પ્રરૂપકતા એ આચાર્ય ભગવંતોનો મુખ્ય ગુણ છે માટે તેઓ પરંપરાએ આપ્ત છે. શ્રાવક-શ્રાવિકા સંઘને માથે શ્રમણસંઘ, શ્રમણ સંઘના માથે આચાર્ય અને આચાર્યના માથે તીર્થંકર-ગણધર-પૂર્વાચાર્યોનાં શાસ્ત્રો ! આ જૈનશાસનની અદ્ભુત વ્યવસ્થા આ પ્રવચનમાં દર્શાવવામાં આવી છે. ત્યારબાદ શાસ્ત્રવચનોના અનેક અર્થો થતાકરાતા હોય ત્યારે કયા અર્થને, કોના કરેલા અર્થને પ્રમાણ કરવો – વગેરે અનેક ઉપયોગી બાબતોનું સચોટ માર્ગદર્શન આ પ્રવચનમાં મળી રહે છે. પ્રવચનનું પ્રતિબિંબ * તીર્થંકર પરમાત્માનો જેમ યથાર્થવાદી ગુણ છે, તેમ આચાર્ય ભગવંતનો શુદ્ધપ્રરૂપણા ગુણ છે. * શરણાગતિ સ્વીકારો તો જ સમીપતા સ્વીકારી કહેવાય. * દેવની જેમ પરીક્ષા ક૨વાની, એ દેવ આપ્ત છે કે નહિ તે જેમ જોવાનું; તેમ ગુરુની પણ પરીક્ષા કરવાની છે અને તે ગુરુ આપ્ત છે કે નહિ, તે જોવાનું. પછી જ તેમના મુખે ધર્મદેશના સાંભળવાની. Page #223 -------------------------------------------------------------------------- ________________ પ્રવચન-સ્રોત ‘લુબ્લિક તિઽટ્ટિડ્ડા, વંથનું પરિનાળિયા किमाह बंधणं वीरो, किं वा जाणं तिउट्टइ || १ || ‘શ્રી સુધર્માસ્વામી : બોધ પામ ! બંધનને ચારે બાજુથી જાણ ! બંધનને તોડી નાંખ ! શ્રી જંબૂસ્વામી : પ્રભુ વીરે કોને બંધન કહ્યું છે, શું જાણીને એને તોડી શકાય છે ?' Page #224 -------------------------------------------------------------------------- ________________ ૧૦: આપ્ત કહે તે પ્રમાણ ! તો આપ્ત કોણ? અનંત ઉપકારી, ચરમ તીર્થપતિ શ્રમણ ભગવાન શ્રીમહાવીર પરમાત્માના શાસનના પરમાર્થને પામેલા પંચમ ગણધર ભગવંત શ્રીસુધર્માસ્વામીજી મહારાજાએ પરમાત્માના પાવન મુખેથી ત્રિપદી પ્રાપ્ત કરીને શેષ દશ ગણધર ભગવંતોની જેમ જ દ્વાદશાંગીની રચના કરી. તે પૈકીનું બીજું અંગ-આગમ : ‘સૂયગડાંગ સૂત્ર’ છે. તેના ઉપર ચૌદ પૂર્વધર મહર્ષિશ્રી ભદ્રબાહુસ્વામીજી મહારાજાએ ‘નિર્યુક્તિ-ગ્રંથ' ની રચના કરી છે. તે જ રીતે પૂર્વના મહાપુરુષે ‘ચૂર્ણી-ગ્રંથ'ની પણ રચના કરી છે અને તે પછી આગળ વધીને પૂજ્ય આચાર્યશ્રી શીલાંકસૂરિજી મહારાજાએ ‘વ્યાખ્યા-ગ્રંથ'ની રચના કરી છે. વ્યાખ્યા-ગ્રંથની રચના કરતાં પૂજ્ય આચાર્યશ્રી શીલાંકસૂરિજી મહારાજાએ એ મહાન આગમ ગ્રંથમાં આપણા સૌનો પ્રવેશ કરાવવા માટેની ભૂમિકા તૈયાર કરી આપી છે. આ સંસાર અનાદિનો છે. તેમાં આપણે અનાદિકાળથી પરિભ્રમણ કરીએ છીએ. એકેન્દ્રિયથી માંડીને પંચેન્દ્રિય સુધીની અવસ્થાઓમાં, દેવાદિ ચારે ગતિઓમાં, ૮૪ લાખ યોનિઓમાં, ૧૪ રાજલોક પ્રમાણ વિશ્વમાં અનાદિકાળથી અનંત જન્મ-મરણ મેં અને તમે, આપણે સૌએ કર્યાં છે. આ પરિસ્થિતિમાં માનવ જીવન પામવું - એ અતિ દુર્લભ છે, તેમાં પણ આર્યદેશ, આર્યજાતિ, આર્યકુળ, પંચેન્દ્રિય પરિપૂર્ણતા તેમજ દેવ-ગુરુ-ધર્મની સામગ્રી મળી તે અનંત પુણ્યની નિશાની છે. આ સામગ્રી જેને મળી ગઈ તેને માટે જ્ઞાનીઓ કહે છે કે, તેના અહોભાગ્યની કોઈ અવવિધ નથી. અનાદિકાળમાં આત્માને આજે આ સામગ્રીનો સંયોગ મળ્યો છે તો તે Page #225 -------------------------------------------------------------------------- ________________ q - આગમ જાણો ! મેળવીને ભવ ઉચ્છેદ કરવાનો જ એક પ્રયત્ન કરવો જોઈએ. આજ સુધીનાં દરેક ભવોમાં આપણે કર્મ બાંધવાનું જ કામ કર્યા કર્યું છે. એ કર્મને તોડવાનું કામ જે રીતે માનવ ભવમાં શક્ય છે, તે રીતે બીજા કોઈ પણ ભવોમાં શક્ય નથી. જેણે કર્મ ઉચ્છેદ કરવો છે, તેણે ‘વિવેક' કેળવવો જરૂરી છે. કારણ કે તે વગર કર્મચ્છેદની સાધના થઈ શકતી નથી. ૨૦૬ કર્મોચ્છેદની સાધનાનો પાયો કે - એ સાધનાનું મંડાણ વિવેક વગર શક્ય જ નથી. તે વિવેક કોઈ બજારુ વસ્તુ નથી કે ગમે ત્યાંથી મળી જાય. તે માત્ર આપ્ત પુરુષોના ઉપદેશથી જ મળે છે. જે તેમનો ઉપદેશ ઝીલે - પામે તેને જ વિવેક પ્રાપ્ત થાય. આપ્ત કોણ ? અહીં ‘આપ્ત’ કોને કહેવાય તે મોટો સવાલ છે ! કારણ કે જેટલા દર્શનકારો છે, જે કોઈ પોત-પોતાના ધર્મને કે મતને પ્રવર્તાવનારા છે, તે બધા જ પોતાને ‘આપ્ત’ માને-મનાવે છે. પૂ. આનંદઘનજી મહારાજે પણ ‘શ્રી અભિનંદન પ્રભુના સ્તવન’માં કહ્યું છે - ‘મત-મતભેદે હો જો જઈ પૂછીયે, સહુ થાપે અહમેવ.’ એમાંની એક પણ વ્યક્તિ એવી નથી, જે પોતાને ‘અનાપ્ત’ માને-મનાવે. કાલસોરિક જેવો કસાઈ પણ પોતાના દીકરાને કહેતો કે, ‘હું આપ્ત છું.’ તારા હિતની વાત કરું છું. તું નિયમ કર કે - જીવનભર રોજ ૫૦૦ પાડાને મારીશ, તો મારો જીવ સુખેથી ગતિએ જાય' આવી મહાહિંસાની વાત કરનારો કસાઈ પણ પોતાને ‘આપ્ત' ગણાવે છે. 206 રોહિણીયા ચોરનો બાપ લોહખુર ચોર ! એ પણ પોતાની જાતને ‘આપ્ત’ જણાવે છે. તે પોતાના દીકરાને કહે છે, ‘બેટા ! હાથમાં પાણી લઈને પ્રતિજ્ઞા કર કે, મહાવીરનું વચન ક્યારેય નહિ સાંભળું.’ ગોશાળા જેવો ગોશાળો પણ પોતાને ‘આપ્ત' ગણાવે છે. જો આવા બધા લોકો પણ પોતાને ‘આપ્ત’ ગણાવતા હોય તો પછી આપ્ત તરીકે કોનું વચન માનવું ? કોના વચનોના સહારે કર્મચ્છેદ કરવો ? જૈનશાસનમાં કોઈ વ્યક્તિ માટે વ્યક્તિ પ્રત્યેના રાગ કે દ્વેષથી તેને માટે સારો કે ખરાબ અભિપ્રાય Page #226 -------------------------------------------------------------------------- ________________ ૨૦૭ – ૧૦ : આખા કહે તે પ્રમાણ ! તો આખ કોણ? - 10 – 207 આપવામાં આવ્યો નથી, વ્યક્તિવાદી આ દર્શન નથી, પરંતુ યથાર્થ વસ્તુવાદી આ દર્શન છે. જેના જીવનમાં અસત્ય ન હોય તે આપ્ત. જેના જીવનમાં અસત્ય બોલવાની, વિચારવાની કે કરવાની શક્યતા હોય તે ક્યારેય “આપ્ત’ ન હોઈ શકે. ગઈ કાલે આપણે આગમમાં અપાયેલા પાઠના આધારે જોઈ ગયા કે કેવી વ્યક્તિ યથાર્થવાદી હોઈને આપ્ત હોઈ શકે? જે વીતરાગ-સર્વજ્ઞ હોય તે જ આપ્ત હોઈ શકે, બીજો નહિ. કેમકે જે વીતરાગ સર્વજ્ઞ હોય તે અસત્ય ક્યારેય ન બોલે. અસત્ય બોલવાના ત્રણ કારણ હોય છે. ૧ - રાગ, ૨ - દ્વેષ અને ૩ – અજ્ઞાન. કોઈ પણ વ્યક્તિ, વસ્તુ કે સંયોગ અનુકૂળ લાગે ને ગમે, તેના પ્રત્યે ખેંચાણ થાય, એનું આકર્ષણ થાય, એને મેળવવાનું મન થાય, એની માલિકી કરવાનું મન થાય, એનો સહવાસ કરવાનું મન થાય, તે બાજુમાં જ જોઈએ એમ થાય. તે ન હોય તો નહિ ચાલે એમ થાય, તેનું નામ છે “રાગ' ! કોઈપણ વ્યક્તિ, વસ્તુ કે પરિસ્થિતિ પ્રતિકૂળ લાગી, ન ગમી, તેથી તેના ઉપર અણગમો-અભાવ થયો, અરુચિ થઈ, તેનાથી દૂર રહેવાનું મન થયું, તેના તરફ નજર માંડવાનું પણ ન ગમે તેવું થયું. તે વ્યક્તિ-વસ્તુ કે સંયોગોનું અસ્તિત્વ જ ન જોઈએ એમ થયું, તેનું નામ છે : “વૈષ.” તે વ્યક્તિ-વસ્તુ કે પરિસ્થિતિનું વાસ્તવિક જ્ઞાન જ હોય નહિ તેનું નામ છે : “અજ્ઞાન' ! વસ્તુના અસ્તિત્વમાં કે સ્વરૂપમાં શંકા થવી તે “સંશય રૂપ અજ્ઞાન છે. વસ્તુ કે તેના સ્વરૂપનો ખ્યાલ જ ન હોવો તે “અનધ્યવસાય” નામનું અજ્ઞાન છે અને વસ્તુનું ઉંધુ જ્ઞાન હોવું તે “વિપર્યાસ કે વિપર્યય' નામનું અજ્ઞાન છે. શાસ્ત્રની પરિભાષામાં ત્રણ પ્રકારનાં અજ્ઞાન બતાવ્યા છે. ૧ - સંશય: વસ્તુ છે કે નહિ ? તેનું સ્વરૂપ આવા પ્રકારનું હશે કે નહિ ? તે બાબતોનો અનિશ્ચય તે સંશયરૂપ અજ્ઞાન છે. જે વસ્તુના બે છેડા ન હોય છતાં જેને એમાં બે છેડા લાગે, આવી પરિસ્થિતિ તે સંશય નામનું અજ્ઞાન છે. Page #227 -------------------------------------------------------------------------- ________________ ૨૦૮ - ૧ - આગમ જાણો ! 208 - ૨ - અનધ્યવસાય: વસ્તુ છે કે નહિ તેનો કોઈ ખ્યાલ જ ન હોય કે વસ્તુના સ્વરૂપ ભેદ-પ્રભેદ વગેરેનો ખ્યાલ જ ન હોય તે અનધ્યવસાયરૂપ અજ્ઞાન છે. વસ્તુની વિશિષ્ટતા, વિશેષ ગુણધર્મો સંબંધી જ્ઞાન ન હોવું તે અનધ્યવસાય છે અને ૩ - વિપર્યયઃ વસ્તુ હોય એક અને જણાય બીજી, વસ્તુનું જ સ્વરૂપ હોય તેના કરતાં ઉંધું જણાય તે વિપર્યયરૂપ અજ્ઞાન છે. એટલે જે વસ્તુ જેવી હોય તેવી ન દેખાય અને જેવી ન હોય તેવી દેખાય તે વિપર્યય. જે વ્યક્તિમાં રાગ-દ્વેષ કે અજ્ઞાન હોય તેનાથી ક્યારેક ને ક્યારેક, ક્યાંક ને ક્યાંક ખોટું બોલાવાનું શક્ય છે. એના માટે અસત્ય ભાષણની સંભાવના ખુલી જ રહેતી હોય છે માટે જ તીર્થંકર-વીતરાગ પરમાત્મા પણ જ્યાં સુધી સર્વજ્ઞ ન બને. કેવળજ્ઞાન પ્રાપ્ત ન થાય ત્યાં સુધી પ્રાયઃ ઉપદેશ આપતા નથી, માર્ગ બતાવતા નથી, શાસનની સ્થાપના કરતા નથી. રખે ને ક્યાંય અસત્ય પ્રરૂપણા થઈ જાય ! સભાઃ ક્રોધ-લોભ-ભય-હાસ્યથી અસત્ય બોલાય તેમ મહાવ્રતોના આલાવામાં કહ્યું છે, તો તમે અસત્ય બોલવાના રાગાદિ ત્રણ કારણ કેમ કહો છો ? ક્રોધ-લોભ-ભય અને હાસ્ય એ અસત્ય બોલવાનો આવેગ પેદા કરે છે. અહીં અસત્ય ખરાબ છે, એ સમજાયેલું છે છતાં આવેગથી બોલાય છે. જ્યારે પેલામાં રાગ, દ્વેષ અને અજ્ઞાનને કારણે ખોટું સારું લાગે છે અથવા જાણી જોઈને ખોટું બોલાય છે. પેઢીમાં તમારો અનુભવ છે કે ક્રોધ-લોભ ને માયાથી અસત્ય બોલાય છે અને હાસ્યમાં-મશ્કરીમાં કે રમતે ચડેલાં કેટલી ખોટી વાતો કરે છે ? એટલે આ ચારના ઉદ્રકમાં ખોટું બોલાય છે. એકમાં ખ્યાલ છે ને બીજામાં ખ્યાલ નથી, આટલો ફેર છે. બીજી રીતે વિચારીએ તો ક્રોધ, લોભ, ભય અને હાસ્ય - આ ચારેયનો અપેક્ષાએ રાગ-દ્વેષમાં સમાવેશ થઈ જ જાય છે. અસ્તુ. આ તીર્થકરો “સ્વતઃ આપ્ત' હોય છે. તીર્થકરોના અનુયાયી આચાર્યઉપાધ્યાય-સાધુ એ પરતઃ - પરંપરાએ આપ્યું છે. કારણ કે, એ આચાર્યઉપાધ્યાય કે સાધુ ક્યારે પણ બોલે તો તે આપ્ત એવા સર્વશે કહેલ સિદ્ધાંતોને Page #228 -------------------------------------------------------------------------- ________________ ૨૦૯ – ૧૦ આપ્ત કરે તે પ્રમાણ ! તો આખ કોણ? - 10 – 209 દર્શાવતાં શાસ્ત્રને આંખ સામે રાખીને જ બોલે. સર્વજ્ઞ આપ્યું છે માટે સર્વજ્ઞનાં શાસ્ત્ર પણ આપ્યું છે અને એ શાસ્ત્રને આંખ સામે રાખીને જેઓ બોલે તે પણ “આખ છે” એમ કહી શકાય. જૈનશાસનની વિરલ વિશેષતા : તીર્થકરો પણ અન્ય તીર્થકરોનો હવાલો આપે? તીર્થકરો પોતાની સર્વજ્ઞ દૃષ્ટિથી સત્ય જેવું છે તેને તેવું જ જોઈ શકે છે અને પોતાની વીતરાગતાથી સત્ય જેવું છે, તેવું માણી શકે છે. એટલે જ તેઓ જ્યારે જે પણ બોલે તે સત્ય જ હોય છે. માટે જ એક નહિ પણ અનંત-અનંત તીર્થંકર ભગવંતોની કહેલી વાતોને ભેગી કરો તો પણ તે બધાની વાત એક જ સરખી આવે. “ભૂતકાળના અનંતા તીર્થકર જે કહી ગયા છે, ભવિષ્યનાં અનંત તીર્થંકર જે કહેવાના છે - અને વર્તમાનના વિહરમાન વીશ તીર્થંકરો જે કહી રહ્યા છે. તે જ હું કહું છું.” એમ તીર્થંકર પરમાત્માશ્રી મહાવીરદેવ આચારાંગ નામના આગમ ગ્રંથમાં કહી ગયા છે. “શ્રી આચારાંગ સૂત્રના ચોથા “સખ્યત્વ' નામના અધ્યયનમાં જણાવ્યું છે કે - 'से बेमि जे य अईया जे य पडुप्पन्ना जे य आगमिस्सा અરહંતા માવંતો તે સર્વે વિમાફવર્ષાતિ xx' ભૂતકાળમાં અનંત તીર્થંકરો થઈ ગયા, ભવિષ્યમાં અનંત તીર્થંકરો થશે અને વર્તમાન સમયમાં જે તીર્થકરો વિચરે છે તે અરિહંત ભગવંતો આ મુજબ કહે છે.xx' તીર્થકર જેવા તીર્થંકર પણ ક્યારેય એમ ન કહે કે, “આ હું જ કહું છું, માટે માની લો !” પરંતુ ભૂત, ભાવિ ને વર્તમાનના તીર્થકરોનો પણ એ હવાલો આપીને વાત કરે છે. શ્રી હરિભદ્રસૂરિ મહારાજા હોય કે શ્રી સિદ્ધસેન દિવાકરસૂરિ મહારાજ હોય, શ્રી વાદીવેતાલ શાંતિસૂરિ મહારાજ હોય કે શ્રી હેમચન્દ્રસૂરિ મહારાજ હોય કે ઉપાધ્યાયશ્રી યશોવિજયજી મહારાજ હોય, કોઈપણ શાસ્ત્રકાર ભગવંત હોય તે બધા એક જ અવાજે કહે છે કે, Page #229 -------------------------------------------------------------------------- ________________ ૨૧૦. 210. - ૧ - આગમ જાણો ! - 'जिणदेसियं, जह भणियं पुवसूरिहिं, यथाशास्त्र, जैनेन्द्रसिद्धान्तनिस्यन्दः, यथोदितं, શાસ્ત્રાનુસારે, શ્રુતવાર વાત..” “તીર્થકર ભગવંત જે કહી ગયા તે જ અમે કહીએ છીએ, અમારા પૂર્વાચાર્ય ભગવંતોએ જે કહ્યું છે, તે જ અમે કહીએ છીએ, શાસ્ત્રોમાં જેમ કહેલું છે તે જ અમે કહીએ છીએ, જેન આગમોના ઝરણાંરૂપ વાક્યો અમે કહીએ છીએ...' બીજા કોઈ એમ કહે કે, “ના, હું પોતે આમ કહું છું. આ મારી મૌલિક વિચારણા છે' - તો તે ન મનાય. કેમકે તેનાં વચનોના આધારે સાધના ન થાય, એવી સાધનાથી કર્મક્ષય પણ ન થાય. સર્વજ્ઞતા-વીતરાગતા પ્રગટ્યા વિના સ્વતંત્રપણે પોતાની વિચારણાને વ્યક્ત કરવાનો કોઈને અધિકાર નથી. આમ છતાં તેવી વિચારણાને કોઈ રજુ કરે તો તે આપ્ત પણ નથી અને આપ્તનો અનુયાયી પણ નથી. તેથી તેની વાત ન મનાય. તેના આધારે ન ચલાય. તેનાથી આત્મકલ્યાણ ન થાય. ચારે પ્રકારના સંઘમાં શ્રમણ મુખ્ય છે. તેમના માથે આચાર્ય છે અને આચાર્યના માથે સર્વજ્ઞનાં શાસ્ત્રો છે. જેના માથે શ્રમણ નહિ તે સંઘ નહિ, જેના માથે આચાર્ય નહિ તે સાધુ નહિ અને જેના માથે સર્વજ્ઞનાં શાસ્ત્રો નહિ તે જૈનશાસનના આચાર્ય નહિ. 'समणप्पहाणो संघो ।' 'संघो सायरियो ।' સાધવ: શાક્ષુષ: ’ ‘ગામ વિઘૂ સાદૂ ' સંઘ શ્રમણપ્રધાન છે, આચાર્ય સહિતનો સંઘ છે, સાધુઓ શાસ્ત્રરૂપી આંખવાળા છે, સાધુ આગમની આંખવાળો છે.” એમ આપણે ત્યાં કહેલું છે, આ બધાં જ શાસ્ત્રવચનો સદાય તમારી આંખ સામે રહેવા જોઈએ. દ્વત્રિશદ્ દ્વાáિશિકા' નામના ગ્રંથરત્નમાં બત્રીસ-બત્રીશ ગાથાનાં બત્રીશ Page #230 -------------------------------------------------------------------------- ________________ ૨૧૧ – ૧૦ આપ્ત કહે તે પ્રમાણ ! તો આખ કોણ? - 10 – 211 પ્રકરણો છે. તેમાંનું ચોથું પ્રકરણ “જિનમહત્વ બત્રીશી' નામનું છે. તેમાં ઉપાધ્યાયશ્રી યશોવિજયજી મહારાજાએ પ્રભુને ઉદ્દેશીને કહ્યું છે કે, ‘વપ્રત્રય-ધ્વનચ્છત્ર--ચાકરસમાં विभुक्तं न विभोस्तादृङ्मायाविष्वपि सम्भवात् ।।१।। स्वामिनो वचनं यत्तु, संवादि न्यायसङ्गतम् । कुतर्कध्वान्तसूर्यांशुमहत्त्वं तद्यदभ्यधुः ।।२।। पक्षपातो न मे वीरे, न द्वेष: कपिलादिषु । युक्तिमद्वचनं यस्य, तस्य कार्यः परिग्रहः ।।३।।' "ત્રણ ગઢ, ઈંદ્ર ધ્વજ, છત્રત્રય, ઘર્મચક્ર અને ચામરાદિની સંપદાથી ભગવાન્ મહાન છે એમ નથી. કારણ કે તેવા પ્રકારનું મહત્વ તો માયાવી-ઈન્દ્રજાલિકોને વિષે પણ સંભવે છે. કિન્તુ કુતર્કરૂપી અંધકારનો નાશ કરવા માટે સૂર્ય સમાજ સંવાદિ (સમર્થ પ્રવૃત્તિજનક) અને ન્યાયસંગત (સ્યાદ્વાદ મુદ્રાથી અંકિત) શ્રી વીતરાગ પરમાત્માનું જ વચન છે, તે જ મહત્ત્વનું કારણ છે. એ માટે ભગવાન શ્રી હરિભદ્રસૂરીશ્વરજી મહારાજે ફરમાવ્યું છે કે – “મને શ્રી વીર-વર્ધમાન સ્વામિને વિષે ગુણનો વિચાર કર્યા વિનાનો જ રાગ નથી અને કપિલાદિને વિષે તેવા જ પ્રકારનો દ્વેષ નથી. કિન્તુ ગુણ-દોષની આલોચતાપૂર્વક જેનું વચન યુક્તિયુક્ત હોય, તેનો જ સ્વીકાર કરવો જોઈએ. (૧-૨-૩) અહીં જેમ પરમાત્માની મહાનતા છત્ર-ચામરાદિ ઋદ્ધિથી નહિ, પરંતુ યથાર્થવાદિતાના કારણે જ બતાવી છે. તેવી રીતે આચાર્ય માટે પણ આ જ વાત કહેવામાં આવી છે. તમે તપસ્વી છો, તમારે ઘણા શિષ્યો છે, બહોળો ભક્તવર્ગ છે, જ્ઞાન ને વિદ્વત્તા છે એટલા માત્રથી જ તમે મહાન છો ? એવું અમે માનતા નથી. પરંતુ તમારી પાસે “શુદ્ધપ્રરૂપણા' નામનો ગુણ છે, તમે શુદ્ધપ્રરૂપક છો, માટે તમે મહાન છો. એમ શાસ્ત્ર આચાર્યને પણ કહે છે. આચાર્યનો મુખ્ય ગુણ છે - શુદ્ધ પ્રરૂપણા. શુદ્ધકથક, શુદ્ધજલ્પા, સસૂત્રવાદી, સમ્યભાષી, Page #231 -------------------------------------------------------------------------- ________________ ૧ આગમ જાણો ! આ યથાસૂત્રભાષી... આ બધા એના જ પર્યાયવાચી શબ્દો છે. આ એકડો છે, બાકીના એમના ગુણો એ તેની ઉપરનાં મીંડાં જેવા છે. તીર્થંકર પરમાત્માનો જેમ યથાર્થવાદી ગુણ છે, તેમ આચાર્ય ભગવંતનો શુદ્ધપ્રરૂપણા ગુણ છે. શુદ્ધપ્રરૂપણા ગુણ હોય પછી એ તપસ્વી હોય તો ‘મીંડુ ઉમેરાયું' - આ રીતે શુદ્ધપ્રરૂપણા પછી જેટલા ગુણ વધે એટલાં મીંડા ઉમેરાતાં જાય. પણ એકડા વગરનાં જ મીંડા હોય તો તેની કોઈ કિંમત નથી. આ વીતરાગનું શાસન છે અને તેની આ મર્યાદા છે. ૨૧૨ મૂળ વાત એ છે કે, ‘વિવેક’ વિના ‘કર્મનો ઉચ્છેદ’ ન થાય અને ‘આપ્તના ઉપદેશ’ વિના ‘વિવેક’ ન પ્રગટે. આજે આપણે પણ જે ઉપદેશ પામવો છે તે આપ્ત વચનોનાં આધારે પામવાનો છે. તે આપ્ત વચનો કયાં ? પરમાત્માની દ્વાદશાંગી, ૪૫ આગમો, તેની પંચાંગી અને તેના આધારે બનાવેલા ગ્રંથો. 212 એટલે આપ્ત વચન બાર અંગ-૪૫ આગમ અને તેની પંચાંગી સ્વરૂપ છે. તેનાં આધારે બનેલા ધર્મગ્રંથોમાંથી પણ આપ્તનો ઉપદેશ મેળવી શકાય છે. ઉપ એટલે સમીપ, દેશ એટલે પ્રદેશ. સમીપ પ્રદેશમાં જાવ એટલે જે મળે તેને ‘ઉપદેશ’ કહેવાય. આપ્ત એવા તીર્થંકરના આગમોનું સાનિધ્ય-શરણાગતિ સ્વીકાર્યા વગર જે મળે તે ઉપદેશ નહિ. શરણાગતિ સ્વીકારો તો જ સમીપતા સ્વીકારી કહેવાય. તે માટે માથે ગુરુ કરવા પડે, જ્ઞાનના આચાર પાળવા પડે, વિનય કરવો પડે, પછી ઉપદેશ મળે. જ્ઞાનના આચાર પૂર્વક કાળવેળા વગેરેના ખ્યાલપૂર્વક-વિનયપૂર્વક-બહુમાનથી ઉપધાન વગેરે આઠે આઠ આચારોના પાલનપૂર્વક મેળવાય તો જ સાચો ઉપદેશ પ્રાપ્ત થાય. શાસ્ત્રવચનના અનંત અર્થ થાય પણ તે જ અર્થ લેવાય કે જે સંગત હોય : સભા : શાસ્ત્રવચનોના પણ બે અર્થ થાય ને ? માત્ર ‘બે જ અર્થ’ ન થાય, અનંતા અર્થ પણ થાય. પરંતુ જે અર્થ જ્યાં લેવાતો હોય ત્યાં જ લેવાય. જેમ કે એક ‘કાંટો’ શબ્દની વિચારણા કરીએ તો તેનાં કેટલા અર્થ તમે જાણો છો ? ઘડિયાળનો કાંટો, વજન કરવાનો કાંટો, પગમાં વાગે તે કાંટો, ખાવા માટે વપરાય તે કાંટો અને હૈયામાં કોઈનું વેણ ભોકાયું તે પણ કાંટો. કાંટાના કેટલા પ્રકા૨ તમે જાણો છો ? તમે જમવા બેસો ત્યારે કહો કે, કાંટો આપો, ત્યારે તમારો નોકર કે પત્ની Page #232 -------------------------------------------------------------------------- ________________ ૨૧૩ – ૧૦ : આખ કહે તે પ્રમાણ ! તો આખ કોણ?- 10 – 213 કહે કે, કાંટાના ઘણા અર્થ છે અને તે રસ્તે પડેલી “શૂળ' લઈને તમને આપે તો તે ચાલે ? અર્થ ગમે તેટલા થાય પણ જે અર્થ જ્યાં સંગત થતો હોય તે જ ત્યાં કરાય. મોટી ઉંમરના માણસને પણ કાકા કહેવાય – પિતાના ભાઈને પણ કાકા કહેવાય ને પિતાના કાકાના દીકરા-ભાઈને પણ કાકા કહેવાય. પણ જ્યાં જે અર્થ લેવાતો હોય ત્યાં તે જ અર્થ લેવાય. કોઈ કહે કે, એક શબ્દના ઘણા અર્થ થાય છે, માટે અમે કહીએ તે માની લો. તો તરત પૂછો કે પૂર્વાચાર્યોએ કયો અર્થ કર્યો છે તે કહો ? નિર્યુક્તિકારની આ જ મહત્તા હોય છે. એક-એક શબ્દના નિશ્ચિત જેટલા અર્થ થતા હોય તે બધા અર્થ કરવા અને પછી પ્રસ્તુત વાતમાં કયો લેવો ને કયો ન લેવો તે જણાવવું. આ નિર્યુક્તિકાર મહર્ષિ શ્રી ભદ્રબાહુસ્વામીજી મહારાજે આ રીતે અર્થ કરીને તત્ત્વજિજ્ઞાસુઓ ઉપર ઘણો મોટો ઉપકાર કર્યો છે. એમના બનાવેલા નિયુક્તિ ગ્રંથોની આ વિશેષતા છે. એક “સૂત્ર' શબ્દ લઈને જગતમાં સૂત્ર કેટલાં-કેટલા પ્રકારના હોય છે, તે જણાવ્યું અને તે પછી તે બધા અર્થમાંથી અહીં કયો અર્થ લેવો અને ન લેવો તે પણ જણાવ્યું. આપણે ભણીએ છીએ તે પણ “સૂત્ર” કહેવાય અને શાસ્ત્રને પણ સૂત્ર કહેવાય. જેમાંથી કપડાં બને તે દોરાને પણ સૂત્ર કહેવાય. સૂત્ર શબ્દથી શું શું લઈ શકાય તે બધું જણાવે. પછી તે સૂત્ર સૂતર કેટલા પ્રકારનું હોય ? અંડજ હોય, પોતજ હોય, લાળથી બનેલું હોય, કપાસનું હોય, ઊનનું હોય, રેશમનું હોય એમ અનેક પ્રકારનું હોય. વનસ્પતીજન્ય હોય અને પ્રાણીજન્ય પણ હોય. તમને કદાચ સૂતરના કેટલા પ્રકાર છે, તે ખબર નહિ હોય પણ અમારા શાસ્ત્રજ્ઞ સાધુને એની ખબર હશે ! તે જ રીતે સૂત્ર એટલે શાસ્ત્ર એવો અર્થ કરીએ તો એના પણ લૌકિક અને લોકોત્તર એવા પ્રકારો છે. તેમાંથી સૂત્રમાં પણ લૌકિકસૂત્ર કયું અને લોકોત્તરસૂત્ર કયું? સમ્યફસૂત્ર કયું અને મિથ્યાસૂત્ર કયું? દ્રવ્યસૂત્ર કયું ? ભાવસૂત્ર કયું ? તે બધી વાત કરેલ છે. ત્યારબાદ તે બધાં પ્રકારમાંથી પ્રસ્તુત વિષયમાં કયું લેવાનું ને કયું ન લેવાનું તે પણ બતાવ્યું છે. આ ઉપકાર નિયુક્તિ ગ્રંથનો છે. પરીક્ષા કરીને આપ્તપણું પુરવાર થાય પછી જ સ્વીકાર કરાય? હવે આપણે એ પણ વિચારવું છે કે “આપ્ત’ એવા અરિહંત ભગવંતોનો Page #233 -------------------------------------------------------------------------- ________________ 214 ૨૧૪ - ૧ - આગમ જાણો ! - ઉપદેશ પણ કોની પાસેથી સાંભળવો, મેળવવો, એ માટે જણાવ્યું છે કે સંવિગ્ન એવા ગીતાર્થ ગુરુઓ પાસેથી સાંભળવો-મેળવવો. સારામાં સારી કંપનીનો મેનેજર ફૂટી ગયો હોય, પેકિંગ એનું એ હોય છતાં અંદરનો માલ ભળતો જ હોય તેમ બને ને ? માટે “આપ્ત વચનને કહેનારા પણ આપ્તનો પ્રતિનિધિ એવો આપ્ત જ જોઈએ. આપ્તનો પ્રતિનિધિ એવા આપ્ત તે જ હોઈ શકે કે જે સંવિગ્ન-ગીતાર્થ હોય. જેના હૃદયમાં મોક્ષની તીવ્ર અભિલાષા હોય તે સંવિગ્ન કહેવાય અને જે સર્વજ્ઞ કથિત સૂત્રો અને તેના અર્થને એટલે કે આગમપંચાંગીને યથાર્થરૂપે જાણતા હોય તે ગીતાર્થ કહેવાય. એ માટે જ જેમની પાસેથી ધર્મોપદેશ સાંભળવાનો હોય તે ગુરુની પણ પરીક્ષા કરવાની વિધિ બતાવવામાં આવી છે. દેવની જેમ પરીક્ષા કરવાની, એ દેવ આપ્યું છે કે નહિ તે જેમ જોવાનું તેમ ગુરુની પણ પરીક્ષા કરવાની છે અને તે ગુરુ આપ્યું છે કે નહિ, તે જોવાનું. પછી જ તેમના મુખે ધર્મદેશના સાંભળવાની. અહીં બધું ચોખ્ખું લખેલું છે. ક્યાંય ગેરસમજ થાય એવી વાત નથી, પણ જેને ગોટાળો વાળવો જ હોય તેનો કોઈ ઈલાજ હોતો નથી. મા” મળો તો આવી મળજો : અહીં કહે છે કે, “આપ્નની શરણાગતિ સ્વીકારીને તેમના મુખે પરમાપ્ત એવા અરિહંતનો ઉપદેશ સાંભળવો જોઈએ. એ અરિહંત પરમાત્માનો ઉપદેશ તેમના કહેલા આગમમાં સમાયેલ છે. એ આગમ એટલે જ દ્વાદશાંગી. તેનું પરિજ્ઞાન=પૂરેપૂરું જ્ઞાન મેળવવા માટે સઘળો ય પ્રયત્ન કરવો જોઈએ. એ આગમનું પરિજ્ઞાન પામવું કાંઈ સહેલું તો નથી જ, પરંતુ વર્તમાનકાળના અલ્પજ્ઞ એવા આપણા ઉપર પરમ ઉપકાર કરીને યુગપ્રધાન, સાધિકનવપૂર્વી પૂજ્ય આચાર્યશ્રી આર્યરક્ષિતસૂરિજી મહારાજે આગમ શ્રુતને ચાર વિભાગમાં વહેંચી દીધું. આ ચાર વિભાગ એટલે જ ૧ - ચરણકરણાનુયોગ, ૨ - દ્રવ્યાનુયોગ, ૩ - ધર્મકથાનુયોગ અને ૪ - ગણિતાનુયોગ. પૂજ્ય આચાર્યશ્રી આર્યરક્ષિતસૂરીશ્વરજી મહારાજનું જીવન પણ જાણવા જેવું છે. સ્વયં બ્રાહ્મણ કુળમાં જન્મ્યા હતા. “દશપુર” નગરમાં રહેતું એમનું કુટુંબ આખું વૈદિક ધર્મને માનતું હતું, જ્યારે તેમની માતા “રુદ્રસોમા' જિનમતની અનુયાયી પરમ સમકિતી શ્રાવિકા હતાં. Page #234 -------------------------------------------------------------------------- ________________ ૧૦ : આપ્ત કહે તે પ્રમાણ ! તો આપ્ત કોણ ? - 10 એ રુદ્રસોમા શ્રાવિકા કેવાં હતાં તેનાં પૂર્વાચાર્યોએ વર્ણન કરેલાં છે. તે વાંચીએ તો પણ એમની બાહ્યાવ્યંતર પરિણતિ અને ધર્મવૈભવને અભિનંદવાનું મન થયા વિના ન રહે. ‘હિતોપદેશ’ ગ્રંથમાં લખ્યું છે કે - ૨૧૫ 'सा य तहाविहसुहकम्मपरिणइवसेण पढमं चिय अहिगयजीवाजीवा उवलद्धपुत्रपावा आसवसंवरविणिज्जराबंधमुक्खाइवियारविसारया निग्गंथे पवयणे सम्मं पत्तट्ठा लट्ठा गहियट्ठा विणिच्छियट्ठा अट्ठिमिंजधम्माणुरायरत्ता इहलोइयसुहनिष्पिवासचित्ता सासयसुहसाहिलासा कालं वोलेइ ।' *અને તે રુદ્રસોમા વિશિષ્ટ શુભ કર્મોદય પરિણતિથી પૂર્વથી જ જીવ-અજીવાદિ પદાર્થને ભણેલી, પુણ્ય-પાપનું જ્ઞાન પામેલી, આશ્રવ, સંવર, નિર્જરા, બંધ અને મોક્ષાદિ તત્ત્વોનો વિચાર કરવામાં વિશારદ (નિપુણ) હતી, તિગ્રંથ પ્રવચનને વિશે સમ્યક્ પ્રકારે અર્થને પ્રાપ્ત કરેલ, અર્થને મેળવેલ, અર્થને ગ્રહણ કરેલ, અર્થનો નિર્ણય કરેલ હતી, અસ્થિ-મજ્જામાં ધર્માનુરાગથી રંગાયેલી હતી, ઈહલૌકિક ભૌતિક સુખની પિપાસા વિનાની હતી અને શાશ્વત મોક્ષ સુખની અભિલાષાવાળી થઈ કાળને પસાર કરતી હતી.’ 215 નાની ઉંમરમાં જ તેમના પિતા ‘સોમદેવે’ તેમને કાશી ભણવા મોકલ્યા હતા. ત્યાં વર્ષો સુધી ૨હી ચૌદ વિદ્યાના પારગામી બનીને ઉગતી યુવાન વયે પોતાના વતનમાં તેઓ પાછા આવ્યા, નગરના રાજવી પટ્ટહસ્તી લઈને એમનું સ્વાગત કરવા ગયા. આખું નગર પણ સ્વાગત કરવા માટે ઉમટ્યું, રાજાએ એમને હાથીની અંબાડીએ બેસાડ્યા. સામૈયું આખી નગરીમાં ફરીને પછી રાજસભામાં આવ્યું. રાજસભામાં એમનું વિશિષ્ટ સન્માન-સત્કાર ને બહુમાન કરવામાં આવ્યું. સભામાં આખું ગામ હાજર હતું, આમ છતાં આ પ્રસંગે આર્યરક્ષિતની માતા હાજર ન હતી. આખું ગામ આર્યરક્ષિતને જોતું હતું, પણ આર્યરક્ષિત પોતે તો સભામાં પોતાની માને જ શોધતા હતા. ક્યાંય મા દેખાતી નહોતી. Page #235 -------------------------------------------------------------------------- ________________ આગમ જાણો ! બાળપણથી જ એમની માએ એમને કેવું વાત્સલ્ય આપ્યું હશે કે, રાજસભામાં પણ તેમની આંખો ‘મા’ને શોધતી હતી. આખું નગર છે, પણ મારી ‘મા’ કેમ નહિ ? એ જાણવાની એમની ઈંતેજારી હતી. મન ક્યાંય લાગતું નહોતું. જેવી રાજસભા પૂરી થઈ કે તરત જ દોડતા ઘરે ગયા. ‘મા’ ક્યાં છે ? એમ પૂછતાં પૂછતાં ઘરમાં ફરી વળ્યા ત્યારે એમની મા ઘરના ખૂણે સામાયિક લઈને સ્વાધ્યાય કરી રહી હતી. ૨૧૭ ૧ - આ ઘટનામાં આગળ વધતાં પહેલાં જરા તમે તમારી પરિસ્થિતિનો વિચાર કરી જુઓ ! તમારો દીકરો અમેરિકા જઈ ભણી-ગણીને આવ્યો હોય ત્યારે જો સમાજે મોટો મેળાવડો યોજ્યો હોય તો તે વખતે એની મા સામાયિકમાં બેસી રહે એવું બને ખરું ? આ બધી ઘટનાઓ સાથે તમારો કાંઈ મેળ મળે છે ખરો ? આર્યરક્ષિતજીની મા તમારી દૃષ્ટિએ કેવી કહેવાય ? અગર તમારો દીકરો આ રીતે ભણીને આવ્યો હોય ને એના સ્વાગતના અવસરે તમારી પત્ની સામાયિક લઈને બેસે તો તમે એને શું કહો ? આટલું તમે તમારી જાતનું નિરીક્ષણ કરજો ! હવે આપણે આગળ વધીએ. 216 મા, સામાયિકમાં છે, અડાય નહિ, એવું એ બરાબર જાણે છે એટલે એ દૂરથી જ માનાં પગમાં માથું મૂકતા હોય તેમ નમસ્કાર કરે છે અને ભીના ભીના અવાજે પૂછે છે કે - “મા ! આટલે દૂરથી આવ્યો છું. ઘણું બધું ભણીને આવ્યો છું, આખા નગરે મારું સ્વાગત કર્યું. એક તું જ ન આવી ? હું ભણીને આવ્યો તે તને શું ન ગમ્યું ?” જવાબમાં એની માએ કહ્યું કે – “બેટા ! ગામ તારી ‘મા’ નથી, તારી ‘મા' તો હું છું. કેવળ હિંસામાં પ્રવર્તાવતા એવા કુશાસ્ત્રના પરિશીલન રૂપ અને પરિણામે દુર્ગતિમાં લઈ જનારી વિદ્યા ભણીને તું આવ્યો, તે તારી ‘મા’ને કઈ રીતે ગમે ?” આર્યરક્ષિતજીની માતા પાસે એમના હૃદયમાં રહેલા સમ્યગ્દર્શને આ બોલાવ્યું હતું. આ ‘પળ' માએ ન સાચવી હોત તો પૂજ્ય આચાર્ય શ્રી આર્યરક્ષિતસૂરિ મહારાજને જૈનશાસન ન મળ્યું હોત અને જૈનશાસનને યુગપ્રધાન પૂજ્ય આચાર્ય શ્રી આર્યરક્ષિતસૂરિ મહારાજ ન મળ્યા હોત. આપણને આગમના વિભાગરૂપ જે ચાર અનુયોગ મળ્યા, તે ઉપકાર આ ‘મા-રુદ્રસોમા’નો છે. જો પૂજ્ય આચાર્યશ્રી આર્યરક્ષિતસૂરિ મહારાજ ન મળ્યા હોત તો આગમ Page #236 -------------------------------------------------------------------------- ________________ ૨૧૭ – ૧૦ : આપ્ત કરે તે પ્રમાણ ! તો આખ કોણ? - 10 – 17 માટેના બોધની આજે જે ભૂમિકા ઉપલબ્ધ થાય છે, તે ન થઈ હોત. એ જે ચૌદ વિદ્યા ભણી આવ્યા હતા, તેનાં નામો પણ શાસ્ત્રકારોએ વર્ણવેલાં છે. ૧ - શિક્ષા, ૨ - કલ્પ, ૩ - વ્યાકરણ, ૪ - છંદ, ૫ - જ્યોતિષ, ૬ - નિરુક્ત, ૭ - ઋગ્વદ, ૮ - યજુર્વેદ, ૯ - સામવેદ, ૧૦ - અથર્વવેદ, ૧૧ - મીમાંસા, ૧૨ – જ્ઞાતવિસ્તાર, ૧૩ – ધર્મશાસ્ત્ર અને ૧૪ – પુરાણ. બીજો એક ખુલાસો એ પણ કરી લઉં કે આર્યરક્ષિતજી જે વિદ્યા ભણીને આવ્યા હતા તે ભલે મિથ્યાત્વવર્ધક હતી. પણ નાસ્તિકતા-પોષક તો ન જ હતી. તેથી જ તેમનામાં સંસ્કાર ને લાયકાત જીવંત રહી છે. આજની વિદ્યા ભણેલો તો ફટ કહી દે કે, “તને ન ગમે તો કાંઈ નહિ, તારું તું જાણે.' પણ આર્યરક્ષિતજીએ એવું ન કર્યું, તેમણે તો કહ્યું કે - “મા ! તો તું બોલ હું શું ભણું તો તને આનંદ થાય ?' મા બોલી – “તું દૃષ્ટિવાદ ભણે તો મને આનંદ થાય.” એ મને કોણ ભણાવે ?” ‘તારા મામા દીક્ષિત થયેલા છે, આર્ય તોસલીપુત્ર તેમનું નામ છે. તું એમની પાસે જા ! એ તને દૃષ્ટિવાદ ભણાવશે. પણ આ ભણવા માટે એટલું ધ્યાન રાખજે કે તેઓ તને જે કહે કે તું કરજે ! એ મા જાણતી હતી કે, દૃષ્ટિવાદ એમને એમ ન ભણાય. એ માટે પહેલાં દીક્ષા લેવી પડે. આટલે દૂરથી દીકરો આવ્યો, વર્ષો પછી ભણીને આવ્યો ને તરત દીક્ષા લેવા માટે રવાના કરી દીધો ? ન એને ખવડાવ્યું, ન પીવડાવ્યું ! કાંઈ સમજાય છે ? શ્રી આર્યરક્ષિતની “મા” એ આદર્શ મૂર્તિ હતી. અહીં જેટલી મા બેઠી હોય, તે બધા માટે આ મા “આરાધ્ય મા' બનવી જોઈએ. તમે આ સ્થાને હોવ તો શું કરો ? આર્યરક્ષિતજી સમજી ગયા. એના પિતા-સ્વજનો બધા વૈદિકમાર્ગના અનુયાયી હતા અને મા જૈન ધર્મના અનુયાયી સમ્યગ્દષ્ટિ હતી. એ જાણતા હતા કે માની વાત માનવામાં પિતાજી વગેરે સ્વજનો તરફથી કેટલાં વિઘ્નો આવવાના છે. છતાં એ માનું કેવું વાત્સલ્ય હશે કે એ બધું સહન કરીને પણ Page #237 -------------------------------------------------------------------------- ________________ ૨૧૮ - ૧ - આગ 218 માનું કહેલું કરવા તૈયાર થયા ? માની વાત સાંભળતાની સાથે જ આર્યરક્ષિતજીએ કહ્યું, “મા ! આવતી કાલે જ વહેલી સવારે ચાલ્યો જઈશ મામા પાસે !' આ સાંભળીને એ માને કેવો આનંદ થયો હશે ? જરા કલ્પના કરજો મહાનુભાવ ! બીજા જ દિવસે વહેલી સવારે ઘરમાં કોઈને ખબર ન પડે એમ ઉઠીને માને કહી, પગે લાગીને આર્યરક્ષિતજીએ માના આશીર્વાદ લીધા અને મામા મહારાજ તોસલીપુત્ર આચાર્ય પાસે જવા નીકળી ગયા. માનો વિચાર કરો તો પુત્ર હિત કરવાની ભાવના સામે માને જરા સરખો ય પુત્રમોહ ન નડ્યો અને આર્યરક્ષિતજીનો વિચાર કરો તો માની ભાવના સંતોષવા એમને ન નડ્યું રાજવીનું માન, કે ન નડી નગરીની આગતા-સ્વાગતા, ન નડી એમને દુન્યવી સુખની કામના કે ન આવ્યો એમને પોતાના ભાવિ જીવનનો વિચાર. એકમાત્ર “મા જે કરશે તે મારા હિત માટે જ કરશે' એવો મા પ્રત્યેનો દૃઢ વિશ્વાસ અને એવી હિતસ્વી માની લાગણીને-ભાવનાને સંતોષવા જે પણ કરવું પડે, તે કરી લેવાના દઢ સંકલ્પ સાથે ઘર-પરિવાર, સ્વજન વગેરે બધું જ મૂકીને તેઓ નીકળી ગયા. થોડુંક ગયા ને સામે જ એક ઓળખીતો માણસ મળ્યો ને કહ્યું, “હું તમને જ મળવા આવ્યો છું - આ શેરડી તમને ભેટ ધરવાની છે. તેને કહ્યું, “હું જરા કામ માટે જઉં છું, તમે જઈને મારી માને કહેજો કે સૌથી પહેલાં તમે મને મળ્યા હતા.” એના હાથમાં રહેલા શેરડીના સાઠા જોયા, સાડાનવ હતા. એનાથી જાણી લીધું કે, હું જે દૃષ્ટિવાદ ભણવા જાઉં છું, તેમાંથી મને સાડાનવ ભાગ જેટલું જ્ઞાન પ્રાપ્ત થશે. જ્યારે તેઓ આચાર્ય “તોસલીપુત્ર” જ્યાં ઉતરેલા હતા તે “ઈશુવાટક' એટલે કે શેરડીના વાડામાં આવેલા ઉપાશ્રયમાં આવી પહોંચ્યા. ત્યારે તેમણે વિચાર્યું કે ગુરુ પાસે એમને એમ ન જવાય. એ માટેની વિધિ ભણવી જોઈએ.” દેવ-ગુરુ પાસે જવાની વિધિ એ જાણતા ન હતા. પણ એ માટેની વિધિ બરાબર જાળવવી જ જોઈએ - એવું તો એ બરાબર જાણતા હતા. તેથી જ તેઓ બહાર ઉભા રહ્યા અને રાહ જોઈ કે, કોઈ આવે પછી જઉં. એટલામાં ‘ઢહર” નામના એક શ્રાવક આવ્યા. જેમના ખભે ખેસ હતો, માથે પાઘડી હતી, તેઓ ઉપાશ્રયના દ્વારે ત્રણ વાર ‘નિસાહિ” બોલીને અંદર ગયા. તેમણે ઈરિયાવહી કરીને ગુરુભગવંતને Page #238 -------------------------------------------------------------------------- ________________ ૨૧૯ – ૧૦ : આપ્ત કહે તે પ્રમાણ! તો આખ કોણ? - 10 - 219 વિધિપૂર્વક દ્વાદશાવર્ત વંદન કર્યું અને ગુરુની અનુમતિપૂર્વક બેઠા. આ બધુ આર્યરક્ષિતજીએ ધ્યાનપૂર્વક જોયું અને તરત જ મનમાં ધારી લીધું. આના ઉપરથી એમની પ્રજ્ઞા, મેધા, ધારણા શક્તિ વગેરેનો આપણને બરાબર અંદાજ આવવો જોઈએ. એક જ વખત જોયું અને એમને એ બધું જ આવડી ગયું. તમે કેટલીવાર જોયું? છતાં હજી આવડ્યું ? વિચાર કરો. આ પછી આર્યરક્ષિતજીએ “નિસહિ” બોલવા પૂર્વક પ્રવેશ કર્યો અને મયૂએણ વંદામિ વગેરે બોલી પૂર્વના શ્રાવકે કર્યું એ જ રીતે એમણે પણ વિધિ પૂર્વક દ્વાદશાવર્ત વંદન કર્યું અને એ શ્રાવક જેમ બેઠા હતા તેમ એ પણ બેઠા. છતાં ગુરુભગવંતને ખબર પડી ગઈ કે, આ આગંતુક છે, નવા છે. વંદન વિધિમાં એક પણ ભૂલ થઈ નહોતી, પણ પહેલાંના પુણ્યાત્મા આવ્યા ત્યારે ઉપાશ્રયમાં બીજા કોઈ શ્રાવક હતા નહિ. એટલે ગુરુભગવંતને વંદન કર્યા બાદ તેમની પાસે એ સીધા બેસી ગયા હતા. જ્યારે વિધિ એ છે કે વંદન કર્યા બાદ જો ઉપાશ્રયમાં કોઈ શ્રાવક હોય તો તેને પ્રણામ કહી પછી બેસવું જોઈએ. જુના કાળમાં વ્યાખ્યાનમાં પણ ગુરુને વંદન કર્યા બાદ આખી સભાને પ્રણામ કરી પછી જ બેસાતું. પણ આ શ્રાવક-વંદનાની વિધિ આમણે જોઈ ન હતી. તેથી તેમણે કરી નહિ – એ જોઈને જ ગુરુને ખ્યાલ આવી ગયો કે આગંતુક પુણ્યાત્મા નવા છે. તેથી ગુરુભગવંતે તેમને પૂછુયું કે - “તમે કોની પાસે ધર્મ ભણ્યા ?” એમણે કહ્યું – “ભગવન્! આ શ્રાવક પાસેથી.” ત્યારબાદ ત્યાં રહેલા સાધુ ભગવંતોએ ગુરુભગવંતને એમનો પરિચય આપતાં કહ્યું કે, “આ રુદ્રસીમાનો પુત્ર સમગ્ર વેદ અને વેદાંગનો પારગામી આર્યરક્ષિત નામે બ્રાહ્મણ પુત્ર છે. જેનો ગઈકાલે જ ગજની અંબાડી પર બેસાડીને રાજાએ મહોત્સવપૂર્વક નગરપ્રવેશ કરાવ્યો હતો. આ ક્યાંથી ય શ્રાવકની સામાચારી શીખેલા નથી.” ત્યારે આર્યરક્ષિતજીએ કહ્યું કે – “ભગવંત ! મને તો શ્રાવકપણું હમણાં જ પરિણામ પામ્યું છે. માતાના કહેવાથી દૃષ્ટિવાદ ભણવા હું આપની પાસે આવ્યો છું. આપ કરુણા કરી મને દૃષ્ટિવાદ ભણાવશો !” ગુરુભગવંતે કહ્યું, “દૃષ્ટિવાદ ભણવો હોય તો એમને એમ ન ભણાય. એ માટે પહેલાં સાધુપણું લેવું પડે, એ માટે સંસાર છોડવો પડે.” તારી એ તૈયારી છે ?' જવાબમાં આર્યરક્ષિત જીએ કહ્યું - “ભગવંત! દૃષ્ટિવાદ ભણવા માટે જે કાંઈ કરવું પડે તે બધી જ મારી તૈયારી છે. મારી માતાએ મને કહીને મોકલ્યો છે કે, ગુરુ મહારાજ જેમ કહે તેમ Page #239 -------------------------------------------------------------------------- ________________ આગમ જાણો ! કરજે.’ આ સાંભળીને ગુરુભગવંતે શ્રુતબલથી ‘આ મોટો શ્રુતધર બનશે' એમ જાણીને અનુમતિ આપી અને અનુમતિ મળતાં જ આર્યરક્ષિતજીએ ત્યાંને ત્યાં જ ત્યારે સંસારી કપડાં ઉતાર્યાં, સાધુવેષ ધારણ કર્યો અને દીક્ષા લીધી. ૨૨૦ ૧ સભા: મુહૂર્ત ન જોયું ? ઉત્કૃષ્ટ પુષ્યવાળાને મુહૂર્ત સામેથી દોડીને આવે છે. મયણાસુંદરીનો પ્રસંગ જાણ્યો છે ને ? સુરસુંદરી માટે રાજા મુહૂત્તે શોધે છે ને મળતું નથી. જ્યારે મયણાસુંદરી માટે મુહૂત્તે દોડતું આવ્યું. આ મુહૂર્તો પણ જેવાં તેવાં નહિ. એનાં પરિણામ પણ તમે જોઈ શકો છો. એમણે જૈન સંઘ ઉપર કેટલો મોટો ઉપકાર કર્યો ? આગમોને ૧ - ચરણકરણાનુયોગ, ૨ - દ્રવ્યાનુયોગ,૩ - ધર્મકથાનુયોગ અને ૪ - ગણિતાનુયોગ - એમ ચાર અનુયોગમાં વિભક્ત કરીને અલ્પ ક્ષયોપશમવાળા સાધકો માટે શ્રુતસાધનાનો માર્ગ સરળ કરી આપ્યો. આ એમનો નાનોસૂનો ઉપકાર નથી. એ પૂર્વે આગમના પ્રત્યેક સૂત્રમાં આ ચારે ચાર અનુયોગ ઘટાવવાના રહેતા હતા. એવું કરવા માટે બુદ્ધિનો ખૂબ સારો ક્ષયોપશમ અપેક્ષિત હોય છે. કાળબળે એ ક્ષયોપશમ ઘટતાં આ રીતે અનુયોગ વિભક્ત કરાયા. એટલે જે સૂત્રમાં જે અનુયોગની પ્રધાનતા હોય તેની જ મુખ્યતાએ એનું વ્યાખ્યાન કરવાનું રહ્યું. એથી અલ્પક્ષયોપશમવાળા સાધકો માટે સમજવું સહેલું બન્યું. ચારિત્રની શ્રદ્ધા પ્રગટે છે આચારાંગથી : આચારાંગ સૂત્ર : પ્રથમ અંગ આગમમાં મુખ્યત્વે ચરણકરણાનુયોગનો સંગ્રહ કરાયો છે. જો કે એમાં દ્રવ્યાનુયોગ વગેરેનું વર્ણન પણ કરાયું જ છે. આમ છતાં મુખ્યત્વે ચરણકરણાનુયોગનું વર્ણન કરાયું હોઈ શ્રી આચારાંગજી ચરણકરણાનુયોગનું આગમ કહેવાય છે. ચરણકરણ એટલે ચારિત્ર અને એ અંગેની ક્રિયા. ચારિત્રની સાધના અને આરાધનાનું વિસ્તારથી વર્ણન આચારાંગ સૂત્રમાં કરવામાં આવ્યું છે. માટે જ ચારિત્ર માર્ગની શ્રદ્ધા અને પાલન જ્યારે દુર્લભ બન્યું હતું, તે અરસામાં એટલે વિ. સં. ૧૯૮૫/૮૬ યાને ઈ. સં. ૧૯૨૯/૩૦ના ગાળામાં ૫૨મતા૨ક ગુરુદેવે આ જ આચારાંગ સૂત્ર ઉપર વ્યાખ્યાનો કર્યાં અને ચરણકરણાનુયોગને જીવંત બનાવવાનો પ્રયત્ન કર્યો હતો. ગઈકાલ સુધી ધર્મને ગાળો દેનારા, અપાસરે કદિ નહિ આવનારા, પાન 220 Page #240 -------------------------------------------------------------------------- ________________ ૨૨૧ – ૧૦ : આખ કહે તે પ્રમાણ ! તો આખ કોણ? - 10 – 221 બીડાં ખાનારાં, સિગારેટ પીનારા, બધા વ્યસનોમાં પૂરા, સટોડીયા-તોફાનીદેવ-ગુરુ-ધર્મના કટ્ટર વિરોધી એવા લોકોનાં પણ જીવન આ પ્રવચનો સાંભળીને પલટાયાં. તેમના શરણે આવ્યા, તેમનું શિષ્યત્વ સ્વીકાર્યું અને તેમના શિષ્યોનો પહેલી હરોળનો ફાલ તેમાંથી જ ઉભો થયો. આ તેમના વ્યાખ્યાનોની બેઠી તાકાત હતી. એવી જ એક વ્યક્તિ – નાસ્તિકતામાં પૂરી, સુધારાવાદના પવનમાં આવેલી, રાષ્ટ્રીય ચળવળમાં ચડેલી, એ મહાપુરુષને ભીડાવવા આવેલી, અફળાવવા આવેલી. તેમના વ્યક્તિત્વનું હનન કરવા આવેલી, પણ જ્યાં આગમનાં પાનેપાને વર્ણવાયેલા ચરણકરણાનુયોગની વાતો સાંભળી, ચારિત્રની વાતો સાંભળી ત્યાં જ તેમનું જીવન પલટાયું ને એ વ્યક્તિ પામી ગઈ. એ ધોધ વહેતી વાણીએ મડદાને પણ જીવતાં કર્યા હતાં. તેમાં જિનવાણી સંજીવનીનો છંટકાવ કરી ચૈતન્યનો સંચાર કર્યો હતો. એ વ્યાખ્યાનો “આચારાંગ સૂત્રનાં વ્યાખ્યાનો' નામે સેટ રૂપે પ્રકાશિત થઈ ચૂક્યાં છે. એ ગુરુદેવની વ્યાખ્યાન-વાણીની જો આ તાકાત અનુભવાતી હોય તો મૂળભૂત ભવોચ્છેદક તીર્થકરોનો જેમાં પ્રાણ પૂરાયેલો છે, ગણધર ભગવંતોની જે રચના છે અને મહાપુરુષોની જે વ્યાખ્યા : તેનો ધબકાર કેવો હશે ? તે વાણીની તાકાત કેવી અનુપમ હશે ? તમે જરા કલ્પના કરી જુઓ મહાનુભાવ ! ત્યારબાદ બીજા અંગ સૂત્ર સૂયગડાંગજીમાં મુખ્યત્વે દ્રવ્યાનુયોગની વાત કરવામાં આવી છે. એમાં ચરણ-કરણાનુયોગ વગેરેની વાતો પણ છે. આમ છતાં દ્રવ્યાનુયોગની મુખ્યતા છે. અનુયોગ એટલે વ્યાખ્યા કે વ્યાખ્યાન. દ્રવ્યાનુયોગ એટલે ‘દ્રવ્યની વ્યાખ્યા.” વિશ્વમાં છ દ્રવ્યો છે – ૧ - ધર્માસ્તિકાય, ૨ - અધર્માસ્તિકાય, ૩ - આકાશાસ્તિકાય, જ - પુદ્ગલાસ્તિકાય, ૫ - જીવાસ્તિકાય અને ૬ - કાળ. એક કાળને છોડી દો તો બાકીના પાંચ દ્રવ્યો “અસ્તિકાય' કહેવાય. એટલે પંચાસ્તિકાય. આ પદ્રવ્યોનું નિરૂપણ યથાસ્થિતપણે એક માત્ર જૈનદર્શન જ Page #241 -------------------------------------------------------------------------- ________________ ૨૨૨ આગમ જાણો ! કરે છે. જ્યારે અન્ય અન્ય મિથ્યાદર્શનો એ દ્રવ્યવ્યવસ્થામાં ચોક્કસ નથી . અધૂરાં છે, એકાંતી છે, ન્યૂન છે. તેથી તે અધૂરાં, એકાંતી અને ન્યૂન એવાં મિથ્યાદર્શનોનું યુક્તિયુક્ત ખંડન અને પૂર્ણ, અનેકાંતિક અને સર્વાંગસુંદર એવાં જૈનદર્શનનું યુક્તિયુક્ત મંડન પણ આ આગમમાં વિસ્તૃત રીતે કરેલું છે. એના જ અનુસંધાનમાં વિશ્વના એક-એક દર્શનની શું માન્યતાઓ છે, તેમનો શું ભ્રમ છે, તેમની શું ન્યૂનતાઓ છે ? તેની વિગતવાર વાતો કરીને જૈનદર્શનની જૈનદર્શનના અનેકાંતવાદની, જૈનદર્શનના આચારમાર્ગની, સાધનામાર્ગની પૂર્ણતા, યથાર્થતા, હિતકારિતાનું વિશદ્ વર્ણન કરાયું છે. સાથોસાથ એ છ દ્રવ્યોનું નિરૂપણ કરતાં દ્રવ્ય, ગુણ ને પર્યાયની ઝીણી વાતો પણ આમાં કરવામાં આવી છે. આ રીતે અનેક પ્રકારે ‘દ્રવ્ય’ની વિચારણા સાથે સંકળાયેલું આ આગમ હોવાથી આનો સમાવેશ દ્રવ્યાનુયોગમાં કરાયો છે. તમને કદાચ થશે કે આપણે માટે આ બધાનો શું ઉપયોગ ? પણ જ્યારે આ આગમોને વિધિપૂર્વક સાંભ શો ત્યારે તમને ખબર પડશે કે આ આગમોનું અને આગમોમાં કહેવાયેલા પદાર્થોનું શ્રવણ તમારા માટે પણ કેટલું ઉપકારી અને જરૂરી છે. કર્મનો ઉચ્છેદ એમને એમ નહિ થાય. આ બધું જાણી વિવેક કેળવીને જ કર્મોચ્છેદ કરી શકાય તેમ છે. દ્રવ્યાનુયોગના ગ્રંથોના અધ્યયનથી વિપુલ કર્મનિર્જરા થાય છે. એનાથી મિથ્યાત્વ ઓગળે છે. સમ્યક્ત્વ દૃઢ અને નિર્મળ બને છે. માટે જ સાધુ ભગવંતોને આવા ગ્રંથોનો અભ્યાસ કરવા માટે વિશેષ આજ્ઞા કરવામાં આવી છે. ૧ - ત્યારબાદ ચંદ્રપ્રજ્ઞપ્તિ-સૂર્યપ્રજ્ઞપ્તિ-જ્યોતિષકદંડક જેવા ગ્રંથો મુખ્યત્વે ગણિતાનુયોગના ગ્રંથો છે. એમાં ગણિતની પ્રધાનતા છે. જ્યારે જ્ઞાતાધર્મકથાઉપાસકદશાંગ જેવા ગ્રંથો ધર્મકથાનુયોગના ગ્રંથો છે. જેમાં મુખ્યત્વે કથાઓના માધ્યમે ઉપદેશ આપવામાં આવેલો છે. 222 એક વાત ધ્યાનમાં રહે કે ચારેય અનુયોગમાં શ્રદ્ધાની સ્થિરતા માટે દ્રવ્યાનુયોગના આગમોની મુખ્યતા છે, જ્યારે આરાધના-સાધના માટે ચરણકરણાનુયોગના આગમો ઉપયોગી છે. વિશ્વના પદાર્થોની ઓળખ માટે ગણિતાનુયોગના આગમોની જરૂ૨ કહેલી છે અને આરાધના-સાધનામાં ઉત્સાહ વધારવા ધર્મકથાનુયોગની આવશ્યકતા માનેલી છે. અન્ય ત્રણેય અનુયોગો સાધન છે અને એ દ્વારા પ્રધાન ચરણકરણાનુયોગ સાધ્ય છે. Page #242 -------------------------------------------------------------------------- ________________ ૨૨૩ - ૧૦ : આખ કહે તે પ્રમાણ ! તો આખ કોણ? - 10 – 223 આ સૂયગડાંગજી સૂત્રના બે શ્રુતસ્કંધ છે. તેથી તે બે મુખ્ય વિભાગમાં વહેંચાયેલું છે. કોઈ મોટા ગ્રંથમાં જેમ પૂર્વાર્ધ ને ઉત્તરાર્ધ હોય તેમ. શ્રી સૂયગડાંગજી સૂત્રમાં પહેલો જે શ્રુતસ્કંધ છે, તેનાં સોળ અધ્યયનો છે અને બીજા શ્રુતસ્કંધમાં સાત અધ્યયનો છે. એટલે બંનેમાં મળી કુલ તેવીસ અધ્યયનો થયાં અને દરેક અધ્યયનોના અલગ-અલગ ઉદ્દેશા છે. પહેલા શ્રુતસ્કંધના સોળ અધ્યયનોના મળી કુલ છવ્વીશ ઉદ્દેશાઓ છે અને બીજા શ્રુતસ્કંધના અધ્યયનો જ ઉદ્દેશારૂપ છે માટે સાત અધ્યયનના ઉદ્દેશા પણ સાત જ છે. એમ બન્ને શ્રુતસ્કંધના મળી તેત્રીશ ઉદ્દેશાઓ છે. આ બધી વાત કાલથી વિગતવાર માટે સમજાવવી છે. એ દરેક અધ્યયનો ને ઉદ્દેશામાં કયો કયો વિષય કહેવામાં આવ્યો છે, તેની પણ મારે તમને વાત કરવી છે. ત્યારબાદ ક્રમશઃ પ્રથમ શ્રુતસ્કંધ, તેનું પહેલું અધ્યયન - તેનો પહેલો ઉદ્દેશો અને તેનું પણ પહેલું સૂત્ર આપણે શરૂ કરીશું. Page #243 -------------------------------------------------------------------------- ________________ શ્રી સૂયગડાંગસૂત્ર પૂજ દુહો સમકિત દર્શન શુદ્ધતા, કારક બીજું અંગ; પૂજો ધ્યાઓ ભવિજના, ઝીલો જ્ઞાન તરંગ. ઢાળ બીજી (ગોવાછરૂ ચારતો આહિરનો અવતાર, રૂડું ગોકુળિયું - એ દેશી) બીજું અંગ આરાધીએ, સૂયગડાંગ જેહનું નામ, આગમ એ રૂડો. સુઅબંધ દોય સોહામણા, સોહે અતિ અભિરામ. આ૦ ૧ સ્યાદ્વાદ વાણી ભર્યા, અઝયણાં ત્રેવીશ આo સ્વ-પર સમયની વારતા, ભાખી શ્રી જગદીશ. આ૦ ૨ કુ-પાવયણી દાખિયા, ત્રણશે ત્રેસઠ ભેદ આર્દ્રકુમાર મુનિ પરે, નિર્મળ કરજો ચિત્ત. આ૦ ૩ છંડી એ શ્રુત ગ્રહો, સમકિત આત્મ અભેદ ત્રિકરણ યોગ સમારીને, પૂજજો આગમ નિત્ય. આ૦ ૪ જ્ઞાને જ્ઞાતા શેયનો, જાણે સ્વપર સ્વભાવ આo જિન ઉત્તમ મુખ પદ્મની, વાણીયે તજીય વિભાવ. આ આગમ એ રૂડો ૫ આo આo Page #244 -------------------------------------------------------------------------- ________________ 11 ૧૧ - ભૂથગsin :પહેલા શ્રdeઠંઘના ૧થી 9 અધ્યયનોનું અવલોકન - વિ. સં. ૨૦૫૮, અષાઢ વદ-૧૨+૧૩, મંગળવાર, તા. ૭-૮-૦૨, સાચોરી ભવન, પાલીતાણા - વિદ્યા ચોગ્યને જ અપાય: સૂયગડાંગનો બાહ્ય-અત્યંતર પરિચય : • આગમ શ્રવણ શા માટે? • સૂયગડાંગના વિવિધ નામો અને અથ: - સાધુ ગૃહસ્થોનાં નામ ન પડે પરંતુ સાક્ષીવાળું બનાવે: વિષયઃ પહેલા છ અધ્યયનોની ઝાંખી. શ્રી સૂયગડાંગ સૂત્રનાં વિવિધ નામો અને તેના અર્થોની વિચારણા સાથે પ્રારંભાયેલા આ પ્રવચનમાં “નામકરણ' અંગે ઠીક ઠીક વિચારણા થઈ છે. આગળ વધતાં મંત્રશક્તિઓ કોને મળે તો સારું અને કોને ન મળે તો સારું – એ પ્રશ્નને અનેક તર્ક-દિગંતોના ત્રાજવામાં તોળી યોગ્યને જ અપાય, અયોગ્યને ન જ અપાય, એવો નિર્ણય ખૂબ સારી રીતે કરી આપ્યો છે. આ જ પ્રવચનમાં શ્રી સૂયગડાંગ સૂત્રના બે શ્રુતસ્કંધોનો નામોલ્લેખ કરી એના પહેલા શ્રુતસ્કંધના સોળ અધ્યયન પૈકીના પહેલા છ અધ્યયનોમાં વર્ણવાયેલ વિષયની સમરી આપેલ છે. એમાં અવસર પામી સ્ત્રીઓનો પરિચય સંયમીઓ માટે કેવો ખતરનાક અને પતન નોંતરનારો છે તે બાબત પણ ખૂબ જ પ્રભાવક શબ્દોમાં વર્ણવાઈ છે. પ્રવચનનું પ્રતિબિંબ * તમારાં દીકરા-દીકરીનાં નામો પણ અનાર્ય જેવાં છે. કારણ કે, સંતાનોનાં આત્મવિકાસનો ભાવ જ નથી. * મંત્ર-તંત્ર-શક્તિઓ યોગ્યનાં હાથમાં મૂકાય, અયોગ્યના હાથમાં ન મૂકાય. * જૈનશાસન શક્તિઓનું પૂજારી નથી, શુદ્ધિનું પૂજારી છે. * શુદ્ધિની સાથે રહેલી શક્તિઓ વંદનીય-પૂજનીય-આદરણીય છે. પણ શુદ્ધિ વગરની શક્તિઓની ફૂટી કોડીની કિંમત નથી. * ખોટાનાં ખંડન વિના સાચાનું મંડન ક્યારેય થઈ શકતું નથી. Page #245 -------------------------------------------------------------------------- ________________ પ્રવચન-મોત 'बुज्झिज तिउट्टिजा, बंधणं परिजाणिया। किमाह बंधणं वीरो, किं वा जाणं तिउट्टइ ।।१।।' શ્રી સુધર્માસ્વામી : બોધ પામ ! બંધનને ચારે બાજુથી જાણ ! બંધનને તોડી નાંખ ! શ્રી જંબુસ્વામી : પ્રભુ વીરે કોને બંધન કહ્યું છે, શું જાણીને એને તોડી શકાય છે ?” Page #246 -------------------------------------------------------------------------- ________________ ૧૧ઃ ભૂથગsiણ:પહેલા મૃતeઠંઘના ૧ થી 9 અધ્યયનોનું અવલોકન અનંત ઉપકારી, ચરમતીર્થપતિ, શ્રમણ ભગવાન શ્રી મહાવીર પરમાત્માના શાસનના પરમાર્થને પામેલા પંચમ ગણધર શ્રી સુધર્માસ્વામીજી મહારાજાએ પરમતારક પરમાત્માના પાવન મુખેથી ત્રિપદીને પામીને જગતનો ઉદ્ધાર કરનારી પરમપાવન દ્વાદશાંગીની રચના કરી. તે પૈકીનું આ બીજું અંગઆગમ, જેને શ્રી સૂયગડાંગ સૂત્ર તરીકે ઓળખવામાં આવે છે. આગમ શ્રવણ શા માટે ? શ્રી આચારાંગજી વગેરે ગ્રંથો ચરણ-કરણાનુયોગના આગમો છે. તો શ્રી સૂયગડાંગજી વગેરે આગમો દ્રવ્યાનુયોગના આગમો છે. સૂર્યપ્રજ્ઞપ્તિ, ચંદ્રપ્રજ્ઞપ્તિ, દ્વીપસાગરપ્રજ્ઞપ્તિ, જ્યોતિષકરંડક વગેરે આગમો એ ગણિતાનુયોગના આગમો છે અને જ્ઞાતાધર્મકથાગ વગેરે આગમો એ ધર્મકથાનુયોગના આગમો છે. કોઈ પણ આગમ સાંભળો, કોઈ પણ યોગની સાધના કરો, પણ તેની પાછળ લક્ષ્ય એક જ હોવું જોઈએ કે, આ સંસાર છોડવો છે, સાધુપણું પામવું છે, નિરતિચાર સાધુપણું પાળવું છે, આત્માનું શુદ્ધ સ્વરૂપે પ્રગટ કરવું છે અને સાદિ-અનંતભાંગે સ્વભાવદશામાં વિલસવું છે. પણ આ ભાવના, આ લક્ષ્ય કે આ ધ્યેય ન હોય તો શ્રી આચારાંગ સૂત્ર સાંભળો કે શ્રી સૂયગડાંગ સૂત્ર સાંભળો, શ્રી સૂર્યપ્રજ્ઞપ્તિ સાંભળો કે શ્રી ચંદ્રપ્રજ્ઞપ્તિ સાંભળો, શ્રી જ્ઞાતાધર્મકથા સાંભળો કે અન્ય કોઈ પણ આગમ સાંભળો; પરિણામ શૂન્ય છે. આત્માને સ્વભાવદશામાં લઈ જવા માટે જેમ જીવતત્ત્વને જાણવું જરૂરી છે, Page #247 -------------------------------------------------------------------------- ________________ ૨૨૮ - ૧ - આગમ જાણો ! - 228 તેમ અજીવ તત્ત્વનો આત્મા ઉપર શો પ્રભાવ છે, તેમાંથી આત્માને કેવી રીતે મુક્ત કરવો તે માટે ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, આકાશાસ્તિકાય, પુદ્ગલાસ્તિકાય અને કાળને જાણવાના છે. જીવને આ ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, આકાશાસ્તિકાય કે કાળ બહુ નડતરરૂપ નથી, પણ પુદ્ગલની નડતર ઘણી મોટી છે. આખો સંસાર જ તેના આધારે રચાયો છે. માટે તેને જ જીતવાનું છે. આપણે આ બધું જાણવું છે પણ શા માટે ? પહેલા નક્કી કરી લો કે, મારે મુક્તિ મેળવવી છે. સાદિ અનંતભાંગે સ્વભાવદશામાં વિલસવું છે. એ માટે ચારિત્રધર્મ પામવો છે અને સંસાર છોડવો છે. આ સિદ્ધક્ષેત્રની ભૂમિ ઉપર આવીને પાપીમાં પાપી આત્માઓ ચારિત્રધર્મ પામ્યા છે. તેને પામીને પરાકાષ્ઠાની સાધના-આરાધના કરી – સર્વ કર્મોનો ક્ષય કરી સિદ્ધિપદને પામ્યા છે અને અત્યારે પણ સાદિ-અનંતભાગે સ્વભાવદશામાં વિલસી રહ્યા છે. સૂયગડાંગના વિવિધ નામો અને અર્થો : શ્રી સૂયગડાંગ સૂત્ર સૂયગડ, સૂત્રકૃત, સૂયગડાંગ – એમ અનેક નામે ઓળખાય છે. આ નામોનો અર્થ શું ? જિજ્ઞાસુને આવો પ્રશ્ન થવો સહજ છે. તેથી એનો સામાન્ય શબ્દાર્થ પણ સમજી લઈએ. તેમાં સૌથી પહેલાં આપણે સૂયગડ નામનો અર્થ વિચારીએ. “સૂયગડ” એવું નામ “સૂર્ય અને “ગડ’ એવા બે શબ્દોના સંયોજનથી બનેલું છે. “સૂય” એટલે સૂત-જન્મેલું, ઉત્પન્ન થયેલું અને “ગડ” એટલે કૃત, કરાયેલું, રચાયેલું. સૂય-ગડ શબ્દનો આવો શબ્દાર્થ થાય છે. જેનું તાત્પર્ય એ છે કે “સૂય' એટલે ભગવાન શ્રી તીર્થકર દ્વારા અર્થથી જન્મેલું અને ગડ” એટલે ગણધર ભગવંતો દ્વારા સૂત્રરૂપે કરાયેલું, આ રીતે “સૂય” અને “ગડ' - આ બે શબ્દો દ્વારા અરિહંત ભગવંતો અને ગણધર ભગવંતો બન્નેના ઉપકારોનો ઉલ્લેખ આવી ગયો. કહ્યું પણ છે કે - Page #248 -------------------------------------------------------------------------- ________________ ૨૨૯ ૧૧ : સૂયગડાંગ ઃ પહેલા શ્રુતસ્કંધના ૧ થી ૭ અધ્યયનોનું અવલોકન – 11 Bukoba ‘અત્યં માસંતિ ગરિા, સુત્ત યંતિ બદરા નિકળા’ ‘અરિહંતો અર્થને પ્રકાશે છે તો નિપુણ-ગણધરો સૂત્રને રચે છે.’ ‘સપન્નેફ્ વા’, વિામેરૂં વા’ અને ‘ધૂવેક્ વા’ આ ત્રિપદી પરમાત્માએ અર્થરૂપે આપી, તેથી ‘સૂર્ય-સૂત.' અને આ ત્રિપદીને ઝીલી ગણધર ભગવંતોએ સૂત્ર ગૂંથ્યાં - દ્વાદશાંગીની રચના કરી, તેથી ‘ગડ-કૃત.' આ રીતે સૂયગડ-સૂત્રકૃત નામ થયું. 229 ‘સૂચનાત્ સૂત્રમ્’ ‘જેમાં સૂચન માત્ર કરેલું હોય તે સૂત્ર.' જેમાં સ્વસમય અને પરસમય એટલે સ્વદર્શન અને પરદર્શન. ટૂંકમાં ષડ્દર્શનની સૂચના કરવામાં આવી છે, તેને પણ સૂચાકૃત=સૂયગડો કહેવાય છે. નામોના અર્થ ઘણાંને જાણવાની જિજ્ઞાસા હોય છે. ઘણાંને કુતૂહલ પણ હોય છે. તેથી અમને પૂછવામાં આવે કે, અમારા નામનો અર્થ શું થાય ? પણ તમારા નામનો અર્થ અમે કહીને શું કરીએ ? અમારા માટે કહ્યું છે કે, જ્યારે શિષ્યનું નામ પાડવાનું હોય, ત્યારે શિષ્યને જે કક્ષાએ લઈ જવાનો હોય તેવું નામ પાડવું. જેથી શિષ્યને રોજ ખ્યાલ આવે કે મારે આવા બનવાનું છે. મારા ગુરુદેવ મારા માટે આવું ઝંખે છે. પૂજ્યપાદ આચાર્ય શ્રી હરિભદ્રસૂરીશ્વરજી મહારાજાએ બનાવેલા “ષોડશક” નામના ગ્રંથમાં નામ સ્થાપના કેવી રીતે કરવી ? કેવું નામ આપવું ? તેની અસરો શિષ્ય ઉપર કેવી રીતે, શું-શું પડે છે ? તેની બહુ લંબાણથી વિગતવાર વાત કરી છે. એટલે નામનું પણ મહત્ત્વ છે. આજે તો હાલત બદલાઈ ગઈ છે. પહેલાં તો નામ ઉપરથી જ માણસ કયા પ્રદેશનો અને કઈ જ્ઞાતિનો છે તે ઓળખાતો. જો નામની પાછળ ‘લાલ’ આવે તો અમુક પ્રદેશનો, નામની પાછળ ‘ચંદ્ર' આવે તો અમુક જ્ઞાતિનો - એમ ‘મલ’-‘દાસ’ આવે તો અમુક જાતિનો ઓળખાતો. બ્રાહ્મણનાં નામો બ્રાહ્મણને અનુરૂપ આવે, વૈશ્યનાં નામો વૈશ્યને અનુરૂપ આવે, જૈનનાં નામો જૈનને અનુરૂપ આવે. શુદ્રનાં નામો શુદ્રને અનુરૂપ આવે, એમ નામો પોતાના વર્ણ મુજબ પડતાં. આજે તો જૈનોને પણ વિદેશી નામોની ઘેલછા લાગી છે. તમારાં દીકરા-દીકરીનાં નામો પણ અનાર્ય જેવાં છે. કારણ કે, સંતાનોનાં આત્મવિકાસનો ભાવ જ નથી. Page #249 -------------------------------------------------------------------------- ________________ ૧ - આગમ જાણો ! સાધુ-ગૃહસ્થોનાં નામ ન પાડે, પરંતુ સાક્ષીવાળું બનાવે : સભા: નામ તો તમે પાડી આપો ને ? ૨૩૦ ના, નામ ગુરુએ પાડવાનું નથી, પણ તમે જે પાડીને આવો તે ગુરુની સાક્ષીવાળું કરવાનું છે. આપણે ત્યાં ‘આચાર દિનકર' નામનો ગ્રંથ છે. પૂ. આ. શ્રી વર્ધમાનસૂરીશ્વરજી મહારાજાનો બનાવેલ છે. તેમાં બાળકનું નામ કેવી રીતે પાડવું તે બધી વિધિ પણ બતાવી છે. તેમાં જણાવ્યું છે કે, પ્રથમ જ્યોતિષીને બોલાવે અને બાળકની રાશિ-નામ આદિ નક્કી કરી, પછી દેરાસરે જાય. જે નામ પાડ્યું, તે નામ ભગવાનની સાક્ષીવાળું કરવા માટે દેરાસર જાય. એ દેરાસરની વિધિ પત્યા પછી પૌષધશાળામાં ગુરુ પાસે આવે. જ્યાં અમારી માંડલી બેસતી હોય ત્યાં આવી મા-બાળકને હાથમાં રાખીને ગુરુને ત્રણ પ્રદક્ષિણા આપે. ગુરુવંદન કરે, પછી સુવર્ણ-રૂપ્ય મુદ્રાઓ મૂકી ગુરુને નવે નવ અંગે પૂજા કરે. 230 ગુરુનું વાસક્ષેપ-પૂજન આદિ કર્યા બાદ ગુરુ વર્ધમાન વિદ્યાથી મંત્રિત વાસક્ષેપ નાંખે. પછી માતા-પિતાદિ સ્વજનોએ નક્કી કરેલા નામને પોતાની સાક્ષીવાળું બનાવે. આ જ વિધિ થોડાક ફરક સાથે ‘દ્રવ્યસપ્તતિકા’ ગ્રંથમાં પણ બતાવેલી છે. પૂજ્ય આત્મારામજી મહારાજે ‘તત્ત્વનિર્ણય પ્રાસાદ' નામનો એક મોટો ગ્રંથ બનાવેલ છે. જેને રચ્યાને સોથી વધુ વર્ષ થઈ ગયાં. તેમાં આચાર દિનકરમાં બતાવેલ આ જ વિધિ હિંદીમાં આપેલ છે. વિદ્યા યોગ્યને જ અપાય : સભાઃ આત્મારામજી મહારાજાએ યતિપ્રથા નાબૂદ કરીને બહુ મોટી ભૂલ કરી. કારણ કે, યતિઓ પાસે મંત્ર-તંત્ર-શક્તિઓ હતી અને તે યતિઓની સાથે મંત્ર-તંત્ર-શક્તિઓ પણ નાશ પામી ગઈ. જૈનશાસન કહે છે કે, મંત્ર-તંત્ર-શક્તિઓ યોગ્યનાં હાથમાં મૂકાય, અયોગ્યના હાથમાં ન મૂકાય. જૈનશાસન શક્તિઓનું પૂજારી નથી, શુદ્ધિનું પૂજારી છે. શુદ્ધિની સાથે રહેલી શક્તિઓ વંદનીય-પૂજનીય-આદરણીય છે. પણ શુદ્ધિ વગરની શક્તિઓની ફૂટી કોડીની કિંમત નથી. આજે શ્રી આત્મારામજી મહારાજા માટે આવું કહો છો, કાલે શ્રી ભદ્રબાહુસ્વામી મહારાજા Page #250 -------------------------------------------------------------------------- ________________ ૨૩૧ – ૧૧ સૂયગડાંગ પહેલા શ્રુતસ્કંધના ૧ થી ૯ અધ્યયનોનું અવલોકન -11 - 231 માટે પણ આવું જ કહેશો કે, શ્રી યૂલિભદ્રસ્વામીજીને છેલ્લા ચાર પૂર્વ અર્થથી ન આપીને બહુ મોટી ભૂલ કરી. સંઘને મોટો અંતરાય કર્યો. સંઘને ચાર પૂર્વથી વંચિત રાખ્યો. ચૌદ પૂર્વધર શ્રી ભદ્રબાહુસ્વામીજીએ એ સમયે નિષેધ કરતાં સ્પષ્ટપણે જણાવ્યું કે - “તારા જેવાને જો આ નહીં પચી તો હવે પછી કોઈને પણ પચશે. નહિ. માટે હવે કોઈને ય આ જ્ઞાન આપી શકાય નહીં.” - પૂજ્ય આચાર્યશ્રી સિદ્ધસેનદિવાકરસૂરિજી મહારાજનો એક પ્રસંગ સમજવા જેવો છે. ચિત્તોડના મંદિરમાં એક સ્તંભ હતો. તેમાં બધાં મંત્ર શાસ્ત્રો વજલેપથી પેક કરેલાં હતાં. ઘણના ઘા મારો તો પણ તૂટે નહિ, તેવો વજલેપ હતો. તેને ખોલવો કઈ રીતે ? તેમણે તે વજલેપને સુંધ્યો, સૂંઘીને તેમાં કઈ કઈ ઔષધિઓ વપરાઈ છે, તે નક્કી કર્યું. તેનાં માપ નક્કી કર્યા. કેવી વિશિષ્ટ પ્રજ્ઞા હશે, સમજાય છે ? તે દરેકની પ્રતિઔષધિઓ નક્કી કરી. તે બધી મેળવી તેનું દ્રાવણ તૈયાર કર્યું ને લગાડ્યું! ઘણના ઘા મારતાં પણ જે સ્તંભ ન ખૂલે તે આ દ્રાવણ લગાવવાથી ખૂલવા લાગ્યો ! અંદર મંત્રગ્રંથો જોયા. આ મંત્રોમાં સાધનાની જરૂર નહિ, બોલતાંની સાથે તરત ફળ મળે. તેમાંથી બે પાનાં ખેંચી કાઢીને તેઓએ તેમાંથી બે મંત્રો વાંચ્યા તેટલામાં જ તેના અધિષ્ઠાયક દેવે તેમના હાથમાંથી પાનાં ઝૂંટવી લીધાં અને તે અધિષ્ઠાયક દેવે કહ્યું કે – “ થોડસિ' તમે પણ આના માટે અયોગ્ય છો. યોગ્યના હાથમાં જ મંત્રો અપાય, અયોગ્યના હાથમાં ન અપાય. એવો જ એક પ્રસંગ કલિકાલસર્વજ્ઞ પૂ. આ. શ્રી હેમચંદ્રસૂરિજી મહારાજના જીવનમાં પણ બનેલો “શ્રી કુમારપાલદેવ ચરિત'માં નોંધાયેલો છે. પરમાત કુમારપાળ મહારાજાને વિક્રમ રાજાની જેમ પોતાના નામનો સંવત્સર ચલાવવાની ઈચ્છા થઈ. જગતના માથેથી જેટલું દેવું હોય તે ચૂકવી આપે તે પોતાના નામનો સંવત્સર પ્રવર્તાવી શકે. એ માટે “સુવર્ણસિદ્ધિ'ની જરૂર અનુભવતાં રાજાએ પોતાની ઈચ્છા કલિકાલસર્વજ્ઞ પ્રભુને જણાવી. તેઓશ્રી પાસે એ વિદ્યા ન હતી. તેની સિદ્ધિ નિજ ગુરુદેવ પૂ. આ. શ્રી દેવચંદ્રસૂરિજી પાસે છે એવું તે જાણતા હતા. તેથી સંઘ કાર્યમાંથી નિવૃત્તિ લઈ આરાધના કરતા ગુરુદેવને બોલાવવા માટે તેમણે સંદેશો પાઠવ્યો. Page #251 -------------------------------------------------------------------------- ________________ ૧ - આગમ જાણો ! રાજાએ સામૈયાની જોરદાર તૈયારી કરી હતી. છતાં નિવૃત્ત ગુરુદેવ અન્ય માર્ગેથી સીધા ઉપાશ્રયમાં આવી ગયા. રાજા-મંત્રી-શ્રાવકોએ દ્વાદશાવર્ત્ત વંદના કરી. બધાને વિસર્જિત કર્યા બાદ કલિકાલસર્વજ્ઞે અને રાજાએ ગુરુદેવના ચરણે પડી જગતને ‘અરૃણ’ કરવા માટે ‘સુવર્ણસિદ્ધિ'ની યાચના કરી. એ માટે જરૂરી વેલડી-વનસ્પતિનું નામ અને સંકેત જણાવવા પ્રાર્થના કરી. ૨૩૨ આ સાંભળતાં જ પ્રશમરસમાં નિમગ્ન એવા પણ ગુરુદેવ કોપિત થઈ ગયા. એમણે નિજ શિષ્યરત્નને કહ્યું - ‘પાપી ! દૂર ચાલ્યો જા ! આ વિદ્યા માટે તું અયોગ્ય છે.’ એમ કહીને ચરણે લાગેલા સર્પની જેમ તેમણે શિષ્યને દૂર કર્યો. ત્યારબાદ ગુરુએ કહ્યું - 232 ‘પૂર્વે મેં તને મગના પાણી જેવી સામાન્ય વિદ્યા આપી હતી, તેનું પણ તને અજીર્ણ થયું હતું, તો હવે મોદક જેવી મહાવિદ્યા તને કઈ રીતે અપાય ?' કાંઈ સમજાય છે ? જેટલું જેમનું પુણ્ય હોય, પચાવવાની તાકાત હોય, જેનાથી હિત થાય તેટલું જ જ્ઞાન તેમને અપાય. જેમણે ચારિત્રભ્રષ્ટ અને શ્રદ્ધાભ્રષ્ટ યતિસંસ્થામાંથી જૈનશાસનને ઉગાર્યું, ચારિત્રધર્મની પ્રતિષ્ઠા કરી, સાધના માર્ગની પ્રતિષ્ઠા કરી, તેવા મહાપુરુષ માટે ‘ભૂલ કરી' એમ કહેવું તે મિથ્યાત્વનો કારમો ઉદય છે, એમ તમને બરાબર સમજાઈ જવું જોઈએ. આપણી મૂળ વાત સૂત્રકૃતાંગની હતી. ચૂર્ણિકા૨શ્રીજી શ્રી સૂયગડાંગજી સૂત્રની આગળ ભગવાન શબ્દ જોડીને લખે છે કે, ‘ભગવાન સૂત્રકૃતાંગ', ‘ભગવં સૂયગડો’ - આગમની આગળ ‘શ્રી’ અને પાછળ ‘જી’ શબ્દ લગાડવો અથવા બહુમાનવાચક શબ્દ બોલવો જોઈએ. કારણ કે, આ પણ આગમની ભક્તિ છે; આ કોઈ બજારું પુસ્તક નથી. આ તો આપણો પ્રાણ છે, આપણું જીવન છે. મહાન યોગવિદ્યા છે, અદ્વિતીય કોટિની અધ્યાત્મવિદ્યા છે. આપણા કલ્યાણનો માર્ગ છે, આપણા જીવનને ધબકતું રાખનાર છે, મહાન યોગ અને અનુપમ અધ્યાત્મ વિદ્યાનો વારસો આમાં ધરબાયેલો છે. આપણા સૌનું સુખ પણ આમાં જ સમાયેલું છે, તે ધ્યાનમાં રાખવું. સૂયગડાંગનો બાહ્ય-અત્યંતર પરિચય : શ્રી સૂયગડાંગ સૂત્રનો અદકેરો પરિચય પ્રાપ્ત કરવાનો આપણે પ્રયત્ન શરૂ Page #252 -------------------------------------------------------------------------- ________________ ૨૩૩ - ૧૧ સૂયગડાંગ પહેલા શ્રુતસ્કંધના ૧ થી ૯ અધ્યયનોનું અવલોકન-11 – 233 કર્યો છે. આપણે પ્રવેશ કરવો છે આગમગ્રંથમાં. તે માટે પ્રથમ તેનો પરિચય, સમગ્ર ગ્રંથની રચના શૈલી, નિરૂપણ શૈલી અને વિષય સમજી લઈએ તો તેના સહારે કઈ દિશામાં જવું છે ? આ મહાન ગ્રંથ દ્વારા શું પામવું છે ? ભગવાને મંત્રીબીજ આપીને શું ઉપકાર કર્યો છે ? અને સુધર્માસ્વામીજી મહારાજાએ તેને કઈ રીતે વિકસાવ્યું છે ? તેની આછેરી ઝલક જાણવા-માણવા મળે. આ આખું ય આગમ; પહેલો અને બીજો શ્રુતસ્કંધ એમ બે વિભાગમાં વહેંચાયેલું છે. “ગાથા ષોડશ” એ પહેલા શ્રુતસ્કંધનું નામ છે. તેમાં સોળ અધ્યયનો હોવાથી “ગાથા ષોડશ' કહેવાય છે. બીજો શ્રુતસ્કંધ સાત અધ્યયનો વાળો છે, એમાં મોટાં મોટાં અધ્યયનો હોવાથી તેનું નામ “મહા-અધ્યયન છે. અધ્યયન એટલે અધ્યાય, વિભાગ, પ્રકરણ. પહેલા શ્રુતસ્કંધના અધ્યયનોમાં કોઈમાં ચાર, કોઈમાં ત્રણ કે બે, કોઈમાં એક - એમ કુલ મળીને છવીસ ઉદ્દેશાઓ છે. જે પેટાપ્રકરણ રૂપ છે. બીજા શ્રુતસ્કંધના અધ્યયનોમાં સ્વતંત્ર ઉદ્દેશા નથી. અધ્યયનો એ જ તેના ઉદ્દેશ છે. એટલે પહેલા શ્રુતસ્કંધના છવ્વીસ અને બીજા ગ્રુતસ્કંધના સાત એમ કુલ તેત્રીસ ઉદ્દેશાઓ છે. આચારાંગ કરતાં આનું કદ બમણું છે. આચારાંગનાં અઢાર હજાર પદો છે, જ્યારે આ શ્રી સૂયગડાંગ સૂત્રનાં છત્રીસ હજાર પદો છે. અહીં વર્ણવાયેલ “પદ' એક સંજ્ઞા છે. એક એક પદમાં લાખો શ્લોકો હોય છે. આજે જે ઉપલબ્ધ છે તે ખૂબ અલ્પ છે. છતાં ય જે છે તે અણમોલ છે. પહેલા શ્રુતસ્કંધના પ્રત્યેક અધ્યયનમાં શું શું વિષય છે ? તેની સામાન્ય રૂપરેખા જોવાનું આપણે શરૂ કરીએ. અનાદિકાળથી આપણને વળગેલાં, આપણે ખુદે બાંધેલાં, આપણે જ મજબૂત કરેલા બંધનોનું સ્વરૂપ શું છે ? તેને તોડવા માટેના માર્ગો કયા કયા છે ? તેમાં સફળતા ક્યારે અને કઈ રીતે મળે ? તેની વાત આ આગમગ્રંથના પ્રારંભમાં જ જણાવી છે. આપણે એક એક અધ્યયનનાં નામ અને ઉદ્દેશા જાણવા છે. ૧લું અધ્યયન ‘સમય’ નામનું છે - જેના ચાર ઉદ્દેશા છે. એમાં સ્વસમય અને પરસમયનું વર્ણન કરવામાં આવ્યું છે. સમય એટલે દર્શન-ધર્મ-મત. સ્વસમય એટલે જૈનદર્શન અને પરસમય એટલે જૈનેતર દર્શન. Page #253 -------------------------------------------------------------------------- ________________ ૨૩૪ 234 - ૧ - આગમ જાણો ! - સમય એટલે દર્શન, ધર્મ, મત, માન્યતા કે પંથ. સ્વસમય એટલે જિનેશ્વર પરમાત્માએ પ્રકાશેલું, પ્રરૂપેલું દર્શન. પરદર્શન એટલે મિથ્યાદર્શનો. સર્વજ્ઞ વીતરાગ પરમાત્માએ પ્રકાશ્યા, પ્રરૂપ્યા ન હોય એવા જગતના તમામ મિથ્યામતોને પરદર્શન તરીકે ઓળખવામાં આવ્યા છે. આ પ્રથમ અધ્યયન અને તેના ચાર ઉદ્દેશામાં એ દર્શનોનો સંપૂર્ણ પરિચય આપવામાં આવ્યો છે. આમ, આમાં સ્વ-પર સમયની વાત છે, માટે તેનું નામ “સમય” અધ્યયન છે. રજું અધ્યયન “વૈતાલિક' નામનું છે, તેનાં ત્રણ ઉદ્દેશ છે. આમાં જૈનદર્શનના કયા ગુણો છે, અજૈન દર્શનના કયા દોષો છે, તેનું વર્ણન કરીને જૈનદર્શનને વિગતવાર સમજાવવામાં આવ્યું છે. એટલે આ અધ્યયનમાં જૈનદર્શનની વિશેષતાઓ શું છે અને મિથ્યાદર્શનોની ખામીઓ શું છે ? તે બતાવ્યું છે. અહીં એક નવી જ શૈલીનું આપણને દર્શન થાય છે. અહીં મંડનની સાથોસાથ ખંડન પણ જોવા મળે છે. વર્તમાનકાળમાં ફેલાયેલા મિથ્યાવાદનું સમૂળું ખંડન આ અધ્યયન દ્વારા થાય છે. કેટલાક એકાંત મૈત્રીવાદીઓ સર્વજ્ઞ શાસનના પરમાર્થને જાણ્યા વિના જ કહેતા હોય છે કે માત્ર મંડન કરો ! ખંડન બંધ કરો ! સ્વનું સ્થાપન ભલે કરો, પણ પરનું ખંડન શા માટે કરો છો ? આ ખંડનથી જ ક્લેશ ને સંક્લેશો ઉભા થાય છે. જૈનશાસન તો ઉપશમનો દરિયો છે. માટે મંડન કરો !” આવી વાત કરનારને આ બીજું અધ્યયન જ ઉત્તર આપે છે. મંડનની સામે ખંડન જરૂરી છે. કેમકે ખોટાનાં ખંડન વિના સાચાનું મંડન ક્યારેય થઈ શકતું નથી. કોઈ દરજી કાતર વિનાનો જોયો છે ? એકલી સોય લઈને સીવે તો કપડાં સીવાઈ જાય ને ? તો કાતર શું કામ જોઈએ ? કહો કે કાતરથી પહેલાં માપ મુજબ કાપડ કાપવું પડે, પછી જ સીવાય. જો કાતર વાપરે જ નહિ તો શું સીવી શકે ? એ જ રીતે કોઈ પણ મકાન બનાવતાં પહેલા પાયો ખોદવો પડે છે. જેટલું મકાન ઊંચું તેટલો પાયો ઊંડો ખોદવો પડે. તેમ જેટલું દર્શન તાકઇવર તેટલું તેનું ખંડન મજબૂતાઈથી કરવું પડે. પછી જ મંડન થઈ શકે. સાચાને સાચા અને ખોટાને ખોટા તરીકે જાણવા માટે, તેના ગુણ અને દોષ જાણવા માટે, સાચાનો સાચા તરીકે સ્વીકાર કરવા માટે અને ખોટાનો ખોટા તરીકે ત્યાગ કરવા માટે “વૈતાલિક' નામનું આ બીજું અધ્યયન છે. Page #254 -------------------------------------------------------------------------- ________________ ૧૧ : સૂયગડાંગ ઃ પહેલા શ્રુતસ્કંધના ૧ થી ૬ અધ્યયનોનું અવલોકન-11 ૩જું અધ્યયન ‘ઉપસર્ગ-પરિજ્ઞા' નામનું છે, તેનાં ચાર ઉદ્દેશા છે. આમાં ઉપસર્ગોનું વર્ણન કરવામાં આવ્યું છે. આ ઉપસર્ગોને કેવી રીતે ઓળખવા, કેવી રીતે જીવનમાં સ્વીકારવા, સ્વીકારીને કેવી રીતે કર્મનિર્જરા કરવી, તે બાબતો આમાં બતાવવામાં આવી છે. ૨૩૫ જે સ્વદર્શન અને મિથ્યાદર્શન જાણે, ખોટા એવા મિથ્યાદર્શનનો ત્યાગ કરે અને સાચા એવા સ્વ (જૈન) દર્શનમાં સ્થિર થાય તેને જ સમ્યગ્દર્શન પ્રાપ્ત થાય છે. તે સમ્યગ્દર્શન સાધકને સતત સાધનામાર્ગમાં પ્રેર્યા જ કરે છે. જેના સહારે સાધક સાધકદશામાં પગમંડાણ કરે છે. સાધક જ્યારે સાધનામાર્ગમાં પગમંડાણ કરે છે કે તરત જ ઉપસર્ગોની ફોજ એના ઉપર તૂટી પડે છે. એમાં જો સાધક સાવધ ન હોય તો હલી જાય છે, હણાઈ જાય છે. તેવું ન બને તે માટે આ ત્રીજા અધ્યયનમાં ઉપસર્ગોનું જ્ઞાન આપવામાં આવ્યું છે. ‘ઉપસર્ગ પરિજ્ઞા' એનું નામ છે. 235 આ ‘પરિજ્ઞા’ શબ્દમાંથી બે અર્થો ધ્વનિત થાય છે. ‘જાણો અને આચરો’ ઉપસર્ગોને પહેલાં જાણો અને પછી સમભાવે સહન કરો. આ આખા અધ્યયનનો સૂર એક જ છે. એકથી બારે બાર પ્રકારના ઉપસર્ગોને જાણો અને તેમાં વધુ ને વધુ આત્માને સ્થિર કરો. પરિ=ચારે તરફથી, જ્ઞા=જાણવું. ચારે તરફથી વસ્તુના સ્વરૂપને જાણવું, આ એનો સામાન્યાર્થ છે. ઉપસર્ગના સ્વરૂપને સર્વાંગીણ રીતે જાણવું એ ‘ઉપસર્ગપરિજ્ઞા' શબ્દનો સામાન્યાર્થ છે અને એને જાણીને જીવનમાં જીવવું, ઉપસર્ગોની ફોજને સમતા-સમાધિનાં શસ્ત્રો દ્વારા હઠાવવી, હરાવવી; આ એનો વિશેષાર્થ, ૫રમાર્થ છે. ૪થું અધ્યયન ‘સ્ત્રી-પરિજ્ઞા' નામનું છે, તેના બે ઉદ્દેશા છે. આ અધ્યયનમાં સ્ત્રીઓ સાધનામાં કેવી રીતે વિઘ્નભૂત બને છે, સાધકદશામાંથી સાધકને કઈ રીતે પતિત કરે છે, તેની કઈ કઈ પ્રવૃત્તિથી સાધુની સાધુતા નંદવાય છે વગેરે સમજાવીને સ્ત્રીઓથી સાવધ રહેવા શું શું કરવું ? તેની વિગતવાર વાતો જણાવવામાં આવી છે. પ્રતિકૂળ પરીષહો અને ઉપસર્ગોને હજી સહન કરવા સહેલા છે, પાર પાડવા સહેલા છે, પણ અનુકૂળ ઉપસર્ગો સહેવા-પાર પાડવા અઘરા છે. તે અનુકૂળ Page #255 -------------------------------------------------------------------------- ________________ ૨૩૬ - ૧ - આગને જાણો ! 236 ઉપસર્ગોમાં ભલભલા સાધકો પણ પટકાઈ પડે છે. સ્ત્રી પરીષહનો સમાવેશ અનુકૂળ ઉપસર્ગ-પરીષહમાં કરવામાં આવ્યો છે. સિંહ ગુફાવાસી મુનિ એનો જીવતો-જાગતો દાખલો છે. વરસાદથી ઝડીઓ વરસી રહી છે. ચારે બાજુ ઠંડો પવન ફૂંકાઈ રહ્યો છે. કડકડતી ઠંડી છે. શરીર ઠરીને ઠીકરું થઈ ગયું છે. ગરમીનું ક્યાંય નામ નથી, અન્ન-પાણી આદિ આહારનો સદંતર ત્યાગ છે, શરીરમાં કશું જ જતું નથી. ક્રૂર-હિંસક એવો સિંહ પણ જેમના પ્રથમ દર્શને જ શાંત થયો છે, તેવા પ્રતિકૂળ દરેક ઉપસર્ગોને સમ્યફ પ્રકારે સહન કરી જતા, પાર પાડી જતા એવા પણ એ સાધક કોશાનાં માત્ર એક દર્શનથી પતંગિયું જેમ દીપકની જ્યોતમાં ઝંપલાવી ભસ્મસાત્ થાય તેમ પતનની ગર્તામાં પડી ગયા. આ અનુકૂળ ઉપસર્ગની કાતિલતા છે. સાધકને માટે તેવું ન બને તે માટે આ ચોથું “સ્ત્રી અધ્યયન' કહેવામાં આવ્યું છે. આમાં સ્ત્રીઓથી સાવધાન કેવી રીતે રહેવું ? તેનાથી પરાક્ષુખ કેવી રીતે રહેવું? તેની લલચામણી રીતોમાં સપડાઈ ન જવાય તે માટે, સાધકે કેવી કેવી સાવધાની રાખવી ? - તે વાત આ ચોથા અધ્યયનમાં કરવામાં આવી છે. પનું અધ્યયન “નરક-વિભક્તિ' નામનું છે. તેનાં બે ઉદ્દેશ છે. આ અધ્યયનમાં જે સાધુપણું સ્વીકાર્યા પછી ઉપસર્ગો સહન કરતા નથી અને સ્ત્રીઓનાં સંસર્ગથી બચતા નથી, તેવા જીવો નરકમાં જાય છે અને ત્યાં તેમને કેવી કેવી યાતનાઓ ભોગવવી પડે છે, તેનું વર્ણન કરવામાં આવ્યું છે. આ અધ્યયનમાં કહ્યું છે કે, જેઓ દુઃખભીરુ છે, સુખશીલીયા છે. અનુકૂળતાના અર્થી છે, માટે ઉપસર્ગો સહન કરવાની તેમની તૈયારી નથી અને સ્ત્રીઓનો સહવાસ જેમને ગમે છે, તેઓ વ્રતની સુરક્ષા માટે જણાવેલી કોઈ મર્યાદા કે વાડ રાખતા નથી. તેઓ એ મર્યાદાઓ કે વાડને ઓળંગી જાય છે, તેથી તેવા આત્માઓ માટે નરક સિવાય બીજો કોઈ માર્ગ નથી. જેમને સાધુપણામાં આવતા પરીષહો ને ઉપસર્ગો વેઠવાની તૈયારી નથી, જેમને સ્ત્રીઓનાં સુખ ભોગવવાં છે તેમને નરકની ભડભડ કરતી જ્વાળાઓ ભેટવા તૈયાર છે. એમ આ અધ્યયનનો પ્રધાન સૂર છે. કઠું અધ્યયન “વરસ્તુતિ' અગર “મહાવીર સ્તુતિ' નામનું છે. આમાં એક ઉદ્દેશો છે. Page #256 -------------------------------------------------------------------------- ________________ ૨૩૭ – ૧૧ સૂયગડાંગ: પહેલા શ્રુતસ્કંધના ૧ થી ૯ અધ્યયનોનું અવલોકન-11 – 237 જેઓ પ્રતિકૂળ અને અનુકૂળ ઉપસર્ગોમાં હલી જાય છે, તેમને નરકનાં કેવાં અને કેટલાં દુઃખો સહવા પડે છે. એની વાત સાંભળી ડરી ગયેલા સાધકોને પ્રોત્સાહિત કરવા માટે પ્રભુ વીરનું જીવન ચરિત્ર આ અધ્યયનમાં વર્ણવવામાં આવ્યું છે. ચરમતીર્થપતિ પ્રભુ મહાવીરે સાધનાનો પ્રારંભ કર્યો, ત્યારે તેમને કેવા-કેવા ઉપસર્ગો આવ્યા. તેમાં તેમણે કેવું સત્ત્વ દાખવ્યું ? કેવી સમતા રાખી ? કેવી ધીરતા ને સ્થિરતા દાખવી ? પરમાત્મા જેવા પરમાત્મા પણ સ્ત્રીઓથી કેવા અળગા અને સાવધ રહ્યા ? - તે વાતોને જણાવતા કહ્યું કે “જો ભગવાન જેવા ભગવાન મહાવીરદેવે પણ આ સહન કર્યું તો સાધક તરીકે તમારું શું કર્તવ્ય છે ? તમારે શું કરવું જોઈએ ? - તે સમજી શકાય તેમ છે.” આ અધ્યયનમાં સાધકને તેનો બોધ કરાવ્યો છે. આજે આપણો સમય પૂરો થયો. હજુ એક અધ્યયનનો પરિચય બાકી રહ્યો. સાતમા કુશીલ પરિભાષા વગેરે અધ્યયનોની વાત આપણે હવે પછી ક્રમશઃ જોઈશું. (અ. વ. ૧૪, બુધવાર, તા. ૭-૮-૦૨ના તપાગચ્છાધિરાજ પૂ. આ. શ્રી વિજય રામચંદ્રસૂરીશ્વરજી મહારાજાની સ્વર્ગતિથિ હોઈ ગુણાનુવાદ પ્રવચન થયેલ. અ. વ. ૦)), ગુરુવાર, તા. ૮-૮-૦૨ના પણ ગુણાનુવાદનો દોર આગળ ચાલુ રહ્યો. તેથી સૂયગડાંગ સૂત્રનાં પ્રવચનો શ્રા. સુ. ૧, શુક્રવાર, તા. ૯-૮-૦૨થી આગળ વધ્યાં હતાં.) Page #257 -------------------------------------------------------------------------- ________________ Page #258 -------------------------------------------------------------------------- ________________ ૧૨ - જેવી સંગત તેવી ઇંગત પહેલા શ્રdesઘના 12 ૭ થી ૧૦ અથથનોનો પરિચય - વિ. સં. ૨૦૫૮, શ્રાવણ સુદ-૧, શુક્રવાર, તા. ૯-૮-૦૨, સાચોરી ભવન, પાલીતાણા • નિઃશીલ-કુશીલ-સુશીલ • જૈન પ્રવચન” અને “જિનવાણી' : • શ્રાવક સાથે સાધુનો સંબંધ માત્ર • વાતનો મર્મ સમજો ! ધર્મનો જ : • કહેવામાં ય વિવેક જોઈએ, સાંભવામાં ય વિવેક • કાનપુરની ધર્મશાળાનો એ પ્રસંગ : જોઈએ : • પ્રૉજેક્ટ વિનાના મહારાજ : • નવિ નિંદા મારગ કહેતાં વિષય : શ્રમણોના આચાર-વિચાર આ પૂર્વેના પ્રવચનમાં શ્રી સૂયગડાંગ સૂત્ર આગમના પહેલા શ્રુતસ્કંધના પહેલા છે અધ્યયનોમાં વર્ણવાયેલ વિષયની સમરી આપ્યા બાદ આ પ્રવચનમાં સાતમાથી લઈ સોળમા અધ્યયન સુધીની સમરી અપાઈ છે. એમાં પ્રસંગ પામીને સાતમા “કુશીલ પરિભાષા' અધ્યયનની વાતમાં નિ:શીલ, કુશીલ અને સુશીલની વિસ્તૃત વ્યાખ્યા રજુ કરી છે. શીલ એટલે વિશિષ્ટ કોટિનો સદાચાર. તેના અભાવવાળા અથવા તો અલ્પતાવાળા નિ:શીલ, ખરાબ આચારવાળા કુશીલ અને સદાચારવાળા સુશીલ કહેવાય એવી વાત પ્રસ્તુત કરાઈ છે. એ જ વાતની વિશેષ સ્પષ્ટતા થાય એ માટે જૈન શ્રમણોનો ઊંચો આચાર-વ્યવહાર પણ ખૂબ જ પ્રભાવી રીતે રજુ કરાયો છે. કાનપુરની ધર્મશાળામાં બનેલો એક કિસ્સો અને હસ્તગિરિ તીર્થના નિર્માણ સાથે પરમતારક પૂ. આ. શ્રી. વિજય રામચંદ્રસૂરીશ્વરજી મહારાજાનો સંબંધ ખૂબ જ ભાવવાહી શૈલીમાં અહીં ચિત્રિત થયો છે. પ્રવચનનું પ્રતિબિંબ * તપેલો લોઢાનો ગોળો જ્યાં જાય ત્યાં બધાને બાળે. તેમ સંસારીઓ પણ જ્યાં જાય ત્યાં જવનિકાયનો આરંભ કરે. * વંદન જેમ તરવા માટે કરવાનાં છે, તેમ અવંદન પણ તરવા માટે કરવાનાં છે. * આ મસ્તક તો ઉત્તમાંગ છે. એ કાંઈ દશશેરો નથી કે જ્યાં ત્યાં નમે. ઉત્તમ સ્થાને જ ઉત્તમાંગ નમે. * રાગ-દ્વેષની પરિણતિથી અળગા રહી વસ્તુનું સ્વરૂપ વર્ણવવું એ નિંદા નથી. Page #259 -------------------------------------------------------------------------- ________________ પ્રવચન-સ્ત્રોત 'बुझिज तिउट्टिजा, बंधणं परिजाणिया। किमाह बंधणं वीरो, किं वा जाणं तिउट्टइ ।।१।।' શ્રી સુધર્માસ્વામી : બોધ પામ ! બંધનને ચારે બાજુથી જાણ ! બંધનને તોડી નાંખ ! શ્રી જંબુસ્વામી પ્રભુ વીરે કોને બંધન કર્યું છે, શું જાણીને એને તોડી શકાય છે ?” Page #260 -------------------------------------------------------------------------- ________________ ૧૨ઃ જેવી સંગત તેવી ઈંગત પહેલા શ્રdeઘના ૭થી ૧૬ અથથનોનો પરિચય અનંત ઉપકારી ચરમતીર્થપતિ શ્રમણ ભગવાન શ્રી મહાવીર પરમાત્માના શાસનના પરમાર્થને પામેલા પંચમગણધર શ્રી સુધર્માસ્વામીજી મહારાજાએ પરમાત્માના પાવનમુખેથી પ્રાપ્ત કરેલી ત્રિપદીના સહારે જે અનુપમ કોટીની દ્વાદશાંગીની રચના કરી, જેને પરમાત્માએ સ્વયં પ્રમાણી, તે દ્વાદશાંગી પૈકીનું બીજું અંગઆગમ છે સૂયગડાંગ સૂત્ર. જેના બે શ્રુતસ્કંધો છે, તેમાંના પહેલા શ્રુતસ્કંધના ક અધ્યયનોનો આપણે થોડોક પરિચય મેળવ્યો. આજે સાતમા ધ્યયનથી આગળના અધ્યયનનો પરિચય મેળવી લઈએ. ૭મું અધ્યયન “કુશીલ પરિભાષા' નામનું છે. તેનો એક ઉદ્દેશો છે. આ અધ્યયનમાં મુખ્યપણે ત્રણ વાત કરી છે : પહેલે નંબરે “નિશીલ' કોને કહેવાય ? બીજા નંબરે “કુશીલ' કોને કહેવાય ? અને ત્રીજા નંબરે “સુશીલ” કોને કહેવાય ? આમાં ખરાબ આચારવાળા કોને-કોને કહેવાય ? - તેની વાત કરવામાં આવી છે. જેટલા ગૃહસ્થો તે બધા “નિઃશીલ' કહેવાય છે, નિઃશીલ” એટલે એટલે સાધુની અપેક્ષાએ હીન આચારવાળા. જેટલા પરદર્શની છે અને જૈન સાધુમાં પણ જેઓ પાસથ્થા, કુશીલીયા, અવસત્રા, સંસક્તા, યથાવૃંદા છે, તે બધા “કુશીલ” કહેવાય છે. આ વાત કહીને તે પછી સાધુઓને કહ્યું છે કે, તમારે શીલવાન રહેવું હોય તો આ નિઃશીલ અને કુશીલ લોકોનો સંસર્ગ કરવો નહિ. આમાં તમારી વાત પણ કરી, તમારો પણ બહુ પરિચય કરવામાં મજા નથી. - એમ અમને કહ્યું. નિઃશીલ અને કુશીલનો સંગ જે ત્યજે છે, તે જ શીલવાન કહેવાય છે. તેવું અહીં કહેવામાં આવ્યું છે. Page #261 -------------------------------------------------------------------------- ________________ 242 ૨૪૨ - ૧ - આગમ જાણો ! - નિઃશીલ-કુશીલ-સુશીલ: જેને શીલ જ નથી તેને નિ:શીલ કહ્યાં છે. સર્વ સંસારીઓ નિઃશીલ છે. સાધુપણું લઈને જે પાસધ્ધા-અવસન્ના-સંસક્તા-કુશીલીયા અને યથાશૃંદા બન્યા છે તેવા જૈન સાધુઓ અને અન્યદર્શનના સાધુઓને અહીં ‘કુશીલ' કહ્યા છે. કુશીલ એવા આ બધાથી જે આત્માઓ બચે, તેમના સંસર્ગથી દૂર રહે અને શાસ્ત્રસાપેક્ષ આચાર, વિચાર, ઉચ્ચારને ધરાવે તેમને “સુશીલ' કહ્યા છે. માટે જ આચારાંગ સૂત્રમાં “ગૃહસ્થોનો સંસર્ગ ન કરવો' એમ અમને ભારપૂર્વક કહેવામાં આવ્યું છે. અમને પરમાત્માએ ત્યાં કહ્યું કે તમારે સંયમ દેહને ટકાવવા માટે આહાર-પાણી-વસ્ત્ર-પાત્ર-વસતિ આદિ ગૃહસ્થો પાસેથી જ મેળવવાનાં છે, પણ તે મેળવવા જતાં ધ્યાનમાં રાખવાનું કે તે નિઃશીલ છે. તમારે એમનો બહુ પરિચય નહિ કરવાનો, કામ પૂરતું કામ. બાકી વધુ પરિચયમાં નહિ પડવાનું, છતાં જો એમનો ગાઢ પરિચય કર્યો તો ધીમે ધીમે નિઃશીલ એવા એ ગૃહસ્થો પોતાના પરિચયથી સુશીલ એવા પણ તમને નિઃશીલ કરશે. આગમમાં મજાનું દૃષ્ટાંત આપીને આ વાત સમજાવી છે. આંબા અને લીમડાના મૂળીયાં એકત્ર ભેગાં થયાં. બંનેના મિલનથી પરિણામ એ આવ્યું કે મીઠો આંબો કડવો થઈ ગયો. આંબાએ આગ્રત્વ છોડીને લીમડાપણું પ્રાપ્ત કર્યું. સમજ્યા ? સભા અમને નિઃશીલ કહ્યાં ? હલકા અર્થમાં નથી કહ્યા, સાધુપણાની અપેક્ષાએ કહ્યા છે. ગૃહસ્થોને અલ્પ શીલ હોવાથી એની ગણતરી ન કરતાં નિઃશીલ કહેવામાં આવ્યા છે. છતાં વિચારશો તો જણાશે કે પ્રભુએ તમને ‘કુશીલ' નથી કહ્યા પણ “નિઃશીલ' કહ્યા છે. કુશીલથી તો તમારે-અમારે બંનેએ દૂર રહેવાનું છે. અગ્નિ હોય તો જ તાપણું થાય. તમે તો અનુભવી છો ! કઈ રીતે તાપણું તાપો ? દૂરથી કે ચોંટીને ? તમારું શરીર ક્યાંય અડી ન જાય, ભૂલથી પણ હાથ પડી ન જાય ! એની કાળજી રાખો ને ? અગ્નિનો ઉપયોગ કરવો અલગ છે અને અંદર પડતું મૂકવું અલગ છે. બહેનોને તો મોટે ભાગે અગ્નિ પાસે જ કામ લેવાનું હોય છે. છતાં કેટલાં સાવધ રહે ? એક ખાખરો શેકે તોય આમ હાથ દૂર રાખીને શેકે. હાથ અડાડીને ન શકે. આમ અગ્નિનો ઉપયોગ કરનાર પણ તેનાથી કેટલા સાવચેત રહે ? જ્ઞાની ભગવંતો કહે છે કે નિઃશીલ એવા આ સંસારીઓ પણ Page #262 -------------------------------------------------------------------------- ________________ ૨૪૩ – ૧૨ ઃ પહેલા શ્રુતસ્કંધના ૭ થી ૧૭ અધ્યયનોનો પરિચય - 12 – 243 અગ્નિના તાપણાં જેવા છે. જેમ ઠંડી ઉડાડવા તાપણાની જરૂર પડે તેમ સંયમ જીવન જીવવા નિર્દોષ એવા આહાર-પાણી મેળવવા માટે તમારા જેવા સંસારીઓની અમને જરૂર પડે પણ જરાક તમારી લાગણીમાં અમે લેપાયા, તો ડૂબા સમજો ! તમારા વધુ પડતા પરિચયના પરિણામે અમારી નિરવદ્યભાષા પણ આજે પ્રાયઃ સાવદ્ય બની ગઈ. “અતિ સંસર્ગને કારણે વાન ન આવે પણ સાન તો આવી જાય,’ એમ વ્યવહારમાં પણ કહેવાય છે. તે પરિસ્થિતિ તમારા સંસર્ગ, પરિચયના કારણે અમારી પણ થવા લાગી છે. સાધુ ભગવંતોની બોલવાની-ચાલવાની-આહાર-પાણીની, બેસવાઉઠવાની, એક-એક વસ્તુ લેવા-મૂકવાની બધી વ્યવસ્થા અને રીત-ભાત ગૃહસ્થોથી જુદી છે. ભગવાને તેમને નિંદ્ય નથી કહ્યા, પણ તમારાથી સાવદ્ય રહેવાનું અમને કહ્યું છે. કોઈને ટીબી. લાગુ પડ્યો હોય તો તેનો તિરસ્કાર ન કરાય, તેની નિંદા ન કરાય, તેની નફરત ન કરાય પણ તેનાથી સાવચેત તો રહેવું જ પડે. તેમ તમારા આચાર, વ્યવહાર, અતિ પરિચયથી સાધુ-સાધ્વીજી ભગવંતોનું સંયમ દૂષિત થવાની સંભાવના ખૂબ મોટી હોવાથી જ ભગવાને અમને સાવધ રહેવાનું કહ્યું છે. શ્રાવક સાથે સાધુનો સંબંધ માત્ર ધર્મનો જ ? કલિકાલસર્વજ્ઞ પૂજ્યપાદ આચાર્ય ભગવંત શ્રીમદ્ હેમચંદ્રસૂરીશ્વરજી મહારાજે યોગશાસ્ત્રમાં સંસારીઓને તપેલા લોઢાનાં ગોળા જેવા કહ્યા છે. “તતીયોm : !' તપેલો લોઢાનો ગોળો જ્યાં જાય ત્યાં બધાને બાળે. તેમ સંસારીઓ પણ જ્યાં જાય ત્યાં ષજીવનિકાયનો આરંભ કરે. તેને કારણે સંસારીઓની પ્રાય: પ્રત્યેક પ્રવૃત્તિ કોઈને ને કોઈને દુઃખ પહોંચાડતી જ હોય છે. માટે જ મારા પરમતારક ગુરુદેવે કહ્યું છે કે સંસારીઓનો ઝાઝો સંપર્ક ન કરવો અને કરવો જ પડે તો સ્પષ્ટ કહી દેવું કે અમારી પાસે ધર્મ સિવાયની કોઈ વાત કરવી નહિ અને ધર્મ કાર્ય સિવાય અમારી પાસેથી કોઈ વાત જાણવી નહિ. તમારો અને અમારો સંબંધ ધર્મથી જ છે. બીજા કોઈ સંબંધો લાગેવળગે નહિ. તમારો ઉદ્ધાર ધર્મના સંબંધથી જ થવાનો છે, સંસારના સંબંધથી નથી જ થવાનો. જેણે સંસારના સંબંધો રાખ્યા તે ક્યારે પટકાશે, તેની ખબર નહિ પડે. પરમતારક ગુરુદેવે Page #263 -------------------------------------------------------------------------- ________________ ૨૪૪ - ૧ - આગમ જાણો ! –– - 244 ક્યાંય કોઈ સંસારી સાથે સંબંધ નથી બાંધ્યો. એક વ્યક્તિ એવી નહિ હોય જેની સાથે એમણે નાતો બાંધ્યો હોય. કોઈની સાથે મારાપણાનો ભાવ કેળવ્યો નથી. સંસારીઓ સાથે સંબંધ તેને જ બાંધવો પડે જેને સંસારીઓ પાસેથી કાંઈક જોઈએ છે ! જેણે પરમાત્માના શાસનના પરમાર્થને પચાવ્યો છે; __'परस्पृहा महादुःखं, निस्पृहत्वं महासुखम् ।' પારકાની ઈચ્છા એ જ મહાદુઃખ છે અને ઈચ્છાનો અભાવ એ જ મહાસુખ છે.' (જ્ઞાનસાર) આવી પરમાત્માની વાણી – બરાબર પચાવી હોય તેવા મહાપુરુષોને ક્યારેય કોઈ સંસારી સાથે સંબંધ બાંધવાની જરૂર પડતી નથી. પરમતારક ગુરુદેવે આ સૂત્રને આત્મસાત્ કર્યું હતું અને એથી જ એમણે ક્યારેય કોઈ સંસારી સાથે સંબંધ બાંધ્યો નથી; એટલું જ નહિ એમના નજીકના શિષ્ય કે પટ્ટધર ગણાતા સાધુ ભગવંતો કે આચાર્યો સાથે પણ મનનો સેતુ, સ્નેહનો તાંતણો બાંધ્યો ન હતો. ગુરુ તરીકે કર્તવ્ય બધું જ અદા કર્યું, પરંતુ એમાં સ્નેહનો, રાગનો કોઈ ભાગ એમણે રાખ્યો ન હતો. સાધુપણાના પાલન માટે અમને ભગવાને જે મર્યાદાઓ બતાવી છે, તે મુજબ જો અમે જીવીએ તો નિર્દોષ આહાર-પાણી, ઔષધ-વસ્ત્ર-પાત્ર કે વસતિ : આથી વધારે કાંઈ ન જોઈએ અને આ પણ જે જોઈએ તે પણ સંયમ પાળવા માટે જ. સંયમ માટે જરૂર પડે અને અમે તમારા આંગણે આવીએ અને અમને ખપે એવું નિર્જીવ, કષ્ણ આહારાદિ તમે જે આપો એ લઈ લઈએ. તે વખતે તે આહારાદિ અમારા સંયમ પાલનમાં સહાયક બને તેવું છે કે નહિ તે અમે જરૂર જોઈએ. પણ આ માટે તમારો સંસર્ગ કેટલો જોઈએ ? “આ આપો ને તે આપો - આવું જ જોઈએ એવું ન કરીએ. વસ્તુ નિર્દોષ જણાય તો જરૂર મુજબ વહોરી ધર્મલાભ આપીને નીકળી જઈએ. કદાચ તમે ન આપો તો જે ભાવે ધર્મલાભ આપીને આવ્યા હતા તે જ ભાવે ધર્મલાભ આપીને નીકળી જઈએ. મનમાં બીજો કોઈ જ નબળો ભાવ ન લાવીએ. કાનપુરની ધર્મશાળાનો એ પ્રસંગ : પરમતારક ગુરુદેવનો એક પ્રસંગ કહું. પરમતારક ગુરુદેવ જ્યારે કલકત્તાની Page #264 -------------------------------------------------------------------------- ________________ ૨૪૫ - ૧૨: પહેલા શ્રુતસ્કંધના ૭ થી ૧૭ અધ્યયનોનો પરિચય - 12 – 245 વાટે સંચર્યા હતા, ત્યારે કાનપુર ગયા હતા. ત્યાં જૈનોના ગણ્યા ગાંઠ્યાં ઘર હતાં. સંઘે મહારાજ સાહેબને ધર્મશાળામાં ઉતારો આપ્યો હતો. એ ધર્મશાળા અજૈનોની હતી. કાનપુરમાં મોટા ભાગની અજૈનોની જ વસ્તી હતી અને એ ધર્મશાળામાં ઘણા અજૈન સાધુ પણ ઉતર્યા હતા. એમાં ત્યાંના જૈનો મહાત્માને વિનંતિ કરીને ઘરે લઈ ગયા. મહાત્માઓ જરૂર મુજબ ગોચરી લઈ ધર્મશાળામાં આવ્યા. જૈનો પરમતારક ગુરુદેવશ્રીજી પાસે ફરિયાદ લઈ આવ્યા કે “અમને કશો જ લાભ મળ્યો નથી. મહાત્માઓએ કશું વહોર્યું નથી.” ગુરુદેવે જણાવ્યું કે “જેટલો ખપ હતો તેટલું વહોર્યું છે. તમારી ભાવના ઉત્તમ છે, પણ અમારે જેટલી જરૂર હોય તેટલું જ વહોરાય. વધુ લઈને શું કરીએ ? ત્યાંના શ્રાવકોને સાધુ-સાધ્વીજીનો યોગ ખૂબ જ ઓછો મળતો હોઈ ભાવ ઘણા હતા, તેથી સવાર, બપોર, ગોચરીના સમયે સતત આગ્રહ કરતા રહ્યા. આ બધું દશ્ય ધર્મશાળામાં ઊતરેલા અજૈન સંન્યાસીઓ જોતા હતા. એમને સમજણ પડતી ન હતી કે આ ગૃહસ્થો જૈન સાધુઓને વારંવાર વિનંતિ કરે છે, છતાં સાધુઓ કેમ લાભ આપતા નથી. બપોરે એ અજૈન સંન્યાસીઓના કોઈ વડા ગુરુ પરમતારક ગુરુદેવશ્રીને મળવા આવ્યા. સામાન્ય વાતચીત કરી પછી એમને થતી મુંઝવણને વાચા આપતો પ્રશ્ન કર્યો. એમણે પૂછ્યું – “મહારાજજી ! હમારા હિંદુ સમાજ બહુત બડા હૈ, હમ ઉનકે ધર્મગુરુ હૈં ફિર ભી હમ ભિક્ષા માંગને જાતે હૈં તો હમેં કહતે હૈં – માફ કિજીએ, આગે જાઈએ ! જબકિ આજ સુબહ સે હમ દેખ રહે હૈ કિ આપકા છોટા સા જૈન સમાજ ભી આપકે સાધુ મહારાજ કો બાર બાર ઘર પધારકર ભિક્ષા લાભ દેને કા આગ્રહ કર રહા હૈ ઐસા ક્યોં?” ગુરુદેવે એમને સહજતાથી જવાબ આપ્યો – “દેખીએ ! આપ લોગ આપકે ગૃહસ્થોં કે ઘર જાકર કાલી રોટી ઔર ધોલી દાલ માંગતે હો; ઔર જો ન દે તો ચીમટા ઠોકકર શાપ દેને કા ડર બતાતે હો, જબકિ હમારે જૈન ધર્મ કે સાધુ કા આચાર હૈ કિ - ગૃહસ્થોં ને ઉન્હીં કે નિમિત્ત સે જો કુછ બનાયા-પકાયા હો ઉસમેં સે કેવલ હમારે સંયમ પાલન મેં સહાયક હો ઐસી ચીજું સીમિત માત્રા મેં હી લેતે હૈં તાકિ ઉન્હેં ખૂટે નહીં ઔર ફિરસે બનાના ન પડે, ઈસી કારણ ઉનકા Page #265 -------------------------------------------------------------------------- ________________ ૨૪૬ 246 – ૧ - આગમ જાણો ! – ભક્તિભાવ બના રહતા હૈ ઔર ઉનકી “લાભ દીજીએ, લાભ દીજીએ, કુછ લાભ નહીં મિલા” ઐસી ભાવના બની રહતી હૈ ” એ સંન્યાસી સરળ, સમજુ અને આત્મનિરીક્ષક હતા. તેમણે તરત કાનબૂટી પકડી કબૂલ કર્યું. કહ્યું કે - “અપેક્ષાએ જ અમારી આ અવદશા કરી છે.” સામેવાળાને સમજવા માટેની જિજ્ઞાસા પેદા કરાવીને પછી સમજાવવું તે પરમતારક ગુરુદેવનો સહજ ગુણ હતો. અમને સાધુઓને અમારા ભગવાને જે આચાર-વિચારની મર્યાદા બતાવી છે, તેનું આ પરિણામ છે. ગુરુદેવે એ સંન્યાસીઓને આખી સાધુની ભિક્ષાચર્યાની રીતભાત બતાવી. સાધુ માટે બનાવેલું હોય તે સાધુથી લેવાય નહિ અને ગૃહસ્થ માટે બનાવેલું હોય તેમાંથી પણ તેમને ખૂટે નહિ, તે રીતે જ લેવાનું હોય છે. તે પોતે ઈચ્છાથી આપે તો જ લેવાનું હોય છે. ભગવાને સાધુને તરવા માટેનો આ માર્ગ બતાવ્યો છે, એ માટે જ માધુકરી વૃત્તિથી જીવન જીવવાનું બતાવ્યું છે. પ્રોજેક્ટ વિનાના મહારાજ : પરમતારક ગુરુદેવના જીવનમાં ક્યારેય કોઈ પ્રોજેક્ટ ન હતો. એમના જેવું નિર્લેપ વ્યક્તિત્વ અમે તો જોયું નથી અને અમારા અનુભવથી એટલું કહી શકીશ કે એવું નિર્લેપ વ્યક્તિત્વ વર્તમાનમાં બીજે ક્યાંય જોવા નહિ મળે. સભાઃ હસ્તગિરિનો પ્રોજેક્ટ ન હતો ? તમને પૂરો ખ્યાલ નથી. આ હસ્તગિરિનું નિર્માણ એમના આદેશ કે પ્રેરણાથી નહિ, પરંતુ ઉપદેશાત્મક કેવળ એક વચનથી જ થયું છે. એક પુણ્યાત્મા પરમતારક ગુરુદેવ પાસે આશીર્વાદ લેવા આવ્યા અને કહ્યું કે મારી ભાવના છે કે પાંચ-સાત લાખ રૂપિયા ખર્ચીને હસ્તગિરિના પર્વત ઉપર એક નાનકડું મંદિર બનાવવું છે, જેથી દૂર-દૂરથી ત્યાં યાત્રા કરવા આવનારને પ્રભુભક્તિનું નાનકડું પણ આલંબન મળે. એ પ-૭ લાખ રૂપિયા આજથી ત્રીસ (૩૦) વર્ષ પહેલાના. પરમતારક ગુરુદેવે કહ્યું, “બનાવો જ છો તો તીર્થને અનુરૂપ બનાવજો !” ત્યાંથી એ પુણ્યાત્મા ઘરે ગયા ને આખી રાત મનમાં ઘમ્મરવલોણું ચાલ્યું છે કે ગુરુદેવે “તીર્થને અનુરૂપ જે કહ્યું તે તીર્થને અનુરૂપ એટલે શું? અને તેમાંથી Page #266 -------------------------------------------------------------------------- ________________ ૨૪૭ – ૧૨ : પહેલા શ્રુતસ્કંધના ૭ થી ૧૬ અધ્યયનોનો પરિચય - 12 - 247 વિશ્વમાં અજાયબી રૂપ આ તીર્થનું નિર્માણ થયું છે. એ નિર્માણાદિમાં જ્યાં જ્યાં ખામીઓ હતી, જે કાંઈ અવિધિઓ થતી હતી, તે પણ પરમતારક ગુરુદેવ અવસર પામીને લાગતા વળગતાઓને કહ્યા વગર નથી રહ્યા. એ તીર્થના ભવ્ય નિર્માણથી લઈ સંચાલન સુધીનાં કોઈ પણ કાર્યમાં એમણે કોઈ પણ માનસિક કે ભાવનાત્મક જોડાણ ક્યારેય રાખ્યું નથી. કેવળ ઉપદેશ, બીજી કોઈ જ પ્રવૃત્તિમાં જોડાણ નહીં. પ્રભાવક જૈનાચાર્ય પૂ. આ. શ્રી કૈલાસસાગરસૂરીશ્વરજી મહારાજે આ તીર્થ નિર્માણ અંગે અભિપ્રાય આપતાં જણાવેલું કે સમગ્ર ભારતમાં મેં આ એક જ તીર્થ એવું જોયું છે કે જેનું નિર્માણ સાધુ ભગવંતના ઉપદેશથી થવા છતાં એમાં સાધુ ભગવંતોનું કોઈ જ જોડાણ ન હોય. સંપૂર્ણ કાર્ય ગૃહસ્થ શ્રાવકોએ જ સંભાળ્યું છે.' “જૈન પ્રવચન અને “જિનવાણી': સભાઃ જૈન પ્રવચન સાપ્તાહિક તો તેઓશ્રીની પ્રેરણાથી ચાલુ થયું હતું ને ? ના ! જૈન પ્રવચન સાપ્તાહિક ૧૯૮૫ની સાલમાં પૂ. આ. શ્રી દાનસૂરીશ્વરજી મહારાજાનાં ઉપદેશથી ભગવાનદાસ હાલાભાઈના સત્ક્રયાસથી શરૂ થયું હતું. આ ભગવાનદાસ જ આગળ જઈ પૂજ્ય ગુરુદેવના શિષ્યરૂપે દિક્ષિત થઈ નમસ્કાર મહામંત્રારાધક પૂ. પંન્યાસજી શ્રી ભદ્રંકરવિજયજી મહારાજના નામે પ્રખ્યાત થયા હતા. એમણે લાલબાગમાં પૂજ્યશ્રીનાં પ્રવચનો સાંભળ્યાં ને હૈયુ રંગાયું. નિયમિત આવવા લાગ્યા. તેમને થયું, આ પ્રવચનગંગા બધાને મળવી જોઈએ. તેમાંથી તેમણે તેમના પુરુષાર્થથી આ “જૈન પ્રવચન ચાલુ કર્યું. તેમાં અનુમતિ પૂ. આ. શ્રી દાનસૂરીશ્વરજી મહારાજા અને પૂ. પં. શ્રી પ્રેમવિજયજી ગણિવર્ય પાસેથી મેળવી હતી. આમાં રામચંદ્રસૂરીશ્વરજી મહારાજા સીધી કે આડકતરી રીતે ય ક્યારે ય ન હતા. તે આમાં સાવ નિર્લેપ હતા. જ્યારે તેના બાહોશ તંત્રી અને કાર્યવાહક શ્રીકાંતભાઈ ચાલ્યા ગયા, ત્યારે “જૈન પ્રવચન' બંધ થઈ ગયું. એ વખતે ઘણા બધાએ પરમતારક પાસે ફરીયાદ કરી કે “ગમે તેમ કરીને ચાલુ કરો !” ત્યારે પરમતારક ગુરુદેવે કહ્યું કે “મારું એ કામ નથી. મારું પ્રવચન તો ચાલુ જ છે.” એ પછી એ જૈન પ્રવચન અંગેનો એમણે ક્યારેય વિચાર પણ કર્યો નથી. તેનાથી તદ્દન નિર્લેપ હતા. જ્યારે બીજા શ્રાવક Page #267 -------------------------------------------------------------------------- ________________ ૨૪૮ - 28 ૧ - આગમ જાણો ! આ કાર્ય સંભાળવા માટે સ્વયં ખુશીથી તૈયાર થયા, ત્યારે પણ પરમતારકે એમને કહ્યું કે, “તમારી શક્તિ અને સંયોગો જોઈને ઉપાડજો. પછી તમે કહો કે “ફંડ નથી, હવે તમે ફંડ કરાવી આપો,” તો એ અંગેની મારી કોઈ જવાબદારી નથી. આ ધંધો મારો નથી.' એકવાર વિહાર કરતાં-કરતાં પરમતારક ગુરુદેવ વઢવાણ પધાર્યા. ત્યારે પૂજ્યશ્રીનાં પ્રવચનો છાપતું જિનવાણી પાક્ષિક વઢવાણમાં છપાતું હતું. જેમના પ્રેસમાં એ છપાતું હતું તે ભાઈએ પૂજ્યશ્રીને આગ્રહભરી વિનંતી કરી કે “સાહેબજી ! આપના પ્રવચનોનું પાક્ષિક મારી પ્રેસમાં છપાય છે. આપ જરા પ્રેસ જોવા આવો તો ખરી ! કામ કેવું ચાલે છે, તેનો જોવાથી ખ્યાલ આવે !” તેમણે તે ભાઈને ઘસીને ના પાડી દીધી અને જે સાધુઓ તે ભાઈને લઈને પરમતારક ગુરુદેવ પાસે ગયા હતા તેમને તેઓશ્રીએ આંખ લાલ કરીને કહ્યું, “બેસી જાવ ! આ આપણો આચાર છે ? તમારા આચાર કાંઈ સમજો છો ?' મૂળ વાત ઉપર આવો. અહીં તમને ગૃહસ્થોને નિઃશીલ કહ્યા છે - એની આપણે વાત કરતા હતા. નિઃશીલનો સંસર્ગ ન કરવો, એમ અમને કહ્યું. નિઃશીલ વ્યક્તિના સંસર્ગથી બચવા માટે અમારે ખૂબ સત્ત્વ કેળવવું પડશે અને તમારે તમારા જીવનમાં નિઃશીલતા ન આવે તેની કાળજી રાખવી પડશે. એ માટે સુશીલનો સંસર્ગ કેળવવો પડશે. સભાઃ તાળી બે હાથે પડે ? મારા પરમતારક ગુરુદેવે આવા જ પ્રશ્નના જવાબમાં અમદાવાદમાં એક હાથે તાળી પાડી બતાવી હતી. સભાઃ કઈ રીતે ? તે વાત તો તેમની સાથે ગઈ. અમને પાડતા નથી આવડતી. વાતનો મર્મ સમજો ! નિઃશીલ ગૃહસ્થોનો સંસર્ગ થવો ન જોઈએ, એ મુખ્ય વાત સમજી લેવાની જરૂર છે. સાધુ જેવા સાધુને પણ નિઃશીલનો સંસર્ગ થવાનાં કે કરવાનાં કારણો કયાં ? આયોજનો અને પ્રોજેક્ટો. જેટલાં પણ આયોજનો અને પ્રોજેક્ટો હોય છે Page #268 -------------------------------------------------------------------------- ________________ ૨૪૯ - ૧૨ : પહેલા શ્રુતસ્કંધના ૭ થી ૧૬ અધ્યયનોનો પરિચય - 12 S તે પ્રાયઃ ધનના સહારે ચાલનારા હોય છે. તે લઈને સાધુ બેઠો એટલે તેને ગૃહસ્થોનો સંસર્ગ કરવો જ પડે. 249 સારા - વિદ્વાન ગણાતા એક પ્રવચનકાર ભરસભામાં બોલી ઉઠ્યા કે ‘મારા માથે ચાલીસ લાખનું દેવું છે અને જો તમે તે પૂરું નહિ કરો તો મંતર-તંતરની હાટડીઓ મારે ખોલવી પડશે.' આ તકાદો વીતરાગનો સાધુ ગણાતી વ્યક્તિને કરવો પડે છે તે આ નિઃશીલ શ્રાવકોનાં સંસર્ગનું પરિણામ છે. શ્રી સૂયગડાંગ સૂત્રનું આ અધ્યયન વાસ્તવિક પરિણતિ સાથે ન ભણ્યા તેનું આ પરિણામ છે. જેણે સુશીલ રહેવું છે, તેવા સાધુએ કુશીલ એવા સાધુઓનાં સંસર્ગનો ત્યાગ કરવો જોઈએ. કુશીલ બે પ્રકા૨ના છે. ૧ ૫રદર્શની કુશીલ અને ૨ સ્વદર્શની કુશીલ. અન્ય દર્શનના - અન્ય મતના સાધુઓ પરદર્શની કુશીલ કહેવાય. એવાનો સંસર્ગ નહિ કરવો અને જૈન સાધુપણું સ્વીકાર્યા પછી પાસસ્થા, ઓસન્ના, સંસક્તા, કુશીલીયા કે યથાછંદા બન્યા હોય તેવા સાધુઓ સ્વદર્શની કુશીલ કહેવાય છે. તેઓનો સંસર્ગ પણ ન કરવો. સભા: આ કોને ના પાડી ? અમને સાધુ-સાધ્વીને ના પાડી છે. સભાઃ એનો મતલબ - અમને તેમનો સંસર્ગ કરવાની હા પાડી ને ? મને આ શાસ્ત્રમાં વર્ણવાયેલ પરિભાષાની શૈલીમાં વાત કરવા દો. પરિભાષા છોડીને કેવળ ‘હા’ કે ‘ના’ની ભાષામાં હું કશું જ નહિ કહું ! જો હું ‘હા’ કહું તો કહેશે કે મને મહારાજ સાહેબે ‘હા’ પાડી છે અને ‘ના’ પાડું તો કહેશે કે મહારાજ સાહેબે ‘ના’ પાડી છે. એમ અમારા માટે ઢોલ પીટીને પ્રચાર પણ કરતા થાય. કેટલાક એવા હોય કે જેમને ત્યાં જવું હોય, મહારાજ સાહેબનાં મોઢે ‘હા’ પડાવવી હોય, પણ અમે ‘ના’ પાડીએ તો કહે કે ‘ફલાણા મારા સગા છે.’ અમે કહીએ ધર્મમાં સગાવાદ ન ચાલે.’ તો કહે કે ‘એ તો વ્યવહારથી જવું પડે !' Page #269 -------------------------------------------------------------------------- ________________ ૧ આગમ જાણો ! આવા લોકોએ અહીં પૂછવા જ ન આવવું. આવા લોકો સગ્ગા ભાઈને રૂપિયા ધીરવાનાં હોય તો ય ન આપે ! ત્યાં સગાવાદ ન લાવે. કોઈ કહે તો બોલે કે - ૨૫૦ ‘આહારે વ્યવહારે તુ, ત્યજ્ઞ: સુઘી મવેત્ ।' સંસાર, ધન-દોલતની લેવડ-દેવડની બાબતમાં ઉઘાડે છોગ કહે કે - ‘સગ્ગા બાપની ય સાડાબારી ન રાખું' અને ધર્મની વાતમાં સગાવાદ લાવે.' અમે બોલીએ છીએ એનાં પ્રત્યાઘાતો તમે કેવા પાડો છો, તે અમને ખબર છે માટે જ અમે તોળી-તોળીને બોલીએ છીએ. જે વાત થાય છે તેને સમજવાની કોશિશ કરજો. 250 આ કોઈનાં પણ પ્રત્યે અભાવ-દુર્ભાવની, નિંદા-ટીકાની કે નબળી નજરે જોવાની વાત નથી, આપણી પોતાની જાતને દુરાચારથી બચાવવા માટેની વાત છે. નિયમ છે કે ‘જેવો સંગ તેવો રંગ' પરમાત્મા તમને, અમને સૌને ચેતવે છે. પ્રભુ કહે છે કે ‘જો તમે દુઃશીલ આત્માના સંસર્ગમાં ગયા તો એના સંસર્ગથી ધીરે ધીરે તમે પણ પાસસ્થા થશો, ઓસન્ના થશો, કુશીલીયા થશો, સંસક્તા થશો અને યથાછંદા થશો. તેવું ન થાય એ માટે આ સાવચેતીનો સૂર છે. આપણા રક્ષણ માટેની આ વાતો છે. પ્રભુએ આપણા રક્ષણ માટે કહેલી અને પ્રભુના શાસ્ત્રાધારે ધર્મોપદેશક દ્વારા સમભાવે નિરૂપેલી આ વાતોને રાગ-દ્વેષની શૈલીમાં ખતવવી આ વીતરાગનાં શાસનની મર્યાદા નથી. કહેવામાં ય વિવેક જોઈએ, સાંભળવામાં ય વિવેક જોઈએ : દશ વર્ષનું છોકરું, પાઠશાળામાં ભણતું હોય, ‘ચાર પ્રકરણ ને ત્રણ ભાષ્ય ભણ્યું હોય. તેને ગળથૂથીમાં જ આ સંસ્કાર મળ્યા હોય છે. પાંચ વંદનીક કોને કહેવાય ? પાંચ અવંદનીક કોને કહેવાય ? તે સમજણ તેને હોય છે. તમે એટલું ભણ્યા હોત તો તમને પણ એની સમજણ હોત. વંદન જેમ તરવા માટે કરવાનાં છે, તેમ અવંદન પણ તરવા માટે કરવાનાં છે. સભા : વિનય કરવાથી નુકસાન કઈ રીતે ? વિનયવાદી એકાંતવાદી હોય છે, એની સજ્જડ અને જડ માન્યતા એક જ હોય છે કે – માત્ર વિનય કરવાથી જ મોક્ષ મળે. મોક્ષ મેળવવા ‘વિનય’ સિવાયના Page #270 -------------------------------------------------------------------------- ________________ ૨૫૧ - ૧૨ : પહેલા શ્રુતસ્કંધના ૭ થી ૧૭ અધ્યયનોનો પરિચય - 12 – 251. બીજા કોઈ યોગોની કોઈ જરૂર નથી; એમ એ માને છે. સાકર ગળી એની ના નથી પણ ગળી છે એમ કહીને એકલી સાકર ખાવાનું કહે તો એને શું કહેવું? બીજી એક વસ્તુ નહિ ખાવાની શું ? વિનયવાદીનું અપલખ્ખણ આ જ છે. ભણવાનું નહિ, જ્ઞાન નહિ, સંયમ નહિ, ક્રિયા નહિ, માત્ર વિનય જ કર્યા કરવાનો. આ મસ્તક તો ઉત્તમાંગ છે. એ કાંઈ દશશેરો નથી કે જ્યાં ત્યાં નમે. ઉત્તમ સ્થાને જ ઉત્તમાંગ નમે. એકાંત વિનયવાદીઓ તો જ્યાં ત્યાં, જેને તેને નમે. એ કૂતરાને ય નમે, ગધેડાને ય નમે, પોતાની પત્ની અને દીકરાને ય નમે. એ કોને ન નમે એ જ સવાલ. આ વાતો કોઈ પ્રત્યે રાગ-દ્વેષ કરવા માટે નથી, કોઈને હલકા ચીતરવા માટે નથી, પણ જાતને ઉન્માર્ગે જતી અટકાવવા અને પ્રભુના માર્ગમાં સ્થિર રાખવા માટેની આ વાતો છે. આ બધી વાતો અમારે ય વિવેકપૂર્વક કહેવાની છે અને તમારે ય વિવેકપૂર્વક સાંભળીને પચાવવાની છે. વસ્તુસ્થિતિ જણાવવી એ નિંદા નથી. એક ગામે અમે ગયા ત્યાં આગળ ગયેલા મહાત્માઓની ચિઠ્ઠી આવી કે “અહીં ઉતરતાં નહિ, બહુ જ વીંછીઓનો ઉપદ્રવ છે છતાં કેટલાક કારણોસર અમે ત્યાં એ ગામમાં ગયા, પરંતુ થોડી જ વારમાં અત્યંત મોટો કાળોતરો, વીંછી ત્યાં નીકળ્યો. હવે જે મહાત્માઓએ અમને આ જણાવ્યું હતું તેમણે આ - ગામ કે ઉપાશ્રયની નિંદા કરી કે અમને સાવધ કર્યા ? ૮મું અધ્યયન “વીર્ય છે. તેનો એક જ ઉદ્દેશો છે, જેમાં બે પ્રકારનાં વીર્યનું વર્ણન કરવામાં આવ્યું છે. વીર્ય એટલે બળ, પરાક્રમ. વીર્ય બે પ્રકારનાં છે. એક : પંડિતવીર્ય એટલે આત્મકલ્યાણકર વીર્ય અને બીજું : અપંડિતવીર્ય એટલે આત્મનાશક વીર્ય. પંડિતવીર્યમાં પ્રયત્ન કરવાની અને અપંડિતવીર્યમાં પ્રયત્ન ન કરવાની વાત કરવામાં આવી છે. ૯મું અધ્યયન ધર્મ' નામનું છે. તેનો એક ઉદેશ છે. તેમાં ધર્મની વ્યાખ્યાધર્મનું સ્વરૂપ, સાધનાનો માર્ગ તથા વીર્યનું પ્રવર્તન ધર્મથી જ થાય છે, માટે ધર્મનું પ્રયોજન વગેરે બાબતનું વર્ણન કરવામાં આવ્યું છે. ૧૦મું અધ્યયન “સમાધિ' નામનું છે, તેનો એક ઉદ્દેશો છે. તેમાં ધર્મ કરીને Page #271 -------------------------------------------------------------------------- ________________ ૧ આગમ જાણો ! જે સમાધિ પામવાની છે, તે સમાધિનું સ્વરૂપ દર્શાવ્યું છે. તેનાં દ્રવ્યસમાધિ અને ભાવસમાધિ એવા બે પ્રકારો બતાવી ભાવસમાધિ પ્રાપ્તિના ઉપાયો વગેરે વાતો આમાં કરવામાં આવી છે. ૨૫૨ ૧૧મું અધ્યયન ‘માર્ગ’ નામનું છે. તેનો એક ઉદ્દેશો છે. સમ્યગ્દર્શન, જ્ઞાન અને ચારિત્રરૂપ મોક્ષમાર્ગ એમાં વર્ણવી તે માર્ગમાં આગળ વધવામાં નડતરરૂપ પાખંડીઓનું સ્વરૂપ તેમાં બતાવવામાં આવ્યું છે. 252 ૧૨મા અધ્યયનનું નામ ‘સમવસરણ’ અધ્યયન છે, તેનો એક ઉદ્દેશો છે. મોક્ષમાર્ગે જવામાં - આગળ વધવામાં નડતરરૂપ બને તેવા ૩૬૩ પાખંડીઓ સમવસરણને ઘેરો ઘાલીને બેઠા છે. એક ઃ ૫રમાત્મા પાસે કોઈ ન જાય માટે : :: અને બે : કોઈ પહોંચી ગયું, તો તેને પરમાત્માએ બતાવેલા મોક્ષમાર્ગમાંથી ખસેડવા માટે તેઓ સતત પ્રયત્નશીલ રહે છે. એ પાખંડીઓ ભગવાનના સમવસરણમાં પણ જાય છે. પણ તે ભગવાનની વાતો તોડવા અને પોતાની વાતો સ્થાપવા જરૂ૨ી યુક્તિઓ, તર્કો મેળવવા માટે જાય. સમવસરણની બહાર નીકળીને ભગવાનની વાતો ઉપર કાતર ફેરવવાનું કામ કરે. તેમાં કેટલાક ક્રિયાવાદી છે, કેટલાંક જ્ઞાનવાદી છે, કેટલાંક અજ્ઞાનવાદી છે અને કેટલાક વિનયવાદી છે. એ ચારેયના પેટાપ્રકારો મળીને ૩૬૩ પાખંડી થાય. એની અહીં વાત છે. ૧૩મું અધ્યયન ‘યથાતથ્ય' નામનું છે. તેનો એક ઉદ્દેશો છે. યથાતથ્ય એટલે યથાર્થ, વાસ્તવિક, પરમાર્થ અથવા જેવું હોય તેવું. યથા એટલે જેવું, તથ્ય એટલે સત્ય. આમાં ભગવાને પૂરેપૂરી સ્પષ્ટતાપૂર્વક કહ્યું છે કે - બધા જ કુવાદીઓ ઉન્માર્ગના પ્રરૂપક છે.' એમ કહેતાં ભગવાન વીર ક્યાંય અટક્યા નથી કે આમ કહેવામાં તેઓશ્રીએ ક્યાં શબ્દચોરી કે ભ્રામક શબ્દપ્રયોગ કર્યો નથી. તમને ક્યારેય એવો પ્રશ્ન ન થવો જોઈએ કે ભગવાન વીતરાગ આવું બોલે ? શ્રી સુધર્માસ્વામીજી આવું સૂત્ર રચે ? એમની આવી સૂત્રરચના ઉપર ભગવાન મહોરછાપ મારે ? નવિ નિંદા મારગ કહેતાં : એક વાત બરાબર સમજી રાખો કે સર્વજ્ઞ-વીતરાગ જો આવું સ્પષ્ટ નહિ કહે તો બીજું કહેશે પણ કોણ ? જો સર્વજ્ઞ-વીતરાગના પ્રતિનિધિ ગણધર ભગવંતો Page #272 -------------------------------------------------------------------------- ________________ ૨૫૩ - ૧૨ : પહેલા શ્રુતસ્કંધના ૭ થી ૧૭ અધ્યયનોનો પરિચય - 12 અને અનુયાયી એવા આચાર્ય ભગવંતો આવું સ્પષ્ટ નહિ કહે તો બીજું કહેશે કોણ ? આ તો યથાર્થવાદીનું શાસન છે. અયથાર્થવાદને અહીં ક્યાંય અવકાશ નથી. તમે જ્યારે આ અધ્યયન સાંભળશો ત્યારે તમને થશે કે કેવી ચોખ્ખી વાત, કેવી સુંદર શૈલી, કેવી સુંદર રજૂઆતની પોતાની વાસ્તવિકતા પૂરેપૂરી ! સભા : એ નિંદા ન કહેવાય ? 253 ના, ન કહેવાય. રાગ-દ્વેષના પરિણામ વગર નિંદા કેવી ? અને વીતરાગને વળી રાગ-દ્વેષ કેવા ? વીતરાગ માટે તો આ પ્રશ્નનો ક્યાંય અવકાશ જ નથી રહેતો, પણ સરાગી એવા ધર્મોપદેશકો પણ જો સમભાવમાં જીવતા હોય તો યથાર્થ પ્રરૂપણાના અવસરે એમના જીવનમાં પણ નિંદાને અવકાશ નથી મળતો. એટલે જ તો મહોપાધ્યાયશ્રી યશોવિજયજી મહારાજે કહ્યું કે - “નવિ નિંદા મારગ કહેતાં, સમ પરિણામે ગહગહતાં.” ‘સમભાવમાં ભીંજાઈને, ઝાકઝબોળ રહીને જો યથાર્થ નિરૂપણ કરાય એમાં સાચાને સાચું અને ખોટાને ખોટું કહેવાય, તો એને નિંદા ન જ કહેવાય.’ રાગ-દ્વેષની પરિણતિથી અળગા રહી વસ્તુનું સ્વરૂપ વર્ણવવું એ નિંદા નથી. વીંછીને શું કહેવાય ? વીંછી જ કહેવો પડે ? તે તેની નિંદા કરી કહેવાય ? સાપને સાપ કહીએ તો તેની નિંદા કરી કહેવાય ? સાપ-વીંછીથી ભરેલા રસ્તે થઈને કોઈ જતું હોય તો કહેવું પડે કે, આ રસ્તે જતા નહિ, ત્યાં સાપ-વીંછી છે, જેણે આ જણાવ્યું તેણે નિંદા કરી એમ કહેવાય કે, સાવધ કર્યા - એમ કહેવાય ? અહીં બધા કુવાદના પ્રણેતાઓને ભગવાને સાફ સાફ શબ્દોમાં મિથ્યાવાદી કહ્યા છે. = ૧૪મું અધ્યયન ‘ગ્રંથ’ નામનું છે. તેનો એક જ ઉદ્દેશો છે. આમાં શિષ્યના ગુણોનું વર્ણન ક૨વામાં આવ્યું છે. શિષ્ય કેવો હોય ? જે ગુણસંપન્ન હોય, તેણે અવશ્ય ગુરુકુળવાસમાં રહેવું જોઈએ. તે ગુરુકુળવાસમાં કેવી રીતે રહેવું ? શિષ્ય ગુરુ સાથે અને ગુરુએ શિષ્ય સાથે પરસ્પર કેવી રીતે રહેવું ? બંનેના ૫રસ્પરના વ્યવહારો દોરડાની જેમ ગૂંથી આપવામાં આવ્યા છે. તેથી આનું નામ ‘ગ્રંથ’ (ગ્રથન) અધ્યયન છે. થોડા ઘણા ગુણો પામીને કોઈ કહે કે, મારામાં ગુણો આવી ગયા. મારે હવે ગુરુકુળવાસમાં રહેવાની શી જરૂ૨ છે ! આ બોલવું યોગ્ય નથી. જેનામાં ગુણો Page #273 -------------------------------------------------------------------------- ________________ 254 ૨૫૪ - ૧ - આગમ જાણો ! – પ્રગટ્યા હોય, તેમને માટે પોતાના એ ગુણોને ટકાવવા પણ ગુરુકુળવાસમાં જ રહેવું અનિવાર્ય છે. સાક્ષાત્ ગુણોની મૂર્તિ એવા ગુણશ્રેષ્ઠ શ્રી ગૌતમસ્વામીએ ગુરુકુળવાસ ક્યારેય તજ્યો નથી. તો બીજા સાધકો-સંયમીઓની તો વાત જ શું કરવી ? ગુણહીનને તો ગુરુકુળવાસમાં રહેવું જ નથી. જેને અવગુણ છે અને તે ગમે છે, જેને પોતાના ગુણ-દોષની પીછાણ નથી, જેનું ગુણપ્રાપ્તિ અને દોષ પરિહારનું લક્ષ્ય નથી, એવા જીવોને ગુરુકુળવાસ ક્યારેય ગમતો નથી. પણ જેને પોતાના ગુણ-દોષનો આછેરો પણ ખ્યાલ હોય અને પોતાના દોષોને ટાળીને જેણે ગુણો પામવા હોય, તેને ગુરુકુળવાસ વિના ચેન પણ પડતું નથી. જેને ગુણ-અવગુણ સરખા જ લાગતા હોય અને દોષ ટાળીને ગુણ પામવાનું જેનું ધ્યેય ન હોય તેવા સ્વચ્છંદીઓને ગુરુકુળવાસમાં રાખવાની પણ મનાઈ છે. તે તો ગુરુકુળવાસમાં રહીને પણ અનેકનું અહિત કરે છે, જેને પોતાના દોષોને ટાળીને ગુણો પામવા હોય, તેને ગુરુકુળવાસમાં રહેવાનું અને રાખવાનું વિધાન છે. ૧૫મું અધ્યયન આદાનીય' (ગ્રહણ કરવું) નામનું છે, તેનો એક ઉદ્દેશો છે. મોક્ષને મેળવી આપવાની તાકાત સમ્યફ ચારિત્રમાં છે. ચારિત્ર જો સમ્યફ પળે તો તે અવશ્ય મોક્ષ મળે. ચારિત્રને સમ્યક પાળવું તે સાધકનું કર્તવ્ય છે. પછી તેને મોક્ષ મેળવી આપવાનું કામ ચારિત્રનું છે. ૧૭મું અધ્યયન “ગાથા' નામનું છે, જેનો એક ઉદ્દેશો છે. આગળનાં પંદરે પંદર અધ્યયનોનો ઉપસંહાર - આ અધ્યયનમાં કરી આપ્યો છે. અત્યાર સુધીમાં જેટલું જ્ઞાન મેળવ્યું, તેને સંક્ષેપમાં યાદ રાખી શકાય તે માટે બધાનો પિંડિત કરેલો અર્થ આ અધ્યયનમાં આપવામાં આવ્યો છે. આ રીતે ૧૯ અધ્યયનો અને ૨૬ ઉદ્દેશા દ્વારા પહેલો શ્રુતસ્કંધ પૂર્ણ થાય છે. Page #274 -------------------------------------------------------------------------- ________________ ૧૩ - બીજા મહાઅધ્યયન 13 શ્રતeઠંઘનો મિતાક્ષરી પટિયથા - વિ.સં. ૨૦૫૮. શ્રાવણ સુદ-૨, શનિવાર, તા. ૧૦-૮-૦૨, સાચોરી ભવન, પાલીતાણા • જિનવાણી સાંભળે તે આત્મા ધન્ય છે : • દુઃખગર્ભિત વૈરાગીને પાપશાસ્ત્રો ભણવાં ગમે? • આગમ અને જિનેશ્વરોનો સંબંધ : • શ્રુત મહાસાગરમાં ડુબકી મારવાનો આનંદ : એકની આરાધના બીજાની આરાધના છે, ધર્મલાભ એટલે શું? જાણી લો ! એકની વિરાધના બીજાની વિરાધના છે : • મિથ્યાવાદથી બચવા માટે મિથ્યાવાદ જાણવાનો : વિષય: બીજા શ્રુતસ્કંધનો વિષયવ્યાપ. આ પૂર્વના બે વ્યાખ્યાનોમાં સૂયગડાંગ સૂત્રના પ્રથમ શ્રુતસ્કંધોના અધ્યયનોમાં વણિત વિષયોની સમરી આપ્યા બાદ અહીં બીજા શ્રુતસ્કંધના સાતે અધ્યયનોમાં વણિત વિષયની સમરી અપાઈ છે. એમાં પ્રારંભમાં પરમાત્મા, ગણધરો, સુવિહિત આચાર્યો આદિના શ્રીમુખે જેને આગમવાણી સાંભળવા મળી તે આત્માઓ કેવા ધન્ય છે - તેની વાત રોચક શૈલીમાં કરાઈ છે. ત્યારબાદ આગમ-શાસ્ત્રનો આદર કેમ કરવો તેની વાત રજુ કરાઈ છે. આટલી ભૂમિકા કર્યા બાદ ક્રમશઃ પુંડરીક વગેરે સાતે અધ્યયનોનો પરિચય પ્રસ્તુત કર્યો છે. એમાં પ્રસંગ પામીને મિથ્યામતો, તેર ક્રિયાસ્થાનો, પાપશાસ્ત્રો કયાં? દુખગર્ભિત વૈરાગીને શું ગમે ? જગતના જીવોની આહાર પદ્ધતિ, આર્દ્રકુમારનો પુરુષાર્થ, પ્રભુ પાર્શ્વનાથ અને પ્રભુ વર્ધમાનનો શાસન-સંક્રમણ કાળ, બાળદીક્ષિતોની ધન્યતા શાસ્ત્ર પરિશીલનના આધારે, પરમતારક ગુરુદેવે કરેલી ‘ધર્મલાભ'ની વ્યાખ્યા વગેરે વિષયો ખૂબ જ રસાળ રીતે ચર્ચવામાં આવ્યા છે. પ્રવચનનું પ્રતિબિંબ * આગમની આરાધના એ અરિહંતની આરાધના છે. આગમની વિરાધના એ અરિહંતની વિરાધના છે. આગમની શ્રદ્ધા એ અરિહંતની શ્રદ્ધા છે. આગમની અશ્રદ્ધા એ અરિહંતની અશ્રદ્ધા છે. આગમની આશાતના એ અરિહંતની આશાતના છે. * તત્ત્વનો અપલાપ થાય તેવું બોલે તો તે આચારીના વેશમાં અનાચારી જ છે. * સ્વાધ્યાય-શ્રુતપાસના તો સાધુ જીવનનો પ્રાણ છે. એના વિના સાધુ ટકી શકે શી રીતે ? Page #275 -------------------------------------------------------------------------- ________________ પ્રવચન-સ્ત્રોત 'बुझिज तिउट्टिजा, बंधणं परिजाणिया। किमाह बंधणं वीरो, किं वा जाणं तिउट्टइ ।।१।।' શ્રી સુધર્માસ્વામી : બોધ પામ ! બંધનને ચારે બાજુથી જાણ ! બંધનને તોડી નાંખ! શ્રી જંબુસ્વામી : પ્રભુ વીરે કોને બંધન કર્યું છે, શું જાણીને એને તોડી શકાય છે ?” Page #276 -------------------------------------------------------------------------- ________________ ૧૩ : બીજા ‘મહાઅધ્યયન શ્રુતાંઘનો મિતાક્ષરી પથિય અનંત ઉપકારી ચરમતીર્થપતિ શ્રમણ ભગવાન શ્રીમહાવી૨ ૫રમાત્માના શાસનના પરમાર્થને પામેલા પંચમગણધર શ્રી સુધર્માસ્વામીજી મહારાજાએ પરમાત્માના પાવનમુખેથી ‘પશેફ વા, વિનમેક્ વા અને વેક્ વા' આ ત્રિપદીને પામીને જે મહાન દ્વાદશાંગીની રચના કરી, જેને ૫૨મતારક પરમાત્માએ પોતાની કૈવલ્યદૃષ્ટિથી પ્રમાણી, એ જ દ્વાદશાંગી પૈકીનું બીજું આગમ ‘સૂયગડાંગજી સૂત્ર’ છે. તેમાં આત્માને અનાદિકાળથી વળગેલા બંધનોથી આત્માની થયેલી બેહાલી, તેમાંથી છૂટવાનો માર્ગ, સાધનામાં થતી નડતરો, તેને કઈ રીતે તોડવી, તેમાંથી કઈ રીતે માર્ગ કાઢવો અને આત્માનું શાશ્વત સૌંદર્ય કઈ રીતે પ્રગટ કરવું ? તેનું ઉત્તમોત્તમ માર્ગદર્શન આ અંગ આગમમાં આપેલું છે. જિનવાણી સાંભળે તે આત્મા ધન્ય છે : સ્નાત્રપૂજામાં એક પ્રાકૃત ગાથામાં ખૂબ જ માર્મિક શબ્દોમાં પ્રભુના મેરુિિગર પર થતા સ્નાત્રોત્સવને નિહાળતા દેવોની ધન્યતાનાં વખાણ કર્યાં છે - 'जिणजम्मसमये मेरुसिहरे, रयणकणयकलसेहिं । देवासुरेहिं न्हविओ, ते धन्ना जेहिं दिट्ठोसि ।।' *જિત જન્મ સમયે, મેરુ શિખરે દેવો અને અસુરો દ્વારા રત્ન અને કનકના કળશોથી પ્રભુનું સ્વાત્ર થયું, તે દૃશ્ય જેણે જોયું તે ધન્ય બન્યા.' અહીં મારે એ જ વાત પરમાત્મા આદિનાં શ્રીમુખે જિનવાણી સાંભળનાર આત્માઓના સૌભાગ્ય માટે કરવી છે. Page #277 -------------------------------------------------------------------------- ________________ ૨૫૮ – ૧ – આગમ જાણો! 258 તે આત્માઓ ધન્ય છે, જેમને પરમતારક પરમાત્માના પાવન મુખેથી સૂયગડાંગ સૂત્ર'નો મહાન અર્થ જાણવા મળ્યો ! તે આત્માઓ પણ ધન્ય છે કે, જેને ગણધર ભગવંતોના પાવન મુખેથી આ મહાન આગમોનું શ્રવણ કરવાની તક મળી. તે શિષ્યો પણ ધન્ય છે કે જેણે યોગ્યતા કેળવી, યોગ વહી, ગુરુકૃપા પામી ગુરુમુખે પંચાંગી સાથે આ આગમને પ્રાપ્ત કર્યું. તેના મર્મને પામ્યા, તેના મર્મને પામીને ઊંડી સદુહણા કેળવી. તેના સથવારે આ અંગે આગમનાં સૂત્ર-પદોને સાધના માર્ગે પ્રવર્તાવ્યાં અને એ દ્વારા અનાદિકાળથી આત્માને ભવમાં રઝળાવતા અને દુઃખી દુઃખી બનાવતા સર્વ કર્મોનો ક્ષય કરી શુદ્ધ ચેતનાને પ્રગટાવીને સાદિ અનંત ભાંગે સિદ્ધિસુખના ભોક્તા બન્યા તે બધા ધન્ય છે. આ સાધનાનો પૂરો પુરુષાર્થ કરવા છતાં ભવિતવ્યતા આદિ કારણે જેમની સાધના અધૂરી રહી તેવા આત્માઓએ પણ પોતાની એ પ્રારંભ કરેલી સાધના આગળ વધીને પરિપૂર્ણ થાય તેવી ઉજળી પરંપરાવાળી સદ્ગતિની પ્રાપ્તિ કરી, તે પણ ધન્ય છે. આપણે પણ ધન્ય બનવું છે. આના એક એક સૂત્રોને તેના એક-એક અર્થને પંચાંગીના આધારે આપણી લાયકાત, આપણી ક્ષમતા, આપણી ભૂમિકા અનુસાર પામવો છે. એ ક્યારે પમાશે તેની ખબર નથી. પણ અંશે-અંશે તેનો પરિચય તો મેળવી જ લઈએ. પરિચય થશે તો પ્રીતિ થશે, પ્રીતિ જાગશે તો ભક્તિ પ્રગટશે, ભક્તિમાંથી અનુસરણ અને અભેદ-અસંગભાવ પ્રગટશે. આ ક્રમ છે. માટે સૌથી પહેલાં પરિચય મેળવવો જરૂરી છે. એ ઉપકાર નિયુક્તિકાર ચૌદ પૂર્વધર શ્રી ભદ્રબાહુસ્વામીજી મહારાજાનો છે કે જેમણે આ સૂત્રકૃતાંગની નિયુક્તિ સ્વરૂપ વ્યાખ્યા કરતાં પ્રારંભમાં જ આ મહાન સૂત્રનો આપણને પરિચય આપ્યો છે. આગમ અને જિનેશ્વરોનો સંબંધ ? એકની આરાધના બીજાની આરાધના છે, એકની વિરાધના બીજાની વિરાધના છે : સભાઃ અંગ કોને કહેવાય ? અંગીના જે વિભાગ, તેને અંગ કહેવાય. જેને અંગ હોય તેને અંગી કહેવાય. Page #278 -------------------------------------------------------------------------- ________________ ૨૫૯ - ૧૩ બીજો મહાઅધ્યયન' શ્રુતસ્કંધનો મિતાક્ષરી પરિચય - 13 - 259 બે હાથ, બે પગ, માથું, પેટ, છાતી : આ અંગો છે અને તેને ધારણ કરનાર આપણે અંગી છીએ. તેમ પરમાત્મા સ્વયં જ્ઞાની છે, એટલે અંગી છે. તેમનું આ જ્ઞાનરૂપ અંગ છે. આગમો જિનેશ્વરદેવના અંગરૂપ છે. એટલે જે વિશેષણો ભગવાનને લાગુ પડે, તે જ વિશેષણો તેમના અંગને પણ લાગુ પડી શકે. માટે જ ભગવાન મહાવીર બોલીએ, તેમ ભગવાન સૂયગડાંગ એમ પણ બોલી શકીએ. દેવવંદન, પ્રતિક્રમણમાં ત્રીજા કાયોત્સર્ગ વખતે સુઝસ મજાવો. બોલીએ છીએ ને ? આગમની આરાધના એ અરિહંતની આરાધના છે. આગમની વિરાધના એ અરિહંતની વિરાધના છે. આગમની શ્રદ્ધા એ અરિહંતની શ્રદ્ધા છે. આગમની અશ્રદ્ધા એ અરિહંતની અશ્રદ્ધા છે. આગમની આશાતના એ અરિહંતની આશાતના છે. આ વાત ક્યારેય ભૂલાવી ન જોઈએ. માટે જ “જ્ઞાનસાર'માં પૂ. મહોપાધ્યાયજી મહારાજે કહ્યું છે કે – 'शास्त्रे पुरस्कृते तस्माद्, वीतरागः पुरस्कृतः । पुरस्कृते पुनस्तस्मिन्, नियमात् सर्वसिद्धयः ।।' “જેણે શાસ્ત્રનો સ્વીકાર-આદર કર્યો છે, તેણે વીતરાગનો સ્વીકાર-આદર કર્યો છે. શાસ્ત્રનો સ્વીકાર-આદર કરવાથી નક્કી બધી સિદ્ધિઓ આવી મળે છે.' આ જ વાત સૂરિપુરંદર પૂ. આ. શ્રી હરિભદ્રસૂરીશ્વરજી મહારાજે ષોડશક'માં આ શબ્દોમાં બતાવી છે - 'अस्मिन् हृदयस्थे सति, हृदयस्थस्तत्त्वतो मुनीन्द्र इति । हृदयस्थिते च तस्मिन्, नियमात् सर्वार्थसंसिद्धिः ।।' શાસ્ત્રો હદયમાં રહેતાં તત્વથી હદયમાં જિનેશ્વર છે, તે હદયમાં રહેતાં નક્કી સર્વ કાર્યોની સમ્યફ સિદ્ધિ થાય છે.' આપણે ત્યાં આગમપુરુષ માનવામાં આવ્યો છે. શ્રી આચારાંગ, શ્રી સૂયગડાંગ વગેરે બાર અંગ એ આગમ પુરુષનાં અંગ છે. આપણે પહેલાં પણ જોઈ આવ્યા તેમ આ મહાન આગમ બે વિભાગમાં વહેંચાયેલું છે. જે શ્રુતસ્કંધ તરીકે ઓળખાય છે. પહેલો વિભાગ “ગાથાષોડશ” નામનો છે. બીજો વિભાગ “મહાઅધ્યયન' નામનો છે. આ શ્રુતસ્કંધમાં મોટાં Page #279 -------------------------------------------------------------------------- ________________ ૨૯૦ ૧ – આગમ જાણો ! - 250 મોટાં અધ્યયનો છે, માટે એનું મહાઅધ્યયન નામ છે. પહેલા શ્રુતસ્કંધનો પરિચય આ પૂર્વે અપાઈ ગયો છે. હવે બીજા શ્રુતસ્કંધનો પરિચય મેળવવાનો બાકી છે. તમારી ભાષામાં કહીએ તો પૂર્વાર્ધની વાત કહી ગયો છું. હવે ઉત્તરાર્ધની વાત કરવાની છે. બીજા શ્રુતસ્કંધમાં સાત અધ્યયનો (પ્રકરણો) છે. તેમાં ઉદ્દેશા (પેટાપ્રકરણો) નથી. અધ્યયનો એ જ એના ઉદ્દેશ છે. દરેક અધ્યયનોમાં શું શું છે તે જોઈએ. ૧લું અધ્યયન “પુંડરીક’ નામનું છે. આપણે જે ગરવા ગિરિરાજની છાયામાં છીએ, તેનું નામ પણ પુંડરીક છે. પંડરીકસ્વામીજી ઉપરથી એ નામ પડ્યું છે. પણ અહીં જે પુંડરીક નામ પડ્યું છે, તેનું કારણ જૂદું છે. પુષ્કરિણી વાવડીમાં ઉત્પન્ન થતાં પુંડરીક કમળની ઉપમા આપીને તેમાં અનેક વિષયો રજૂ કરાયેલા છે. પુંડરીક કમળ જેવા રાજવીને આકર્ષવા માટે જૂદા જૂદા મતોના ઉપદેશકો કેવો પ્રયત્ન કરે છે, તે આમાં જણાવ્યું છે. તેથી આ અધ્યયનને પુંડરીક અધ્યયન કહેવાય છે. આત્મા અને શરીર જદાં નથી. શરીર એ જ આત્મા અને આત્મા એ જ શરીર છે. શરીર પતી ગયું એટલે આત્મા પણ પતી ગયો. શરીર જેમ ઉત્પત્તિ ને વિનાશવાળું છે, તેમ આત્મા પણ ઉત્પત્તિ ને વિનાશવાળો છે. આવું માનનારા મિથ્યામતો પણ છે. એવી તો અનેક વિચિત્ર માન્યતાઓ છે. આત્મા અનાદિ-અનંત છે, એવું જેમ જૈન દર્શન માને છે તેવું બધા જ મિથ્યામતવાળા માનતા નથી. આવા મતો શા માટે ખોટા છે ? એ મતો કેટલા બોદા છે? તે બધી વાત આમાં જણાવી છે ! મિથ્યાવાદથી બચવા માટે મિથ્યાવાદ જાણવાનો : આપણે નાસ્તિક બની ન જઈએ, આત્મવાદથી દૂર ન થઈ જઈએ, મિથ્યાવાદ અને ભોગવાદ આપણા ઉપર સવાર ન થઈ જાય માટે આ મિથ્યાવાદી જાણવાના છે. ઉતાવળમાં તમે એવું ન માની લેતા કે, આ નાસ્તિકવાદ અમારામાં નથી જ. આ નાસ્તિકતા આપણામાં પણ સવાર થઈ ગઈ છે. “આપ મૂઆ ને ડૂબ ગઈ દુનિયા” , “મર્યા પછીનું કોણે દીઠું” એવું જે માને તે બધા જ નાસ્તિક કહેવાય. હવે તમે જ વિચાર કરો કે તમારી શું સ્થિતિ છે ?” શાસ્ત્ર ભણેલા અને નહિ Page #280 -------------------------------------------------------------------------- ________________ ૨૩૧ - ૧૩ બીજો મહાઅધ્યયન' શ્રુતસ્કંધનો મિતાક્ષરી પરિચય - 13 – 261 ભણેલા રજૂઆત જુદી જુદી કરે, પણ માને તો એક જ. અમને કહે, આત્મા હોય તો બતાવો? બધી વસ્તુ બતાવી શકાય તેવી નથી હોતી, પણ અમારે તેને તેની જ ભાષામાં સમજાવવું પડે. અમે તેને કહીએ કે, “તમે તો બહુ બુદ્ધિમાન છો,” કેમ ?' એટલે એ થોડો ટાઈટ થાય, પછી અમે કહીએ “તારામાં અક્કલ છે ? અક્કલ હોય તો કાઢીને બતાવ ! એટલે અમને કહે, “એ કાંઈ બતાવવાની વસ્તુ નથી.” તો આત્મા પણ બતાવવાની વસ્તુ નથી. અક્કલ અનુભવથી જણાય તેમ આત્મા પણ અનુભવથી જણાય. અક્કલ છે માટે તું બોલી શકે છે, તેમ આત્મા છે માટે તારું આ શરીર ચાલી શકે છે. અહીં તો તમને સમજાય તેવી ભાષામાં વાત કરું છું. આમાં તો ભલભલા ચક્કર ખાઈ જાય તેવી ચર્ચાઓ કરવામાં આવી છે. બીજો એવો પણ મત છે કે, જે માને કે, પંચભૂત એટલે પૃથ્વી, પાણી, અગ્નિ, વાયુ અને આકાશ - આ પાંચ ભૂત સિવાય દુનિયામાં બીજું કાંઈ નથી. નથી પુણ્ય, નથી પાપ, નથી પરલોક, નથી મોક્ષ - આ ભૂત સિવાય બીજી કોઈ ચીજ નથી. જે ભૂતડા વળગે તે ભૂત જુદાં. એ ભૂતની આ વાત નથી. પંચભૂતવાદ નામના મતની આ વાત છે. તેની માન્યતાઓ રજૂ કરીને તે મત પણ કઈ રીતે ખોટા છે, તે વાત બરાબર સમજાવવામાં આવી છે. ત્રીજો એક મત એવો પણ છે, જે એમ માને છે કે, આ બધું સર્જન ઈશ્વરે કર્યું છે. એનું નામ છે ઈશ્વરકર્તુત્વવાદ. એ માને કે, ઈશ્વર એકલો હતો. તેને થયું, હું એકલો શું કરું? મુંઝાઈ ગયો? તે મુંઝારો દૂર કરવા માટે ઈશ્વરે વિચાર્યું કે, “ોડ૬ વ૬ ચામ:' અને એમાંથી એણે વિશ્વનું સર્જન કર્યું. તેમ માનનારને પૂછીએ કે, એ પૂર્વે એ ઈશ્વર હતો ક્યાં ? વિશ્વ જ ન હતું તો ક્યાં હતો ? આ વિશ્વ શેનામાંથી બનાવ્યું? વિશ્વ બનાવવા કાંઈક રો-મટિરિયલ તો જોઈએ ને? એના વગર કેવી રીતે બને ? વિશ્વ ન હતું તો એ રો-મટિરિયલ પણ ક્યાં હતું ? આવી ચર્ચાથી તો ગ્રંથોના ગ્રંથો બની જાય. ઈશ્વરકર્તુત્વવાદ કેવો ખોટો નબળો, વાહિયાત અને કાલ્પનિક છે તેનું નિરૂપણ અહીં કરવામાં આવ્યું છે. ચોથો નિયતિવાદ છે તે એમ માને કે, જે થવાનું હોય તે જ થાય ! તમે કલ્પસૂત્ર સાંભળ્યું છે ? તેમાં આ મતનું વર્ણન આવે છે. એ મત tત Page #281 -------------------------------------------------------------------------- ________________ આગમ જાણો ! ગોશાળાનો ! કોઈ પણ કાર્ય પાંચ સમવાયિક કારણ વગર થતું નથી, તેમાં કાળ પણ આવે, સ્વભાવ પણ આવે, ભવિતવ્યતા પણ આવે, કર્મ પણ આવે અને પુરુષાર્થ પણ આવે. પણ ગોશાળો માનતો કે ના, એક ભવિતવ્યતા જ કારણ છે. જે થવાનું હોય તે જ થાય. ભવિતવ્યતા કહો કે નિયતિ કહો એક જ છે. એ મતનું ખંડન કરી પાંચે કારણોની પોતપોતાની જરૂર અંગે અહીં કહેવાયું છે. ૨૩૨ ૧ આ ત્રણ મતોનું વર્ણન કર્યા પછી આત્મહિતની પ્રવૃત્તિ કઈ રીતે થાય ? તેનો જવાબ આપતાં કહ્યું કે, સાધુપણું પામીને પળાય તો જ આત્મહિત થાય. સાધુપણું પણ નિર્દોષ આહાર-પાણી ઉપર જીવાય તો પળાય. તેના માટે જે-જે આવશ્યકતાઓ ઉભી થાય, તેમાં સાધુપણાની ચર્યા કેવી હોય ? તે કહી સાધુઓની દિનચર્યા આદિનું વર્ણન કરવામાં આવ્યું છે. - રજું ‘ક્રિયાસ્થાન’ નામનું અધ્યયન છે. તેમાં ક્રિયાનાં તેર સ્થાનો બતાવવામાં આવ્યાં છે. આ તેર ક્રિયાસ્થાનો નારકી, તિર્યંચ, મનુષ્ય અને દેવો એમ ચારે ગતિના જીવોને હોઈ શકે છે. તેર ક્રિયાસ્થાનોનાં નામો આ મુજબ વર્ણવવામાં આવ્યાં છે. ૧ - અર્થદંડ, ૨ અનર્થદંડ, ૩ હિંસાદંડ, ૪ અકર્મદંડ, દૃષ્ટિવિપર્યાસદંડ, ૬ - મૃષાવૃત્તિદંડ, ૭ - અદત્તાદાનવૃત્તિદંડ, ८ અધ્યાત્મદંડ, ૯ માનદંડ, ૧૦ મિત્રદોષદંડ, ૧૧ માયાદંડ, ૧૨ લોભદંડ અને ૧૩ ઈર્યાપથિકીદંડ. આ પ્રકારની જુદી જુદી તેર પ્રકારની ક્રિયા સંભવતી હોવાથી તેના તેર પ્રકાર છે. આ ક્રિયાથી આત્મા કર્મરૂપી દંડથી દંડાય છે. માટે તેને દંડ તરીકે પણ ઓળખવામાં આવી છે. - 262 = તેની સાથોસાથ જેને પાપશાસ્ત્રો કહેવાય, તેનું પણ વર્ણન કર્યું છે. કહ્યું છે કે, આ પાપશાસ્ત્રો માત્ર સુયોગ્ય વ્યક્તિએ જ જાણવા જેવાં છે. બધા માટે એ ઉપાદેય નથી. ભૌમશાસ્ત્ર કે જેમાં આખું ભૂસ્તર વિજ્ઞાન આવે, પૃથ્વીની અંદરની પરિસ્થિતિ આવે, ભૂકંપનાં કારણો, ક્યાં પાણી હોય અને ક્યાં પાણી ન હોય - ધાતુઓ-વૃક્ષો વગેરેનું વર્ણન આવે. ત્યારબાદ ઉત્પાતવિદ્યા : વીજળી કેવા કેવા રંગની હોય ? વીજળી અમુક રંગની થાય તો પરિણામ શું આવે ? તારો ખરે તો પરિણામ શું આવે ? ત્યારબાદ સ્વપ્નવિદ્યા (શાસ્ત્ર) : સ્વપ્ન ક્યારે આવે Page #282 -------------------------------------------------------------------------- ________________ ૨૬૩ – ૧૩ બીજી મહાઅધ્યયન' શ્રુતસ્કંધન મિતાક્ષરી પરિચય - 13 - 263 તે ફળ આપે ? ક્યારે ન આપે ? ક્યારે આવે તો ક્યારે ફળ આપે ? કયું સ્વપ્ન સાર્થક કહેવાય ? અને કયું સ્વપ્ન નિરર્થક કહેવાય ! વગેરે બાબતો આ અધ્યયનમાં બતાવીને એનાં હેય-યનો વિવેક કરવામાં આવ્યો છે. આઠ પ્રકારના નિમિત્તશાસ્ત્રોના સૂત્ર, અર્થ અને તદુભયથી ચોવીશ પ્રકાર થાય છે. ત્યારબાદ ગંધર્વ, નાટ્ય, વાસ્તુ, આયુર્વેદ અને ધનુર્વેદ આ પાંચ પ્રકારો ઉમેરવાથી કુલ-૨૯ પ્રકારનાં પાપશાસ્ત્રો થાય છે. દુઃખગર્ભિત વૈરાગીને પાપશાસ્ત્રો ભણવાં ગમે : સભા: શરૂઆતમાં ભગવાન આદિનાથે પુરુષની ૭૨ કળાઓ, સ્ત્રીઓની ૬૪ કળાઓ અને 100 પ્રકારનાં શિલ્ય બતાવ્યા છે ને ?તો આપશ્રી આ બધાને પાપશાસ્ત્રો શા માટે કહો છો ? પ્રશ્ન સારો છે. જો હું કહેતો હોત તો ખરેખર ગુનેગાર હતો, પણ ખુદ ભગવાન આદિનાથે જ તેને પાપશાસ્ત્રો કહ્યાં છે. યુગલિક કાળ પૂરો થયો અને પ્રથમ તીર્થકરનો ગૃહસ્થપણાનો એ કલ્પઆચાર હતો કે, મહાઅનર્થને ટાળવા વિશ્વ વ્યવસ્થાનું નિર્માણ કરે. જ્યારે પરમાત્માએ દીક્ષા લીધી – સાધનાનો પ્રારંભ કર્યો અને ક્રમે કરીને કેવળજ્ઞાન પામ્યા, ત્યારે તેમણે જ આ બધાને પાપશાસ્ત્રો કહ્યાં છે. મહોપાધ્યાય શ્રી યશોવિજયજી મહારાજાએ અધ્યાત્મસાર નામના ગ્રંથમાં ત્રણ પ્રકારના વૈરાગ્ય બતાવ્યા છે દુઃખગર્ભિત, મોહગર્ભિત અને જ્ઞાનગર્ભિત. જે દુઃખગર્ભિત વૈરાગ્યથી અહીં આવ્યા છે, જેને ગીતાર્થની નિશ્રા ખપતી નથી, તેમને ધર્મશાસ્ત્રો-આગમશાસ્ત્રો, અધ્યાત્મનાં, યોગનાં, આત્મપરિણતિનાં શાસ્ત્રોમાં રસ નથી પડતો. એમને તો જ્યોતિષશાસ્ત્રો, અર્થશાસ્ત્રો, કામશાસ્ત્રો, વૈઘક શાસ્ત્રો અને શિલ્પશાસ્ત્રો ભણવાનું જ મન થાય છે. જે વિદ્યા આત્માનું હિત ન કરતી હોય, તે બધી પાપવિદ્યા છે. જેમાં જીવનું નિરૂપણ કરવામાં આવ્યું હોય, જેમાં અજીવનું નિરૂપણ કરવામાં આવ્યું હોય, જેમાં પુણ્ય ને પાપનું નિરૂપણ કરવામાં આવ્યું હોય. જેમાં આશ્રવ-સંવરનું નિરૂપણ કરાયું હોય, જેમાં બંધ-નિર્જરા અને મોક્ષનું નિરૂપણ કરાયું હોય. એટલું જ નહીં, પણ એ તત્ત્વોમાં હેય-ઉપાદેયનો વિવેક બતાવ્યો હોય, Page #283 -------------------------------------------------------------------------- ________________ ૨૬૪ ૧ -- આગમ જાણો ! - 264 ટૂંકાણમાં કહું તો જેમાં મોક્ષમાર્ગ અને મોક્ષસાધનાનાં ઉપાય બતાવ્યા હોય તે ગ્રંથો જ ધર્મશાસ્ત્રો કહેવાય. દુ:ખગર્ભિત વૈરાગ્યવાળાને આવાં ધર્મશાસ્ત્રો, યોગશાસ્ત્રો, અધ્યાત્મશાસ્ત્રો, વૈરાગ્યશાસ્ત્રો ભણવાં ન ગમે, તેને તો અર્થશાસ્ત્રો, શિલ્પશાસ્ત્રો, વાસ્તુશાસ્ત્રો, જ્યોતિષશાસ્ત્રો, મંત્ર-તંત્રશાસ્ત્રો જેવાં પાપશાસ્ત્રો ભણવાનું જ ગમે. માટે જ તેઓશ્રીએ “અધ્યાત્મસાર'માં કહ્યું કે - 'शुष्कतर्कादिकं किञ्चि-द्वैद्यकादिकमप्यहो । पठन्ति ते शमनदी, न तु सिद्धान्तपद्धतिम् ।।४।।' ‘શુષ્કતર્ક વગેરેને અને કાંઈક વૈદક વગેરેને ભણે છે, પરંતુ શમતદી સમી સિદ્ધાંત શ્રેણીને ભણતા નથી.' સભા : દીક્ષા લીધા પછી પણ આવું ભણવાનું કેમ ગમે ? સંયમ સાધના, આત્મસાધના કે રત્નત્રયીની આરાધનામાં એને રસ ન આવે, એટલે એને આવું બધું જ ગમે. સંયમમાં ન ટકાય તો અસંયમને પોષવાપંપાળવા જે કાંઈ કરવું હોય, તે પાપશાસ્ત્રો ભણીને થઈ શકે માટે તે આ બધું ભણે. આવા જીવો ભણીને વિદ્વાન થાય પણ તે વિદ્યા ભણીને તે સ્વયં નાસ્તિક કે મિથ્યાત્વ બને અને અનેકને નાસ્તિકતા કે મિથ્યાત્વની દિશામાં દોરી જાય. સભા: આપે કહ્યું કે, નાસ્તિકો અને મિથ્યાષ્ટિઓ ભણીને જે વાત કરે અને ભણ્યા વગર જે વાત કરે તે બન્નેનો ધ્વનિ એક હોય તે કઈ રીતે ? ભણેલા હોંશિયારીપૂર્વક, મુદ્દાસર રજૂઆત કરે અને નહિ ભણેલા હોંશિયારી વગર અને મુદ્દા વગર રજૂઆત કરે; પણ બન્નેની માન્યતા તો એક જ હોય. બન્ને કહે ખાઓ-પીઓ ને મજા કરો ! જગતમાં જો કોઈએ ઉલ્કાપાત સર્યો હોય તો ભણેલા આ નાસ્તિકો અને મિથ્યાષ્ટિઓએ જ! ૩જું અધ્યયન “આહાર પરિજ્ઞા' નામનું છે; જેમાં માંસાહાર કરનારા જીવો કેવા કેવા જીવોને કેવી રીતે મારે છે ? કેવા કેવા જીવોનો આહારમાં ઉપયોગ કરે છે ? તેમાં કેટલું પાપ છે ? તેનાથી કેવું અહિત થાય છે ? તે શા માટે આવું પાપ કરે છે? તેનાથી તેને શું નુકસાન થશે ? વગેરે બાબતો વર્ણવી છે. વનસ્પતિ, જળચર, સ્થળચર અને ખેચર જીવોનું આમાં ઘણું વિસ્તારથી વર્ણન છે. Page #284 -------------------------------------------------------------------------- ________________ ૨૦૫ – ૧૩ બીજો મહાઅધ્યયન ગ્રુતસ્કંધનો મિતાક્ષરી પરિચય - 13 - 265 વનસ્પતિકાય પણ છએ કાયના જીવોના શરીરને પોતાનો કોળીયો બનાવે છે, ત્રસજીવોને યાવત્ પંચેન્દ્રિય તિર્યંચ કે મનુષ્યને પણ પોતાનો આધાર બનાવે, એને મારે અને પોતાના આહારરૂપે અને તે દ્વારા પોતાના શરીરરૂપે પરિણાવે છે – વગેરે વાતો આ અધ્યયનમાં કરવામાં આવી છે. ૪થું અધ્યયન પ્રત્યાખ્યાન ક્રિયા' નામનું છે. તેમાં અજાણતાં પણ જીવહિંસા થઈ ગઈ હોય તો આત્મશુદ્ધિ માટે પ્રાયશ્ચિત્ત કરવું અને તપ સાધના કરીને આત્માને વિશુદ્ધ કરવાનો પ્રયત્ન કરવો વગેરે બાબતો કહેવામાં આવી છે. પણું “આચારકૃત' નામનું અધ્યયન છે, જેમાં સાધુના આચારોનું વિગતવાર વર્ણન કરવામાં આવ્યું છે. તે કર્યા પછી આપણે જેને અનાચાર માનીએ છીએ, તે તો અનાચાર છે જ પણ આપણે જેને આચાર માનીએ છીએ, તેમાં પણ કયા કયા અનાચાર છે તે પણ બતાવ્યું છે. પુણ્ય નથી, પાપ નથી, બંધ નથી, મોક્ષ નથી, લોક નથી અલોક નથી, લોક-અલોકની કોઈ વ્યવસ્થા નથી. સુસાધુકુસાધુ માનવાની જરૂર નથી. બધા સરખા, આ બધું મિથ્યાત્વ બોલાવે છે, એ તત્ત્વનો અપલાપ છે, ઉસૂત્ર ભાષણ છે. એના દ્વારા ઉન્માર્ગની સ્થાપના થાય છે, આ બધો અનાચાર છે. કોઈએ કોઈ સ્ત્રી સાથે નબળો વ્યવહાર કર્યો તો તે જેમ અનાચાર કહેવાય છે; તેમ આ રીતે તત્ત્વનો અપલોપ થાય તેવું બોલવું-લખવું-પ્રચારવું એ પણ આગમશાસ્ત્રો સાથેનો અનાચાર છે. કોઈ સારામાં સારો તપ કરે, ત્યાગ કરે, ચારિત્ર પાળે, મહાવ્રતો પાળે, સમિતિ અને ગુપ્તિ પાળે, પણ તત્ત્વનો અપલાપ થાય તેવું બોલે-લખે કે પ્રચારે તો તે આચારીના વેશમાં અનાચારી જ છે. તત્ત્વને અતત્ત્વ કહેવું – અતત્ત્વને તત્ત્વ કહેવું તે અનાચાર છે. આ અનાચારની અહીં વ્યાખ્યા કરવામાં આવી છે. કઠું “આર્તકીય” અધ્યયન છે. એમાં આદ્રકુમાર અંગેની વાત છે. આર્ટ નામના અનાર્યદેશના રાજાનો એ પાટવી કુંવર હતો. અભયકુમારે મૈત્રીના યોગે તેને પ્રભુની પ્રતિમા મોકલી. એનાં દર્શન કરી એ જાતિસ્મરણ જ્ઞાનને પામ્યો. તે દ્વારા તેણે પોતાનો પૂર્વભવ જાણ્યો અને એના મનમાં થયું કે ક્યાં મેં પૂર્વભવમાં કરેલી સંયમની સાધના અને ક્યાં આ ભવમાં મળેલી અનાર્યદેશની ધર્મસંસ્કાર વિહોણી પરિસ્થિતિ ? પરિણામે ભાવવૈરાગ્ય પ્રગટ થયો. Page #285 -------------------------------------------------------------------------- ________________ આગમ જાણો ! ત્યાંથી આર્યદેશમાં આવવા પ્રયત્નો શરૂ થયા. રાજાને ખબર પડી. એના ૫૨ ચોકી-૫હે૨ો મૂકાયો. હોંશિયારીથી ચોકી વટાવી માંડ માંડ આર્યદેશમાં આવ્યા. ભગવાનશ્રી મહાવીરદેવના ચરણે જવા નીકળ્યા. ત્યાં માર્ગમાં પ્રથમ એમને ગોશાળો મળ્યો. ત્યાર પછી બૌદ્ધો, તાપસો, બ્રાહ્મણો, દંડિકો વગેરે મળ્યા અને છેલ્લે હસ્તિપાક તાપસો પણ મળ્યા. એ લોકોએ તેને કહ્યું કે, ‘સાચી જીવદયા તો અમારે ત્યાં છે. મહાવીરને ત્યાં જીવદયા ક્યાં છે ? તમારા મહાવીર કહે છે કે અનાજના એક-એક કણીએ-કણીએ જીવો છે, તો એક રોટલી બનાવવા કેટલા જીવોની હિંસા કરવી પડે ? અને અમારે ત્યાં મરેલા કે મરાયેલા એક હાથીને પકાવીને ખાઈએ એટલે ૫૦૦નું પેટ ભરાઈ જાય. ઓછામાં ઓછી હિંસા કરનારા તો અમે જ છીએ’ એમ તે કહેતા. આવા પણ મત હતા. ૨૭૭ ૧ . એ બધાએ તેમને હ્યું કે, ‘તમારે ધર્મ જોઈએ તો એ માટે ભગવાન મહાવીર પાસે જવાની કોઈ જરૂર નથી. સાચો ધર્મ તો અમારી પાસે જ છે. મહાવીર પાસે તો કશું નથી.’ એ બધા સાથે આર્દ્રકુમા૨નો વાદ થયો હતો. તેમાં તેમણે પ્રબલ યુક્તિઓ આપી તેમને નિરસ કર્યા હતા. તેની અહીં વાત કરી છે. 266 આ દરમ્યાન આર્દ્રકુમાર મુનિને માર્ગમાં ગોશાળો પણ મળ્યો. ત્યારે તેમને ગોશાળાએ કહ્યું કે – ‘તેં મહાવીરને જોયા છે ? સાંભળ ! મેં મહાવી૨ને બરાબર જોયા છે. હું એમનો પહેલો શિષ્ય હતો. એમની સાથે હું ઘણું રહ્યો છું. એ વખતના મહાવીર જુદા હતા અને આજના મહાવીર જુદા છે. તે વખતના મહાવીર તપસ્વી હતા, ત્યાગી હતા. આખો દિવસ ધ્યાન કરનારા હતા, એકાંતમાં રહેનારા હતા. જ્યારે આજના મહાવીરને એકાંત ફાવતું નથી, ટોળાં વગર એમને ચેન પડતું નથી. એથી એ લોકોનાં ટોળાં ભેગા કરે છે અને આખો દિવસ એ બધાની નિંદા કર્યા કરે છે. એમની પાસે જઈને તને શું મળશે ?' ગોશાળાએ કહેલી એક એક વાતોનો જવાબ આર્દ્રકુમારે આપ્યો છે, તે સંવાદ આ અધ્યયનમાં બતાવવામાં આવ્યો છે. જેમ ગોશાળા સાથે સંવાદ થયો છે, તેમ બૌદ્ધો સાથે, તાપસો સાથે, બ્રાહ્મણો સાથે, ડિકો સાથે અને છેલ્લે હસ્તિપાક તાપસો સાથે તેમના જે જે સંવાદો થયા હતા, ચર્ચા થઈ હતી, તે બધા સંવાદોચર્ચાઓ અહીં આપવામાં આવેલ છે. આ બધાને વટાવીને આર્દ્રકુમાર કેવી રીતે ભગવાન શ્રીમહાવીરદેવના ચરણે પહોંચ્યા તેનું હૂબહૂ વર્ણન આમાં કરવામાં આવ્યું છે. Page #286 -------------------------------------------------------------------------- ________________ ૨૭૭ – ૧૩ બીજો મહાઅધ્યયન' શ્રુતસ્કંધનો મિતાક્ષરી પરિચય - 13 - 267 ૭મું અધ્યયન “નાલંદીય' નામનું છે. રાજગૃહીનો નાલંદા પાડામાં બનેલી ઘટનાનું આમાં વર્ણન છે. નાલંદાની વિદ્યાપીઠ તો પૂરા વિશ્વમાં પ્રસિદ્ધ હતી. તે નાલંદા પાડામાં ભગવાન શ્રી મહાવીરદેવના પટ્ટશિષ્ય શ્રી ગૌતમસ્વામી અને ભગવાન પાર્શ્વનાથના શિષ્યો આચાર્ય ઉદય ને પેઢાલ : આ બન્નેનો સંવાદ થયો હતો. એ એક સંક્રમણ કાળ હતો, પ્રભુ પાર્શ્વનાથથી પ્રભુ મહાવીર સુધીનો ૨૫૦ વર્ષનો ગાળો એ બંને તીર્થકરોના નિર્વાણ વચ્ચેનો સમય હતો. તેમાં ૨૨૦ વર્ષ સુધીનો કાળ એ પાર્શ્વનાથ ભગવાનના શાસનનો કાળ હતો. ત્યારપછીનો કાળ એ શાસન સંક્રમણનો ગાળો કહી શકાય. - શ્રી પાર્શ્વનાથ પ્રભુનો આચાર માર્ગ અલગ હતો. એ સમયના જીવો ઋજુ અને પ્રાજ્ઞ હતા. તેથી તેમના આચારોમાં ઘણી વિવિધતાઓ અને પહેલી નજરે દેખાતી છૂટછાટો હતી. મહાવ્રતો ચાર જ હતાં. એટલે પાંચમું ન હતું એમ નહિ. પણ ચારમાં પાંચે પાંચ સમાઈ જતાં. બોલવાનાં નામ ચાર હતાં. પણ એ ચારનું અર્થઘટન એવું થતું કે એનાથી પાંચેયનું અણિશુદ્ધ પાલન કરવાનું રહેતું. એ શાસનના સાધુઓ ઋજુ અને પ્રાજ્ઞ હોવાથી જાણતા હતા કે, સ્ત્રીના સ્વીકાર વગર ભોગ ન થાય. અબ્રહ્મ સેવતાં પહેલાં એટલા સમય પૂરતો પણ સ્ત્રીનો સ્વીકાર કરવો અનિવાર્ય હોય છે, એ વિના સ્ત્રીભોગ શી રીતે થઈ શકે, એટલે એટલા સમય પૂરતા સ્ત્રીના સ્વીકારને પણ તેઓ પરિગ્રહ ગણતા અને એ રીતે કરાતા સ્ત્રીના પરિગ્રહથી પરિગ્રહ ત્યાગનું મહાવ્રત ગયું, એમ તેઓ માનતા. આ રીતે તેઓ સ્ત્રીને પણ દ્વિપદરૂપ પરિગ્રહ માનતા હતા. તેથી તેમનો “ચતુર્યામ ધર્મ કહેવાતો. એમને વસ્ત્રો રંગબેરંગી પણ હોય. એક જ સ્થાને વર્ષો સુધી રહી શકે. આ બધુ વર્ણન પર્યુષણમાં કલ્પધરના દિવસે આપણે સાંભળીએ છીએ. આવી રીતે ભગવાન પાર્શ્વનાથનું શાસન ચાલતું હતું અને તેમની પરંપરામાં થયેલા સાધુ-સાધ્વી, શ્રાવક-શ્રાવિકારૂપ ચતુર્વિધ શ્રીસંઘની શ્રદ્ધાભક્તિ-સમર્પણ મુખ્યપણે ભગવાન પાર્શ્વનાથ પ્રત્યે જ હોય તે સ્વાભાવિક છે. પરંતુ નિયમ છે – નવા તીર્થંકર પરમાત્મા થાય, તેઓ તીર્થની સ્થાપના કરે, એટલે જૂના તીર્થંકર પરમાત્માના સાધુઓ જેમ જેમ નવા તીર્થંકરના સંઘના પરિચયમાં આવતા જાય, તેમ તેમ નવા તીર્થંકર પરમાત્માના શાસનમાં દાખલ થતા જાય. Page #287 -------------------------------------------------------------------------- ________________ 268 ૨૯૮ ૧ – આગમ જાણો! શ્રી પાર્શ્વપ્રભુના શાસનના એ આચાર્ય ઉદય અને પેઢાલનો ગણધર ભગવંત શ્રીગૌતમસ્વામીજી મહારાજા સાથે મોટો સંવાદ થયો છે. આચાર્યોની કક્ષાના એ મહાપુરુષો પરસ્પર મળ્યા હશે અને તેમની વચ્ચે સંવાદ થયો હશે, તો તે સંવાદ કેવો હશે ? ઉદય અને પેઢાલ આચાર્યે શ્રીગૌતમસ્વામીજીને કહ્યું કે, “આપણે બંને મોક્ષમાર્ગના ઉપાસક છીએ. આહન્દુ ધર્મના આરાધક છીએ, છતાં આપણા આચારોમાં આટલો ફરક કેમ ? તે બધા પ્રશ્નોનાં સમાધાન ગૌતમ મહારાજાએ આપ્યા છે. ત્યારપછી આચાર્ય ઉદય અને પેઢાલે પોતાના પરિવાર સાથે ચતુર્યામવાળો ધર્મ છોડ્યો અને પાંચમહાવ્રતવાળો આચાર ધર્મ સ્વીકાર્યો. આખો એ સંવાદ તમે સાંભળશો-જાણશો ત્યારે ખબર પડશે કે, શાસનનું સંક્રમણ કેવી રીતે થાય છે ? આ સાતમું અધ્યયન પૂર્ણ થતાં બીજો શ્રુતસ્કંધ અને શ્રી સૂયગડાંગ પણ પૂર્ણ થાય છે. સભાઃ ચાર મહિનામાં પૂર સંભળાવશો ? પૂરું થાય તેમ લાગે છે ? સભાઃ જો ચાર મહિનામાં પૂરું ન થાય તો અમારે શું કરવું ? જ્યાં સુધી પૂરું ન થાય ત્યાં સુધી અમારી સાથે રહેવાનું નક્કી કરો. આનો રસ એટલા માટે જગાડ્યો છે કે, આપણા જીવનની સાર્થકતા ક્યાં છે, તેનો સૌને ખ્યાલ આવે ! અહીં રજૂ થતી આની આછેરી ઝલકનો જો આટલો આનંદ હોય તો જ્યારે એ મહાસાગરમાં ડૂબકી મારીને તેનાં મહામોતી મેળવીશું ત્યારે તેની અનુભૂતિ કેવી હશે ? શ્રુત મહાસાગરમાં ડૂબકી મારવાનો આનંદ : હવે તમને સમજાશે કે, પૂજ્યપાદ આચાર્યશ્રી આર્યરક્ષિતસૂરિજી મહારાજે એક દૃષ્ટિવાદ ભણવા સંસાર ત્યાગ શા માટે કર્યો ? હવે સમજાશે કે રાજપુરોહિત હરિભદ્ર બ્રાહ્મણે માત્ર એક ગાથાનો અર્થ જાણવા માટે સંસારત્યાગ શા માટે કર્યો ? અને એ જ્ઞાન મેળવ્યા પછી એમણે કેવી મહાનંદની-પરમાનંદની અનુભૂતિ કરી, તેનો તમને કાંઈ ખ્યાલ છે ખરો ? આ બધું ક્યારે વિચારશો ? Page #288 -------------------------------------------------------------------------- ________________ ૨૭૯ - ૧૩: બીજો મહાઅધ્યયન' શ્રુતસ્કંધનો મિતાક્ષરી પરિચય - 13 – 269 જૈનશાસનના બાળદીક્ષિતોનું જીવન શેના આધારે આનંદ-પ્રમોદમાં વીતતું હશે ? એનો કોઈ દિવસ વિચાર કર્યો છે ? જેની પાસે પાંચ ઈન્દ્રિયોના વિષયોની એક પણ સામગ્રી નથી, જેની પાસે દુનિયાના ભોગ-વિલાસનું એક સાધન નથી, છતાં તે દુનિયાથી અલિપ્ત રહી આનંદના મહાસાગરમાં વિલસતા રહે છે, તે શેના આધારે ? મુખ્યત્વે કહું તો એકમાત્ર શ્રતની ઉપાસનાના આધારે જ. પૂજ્ય ઉપાધ્યાયજી મહારાજે આ સવાલનો જવાબ આપ્યો છે. પૂજ્ય આચાર્યશ્રી હરિભદ્રસૂરીશ્વરજી મહારાજાનો “પંચવસ્તુક' નામનો એક મહાન ગ્રંથ છે. તેનો સહારો લઈને આ મહાપુરુષે “માર્ગ પરિશુદ્ધિ' નામના ગ્રંથની રચના કરી છે. ૧૫૦૦-૧૦૦૦ ગાથાના ગ્રંથને માત્ર ૩૦૦ ગાથામાં સમાવી લીધો છે. દક્ષિાની વય કઈ ? દીક્ષા કોને અપાય અને કોને ન અપાય તેની પણ વાતો ત્યાં કરી છે. કેટલાક કહે છે કે “ભક્ત ભોગીને જ દીક્ષા અપાય', તો કેટલાંક કહે છે કે, નવમે ગુણસ્થાનકે પહોંચીને જેણે ભોગકર્મનો ક્ષય કર્યો હોય તેને જ અપાય.” આવી અલગ અલગ માન્યતાઓ ધરાવતા મતો છે. તે મતોને નિરુત્તર કરતાં અને શાસ્ત્રીય સમાધાન કરતાં જણાવ્યું છે કે, “સામાન્યપણે આઠથી સિત્તેર સુધીની ઉંમરવાળાને દીક્ષા આપી શકાય. એમાંય આગળ કહ્યું કે, “શરીર સશક્ત હોય, અંગોપાંગ સાજાં હોય, સાધના અકબંધ કરી શકે તેમ હોય તો સિત્તેર પછીનાને પછી પણ આપી શકાય. તેમાં કોઈએ મુદ્દો ઉઠાવ્યો કે, “ભક્ત ભોગીને પતનની શક્યતા ઓછી છે, જ્યારે બાળ મુનિને માટે યુવાન થયા બાદ પતનની શક્યતા ઘણી છે.' ભક્ત ભોગી એટલે સાંસારિક કામ-ભોગ ભોગવી આવેલ. આ મુદ્દાનો જવાબ આપતાં કહ્યું કે, “પતનની જેટલી શક્યતા ભક્ત ભોગીને છે, તેટલી બાળકને નથી.' ફરી પ્રશ્ન થયો કે, “પણ શક્યતા તો છે ને ?' ત્યારે કહ્યું કે, “શક્યતા નથી, એમ નહિ પણ એ ઉભી જ ન થાય તેવી પરિસ્થિતિનું નિર્માણ કરવું જોઈએ. એ માટે શું કરવું જોઈએ એ સમજાવવા એક જ વાક્યમાં જવાબ આપી દીધો. વર્ષો પહેલાં જ્યારે આ સંવાદ વાંચવાનો થયો હતો ત્યારે આ શાસ્ત્ર માથે મૂકીને નાચવાનું મન થયેલું. એવું એકદમ તર્કશુદ્ધ-શાસ્ત્રશુદ્ધ અને અનુભવથી શુદ્ધ એ વાક્ય છે. Page #289 -------------------------------------------------------------------------- ________________ આગમ જાણો ! આવા સમયે આપણે કલ્પના કરીએ કે, બહુ તપ કરાવવો, બ્રહ્મચર્યની નવ વાડોનું પાલન કરાવવું, નબળા નિમિત્તો ન આવે તેની કાળજી રાખવી. આવું કાંઈક લખ્યું હશે. પણ ઉપાધ્યાયજી મહારાજે આપણી કલ્પનાથી જુદી એવી અહીં નવી જ વાત કરી છે. એમણે જે કહ્યું તે એક જ વાક્ય છે, બહુ ટૂંકું છે પણ એ ગંભીર અર્થથી ભરેલું છે. એમણે જણાવ્યું છે ૨૭૦ - ‘શ્રુતમમ્પનધિન કૃતવૃત્તો મતિ વાવંતિઃ ।' એને બાળપણથી જ એટલું બધુ ભણાવવું - શ્રુતમાં ડૂબાડી દેવો કે જેથી એને કૃતકૃત્યતાની-પૂર્ણતાની અનુભૂતિ થાય, પૂર્ણ આનંદની અનુભૂતિ થાય. મન બીજે ક્યારે ભટકે ? જ્યારે અંદરનો ખાલીપો હોય, ત્યારે ને ? જ્યારે આને શ્રુત એટલું ભણાવ્યું હોય કે અંદરનો કોઈ ખાલીપો લાગે જ નહિ. જ્ઞાનાનંદથી કૃતકૃત્ય થઈ ગયો હોય તેનો આનંદ પણ અકલ્પનીય, અવર્ણનીય જ હોય. અધ્યાત્મશાસ્ત્રોના મહિમાનું વર્ણન કરતાં આ અધ્યાત્મશાસ્ત્રોનો આનંદ કેવો હોય ? તે જણાવતાં લખ્યું છે કે, ચક્રવર્તીઓનાં ષડ્રસવાળા ભોજન ભોગવતાં જે આનંદ આવે તેનાં કરતાં કઈ ગણો વધારે આનંદ એના અભ્યાસમાં આવે. અત્યંત રૂપવાન, પ્રિય કામિનીના આશ્લેષમાં ભોગી માણસને જે આનંદ આવે તેના કરતાં અનંતગુણો આનંદ અધ્યાત્મશાસ્ત્રોના વાંચનમાં મળે છે. ‘રસો ભોળાવધિ જામે, સત્વક્ષ્ય મોનનાવધિ । अध्यात्मशास्त्रसेवायां, रसो निरवधि पुनः ।।' 270 ‘કામભોગમાં આનંદ જ્યાં સુધી કામભોગ ચાલે ત્યાં સુધી જ સુંદર ભોજનમાં આનંદ જ્યાં સુધી ભોજન ચાલે ત્યાં સુધી જ, જ્યારે અધ્યાત્મ શાસ્ત્રોની સેવા, અભ્યાસ, પરિશીલતમાં જે આનંદ હોય છે, તેની કોઈ અવિધિ-લિમિટ હોતી નથી.' અનંત આનંદ ! તમને આશ્ચર્ય સાથે આનંદ થાય એવી એક વાત કરું. ૫૨મતા૨ક ગુરુદેવના Page #290 -------------------------------------------------------------------------- ________________ ૨૭૧ – ૧૩ બીજો મહાઅધ્યયન શ્રુતસ્કંધનો મિતાક્ષરી પરિચય - 13 - 271 જીવનનું એ છેલ્લું વર્ષ હતું. અમદાવાદની સ્થિરતા અને માંદગી દરમ્યાન બનેલી આ ઘટના છે. તેઓશ્રીની શારીરિક ચિકિત્સા માટે એક ચિકિત્સક આવ્યા હતા. હિન્દુસ્તાનમાં નાડી વિજ્ઞાનના તેઓ સર્વશ્રેષ્ઠ અનુભવી હતા. એમણે પરમતારક ગુરુદેવશ્રીની નાડી હાથમાં લીધી, તપાસી, તો તેમના આશ્ચર્યનો પાર ન રહ્યો ! કહ્યું, “કેટલો અનહદ સાત્ત્વિક આનંદ ઘુમરાઈ રહ્યો છે એમના હૃદયમાં !” સાત્ત્વિકતાથી ભરેલો આવો અનહદ આનંદ આજે પહેલી વાર જોઈ રહ્યો છું આ નાડીમાં. એમણે અમને પૂછ્યું, “મહારાજ સાહેબ પાસે હમણાં કોઈ આવ્યું હતું ? કોઈ સારા સમાચાર આવ્યા હતા ?' જેટલી આનંદ મેળવવા અંગેની કલ્પનાઓ એ ચિકિત્સકના મનમાં હતી, તે બધી પૂછી લીધી. બધાનો ઉત્તર “ના” માં જ મળ્યો ! પછી એમણે પૂછયું કે “હમણાં મહારાજ સાહેબ શું કરતા હતા ?” અમે જણાવ્યું, “એક ગ્રંથ વાંચતા હતા, “શું વાંચતા હતા ?' અમે તે ગ્રંથનું નામ આપતાં કહ્યું કે “ગચ્છાચાર પન્ના.” પછી એમણે મહારાજજીને પૂછ્યું કે, “આ ગ્રંથ વાંચતાં આપને કેમ આવો અને આટલો બધો આનંદ આવ્યો, જરા સમજાવશો ?' મહારાજજીએ કહ્યું, “કેવો મજાનો આગમગ્રંથ છે. મારા ભગવાનની કેવી કરુણા ? મારા ભગવાને શાસનની, ગચ્છની, ગચ્છાધિપતિની, ગચ્છના સાધુસાધ્વીની કેવી સુંદર મર્યાદાઓ બતાવી છે ! કેવી સરસ હિતચિંતા કરી છે ? તે વાંચી મને તે વાંચીને મારું હૃદય આનંદથી ભરાઈ ગયું છે.” આ છે અધ્યાત્મશાસ્ત્ર સેવાનો આનંદ ! આ તો માત્ર સેમ્પલ બતાવું છું. આજે શ્રમણ-શ્રમણી સંસ્થામાં ક્યાંય થોડાઘણા પ્રમાણમાં હતાશા, શોક, વેદના, ક્લેશ કે સંક્લેશ દેખાતાં હોય તો એના મૂળમાં અમારો સ્વાધ્યાય ચૂકાયો, વાચના ગઈ તે કારણ છે. જે દિવસે આ સ્વાધ્યાય અમારા પ્રત્યેક સાધુઓના સાધુ જીવનનું અંગ બનશે તે દિવસથી તો તે સાધુની તોલે કોઈ નહીં આવે. ભગવાને સાધુને દિવસ દરમ્યાન પાંચ પ્રહર એટલે કે પંદર કલાક સ્વાધ્યાય કરવાનું કહ્યું છે. જે પંદર-પંદર કલાક સ્વાધ્યાયમાં ઝાકઝબોળ રહે તેનો આનંદ કેટલો અને કેવો હોય ? તે બરાબર વિચારજો. પછી તમે આવો તોય ગમે નહિ, વિક્ષેપ લાગે કે ક્યાં આવી ગયા ? Page #291 -------------------------------------------------------------------------- ________________ ૨૭૨ – ૧ – આગમ જાણો ! – - 272 જ્ઞાનસારમાં પૂ. ઉપાધ્યાયજી મહારાજે જ્ઞાનસાગરમાં મગ્ન થયેલ મહાત્માઓના આનંદ અને જ્ઞાનાસ્વાદમાં આવતા અંતરાયો વખતની તેમની પીડાનું તાદશ વર્ણન કરતાં “જ્ઞાનસાર'માં લખે છે કે - 'यस्य ज्ञानसुधासिन्धौ, परब्रह्मणि मनता । विषयान्तरसञ्चार-स्तस्य हालाहलोपमः ।।' ‘જે સાધુ ભગવંતને જ્ઞાનરૂપી અમૃતના સાગરમાં એટલે કે પરબ્રહ્મમાં મગ્નતા પ્રગટે છે, તેમને અન્ય વિષયોમાં જવું એ જાણે હલાહલ ઝેર પાચન કરવા સમાન લાગે છે.' ધર્મલાભ એટલે શું? જાણી લો !: પરમતારક ગુરુદેવ અમદાવાદમાં હતા ત્યારની આ વાત છે, શ્રમણ જીવનની શરૂઆતમાં વર્ષો પારાવાર ઝંઝાવાતમાં વિત્યાં, ત્યારની આ વાત છે. તે સમયે રોજ બેથી અઢી કલાકનાં પ્રવચનો થતાં. પ્રવચન પૂરું થતાં જ તેઓશ્રી ખૂણે પુસ્તક લઈને સ્વાધ્યાય કરવા બેસી જતા. કર્તવ્ય નિભાવ્યું એટલે પતી ગયું. દુનિયાથી એ અલિપ્ત હતા, એ વખતે પૂરા ગુજરાતમાં “રામવિજયજી મહારાજના નામની ખ્યાતિ હતી. એમનો જેમ વિરોધી અને શ્રદ્ધાળુ વર્ગ હતો, તેમ રામવિજયજી મહારાજ બાળ બ્રહ્મચારી-મહાસમર્થ છે, તેમની એક નજર પડી જાય તો આપણો બેડો પાર થઈ જાય, તેવું માનનારો અને અનુભવનારો પણ એક વર્ગ હતો. સવારથી સાંજ સુધી વંદન માટે લોકોનો આવરો-જાવરો ચાલુ જ રહેતો છતાં તેઓ પોતાની દુનિયામાં મસ્ત રહેતા. આના પરિણામે આખા અમદાવાદમાં એક વાવંટોળ ઉભો થયો કે, “રામવિજયજી બહુ અહંકારી છે, અભિમાનનું પૂતળું છે. ગમે તેવા દૂરદૂરથી આવ્યા હોઈએ તો પણ સમય આપતા નથી, ધર્મલાભ પણ આપતા નથી, અમારી સામે ઊંચું મોં કરી જોતા પણ નથી. જ્યારે જુઓ ત્યારે પોતાનાં પ્રત-પુસ્તકો લઈને બેઠા હોય ! એમને ખબર ન હતી કે સ્વાધ્યાય-શ્રુતપાસના તો સાધુ જીવનનો પ્રાણ છે. એના વિના સાધુ ટકી શકે શી રીતે ? અજ્ઞાનયોગે અનાદિકાળથી રખડતા આત્માનો જો કોઈ સહારો હોય તો તે જ્ઞાન છે અને એ જ્ઞાનને પામવાનું માધ્યમ આ ધર્મશાસ્ત્રો છે. સાધુ બન્યા પછી જો એ આ શાસ્ત્રો નહિ વાંચે તો વાંચશે જ્યારે? Page #292 -------------------------------------------------------------------------- ________________ ૨૭૩ --- ૧૩ : બીજો ‘મહાઅધ્યયન' શ્રુતસ્કંધનો મિતાક્ષરી પરિચય - 13 કેટલાક ભક્તિવાળા આગેવાનો મહારાજજીને પરિસ્થિતિનો ખ્યાલ આપી ગયા અને કહ્યું, ‘સાહેબ આનો કાંઈક રસ્તો કરો તો સારું.’ ‘કરી દઈશું.’ શું કર્યો હશે ? સારું, કલાક તમારા માટે ફાળવી દઈશ, એમ ? ના. બીજે દિવસે હકડેઠઠ સભા ભરાઈ હતી. બરાબર વ્યાખ્યાન જામ્યું ત્યાં મહારાજ સાહેબે પ્રશ્ન છેડ્યો, તમે બધા દૂર દૂરથી આવો છો અને હું તમને ધર્મલાભ પણ નથી આપતો, તે તમને નથી ગમતું, બરાબર ને ? એ સભામાં તો કોઈપણને બોલવાની છૂટ હતી. બધા બોલી ઉઠ્યા, ‘વાતમાં ખોટું શું છે ? ધર્મલાભ તો આપવો જ જોઈએ ને !' એ લોકો એમ માનતા હતા કે, આ ધર્મલાભના આશીર્વાદમાં બધુ જ આવી જાય. તેમાં ધનવૃદ્ધિર્મવતુ, પુત્રવૃદ્ધિર્મવતું બધું જ આવી જાય, ઓલ-ઈન-વન. મહારાજ સાહેબે કહ્યું, ‘તમારે ધર્મલાભ જોઈએ છે ને ?’ સભાએ એકી અવાજે કહ્યું, ‘હા ? એ માટે તો દોડી દોડીને આવીએ છીએ ?' પછી મહારાજજીએ ફરી પ્રશ્ન કર્યો, ‘ધર્મલાભનો અર્થ શું છે, જાણો છો ?’ સભાએ કહ્યું, ‘ના, એ તો અમને ખબર નથી ?' મહારાજ સાહેબે કહ્યું, ‘તો સાંભળી લો - એનો અર્થ છે કે, વહેલામાં વહેલી તકે તમને આ રજોહરણ મળો. બોલો, કોને જોઈએ છે ? હું આપું !' તત્ત્વ સમજવા ગમે ત્યારે આવો, પણ સમય પસાર કરવા કે તમારા સાંસારિક સ્વાર્થ સાધવા અમારી પાસે ભૂલે-ચૂકે પણ આવતા નહિ. મારું કે તમારું દુઃખ આ શાસ્ત્ર અભ્યાસ વગર કોઈ દૂર કરી શકશે નહિ. આનો આનંદ કેટલો હોય તે તો એને માણનારો જ જાણે અને માણે. આ તો હજી છાંટણાં ઉડ્યાં છે - છાંટણાંનો જો આ આનંદ હોય તો જ્યારે અંદર ડૂબકી મારશો તો કેટલો આનંદ આવશે ? માટે જ કહેવત પડી ને કે ― 273 વિશેષ વાતો હવે પછી. ‘મહીં પડે તે મહાસુખ માણે.’ - (પહેલો ભાગ પૂર્ણ) Page #293 -------------------------------------------------------------------------- ________________ ત્રણે ભાગમાં પ્રયોજાયેલ દષ્ટાંતોની અનુક્રમણિકા અનુ. દષ્ટાંતો વિષય * સળંગ પૃષ્ઠ છે જે છે ? ૧૧. 89. | ૧૧૧ 111 117) 122 આર્યરક્ષિતસૂરિજી અનુયોગ વિભાગ ૨. | મહાવીર પ્રભુ જીવન દર્શન ૩. ઋષભદેવ પ્રભુ માતા-પિતા છતે દીક્ષા ૪. નેમિનાથ પ્રભુ માતા-પિતા પોતે દીક્ષા ૫. શંકર-ગંગા ગણધર ત્રિપદી ઝીલે ૬. પક્ષી મા-બચ્યું પદાર્થ સરલીકરણ હીરસૂરિજી-અસ્વાધ્યાય ગુરુભક્તિનો એક પ્રકાર દેવચંદ્રસૂરિજી-પાહિણી ગુરુભક્તિનો શ્રેષ્ઠ પ્રકાર ક્ષીરકદંબક પાઠક વિશેષજ્ઞતા ચિત્રકાર-પુત્ર અહંકાર-વિદ્યાનાશ કાલિકસૂરિજી સામાચારી ફેરફાર મહારાજા શ્રેણિક વ્રત દઢતા મહાસતી સુલસા સમ્યક્ત દઢતા ૧૪. | ભરૂચનો શ્રાવક વ્રત દઢતા | રામચંદ્રસૂરિજી અનુકૂળ ઉપસર્ગ પુણિયો શ્રાવક સામાયિક-સંવેગ સુબાહુકુમાર દષ્ટિપરિવર્તન-વૈરાગ્ય ૧૮. | માપતુષ મુનિ વૈર્ય-ગુર્વાલા ગૌતમસ્વામીજી પૃચ્છનાની રીત ડહોળામણ રાજકુળ ધાવમાતા પ્રવચનમાતા અકબર-બિરબલ અનુકરણ કોનું કરાય? ૨૩. પુણિયો શ્રાવક સાધર્મિકભક્તિ ધન્નાજી. ઘરના સંવાદો કાલસૌરિક-લોહખુર-ગોશાળો હું પણ આખુ છું આર્યરક્ષિતસૂરિ-રુદ્રસીમા સમકિતી મા કેવી હોય? આત્મારામજી મહારાજ યતિસંસ્થા નાબૂદી | ધૂલિભદ્રસૂરિ અયોગ્યતા સિદ્ધસેન દિવાકર અયોગ્યતા હેમચંદ્રસૂરિ-સુવર્ણસિદ્ધિયાચના અયોગ્યતા સિંહગુફાવાસી મુનિ-કોશા | | અનુકૂળ ઉપસર્ગ = 2 2 2 = 6 ૭ = = = ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ 0 જ જ જ જ જ - | 30. 154 157) 158 પાડો 167 I89 92 193 206 214 230 Page #294 -------------------------------------------------------------------------- ________________ ૨૭૫ - અનુક્રમણિકા 275 અનુ. દષ્ટાંતો વિષય પ્ર. | પૃષ્ઠ |સળંગ પૃષ્ઠ 244 246ી 247) 247 263 265 267) DIII ૦૨ | 212 બોધ 281 282 282 289 291 303 ૩૨. રામચંદ્રસૂરિજીકાનપુરના સંન્યાસી જૈન સાધ્વાચાર ૩૩.| રામચંદ્રસૂરિજી-હસ્તગિરિ તીર્થ | પ્રોજેક્ટ-તીર્થ ૩૪. કેલાશસાગરસૂરિજી-હસ્તગિરિ નિઃસ્પૃહતા ૩૫. રામચંદ્રસૂરિજી-જૈન પ્રવચન પ્રોજેક્ટ-છાપું આદિનાથ પ્રભુ કળા શિલ્પ કલ્પરૂપે પ્રવર્તન આર્દ્રકુમાર-તાપસો ચર્ચા-વાદ ઉદય-પેઢાલ-ગૌતમસ્વામી સંવાદ રામચંદ્રસૂરિજી-હર્ડીકરવેરાજ સ્વાધ્યાય આનંદ રામચંદ્રસૂરિજી | અમદાવાદના શ્રાવકો ધર્મલાભ ૪૧. ' મહાવીર પ્રભુ-લોકાંતિક દેવ | બોધ ૪૨. મહાવીર પ્રભુ-ચંડકૌશિક સર્પ બોધ | મુનિસુવ્રત પ્રભુ-ઘોડો જંબુસ્વામી મહાવીરસ્વામી-રોહિણીયો ચોર બોધ પિતા-ત્રણ પુત્રો પરમાર્થ કાઢવો પિતા-પુત્રી સ્વાધ્યાય હિત આર્દ્રકુમાર પુરુષાર્થ સંન્યાસી-બાવલું સાવધાની રામચંદ્રસૂરિજી ચિંતન રામચંદ્રસૂરિજી ઉપદેશ શૈલી સુધર્માસ્વામી-જંબુસ્વામી | સંવાદ કૃષ્ણ-અર્જુન સંવાદ ૫૪. | રામચંદ્રચકિજ રામચંદ્રસૂરિજી-ભક્ત કસોટી રામચંદ્રસૂરિજી-વકીલ વૈરાગ્યનિકષ પક. | ગૌતમસ્વામીજી પ્રમાદ આતંકવાદી-અપહરણ અવાજ કોનો ? શક્તિશાળી માણસ-કમળપત્ર સમયની સૂક્ષમતા રામચંદ્રસૂરિજી મિથ્યાત્વ પર પ્રહાર ભરત-બાહુબલી સમકિતીની મનોદશા રામચંદ્રજી-સીતાજી-લક્ષ્મણ રાગ ખટકે ૬૨. શાલિભદ્ર-નોકરો ઉદારતા ૬૩. પ્રજાપાલ રાજા દાન ગુણ ૯૪. | કવિવર માઘ-માઘપત્ની | દાન વ્યસન ૪૭. 309 327 ૧૧ 335 338 344 પ . પપ.) 344 349 349. 359. 369. 311 379 384 388 409) પ૯. ૧૮ ૧૩૫ 410 Page #295 -------------------------------------------------------------------------- ________________ ૨૭૬ – ૧ - આગમ જાણો ! -- 26 અનુ. દષ્ટાંતો વિષય પ્રવે. પૃષ્ઠ સળંગ પૃષ્ઠ 423 435 449 465 493 501 503 513 516 ૮૧. ઉપ. પતિ-પત્ની સંવાદ પ્રમાદ-માયા ૯૭. ચિત્ર-સંભૂતિ નિમિત્તની અસર ૩૭. અનુસુંદર ચક્રવર્તી ચક્રવર્તી ય દયાપાત્ર ૧૮. રામચંદ્રસૂરિજી-અજેન જેઠાભાઈ | બંધન તોડ્યું વેપારી-ઘેબર-જમાઈ વૈરાગ્ય મિલમાલિક-શ્રાવક-ગુરુભગવંત | ચોયણા શબ્દો રામચંદ્રસૂરિજી ચોયણા શબ્દો ૭૨. એક શ્રોતા-થેલીમાં ચંપલ | પરિગ્રહ સંજ્ઞા ૭૩. જૂનો ગ્રામીણ-ચલમ અંગારો | અનર્થબુદ્ધિ ૭૪. રામચંદ્રસૂરિજી-શ્રીમંત ભક્ત | હિતશિક્ષા ૭પ. રામચંદ્રસૂરિજી-શ્રીમંત સંઘવી | હિતશિક્ષા ૭૭. લક્ષ્મી બે રૂપ દેવી-ડાકણ અર્થ-અનર્થતા ૭૭. રામચંદ્રસૂરિજી દિક્ષાયુગપ્રવર્તન ૭૮. સાધુઓ અને પુસ્તકો પરિગ્રહ ૭૯. પેથડશા-પ્રથમિણી બંધન ત્યાગ-બ્રહ્મચર્ય આનંદાદિ દશ શ્રાવકો કબૂલાત સિકંદર નામાંકિત-નામચીન દારૂડીયો-ગટર સુખ-ભ્રમ બાળક-રેતીનું ઘર સુખ-ભ્રમ ૮૪. સીમંધર પ્રભુ-ઈન્દ્ર ધનવૃષ્ટિ યમરાજ-કોળીયો મૃત્યુ કંસારાના કબુતર ઉપદેશ અસર ૮૭. | રામચંદ્રસૂરિજી-શ્રીમંત દલાલ અર્થ વિનય ગોભદ્ર બ્રાહ્મણ શ્રીમંતનાં દુઃખો આનંદ-કામદેવ પરિગ્રહ ત્યાગ આદિનાથ પ્રભુ-૯૮ પુત્રો ત્યાગ ૯૧. ખાણીયો મજુર ૯૨. મહાવીર પ્રભુ-નાવિક સમભાવ બંગલો-સંડાસ ગરજ હરિભદ્રસૂરિજી સંવિગ્નપક્ષી દેવચંદ્રસૂરિજી-પથ્થર ભાવના યશોવિજયજી ઈચ્છાયોગ ૯૭. |આનંદ-કામદેવ મમતા ત્યાગ જનક વિદેહી જ્ઞાતાદ્રષ્ટાભાવ ૯૯. | મહાવીર પ્રભુ-ભમરાનો ઉપદ્રવ | સમભાવ 535 ૨૩૨ 536/ ૨૩૨ 536/ - 549| ૧૩ 553 557 569) 575 588 તૃષ્ણા 591 605 | ૨૦ | ૮૧ | 6 Page #296 -------------------------------------------------------------------------- ________________ ૨૭૭. અનુક્રમણિકા - 277 અનુ. દષ્ટાંતો વિષય પ્રવ. | પૃષ્ઠ | સળંગ પૃષ્ઠ ૨૯| ૮૯ | 629 ૨૩ ૯૩ | 633 038 ૧૦૩. | ૨૭ ૧૦૧ | 641 643 ૨૭] ૧૦૪ | 644 ૨૭૧૦૪] 644 ૧૦: ૧૦૭. | 7. 643 645 ૧o૯. 665 667 ૧૦૦. | રામચંદ્રસૂરિજી-શ્રાવકો ધંધો બંધ કરવો ૧૦૧. | યુદ્ધ-માયકાંગલા પરાક્રમહીનતા ૧૦૨. | હાથીનું આળોટવું હિંસા | બંધક મુનિ હિંસાનું ફળ ૧૦૪. | સર્પો-વૃક્ષમાં ખીલે ઠોકવું હિંસા ગાય-બળદ-ગરમ પાણી હિંસા બાળકો-શિક્ષણ હિંસા મા-બાપ ભૃણહત્યા ૧૦૮ હીરાનો ધંધો હિંસા વિજળી સજીવ છે ચર્ચા-સ્વચ્છંદ તામલી તાપસ હિંસા-કતલખાના જૈન ઘરો-જીવવિચાર શિક્ષણ શોકસભા નફ્ફટાઈ ૧૧૩. નિર્ધામણા ભય ૧૧૪. નિર્ધામણા મમતા ૧૧૫. | નિર્ધામણા લોભવૃત્તિ ૧૧૩. નિર્ધામણા મોહ-અજ્ઞાન ૧૧૭. કલ્યાણમિત્ર દાનાંતરાય નાશ ૧૧૮. સંન્યાસી-યુવાન અન્યત્વ ભાવના ૧૧૯. | સંન્યાસી-યુવાન સ્વાર્થના સગાં ૧ ૨૦. | ચોસઠપ્રહરી પૌષધ (ધર્માનુષ્ઠાન) | લોભથી ધર્મક્રિયા ૧૨૧. | પુણિયો શ્રાવક સંતોષ ૧૨૨. શ્રીમંત અવદશા ૧૨૩. | મહાવીરદેવ-ધન્નાજી-શાલિભદ્રજી સંપત્તિમાં સુખ નથી | લક્ષ્મણજી-સીતાજી અશરણે ૧૨૫. | ઘરડો-વિજ્ઞાન વાસના-અજ્ઞાન ૧૨૭. | રાજસ્થાનનો એક પ્રસંગ-ચાતુર્માસ વિષાનુષ્ઠાન ૧૨૭. | | ગુજરાતનો એક પ્રસંગ-જિનાલય | વિષાનુષ્ઠાન ૧૨૮. | સાધુઓ-વાર્તાલાપ પ્રોજેક્ટ-રમત ૧૨૯. | મદારી-સાપ કાળજી ૧૩૦. | ઉપવાસનું પારણું-ગરોળી પરિણામ વિચાર ૧૩૧. | સાસુ-વહુ-ઝઘડો શિખામણ-હિત ૧૩૨. | હેમચંદ્રસૂરિજી-કુમારપાળ હિત-જવાબદારી ૧૩૩. | જંબૂસ્વામીજી આદિ ચંચલચિત્તા (!) ૧૩૪. | ચોમાસાના આરાધકો બંધનમુક્તિવાળા 696 100 711 | 71I 736 152 22 7TH 1939 Page #297 -------------------------------------------------------------------------- ________________ ત્રણે ભાગમાં પ્રયોજાયેલ શાસ્ત્રોનો અકારાદિક્રમ ૩૨. ગચ્છાચાર પયજ્ઞા ૩૩. ગીતગોવિંદ ૩૪. ગીતા (અર્જુન) ૧. અખા-દુહા ૨. અધ્યાત્મસાર ૩. અધ્યાત્મની સજ્ઝાય ૪. અનુયોગદ્વાર ૫. અમૃતવેલી સજ્ઝાય ૬. અંતરાયકર્મની પૂજા ૭. અંતરીક્ષ પાર્શ્વનાથ સ્તવન ૮. અર્થશાસ્ત્ર ૯. અષ્ટક પ્રકરણ ૧૦. આચાર દિનકર ૧૧. આચારાંગ ૧૨. આનંદઘન ચોવીસી ૧૩. આવશ્યક સૂત્ર ઈરિયાવહી ૧૪. ઓઘનિયુક્તિ ૧૫. ઔપપાતિક સૂત્ર ૧૬. ઈન્દ્રિયપરાજય શતક ૧૭. ઉત્તરાધ્યયન સૂત્ર ૧૮. ઉત્તરાધ્યયન ચિત્ર-સંભૂતીય અધ્યયન ૧૯. ઉપદેશ રહસ્ય ૨૦. ઉપદેશમાળા ૨૧. ઉપમિતિ ભવપ્રપંચા કથા ૨૨. ઉપાસક દશાંગ ૨૩. ઉમાસ્વાતિ પ્રઘોષ ૨૪. કર્મગ્રંથ ૨૫. કલ્પદીપિકા ૨૬. કલ્પકિરણાવલી ૨૭. કલ્પસૂત્ર ૨૮. કલ્પસૂત્ર સામાચારી ૨૯. કલ્પસૂત્ર સુબોધિકા ૩૦. કુમારપાળ રાસ ૩૧. કુમારપાલદેવ ચરિત ૩૫. ગુરુતત્ત્વ વિનિય ૩૬. ગૌતમસ્વામીનો રાસ ૩૭. જન્મભૂમિ પંચાંગ ૩૮. જીતલ્પ ભાષ્ય ૩૯. જંબૂસ્વામીનો રાસ ૪૦. તત્ત્વનિર્ણય પ્રાસાદ ૪૧. તત્ત્વતરંગિણી - મૂળ ૪૨. તત્ત્વતરંગિણી – ટીકા ૪૩. તત્ત્વાર્થ સૂત્ર ૪૪. તત્વાર્થ આધકારિકા ૪૫. ત્રિષષ્ટિશલાકા પુરુષ ચરિત્ર પર્વ-૧૦ ૪૬. ત્રિષષ્ટિશલાકા પુરુષ ચરિત્ર પર્વ-૭ ૪૭. દશવૈકાલિક ૪૮. દશવૈકાલિક ચૂલિકા-૨ ૪૯. દશવૈકાલિક નિર્યુક્તિ ૫૦. દસસાવય રિય ૫૧. દીપોત્સવ કલ્પ ૫૨. દ્રવ્યસપ્તતિકા ૫૩. દ્વાત્રિંશદ્ દ્વાત્રિંશિકા ૫૪. ધર્મરત્ન પ્રકરણ ૫૫. ધર્મસંગ્રહ પ૭. ધ્યાનશતક ૫૭. નવતત્ત્વ પ્રકરણ ૫૮. નવપદ પૂજા ૫૯. નિશ્ચયવ્યવહાર ગર્ભિત સીમંધર જિનસ્તવન ૬૦. નીતિશાસ્ત્ર ૭૧. નંદીસૂત્ર Page #298 -------------------------------------------------------------------------- ________________ ૨૩૯ india.com ૬૨. પતન અને પુનરુત્થાન ૬૩. પંચવસ્તુક ગ્રંથ ૬૪. પંચસૂત્ર ૭પ. પાક્ષિક સૂત્ર ૬૬. પાર્શ્વનાથ થોય ૬૭. પરિશિષ્ટ પર્વ ૬૮. પીસ્તાલીસ આગમની પૂજા ૬૯. પ્રજ્ઞાપના સૂત્ર ૭૦. પ્રમાણમીમાંસા ૭૧. પ્રશમરતિ ૭૨. પ્રશ્નવ્યાકરણ ૭૩. પ્રવચન સારોદ્વાર ૭૪. બ્રહ્મસિદ્ધાંત સમુચ્ચય ૭૫. બૃહત્કલ્પભાષ્ય ૭૬. ભક્તામર સ્તોત્ર ૭૭. ભગવતી સૂત્ર ૭૮. ભરત ચક્રીની સજ્ઝાય ૭૯. મમતા (સ્મૃતિ ગ્રંથમાળા) ૮૦. મહાભારત (અજૈન) ૮૧. મહાવીરચરિય ૮૨. માયાની સજ્ઝાય ૮૩. માર્ગ પરિશુદ્ધિ ૮૪. મૂર્ખની સજ્ઝાય ૮૫. યોગઢષ્ટિ સમુચ્ચય શાસ્ત્રોનો અકારાદિક્રમ ૮૬. યોગબિંદુ ૮૭. યોગક્વિંશિકાવૃત્તિ ૮૮. યોગશતક ૮૯. યોગશાસ્ત્ર ૯૦. રત્નાકર પંચવિંશિકા (સં.) ૯૧. રત્નાકર પચ્ચીશી (ગુ.) ૯૨. લલિતવિસ્તરા ૯૩. વંદિત્તા સૂત્ર ૯૪. વિશેષાવશ્યક ભાષ્ય ૯૫. વીતરાગ સ્તોત્ર ૯૬. વૈરાગ્ય શતક ૯૭. વૈરાગ્યની સજ્ઝાય ૯૮. વ્યવહાર સૂત્ર ૯૯. વ્યવહાર ભાષ્ય ૧૦૦, શંખેશ્વર પાર્શ્વનાથ સ્તવન ૧૦૧, શાંત સુધારસ ૧૦૨. શાસ્ત્રવાર્તા સમુચ્ચય ૧૦૩. શ્રાવક જીવનની કરણીની સજ્ઝાય ૧૦૪. શ્રાદ્ધવિધિ મૂળ-ટીકા ૧૦૫. શ્રાવકધર્મવિધિ પ્રકરણ ૧૦૬. શ્રીપાળ રાજાનો રાસ ૧૦૭. શ્રીપાળ ચરિત્ર (જ્ઞાનવિમલ સૂરિ) ૧૦૮. ષોડશક પ્રકરણ ૧૦૯. સન્મતિતર્ક ૧૧૦. સમકિતની ૬૭ બોલની સજ્ઝાય ૧૧૧. સમરાદિત્ય કેવળી ચરિત્ર ૧૧૨. સંથારા પોરિસી ૧૧૩. સંબોધ પ્રકરણ ૧૧૪. સંબોધ સિત્તરી ૧૧૫. સવાસો ગાથાનું સ્તવન ૧૧૭. સાડી ત્રણસો ગાથાનું સ્તવન ૧૧૭. સુકૃત સાગર ૧૧૮. સુલસા ચરિત્ર ૧૧૯. સૂયગડાંગ-ચૂર્ણિ 279 ૧૨૦. સૂયગડાંગજી ટીકા ૧૨૧. સૂયગડાંગ-નિર્યુક્તિ ૧૨૨. સૂયગડાંગજી સૂત્રની સજ્ઝાય ૧૨૩. સ્થાનાંગ સૂત્ર ૧૨૪. સ્તુતિ ૧૨૫. સ્નાત્રપૂજા ૧૨૭. હૃદય પ્રદીપ છત્રીસી ૧૨૭. હિતોપદેશ ૧૨૮. હૈમસંસ્કૃત પ્રવેશિકા ૧૨૯. જ્ઞાનસાર Page #299 -------------------------------------------------------------------------- ________________ ૧૦૦/ જન્માર્ટ પ્રદાન જૈન આરાધના ભવન, પાછીયાની પોળ, રીલીફ રોડ, અમદાવાદ-૧. ફોનઃ ૨૫૩૫ ૨૦૭૨ - ફેક્સઃ ૨૫૩૯ ૨૭૮૯ - E-mail : sanmargn@icenet.net પૂ. આ. શ્રી વિજય રામચંદ્રસૂરિ સ્મૃતિ ગ્રંથમાળા નં. નામ કિંમત ૧. સ્મૃતિ ગ્રંથમાળા (૨૧-૨૨ પુસ્તકોના ચાર સેટ) (અપ્રાપ્ય) ૨. સમ્યગ્દર્શન ૩. આચારાંગ સૂત્રનાં (ધૂતાધ્યયન)-વ્યાખ્યાનો (ભાગ-૧ થી ૧૫) ૨૦00/૪. જૈનશાસનની મિલકત (અપ્રાપ્ય) ૫. આત્માની ત્રણ અવસ્થાઓ (અપ્રાપ્ય) ૬. સનાતન સત્યનો સાક્ષાત્કાર ૪૦/૭. વંદિત્તા સૂત્રનું વિવરણ પ૦૮. રામાયણનો રસાસ્વાદ (અપ્રાપ્ય) ૯. આર્યસંસ્કૃતિનો આદર્શ (અપ્રાપ્ય) ૧૦. વિંશતિ-વિશિકા Sol૧૧. નનશાસન પ્રતિ દHIRT ૩ત્તરવયિત્વ અન્ય પ્રકાશનો . ૧. મૃત્યુની મંગળપળે - સમાધિની સાધના ૫૦/૨. અરિહંતના અતિશયો (અપ્રાપ્ય) ૩. અહંન્નમસ્કારાવલી ૨૦/૪. વિશ્વવિજ્ઞાન પ્રાચીન અને નવીન (અપ્રાપ્ય) ૫. દ્રવ્યસપ્તતિકા ૧૦૦૬. પ્રેરક પરિવર્તન ૫૦/૭. ભાવપ્રતિક્રમણનું તાળું ખોલો ૬૦૮. વૈરાગ્યશતક-ઈન્દ્રિયપરાજયશતક ૭૦૯. નેમિદૂત કાવ્યમ (અપ્રાપ્ય) ૧૦. શ્રાદ્ધવિધિ પ્રકરણ ૧૨૫/૧૧. શ્રાવકધર્મ ધર્મસંગ્રહ સારોદ્ધાર ભાગ-૧ ઉ૦/૧૨. સૂત્રસંવેદના ભાગ-૧ ૫૦/૧૩. સૂત્રસંવેદના ભાગ-૨ ૧૪. શ્રમણ ઉપયોગી સૂત્ર-સાર્થ ૪૦/૧૫. શ્રમણ ધર્મ ધર્મસંગ્રહ સારોદ્ધાર ભાગ-૨ ૫૦/ ક0/ Page #300 -------------------------------------------------------------------------- ________________ કિંમત ૩૦/ ૨૦/ - પ્રવચનપ્રભાવક ગ્રંથમાળા જ (પ્રવચનકાર : પૂ. આ. શ્રી વિજય કીર્તિયશ સૂ. મ. સા.) નં. નામ ૧. પ્રવચનનું પ્રતિબિંબ ૫૦/૨. નવપદ ઉપાસના Sol૩. નવપદના ઉપાસકો (શ્રીપાળ-મયણા) (અપ્રાપ્ય) ૪. સાધના જીવનના ચડાવ ઉતાર (અપ્રાપ્ય) ૫. પ્રાર્થના સૂત્રના માધ્યમે પરમાત્માને પ્રાર્થના ૬. જિનાજ્ઞા પરમમંત્ર (અપ્રાપ્ય) ૭. જિનાજ્ઞા જીવનમંત્ર (અપ્રાપ્ય) ૮. માર્ગ : દુઃખમુક્તિ અને સુખપ્રાપ્તિનો (અપ્રાપ્ય) ૯. આત્મા જ સંસાર આત્મા જ મોક્ષ (અપ્રાપ્ય) ૧૦. આત્મા જ સંસાર આત્મા જ મોક્ષ (અપ્રાપ્ય) ૧૧. અહિંસાનો પરમાર્થ ૨૫/૧૨. ધર્મમાં ભાવવિશુદ્ધિની અનિવાર્યતા ૧૩. તપસ્યા કરતાં કરતાં હો ડંકા જોર બજાયા હો. ૨૫/૧૪. સાધના અને સાધક ૨૦/૧૫. આત્મધ્યાનના અવસરે (અપ્રાપ્ય) ૫૦/૧૬. સમકિતનો સંગ મુક્તિનો રંગ ૧૭. જૈનસંઘના મોભીઓને માર્ગદર્શન (પેપરબેક) ૫૦/૧૮. ઝાણું : (મનને જાણો ! મનને જીતો !) પેપરબેક ૩૦/૧૯. આગમ જાણો ! (સૂયગડાંગ સૂત્રનાં વ્યાખ્યાનો ભા. ૧) ક0/૨૦. આતમ જાગો ! (સૂયગડાંગ સૂત્રનાં વ્યાખ્યાનો ભા. ૨). ર૧. બંધન જાણો ! બંધન તોડો ! (સૂયગડાંગ સૂત્રનાં વ્યાખ્યાનો ભા.૩) ૯૦/ * प्रवचनप्रभावक हिन्दी ग्रंथमाला * १. जिनाज्ञा परममंत्र ૩૬/२. प्रार्थनासूत्र के माध्यम से परमात्मा को प्रार्थना ર૬/३. जैन संघ के अग्रणिओं को मार्गदर्शन ૫૦/४. आत्मध्यान के अवसर पर ૨૦/* English Books * 1. Jainism A Glimpse 20/2. Atma The Self 25/3. Dēvasia-rāia Pratikramana Sūtra 30/ ૪૦/ ) Page #301 -------------------------------------------------------------------------- ________________ પૂ. આ. શ્રી વિજય રામચંદ્રસૂરિ સ્મૃતિ સંસ્કૃત-પ્રાકૃત ગ્રંથમાળા જ १. जीवनसाफल्यदर्शनम् (श्री विजय रामचन्द्रसूरि) ५०-०० २. दर्शनशुद्धिप्रकरणम् (बृहद्वृत्ति सह) १००-०० ३. धर्मोपदेश काव्यम् (सटीक) (श्री लक्ष्मीवल्लभगणि) ६०-०० ४. नवस्मरण-गौतमस्वामी रास ६३-०० ५. इन्द्रियपराजयशतक (सटीक) (श्री गुणविनयगणि) ६०-०० ६. दीपोत्सवकल्प (श्री हेमचन्द्रसूरि विरचित) ५०-०० ७. श्रीश्रीपालचरित्रम् (श्री ज्ञानविमलसूरिकृतम्) ६५-०० ८. श्रीश्रीपालचरित्रम् (श्री सत्यराजगणि विरचितं) १००-०० ९. योगविंशिका-प्रकरणम् (श्री हरिभद्रसूरि विरचित) २५-०० १०. हितोपदेशः सटीक (श्री प्रभानंदसूरि) प्रत। ३००-०० • प्राकृत-संस्कृत शब्दकोश ४०-०० ११. उत्तराध्ययनसूत्र सटीक प्रत (पं. श्री. भाव वि. कृत) ३००-०० १२. षड्दर्शन समुच्चय (गुज. भावानुवाद) भाग-१ १३०-०० १३. षड्दर्शन समुच्चय (गुज. भावानुवाद) भाग-२ १५५-०० १४. हितोपदेशः (मूल-वृत्ति-कथा-तुला-टिप्पणीसमन्वितः) १७५-०० १५. हितोपदेशः (कथारहित-वृत्तिसमन्वितः) ७५-०० અન્ય પ્રકાશન જૈન આરાધના ભવન, પાછીયાની પોળ, રીલીફ રોડ, અમદાવાદ-૧ Ph. : 2535 2072, Fax : 2539 2789, E-mail : sanmargp@icenet.net | સારા એરિયામાં માત્ર એક ક્વેઅર ફુટ જગ્યા મળે એટલી જ રકમમાં જીવનભર માટે જીવનને અધ્યાત્મના ઉજાસથી ભરતા અઢળક પુસ્તકો મેળવો! - જન્માર્શ પ્રકાશન દ્વારા પ્રકાશિત થતાં પુસ્તકો જૈન આચાર, વિચાર અને તત્ત્વજ્ઞાનને ખૂબ જ સરળ ભાષામાં, સુબોધ શૈલીમાં, આકર્ષક રૂપરંગમાં પ્રસ્તુત કરે છે. દસ વર્ષના ગાળામાં દોઢસો જેટલાં પુસ્તકો પ્રકાશિત થયાં છે. એક એક પુસ્તકે કેંકનાં જીવન પલટ્યાં છે. નવી દૃષ્ટિ આપી છે. મૂરઝાયેલી ધર્મચેતનાને ફરીથી જીવતી અને જાગતી કરવામાં અમૂલ્ય ફાળો આપ્યો છે. પ્રતિવર્ષ લગભગ ૮૦૦ થી ૧૦૦૦ પાનાં જેટલું શાસ્ત્રાનુસારી માર્ગસ્થ સાહિત્ય ઘેરબેઠાં પ્રાપ્ત થશે. માત્ર લાભ જ લાભ આ યોજનામાં હોઈ આજે જરૂ. પ000/- ભરી જન્મા પ્રકાશત - પુસ્તક યોજનાના આજીવન સભ્ય બનો. | |सभ्य बनतांनी साथे 8तमारी पसंहान ३. १000/-riyasोमेट अपाशे. yedsो माटे मापन सल्य मात्र ३. ५०००/ Page #302 -------------------------------------------------------------------------- ________________ RICHID! પ્રકાશન પારિવારિક સમાચાર सन्पार्णव गन्तव्यं, नोन्यागंण कदाऽपि हि । सन्मार्गाद्रायते सिद्धि सन्मार्गाद्धववर्द्धनम् ।। બુદ્ધિમાન તે જ કે સાચા-ખોટાની પરીક્ષા કરે સન્માર્ગે પ્રકાશન : જૈન આરાધના ભવન ટ્રસ્ટ, પાછીયાની પોળ, ડીઝી રોડ, અમદાદ-38001. શૅન: 35} ?? E-mail : sanmargphiconel.net ફેક્સ : 2539 2789 00000000000000000000000000 (પાક્ષિક) સન્માર્ગ પ્રકાશત પારિવારિક સમાચાર પાક્ષિક પત્ર ગુજરાતી-હિંદી અલગ અલગ આવૃત્તિરૂપે દર પંદર દિવસે ગુજરાતી અને હિન્દી ભાષામાં જૈનત્વ જાગૃત કરતું પાલિક 00000000000 દર પંદર દિવસે ઘરે આવી સૂતેલા આતમરામને ઢંઢોળી અનંત સુખના સવામી બનવાનો કિમીયો બતાવતું સન્માર્થ પાક્ષિક જન-જનમાં જાણીતું અને માણીતું બની ચૂક્યું છે. વ્યાખ્યાનવાચસ્પતિ પૂ. આ. શ્રી વિજય રામચંદ્રસૂરીશ્વરજી મહારાજાના સચોટ પ્રવચનાંશો તેમજ પ્રવચનપ્રભાવક પૂ. આ. શ્રી વિજય કીર્તિયશસૂરીશ્વરજી મહારાજનાં પ્રવચનોથી આ પાક્ષિકનાં પૃષ્ઠો અલંકૃત બનેલાં છે. તે ઉપરાંત જૈનશાસનનું તત્ત્વજ્ઞાન, સ્વાધ્યાયનો સથવારો, ચૂંટેલા શાસ્ત્ર શ્લોકો, જૈન આચાર-વિચાર, પૂજ્ય પુરુષોનો પરિચય અને મુંઝવતા પ્રશ્નોના શાસ્ત્રીય સમાધાનો આ પાક્ષિકની વિરલ વિશેષતા છે. સન્માર્થના ડઝનબંધ વિશેષાંકો ચતુર્વિધ શ્રીસંઘ ખૂબ જ આત્મીયતાથી સંઘરી રાખે છે; કેમ કે તે અંકો તે તે વિષયના પ્રામાણિક સંદર્ભો બની રહે છે. વર્ષે ૩૦૦થી વધુ પાનાં A/4 સાઈઝના ઉજળા ભારે કાગળ પર બહુરંગીઑફસેટ પ્રિન્ટીંગમાં છપાતું જન્માર્થા બાહ્યાવ્યંતર આકર્ષક રૂપરંગ ધરાવે છે. માત્ર ૧૦૦૦/- રૂપિયા એકજ વાર ભરી આજીવનપર્યંત ઘેર બેઠાં મેળવો. સન્માર્ગ પ્રકાશન જૈન આરાધના ભવન, પાછીયાની પોળ, રીલીફ રોડ, અમદાવાદ-૧ Ph. : 2535 2072, Fax : 2539 2789, E-mail : sanmargp @icenet.net માત્ર ૧૦૦૦/-રૂ.માં જિંદગીનો અધ્યાત્મ વીમો ઉતરાવો. Page #303 -------------------------------------------------------------------------- ________________ Page #304 -------------------------------------------------------------------------- ________________ શાળી છીણી ! પરમાત્મા શ્રી મહાવીર દેવની અનંત કરુણા અહીં શબ્દ શબ્દ અમૃતનો ઝરો બની અવિરત વહી રહી છે. શ્રી સુધર્માસ્વામી ગણધરે આયુષ્યનું જે બુકુમારને પ્રભુવીરની વાણી સુણાવી બોધ પમાડ્યો. ગીતામાં શ્રીકૃષ્ણઅર્જુનનો સંવાદ છે તે કાંઈક મેળવવા માટેનો ઉપદેશ છે. અહીં મળેલું કે મેળવેલું બધું જ છોડી દેવાનો હિતોપદેશ છે. આ વિશેષ છે. આ પ્રથમ ભાગમાં પ્રભુવીરનું જીવન, કલ્યાણની ક્ષણ, આપ્તની ઓળખ અને શ્રી સુયગડાંગ સૂત્રનો બહિરંતર પરિચય પીરસવામાં આવ્યો છે. આત્માને જગાડવા અને બંધનને તોડવા માટે સજ્જ થતા પૂર્વે એ માર્ગ દાખવતા જિનવર અને જિન આગમને જાણવા ભોમિયાનું કામ કરતાં આ તેર પ્રવચનો ‘આગમ જાણો !નો અમર સંદેશો સતત આપણા કપણ દરમાં સુણાવી રહ્યાં છે. પ્રવચનપ્રભાવક ગ્રંથમાળા (18) જી|||| illllll ius કે only bra .org સુ6માં પ્રકાશ