________________
- ૧ - આગમ જાણો ! –
38 તે માટેનો અભિવ્યવહાર - શબ્દ વગેરે શુકન-સંકેત વગેરે આ આઠ વસ્તુઓ જો બરાબર હોય તો જ આ સૂત્ર પરિણામ પામે. એમને એમ વાંચી જવાથી કાંઈ ન વળે. વાંચેલું કે સાંભળેલું જો આત્મામાં પરિણામ ન પામે તો એનો કોઈ મતલબ નથી.
પરમતારક ગુરુદેવ ૧૯૮૫૮માં (ઈ. સ. ૧૯૨૯૩૦)માં મુંબઈ પધાર્યા ત્યારે આચારાંગ સૂત્રના છઠ્ઠા ધૂતાધ્યયનનું વાંચન શરૂ કર્યું. મંગલાચરણનો શ્લોક લઈને કેટલાક દિવસો સુધી વ્યાખ્યાન કર્યા. ત્યારબાદ અવસર પામીને સભાને કહ્યું, જ્યાં સુધી ભવનિર્વેદ ન આવે ત્યાં સુધી તમારામાં આગમ શ્રવણની ભૂમિકા નહીં પ્રગટે ત્યાં સુધી તમને આચારાંગ સ્પર્શે નહિ, ગમે નહિ, પરિણામ પામે નહિ માટે મારે તમને પહેલા ભવનિર્વેદ કરાવવો છે. એમ કહીને આખા જયવીયરાય (પ્રાર્થના) સૂત્ર ઉપર ૧૮-૨૦ જેટલાં પ્રવચનો કરી ભૂમિકા તૈયાર કર્યા પછી જ આચારાંગ સૂત્રના મહત્તમ પદાર્થોને પીરસવાનું કામ કર્યું હતું.
૧ - નાસ્ત્રોય : આલોચનાઃ જેણે આ સૂત્ર સાંભળવું હોય, સાંભળીને આત્માનું ઉત્થાન કરવું હોય, તેણે પહેલાં પોતાની જાતને આલોચના દ્વારા વિશુદ્ધ બનાવવી જોઈએ. આલોચના દ્વારા જેણે આત્માનું શુદ્ધિકરણ નથી કર્યું, તો પરિણામ શું આવે ! જમવા માટે વાનગી સારી, પણ થાળી એંઠવાડવાળી હોય તો, પીરસો પણ કઈ રીતે અને સામેવાળો ખાય પણ કઈ રીતે ! ચારે બાજુ એંઠવાડ પડ્યો હોય તો બેસનારને બેસવું પણ ન ફાવે, ખાવું પણ ન ફાવે.
એ જ રીતે આજ સુધી કરેલાં પાપોનો અંતઃકરણથી પશ્ચાત્તાપ કરી, ગુરુ પાસે એકરાર કરી ગુરુ દ્વારા અપાયેલ પ્રાયશ્ચિત્ત દ્વારા જેણે પોતાના આત્માની વિશુદ્ધિ ન કરી હોય તેને આ આગમો પરિણામ ન પામે. ગુરુ પાસે પાપોનો એકરાર કરી, તેમના દ્વારા અપાતા દંડને જીવનમાં પરિપૂર્ણ કરવો તેને આલોચના (પ્રાયશ્ચિત્ત) કહેવાય. માટે જ “વિશેષાવશ્યક ભાષ્યની વૃત્તિમાં કહ્યું કે -
'इहाभिमुख्येन गुरोरात्मदोषप्रकाशनमालोचना ।।३३९६ ।।' પ્રસ્તુત વિષયમાં ગુરુની સન્મુખ પોતાના દોષોનું પ્રકાશન કરવું તે આલોચના છે.'
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org