SearchBrowseAboutContactDonate
Page Preview
Page 99
Loading...
Download File
Download File
Page Text
________________ ૮૦ ૧ – આગમ જાણો ! – – 80 સૂર્યોદય સમયે જે તિથિ ન હોય તેને માનો અને એ ન હોય તેવી તિથિને માનીને જે આરાધના કરો અને કરાવો; તેમાં જે ચાર દોષો લાગે છે, તેનું વર્ણન શ્રાદ્ધવિધિ'ની આ ગાળામાં કર્યું છે. તેમાં પહેલે નંબરે આજ્ઞાભંગ, બીજા નંબરે અનવસ્થા, ત્રીજા નંબરે મિથ્યાત્વ અને ચોથા નંબરે વિરાધના. આ ચાર દોષ લાગે. આ ચારેય દોષો તમને બરાબર યાદ રહેવા જોઈએ. સૂર્યોદય સમયે જે તિથિ હોય તે જ તિથિ માનવી, આરાધવી જોઈએ, આ મૂળ નિયમ છે, જેને સર્ગિક નિયમ કહેવાય છે. પણ ક્ષય-વૃદ્ધિ હોય ત્યારે ઉદય ન મળે કે બે દિવસ ઉદય મળે તો શું કરવું ? તે માટે ઉમાસ્વાતિજી મહારાજાનો પ્રઘોષ છે. પૂર્વ તિથિઃ ” જે કોઈ પણ તિથિ સૂર્યોદયને અડેલી ન હોય તેને ક્ષયતિથિ કહેવાય અને તેની આરાધના પૂર્વતિથિમાં કરવી. પૂર્વતિથિ એટલે પહેલી - આગળની તિથિ. વૃદ્ધો વે તથોત્તર ' જે તિથિ બે સૂર્યોદયને સ્પર્શે તેને વૃદ્ધિ તિથિ કહેવાય. પુસ્તકોમાં પૂર્વાર્ધ ને ઉત્તરાર્ધ આવે છે ને ! પૂર્વ એટલે પહેલું ને ઉત્તર એટલે બીજું - પછીનું. તેમ તિથિમાં પણ ઉત્તર એટલે બીજી – તિથિમાં વૃદ્ધિ હોય ત્યારે તે તિથિનું કાર્ય બીજી તિથિમાં કરવું. વૃદ્ધિ પામેલ તિથિ જે બે દિવસોમાં રહેલી હોય છે, તેમાં પહેલા દિવસે ૨૪ કલાક જેટલી હોય ને બીજા દિવસે કલાક જ હોય તો પણ બીજી કેમ લેવાની ? એ પણ તમને સમજાવી ગયો છું. વસ્તુ પૂર્ણ થાય ત્યારે જ કાર્ય માટે ઉપયોગી બને. દહેરાસર આખું બની ગયું, પણ જ્યાં સુધી ઉપર કળશ કે ધજા ચઢે નહિ ત્યાં સુધી અધૂરું જ કહેવાય. ત્રણ મહિના પહેલાં ભગવાન અંદર આવી ગયા હોય તો પણ અધૂરું જ કહેવાય. એટલે અંત સધાય પછી જ તે પૂર્ણ કહેવાય. તપ વગેરે સાધના માટે, પરલોકનું આયુષ્ય સારું બંધાય તે માટે તિથિ જોવી જરૂરી છે. આ તિથિમાં કેટલીક જ્ઞાનની આરાધનાની તિથિઓ છે. કેટલીક દર્શનની આરાધનાની તિથિઓ છે અને કેટલીક ચારિત્રની આરાધનાની તિથિઓ છે. સભા મોલમાં જવા માટે શું કોઈ તિથિ બાધક છે ? Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004864
Book TitleSuyagadanga Sutrana Sathware Part 1 Agam Jano
Original Sutra AuthorN/A
AuthorKirtiyashsuri
PublisherSanmarg Prakashan
Publication Year2005
Total Pages304
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_aagamsaar
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy