________________
૮૧ – ૫ આરાધનામાં તિથિનું મહત્ત્વ - 5
– 81 મોક્ષમાં જવા માટે કોઈ તિથિ બાધક નથી, પણ તિથિની શ્રદ્ધાનો અભાવ ચોક્કસ બાધક છે.
આ તિથિઓની આરાધના તે જે દિવસે સૂર્યોદય સમયે હોય તે દિવસે કરવાની છે. દિવસ એક આરાધના બે હોઈ શકે ?
એક દિવસમાં બે તિથિ આવે તો બે તિથિની આરાધના એક જ દિવસે આવે તેમ બને. આજે સાતમ હોય ને આઠમનો ક્ષય આવે તો ૭-૮ ભેગાં કહેવાય. સાતમની આરાધના અને આઠમની આરાધના, બંનેની આરાધના સાતમના દિવસે કરવાની. આઠમનું પચ્ચકખાણ સવારે કરો અને તે જ દિવસે (સાતમનાં) કોઈક ભગવાનનું કલ્યાણક હોય તો તે નિમિત્તની પૂજા બપોરે ભણાવો એવું પણ બને ને !
જે દિવસે સવારે કારતક સુદ ચૌદશ ઔદયિક હોય અને કારતક સુદ પૂનમનો ક્ષય હોય તો કારતક સુદ-પૂનમની યાત્રા સવારે થાય અને સાંજે ચોમાસી પ્રતિક્રમણ થાય. પહેલાં પૂનમનું કાર્ય કરવાનું અને પછી ચૌદશનું કાર્ય કરવાનું. પૂનમનાં બે કાર્ય હોય, એક સવારનું અને એક સાંજનું. સવારનું કાર્ય સવારે જ કરવાનું ને સાંજનું કાર્ય સાંજે કરવાનું. એમ ચૌદશનાં પણ બે કાર્ય હોય તો સવારનું કાર્ય સવારે કરવાનું અને સાંજનું કાર્ય સાંજે કરવાનું. કારણ કે, સવાર કે સાંજ બે વાર આવે એમ ન બને. સભા: કારતક સુદ પૂનમની ક્ષય-વૃદ્ધિ આવે ત્યારે તેની આરાધના કેવી રીતે કરવી
જોઈએ ? કારતક સુદ પૂનમનો ક્ષય આવે ત્યારે ૧૪.૧૫ એમ બોલાય કે લખાય. તે દિવસે સવારે કાર્તિકી પૂર્ણિમાની યાત્રા, બપોરે દેવવંદન અને સાંજે ચોમાસી પ્રતિક્રમણ. બીજે દિવસે ચોમાસાનું પરિવર્તન. કારણ કે, ચોમાસાનું પરિવર્તન પૂનમે કરવાનું છે એવું નથી, પણ ચોમાસી પ્રતિક્રમણ જે દિવસે કરીએ તેની પછીના દિવસે તે કરવાનું છે.
બે પૂનમ આવે ત્યારે પ્રથમ પૂનમે ચાતુર્માસિક પરિવર્તન અને બીજી પૂનમે કાર્તિક પૂનમની યાત્રા કે તે નિમિત્તે પટ જુહારવાની ક્રિયા કરવાની. કારણ કે, પટ જુહારવાની ક્રિયા કે કારતકી પૂનમની યાત્રા પૂનમે કરવાની હોય માટે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org