________________
૧ – આગમ જાણો !
82
વૃદ્ધો ૩૦' ના નિયમ મુજબ બીજી પૂનમે કરવાની અને ચોમાસુ-પરિવર્તન ચોમાસી પ્રતિક્રમણના બીજા દિવસે કરવાનું હોઈ પહેલી પૂનમે કરવાનું છે. સભા: આ બધું કયા પંચાંગને આધારે કરવાનું ?
આપણા પૂરા તપાગચ્છ જૈન સંઘે જે જન્મભૂમિ પંચાંગ સ્વીકાર્યું છે, તેને આધારે આ બધી આરાધના કરવાની છે. સભા: તો બીજા ઘણા લોકો આવું કેમ નથી કરતા ?
એ હું કેવી રીતે કહી શકું? એ તો તમારે જેઓ આ મુજબ ન કરતા હોય તેમને જ પૂછવું જોઈએ અને એ જ એનો જવાબ આપે તે વ્યાજબી કહેવાય. હું તો તમને ધર્મશાસ્ત્રો શું કહે છે? અને અમે જે કાંઈ કરીએ છીએ તે કયા, કયા શાસ્ત્રના અને શાસ્ત્રવચનના આધારે કરીએ છીએ ? એ સમજાવી શકું તેમજ જેણે શાસ્ત્રની આજ્ઞા મુજબ આરાધના કરવી હોય તેણે શું કરવું તે હું સમજાવી શકું. પણ “ફલાણા શું કરે છે, શા માટે કરે છે ?' - એ તો તમે એમને જ પૂછો ! તો આ બધી ભાંજગડ ભગવાને જ કરી એમ માનવું પડે ? સભાઃ અમે તો એટલું સમજીએ કે રાગ-દ્વેષ ઓછા કરવા તે જ આરાધના છે, આ
બધી ભાંજગડ કરવાનો કોઈ મતલબ નથી. જો તમે એમ માનો તો હમણાં જ આપણે સૂયગડાંગ સૂત્રની ચૂર્ણિમાં જોઈ ગયા કે જે વિનીત હોય તે જ આગમ સાંભળવા અધિકારી છે. હવે કોઈ ઉભો થઈને કહે કે “આ ભાંજગડ શા માટે કરી ? કોઈને વિનીત કહ્યો ને કોઈને અવિનીત, ફલાણાને ભણાવવાનું ને ફલાણાને નહિ ભણાવવાનું. આમાં તો રાગ-દ્વેષ વધે. સમાનતામાં માનનારા, એકતામાં માનનારા, આપણે આ યોગ્ય અને આ અયોગ્ય એવું શા માટે કરવાનું? બધાને સંભળાવવાનું. ગોળ તો જે ખાય તે બધાને ગળ્યો જ લાગે. એ ન્યાયે બધાને આપવાનું.” – આવું કહે તો શાસ્ત્રમાં લખેલી આ બધી મર્યાદાઓને પાળવી કે બાજુમાં મૂકવી તે તમે નક્કી કરો!
કોઈને પણ રાગ-દ્વેષ થાય તેવું કાંઈ પણ ન જ કરવું એવું જો નક્કી કરાય તો તેમના મતે તો સૌથી મોટી ભૂલ શ્રી આદિનાથ ભગવાને જ કરી, એમ કહેવાનો વારો આવે. કેમ કે, તેમણે જૈનશાસનની સ્થાપના કરી. તે પછી જ તેમાંથી ૩૬૩ પાખંડીઓ પાક્યા. જો શ્રી આદિનાથ ભગવાને ધર્મશાસનની
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org