________________
૨૪૩
– ૧૨ ઃ પહેલા શ્રુતસ્કંધના ૭ થી ૧૭ અધ્યયનોનો પરિચય - 12 –
243
અગ્નિના તાપણાં જેવા છે. જેમ ઠંડી ઉડાડવા તાપણાની જરૂર પડે તેમ સંયમ જીવન જીવવા નિર્દોષ એવા આહાર-પાણી મેળવવા માટે તમારા જેવા સંસારીઓની અમને જરૂર પડે પણ જરાક તમારી લાગણીમાં અમે લેપાયા, તો ડૂબા સમજો ! તમારા વધુ પડતા પરિચયના પરિણામે અમારી નિરવદ્યભાષા પણ આજે પ્રાયઃ સાવદ્ય બની ગઈ. “અતિ સંસર્ગને કારણે વાન ન આવે પણ સાન તો આવી જાય,’ એમ વ્યવહારમાં પણ કહેવાય છે. તે પરિસ્થિતિ તમારા સંસર્ગ, પરિચયના કારણે અમારી પણ થવા લાગી છે.
સાધુ ભગવંતોની બોલવાની-ચાલવાની-આહાર-પાણીની, બેસવાઉઠવાની, એક-એક વસ્તુ લેવા-મૂકવાની બધી વ્યવસ્થા અને રીત-ભાત ગૃહસ્થોથી જુદી છે. ભગવાને તેમને નિંદ્ય નથી કહ્યા, પણ તમારાથી સાવદ્ય રહેવાનું અમને કહ્યું છે. કોઈને ટીબી. લાગુ પડ્યો હોય તો તેનો તિરસ્કાર ન કરાય, તેની નિંદા ન કરાય, તેની નફરત ન કરાય પણ તેનાથી સાવચેત તો રહેવું જ પડે. તેમ તમારા આચાર, વ્યવહાર, અતિ પરિચયથી સાધુ-સાધ્વીજી ભગવંતોનું સંયમ દૂષિત થવાની સંભાવના ખૂબ મોટી હોવાથી જ ભગવાને અમને સાવધ રહેવાનું કહ્યું છે. શ્રાવક સાથે સાધુનો સંબંધ માત્ર ધર્મનો જ ?
કલિકાલસર્વજ્ઞ પૂજ્યપાદ આચાર્ય ભગવંત શ્રીમદ્ હેમચંદ્રસૂરીશ્વરજી મહારાજે યોગશાસ્ત્રમાં સંસારીઓને તપેલા લોઢાનાં ગોળા જેવા કહ્યા છે.
“તતીયોm : !' તપેલો લોઢાનો ગોળો જ્યાં જાય ત્યાં બધાને બાળે. તેમ સંસારીઓ પણ જ્યાં જાય ત્યાં ષજીવનિકાયનો આરંભ કરે. તેને કારણે સંસારીઓની પ્રાય: પ્રત્યેક પ્રવૃત્તિ કોઈને ને કોઈને દુઃખ પહોંચાડતી જ હોય છે. માટે જ મારા પરમતારક ગુરુદેવે કહ્યું છે કે સંસારીઓનો ઝાઝો સંપર્ક ન કરવો અને કરવો જ પડે તો સ્પષ્ટ કહી દેવું કે અમારી પાસે ધર્મ સિવાયની કોઈ વાત કરવી નહિ અને ધર્મ કાર્ય સિવાય અમારી પાસેથી કોઈ વાત જાણવી નહિ. તમારો અને અમારો સંબંધ ધર્મથી જ છે. બીજા કોઈ સંબંધો લાગેવળગે નહિ. તમારો ઉદ્ધાર ધર્મના સંબંધથી જ થવાનો છે, સંસારના સંબંધથી નથી જ થવાનો. જેણે સંસારના સંબંધો રાખ્યા તે ક્યારે પટકાશે, તેની ખબર નહિ પડે. પરમતારક ગુરુદેવે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org