________________
જિનવાણી સ્તવના
(રાગ : સુણ ચંદાજી. સીમંધર.) હે શ્રુતગંગા ! મહેર કરી તુજ વહેણમાં સ્નાન કરવા દે. હે જગમાતા ! તારી મહેરથી આ જગ જન સુખમાં રાજે. જિનવર મુખ ગંગોત્રી ન્યારી, તેહથી નિઃસૃત થઈ તું પ્યારી,
શમ-સંવેગાદિક ગુણ ક્યારી. હે. ૧ થયા તટરક્ષક ગણધરો તારા, નયનિક્ષેપા ભંગો સારા,
સૂરિરાજ કરે છે વિસ્તારા. હે. ૨ ભવોભવનાં પાપો તું ધોતી, ભવિજનને પુણ્યસલિલ દેતી,
ડૂબકી દે, તે તો લહે મોતી. છે. ૩ સૂરિરામચંદ્ર જાણી તુજને, જિનવાણીરૂપે પીરસી જનને,
સુણી અટક્યા ભવમાં ભમતાં અમે. હે. ૪ તુજ યશોગાન ધરવા કાને, આવ્યા ગુણ-કીર્તિ ગુરુ કને,
દેજો દેવિ ! શિવ-રત્ન મને. હે. ૫
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org