________________
૨૩૩
- ૧૧ સૂયગડાંગ પહેલા શ્રુતસ્કંધના ૧ થી ૯ અધ્યયનોનું અવલોકન-11 –
233
કર્યો છે. આપણે પ્રવેશ કરવો છે આગમગ્રંથમાં. તે માટે પ્રથમ તેનો પરિચય, સમગ્ર ગ્રંથની રચના શૈલી, નિરૂપણ શૈલી અને વિષય સમજી લઈએ તો તેના સહારે કઈ દિશામાં જવું છે ? આ મહાન ગ્રંથ દ્વારા શું પામવું છે ? ભગવાને મંત્રીબીજ આપીને શું ઉપકાર કર્યો છે ? અને સુધર્માસ્વામીજી મહારાજાએ તેને કઈ રીતે વિકસાવ્યું છે ? તેની આછેરી ઝલક જાણવા-માણવા મળે.
આ આખું ય આગમ; પહેલો અને બીજો શ્રુતસ્કંધ એમ બે વિભાગમાં વહેંચાયેલું છે. “ગાથા ષોડશ” એ પહેલા શ્રુતસ્કંધનું નામ છે. તેમાં સોળ અધ્યયનો હોવાથી “ગાથા ષોડશ' કહેવાય છે. બીજો શ્રુતસ્કંધ સાત અધ્યયનો વાળો છે, એમાં મોટાં મોટાં અધ્યયનો હોવાથી તેનું નામ “મહા-અધ્યયન છે. અધ્યયન એટલે અધ્યાય, વિભાગ, પ્રકરણ. પહેલા શ્રુતસ્કંધના અધ્યયનોમાં કોઈમાં ચાર, કોઈમાં ત્રણ કે બે, કોઈમાં એક - એમ કુલ મળીને છવીસ ઉદ્દેશાઓ છે. જે પેટાપ્રકરણ રૂપ છે. બીજા શ્રુતસ્કંધના અધ્યયનોમાં સ્વતંત્ર ઉદ્દેશા નથી. અધ્યયનો એ જ તેના ઉદ્દેશ છે. એટલે પહેલા શ્રુતસ્કંધના છવ્વીસ અને બીજા ગ્રુતસ્કંધના સાત એમ કુલ તેત્રીસ ઉદ્દેશાઓ છે. આચારાંગ કરતાં આનું કદ બમણું છે. આચારાંગનાં અઢાર હજાર પદો છે, જ્યારે આ શ્રી સૂયગડાંગ સૂત્રનાં છત્રીસ હજાર પદો છે.
અહીં વર્ણવાયેલ “પદ' એક સંજ્ઞા છે. એક એક પદમાં લાખો શ્લોકો હોય છે. આજે જે ઉપલબ્ધ છે તે ખૂબ અલ્પ છે. છતાં ય જે છે તે અણમોલ છે.
પહેલા શ્રુતસ્કંધના પ્રત્યેક અધ્યયનમાં શું શું વિષય છે ? તેની સામાન્ય રૂપરેખા જોવાનું આપણે શરૂ કરીએ.
અનાદિકાળથી આપણને વળગેલાં, આપણે ખુદે બાંધેલાં, આપણે જ મજબૂત કરેલા બંધનોનું સ્વરૂપ શું છે ? તેને તોડવા માટેના માર્ગો કયા કયા છે ? તેમાં સફળતા ક્યારે અને કઈ રીતે મળે ? તેની વાત આ આગમગ્રંથના પ્રારંભમાં જ જણાવી છે.
આપણે એક એક અધ્યયનનાં નામ અને ઉદ્દેશા જાણવા છે. ૧લું અધ્યયન ‘સમય’ નામનું છે - જેના ચાર ઉદ્દેશા છે. એમાં સ્વસમય અને પરસમયનું વર્ણન કરવામાં આવ્યું છે. સમય એટલે દર્શન-ધર્મ-મત.
સ્વસમય એટલે જૈનદર્શન અને પરસમય એટલે જૈનેતર દર્શન.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org