________________
૨૩૪
234
- ૧ - આગમ જાણો ! - સમય એટલે દર્શન, ધર્મ, મત, માન્યતા કે પંથ. સ્વસમય એટલે જિનેશ્વર પરમાત્માએ પ્રકાશેલું, પ્રરૂપેલું દર્શન. પરદર્શન એટલે મિથ્યાદર્શનો. સર્વજ્ઞ વીતરાગ પરમાત્માએ પ્રકાશ્યા, પ્રરૂપ્યા ન હોય એવા જગતના તમામ મિથ્યામતોને પરદર્શન તરીકે ઓળખવામાં આવ્યા છે. આ પ્રથમ અધ્યયન અને તેના ચાર ઉદ્દેશામાં એ દર્શનોનો સંપૂર્ણ પરિચય આપવામાં આવ્યો છે. આમ, આમાં સ્વ-પર સમયની વાત છે, માટે તેનું નામ “સમય” અધ્યયન છે.
રજું અધ્યયન “વૈતાલિક' નામનું છે, તેનાં ત્રણ ઉદ્દેશ છે. આમાં જૈનદર્શનના કયા ગુણો છે, અજૈન દર્શનના કયા દોષો છે, તેનું વર્ણન કરીને જૈનદર્શનને વિગતવાર સમજાવવામાં આવ્યું છે. એટલે આ અધ્યયનમાં જૈનદર્શનની વિશેષતાઓ શું છે અને મિથ્યાદર્શનોની ખામીઓ શું છે ? તે બતાવ્યું છે. અહીં એક નવી જ શૈલીનું આપણને દર્શન થાય છે. અહીં મંડનની સાથોસાથ ખંડન પણ જોવા મળે છે. વર્તમાનકાળમાં ફેલાયેલા મિથ્યાવાદનું સમૂળું ખંડન આ અધ્યયન દ્વારા થાય છે.
કેટલાક એકાંત મૈત્રીવાદીઓ સર્વજ્ઞ શાસનના પરમાર્થને જાણ્યા વિના જ કહેતા હોય છે કે માત્ર મંડન કરો ! ખંડન બંધ કરો ! સ્વનું સ્થાપન ભલે કરો, પણ પરનું ખંડન શા માટે કરો છો ? આ ખંડનથી જ ક્લેશ ને સંક્લેશો ઉભા થાય છે. જૈનશાસન તો ઉપશમનો દરિયો છે. માટે મંડન કરો !” આવી વાત કરનારને આ બીજું અધ્યયન જ ઉત્તર આપે છે. મંડનની સામે ખંડન જરૂરી છે. કેમકે ખોટાનાં ખંડન વિના સાચાનું મંડન ક્યારેય થઈ શકતું નથી. કોઈ દરજી કાતર વિનાનો જોયો છે ? એકલી સોય લઈને સીવે તો કપડાં સીવાઈ જાય ને ? તો કાતર શું કામ જોઈએ ? કહો કે કાતરથી પહેલાં માપ મુજબ કાપડ કાપવું પડે, પછી જ સીવાય. જો કાતર વાપરે જ નહિ તો શું સીવી શકે ?
એ જ રીતે કોઈ પણ મકાન બનાવતાં પહેલા પાયો ખોદવો પડે છે. જેટલું મકાન ઊંચું તેટલો પાયો ઊંડો ખોદવો પડે. તેમ જેટલું દર્શન તાકઇવર તેટલું તેનું ખંડન મજબૂતાઈથી કરવું પડે. પછી જ મંડન થઈ શકે.
સાચાને સાચા અને ખોટાને ખોટા તરીકે જાણવા માટે, તેના ગુણ અને દોષ જાણવા માટે, સાચાનો સાચા તરીકે સ્વીકાર કરવા માટે અને ખોટાનો ખોટા તરીકે ત્યાગ કરવા માટે “વૈતાલિક' નામનું આ બીજું અધ્યયન છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org