SearchBrowseAboutContactDonate
Page Preview
Page 154
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૩૫ – ૭ઃ ગુણસંપત્તિ વિના આગમનો ભાવ હાથ નહીં લાગે -7 – 135 સંવિગ્નનો અર્થ જેમ મોક્ષની તાલાવેલી, તીવ્ર અભિલાષા થાય છે, તેમ કેટલાક શાસ્ત્રોમાં એનો અર્થ “સંસારથી ત્રાસેલા” અથવા “સંસારનો ભય પામેલા” એવો પણ કરવામાં આવ્યો છે. વ્યવહારસૂત્રમાં સંવિગ્ન બે પ્રકારનાં કહેલા છે. ૧ - દ્રવ્યસંવિગ્ન અને ર - ભાવસંવિગ્ન. દ્રવ્યસંવિગ્નમાં હરણીયાં કે પશુઓ લીધાં છે, જે હંમેશાં ડરતાં કે ત્રાસ પામતાં હોય છે. ભાવસંવિગ્ન તે છે કે જે સંસારથી ડરેલા, ત્રાસેલા હોય. વહેલી સવારે જાગે ત્યારે તેઓ - 'किं मे कडं, किं च ममऽत्थि सेसं, किं सक्कणिज्जं न समायरामि' શું મે કર્યું? શું મારે કરવાનું બાકી છે? અને શું શક્ય એવું પણ હું નથી કરતો ?' - આવી વિચારધારામાં મગ્ન રહે. ત્યારબાદ હવે અવદ્યભીરુ=પાપભીરુ ગુણ કહે છે. કારણ કે પાપનો ડર પેદા ન થાય તેનામાં સંવિપણું સંભવી શકે જ નહીં. ૪ – ઝવમી - પાપભીરુ ? ચોથા નંબરે : અવજ્જભીરુ, એટલે કે પાપભીરુ. આવા આગમના અધ્યયનાદિ માટે પાપભીરુતા ખૂબ આવશ્યક છે. પાપના ડર વિનાનો તો આગમમાં શ્રદ્ધા પણ ન કરે. આગમના પદાર્થોનો પોતાનાં પાપને પોષવા માટે ય ઉપયોગ કરે. દુઃખભીરુ જીવો ધર્મ પામવા અને પાળવા માટે નાલાયક, પાપભીરુ ધર્મ પામવા અને પાળવા માટે લાયક અને સુખભીરુ ધર્મ પામવા અને પાળવા માટે મહાલાયક. જેટલા જીવો દુ:ખભીરુ હોય તે ધર્મ પામવા અને પાળવા માટે લાયક બની શકતા નથી. જો ધર્મ પામવો હોય અને બરાબર પાળવો હોય તો દુઃખ વેઠવાની તૈયારી પહેલી જોઈશે. ધર્મ પામવા અને પાળવા માટે પાપ પ્રત્યે નફરત જોઈએ, પાપનો, પાપપ્રવૃત્તિનો પારાવાર ડર જોઈએ. જેટલો સાપનો ડર હોય તેના કરતાં વધારે ડર જો પાપનો હોય તો ધર્મ કરી શકાય. ઘણાખરામાં આજે આ ડર દેખાતો નથી. સાપ કરડશે તો મરી જવાશે. આ વાત પર શ્રદ્ધા છે અને પાપ કરીએ તો દુર્ગતિમાં જવાશે, દુઃખી થવાશે - આ વાત પર શ્રદ્ધા નથી. તેથી મજેથી પાપ કરાય છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004864
Book TitleSuyagadanga Sutrana Sathware Part 1 Agam Jano
Original Sutra AuthorN/A
AuthorKirtiyashsuri
PublisherSanmarg Prakashan
Publication Year2005
Total Pages304
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_aagamsaar
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy