________________
૧૮૨
----
- ૧ - આગ
–
182
કહેવાય. સ્વસમયમાં શું કરવું અને પરસમયમાં શું કરવું તે બધું પણ અહીં આપણે વિચારવાનું છે. જૂના ગ્રંથો વિદ્યમાન છતાં નવા ગ્રંથોની રચના કેમ?
મોટા-મોટા સૂરિ ભગવંતો થયા. તેમણે શ્રી સૂયગડાંગજી સૂત્ર ઉપર ઘણી સુંદર અને અતિ વિશિષ્ટ કહેવાય તેવી અનેક વ્યાખ્યાઓ બનાવી છે. આમ છતાં પૂ. આચાર્યશ્રી શીલાંકસૂરિજી મહારાજે આ નવી વ્યાખ્યા શા માટે બનાવી? તેનું કારણ જણાવતાં તેઓશ્રીએ કહ્યું કે,
વ્યાધ્યાતમિદ પર સૂરિમુષ્યभक्त्या तथापि विवरीतुमहं यतिष्ये । किं पक्षिराजगामीत्यवगम्य सम्यक,
तेनैव वाञ्छति पथा शलभो न गन्तुम् ? ॥२॥' ‘જો કે પૂર્વના પ્રમુખ આચાર્યોએ આ અંગની વ્યાખ્યા કરી છે. તે છતાં તેની વ્યાખ્યા કરવા માટે ભક્તિથી હું પ્રયત્ન કરીશ. શું જે માર્ગે પક્ષીરાજ ગરૂડ ગયું છે. તે સારી રીતે જાણીને તે જ માર્ગે જવા માટે પતંગિયું
નથી ઈચ્છતું ?' આમ કહીને તેઓશ્રી કહી રહ્યા છે કે
શ્રી સૂયગડાંગ સૂત્ર ઉપર પૂર્વના કોઈ આચાર્યોએ વ્યાખ્યા નથી કરી માટે હું કાંઈક નવું કરું છું તેવું નથી. પૂર્વના પ્રમુખ આચાર્ય ભગવંતો આ મહાન અંગઆગમ ઉપર વ્યાખ્યા રચી ગયા છે, આમ છતાં મારા હૃદયમાં રહેલી શ્રુતભક્તિ અને શાંત બેસવા દેતી નથી. તેથી આ નવી ટીકા રચવાના કાર્યમાં હું પ્રવૃત્તિશીલ બન્યો છું. પોતાની લઘુતા બતાવતાં તેઓશ્રી કહે છે કે, પક્ષીરાજ ગરુડ જે માર્ગથી ગયું હોય તે માર્ગેથી શું પતંગિયું ન જઈ શકે ? વનરાજ જે માર્ગેથી ગયો હોય તે માર્ગેથી શું હરણીયું ન જઈ શકે ? પિતા જે માર્ગેથી ચાલ્યા હોય તે માર્ગેથી શું બાળક ન જઈ શકે ? તેમ હું પણ મહાપુરુષો જે માર્ગે ચાલ્યા તે માર્ગે ન ચાલી શકું?
ઉપાધ્યાયશ્રી યશોવિજયજી મહારાજે જ્યારે અનેક ગ્રંથો બનાવ્યા ત્યારે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org