SearchBrowseAboutContactDonate
Page Preview
Page 40
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૧ – ૨ સૂયગડાંગ સૂત્રનો ઉદભવ પ્રભુશ્રી મહાવીરદેવનું જીવન -2 – 21. પાણીમાં ડૂબતો માણસ જેમ એકવાર ઉપર આવે તેમ પાછું અંદરથી અભિમાન ઉછળ્યું અને વિચાર આવ્યો કે, “જો આને જીતી લઉં, તો આખા વિશ્વમાં મને સર્વજ્ઞની ખ્યાતિ મળી જાય ! ભગવાન પાસે પહોંચવા માટે લગભગ કોઈ કિલોમિટરનું અંતર કાપવાનું હતું. આટલું અંતર કાપતાં ઘણા ઘણા વિચારોના વમળો ચાલી રહ્યાં હતાં. પણ જ્યારે તેઓ ભગવાનની નજીક પહોંચ્યા, ત્યારે ભગવાનના પાવન મુખમાંથી નિઃસરેલો મધુર ધ્વનિ તેમના કાને પડ્યો ! જાણે કાનમાં ઘી સીંચાતું હોય, અમૃત ને મધ સિંચાતું હોય, તેવો અનુભવ થયો. પરમાત્માએ કહ્યું કે, 'हे गौतमगोत्रीय इन्द्रभूते ! सुखेन आगतवानोऽसि ?' ગૌતમ ગોત્રવાળા હે ઈન્દ્રભૂતિ તું સુખેથી આવ્યો?” જ્યાં પોતાનું નામ સાંભળ્યું તો થયું કે, ઓ હો ! આ મારું નામ પણ જાણે છે ? પાછું થયું, મને તો કોણ ન જાણે ? વિશ્વપ્રસિદ્ધ એવા મને તો બધા જ જાણે. પણ જો આ મારો સંશય જાણે અને કહે તો આને સાચો સર્વજ્ઞ માનું ! આ વિચાર મનમાં ઉદ્ભવ્યો, એટલે તરત જ પ્રભુએ તેમનો સંશય કહ્યો ને તેનું સમાધાન પણ કર્યું. પ્રભુ જ ખરેખર સર્વજ્ઞ છે, હું નથી !” એવો એકરાર થઈ ગયો. જેવું અભિમાન હતું, તેનાથી વધારે સરળતા ને વિનયગુણ હતો. તરત જ પરમાત્માના ચરણે જાતનું સમર્પણ કર્યું ને પરમાત્માનું શિષ્યત્વ સ્વીકારી લીધું. તેમ ઈન્દ્રભૂતિજીએ શિષ્યત્વ સ્વીકાર્યું એટલે તેમની સાથેના ૫૦૦ શિષ્યોએ પણ પરમાત્માનું શિષ્યત્વ સ્વીકાર્યું. જે સમયે એકસાથે ૫૦૦ વ્યક્તિઓ દિક્ષાનો સ્વીકાર કરીને પ્રભુને સમર્પિત થયા હશે, તે સમયનું વાતાવરણ કેવું હશે ? અગ્નિભૂતિને જ્યારે એવા સમાચાર મળ્યા કે મારા મોટા ભાઈ એ કહેવાતા સર્વજ્ઞના શિષ્ય બની ગયા, ત્યારે એમને થયું કે, મારા મોટા ભાઈ હારે તે બને જ નહિ ! સૂર્ય પશ્ચિમમાં ઉગે પણ મોટા ભાઈ ક્યારે ય હારે નહિ ! પરંતુ અનેકના મુખેથી આ વાત સાંભળીને એમને ખાત્રી થઈ ત્યારે એમણે વિચાર્યું કે હમણાં જ જાઉં અને એ કહેવાતા સર્વજ્ઞ સાથે વાદ કરીને ભાઈને છોડાવી લાવું. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004864
Book TitleSuyagadanga Sutrana Sathware Part 1 Agam Jano
Original Sutra AuthorN/A
AuthorKirtiyashsuri
PublisherSanmarg Prakashan
Publication Year2005
Total Pages304
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_aagamsaar
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy