SearchBrowseAboutContactDonate
Page Preview
Page 41
Loading...
Download File
Download File
Page Text
________________ ૧ - આગમ જાણો ! – 22 રસ્તામાં દરેકને પૂછતા ગયા કે, “શું આ સત્ય છે કે ઈન્દ્રભૂતિજી એ કહેવાતા સર્વજ્ઞના શિષ્ય બન્યા છે ? અને બધાનો એક જ જવાબ મળે છે કે, હા, ઈન્દ્રભૂતિએ ભગવાન મહાવીરનું શિષ્યત્વ સ્વીકાર્યું છે !” ત્યારે એમને થયું કે, આ મહાધૂતારો લાગે છે. તે પણ સમવસરણમાં ગયા, એમનો પણ સંશય છેદાયો અને એમણે પણ પોતાના ૫૦૦ શિષ્યો સાથે પરમાત્માનું શિષ્યત્વ સ્વીકાર્યું ! આ સાંભળીને વાયુભૂતિ વગેરે બાકીના નવેય બ્રાહ્મણ વિદ્વાનોને થયું કે, વડીલ બંનેય બ્રાહ્મણવરોએ જેમનું શિષ્યત્વ સ્વીકાર્યું, તે ખરેખર સર્વજ્ઞ હશે જ. અમે પણ તેમની પાસે જઈ તેમનું શરણ સ્વીકારી અમારી શંકાઓનું સમાધાન મેળવીએ અને તેમનું શિષ્યત્વ સ્વીકારી અમારું આત્મકલ્યાણ સાધીએ. આમ વિચારી તે દરેક પોતપોતાના પરિવાર સાથે દીક્ષિત થયા. આ રીતે અગ્યારેય બ્રાહ્મણ શ્રેષ્ઠોએ પોતપોતાના શિષ્ય પરિવાર સાથે પ્રભુનું શિષ્યત્વ સ્વીકાર્યું. તમે વિચારો કે જ્યારે આ રીતે અગ્યાર બ્રાહ્મણ શ્રેષ્ઠો તેમના ૪૪00 શિષ્યો સાથે દીક્ષિત બન્યા હશે, ત્યારે સમવસરણનું વાતાવરણ કેવું અલૌકિક બન્યું હશે ? પરમતારક પરમાત્માની શરણાગતિનો સ્વીકાર કરતાં જ સૌનું જીવન ધન્ય બની ગયું. પ્રભુનું શિષ્યત્વ મળતાં જ તે સૌનો વિનય ગુણ પરાકાષ્ઠાએ પહોંચ્યો અને વિનયગુણ પરાકાષ્ઠાએ પહોંચતાં જ તે અગ્યારેય બ્રાહ્મણ શ્રેષ્ઠોનો જિજ્ઞાસાભાવ પણ પરાકાષ્ઠાએ પહોંચ્યો. જિજ્ઞાસામાંથી તત્ત્વજ્ઞાનની પ્રાપ્તિ : અગ્યારેય દીક્ષિત બ્રાહ્મણ શિષ્યોએ પ્રભુને જિજ્ઞાસાભાવે પૃચ્છા કરી, “મર્વ તિરં !” ભગવન્! તત્ત્વ શું છે ? ભગવાને જવાબમાં કહ્યું, ‘પવા !' બીજમંત્ર મળ્યો. બીજબુદ્ધિના સ્વામી એવા તેમણે એ ‘૩૫ત્રે વા' બીજમંત્રના આધારે સમગ્ર વિશ્વની વ્યવસ્થા જાણી લીધી. અપૂર્વ આનંદ થયો. અનુપમ તત્ત્વની પ્રાપ્તિ થઈ, છતાં એમાં કાંઈક અપૂર્ણતા લાગી. બધું ઉત્પન્ન થયા જ કરે તો વિશ્વ વ્યવસ્થા કેમ ટકે? તેથી પાછો પ્રશ્ન કર્યો ! “યવં વિં તi ?” ભગવાને કહ્યું, “વિનામે વા !' Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004864
Book TitleSuyagadanga Sutrana Sathware Part 1 Agam Jano
Original Sutra AuthorN/A
AuthorKirtiyashsuri
PublisherSanmarg Prakashan
Publication Year2005
Total Pages304
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_aagamsaar
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy