SearchBrowseAboutContactDonate
Page Preview
Page 39
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૦ આગમ જાણો ! કહ્યું કે, ‘મોટા ભાઈ ! રહેવા દો ! આપને જવાની જરૂ૨ નથી, હું જાઉં છું અને તેને પરાભવ પમાડીને આવું છું ! તણખલું તોડવા શું ઐરાવણ હાથીએ જવાનું હોય ?,’ ત્યારે ઈન્દ્રભૂતિએ કહ્યું કે, ‘ભાઈ, તારે પણ જવાની જરૂ૨ નથી. તેને જીતવા માટે તો મારો નાનો એક શિષ્ય પણ પર્યાપ્ત છે. આ તો સર્વજ્ઞ સાંભળ્યો, એટલે મારાથી રહેવાતું નથી ! ૧ - માર્ગમાં કેટકેટલી કલ્પનાઓ કરી, પણ જ્યારે નજીક ગયા ત્યારે તેમનું અભિમાન ઓગળવા લાગ્યું, અહંકારના મિનારા તૂટવા લાગ્યા. એમને થયું કે, જીંદગીમાં ક્યાંય આવું સમવસરણ જોયું નથી. 20 સમવસરણ જોયું ને આભા જ બની ગયા. પૂર્વ દિશાના દ્વારે પહોંચ્યા અને જ્યાં પહેલું પગથીયું ચઢ્યા, ત્યાં પરમાત્માનાં દર્શન થયાં. લાગ્યું કે, આ કોઈ સામાન્ય માનવી નથી. કોઈ ઈશ્વરી તત્ત્વ છે. શું આ બ્રહ્મા હોઈ શકે ! બ્રહ્મા તો ઘરડા છે, આ તો યુવાન છે ! તો શું આ વિષ્ણુ હોઈ શકે ! ના, એ તો કાળા છે ને આ સુવર્ણવર્ણના છે ! તો શું આ મહેશ હોઈ શકે ? ના, તે પણ નથી. એ તો ભભૂતિવાળા છે. આ તો કાંતિવાળા છે ! તો શું મેરુ હોઈ શકે ? ના, એ તો કઠોર છે. આ તો માખણથી પણ કોમળ લાગે છે ! તેમણે પોતાના બધા જ ઈષ્ટદેવને યાદ કર્યા. પણ બધામાં કોઈકને કોઈક દૂષણ તો હતું જ. આ તો સંપૂર્ણ દૂષણ વગરના હતા. Jain Education International ભલે તે અન્યદર્શની હતા, તેમણે જૈનદર્શનનું અધ્યયન પણ કરેલું, જૈન દર્શનમાં જાણ્યું હતું કે, ૨૩ તીર્થંકર થઈ ગયા છે અને હવે ૨૪મા તીર્થંકર વર્ધમાન મહાવીર થવાના છે ! આ એ જ હશે ? એવો એમને સંદેહ થયો. તમે જીંદગી જૈન તરીકેની વીતાવી, પણ જૈન દર્શનનું અધ્યયન કર્યું છે ? જ્યારે એમને એ વાતનો ખ્યાલ હતો. તેથી એમને પશ્ચાત્તાપ થાય છે. ‘જો આ એ જ સર્વજ્ઞ હશે, તો આમને કઈ રીતે જીતવા ? મેં મૂર્ખાઈ કરી ! મેં કદાચ આ એકને ન જીત્યો હોત તો મારા યશમાં શું ખામી રહી જાત ?' પછી પોતાના ઈષ્ટદેવ શિવને ઉદ્દેશીને કહે છે. ‘હે પ્રભુ ! મારું રક્ષણ કરજો !' For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004864
Book TitleSuyagadanga Sutrana Sathware Part 1 Agam Jano
Original Sutra AuthorN/A
AuthorKirtiyashsuri
PublisherSanmarg Prakashan
Publication Year2005
Total Pages304
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_aagamsaar
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy