________________
૨ : સૂયગડાંગ સૂત્રનો ઉદ્ભવ : પ્રભુશ્રી મહાવીરદેવનું જીવન – 2 જમાનામાં યજ્ઞો કરાતા. તેથી જ્યારે આ યજ્ઞ આરંભાયો, ત્યારે ચારે બાજુથી માનવ મહેરામણ ઉભરાયું હતું. યજ્ઞ પ્રારંભાયો. યજ્ઞવિધિ શરૂ થઈ. આહુતિઓ અપાતી ગઈ. ધૂમ્રસેરો નીકળતી ગઈ. આખું આકાશ ભરાતું ગયું. અગ્યાર બ્રાહ્મણો અને તેમનો ૪૪૦૦નો પરિવાર એકસાથે આહુતિ આપતો હતો. સૌના મુખમાંથી એક સાથે એક લયમાં નીકળતા સ્વાહાના ધ્વનિથી દિગંત સુધીનું આખું જ વાતાવરણ ગૂંજી ઉઠ્યું હતું. વાતાવરણમાં દિવ્યતા અનુભવાતી હતી. કારણ કે, એકાએક આકાશમાંથી દેવતાઓનો સમૂહ ઊતરી રહ્યો હતો. અગ્યારેય વિદ્વાન બ્રાહ્મણોને થયું કે યજ્ઞો તો ઘણા કર્યા, જોયા. પરંતુ આવો વિધિવાળો યજ્ઞ તો આજે જ થયો કે જે દેવોને પણ ખેંચી લાવ્યો.
૧૯
--
અગ્યારે અગ્યાર બ્રાહ્મણ વિદ્વાનો એકબીજાની સામે જોઈ રહ્યા, અને સભાને ઉદ્દેશીને કહેવા લાગ્યા કે ‘જુઓ, યજ્ઞનો પ્રભાવ ! સાક્ષાત્ દેવો યજ્ઞની આહિત લેવા દોડીને આવી રહ્યા છે.' હજી તે ખુશાલી મનાવે, તેની આપ-લે કરે, તે પહેલાં જ દેવોને યજ્ઞની આહુતિ લેવાને બદલે યજ્ઞ મંડપ છોડીને આગળ જતાં જોયા. બધાનાં મોં વીલખાં પડ્યાં. ત્યાં તો સમાચાર મળ્યા કે, નગરની બહાર કોઈ સર્વજ્ઞ આવ્યા છે, જેઓની સેવા કરવા દેવો ત્યાં જઈ રહ્યા છે.
19
સર્વજ્ઞ શબ્દ સાંભળતાં જ ઈન્દ્રભૂતિને આઘાત લાગ્યો ! અમારા જેવા સર્વજ્ઞને છોડીને આ દેવો ત્યાં કેમ જાય છે ! દેવો વિબુધવર કહેવાય છે અને આ યજ્ઞમંડપમાં અપાતી આહુતિઓને છોડીને ત્યાં કેમ જાય છે ?
ઈન્દ્રભૂતિ બહાર આવ્યા. લોકોને પૂછ્યું - ‘ક્યાં જઈ આવ્યા ?' લોકોએ જ્યારે જવાબ આપ્યો કે ‘સર્વજ્ઞની પાસે !' ત્યારે ઈન્દ્રભૂતિએ મશ્કરીમાં પૂછ્યું, ‘કેવો છે તે સર્વજ્ઞ ?' લોકોએ તેમના ઉપહાસની પરવા કર્યા વિના જ જે જોઈને આવ્યા હતા, તેની અભિવ્યક્તિ કરતાં કહ્યું કે ‘ગણિત પરાર્ધથી પણ ઉપર હોય, મોઢામાં હજાર જીભ હોય, તો પણ તેમના ગુણ ન ગાઈ શકાય એવા એ સર્વજ્ઞ છે’ - એમ સૌ પોતપોતાની રીતે સર્વજ્ઞ પ્રભુ વીરના ગુણ ગાઈ રહ્યા છે !
Jain Education International
અભિમાન એ છૂપો દુશ્મન છે. એને વશ પડેલા ઈન્દ્રભૂતિથી હવે રહેવાતું નથી. એમ થયું છે કે, હમણાં જાઉં અને આ કહેવાતા સર્વજ્ઞને પરાભવ પમાડીને મારી સર્વજ્ઞ તરીકેની પ્રસ્થાપના કરું.
જ્યારે તેમણે જવાની તૈયારી કરી ત્યારે તેમના નાના ભાઈ અગ્નિભૂતિએ
For Private & Personal Use Only
www.jainelibrary.org