SearchBrowseAboutContactDonate
Page Preview
Page 36
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૭ ૨ : સૂયગડાંગ સૂત્રનો ઉદ્ભવ : પ્રભુશ્રી મહાવીરદેવનું જીવન – 2 નાથ કોઈને નમતા હોય તે ક્ષણ : પૂર્વ દિશાના દ્વારેથી ૫૨માત્મા સમવસરણના પહેલા પગથિયે પગ મૂકે છે. ત્યાંથી અશોકવૃક્ષ લગભગ અડધે સાડી છ કિલોમિટર દૂર સેન્ટરમાં ગોઠવાયેલું હતું. જે ભગવાનની કાયા કરતાં બાર ગણું ઊંચુ હતું. આખા સમવસ૨ણમાં જાનુ પ્રમાણ પંચવર્ણના પુષ્પોની વૃષ્ટિ થયેલ છે. ચારે દિશામાં ચાર સિંહાસનો ગોઠવાયેલાં છે. નીચે પાદપીઠ ગોઠવાયેલી છે. પરમાત્મા અશોકવૃક્ષની ચારેય બાજુ પ્રદક્ષિણા આપે છે. ત્રણ લોકના સ્વામી કે, જેને જગતના તમામ જીવો નમસ્કાર કરે, તે આ ધર્મતીર્થને નમસ્કાર કરી રહ્યા છે. જગતના નાથને બધા નમે તે જોવાનું સૌભાગ્ય તો આપણને પણ સાંપડ્યું છે. પણ જગતના નાથ કોઈને નમતા હોય તે ક્ષણ, તે ઘડી, તે પળ, જેને જોવા મળે તેનું સૌભાગ્ય કેટલું મહાન હશે ! તે જોનાર પણ ધન્ય બની ગયા. ‘કોટી દેવ મિલકે કર ન સકે, એક અંગૂઠ રૂપ પ્રતિછંદા; ઐસો અદ્ભુત રૂપ તિહારો, બરસત માનું અમૃતકો બુંદા.’ - પરમાત્મા પૂર્વ દિશાના સિંહાસને બિરાજમાન થયા. પરમાત્માની કાયા જેવાં જ ત્રણ પ્રતિબિંબોનું દેવોએ નિર્માણ કરી બીજા ત્રણ સિંહાસન ઉપર સ્થાપિત કર્યાં. કલ્પના પણ ન આવે કે, આમાં સાચું રૂપ કયું હશે ! દરેકને એમ જ લાગે કે, પરમાત્મા અમારી સામે જ છે. પરમાત્માનો અતિશય જો ન ભળે તો કરોડ દેવતાઓ ભેગા થઈને પણ પરમાત્માના એક અંગુષ્ઠનું રૂપ ન કરી શકે. કહ્યું પણ છે ને કે - 17 ચારે દિશામાં પરમાત્માની પાછળ ભામંડળ ઉપ૨ ત્રણ-ત્રણ છત્ર છે. આકાશમાં ધર્મચક્ર ઘૂમી રહ્યું છે. ચારે બાજુ દુંદુભિનો નાદ ગાજી રહ્યો છે. તે કહી રહ્યું છે કે, 'भो भोः प्रमादमवधूय भजध्वमेनमागत्य निर्वृतिपुरीं प्रति सार्थवाहम् । एतन्निवेदयति देव ! जगत्रयाय मन्ये नदन्नभिनभः सुरदुन्दुभिस्ते ।। ' Jain Education International ‘હે ભવ્ય જીવો ! પ્રમાદનો ત્યાગ કરો ! મોક્ષમાર્ગનાં સાર્થવાહ આવ્યા છે, તેનું શરણું સ્વીકારો !' આ નાદ સાંભળી ચારે બાજુનાં ગામોનાં ગામો, નગરોનાં નગરો, શહેરોનાં For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004864
Book TitleSuyagadanga Sutrana Sathware Part 1 Agam Jano
Original Sutra AuthorN/A
AuthorKirtiyashsuri
PublisherSanmarg Prakashan
Publication Year2005
Total Pages304
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_aagamsaar
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy