________________
૧ - આગ
60.
- ના, એવું નથી. સારા કામના પ્રારંભ માટે જેમ ક્ષેત્ર સારું જોઈએ, તેમ કાળ પણ સારો જ જોઈએ. કાળમાં જે રીતે પ્રહરની વિચારણા કરવાની છે, તિથિની વિચારણા કરવાની છે, તે જ રીતે નક્ષત્રની પણ વિચારણા કરવાની છે.
કારણ કે નક્ષત્ર પણ કાળનો જ એક પ્રકાર છે, તેનો પણ સારી કે ખરાબ પ્રભાવ કાર્ય ઉપર પડે જ છે. માટે જ મૃગશીર્ષ વગેરે દશ નક્ષત્રો જ્ઞાનની વૃદ્ધિ કરનારા હોઈ તેમાં પ્રારંભ કરવાનું કહ્યું અને સંધ્યાગત વગેરે સાત નક્ષત્રો અહિત કરનાર હોઈ તેમાં વિદ્યાભ્યાસ કરવાનો નિષેધ કર્યો. આ વાતની સ્પષ્ટતા કરતાં ચૂર્ણિકાર મહર્ષિએ જણાવ્યું છે કે –
'संझागयंमि कलहो होति, कुभत्तं विलंबि नक्खत्ते । विड्डेरे परविजओ, आइञ्चगते अणिव्वाणी ।।१।। जं सग्गहंसि कीरइ, नक्खत्ते तत्थ दुग्गहो होइ ।
राहुहयंमि य मरणं, गहभिण्णे लोहिउग्गालो ।।२।। આ આગમનું અધ્યયન કે ઉદ્દેશ વગેરે –
સંધ્યાગત’ નક્ષત્રમાં કરવાથી કલહ-કજીયો થાય છે. “વિલંબી' નક્ષત્રમાં કરવાથી ખરાબ ભોજન કરવાનો
વારો આવે છે. “વિડેર' નક્ષત્રમાં કરવાથી સામાનો વિજય થાય છે. ‘રવિગત' નક્ષત્રમાં કરવાથી કાર્યની પૂર્ણાહુતિ થતી નથી. સગ્રહ' નક્ષત્રમાં કરવાથી દુર્રહ - ખરાબ રીતે પકડાવાનું કે પદાર્થની ખોટી પક્કડ થાય છે. ‘રાહુહેત' - રાહુથી હણાયેલ નક્ષત્રમાં કરવાથી મૃત્યુ થાય છે અને “ગ્રહભિન્ન' નક્ષત્રમાં કરવાથી લોહીની
ઉલટી થાય છે. આગમનાં અધ્યયન-અધ્યાપનનો પ્રારંભ કરનારને કે આગમનો ઉદ્દેશો વગેરે કરનાર, કરાવનારને કોઈપણ પ્રકારે નુકસાન ન થાય કે તેમનું અહિત ન થાય તે માટે આ બધી જાણકારી આપીને શ્રુતના ઉપાસકો ઉપર મહાપુરુષોએ કેટલો મોટો ઉપકાર કર્યો છે, તે આના ઉપરથી પણ સમજી શકાય તેવું છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org