SearchBrowseAboutContactDonate
Page Preview
Page 264
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૪૫ - ૧૨: પહેલા શ્રુતસ્કંધના ૭ થી ૧૭ અધ્યયનોનો પરિચય - 12 – 245 વાટે સંચર્યા હતા, ત્યારે કાનપુર ગયા હતા. ત્યાં જૈનોના ગણ્યા ગાંઠ્યાં ઘર હતાં. સંઘે મહારાજ સાહેબને ધર્મશાળામાં ઉતારો આપ્યો હતો. એ ધર્મશાળા અજૈનોની હતી. કાનપુરમાં મોટા ભાગની અજૈનોની જ વસ્તી હતી અને એ ધર્મશાળામાં ઘણા અજૈન સાધુ પણ ઉતર્યા હતા. એમાં ત્યાંના જૈનો મહાત્માને વિનંતિ કરીને ઘરે લઈ ગયા. મહાત્માઓ જરૂર મુજબ ગોચરી લઈ ધર્મશાળામાં આવ્યા. જૈનો પરમતારક ગુરુદેવશ્રીજી પાસે ફરિયાદ લઈ આવ્યા કે “અમને કશો જ લાભ મળ્યો નથી. મહાત્માઓએ કશું વહોર્યું નથી.” ગુરુદેવે જણાવ્યું કે “જેટલો ખપ હતો તેટલું વહોર્યું છે. તમારી ભાવના ઉત્તમ છે, પણ અમારે જેટલી જરૂર હોય તેટલું જ વહોરાય. વધુ લઈને શું કરીએ ? ત્યાંના શ્રાવકોને સાધુ-સાધ્વીજીનો યોગ ખૂબ જ ઓછો મળતો હોઈ ભાવ ઘણા હતા, તેથી સવાર, બપોર, ગોચરીના સમયે સતત આગ્રહ કરતા રહ્યા. આ બધું દશ્ય ધર્મશાળામાં ઊતરેલા અજૈન સંન્યાસીઓ જોતા હતા. એમને સમજણ પડતી ન હતી કે આ ગૃહસ્થો જૈન સાધુઓને વારંવાર વિનંતિ કરે છે, છતાં સાધુઓ કેમ લાભ આપતા નથી. બપોરે એ અજૈન સંન્યાસીઓના કોઈ વડા ગુરુ પરમતારક ગુરુદેવશ્રીને મળવા આવ્યા. સામાન્ય વાતચીત કરી પછી એમને થતી મુંઝવણને વાચા આપતો પ્રશ્ન કર્યો. એમણે પૂછ્યું – “મહારાજજી ! હમારા હિંદુ સમાજ બહુત બડા હૈ, હમ ઉનકે ધર્મગુરુ હૈં ફિર ભી હમ ભિક્ષા માંગને જાતે હૈં તો હમેં કહતે હૈં – માફ કિજીએ, આગે જાઈએ ! જબકિ આજ સુબહ સે હમ દેખ રહે હૈ કિ આપકા છોટા સા જૈન સમાજ ભી આપકે સાધુ મહારાજ કો બાર બાર ઘર પધારકર ભિક્ષા લાભ દેને કા આગ્રહ કર રહા હૈ ઐસા ક્યોં?” ગુરુદેવે એમને સહજતાથી જવાબ આપ્યો – “દેખીએ ! આપ લોગ આપકે ગૃહસ્થોં કે ઘર જાકર કાલી રોટી ઔર ધોલી દાલ માંગતે હો; ઔર જો ન દે તો ચીમટા ઠોકકર શાપ દેને કા ડર બતાતે હો, જબકિ હમારે જૈન ધર્મ કે સાધુ કા આચાર હૈ કિ - ગૃહસ્થોં ને ઉન્હીં કે નિમિત્ત સે જો કુછ બનાયા-પકાયા હો ઉસમેં સે કેવલ હમારે સંયમ પાલન મેં સહાયક હો ઐસી ચીજું સીમિત માત્રા મેં હી લેતે હૈં તાકિ ઉન્હેં ખૂટે નહીં ઔર ફિરસે બનાના ન પડે, ઈસી કારણ ઉનકા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004864
Book TitleSuyagadanga Sutrana Sathware Part 1 Agam Jano
Original Sutra AuthorN/A
AuthorKirtiyashsuri
PublisherSanmarg Prakashan
Publication Year2005
Total Pages304
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_aagamsaar
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy