SearchBrowseAboutContactDonate
Page Preview
Page 265
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૪૬ 246 – ૧ - આગમ જાણો ! – ભક્તિભાવ બના રહતા હૈ ઔર ઉનકી “લાભ દીજીએ, લાભ દીજીએ, કુછ લાભ નહીં મિલા” ઐસી ભાવના બની રહતી હૈ ” એ સંન્યાસી સરળ, સમજુ અને આત્મનિરીક્ષક હતા. તેમણે તરત કાનબૂટી પકડી કબૂલ કર્યું. કહ્યું કે - “અપેક્ષાએ જ અમારી આ અવદશા કરી છે.” સામેવાળાને સમજવા માટેની જિજ્ઞાસા પેદા કરાવીને પછી સમજાવવું તે પરમતારક ગુરુદેવનો સહજ ગુણ હતો. અમને સાધુઓને અમારા ભગવાને જે આચાર-વિચારની મર્યાદા બતાવી છે, તેનું આ પરિણામ છે. ગુરુદેવે એ સંન્યાસીઓને આખી સાધુની ભિક્ષાચર્યાની રીતભાત બતાવી. સાધુ માટે બનાવેલું હોય તે સાધુથી લેવાય નહિ અને ગૃહસ્થ માટે બનાવેલું હોય તેમાંથી પણ તેમને ખૂટે નહિ, તે રીતે જ લેવાનું હોય છે. તે પોતે ઈચ્છાથી આપે તો જ લેવાનું હોય છે. ભગવાને સાધુને તરવા માટેનો આ માર્ગ બતાવ્યો છે, એ માટે જ માધુકરી વૃત્તિથી જીવન જીવવાનું બતાવ્યું છે. પ્રોજેક્ટ વિનાના મહારાજ : પરમતારક ગુરુદેવના જીવનમાં ક્યારેય કોઈ પ્રોજેક્ટ ન હતો. એમના જેવું નિર્લેપ વ્યક્તિત્વ અમે તો જોયું નથી અને અમારા અનુભવથી એટલું કહી શકીશ કે એવું નિર્લેપ વ્યક્તિત્વ વર્તમાનમાં બીજે ક્યાંય જોવા નહિ મળે. સભાઃ હસ્તગિરિનો પ્રોજેક્ટ ન હતો ? તમને પૂરો ખ્યાલ નથી. આ હસ્તગિરિનું નિર્માણ એમના આદેશ કે પ્રેરણાથી નહિ, પરંતુ ઉપદેશાત્મક કેવળ એક વચનથી જ થયું છે. એક પુણ્યાત્મા પરમતારક ગુરુદેવ પાસે આશીર્વાદ લેવા આવ્યા અને કહ્યું કે મારી ભાવના છે કે પાંચ-સાત લાખ રૂપિયા ખર્ચીને હસ્તગિરિના પર્વત ઉપર એક નાનકડું મંદિર બનાવવું છે, જેથી દૂર-દૂરથી ત્યાં યાત્રા કરવા આવનારને પ્રભુભક્તિનું નાનકડું પણ આલંબન મળે. એ પ-૭ લાખ રૂપિયા આજથી ત્રીસ (૩૦) વર્ષ પહેલાના. પરમતારક ગુરુદેવે કહ્યું, “બનાવો જ છો તો તીર્થને અનુરૂપ બનાવજો !” ત્યાંથી એ પુણ્યાત્મા ઘરે ગયા ને આખી રાત મનમાં ઘમ્મરવલોણું ચાલ્યું છે કે ગુરુદેવે “તીર્થને અનુરૂપ જે કહ્યું તે તીર્થને અનુરૂપ એટલે શું? અને તેમાંથી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004864
Book TitleSuyagadanga Sutrana Sathware Part 1 Agam Jano
Original Sutra AuthorN/A
AuthorKirtiyashsuri
PublisherSanmarg Prakashan
Publication Year2005
Total Pages304
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_aagamsaar
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy