SearchBrowseAboutContactDonate
Page Preview
Page 121
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦૨ ૧ - આગમ જાણો ! – 102 એમની પાસે જે ભણે છે કે એ ભણનાર-ભણાવનારને જો પ્રોત્સાહન આપે છે, તે પણ જિનાજ્ઞાની વિરાધના કરવા દ્વારા ભારે કર્મનો બંધ કરે છે. માટે આવી અનધિકાર પ્રવૃત્તિઓથી સદા માટે દૂર રહેવું જોઈએ અને ઉચિત અધિકાર મેળવવા યોગ્યતાનુસાર ગુણસંપત્તિને પામવાનો પ્રયત્ન કરવો જોઈએ. આગમશાસ્ત્રોનું શ્રવણ માત્ર જાણકારી મેળવવા, વિદ્વાન બનવા કે રજુઆતની આવડત કેળવવા કરવાનું નથી અને આગમના અધ્યયન પછી માત્ર આટલી જ ક્ષમતા પેદા થાય તો તે આગમ શાસ્ત્રનું ફળ પણ નથી. ફળ તો એ છે કે જે બોધને નિર્મળ બનાવે, શ્રદ્ધાને નિર્મળ બનાવે, આત્મસ્વરૂપની પિછાણ કરાવે, આત્માની સંવેદના પ્રગટાવે અને આત્માનો સહજ સ્વભાવ પ્રગટ કરવાનો પુરુષાર્થ પ્રગટાવે. આ બધું ત્યારે જ બની શકે કે જ્યારે ચોક્કસ પ્રકારની ગુણસંપત્તિને પ્રાપ્ત કરી હોય ! તે ગુણસંપત્તિ પ્રાપ્ત કરવા માટે પહેલે નંબરે પ્રિયધર્મ' બનવાનું છે. ૧ - પિથો - પ્રિયધર્મો : ધર્મ જેને પ્રિય હોય તે પ્રિયધર્મ કહેવાય. પ્રિયધર્મીને પ્રિયધર્મ રૂપે પણ ઓળખાવી શકાય. જેને ધર્મ ગમે તેને અધર્મ ક્યારેય ન ગમે. જેને અધર્મ ગમે તેને ધર્મ ગમે છે એવું ક્યારેય ન મનાય. કારણ કે ધર્મ અને અધર્મ બન્ને ય એકબીજાથી વિપરીત છે. હવે થોડા ઊંડા ઉતરીને વિચારીએ તો જેને ધર્મ ગમે છે, તેણે પણ એ વિચારવું જોઈએ કે ધર્મ શા માટે ગમે છે? જેને ધર્મ દુન્યવી સ્વાર્થ માટે ગમતો હોય તે પ્રિયધર્મ ન કહેવાય. કારણ કે એને ધર્મ ઉપર પ્રેમ નથી પણ પોતાના સ્વાર્થ ઉપર પ્રેમ છે અને એ સ્વાર્થને સાધવા માટે તે ધર્મનો એક સાધન તરીકે ઉપયોગ કરે છે. એ ધર્મ કરે તો પણ એનો ઝોક ધર્મ પ્રત્યે ન રહેતાં ધર્મથી મળતા દુન્યવી પદાર્થો પ્રત્યે જ રહેતો હોય છે. એટલે જ એના મનમાં ધર્મ કરતાંય દુન્યવી પદાર્થોની જ કિંમત અંકાયેલી હોય છે. તેથી એને દુન્યવી સુખના સાધન તરીકે જ ધર્મ ગમે છે. એમ સહેજે સમજી શકાય છે. એ રીતે ધર્મ ગમે તો એની કિંમત નથી. ધર્મ, ધર્મ તરીકે ગમે તો જ પ્રિયધર્મ' કહેવાય. જેને ધર્મ ગમે તેને અધર્મ ક્યારેય પણ ન ગમે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004864
Book TitleSuyagadanga Sutrana Sathware Part 1 Agam Jano
Original Sutra AuthorN/A
AuthorKirtiyashsuri
PublisherSanmarg Prakashan
Publication Year2005
Total Pages304
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_aagamsaar
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy