SearchBrowseAboutContactDonate
Page Preview
Page 235
Loading...
Download File
Download File
Page Text
________________ આગમ જાણો ! બાળપણથી જ એમની માએ એમને કેવું વાત્સલ્ય આપ્યું હશે કે, રાજસભામાં પણ તેમની આંખો ‘મા’ને શોધતી હતી. આખું નગર છે, પણ મારી ‘મા’ કેમ નહિ ? એ જાણવાની એમની ઈંતેજારી હતી. મન ક્યાંય લાગતું નહોતું. જેવી રાજસભા પૂરી થઈ કે તરત જ દોડતા ઘરે ગયા. ‘મા’ ક્યાં છે ? એમ પૂછતાં પૂછતાં ઘરમાં ફરી વળ્યા ત્યારે એમની મા ઘરના ખૂણે સામાયિક લઈને સ્વાધ્યાય કરી રહી હતી. ૨૧૭ ૧ - Jain Education International આ ઘટનામાં આગળ વધતાં પહેલાં જરા તમે તમારી પરિસ્થિતિનો વિચાર કરી જુઓ ! તમારો દીકરો અમેરિકા જઈ ભણી-ગણીને આવ્યો હોય ત્યારે જો સમાજે મોટો મેળાવડો યોજ્યો હોય તો તે વખતે એની મા સામાયિકમાં બેસી રહે એવું બને ખરું ? આ બધી ઘટનાઓ સાથે તમારો કાંઈ મેળ મળે છે ખરો ? આર્યરક્ષિતજીની મા તમારી દૃષ્ટિએ કેવી કહેવાય ? અગર તમારો દીકરો આ રીતે ભણીને આવ્યો હોય ને એના સ્વાગતના અવસરે તમારી પત્ની સામાયિક લઈને બેસે તો તમે એને શું કહો ? આટલું તમે તમારી જાતનું નિરીક્ષણ કરજો ! હવે આપણે આગળ વધીએ. 216 મા, સામાયિકમાં છે, અડાય નહિ, એવું એ બરાબર જાણે છે એટલે એ દૂરથી જ માનાં પગમાં માથું મૂકતા હોય તેમ નમસ્કાર કરે છે અને ભીના ભીના અવાજે પૂછે છે કે - “મા ! આટલે દૂરથી આવ્યો છું. ઘણું બધું ભણીને આવ્યો છું, આખા નગરે મારું સ્વાગત કર્યું. એક તું જ ન આવી ? હું ભણીને આવ્યો તે તને શું ન ગમ્યું ?” જવાબમાં એની માએ કહ્યું કે – “બેટા ! ગામ તારી ‘મા’ નથી, તારી ‘મા' તો હું છું. કેવળ હિંસામાં પ્રવર્તાવતા એવા કુશાસ્ત્રના પરિશીલન રૂપ અને પરિણામે દુર્ગતિમાં લઈ જનારી વિદ્યા ભણીને તું આવ્યો, તે તારી ‘મા’ને કઈ રીતે ગમે ?” આર્યરક્ષિતજીની માતા પાસે એમના હૃદયમાં રહેલા સમ્યગ્દર્શને આ બોલાવ્યું હતું. આ ‘પળ' માએ ન સાચવી હોત તો પૂજ્ય આચાર્ય શ્રી આર્યરક્ષિતસૂરિ મહારાજને જૈનશાસન ન મળ્યું હોત અને જૈનશાસનને યુગપ્રધાન પૂજ્ય આચાર્ય શ્રી આર્યરક્ષિતસૂરિ મહારાજ ન મળ્યા હોત. આપણને આગમના વિભાગરૂપ જે ચાર અનુયોગ મળ્યા, તે ઉપકાર આ ‘મા-રુદ્રસોમા’નો છે. જો પૂજ્ય આચાર્યશ્રી આર્યરક્ષિતસૂરિ મહારાજ ન મળ્યા હોત તો આગમ For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004864
Book TitleSuyagadanga Sutrana Sathware Part 1 Agam Jano
Original Sutra AuthorN/A
AuthorKirtiyashsuri
PublisherSanmarg Prakashan
Publication Year2005
Total Pages304
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_aagamsaar
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy