SearchBrowseAboutContactDonate
Page Preview
Page 236
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૧૭ – ૧૦ : આપ્ત કરે તે પ્રમાણ ! તો આખ કોણ? - 10 – 17 માટેના બોધની આજે જે ભૂમિકા ઉપલબ્ધ થાય છે, તે ન થઈ હોત. એ જે ચૌદ વિદ્યા ભણી આવ્યા હતા, તેનાં નામો પણ શાસ્ત્રકારોએ વર્ણવેલાં છે. ૧ - શિક્ષા, ૨ - કલ્પ, ૩ - વ્યાકરણ, ૪ - છંદ, ૫ - જ્યોતિષ, ૬ - નિરુક્ત, ૭ - ઋગ્વદ, ૮ - યજુર્વેદ, ૯ - સામવેદ, ૧૦ - અથર્વવેદ, ૧૧ - મીમાંસા, ૧૨ – જ્ઞાતવિસ્તાર, ૧૩ – ધર્મશાસ્ત્ર અને ૧૪ – પુરાણ. બીજો એક ખુલાસો એ પણ કરી લઉં કે આર્યરક્ષિતજી જે વિદ્યા ભણીને આવ્યા હતા તે ભલે મિથ્યાત્વવર્ધક હતી. પણ નાસ્તિકતા-પોષક તો ન જ હતી. તેથી જ તેમનામાં સંસ્કાર ને લાયકાત જીવંત રહી છે. આજની વિદ્યા ભણેલો તો ફટ કહી દે કે, “તને ન ગમે તો કાંઈ નહિ, તારું તું જાણે.' પણ આર્યરક્ષિતજીએ એવું ન કર્યું, તેમણે તો કહ્યું કે - “મા ! તો તું બોલ હું શું ભણું તો તને આનંદ થાય ?' મા બોલી – “તું દૃષ્ટિવાદ ભણે તો મને આનંદ થાય.” એ મને કોણ ભણાવે ?” ‘તારા મામા દીક્ષિત થયેલા છે, આર્ય તોસલીપુત્ર તેમનું નામ છે. તું એમની પાસે જા ! એ તને દૃષ્ટિવાદ ભણાવશે. પણ આ ભણવા માટે એટલું ધ્યાન રાખજે કે તેઓ તને જે કહે કે તું કરજે ! એ મા જાણતી હતી કે, દૃષ્ટિવાદ એમને એમ ન ભણાય. એ માટે પહેલાં દીક્ષા લેવી પડે. આટલે દૂરથી દીકરો આવ્યો, વર્ષો પછી ભણીને આવ્યો ને તરત દીક્ષા લેવા માટે રવાના કરી દીધો ? ન એને ખવડાવ્યું, ન પીવડાવ્યું ! કાંઈ સમજાય છે ? શ્રી આર્યરક્ષિતની “મા” એ આદર્શ મૂર્તિ હતી. અહીં જેટલી મા બેઠી હોય, તે બધા માટે આ મા “આરાધ્ય મા' બનવી જોઈએ. તમે આ સ્થાને હોવ તો શું કરો ? આર્યરક્ષિતજી સમજી ગયા. એના પિતા-સ્વજનો બધા વૈદિકમાર્ગના અનુયાયી હતા અને મા જૈન ધર્મના અનુયાયી સમ્યગ્દષ્ટિ હતી. એ જાણતા હતા કે માની વાત માનવામાં પિતાજી વગેરે સ્વજનો તરફથી કેટલાં વિઘ્નો આવવાના છે. છતાં એ માનું કેવું વાત્સલ્ય હશે કે એ બધું સહન કરીને પણ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004864
Book TitleSuyagadanga Sutrana Sathware Part 1 Agam Jano
Original Sutra AuthorN/A
AuthorKirtiyashsuri
PublisherSanmarg Prakashan
Publication Year2005
Total Pages304
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_aagamsaar
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy