SearchBrowseAboutContactDonate
Page Preview
Page 234
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦ : આપ્ત કહે તે પ્રમાણ ! તો આપ્ત કોણ ? - 10 એ રુદ્રસોમા શ્રાવિકા કેવાં હતાં તેનાં પૂર્વાચાર્યોએ વર્ણન કરેલાં છે. તે વાંચીએ તો પણ એમની બાહ્યાવ્યંતર પરિણતિ અને ધર્મવૈભવને અભિનંદવાનું મન થયા વિના ન રહે. ‘હિતોપદેશ’ ગ્રંથમાં લખ્યું છે કે - ૨૧૫ 'सा य तहाविहसुहकम्मपरिणइवसेण पढमं चिय अहिगयजीवाजीवा उवलद्धपुत्रपावा आसवसंवरविणिज्जराबंधमुक्खाइवियारविसारया निग्गंथे पवयणे सम्मं पत्तट्ठा लट्ठा गहियट्ठा विणिच्छियट्ठा अट्ठिमिंजधम्माणुरायरत्ता इहलोइयसुहनिष्पिवासचित्ता सासयसुहसाहिलासा कालं वोलेइ ।' *અને તે રુદ્રસોમા વિશિષ્ટ શુભ કર્મોદય પરિણતિથી પૂર્વથી જ જીવ-અજીવાદિ પદાર્થને ભણેલી, પુણ્ય-પાપનું જ્ઞાન પામેલી, આશ્રવ, સંવર, નિર્જરા, બંધ અને મોક્ષાદિ તત્ત્વોનો વિચાર કરવામાં વિશારદ (નિપુણ) હતી, તિગ્રંથ પ્રવચનને વિશે સમ્યક્ પ્રકારે અર્થને પ્રાપ્ત કરેલ, અર્થને મેળવેલ, અર્થને ગ્રહણ કરેલ, અર્થનો નિર્ણય કરેલ હતી, અસ્થિ-મજ્જામાં ધર્માનુરાગથી રંગાયેલી હતી, ઈહલૌકિક ભૌતિક સુખની પિપાસા વિનાની હતી અને શાશ્વત મોક્ષ સુખની અભિલાષાવાળી થઈ કાળને પસાર કરતી હતી.’ 215 નાની ઉંમરમાં જ તેમના પિતા ‘સોમદેવે’ તેમને કાશી ભણવા મોકલ્યા હતા. ત્યાં વર્ષો સુધી ૨હી ચૌદ વિદ્યાના પારગામી બનીને ઉગતી યુવાન વયે પોતાના વતનમાં તેઓ પાછા આવ્યા, નગરના રાજવી પટ્ટહસ્તી લઈને એમનું સ્વાગત કરવા ગયા. આખું નગર પણ સ્વાગત કરવા માટે ઉમટ્યું, રાજાએ એમને હાથીની અંબાડીએ બેસાડ્યા. સામૈયું આખી નગરીમાં ફરીને પછી રાજસભામાં આવ્યું. રાજસભામાં એમનું વિશિષ્ટ સન્માન-સત્કાર ને બહુમાન કરવામાં આવ્યું. સભામાં આખું ગામ હાજર હતું, આમ છતાં આ પ્રસંગે આર્યરક્ષિતની માતા હાજર ન હતી. આખું ગામ આર્યરક્ષિતને જોતું હતું, પણ આર્યરક્ષિત પોતે તો સભામાં પોતાની માને જ શોધતા હતા. ક્યાંય મા દેખાતી નહોતી. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004864
Book TitleSuyagadanga Sutrana Sathware Part 1 Agam Jano
Original Sutra AuthorN/A
AuthorKirtiyashsuri
PublisherSanmarg Prakashan
Publication Year2005
Total Pages304
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_aagamsaar
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy