SearchBrowseAboutContactDonate
Page Preview
Page 116
Loading...
Download File
Download File
Page Text
________________ ૯૭ – ૬ વ્યવહારમાં ધન-સંપત્તિ જરૂરી, ધર્મમાં ગુણસંપત્તિ જરૂરી - 67 97 છઠ્ઠા નંબરે નક્ષત્રો અનુકૂળ જોઈએ. ઉગ્ર નક્ષત્રો ન લેવાય, જ્ઞાન માટે વિહિત કરેલાં નક્ષત્રો જ લેવાય. આ બધી બાબતોના વિધિ-નિષેધોને યથાર્થરૂપે જાળવીને સૂત્ર શ્રવણ કરવાનું છે. એટલે જે જે વિધિરૂપ બતાવ્યું હોય તેનું પાલન કરવાનું છે અને જેનો જેનો નિષેધ કર્યો હોય તેનો ત્યાગ કરવાનો છે. સાતમા નંબરે ગુણસંપત્તિ હોવી જોઈએ. આઠમા નંબરે ગુરુશિષ્ય વચ્ચેનો અભિવ્યવહાર જળવાવો જોઈએ. આટલી વાતો આપણે ગઈકાલે વિચારી ગયા છીએ. એમાં નક્ષત્ર અને કાળનો મુદ્દો આપણે વિસ્તારથી કાલે વિચાર્યો છે, હવે આજે આપણે ગુણસંપત્તિ નામના સાતમા મુદ્દાની વિગતવાર વિચારણા કરવાની છે. જેના જીવનમાં પ્રિયધર્મતા વગેરે પંદર ગુણો હોય તે ગુણસંપત્તિવાન કહેવાય અને એ જ વ્યક્તિ આ આગમ-અધ્યયન માટે મુખ્યત્વે અધિકારી કહેવાય. અધિકારીને જ આગમ સ્પર્શેઃ આ સૂત્રનું અધ્યયન કરવા માટે પણ કેવા કેવા ગુણ હોય તો તે અધિકારી બની શકે ? તે વાત એટલા માટે જણાવી છે કે, જે અધિકારી બનીને અધ્યયન કરીએ તો જ આ આગમમાં કહેલી વાતો આત્માને સ્પર્શી શકે અને આગમની આ બધી વાતો આત્માને સ્પર્શે તો જ સાધનાનો જન્મ થાય અને આ રીતે પણ જો સાધનાનો જન્મ થાય તો જ તેના દ્વારા આપણે બંધનથી મુક્ત બનીને આત્માની પૂર્ણતાને પામી શકીએ. અધ્યાત્મ જગતની મૂડી છે - ગુણસંપદા: જે મહાન અંગ આગમમાં આવી મહાન આત્મસાધનાની વાતો જણાવી હોય, આત્માને અનાદિકાળથી વળગેલાં બંધનોને ઓળખવાની હિતકર વાતો જણાવી હોય અને તે બંધનોને તોડીને આત્માના સહજ સ્વરૂપને પ્રગટ કરવાની આત્મલાભદાયી વાતો જણાવી હોય તેનું અધ્યયન કરવા માટે અધિકારીપણું કેળવવું જરૂરી છે. યોગશતકમાં હરિભદ્રસૂરિ મહારાજા જણાવે છે કે – Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004864
Book TitleSuyagadanga Sutrana Sathware Part 1 Agam Jano
Original Sutra AuthorN/A
AuthorKirtiyashsuri
PublisherSanmarg Prakashan
Publication Year2005
Total Pages304
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_aagamsaar
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy