________________
૧ આગમ જાણો !
'अहिगारिणो उवाएण होइ सिद्धी समत्थवत्युंमि ।'
‘અધિકારી વ્યક્તિને ઉપાય દ્વારા સર્વ કાર્યમાં સિદ્ધિ મળે છે.' કોઈપણ સાધના-અનુષ્ઠાન-પ્રવૃત્તિ અધિકારી કરે તો જ તેને તેના ફળની પ્રાપ્તિ થાય છે. વ્યવહારમાં પણ જો અધિકારી હોવું જરૂરી મનાય છે, તો યોગમાં-સાધના માર્ગમાં અધિકારીપણું અત્યંત આવશ્યક છે.
૯૮
બે ત્રણ દિવસથી આપણે વિચારી રહ્યા છીએ કે જેણે જીવનમાં પ્રાયશ્ચિત્ત દ્વારા શુદ્ધિ કરી હોય, જે વિનીત બન્યો છે, તેણે ગુણસંપદાપૂર્વક આગમાદિ ધર્મશાસ્ત્રોનું અધ્યયન કરવું જોઈએ.
98
વ્યવહારમાં પણ કાર્ય સફળતા માટે માણસ સંપત્તિવાળો હોવો અનિવાર્ય છે. આ વ્યવહારિક વાત છે, તાત્ત્વિક વાત નથી. વ્યવહારમાં મોટે ભાગે એવું અનુભવાય છે કે, જે સંપત્તિવાળો હોય તે ક્યાંય પણ પાછો પડતો નથી. પૈસાનાં જોરે એ પોતાનાં દરેક કાર્યો પાર પાડી શકતો હોય છે. આમ છતાં એમાં એકાંત નથી. એમાં પુણ્યોદય-પાપોદયના કારણે ફેરફાર પણ જોવા મળે છે.
જ્યારે પુણ્યોદય નબળો પડ્યો હોય અને પાપોદય પ્રબળ બન્યો હોય ત્યારે પૈસાવાળો પાછો પડે અને પુણ્યોદયવાળો પૈસા વગરનો પણ સફળ થાય એવું બને. પણ સાધના જીવનમાં તો ગુણસંપત્તિના આધારે જ સફળતા-નિષ્ફળતા મળે છે. અધ્યાત્મ-સાધના જીવન એમાં અપવાદ નથી.
સાધના જીવનમાં તો પુણ્યોદય કરતાં પણ વિશેષ મહત્ત્વ ગુણસંપત્તિનું છે. એના આધારે જ આત્મવિકાસ સધાય છે અને એના વિના આત્મવિનાશ પણ સર્જાય છે. એટલે એક વાત બરાબર ધ્યાનમાં રાખો કે ગુણસંપત્તિ વિના માણસ સાધનામાં સફળ ન બને.
શ્રી સૂયગડાંગનું અધ્યયન કરવું તે પણ સાધના છે. શ્રુત-સાધના અને ચારિત્ર-સાધના એવા સાધનાના બે પ્રકાર છે. તેમાંથી શ્રી સૂયગડાંગ સૂત્રનું અધ્યયન કરવું તે શ્રુત-સાધના છે અને તેને જીવનમાં જીવવું તે ચારિત્ર-સાધના છે. એ જ રીતે બાર પ્રકારના તપોમાં સ્વાધ્યાય નામનો દશમો તપ છે.
આ સ્વાધ્યાયરૂપ અત્યંતર તપસાધના માટે વિશેષ પ્રકારે ગુણસંપત્તિ હોવી જરૂરી છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org