________________
૬૪
૧ આગમ જાણો !
બતાવ્યો હોય છે અને એની વૃદ્ધિ પણ બતાવી હોય છે, તો એ માટે અમારે શું કરવું ?
એ માટે ‘શ્રી શ્રાદ્ધવિધિ’ નામના ગ્રંથમાં બતાવેલ - ‘ક્ષયે પૂર્વા તિથિઃ વાર્યા, વૃદ્ધો વાર્યા તથોત્તરઃ ।' સૂત્રના આધારે નક્કી કરવું.
સભા : પણ પર્વતિથિની ક્ષયવૃદ્ધિ થાય જ શી રીતે ?
પર્વતિથિની ક્ષય-વૃદ્ધિ ન જ થાય એવું તમે શાના આધારે કહો છો? શું એ તમારા અને મારા હાથમાં છે કે આકાશમાં થતા સૂર્ય-ચંદ્રના ભ્રમણના આધારે થાય છે ?
સભા : આ વિગતને જરા મૂળમાંથી વિગતવાર સમજાવો તો સારું, પણ આપને લાગે છે કે આ તિથિ જેવો અઘરો વિષય અમે સમજી શકીશું ?
64
તિથિનો વિષય તમે માનો છો એવો જરાય અઘરો નથી. થોડું ધ્યાન આપો તો બહુ જ સહેલાઈથી સમજાય એવો આ વિષય છે.
સભા :
આ મુદ્દે પંચાંગ શું કહે છે અને એ માટે તપાગચ્છને માન્ય એવાં ધર્મશાસ્ત્રો શું કહે છે ? - એ ઉપર થોડું લક્ષ્ય અપાય તો એક અને એક બેની જેમ બરાબર સમજાઈ જાય તેવું છે. છતાં તમને એમ લાગતું હોય કે ‘ના, અમને નહિ સમજાય,’ તો આપણા ચાલુ વિષયમાં આગળ વધું.
આ વિષય સહેલો છે કે અથરો, એની અમને જરાય ખબર નથી. આ તો અમે સાંભળ્યું છે કે આ વિષય બહુ જ અઘરો છે, એટલે એમ થયું કે સમજાશે કે નહિ ? જો ન સમજાય એવું હોય તો આપનો સમય શું કામ બગાડવો ? જો આપને લાગતું હોય કે આ વિષય અમને સમજાય તેવો છે તો આપ આજે ચોક્કસ સમજાવો. અમારે સમજવું જ છે.
જે વસ્તુની આમે ય તમારા જીવનમાં રોજ રોજ જરૂર છે, તે સમજાવવામાં જે સમય જાય તે કામનો જ છે. એમાં સમય નકામો જાય છે, એવું વિચારવું એ પણ ખોટું છે. આ માટે થોડું પંચાંગ જોતાં આવડતું હોય અને માત્ર બે ગાથાઓ ‘શ્રાદ્ધવિધિ’ની બરાબર મોંઢે થઈ જાય અને એનો અર્થ બરાબર સમજાઈ જાય તો બિલકુલ સહેલું છે.
સભા આપે કહ્યું કે તિથિના વિષયની અમારા જીવનમાં રોજેરોજ જરૂર છે. એ કઈ રીતે ?આજનો અમારો મોટા ભાગનો વ્યવહાર તો તારીખ ઉપર જ ચાલે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org