________________
શ્રી સૂયગડાંગસૂત્રની સજ્જાયા
(રાગ : કપૂર હોવે અતિ ઉજળો રે.) સૂયગડાંગ હવે સાંભળોજી, બીજું મનને રંગ, શ્રોતાને આવે જે રુચિજી, તેહજ લાગે અંગ, ચતુરનર ! ધારો સમકિત ભાવ, એ છે ભવસાગરમાં નાવ.
ચતુર. આ. ૧ સુયખંધ દોય ઈહાં ભલાં જી, અઝયણા તેવીસ, તિસય તિઠિ કુમતિ તણુંજી, મતખંડન સુજગીશ. ચતુર. ૨ કહ્યો દ્રવ્ય અનુયોગમાંજી, એહ પુહૂત અધિકાર, સાધુ ઝવેરીનો ભલોજી, ઝવેરનો વ્યાપાર. ચતુર. ૩ અર્ચક વર્ચકના ઈહાંજી, શ્રોતાના અંતર હોય, ગુરુભક્તા સુખ પામશેજી, અવર ભમે મતિ ખોય. ચતુર. ૪ અંગપૂજા પ્રભાવનાજી, પુસ્તક લેખન દાન, ગુરુ ઉપકાર સંભારવોજી, આદર ભક્તિ નિદાન. ચતુર. ૫ વક્તા એવો કોઈ નહિજી, જિમ ભાંખે તુમ ધર્મ, વાચક જસ કહે હર્ષશુંજી, ઈમ તે વિનયનો મર્મ. ચતુર. ૬
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org