________________
―
૬ : વ્યવહારમાં ધન-સંપત્તિ જરૂરી, ધર્મમાં ગુણસંપત્તિ જરૂરી – 6
૧૨૫
થઈને, તેમની સમાધિનું ઓઠું આગળ ધરીને કેટલાક સાધુ-સાધ્વીજી ભગવંતો વર્ષો સુધી એક જગ્યાએ રહી જતા હોય છે, તેવા લોકોની વિરાગ વગરની દશા ક્યાં ? અને આ સાક્ષાત્ વિરાગની મૂર્તિ ક્યાં ? એમનું સમ્યગ્દર્શન સુવિશુદ્ધ હતું, મન મેરુની જેમ અડગ હતું, તેથી તેઓશ્રી અગણિત ઝંઝાવાતોની વચ્ચે પણ સ્વયં આરાધના કરી શક્યા અને અનેકોને કરાવી શક્યા. કારણ કે તેઓશ્રી દઢધર્મી હતા.
125
ઝંઝાવાતોમાં - વિરોધીઓની સામે કે વિરોધોની સામે ટકવું સહેલું છે, નઠોર હૈયાવાળાઓને કોઈનાં આંસુની સામે ટકી જવું સહેલું છે, પણ માખણ કરતાં ય કોમળ હૈયાવાળા અત્યંત ઉપકારી, જીવનદાત્રી, સંસ્કારદાત્રી માનાં આંસુ સામે ટકવું તે કેટલું અઘરું છે. આમ છતાં તે તેમનું દૃઢધર્મીપણું હતું. એનું આ પરિણામ હતું. અહીં તો માનું હિત કરવાનું હતું. તેનાં બતાવેલા માર્ગે ચાલવાનું હતું. તેમાં સ્વ-પરનું હિત રહેલું હતું. પણ તે હિત તેઓશ્રી દઢધર્મી રહ્યા માટે જ સાધી શકાયું.
પ્રિયધર્મી અને દૃઢધર્મી - આ બંને ગુણો એકસાથે જ જોઈએ. એમાંથી એકે ન હોય તો ન ચાલે. વ્યવહાર સૂત્ર નામના આગમમાં પ્રિયધર્મી અને દઢધર્મીની ચતુર્થંગી (ચાર ભાંગા, પ્રકારો) બતાવવામાં આવી છે. જેમાંથી ત્રીજો ભાંગો એટલે કે આ બંને ગુણ હોય તે જ સ્વીકાર્ય કહેવામાં આવ્યો છે.
હવે જે સંવિગ્ન હોય તે જ પ્રિયધર્મી કે દૃઢધર્મી હોઈ શકે છે, માટે ત્રીજા ગુણરૂપે સંવિગ્નનું વર્ણન કરે છે. જે આપણે હવે પછી જોઈશું.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org