SearchBrowseAboutContactDonate
Page Preview
Page 179
Loading...
Download File
Download File
Page Text
________________ ૧ આગમ જાણો ! 'ऋजोर्ज्ञान-दर्शन- चारित्राख्यस्य मोक्षमार्गस्यानुष्ठानादकुटिलः यथावस्थित-पदार्थस्वरूपपरिच्छेदाद्वा ऋजुः सर्वोपाधिशुद्धोऽवक्र इति । ' ‘જ્ઞાન, દર્શન, ચારિત્રરૂપ મોક્ષમાર્ગનું અનુષ્ઠાન આચરવાથી સરળ અથવા જે જે પદાર્થો જેવા હોય તેવો જ તેનો બોધ થવાથી જે દરેક રીતે શુદ્ધ હોય તે ઋજુ-સરળ કહેવાય છે.' ૧૬૦ આવો સરળ સાધક ગુરુએ કહેલ દરેક વાતો સીધા અર્થમાં જ લે છે. એથી ગુરુ પણ એને નિશ્ચિંત રીતે જે વાત જે રીતે સમજાવવી હોય તે રીતે સમજાવી શકે છે. જેના સ્વભાવમાં આવી સરળતા હોતી નથી, એવા વક્ર સ્વભાવની વ્યક્તિ આગમ-અધ્યયનાદિ માટે અયોગ્ય હોઈ ગુરુ તેને આગમ જ્ઞાન આપવાનો શ્રમ લેતા નથી અને કદાચ કોઈ ગુરુ તેની વક્રતાને ન જાણવાને કારણે આગમ વાચના આપે તો તે તેને ક્યારેય સારી રીતે પરિણામ પામતી નથી. 160 માટે જ એક સ્થળે, “જો જીવનમાં એક સરળતા હોય તો બીજા ગુણોની શું જરૂર છે ? અને સરળતા ન હોય તો બીજા ગમે તેટલા ગુણ હોય તોય તે શું કામના છે ?” આમ કહીને સરળતાનું કેટલું મહત્ત્વ છે, તે સમજાવ્યું છે. ‘માયા’નો ત્યાગ કરવાનો ઉપદેશ આપતી સજ્ઝાયમાં સાચે જ જણાવ્યું છે કે - ‘મુક્તિપુરી જાવાતણો જી, એ મારગ છે શુદ્ધ... રે પ્રાણી મ કરીશ માયા લગાર. 3 માયાનો ત્યાગ કરવા દ્વારા જે ઋજુતા, સરળતા પ્રાપ્ત કરાય છે, તે મોક્ષે જવાનો શુદ્ધ માર્ગ છે. એટલે એક વાત નિશ્ચિત છે કે નિર્મળબોધ અને નિર્મળ પરિણતિ પામવા માટે સરળતા કેળવવી બહુ જ જરૂરી છે. જે વક્રતાને જીતે છે તે જ સરળતાને સાધી શકે છે. વક્રતાને જીતવા માટે વક્રતાનાં દુષ્પરિણામો અને સરળતાના ઈહલૌકિક, પારલૌકિક અને આધ્યાત્મિક લાભોનો નિરંતર વિચાર કરવો જોઈએ. ૧૧ શરણાગત : દેવ-ગુરુ ને ધર્મનાં શરણે આવેલો હોવો જોઈએ. મતલબ, સંસારથી છુટેલો હોય એને સંસારમાં ક્યાંય શરણનો અનુભવ થતો ન હોય માટે એ દેવ-ગુરુ ને ધર્મનાં શરણે આવેલો હોય. - Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004864
Book TitleSuyagadanga Sutrana Sathware Part 1 Agam Jano
Original Sutra AuthorN/A
AuthorKirtiyashsuri
PublisherSanmarg Prakashan
Publication Year2005
Total Pages304
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_aagamsaar
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy