________________
૧૦: આપ્ત કહે તે પ્રમાણ ! તો આપ્ત કોણ?
અનંત ઉપકારી, ચરમ તીર્થપતિ શ્રમણ ભગવાન શ્રીમહાવીર પરમાત્માના શાસનના પરમાર્થને પામેલા પંચમ ગણધર ભગવંત શ્રીસુધર્માસ્વામીજી મહારાજાએ પરમાત્માના પાવન મુખેથી ત્રિપદી પ્રાપ્ત કરીને શેષ દશ ગણધર ભગવંતોની જેમ જ દ્વાદશાંગીની રચના કરી. તે પૈકીનું બીજું અંગ-આગમ : ‘સૂયગડાંગ સૂત્ર’ છે. તેના ઉપર ચૌદ પૂર્વધર મહર્ષિશ્રી ભદ્રબાહુસ્વામીજી મહારાજાએ ‘નિર્યુક્તિ-ગ્રંથ' ની રચના કરી છે. તે જ રીતે પૂર્વના મહાપુરુષે ‘ચૂર્ણી-ગ્રંથ'ની પણ રચના કરી છે અને તે પછી આગળ વધીને પૂજ્ય આચાર્યશ્રી શીલાંકસૂરિજી મહારાજાએ ‘વ્યાખ્યા-ગ્રંથ'ની રચના કરી છે.
વ્યાખ્યા-ગ્રંથની રચના કરતાં પૂજ્ય આચાર્યશ્રી શીલાંકસૂરિજી મહારાજાએ એ મહાન આગમ ગ્રંથમાં આપણા સૌનો પ્રવેશ કરાવવા માટેની ભૂમિકા તૈયાર કરી આપી છે.
આ સંસાર અનાદિનો છે. તેમાં આપણે અનાદિકાળથી પરિભ્રમણ કરીએ છીએ. એકેન્દ્રિયથી માંડીને પંચેન્દ્રિય સુધીની અવસ્થાઓમાં, દેવાદિ ચારે ગતિઓમાં, ૮૪ લાખ યોનિઓમાં, ૧૪ રાજલોક પ્રમાણ વિશ્વમાં અનાદિકાળથી અનંત જન્મ-મરણ મેં અને તમે, આપણે સૌએ કર્યાં છે. આ પરિસ્થિતિમાં માનવ જીવન પામવું - એ અતિ દુર્લભ છે, તેમાં પણ આર્યદેશ, આર્યજાતિ, આર્યકુળ, પંચેન્દ્રિય પરિપૂર્ણતા તેમજ દેવ-ગુરુ-ધર્મની સામગ્રી મળી તે અનંત પુણ્યની નિશાની છે. આ સામગ્રી જેને મળી ગઈ તેને માટે જ્ઞાનીઓ કહે છે કે, તેના અહોભાગ્યની કોઈ અવવિધ નથી.
અનાદિકાળમાં આત્માને આજે આ સામગ્રીનો સંયોગ મળ્યો છે તો તે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org