________________
q - આગમ જાણો !
મેળવીને ભવ ઉચ્છેદ કરવાનો જ એક પ્રયત્ન કરવો જોઈએ. આજ સુધીનાં દરેક ભવોમાં આપણે કર્મ બાંધવાનું જ કામ કર્યા કર્યું છે. એ કર્મને તોડવાનું કામ જે રીતે માનવ ભવમાં શક્ય છે, તે રીતે બીજા કોઈ પણ ભવોમાં શક્ય નથી. જેણે કર્મ ઉચ્છેદ કરવો છે, તેણે ‘વિવેક' કેળવવો જરૂરી છે. કારણ કે તે વગર કર્મચ્છેદની સાધના થઈ શકતી નથી.
૨૦૬
કર્મોચ્છેદની સાધનાનો પાયો કે - એ સાધનાનું મંડાણ વિવેક વગર શક્ય જ નથી. તે વિવેક કોઈ બજારુ વસ્તુ નથી કે ગમે ત્યાંથી મળી જાય. તે માત્ર આપ્ત પુરુષોના ઉપદેશથી જ મળે છે. જે તેમનો ઉપદેશ ઝીલે - પામે તેને જ વિવેક પ્રાપ્ત થાય.
આપ્ત કોણ ?
અહીં ‘આપ્ત’ કોને કહેવાય તે મોટો સવાલ છે !
કારણ કે જેટલા દર્શનકારો છે, જે કોઈ પોત-પોતાના ધર્મને કે મતને પ્રવર્તાવનારા છે, તે બધા જ પોતાને ‘આપ્ત’ માને-મનાવે છે.
પૂ. આનંદઘનજી મહારાજે પણ ‘શ્રી અભિનંદન પ્રભુના સ્તવન’માં કહ્યું છે - ‘મત-મતભેદે હો જો જઈ પૂછીયે, સહુ થાપે અહમેવ.’
એમાંની એક પણ વ્યક્તિ એવી નથી, જે પોતાને ‘અનાપ્ત’ માને-મનાવે. કાલસોરિક જેવો કસાઈ પણ પોતાના દીકરાને કહેતો કે, ‘હું આપ્ત છું.’ તારા હિતની વાત કરું છું. તું નિયમ કર કે - જીવનભર રોજ ૫૦૦ પાડાને મારીશ, તો મારો જીવ સુખેથી ગતિએ જાય' આવી મહાહિંસાની વાત કરનારો કસાઈ પણ પોતાને ‘આપ્ત' ગણાવે છે.
206
રોહિણીયા ચોરનો બાપ લોહખુર ચોર ! એ પણ પોતાની જાતને ‘આપ્ત’ જણાવે છે. તે પોતાના દીકરાને કહે છે, ‘બેટા ! હાથમાં પાણી લઈને પ્રતિજ્ઞા કર કે, મહાવીરનું વચન ક્યારેય નહિ સાંભળું.’
ગોશાળા જેવો ગોશાળો પણ પોતાને ‘આપ્ત' ગણાવે છે. જો આવા બધા લોકો પણ પોતાને ‘આપ્ત’ ગણાવતા હોય તો પછી આપ્ત તરીકે કોનું વચન માનવું ? કોના વચનોના સહારે કર્મચ્છેદ કરવો ? જૈનશાસનમાં કોઈ વ્યક્તિ માટે વ્યક્તિ પ્રત્યેના રાગ કે દ્વેષથી તેને માટે સારો કે ખરાબ અભિપ્રાય
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org