SearchBrowseAboutContactDonate
Page Preview
Page 125
Loading...
Download File
Download File
Page Text
________________ 106 ૧૦૬ ૧ - આગમ જાણો ! - કરવી ગમે છે? ના, નથી ગમતી. કોઈને માખણ ચોપડવું ગમે છે? ના, નથી ગમતું. તો પછી તું આ બધું કેમ કરે છે ? તો એ કહેશે કે મને રૂપિયો બહુ ગમે છે અને તે આ બધું કરું તો જ મળે છે. માટે આ બધું કરું છું. મને ગમતો રૂપિયો જેનાથી મળે તે બધું જ મને ગમે. એના માટે શિયાળાની મધરાતે પણ ફરે, ઉનાળાની ભર બપોરે પણ ફરે, ચોમાસાની મૂસળધાર ઝડીઓમાં પણ દોડે. કોઈ મણ-મણની સંભળાવે તોપણ હસતો રહે અને સામેવાળો કહે કે “કેમ ખોટું લાગ્યું?' તો કહે કે “તમે કહો એમાં વળી ખોટું લાગતું હશે ?' ધનના પ્રેમી લોકો ધન માટે જે જે કરે છે, તેમાં કાંઈ મજા આવે એવું નથી. છતાં એમાં એમને મજા એટલે આવે છે કે એનાથી ધાર્યું ધન મળે છે. જો એનાથી રૂપિયા ન મળતા હોય તો એમાં શું મજા આવે ? હીરાવાળા, કપડાંવાળા, લોખંડવાળા, કે કરિયાણાવાળાને પૂછો કે તમને એમાં શું મજા આવે છે ? હીરાવાળાની વાત કરું તો રોજેરોજ એના એ જ કાંકરા ગણવાના, એ જ કાંકરા વીણવાના, ડોળા ફાડી ફાડીને જોવાના. એનાં પડીકાં ખોલવાનાંવાળવાના ને સાંકેતિક ભાષામાં આંકડા માંડવાના. કપડાંવાળાને એના એ જ તાકા ખોલવાના ને પાછા વાળવાના - અનાજવાળાને ય કેટલાં લફરાં? લોખંડમાં મજા શું આવે? કોલસાવાળાને તો કોલસાની વચ્ચે રહીને કાળા જ થવાનું. રસોઈયાની હાલત જુવો તો, ઉનાળામાં સગડીની બાજુમાં શેકાવાનું, એમાં મજા શું આવે ? આમ છતાં પૈસો મળે છે, એટલે એ બધામાં એમને મજા આવે છે. જેને લાભ દેખાય તેમાં તેને રસ પડે અને જેને જેમાં રસ પડે તેને તેમાં આનંદ આવે. દેવ રોય ,મવેત્તરી સુન્દરમ્' ‘જેને જે ગમે તેને માટે તે વસ્તુ સારી બની જાય છે.' આ ન્યાય સર્વત્ર લાગુ પડે છે. પરંતુ આ બધો આનંદ આવે છે તે મોહનીયકર્મના ઉદયનું પરિણામ છે. ત્યાં લક્ષ્ય પૈસાનું છે. જ્યારે અહીં લક્ષ્ય ધર્મનું જોઈએ. એકવાર પણ ધર્મનું લક્ષ્ય બંધાઈ જાય પછી જ્ઞાન-દર્શન Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004864
Book TitleSuyagadanga Sutrana Sathware Part 1 Agam Jano
Original Sutra AuthorN/A
AuthorKirtiyashsuri
PublisherSanmarg Prakashan
Publication Year2005
Total Pages304
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_aagamsaar
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy