________________
૧૭૯
૯ : પૂર્વાચાર્યોના પંથે ચાલવું એ તેઓની શ્રેષ્ઠ ભક્તિ છે
- 9
સામર્થ્યયોગના નમસ્કારની તાકાત તો તમારી કલ્પના બહારની છે. તમે ઘણીવાર બોલો છો કે –
'इक्को वि नमुक्कारो, जिणवरवसहस्स वद्धमाणस्स । संसारसागराओ तारेइ नरं व नारिं वा ।।१।।'
‘શ્રી જિનેશ્વરોમાં વૃષભ જેવા વર્ધમાનસ્વામિને કરેલો એક પણ નમસ્કાર પુરુષ કે સ્ત્રીને સંસારસાગરથી પાર ઉતારી દે છે.’
179
અહીં જે નમસ્કારની વાત કરાઈ છે, તે સામર્થ્ય યોગના નમસ્કારની છે. સામર્થ્યયોગના એક નમસ્કારમાં અનાદિકાળના અનંત કર્મના ભૂક્કા બોલાવવાની તાકાત છે. તે ન આવે ત્યાં સુધી જે શાસ્ત્રયોગનો નમસ્કાર કરવામાં આવે, તેનામાં પણ ઘણાં કર્મોનો ભૂક્કો બોલાવવાની તાકાત છે અને તે ન આવે ત્યાં સુધી ઈચ્છાયોગનો નમસ્કાર કરીને પણ કર્મોનો ઘણો ભૂક્કો બોલાવી શકાય છે.
સામાન્ય રીતે વિચારીએ તો છઠ્ઠ ને સાતમે ગુણસ્થાનકે રહેલ નિરતિચાર ચારિત્રીને શાસ્ત્રયોગનો નમસ્કાર આવે. જાડી ભાષામાં નિરતિચાર એટલે જેમાં એક પણ દોષ ન લાગે તેવું અને સાતિચાર એટલે જેમાં દોષ લાગે તેવું. સાતિચારી ચારિત્રીને ઈચ્છાયોગનો નમસ્કાર હોય છે અને ક્ષપકશ્રેણીમાં આરૂઢ થયેલા મહાત્માઓને સામર્થ્યયોગનો નમસ્કાર હોય છે. માત્ર એકવાર કરેલો આ સામર્થ્યયોગનો નમસ્કાર કેવળજ્ઞાનની ભેટ આપ્યા વગર રહેતો નથી. ‘વિ નમુક્કારો' એ ગાથામાં જે વાત છે તે આ સામર્થ્યયોગના નમસ્કારની વાત છે.
સામર્થ્યયોગનો આ નમસ્કાર ઘણીવારના શાસ્ત્રયોગના નમસ્કાર પછી પ્રગટતો હોય છે અને તે શાસ્ત્રયોગના નમસ્કારને પામવા માટે અનેકવાર ઈચ્છાયોગનો નમસ્કા૨ ક૨વો જરૂરી બને છે. આ ઈચ્છાયોગનો નમસ્કાર પણ ત્યારે આવે કે જ્યારે શાસ્ત્રનો બોધ હોય; આમ છતાં તે મુજબ વર્તવામાં જે પ્રમાદ નડતો હોય તેની વેદના હોય અને ‘ક્યારે હું શાસ્ત્રમાં બતાવેલી આજ્ઞા મુજબની પ્રવૃત્તિ કરું,’ તેવી અંતરંગ ભાવના હોય ત્યારે ઈચ્છાયોગ આવે. માટે જ ‘યોગદૃષ્ટિ સમુચ્ચય' નામના ગ્રંથમાં પૂજ્ય આચાર્ય ભગવંત શ્રી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org