SearchBrowseAboutContactDonate
Page Preview
Page 129
Loading...
Download File
Download File
Page Text
________________ ૧ આગમ જાણો ! મહેનત કરે. એ રોવા ન બેસે કે હતાશા પેદા થાય એવી નબળી વાતો પણ ન કરે, તે તો સાધના જીવનને જીવવાનો ઉત્સાહ વધે તેવી હકારાત્મક વાતો કરીને સાધના માટે સજ્જ બને. કેવળ નકારાત્મક વાતો જ નથી કરવી. હવે તો સાધનાનો ઉત્સાહ વધે તેવી હકારાત્મક વાતો પણ આપણે કરવી છે. ૧૧૦ એક વાત ધ્યાનમાં રાખો કે જીવનમાં ખૂટતી કડીઓને પૂરી કરીને દૃઢ મનોબળ દ્વારા શ્રુતસાધનાનો મંગળ પુરુષાર્થ કરવો છે. તે માટે પ્રણિધાન કરીએ, એ માટે ચિત્તને એવું કેળવીએ કે બસ, ધર્મ જ ગમે,બીજું કોઈ વસ્તુ ન ગમે કેબીજી કોઈ ક્રિયા ન ગમે. ધર્મનાં સાધનો ગમે, ધર્મ કરનારા ગમે, અધર્મ ન ગમે, અધર્મનાં સાધનો ન ગમે અને એ જ રીતે અધર્મ કરનારા ન ગમે. આવી પરિસ્થિતિનું નિર્માણ થાય તો જ પહેલો ‘પ્રિયધર્મી' નામનો ગુણ આપણામાં આવે. 110 ૨ - ૨૪થો - દઢધર્મી : હવે બીજો ગુણ : ‘દૃઢધર્મી' છે. જે ધર્મમાં દૃઢ રહે, સ્થિર રહે, તેને દૃઢધર્મી કહેવાય. જેનામાં પહેલો પ્રિયધર્મી ગુણ આવે તેનામાં જ બીજો દૃઢધર્મી ગુણ આવે. જે પહેલે પગથિયે ચડે તે જ બીજે પગથિયે ચડી શકે. જે દૃઢધર્મી હોય, ધર્મમાં સ્થિર હોય, તેને કોઈ હલાવી ન શકે. તેનો બોધ કોઈ બુઝવી ન શકે. તેની શ્રદ્ધાને કોઈ ડગાવી ન શકે. તેને ચારિત્રમાંથી કોઈ ખસેડી ન શકે અને તપમાંથી એને કોઈ પાડી ન શકે. પરીક્ષા દઢધર્મીની જ થાય : આગમ શાસ્ત્રોમાં તંગીયા નગરીના શ્રાવકોનું વર્ણન આવે છે. બંદા૦ મહીયટ્ટા૦ વગેરે લાંબો આલાવો (પાઠ) લખ્યા બાદ તેમાં છેલ્લે જણાવ્યું છે કે - 'देवेहिं पि अचालणिज्जा' ‘દેવોથી પણ ન ડગાવી શકાય તેવા' દેવતાઓની પણ તાકાત નહોતી કે તેઓ તુંગીયા નગરીના શ્રાવકોને ભગવાન મહાવીરે બતાવેલ મોક્ષમાર્ગમાંથી ચલાયમાન કરી શકે. તત્ત્વજ્ઞાન મેળવવા દ્વારા આત્માને કેળવીને તત્ત્વશ્રદ્ધામાં તેઓ કેવા દૃઢ બન્યા હશે, ત્યારે આગમમાં આવો પાઠ લખાયો ! Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004864
Book TitleSuyagadanga Sutrana Sathware Part 1 Agam Jano
Original Sutra AuthorN/A
AuthorKirtiyashsuri
PublisherSanmarg Prakashan
Publication Year2005
Total Pages304
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_aagamsaar
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy